વિષ વેરણી

(803)
  • 85.9k
  • 43
  • 33.2k

પ્રસ્તાવના “વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં એક પરિવાર માં આવતા અવનવા ઉતાર ચઢાવ અને ઘટનાઓ વિષે જાણવા વાચતા રહો., “વિષ વેરણી”

Full Novel

1

વિષ વેરણી - ભાગ .૧

પ્રસ્તાવના “વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં પરિવાર માં આવતા અવનવા ઉતાર ચઢાવ અને ઘટનાઓ વિષે જાણવા વાચતા રહો., “વિષ વેરણી” ...Read More

2

વિષ વેરણી ભાગ .૨

સાંજે છ વાગ્યે બે પોલીસ કોન્સ્ટેબલ સીધા અમારી ઓફીસ માં ઘુસી આવ્યા અને માંરા બોસ ની કેબીન માં ગયા, બે મિનિટ જેવો સમય અંદર રહ્યા અને બહાર મારા ટેબલ તરફ આવ્યા અને મારી સામે આવી ને ઉભા રહી ગયા, તેમાંના એક કોન્સ્ટેબલ એ કહ્યું, “ ચલો સલીમભાઈ બહાર પીંજરું તમાંરી રાહ જુવે છે..... કેમ શું થયું મેં કહ્યું, સવાલ પૂછવા નું કામ અમારું, તમારે નહીં પૂછવાનું ચાલો અમારી સાથે હું તેમની સાથે ચાલતો થયો અને સમીરા પાછળ પાછળ આવી અને મને કહ્યું. સલીમ તું ફિકર નહીં કર હું આવુજ છું પોલીસ સ્ટેસન માં પોલીસ વાળા એ ગાડી માં બેસતા ની સાથે જ મને સવાલો પૂછવા નું ચાલુ કરી દીધું, ...Read More

3

વિષ વેરણી - ભાગ 3.

હું ઘર માં પ્રવેશ કરું જ છું અને અમી તરત જ પાણી નો ગ્લાસ લઇ અને આવે છે અને માથા પર હાથ ફેરવતા કહે છે, “મારો સાવજ, આજે તો હેરાન થઈ ગયો, કેમ છે બેટા તું ઠીક તો છો ને ” “હા અમી હું બરાબર છું, ટાઇમ ઉપર જો વકીલ સાહેબ ના આવ્યા હોત તો શું થાત ! એ વિચારૂ છું,” “સલીમ, આંટી અને અંકલ હજુ જમ્યા નથી તારી રાહ જોઈ ને, પહેલા તો આપણે ક્યાંક બહાર જઈ અને જમી આવીએ અથવા તો હું કૈંક પાર્સલ કરાવી ને લઇ આવું” સમીરા એ કહ્યું, એટલી વાર માં ફરી રૂકસાના નો ફોન આવે છે, એટલે મને થયું કે તેણી ચિંતા કરતી હશે એટલે મેં તેણી થી વાત કરી અને બધી હકીકત જણાવી, એટલે રૂકસાના એ મને આશ્ચર્ય સાથે કહ્યું , “યા ખુદા, આ બન્ને તો પાગલ છે !, મને એક દિવસ મૂકી અને બીજા દિવસે ફોન કરતી હતી મુમતાઝ, હમેશા ઘરમાં બધાની પસંદ નાપસંદ વિષે પૂછતી હોય,, થોડા દિવસ પહેલા મને તેણી અસલમ ને પ્રેમ કરે છે અને અસલમ પણ તેણી ને પ્રેમ કરે છે , એવું કહેતી હતી અને છેલ્લા છ મહિના થયા તો તેણી ના ફોન સતત આવતા જ , ...Read More

