સમાંતર

(1.4k)
  • 158.1k
  • 40
  • 73.5k

સમાંતર ભાગ - ૧પ્રસ્તાવના -આજકાલ સોશીયલ મીડિયાનો ઉપયોગ અને વ્યાપ ઘણો વધી ગયો છે. મોટા ભાગના લોકો કોઈને કોઈ રીતે એનાથી જોડાયેલા હોય છે. તમે જો સમજદારી પૂર્વક એનો ઉપયોગ કરો તો એમાંથી ઘણું મેળવી શકો છો. તમારા વિચારોને જાણીતા અને અજાણ્યા ઘણા લોકો સુધી પહોંચાડવા માટે એ અગત્યનું માધ્યમ બની રહ્યું છે. અને ઘણી વાર સરખી વિચારસરણી કે શોખ ધરાવનાર અજાણ્યા લોકો જોડે પણ એક જોડાણ થઈ જાય છે. અલબત્ત કહેવા જઈએ તો આ એક એવું માધ્યમ છે જે પલવારમાં કેટલાએ કિલોમીટરનું અંતર ઓગળી એકમેકને જોડી રાખે છે. 'સમાંતર..' એ આવા જ સાંપ્રત જીવનને અનુલક્ષીને લખાયેલી કાલ્પનિક વાર્તા છે. આપણી

Full Novel

1

સમાંતર - ભાગ - ૧

સમાંતર ભાગ - ૧પ્રસ્તાવના -આજકાલ સોશીયલ મીડિયાનો ઉપયોગ અને વ્યાપ ઘણો વધી ગયો છે. મોટા ભાગના લોકો કોઈને કોઈ એનાથી જોડાયેલા હોય છે. તમે જો સમજદારી પૂર્વક એનો ઉપયોગ કરો તો એમાંથી ઘણું મેળવી શકો છો. તમારા વિચારોને જાણીતા અને અજાણ્યા ઘણા લોકો સુધી પહોંચાડવા માટે એ અગત્યનું માધ્યમ બની રહ્યું છે. અને ઘણી વાર સરખી વિચારસરણી કે શોખ ધરાવનાર અજાણ્યા લોકો જોડે પણ એક જોડાણ થઈ જાય છે. અલબત્ત કહેવા જઈએ તો આ એક એવું માધ્યમ છે જે પલવારમાં કેટલાએ કિલોમીટરનું અંતર ઓગળી એકમેકને જોડી રાખે છે. 'સમાંતર..' એ આવા જ સાંપ્રત જીવનને અનુલક્ષીને લખાયેલી કાલ્પનિક વાર્તા છે. આપણી ...Read More

2

સમાંતર - ભાગ - ૨

સમાંતર ભાગ - ૨આગળના ભાગમાં આપણે જોયું કે અમદાવાદના શીલજ જેવા પોશ એરિયામાં રહેતો નૈનેશ પટેલ અડધી રાતે વ્યગ્ર છે. આ વ્યગ્રતાની સ્થિતિમાં એ ઝલક શાહને યાદ કરી રહ્યો હોય છે. હવે આગળ..*****જાણે કોઈ તીવ્રતાથી યાદ કરતું હોય એમ અચાનક ઝલક ભર ઊંઘમાંથી જાગી જાય છે. એનું મન સખત બેચેનીથી ભરાઈ ગયું હોય છે. કપાળ પર પરસેવો અને હૃદયના ધબકારા પણ સામાન્ય કરતાં થોડા ફાસ્ટ થઈ ગયા છે. મોબાઈલ હાથમાં લઈને એ સમય જોવે છે તો રાતના અઢી વાગ્યા હોય છે. આજે સળંગ બીજી રાત છે જેમાં એની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ છે. સતત ચાલતા વિચારો અને ઊંઘવા માટે ...Read More

