જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ

(196)
  • 29k
  • 118
  • 13.5k

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ – ૧ ગ્રોહોલ્સકી લીઝાને ભેટ્યો અને તેની પાતળી અને નખ કાપવાને કારણે ગુલાબી થઇ ગયેલી આંગળીઓને એક પછી એક ચૂમવા લાગ્યો અને પછી તેને સસ્તા રેશમી કપડા પર સુવડાવી દીધી. લીઝાએ પોતાનો એક પગ બીજા પગ પર ચડાવી દીધો અને પોતાના હાથ પોતાના માથાની પાછળ ભેરવી અને સુતી. ગ્રોહોલ્સકી તેની બાજુમાં મુકેલી ખુરશી પર બેઠો અને વાંકો વળ્યો. તે તેના આકર્ષણમાં સંપૂર્ણપણે રમમાણ થઇ ગયો હતો. તે તેને ખૂબ સુંદર લાગી રહી હતી, તેનામાંથી જાણેકે આથમતા સૂર્યના કિરણો નીકળી રહ્યા હોય તેવું તેને લાગી રહ્યું હતું. ખરેખર તો બારીની બહારથી

Full Novel

1

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૧)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ – ૧ ગ્રોહોલ્સકી લીઝાને ભેટ્યો અને તેની પાતળી અને કાપવાને કારણે ગુલાબી થઇ ગયેલી આંગળીઓને એક પછી એક ચૂમવા લાગ્યો અને પછી તેને સસ્તા રેશમી કપડા પર સુવડાવી દીધી. લીઝાએ પોતાનો એક પગ બીજા પગ પર ચડાવી દીધો અને પોતાના હાથ પોતાના માથાની પાછળ ભેરવી અને સુતી. ગ્રોહોલ્સકી તેની બાજુમાં મુકેલી ખુરશી પર બેઠો અને વાંકો વળ્યો. તે તેના આકર્ષણમાં સંપૂર્ણપણે રમમાણ થઇ ગયો હતો. તે તેને ખૂબ સુંદર લાગી રહી હતી, તેનામાંથી જાણેકે આથમતા સૂર્યના કિરણો નીકળી રહ્યા હોય તેવું તેને લાગી રહ્યું હતું. ખરેખર તો બારીની બહારથી ...Read More

2

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૨)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૨ હવે જે બાકી હતું તે, આ કોઈ એક કોઈ યોગ્ય કારણ શોધીને વાત શરુ કરે. બંનેને અહીંથી દૂર થઇ જવું હતું. પરંતુ તેઓ બેઠા રહ્યા, એકબીજાની સામે જોયા વગર અને તેમણે પોતપોતાની દાઢી સહેલાવી, અને આ વિચિત્ર પરિસ્થિતિમાંથી કેવી રીતે ભાગી જવાય તેના વિચારો મનમાં શરુ કરી દીધા. બંનેને પરસેવો થઇ રહ્યો હતો. બંનેની પરિસ્થિતિ દયાજનક હતી અને બંનેના મનમાં એકબીજા વિરુદ્ધ નફરતની લાગણી થઇ રહી હતી. બંને એક યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા પરંતુ બંનેમાંથી કોણ આ પહેલા યુદ્ધ શરુ કરે તેની બંનેમાંથી કોઈને પણ ખબર ...Read More

3

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૩)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૩ “આ મારા નીતિ નિયમો વિરુદ્ધ તું પ્રમાણિક વ્યક્તિ છે. હું તેને પ્રેમ કરું છું! આ દુનિયામાં અન્ય કોઇપણ ચીજ, વસ્તુ કે માનવી કરતાં પણ હું તેને ખૂબ પ્રેમ કરું છું! તને એની જાણ થઇ ગઈ છે.... એટલે મારી ફરજ બને છે કે હું તને આ કહી દઉં!” “હું કોણ છું તને કશું કહેવાવાળો?” ઇવાન પેત્રોવીચને નવાઈ લાગી. “આપણે હવે આનો અંત લાવવો જ રહ્યો. આ નાટક બહુ આગળ ન ચાલી શકે! તેને કોઇપણ રીતે પૂરું કરવુંજ રહ્યું.” ગ્રોહોલ્સકી શ્વાસ લેવા રોકાયો અને ફરીથી બોલ્યો: “હું તેના ...Read More