4

વિષ વેરણી ભાગ .૪

રેસ્ટોરન્ટ માં એક કોર્નર નું ટેબલ પસંદ કર્યું સમીરા એ અને ચેર પર બેસતા ની સાથે જ મેનુ માં લીધું અને, મારી પસંદ નો મિક્ષ વેજ સૂપ, ચના મસાલા ,બટર પરોઠા, મસાલા પાપડ, છાસ,અને પનીર ભુરજી અનીય્ન સલાડ એવી રીતે તો ઓર્ડર કર્યા જાણે મને પહેલા થી જ પૂછી લીધું હોય, તેણી ઓર્ડર આપી અને મારી આંખો માં જોઈ રહી હતી, હું મારો ઉત્સાહ દબાવી રહ્યો હતો અને તેણી નું મુખડું ખીલી રહ્યું હતું, કઈ પણ હોય આજે એ મને ખુબ સુંદર લાગતી હતી, મારા થી રહેવાયું નહી એટલે મેં તેણી ને કહ્યું , “સમીરા એક વાત કહું “ “હા બોલ શું કહેવું છે તને” તેણી એ ઉતાવળા સ્વર માં કહ્યું, તેણી ના જમણા હાથ ની કોણી એ ટેબલ નો ટેકો લઇ અને હાથ હડપચી ઉપર રાખ્યો હતો તેણી ના વાળ જમણી આંખ અને ગાલ પર આછા આછા ફેલાઈ ગયા હતા, તેણી એ મારી આંખો માં આંખ નાખી અને પૂછ્યું...”શું કહેવું છે જલ્દી બોલ” “ સમીરા તું આજે ખુબજ સુંદર લાગે છે “ તેણી આ સાંભળી અને ખડખડાટ હસી પડી અને કહ્યું “ઓહ તો છેલ્લા બે વર્ષ થી હું કદરૂપી લગતી હતી એમ ” તેણી હવે મને ગમવા લાગી હતી,મને એમ લાગતું કે મને તેણી થી પ્રેમ થઈ ગયો છે,,પણ હું કોઈ રિસ્ક લેવા નહોતો માંગતો, ઉતાવળ માં આટલી સુશીલ અને સમજદાર મિત્ર ખોઈ બેસીસ તેનો ડર મને સતાવવા લાગ્યો, તેણી ના હળવા હળવા સ્મિત ના હળવા હળવા ઝાપટા તેણી ની આંખ માં દેખાઈ રહ્યા હતા, મને કોઈ તોફાની સંકેત મળી રહ્યા હતા, તેણી ના સુવાળા સ્પંદન મારી અંતરઆત્મા ને સ્પર્શી રહ્યા હતા, પહેલી વાર એવો અહેસાસ થઇ રહ્યો હતો જાણે અંદર કોઈ ધમાસાણ ચાલી રહ્યું હતું, હું કઈ બોલી નહોતો શકતો બસ આ સુંવાળી પળ જીવી રહ્યો હતો અને અદંર અંદર આંનંદ મેળવી રહ્યો હતો અને તેણી એ કહ્યું,,. “સલીમ એક સ્ત્રી ને સુંદર કહેવા માટે જો તું બે વર્ષ લગાવે તો પ્રપોજ કરવા માટે તને કેટલો સમય લાગે “ એટલું કહી ને તેણી ફરી હસી પડી,,,, ...Read More

5

વિષ વેરણી ભાગ ૫.

“કઈ નહિ ભાઈ,આવનાર બાળક માટે બધા ને ઘર માં ઉત્સાહ છે અને આ વંઠેલી ને બાળક નથી જોઈતું,” વચ્ચે જ મુમતાજ એ કહ્યું, “અસલમ ભાષા સુધારી ને વાત કર, હજુ મેં લાઈફ એન્જોય ક્યાં કરી છે અને હું આ જવાબદારી હમણાં લેવા નથી માંગતી,” “ જો મુમતાઝ આ સંસાર છે,અમી અને અબુ ને પણ અરમાન છે દાદા દાદી બનવાના અને હું પણ ઈચ્છું છું, તો તને શું વાંધો છે મેં કહ્યું, “ભાઈ તકલીફ એ નથી,,તકલીફ તો કૈંક બીજી જ છે,” અસલમ એ કહ્યું, “કેમ શું તકલીફ છે ” મેં પૂછ્યું, “આવનારું બાળક છોકરી છે, એ તકલીફ છે મુમતાઝ ને,” અસલમ એ કહ્યું, “છોકરી છે તો શું થયું ” મેં પૂછ્યું, ત્યાં મુમતાઝ વચ્ચે જ તાડૂકી, “,મેં મુંબઈ માં ગર્ભ પરીક્ષણ કરાવ્યું હતું , ત્યારે મને ખબર પડી કે મારા ગર્ભ માં છોકરી છે, મને છોકરી નથી જોઈતી ” “મુમતાઝ ગર્ભ પરીક્ષણ કરાવવું એ કાયદાકીય ગુનો છે એ ખબર છે તને મેં પૂછ્યું, “ભાઈ આ કાયદા કાનુન તમે મને નહી શીખવાડો, આવા કાયદા કાનુન મારા અબુ અને મારો ભાઈ ખિસ્સા માં રાખે છે, સમજ્યા મુમતાઝ આટલુજ બોલી હતી અને અસલમ એ મુમતાઝ ને એક લાફો ચોડી દીધો, ...Read More