3

સમાંતર - ભાગ - ૩

સમાંતર ભાગ - ૩ આગળના ભાગમાં આપણે જોયું કે નૈનેશ પટેલ અડધી રાતે વ્યગ્ર હોય છે અને આ વ્યગ્રતાની ઝલક શાહને યાદ કરી રહ્યો હોય છે. તો જાણે ઝલક પણ એની વ્યગ્રતાને મહેસૂસ કરતી હોય એમ સફાળી જાગી જાય છે. ઝલક અને નૈનેશનું શું જોડાણ છે, એ જાણતા પહેલા આપણે ઝલકના જન્મથી લઈને એના ભણતર સુધીનો પરિચય મેળવ્યો. એમાં એની માનસિકતા અને સ્વભાવની ખાસિયતથી પણ આપણે વાકેફ થયા. ઝલકનું M.A નું બીજું વર્ષ ચાલતું હોય છે અને એના માટે રાજનું માંગુ આવે છે હવે આગળ...*****"અવઢવ દરેકની પોતાના વિચારો સાથે છે, તોય અહીં સપના માત્ર દીકરીના હોમાય છે. દીકરીની લાગણી અને સંસ્કારની પરિક્ષા,જીવનના ...Read More

4

સમાંતર - ભાગ - ૪

સમાંતર ભાગ - ૪આગળના ભાગમાં આપણે જોયું કે ઝલકનું ભણવાનું હજી ચાલતું હોય છે અને એના માટે રાજની વાત છે. આને લઈને ઘરમાં થોડી ચર્ચા પણ થાય છે અને ઘરની પરિસ્થિતિ સમજીને ઝલક છોકરો જોવા માટે હા પાડે છે. પણ એના પપ્પા વિદિતભાઈ દીકરીની લાગણી સમજી જાય છે અને પછી પિતા પુત્રી વચ્ચે એક લાગણીસભર સંવાદ રચાય છે જેમાં બંનેનું અદભુત જોડાણ દેખાઈ આવે છે જેના અંતે છોકરો જોવાનું નક્કી થાય છે. હવે આગળ...*****જીત થઈ છે આજે સ્વપ્ન આગળ સમજદારીની,સ્વથી આગળ એવા સ્વજનોના પ્રેમ અને વિશ્વાસની.!ઝલકની જીદ અને વધુ તો પોતાની આર્થિક મજબૂરી આગળ નમતું મૂકીને વિદિતભાઈ એમના સાળાને ...Read More

5

સમાંતર - ભાગ - ૫

સમાંતર ભાગ - ૫આગળના ભાગમાં આપણે ઝલક અને એના પરિવારનો પરિચય કેળવ્યો જેથી આગળ જતા એની મનોસ્થિતિ સમજી શકાય. બાળપણથી માંડીને રાજ જોડે સગાઈ સુધીની ઘટનાથી આપણે વાકેફ થયા. અને અંતમાં પાછા વર્તમાનમાં આવ્યા જ્યાં બેચેન ઝલક ફોટાના આલ્બમ લઈને બાલ્કનીમાં જઈને બેસે છે. હવે આગળ... *****"થાય છે એક ડૂબકી લગાવી આવું યાદોના સાગરમાં,ને વીણી આવું એ મોતી જે પડ્યા છે સ્મૃતિના તટમાં.!કંઈ કેટલું સંગ્રહીને શાંત બેઠો છે અહીં જે સાગરતટ,થાય છે એને હિલોળી ઝંઝોળી આવું હું ક્ષણભરમાં.!"ઑગસ્ટ મહિનો હોવાથી વાતાવરણમાં થોડો બફારો હોય છે, તો પણ ખુલ્લી હવામાં ઝલકને થોડું સારું લાગે છે. એને હંમેશા ખુલ્લી હવામાં બેસવું ગમતું ...Read More

6

સમાંતર - ભાગ - ૬

સમાંતર ભાગ - ૬આગળના ભાગમાં આપણે જોયું કે ઝલક ભૂતકાળમાં સરે છે. કેવી રીતે મા બાપે ગોઠવેલા સંબંધમાં પ્રેમનો ભળે છે. અને વિદિતભાઈની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવતા રાજ શું પગલાં લે છે. હવે આગળ..*****દરવાજા ઉપર ઊભા રહીને રાજ ઝલકના પરિવારની આર્થિક ચિંતા સાંભળી જાય છે. બીજા દિવસે એના પપ્પા ફોન પર આગ્રહ કરીને વિદિતભાઈને સાદાઈથી લગ્ન કરવા મનાવી લે છે ને આ વાત ઝલકના હૃદયને ખૂબ જ સ્પર્શી જાય છે. "જોને પ્રેમે કરી છે આજે એવી એક રજૂઆત,જાણે સમજણની પેલે પાર થઈ નવી એક શરૂઆત.!"આમને આમ લગનનો દિવસ આવી ગયો. ભલે મર્યાદિત મહેમાનોને નિમંત્રણ હતું તો પણ એક એક વસ્તુનું ...Read More