4

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૪)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૪ પોતાના ખિસ્સાઓ અને પાકીટને ભરીને બગરોવે પેલા અને બોન્ડ્સ પોતાના ટેબલના ડ્રોઅરમાં મુક્યા અને પાણીથી અડધો ભરેલો ગ્લાસ ખાલી કર્યો અને શેરી તરફ દોડ્યો. “ટેક્સી!” તેણે ઉન્માદભર્યા અવાજમાં બૂમ પાડી. રાત્રે સાડા અગિયાર વાગ્યે તે પેરીસ હોટલના દરવાજે પહોંચ્યો. અહીં થી તે જોરથી અવાજ કરતો કરતો ઉપર ગયો અને ગ્રોહોલ્સકીના એપાર્ટમેન્ટના દરવાજે તેણે ટકોરા માર્યા. તે અંદર આવ્યો. ગ્રોહોલ્સકી મોટી ટ્રંકમાં તેની ચીજવસ્તુઓ પેક કરી રહ્યો હતો. લીઝા ટેબલ પર બેઠા બેઠા એક પછી એક બ્રેસલેટ બદલીને જોઈ રહી હતી. જ્યારે બગરોવ આવ્યો ત્યારે બંને ડરી ગયા. ...Read More

5

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૫)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૫ “કેવો વિચાર?” “અત્યંત ભયંકર વિચાર, પ્રિયે. મને પતિ અંગે ત્રાસદાયક વિચાર આવે છે. હું અત્યારસુધી ચૂપ રહ્યો. મને ડર હતો કે હું કદાચ તારી આંતરિક શાંતિને પરેશાન કરીશ, પરંતુ મારાથી આવે ચૂપ નહીં રહી શકાય. એ અત્યારે ક્યાં હશે? તેની સાથે શું થયું હશે? એને જે પૈસા મળ્યા છે એના થકી એ શું બની ગયો હશે? આમ વિચારવું બહુ ભયાનક લાગે છે, દરેક રાત્રીએ મને તેનો ચહેરો દેખાય છે, થાકેલો, ત્રસ્ત થયેલો, યાચના કરતો... કેમ? જરા વિચાર પ્રિયે, જેટલા પૈસા તેણે તરતજ સ્વીકારી લીધા તે શું તારા ...Read More

6

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૬)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૬ જ્યારે તેને એવું લાગ્યું કે કદાચ તેને લાગી રહી છે ત્યારેતો તે પોતાની જાતને અત્યંત અસમર્થ માણવા લાગ્યો. લીઝા સતત વરંડામાં જઈને સામે શું થઇ રહ્યું છે એ જોઇને તેના રૂમમાં આવીને તેના વિષે બોલીબોલીને તેને હેરાન કરતી રહી. રાત્રીભોજના સમયે તેણે રાઈનો મલમ લગાડ્યો. હે વાચક, આ બધું કેટલું કંટાળાજનક હોત જો મારી હિરોઈનના ઘરની સામે પેલી વિલા ન હોત! લીઝાએ આખો દિવસ વિલાને જોઈ અને આખો દિવસ હસતી રહી, ખુશ થતી રહી. રાત્રે દસ વાગ્યે ઇવાન પેત્રોવીચ અને મિશુત્કા માછલીઓ પકડીને પરત આવ્યા અને નાસ્તો ...Read More