6

વિષ વેરણી ભાગ ૬

હું ઓફીસ થી પરત આવું એટલે મારે તો બસ એક ડ્રાઈવર ની નોકરી માં ફરી લાગી જવાનું,સતત પાંચ દિવસ ખરીદી ચાલી,અને પાંચ દિવસ માં રોજ સાંજે સાડા છ વાગ્યે નીકળીએ અને રાત્રે દસ વાગી જાય, આમ અડધી ખરીદી તો નિકાહ ની પણ થઇ ગઈ,આમ ને આમ સગાઇ ની તારીખ નજીક આવી ગઈ ખબર જ ના પડી, સગાઇ ની આગલી રાત્રે અમે ચર્ચા કરી રહ્યા હતા,સમીરા તેની ખરીદી ની બેગ અલગ કરી ને ઘરે જવા ની તૈયારી કરી રહી હતી,મેં કહ્યું., ”સમીરા,રૂકસાના ખરીદી માં હજુ કઈ રહી નથી જતું ને પછી છેલ્લી ઘડીએ નો કહેતા કે આ રહી ગયું ને પેલું રહી ગયું “ મુમતાઝ વચ્ચે જ બોલી, “ભાઈ સાચું કહું તો મારા માટે કંઇજ નથી લેવાયું, એક જોડી કપડા સીવાય,” “તો ....તારી ક્યાં સગાઇ છે ,, અને તારે હજુ શું લેવાનું બાકી છે ” અસલમ એ પૂછ્યું., “જ્વેલરી માં બધું સમીરા અને રૂકસાના નું જ લેવાયું, મારો તો કોઈ ને વિચાર જ સુધા ન આવ્યો” મુમતાઝ એ કહ્યું.. “જો આવી ખરીદી નો લાભ લેવો હોયતો ભાગીને કે કોર્ટ મેરેજ ના કરાય “ અસલમ એ હસતા હસતા કહ્યું. “તે હું ક્યાં એકલી ભાગી હતી તું પણ સાથે જ હતો ને ” મુમતાઝ એ કહ્યું,” “હા તો હું ક્યાં ફરિયાદ કરું છું મેં પણ જે લીસ્ટ માં મારા બે જોડી કપડા લેવાના હતા તે જ લીધા,” અસલમ એ કહ્યું, ...Read More

7

વિષ વેરણી ભાગ ૭

“જો ભાઈ મુમતાઝ ને એકટીવા લેવું છે ને એ પણ નવું, મારી પાસે પૈસા નથી, અને તું કઈ કામધંધો કરતો નથી, આમ ને આમ કેમચાલશે અને આ તારી મહારાણી ને એકટીવા મારે લઇ આપવાનું ” મુમતાઝ બહાર આવી ને કહ્યું, “સલીમભાઈ તમે કહ્યું હતું કે તમે લઇ આપસો “ “મુમતાઝ, હું અત્યારે અસલમ થી વાત કરી રહ્યો છું,વચ્ચે નહી બોલવાનું ” “કેમ હું કેમ ના બોલું મારો કોઈ અધિકાર નથી ” મુમતાઝ એ કહ્યું, અમી અને રૂકસાના કિચન માં થી બહાર આવી ગયા, અમી કૈંક બોલવા જતા હતા, મેં હાથ ઉંચો કરી તેમને ઇસાર થી ચુપ રહેવા કહ્યું, “મુમતાઝ તું અંદર જતી રે,” અસલમ એ ગુસ્સા માં મુમતા ને કહ્યું., મુમતાઝ બહાર નીકળતા ધડ દઈ ને દરવાજો પછાડતા નીચે ઉતરી ગઈ, હવે મારો પારો ખુબ ચડી ગયો હતો મેં અસલમ ને કહ્યું, “આ શું છે વાતવાત માં આમ ગુસ્સો કરવો, આત્મહત્યા ની ધમકી, ઈમોશનલ બ્લેકમેલ કરવાના અને તું આમ તેમ આંટા ફેરા કરવા સિવાય કઈ કામ છે કે નહી ” અસલમ ચુપ હતો મારી વાત પર કોઈ પ્રતિક્રિયા નહોતો આપતો, મેં ફરી ને પૂછ્યું, “હવે શું કરવું છે તારે બોલ, કઇંક જવાબ તો આપ” “ભાઈ હું કાલ થી જ ક્યાંક નોકરી ગોતી લઉં છું,” “હા અને આ તારી મહારાણી ને સમજાવ, એકટીવા ની જીદ પકડી ને બેઠી છે” “હા ભાઈ, હું સમજાવું છું” ...Read More