7

સમાંતર - ભાગ - ૭

સમાંતર ભાગ - ૭આગળના ભાગોમાં આપણે જોયું કે અડધી રાતે ઝલક એકદમ ઊંઘમાંથી ઉઠી જાય છે. એને બેચેની અને થતી હોય છે એટલે બહાર બાલ્કનીમાં આવીને બેસે છે અને જૂના ફોટા જોતા જોતા ઝલક એના જીવનની મહત્વની ક્ષણોને ફરી જીવે છે. નવોઢા બનીને એનો રાજના જીવનમાં પ્રવેશ થાય છે અને હવે આગળ..*****ઝલક એક પછી એક ફોટા ફેરવતી જાય છે અને સાથે યાદો પણ.. એના અને રાજના શિમલા, કુલુ મનાલીના હનીમૂનના ફોટા, શરૂઆતના રોમાંચક દિવસો અને પછી પાર્શ્વના જન્મ સમયના ફોટા ઉપર અટકી જાય છે. એને યાદ આવી જાય છે જ્યારે એણે પહેલી વાર પીરીયડ મીસ કર્યો. આમ તો એની ...Read More

8

સમાંતર - ભાગ - ૮

સમાંતર ભાગ-૮આપણે આગળના ભાગમાં જોયું કે કેવી ખૂબસૂરત પળો ઝલક અને રાજના દીકરા દેવના જન્મનું નિમિત્ત બને છે અને દેવ આગળ જતા ઝલક અને નૈનેશની મુલાકાતનો નિમિત્ત બને છે. બેચેન નૈનેશ કયા પ્રોમિસના લીધે ઝલકને મેસેજ કરતા અટકી જાય છે અને નૈનેશના નમ્રતા જોડે લગ્નજીવનની શરૂઆતના સંજોગો કેવા હોય છે, હવે આગળ..*****રાતના લગભગ 3 વાગી ગયા હોય છે. ઝરમર વરસાદ આવીને અટકી ગયો છે ને વાતાવરણમાં સખત બફારો હોય છે. નૈનેશ રૂમમાં જાય છે, એક વાર ફરી વોટ્સઅપ ખોલે છે અને ઝલકને મેસેજ ટાઈપ કરે છે."હાઈ બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર..ઘણો લાંબો રહ્યોને આજનો દિવસ.!? જોને રાતના 3 વાગી ગયા ...Read More

9

સમાંતર - ભાગ - ૯

સમાંતર ભાગ - ૯આગળના ભાગમાં આપણે નૈનેશ અને ઝલકની એકબીજા માટેની લાગણીની નાની ઝલક જોઈ અને સાથે સાથે નૈનેશનું પત્ની નમ્રતા તથા ઝલકનું એના પતિ રાજ જોડેનું જોડાણ જોયું. હવે આગળ..*****નૈનેશ અને ઝલકે એક અઠવાડિયા સુધી વાત ન કરવાનું એકબીજાને પ્રોમિસ આપ્યું હોય છે પણ એકબીજાને મનની વાત કહીને હળવાશ અનુભવતા એ બે મિત્રો પોતાના દિલની વાત મોબાઈલમાં અલગ લખીને રાખી મૂકે છે. જેથી અઠવાડિયા પછી એકબીજાને બતાવી શકે. એકબીજા વગર શું વિચારો ઉદ્ભવે છે એ કહી શકે. જોકે અહીંયા એક પ્રશ્ન થાય કે, "શું એ બંને મિત્રો છે.!? અત્યારે તો કદાચ હા, મિત્રો જ.. પણ પછી બની શકે ...Read More

