પ્રેમ-કાંડ

(261)
  • 30.6k
  • 25
  • 15.8k

વાહ! મારી મમ્મી મારા દિલની વાત સમજી ગઈ હતી, એ પણ એજ ગોઠવણમાં હતી કે મારી અને વૈશાલીની એકવાર વાતચીત થાય, તો હું વૈશાલીને કંઇક કહી શકું, કે એજ સામેથી મને રીજેક્ટ કરે અને મામલો અહીજ પૂરો થાય. મમ્મીએ પપ્પા સામે જોયું અને કંઇક ઈશારો કર્યો, અને પપ્પા જાણે એકજ ઇશારામાં હરકતમાં આવી ગયા અને મારા ભાવી સ્વસુરને કહ્યું.

Full Novel

1

પ્રેમ-કાંડ - ભાગ-1

વાહ! મારી મમ્મી મારા દિલની વાત સમજી ગઈ હતી, એ પણ એજ ગોઠવણમાં હતી કે મારી અને વૈશાલીની વાતચીત થાય, તો હું વૈશાલીને કંઇક કહી શકું, કે એજ સામેથી મને રીજેક્ટ કરે અને મામલો અહીજ પૂરો થાય. મમ્મીએ પપ્પા સામે જોયું અને કંઇક ઈશારો કર્યો, અને પપ્પા જાણે એકજ ઇશારામાં હરકતમાં આવી ગયા અને મારા ભાવી સ્વસુરને કહ્યું. ...Read More

2

પ્રેમ-કાંડ - 2

, કદાજ હું મારા માટે બળવો ન પણ કરું, પણ વૈશાલી માટે કંઈ પણ કરી છૂટવાની ભાવનાએ મારા મગજમાં કરી લીધું હતું, સાલ્લ્લો કાર્તિક પણ જબરો છે,, આટલો સમય થયો ક્યારેય તેની ગર્લ ફ્રેન્ડનો ફોટો પણ ન બતાવ્યો અઘરી આઈટમ છે, એ પણ! સાલ્લાને બીજી કોઈ જ્ઞાતિમાં છોકરી ન મળી સલ્લાએ મારી જ્ઞાતિની છોકરી ઉપર તરાપ મારી ખેર જે થયું એ સારું થયું, મારું જે થવું હોય તે થાય પણ કાર્તિક માટે રસ્તો ખુલ્લો થયો, અને મારી પાસે કોઈ ઉપાય પણ ન હતો, જો હું વૈશાલીને રીજેક્ટ પણ કરતો તો એવું પણ બની કે અમારી જ્ઞાતિનો કોઈ બીજો છોકરો પસંદ કરી લેતો, અને પછી બાજી મારા હાથ માંથી નીકળી પણ જતી, આ તો કોઈ કુદરતની કરામત છે કે જોગાનુજોગ વૈશાલી મારી લાઈફમાં આવી. હવે પછીનો મારો અધ્યાય કાર્તિક ને મળવાનો. ...Read More

3

પ્રેમ-કાંડ - ભાગ-3

“હા, મારી વાત શાંતિથી સાંભળ, ત્યાં એરપોર્ટ ઉપર રામુકાકા બોલેરો લઇને તને લેવા આવ્યા છે. બહાર તારા નામનું પાટિયું ઉભા હશે. એમની સાથે બોલેરોમાં બેસીજા. અને હા, બોલેરોની પાછળની સીટ ઉપર તારા માટે નવી નકોર શેરવાની રાખી છે, એ રસ્તામાંજ પહેરી લેજે.અને હા એ પાર્સલ ઉપર એક કવર પડ્યું છે એ સાથે લેતો આવ,” મેં કહ્યું. “અરે પણ આ બધું શું છે મને કંઈ સમજાતું નથી, બે દિવસ પહેલા મારા પપ્પાનો ફોન પણ આવ્યો હતો, એ કંઇક તારા મેરેજની વાત કરતા હતા, શું છે અ બધું અને મારે ક્યાં આવવાનું છે ” ...Read More

4

પ્રેમ-કાંડ - ભાગ-4

“અરે, કેવો સમાજ થુકું છું હું આવા બે કોડીના સમાજ ઉપર, જે આ યુવા દિલોની લાગણીને સમજી ના અને જુવાનીના જોશની દુહાઈ હેઠળ યુવા દિલોની લાગણીને ચગદી નાખે એવા સમાજને આગ લગાવી દેવી જોઈએ, અરે હું આજ સુધી નથી જાણતો કે પાયલ કઈ જ્ઞાતિની છે, કે ક્યા સમાજની છે, અને અમે બંને એ કોઈ દિવસ આવો સવાલ નથી કર્યો, આજે ચાર વર્ષ થયા, અરે એના સર્ટીફીકેટસ પણ હાથમાં આવ્યા તો તેની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ વાંચવાની જહેમત નથી ઉઠાવી, અને આ બે કોડીનો સમાજ ” ...Read More