8

વિષ વેરણી ભાગ. ૮

મેં કાર સ્ટાર્ટ કરી અને જવા દીધી સમીરા ને રસ્તા માં બધી હકીકત જણાવી, અમે ઘેર પહોંચ્યા જ હતા અમને સામે એમ્બ્યુલન્સ આવી અમે ઘેર પહોંચ્યા તો ગંગામાંસી એ જણાવ્યું કે હમણાજ અબુ ને હોસ્પિટલ માં લઇ ગયા, હું અને સમીરા તુરંત જ હોસ્પિટલ પહોંચ્યા, અબુ ને આઈ સી યુ માં રાખ્યા હતા, સમીરા અમી અને રૂકસાના બહાર બેઠા હતા ત્યાં ગઈ અને હું સીધો ડોક્ટર ની ચેમ્બર માં ચાલ્યો ગયો, ડોક્ટર બીજા દર્દી ને સમજાવતા મને બેસવા ઇશારો કર્યો, હું બેસી ગયો,બીજા દર્દી ના જતા જ ડોક્ટર સાહેબ એ મારી સામે જોઈ ને કહ્યું,” મિસ્ટર સલીમ તમારા અબુ ને આ બીજો હુમલો છે” ...Read More

9

વિષ વેરણી ભાગ ૯

મને કૈંક મગજ માં ક્લિક થયું, મેં તરત જ સમીરા નું પૂછ્યું, “સમીરા તું પીરીયડ માં છો ” “હા પણ શા માટે પૂછે છે ” હું ખડખડાટ હસી પડ્યો અને મેં કહ્યું, “ગાંડી તું પીરીયડમાં હોય છે અને પ્રેસર મારા વધી જાય છે,, તેજ કહ્યું હતું મ કે તું પીરીયડ માં હોય ત્યારે તારો સ્વભાવ ચીડચીડિયો થઇ જાય છે,” “સલીમ હું મજાક નથી કરતી, અને મારી આ વાત મજાક માં નહી લેતો, હજુ આપણી સગાઈ જ થઇ છે,” “સમીરા તું કહેવા શું માંગે છે ” મેં પૂછ્યું, “હા તો મારી વાત પણ સાંભળી લે હું પણ વિમાસણ માં છું, આ અંગે મારે મારા અબુ સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે,”સમીરા એ કહ્યું, “કેમ શું થયું મેં પૂછ્યું, “કશું નહી તું મારા ફોન નહોતો ઉપાડતો,હું તારા કારણે ખુબ ગુસ્સામાં હતી ત્યારે મારા અબુ એ મને ખુબ સંભળાવ્યું, મેં તને પસંદ કર્યો એ મારો અંગત નિર્ણય હતો, અને છે, બસ મને અફસોસ ન થવો જોઈએ કે મેં કોઈ ખોટો નિર્ણય લઇ લીધો છે,”સમીરા એ કહ્યું, “ આવતા વિક માં રૂકસાનાના સસરા નો ફોન આવે એટલે આપના નિકાહ થવાના છે, ને તું આવું બોલી રહી છે પ્લીઝ આમ મો ના ચડાવ, મને સારું નથી લાગતું,”મેં કહ્યું, ...Read More