10

સમાંતર - ભાગ - ૧૦

સમાંતર ભાગ - ૧૦આપણે આગળના ભાગમાં જોયું કે ભૂતકાળમાં કેવી રીતે નૈનેશ અને નમ્રતા એક ફેસબુક પેજ પર મળે અને ફેસબુક ફ્રેન્ડ બને છે. નમ્રતા ફોનમાં કંઇક એવું કહે છે કે નૈનેશ અવાચક થઈ જાય છે અને નૈનેશ જોડે કરવાની મનની વાત નોટ્સમાં લખીને થોડી હળવી થયેલી ઝલક પરિવાર માટે થોડા સમય પૂરતું એની ચિંતાઓને વિરામ આપીને કામ વળગે છે. હવે આગળ...*****આખા રસ્તે નૈનેશના મનમાં એક જ વાત ચાલતી હોય છે કે નમ્રતા એવું કેમ બોલી કે, "તમે ભલે મારાથી છુપાવો પણ મને બધી ખબર છે." એને શું અને કેટલી ખબર હશે, એ વિચારીને નૈનેશ વ્યગ્ર થઈ રહ્યો હતો. ...Read More

11

સમાંતર - ભાગ - ૧૧

સમાંતર ભાગ - ૧૧ આગળના ભાગમાં આપણે નૈનેશના એના પરિવાર જોડેના સંબંધની એક નાનકડી ઝલક જોઈ. સાથે નમ્રતાની કરાયેલી મજાકથી નૈનેશ કેટલો વ્યગ્ર થઈ જાય છે અને એના અને નમ્રતાના સ્વસ્થ સંબંધને માણ્યો. તો બીજી બાજુ રાજ આબુ ફરવા જવાનો છે અને એના પેકિંગ જેવી સામાન્ય વાતમાં પણ આપણે ઝલક દ્વારા દેખડાયેલો પ્રેમ અને કાળજી જોઈ હવે આગળ...*****"કેમ આપણે શાંત જળમાં કાંકરીચાળો કરીએ છીએ.?વમળ ઊભા કરી એની સાથે જાતને જોડીએ છીએ.! શું આ કંઇક સતત નવું મેળવવાની આપણી ઝંખના છે.!?જેને માનવ સ્વભાવની નબળાઈ કહીને અવગણીએ છીએ.!"અડધી રાતે ત્રણ વાગે મોબાઈલના એલાર્મથી ઝલક સફાળી બેઠી થઈ ગઈ. એણે ફટ દઈને એલાર્મ બંધ ...Read More

12

સમાંતર - ભાગ - ૧૨

સમાંતર ભાગ - ૧૨ આગળના ભાગમાં આપણે જોયું કે આબુ જતા રાજના પેકિંગમાં ઝલક કેટલી નાનામાં નાની કાળજી રાખે અને રાજના આબુ ગયા પછી ઝલક વિતેલા દિવસની સફરે નીકળે છે. ઝલક એ દિવસમાં પહોંચે છે જ્યારે એના દીકરા દેવે એને નવો મોબાઈલ ગિફ્ટમાં આપ્યો અને ઝલકની ઈચ્છા ના હોવા છતાં એને એક ફેસબુક એકાઉન્ટ બનાવી આપ્યું. રાજ અને દેવ બંનેની મદદથી એ ફેસબુક વાપરતા શીખી અને એનો પોઝિટિવ ઉપયોગ પણ કરતી થઈ. ઉપરાંત એક બીજી ખાસ વાત જાણવા મળી કે એણે એની અમુક ઈચ્છાઓને ભીતર જ દબાવી દીધી હોય છે અને હવે એના વિના જીવતા પણ શીખી લીધું છે. ...Read More