7

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૭)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૭ “મહેરબાની કરીને એમ જ કરજો... જો એ જોઈ લેશે તો બહુ તકલીફ પડશે. મારા પિતા કઠોર સિદ્ધાંતવાદી છે. તે મને સાત ચર્ચમાં જઈને શ્રાપ આપશે. તું લીઝા, બહાર ન આવતી, બસ એટલુંજ કરવાનું છે. તે અહીં બહુ લાંબો સમય નહીં રહે એટલે ચિંતા ન કરતી.” ફાધર પ્યોત્રએ તેમને બહુ લાંબી રાહ ન જોવડાવી. એક સુંદર સવારે ઇવાન પેત્રોવીચ દોડતો દોડતો આવ્યો અને વિચિત્ર અવાજમાં ધીમેકથી બોલ્યો: “એ આવી ગયા છે! અત્યારે એ સુઈ ગયા છે, પણ તમે લોકો જરા ધ્યાન રાખજો.” અને લીઝા ચાર દીવાલોની વચ્ચે પુરાઈ ...Read More

8

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૮)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૮ આ ઘટનાના લગભગ દસ દિવસ બાદ, એક મોડા ઉઠ્યા બાદ તે વરંડામાં ગયો અને તેણે જે દ્રશ્ય જોયું તેનાથી તે ચોંકી ઉઠ્યો, તેને ધ્રુજારી છૂટી ગઈ અને અત્યંત ગુસ્સે થઇ ગયો. સામેની વિલાના વરંડામાં બંને ફ્રેંચ મહિલાઓની વચ્ચે લીઝા ઉભી હતી. તે જાણેકે પોતાની તરફ જોઇને એમ કહી રહી હતી કે પેલો દુષ્ટ અને આપખુદ વ્યક્તિ જાગી ગયો છે, એવો વિચાર ગ્રોહોલ્સકીને આવ્યો. ઇવાન પેત્રોવીચ બાંય વગરના શર્ટ સાથે વરંડામાં ઉભો હતો અને તેણે ઈઝાબેલાને ઉપાડીને હવામાં ફેંકી, પછી ફેનીને અને પછી લીઝાને. જ્યારે તેણે લીઝાને ઉપાડી ...Read More

9

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૯)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૯ ઘણા બધા મહિનાઓ વીતી ગયા, વસંત આવી. સાથે અજવાળા દિવસો પણ આવ્યા. જીવન હવે કંટાળાજનક કે નફરત કરવા લાયક ન રહ્યું, અને પૃથ્વી વધુને વધુ જોવાલાયક બની... સમુદ્રમાંથી હુંફાળો પવન ગામ તરફ આવવા લાવ્યો હતો... ધરતી તાજા ઘાસ સાથે તરોતાજા થઇ ગઈ હતી, વૃક્ષો પર નવા અને લીલા પાંદડા પણ આવી ગયા હતા. કુદરતને જાણેકે નવજીવન મળ્યું હતું અને તેણે જાણેકે નવો પોશાક પહેરી લીધો હતો. કોઈને પણ એવો વિચાર આવે કે આ બધું જોઇને કોઇપણ માનવીમાં નવી આશા અને નવી ઈચ્છાનો જન્મ થશે અને તેનામાં કુદરત ...Read More

10

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૧૦ - અંતિમ)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૧૦ (અંતિમ) “હું તને એ આપી દઈશ... આજે આપીશ, હું મારા નોકરને દસ્તાવેજ કરવા માટે મોકલી દઈશ. ત્યાં તારે બધાને એમ કહેવું પડશે કે તે એને ખરીદી લીધું છે... જતો રહે, હું તને ફરીથી વિનંતી કરું છું.” “ઠીક છે, હું જતો રહીશ. હું સમજી શકું છું.” “તો ચાલ અત્યારે જ આપણે નોટરી પાસે જઈએ,” ગ્રોહોલ્સકીએ કહ્યું, તે ખૂબ ખુશ થયો અને બગીવાનને બોલાવવા માટે જતો રહ્યો. બીજા દિવસે સાંજે જ્યારે લીઝા બગીચા પાસેની ખુરશી પર બેઠી હતી જ્યાં તે સામાન્ય રીતે ઇવાન પેત્રોવીચને મળતી હતી, ગ્રોહોલ્સકી તેની પાસે ...Read More