10

વિષ વેરણી ભાગ ૧૦

સમીરાના અબુ નો ફોન કટ થતા મારા હૃદયના ધબકારાની ગતી બમણી થઇ, મારા ફેફસા માં શ્વાસ ઘૂંટાવા મને એન્ઝાઈટી થવા લાગી એક બાજુ મારા દિલ ઉપર સમીરાએ મુકેલ કાળમીંઢ પથ્થરનો વજન વધી રહ્યો હતો, બીજી બાજુ સ્ટેમ્પ પેપરના કાળા અક્ષરનું મારી સામે પ્રેઝેન્ટેસન સ્લાઈડની જેમ ફરતું, આવા સમયે મને એન્ટી-ઓક્સીડેન્ટ પીણા ની જરૂર હોય એવું સમીરા કહેતી, હું ધીમી ગતિએ ધ્રુજતા પગે રસોડામાં ફ્રીજ તરફ જઈ ફ્રીજ માંથી લીંબુ કાઢી અને બે બે ફાડ આખી એક ગ્લાસ માં નીચોવી બે પીસ બરફ નાખી ફ્રીજ માં પડેલી અડધી ભરેલી પાણી ની બોટલ થી ગ્લાસ ભરી, બે ચમચી ખાંડ નાખી ઉતાવળે ચમચી થી હલાવી અને એકજ સીપમાં પી ગયો, ગ્લાસ માં ના લીંબુ ના બીજ સાથે ગળા થી નીચે ઉતારી ગયો, ગ્લાસ માં કડવું ઝેર હોત તો પણ ઉતરી ગયું હોત લીંબુ ના બીજ ની શું વિસાત મને મારા ધબકારા ને શાંત કરવા હતા, મારા મગજ માં ચાલી રહેલ ધમાસાણ થી અજાણ અમી અસલમ અને મુમતાઝ બેડરૂમ માં ચાલ્યા ગયા, હું આમ તેમ ચપ્પલ શોધી રહ્યો હતો, સોફાની નીચે પડેલા ચપ્પલ પહેરી અને હું પગથીયા ઉતરી ગયો. ...Read More

11

વિષ વેરણી ભાગ ૧૧

અમે રોડ પર ચડ્યા જ હતા અને મેઘો મુશળધાર મંડાયો,સમીરા નું ધ્યાન મુશળધાર વરસાદ માં ડ્રાઈવ કરવામાં હતું અને ધ્યાન સમીરાના માથા માંથી ટપકી અને તેણી ગળા ના પાછળ ના ભાગ માંથી સરકી ને પીઠ તરફ જતા પાણી ના ટીપાઓ પર હતું, સમીરની ઘઉંવર્ણ પીઠ પરથી સરકતું પાણી જોઈ મારો જમણો હાથ અનાયાસે તેણીના ખભા પર ક્યારે પહોંચી ગયો મને ખબર પણ ના પડી,મારા હાથ ના અંગુઠા ને અને તેની બાજુ ની બે આંગળીઓ ને સમીરા ના ખભા અને પીઠ નો સ્પર્સ મળતા મારા શરીર માં સળવળાટ થવા લાગ્યો, સમીરા મસ્તીમાં પાણીથી ભરેલા ખાબોચિયાની પરવાહ કર્યા વગર હુર્રીયો બોલાવતી જવા દેતી અને તે પણ મારા કપડા ઉપર ઉડતું,મેં મારો ડાબો હાથ સમીરા ના સાથળ પર સરકતો જવા દીધો,થોડી વાર ડ્રાઈવ કર્યા પછી સમીરા એ કહ્યું, “સલીમ મારે એકટીવા ને કન્ટ્રોલ કરવાની કે પછી મારી બોડી ને ” ...Read More