13

સમાંતર - ભાગ - ૧૩

સમાંતર ભાગ - ૧૩ આગળના ભાગમાં આપણે જોયું કે, ફેસબુકના માધ્યમથી ઝલક કેવી રીતે પોતાના જૂના શોખથી જોડાય છે એ શોખ એને અને નૈનેશને જ નહીં પણ એને ખુદને મેળવવામાં પણ મદદ કરે છે. રાજ પણ ઝલકના આ પરિવર્તનથી ખુશ દેખાય છે. ઝલક નૈનેશની ફેસબુક ફ્રેન્ડ તો બની ગઈ પણ હવે એને અજાણ્યાની આમ ફેસબુક મિત્રતા સ્વીકારવા પર ડર લાગી રહ્યો હોય છે અને એ નૈનેશનું નામ લીધા વિના જ રાજને ઓનલાઇન મૈત્રી વિશે પૂછે છે જેના રાજે આપેલા ઉત્તરથી એની આધુનિક વિચારધારા સાથે પરિપક્વતા ધરાવતો સ્વભાવ આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ... ***** રાજ જોડે ઓનલાઇન મૈત્રી ઉપર ચર્ચા ...Read More

14

સમાંતર - ભાગ - ૧૪

સમાંતર ભાગ - ૧૪ આગળના ભાગમાં આપણે જોયું કે જાણીતા ફેસબુક પેજ પર કાયમ કૉમેન્ટ કરતા નૈનેશની સળંગ બે કૉમેન્ટ ના દેખાતા ઝલકને થોડું આશ્ચર્ય થાય છે અને થોડી જિજ્ઞાસા અને થોડું કોઈ ના કળી શકાય એવા ભાવથી પ્રેરાઈને એ નૈનેશને મેસેન્જર્ માં મેસેજ કરે છે. એમની એ ચેટમાં નૈનેશ દ્વારા સહજ રીતે એને ફેસબુક ફ્રેન્ડ બનાવવાના કારણ પૂછવા પર કરાયેલા પ્રશ્નમાં ઝલકના મનમાં ચાલતા વિચારોને આપણે જાણ્યા, હવે આગળ... ***** આગલા દિવસે ફેસબુક મિત્રતા ઉપર કરેલા લાંબા મનોમંથન પછી બીજા દિવસે સવારથી જ ઝલક થોડી હળવી લાગતી હતી. એને વિશ્વાસ હતો પોતાના પર કે એને ક્યારેય આવી વાતોથી ...Read More

15

સમાંતર - ભાગ - ૧૫

સમાંતર - ૧૫ આગળના ભાગમાં આપણે જોયું કે થોડા દિવસ ઔપચારિક મેસેજ પછી પહેલી વાર નૈનેશ અને ઝલક વચ્ચે માં અર્થ મૂવીને લઈને એક સુંદર ચર્ચા થાય છે. આ ચર્ચા ઝલકના એક ફોટા ઉપરથી શરૂ થાય છે, જે આગળના દિવસે થયેલી કોઈ પાર્ટીના હોય છે. એ ફોટામાં ઝલકના સ્મિતને જોઈને નૈનેશને અર્થ મૂવીના ગીતની પંક્તિ યાદ આવે છે અને એ ઝલકને એ પંક્તિ મેસેજ કરે છે. એ પંક્તિ ઝલકને પહેલા તો કોઈની યાદ અપાવી જાય છે, અને પછી પાર્ટીમાં થયેલો કોઈ બનાવ. હવે આગળ... ***** નવરંગપુરા અને થલતેજ વચ્ચે લાંબુ અંતર અને રસ્તામાં જોરદાર ટ્રાફિક છતાં રાજ અને ઝલક ...Read More

16

સમાંતર - ભાગ - ૧૬

સમાંતર ભાગ - ૧૬ આગળના ભાગમાં આપણે જોયું કે પાર્ટીમાં કામિનીના વર્તનના લીધે રાજ અને ઝલક વચ્ચે તણાવ થઈ છે. અને એજ વાત નિમિત્ત બને છે નૈનેશ અને ઝલક વચ્ચે પહેલી વાર થયેલી લાંબી ચેટ માટે. બોલકા નૈનેશની વાતના પ્રવાહમાં ઝલક એની જાણબહાર જ વહેતી જાય છે અને એ સ્વસ્થ ચર્ચાના અંતે હળવાશ અનુભવતી ઝલકના મનમાં નૈનેશ માટે માનની લાગણી ઉદ્દભવે છે. પણ રાજ સાથે એની નારાજગી હજી પણ ચાલુ હોય છે. રાજને પણ પોતાની ભૂલનો એહસાસ હોય છે પણ એ કોઈ દુવિધામાં હોય છે. હવે આગળ... ***** રાજની વર્ષોની આદત હતી કે બેંકમાંથી નીકળતા એ ઝલકને અચૂક ફોન ...Read More

