અધૂરી વાર્તા

(103)
  • 18.5k
  • 4
  • 6.7k

1. ચુડેલના પડછાયા જેવી અંધારી રાત ઉતરી રહી છે. દૂર દૂરથી શિયાળની લાળી સંભળાઈ રહી છે. કૂતરાઓના ઉંચા અવાજો રાતને ભયંકરતા બક્ષી રહ્યા છે. આસપાસના વૃક્ષોમાંથી કોઈના રડવાના ધીમા સિસકારા વરતાઈ રહ્યા છે. અમાસની અંધારી રાત, જાણે માણસ ગંધાય માણસ ખાઉં ! તેણે હળવેકથી હવેલીનો મુખ્ય દરવાજો ખોલ્યો. તેણે મોબાઈલમાં જોયું. રાતના સાડા અગિયાર વાગ્યા હતા. મોબાઈલની ટોર્ચ કરી તે અંદર દાખલ થઇ. સામે જ આંગણામાં ઉભેલા પીપળાના પાનનો સર સર અવાજ આવતો હતો. તેણે બે ડગ ભર્યા ને પીપળામાં બેઠેલી ચીબરી ચિત્કારી ઉઠી. તે ડરી ગઈ. ચીબરી તેના ઉપરથી ઉડી ગઈ અને તે પડી ગઈ. થોડીવારે ઊભી થઇને ચાલવા

New Episodes : : Every Friday

1

અધૂરી વાર્તા - 1

1. ચુડેલના પડછાયા જેવી અંધારી રાત ઉતરી રહી છે. દૂર દૂરથી શિયાળની લાળી સંભળાઈ રહી છે. કૂતરાઓના ઉંચા અવાજો ભયંકરતા બક્ષી રહ્યા છે. આસપાસના વૃક્ષોમાંથી કોઈના રડવાના ધીમા સિસકારા વરતાઈ રહ્યા છે. અમાસની અંધારી રાત, જાણે માણસ ગંધાય માણસ ખાઉં ! તેણે હળવેકથી હવેલીનો મુખ્ય દરવાજો ખોલ્યો. તેણે મોબાઈલમાં જોયું. રાતના સાડા અગિયાર વાગ્યા હતા. મોબાઈલની ટોર્ચ કરી તે અંદર દાખલ થઇ. સામે જ આંગણામાં ઉભેલા પીપળાના પાનનો સર સર અવાજ આવતો હતો. તેણે બે ડગ ભર્યા ને પીપળામાં બેઠેલી ચીબરી ચિત્કારી ઉઠી. તે ડરી ગઈ. ચીબરી તેના ઉપરથી ઉડી ગઈ અને તે પડી ગઈ. થોડીવારે ઊભી થઇને ચાલવા ...Read More

2

અધૂરી વાર્તા - 2

2.શોર્વરી દોડી... પિતાજીના રૂમ તરફ...મમ્મીને સાપ કરડી ગયો છે. તેના ઉપર નાના ભાભીએ ચપ્પુ માર્યું છે. ઝેર નીકળી જાય. રાત્રે જ મમ્મી મૃત્યુ પામી હતી. તે દરેક રૂમના દરવાજા પછાડતી પછાડતી દોડવા લાગી. કયો રૂમ પિતાજીનો છે ? પોતાને યાદ નથી. ‘પિતાજી... પિતાજી...’ પણ પિતાજી તો મૃત્યુ પામ્યા છે ને ? એ ક્યાંથી હોય ? તો મમ્મી પણ... ? પણ મમ્મી તો અત્યારે જીવતી છે ! પણ પિતાજીનો રૂમ ક્યાં છે ? કયો રૂમ હશે ? પિતાજી જોશી વેદને બોલાવશે તો મમ્મી બચી જશે. પણ જોશી વેદને તો...? કેમ યાદ નથી આવતું ? પિતાજીનો રૂમ? પિતાજીના રૂમમાં પોતે ક્યારેય ...Read More

3

અધૂરી વાર્તા - 3

3.શોર્વરી તેની મમ્મ્મીના પગ પાસે બેસીને જોર જોરથી રડી રહી હતી. હળવેકથી હવેલીનો દરવાજો ખુલ્યો. એક હાથમાં ફાનસ અને હાથમાં લાકડીના ટેકાથી ચાલતો એક એક વૃદ્ધ અંદર દાખલ થયો. તેણે ફાનસ ઊંચું કરી, ‘કોણ રડી રહ્યું છે !’ એ જોવાનો પ્રયત્ન કર્યો. તે શોર્વરી પાસે આવ્યો. તેના ખભા પર હાથ મૂક્યો.‘કોણ છે બેટા તું ? અને શા માટે રડી રહી છે ?’શોર્વરી ઝબકીને ઊભી થઇ ગઈ. તેણે આસપાસ જોયું. આ શું ! કોઈ નહીં ! બધા અહીં તો હતા ! ક્યાં ગયા ! તેને હવેલી ભયંકર ભાસ્વા લાગી. ચારે બાજુ અંધકાર... વૃદ્ધના હાથમાં રહેલા ફાનસમાંથી ધીમું ધીમું અજવાળું ટપકી રહ્યું ...Read More

4

અધૂરી વાર્તા - 4

4.તે ઉઠી ત્યારે દસેક વાગ્યા હશે. દિવસ ચડી આવ્યો હતો. રાત્રે બનેલી ઘટના તેને યાદ આવી. કોણ હતી એ ? અને મને કેવી રીતે ઓળખતી હતી ?! એણે મારું નામ પણ લીધું હતું ! સારું થયું હું હાથ છોડાવીને ભાગી આવી. હું ભાગી ત્યારે પાછળથી તેણી કંઈક બોલી હતી ! શું બોલી હતી ? હા, તારી વાર્તા અધુરી જ રહેશે. એને કેવી રીતે ખબર કે હું અહીં વાર્તા માટે આવી છું ?!‘ઉઠી ગઈ બેટા ?’ વૃદ્ધે તેના વિચારોમાં ખલેલ પાડી.‘હા, દાદા.’ તેણે વિચાર્યું: રાતે જે ઘટના બની તે દાદાને કહેવી જોઈએ કે કેમ ? કહીશ તો દાદા વળી પૂછશે, ...Read More

5

અધૂરી વાર્તા - 5

5.શોર્વરી ખંડેર જેવા મંદિરે પહોંચી હતી ત્યારે સાંજ ઢળવા આવી હતી. આછો આછો અંધકાર ઉતરી રહ્યો હતો. મંદિરના પથ્થરો તેમ ગોઠવાયેલા હતા. તે ખંડેર પાસે આવીને ઊભી રહી. ખંડેરને તાકતી રહી... બસ આ જ ખંડેર. પાછલા થોડા સમયમાં વારંવાર સપનામાં આવ્યા કર્યું છે. તે સરખાવતી રહી... સપનાના ખંડેર સાથે. પછી પાછળની બાજુ ગઈ. પાછળ એક વિશાળ તળાવ હતું. આખું તળાવ કમળના ફૂલોથી છવાયેલું હતું. તે કિનારે આવી. આવું અજાયબ દ્રશ્ય તેણે પહેલા ક્યારેય જોયું ન હતું.તે નીચે બેઠી. એક કમળનું ફૂલ તોડી લીધું. વાળમાં ભરાવ્યું. ઊભી થઇ. ફૂલોને જોઈ રહી. પાછળથી કોઈએ હાથ મૂક્યું અને તે ડરી ગઈ. પાછળ ...Read More