12

વિષ વેરણી ભાગ ૧૨

લંચ ટાઈમ માં હું અને સમીરા ટીફીન ખોલી અને જમવા બેસતા હતા ટીફીન ખોલતા સમીરા એ કહ્યું,. “સલીમ હમણાં પહેલા બેંગ્લોર થી અબુ નો ફોન આવ્યો હતો” “કેમ શું કહેતા હતા ” હજુ મેં પૂછ્યું જ હતું અને મારા ફોન ની રીંગ વાગી, તે સમીરા ના અબુનો જ ફોન હતો, મેં સમીરા ને ફોન નું ડિસ્પ્લે બતાવતા અને નાક્ પર આંગળી રાખતા ફોનુ ઉપાડ્યો. “હા અંકલ, કેમ છો ” “હું મજામાં બેટા, તારા અબુનો ફોન આવેલ સવારે કેમ નિકાહ માટે ઉતાવળ છે ” અંકલ એ હળવું હસતા હસતા પૂછ્યું, “ ના અંકલ એવું નથી .બ....સ. એ.....તો .એમ....જ ..” હું બોલવા જતો ને વચ્ચે જ અંકલ એ કહ્યું, “જો બેટા તારા અબુથી મારી સવારે વાત થઇ હું બે-ચાર દિવસમાં જ મારું કામ પતાવી ને આવું છું, સમીરા થી પણ હમણાં વાત થઈ, બેટા તમે બન્ને મળી ને તૈયારી કરો, આજે ૨૭ જુન છે ત્રણ ઓગસ્ટ ની તારીખ નાખી અને તમારી પસંદ ના ફોરમેટ માં ઇન્વીટેસન કાર્ડ છપાવવા આપી દો, અને હા કોઈ મદદ જોઈએ તો સમીરાની ફોઈ બાજુમા જ રહે છે,એમની પણ સલાહ લઇ લેજો,” ...Read More

13

વિષ વેરણી ભાગ ૧૩

મુમતાઝ ની પેક કરેલી બેગ દરવાજા પાસે પડી હતી,અને દરવાજા માં બહાર નું તાળું તૂટેલું હતું,સમગ્ર પરિસ્થિતિ કડી મને વાર ના લાગી કે અમી અને મુમતાઝ મુંબઈ થી આવ્યા જ છે અને અબુ એ દરવાજો નથી ખોલ્યો જેથી દરવાજાનો લોક તોડવો પડ્યો હતો,આ બધું જોઈને મને ખ્યાલ આવ્યો કે અમી પોતાનો ફોન અબુ પાસે મૂકી ગયા હતા મેં તે ફોન ઉપાડ્યો અને જોયું તો તેમાંથી ઇન્કમીંગ તેમજ આઉટગોઇંગ કોલ ની તમામ હિસ્ટ્રી ડીલીટ કરી દીધી હતી, જોકે હવે તે બધું વખોડવું એ મારા માટે બેકાર હતું, મારો ડૂમો ભરાઈ આવ્યો હતો પણ મને રડવું નહોતું આવતું,મારી પાસે ભેટી ને રડવા જેવું કોઈ હાજર ન હતું,મારી છાતી ભારે થઇ રહી હતી, મેં અસલમ ને ફોન કર્યો તો અસલમ એ કહ્યું કે હું મૈયત માં નહી પહોચી શકું તું તારી રીતે પતાવી લે, રૂકસાના,રજિયા અને બીજા સગા સંબંધી આવી ગયા, બધા સગા સંબંધી મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે મેં અબુનું મર્ડર કર્યું હોય, ...Read More

14

વિષ વેરણી ભાગ ૧૪

“સ....લીમ.....મ.......મને માફ કર બેટા હું મુમતાઝ ની વાતો માં આવી ગઈ હતી, આજે મને અફ..સો......સ થાય છે,” અમી એટલા ચડી ગયા હતા કે એ બોલી પણ નહોતા શકતા, મેં અમી ને સોફા પર બેસાડી એમના ખોળા માં માથું રાખી ને કહ્યું,”અમી જે થવાનું હતું તે થઇ ગયું પણ હવે પછી કોઈ “વિષ વેરણી” આપણે તોડી નહી શકે,” ઘણા દિવસ પછી અમીના હાથ ના આંગળા મારા માથાના વાળમાં સળવળી રહ્યા હતા અને થોડીજ વાર માં સમીરા પણ અમીના ખોળા માં માથું રાખી અને અમીની આંખો પર હાથ ફેરવવા લાગી, બીજા દિવસે સવારમાજ હું અને સમીરા એ ઘર ખાલી કરી આવ્યા અને ઘરમાં રહેલો વધારા નો સમાન ગંગામાંસી ના ઘરમાં મૂકી આવ્યા. ...Read More