17

સમાંતર - ભાગ - ૧૭

સમાંતર ભાગ - ૧૭ આગળના ભાગમાં આપણે જોયું કે કામિની અને રાજના વર્તનથી દુઃખી ઝલકને નૈનેશ પાસેથી પોતાના પ્રશ્નોનું મળે છે. ઝલકને આટલી તકલીફમાં જોઈને રાજને વાત છૂપાવવાની પોતાની ભૂલ પર પસ્તાવો થઈ રહ્યો હોય છે અને વાત વધુ વણસે એ પહેલાં એ એના અને કામિનીના ભૂતકાળ વિશે ઝલકને માહિતગાર કરે છે, જેમાં તાજેતરમાં બનેલી અમુક ઘટનાનો ઉલ્લેખ સાંભળીને ઝલકને લગ્નના આટલા બધા વર્ષો પછી પણ રાજે એને આવી મહત્વની વાત કહેવા માટે યોગ્ય ના સમજી એ વાત ઝલકને હચમચાવી મૂકે છે અને એ લાઈટ બંધ કરી પડખું ફરીને ઊંઘી જાય છે. હવે આગળ... ***** "ગર્વ તૂટ્યો છે આજે, ...Read More

18

સમાંતર - ભાગ - ૧૮

સમાંતર ભાગ - ૧૮ આગળના ભાગમાં આપણે જોયું કે નૈનેશ અને ઝલકના એકબીજાને એક અઠવાડિયું 'નો મેસેજ, નો કોલ' પ્રોમિસને બે દિવસ પૂરા થઈ ગયા છે. એ બે દિવસમાં આપણે એમની વિહ્વળતા અને એ બંનેના જીવનના ઘણા મહત્વના બનાવોથી માહિતગાર થયા. એમાં એવા પણ પ્રસંગો હતાં જે એમના જીવનના અસંતોષનું કારણ બન્યા હોય અથવા એમના એકબીજાના જીવનમાં પ્રવેશનું કારણ બન્યા હોય. ત્રીજા દિવસની પરોઢિયે રાજ આબુ જવા નીકળી ગયો હોય છે અને ઝલકની આંખોમાંથી ઊંઘ ગાયબ છે. એ એના દીકરા દેવ દ્વારા ખોલી આપવામાં આવેલા ફેસબૂક એકાઉન્ટથી લઈને નૈનેશના એના ફ્રેન્ડ બન્યા પછી શરૂ થયેલી એક નવી સફરના વિચારોમાં ...Read More

19

સમાંતર - ભાગ - ૧૯

સમાંતર ભાગ - ૧૯ આગળના ભાગમાં આપણે જોયું કે બે સાવ આજણી વ્યક્તિ નૈનેશ અને ઝલક કેવી રીતે ફેસબૂક મળે છે અને કેવી રીતે સાવ સાહજિક રીતે શરૂ થયેલી એમની ચેટ હવે મિત્ર બનવાની સફર પર આગળ વધી ગઈ છે. આમ તો બંને પોતપોતાના જીવનમાં ખૂશ જ હોય છે પણ એવામાં ઝલકના જીવનમાં એક એવો બનાવ બને છે કે એ અંદરથી તૂટી જાય છે. બહોળો પરિવાર અને મિત્રો હોવા છતાં પણ એ વખતે એને કોઈ એવા સાથની જરૂર પડે છે કે જે એના અંગત જીવનમાં ડોકિયું કર્યા વિના એને સાથ આપે અને માર્ગદર્શન આપે. ઝલકને સાથ આપતા આપતા એકબાજુ ...Read More