15

વિષ વેરણી ભાગ ૧૫

રજાક એ મને ઈશારો કર્યોં અને અમે ત્યાંથી નીકળી ગયા, ખાલી મુમતાઝ ને મળવા માટે આટલી જદ્દોજહેદ બસ મારે એને મળવું હતું, મારા હાથ માં ખંજવાળ આવતી હતી,મારો માળો વીંખી ને જતી રહી હતી, મારી જિંદગી માં સમીરા,રૂકસાના,રજિયા અને અમી જેવી સ્ત્રીઓ ના હોત તો કદાજ મને સ્ત્રી જાતીથી નફરત થઇ ગઈ હોત, જેમ દરેક પુરુષ સરખા નથી હોતા એમ દરેક સ્ત્રી પણ સરખી નથી હોતી,ખેર અમે ઘરે પહોંચ્યા બપોર ના એક વાગી ગયો હતો,જમવાનું તૈયાર હતું,બધા સાથે બેસી ને જમ્યા, રૂકસાના માળિયા ઉપર થી કેરમ બોર્ડ ઉતારી ને સાફ કરતા કહ્યું, ...Read More

16

વિષ વેરણી ભાગ ૧૬

મેં જવાબ આપ્યો “હા,,, ખુબ ઈચ્છા હતી એકવાર મળવાની, પૂરી કિંમત ચૂકવી ને આવ્યો છું,” મારો આવાજ સાંભળી એ ચોંકી પલટી અને તેણી ની આંખો સીધી મારા તરફ થઇ અને એ બોલી ઉઠી,”’ સ....સ....સ...સલીમભાઈ તમે ” “હા હું ,,,,કેમ હું અહી ના આવી શકું ”મેં પૂછ્યું. “ના મ,..મ...મતલબ તમે અહી.... ” એ આગળ કંઈ બોલવા જાય એ પહેલા મેં બન્ને બાજુની હડપચી મારા જમણા હાથ થી પકડી લીધી અને કહ્યું, ”ઈચ્છા તો એવી હતી કે સાથે એક એસીડ ની બોટલ લઇ આવતો,પણ એમ કરતા તું હિરોઈન બની ગઈ હોત, બસ તને તારી ઓરીજીનલ જગ્યા બતાવવા આવ્યો છું,, વચ્ચે તું ખોટી મારા પરિવાર માં આવી ગઈ હતી,,તારે સીધું અહીંજ આવવાની જરૂર હતી,” “છોડી દો મને સલીમભાઈ હું ,,”,પોલીસ ને બોલાવીશ,,,ર....ર....રાનીબાઈ,” એ જોર થી બોલવા જતી હતી મેં એનું મો દબાવી દીધું અને કહ્યું, ” હજુ પણ પોલીસ ની ધમકી મુમતાઝ હું કિંમત ચૂકવી ને આવ્યો છું,” “હા તો જે કામની કિંમત ચૂકવી ને આવ્યા છો એ કામ કરીને જતા રહો,” મુમતાઝ એ કહ્યું,. ...Read More

17

વિષ વેરણી ભાગ ૧૭

“ના એમને અહી બોલાવવાની જરૂર નથી એ મગજ ના ફરેલ લાગે છે , તમે ફક્ત એમને સમજાવો કે અમે ડીલીવરી થાય એવી કોશિષ કરીશું” ડોક્ટર સાહેબે હસતા હસતા કહ્યું,” “જી સાહેબ,” એમ કહી ને હું ઓફીસ ની બહાર નીકળી ગયો, મને સમજમાં આવી ગયું હતું,ગંગામાંસી જે કરી રહ્યા હતા એ બરાબર હતું, હું ગંગામાંસી પાસે ગયો અને ડોક્ટર સાહેબ સાથે થયેલ વાતચીત અંગે જણાવ્યું,મારી વાત સાંભળી ને ગંગામાંસી હસવા લાગ્યા અને કહ્યું, ”જો બેટા સલીમ ત્રણેય વહુ ને હજુ એટલો દુખાવો નથ ઉપાડ્યો કે આપને ઉતાવળ કરીએ, મને જે સમજાયું એ મેં કહ્યું, બાકી તારી મરજી,” ...Read More