20

સમાંતર - ભાગ - ૨૦

સમાંતર ભાગ - ૨૦ આગળના ભાગમાં આપણે જોયું કે ભૂતકાળની સફરે નીકળેલા ઝલક અને નૈનેશ એ દિવસની સફરે પહોંચે જ્યારે એમની મૈત્રી ઔપચારિકથી આગળ વધીને એકબીજાને સાથ આપવા સુધી પહોંચી ગઈ. વાતવાતમાં નૈનેશ એના અને નમ્રતાની જિંદગીમાં આવી ગયેલા એકધારાપણાની મૂંઝવણ ઝલક આગળ રજૂ કરે છે તો ઝલક એના ભૂતકાળની વાત કહે છે, જેમાં એના અધૂરા સપના અને મલ્હાર દવેની વાત ચાલતી હોય છે અને નૈનેશને વાત છોડીને ઘરે જવા નીકળવું પડે છે. હવે આગળ... ***** ઘરે પહોંચીને નૈનેશ મહેમાનો જોડે વ્યસ્ત થઈ જાય છે. એને નમ્રતાની આંખોમાં આશ્ચર્ય વંચાય છે પણ એને અને નમ્રતાને મોડી રાત સુધી વાત ...Read More

21

સમાંતર - ભાગ - ૨૧

સમાંતર ભાગ - ૨૧ આગળના ભાગમાં આપણે જોયું કે ઝલકના એક આઈડિયાથી નૈનેશ અને નમ્રતાના સબંધમાં એક અલગ જ આવે છે. તો ઝલકે અત્યાર સુધી દિલમાં છૂપાવીને રાખેલી વાત એ નૈનેશ જોડે શેર કરે છે, જેમાં બાળપણના તૂટેલા સપનાથી લઈને મલ્હાર દવે સુધીની વાત હોય છે. બે દિવસના અબોલાના અંતે રાજ ઝલક જોડે ખૂલીને વાત કરે છે જેમાં કામિનીના અમદાવાદ આવ્યા પછી એ કેવી રીતે એને મદદ કરે છે અને એના માટે એને કઈ વાત છુપાવવી પડી હોય છે એના ખુલાસા કરે છે. રાજની વાત સાંભળીને સ્તબ્ધ બનેલી ઝલક રડતાં રડતાં જ ઊંઘી જાય છે હવે આગળ... ***** રાતે ...Read More

22

સમાંતર - ભાગ - ૨૨

સમાંતર ભાગ - ૨૨આગળના ભાગમાં આપણે જોયું કે નૈનેશ અને ઝલકનો 'નો મેસેજ, નો કોલનો' આજે ત્રીજો દિવસ છે. પરોઢિયે આબુની સફરે નીકળી ગયો છે તો ઝલક એના અને નૈનેશની દોસ્તીના યાદગાર પળોની સફરે જેમાં એ નૈનેશને એના અધૂરા સપનાની અને અધૂરા પ્રેમ મલ્હારની વાત કરે છે અને એના માટે સાવ અજાણ્યા એવા નૈનેશને કેમ જીવનમાં સ્થાન આપ્યું એ પણ કહે છે. તો બીજી બાજુ નૈનેશ પણ વહેલો ઉઠીને એ જ પળો ફરી જીવતો હોય છે જ્યારે ઝલકે એને પોતાનો હમરાઝ બનાવ્યો હતો અને વાતના વહેણમાં એણે પણ ઝલકને એના અને નમ્રતાના જીવનમાં આવેલી સ્થગિતતા વિષે કહ્યું હતું અને ...Read More

23

સમાંતર - ભાગ - ૨૩

સમાંતર ભાગ - ૨૩ આગળના ભાગમાં આપણે જોયું કે ભૂતકાળમાં ઝલક અને નૈનેશ કેવી રીતે એકબીજાના ઓનલાઇન બેસ્ટ ફ્રેન્ડ છે અને જાણે અજાણે એકબીજાની સમસ્યાનું સમાધાન કરવામાં મદદ કરીને એમને એમના જીવનસાથીની વધુ નજીક લઈ જાય છે. એમના 'નો મેસેજ નો કોલનો' આજે ચોથો દિવસ છે. હવે આગળ... ***** "વિચાર્યું છે કાંઈ જીવન માટે, હવે હળવી છું , રાહ છે એ સમયની, પણ અત્યારે હળવી છું.! જોઈએ સમય શું બતાવે છે આવનાર પળોમાં, છોડ્યું હમણાં મેં એની ઉપર, હવે હળવી છું.! સમાંતર પાટા ઉપર જેમ ચાલે અહીં રેલગાડી, એમ ચાલી શકે જીવન, હા, હવે હળવી છું.!" સવારે રોજના સમયે ...Read More

24

સમાંતર - ભાગ - ૨૪

સમાંતર ભાગ - ૨૪ આગળના ભાગમાં આપણે જોયું કે ઝલકે એનો નિર્ણય લઈ લીધો છે. 'નો મેસેજ નો કોલ' ચોથા દિવસે એ અને નૈનેશ યોગાનુયોગ મોલમાં મળી જાય છે. અને નૈનેશ એમના પહેલા ઝઘડાથી લઈને ઝલકને મળવાની તાલાવેલી એને કેવું પગલુ ભરાવે છે એ પળો મમળાવવા પોતાના એ દિવસોને યાદ કરે છે. હવે આગળ... ***** શોપિંગ અને ડિનર પતાવીને નૈનેશ અને નમ્રતા મોડા ઘરે પહોંચે છે. નમ્રતા બધાને ખરીદી બતાવવામાં પડે છે પણ નૈનેશનું ધ્યાન હજી ઝલક જોડે થયેલી મુલાકાતમાં હતું. "મળવું એનું સાવ જ અણધાર્યું હતું, કે કિસ્મતમાં જ પહેલેથી લખાયું હતું? યોગાનુયોગ હતો કે હતો કોઈ સંકેત, મનમાં એ શંકાનું બીજ ...Read More

25

સમાંતર - ભાગ - ૨૫

સમાંતર ભાગ - ૨૫ આગળના ભાગમાં આપણે જોયું કે 'નો મેસેજ નો કોલના' ચોથા દિવસે ઝલક અને નૈનેશ મોલમાં જાય છે. નૈનેશની એ આખી રાત એની અને ઝલકની એ મુલાકાતની યાદમાં જાય છે જેમાં એનાથી એક ભૂલ થઈ ગઈ હતી અને જે એમના સાત દિવસ દૂર રહેવાના નિર્ણય માટે કારણભૂત બની. વહેલી સવારે આખરે એ થાકીને થોડું ઊંઘવાનું નક્કી કરે છે હવે આગળ... ***** નૈનેશની આંખ ખૂલે છે ત્યારે સવારના નવ વાગી ગયા હોય છે. પથારીમાંથી ઉઠતા એને ભાર લાગતો હોય છે ને એવામાં નમ્રતા રૂમમાં આવે છે. નૈનેશને જાગેલો જોઈને એ બોલે છે, "કેવી છે તારી તબિયત.? સવારે ...Read More

26

સમાંતર - ભાગ - ૨૬ અંતિમ

સમાંતર ભાગ - ૨૬ અંતિમ આગળના ભાગમાં આપણે જોયું કે 'નો મેસેજ નો કોલના' પાંચ દિવસ પૂરા થઈ ગયા ઝલકે એનો નિર્ણય લઈ લીધો છે પણ નૈનેશ હજી પણ ક્યાંક અટવાયેલો છે. હવે આગળ... ***** રાતે એક વાગે બેલ વાગે છે. અડધી ઊંઘમાં ઝલક દરવાજો ખોલે છે ને જુવે છે તો સામે રાજ હોય છે. "તમે તો કાલે સવારે નીકળીને આવવાના હતાને.!?" રાજને અચાનક આવેલો જોઈને ઝલક આશ્ચર્યથી પૂછે છે... "હા પણ પછી સાંજે જ નીકળવાનું નક્કી કર્યું જેથી રાતે આરામ થઈ જાય ને સવારથી રૂટિન ચાલુ થઈ જાય." અંદર પ્રવેશતા રાજ બોલ્યો... "કેટલા વાગે નીકળ્યા હતાં.? ઝલકે પૂછ્યું... ...Read More