પેન્ટાગોન

(1.7k)
  • 113.6k
  • 108
  • 56.1k

અડધી રાત વિતી ગઈ હતી. સોનપુરનો મહેલ ચાંદની રાતમાં ચમકી રહ્યો હતો. એ જૂનો જરૂર થઈ ગયેલો પણ એની રચના અને બાંધણી એવી હતી કે કોઈને પણ એની ભવ્યતા સ્પર્શ્યા વગર ના રહે. એના મૂળ માલિક રાજા કર્મવીરસિંહ તો ક્યારનાય એને વેચીને વિદેશમાં રહેવા જતા રહેલા અને હાલ આ મહેલ શહેરના ધનાઢય બિઝનેસ મેન કે.કે.દિવેટિયાની માલિકી હતો. કે.કે. પાસે જરાય સમય નહતો આ મહેલને જોવા આવવાનો, એમણે તો અહીંયા ભવિષ્યમાં આલીશાન રિસોર્ટ બનાવી શકાય એમ વિચારીને જ આ મહેલ લીધેલો પણ કે.કે.ના એકના એક લાડકા પુત્ર કબીરને આ મહેલ અને એનું લોકેશન ગમી ગયેલું.કબીર એક બિન્દાસ્ત જીવ હતો. દોસ્તો સાથે પાર્ટી

New Episodes : : Every Saturday

1

પેન્ટાગોન - ૧

અડધી રાત વિતી ગઈ હતી. સોનપુરનો મહેલ ચાંદની રાતમાં ચમકી રહ્યો હતો. એ જૂનો જરૂર થઈ ગયેલો પણ એની અને બાંધણી એવી હતી કે કોઈને પણ એની ભવ્યતા સ્પર્શ્યા વગર ના રહે. એના મૂળ માલિક રાજા કર્મવીરસિંહ તો ક્યારનાય એને વેચીને વિદેશમાં રહેવા જતા રહેલા અને હાલ આ મહેલ શહેરના ધનાઢય બિઝનેસ મેન કે.કે.દિવેટિયાની માલિકી હતો. કે.કે. પાસે જરાય સમય નહતો આ મહેલને જોવા આવવાનો, એમણે તો અહીંયા ભવિષ્યમાં આલીશાન રિસોર્ટ બનાવી શકાય એમ વિચારીને જ આ મહેલ લીધેલો પણ કે.કે.ના એકના એક લાડકા પુત્ર કબીરને આ મહેલ અને એનું લોકેશન ગમી ગયેલું.કબીર એક બિન્દાસ્ત જીવ હતો. દોસ્તો સાથે પાર્ટી ...Read More

2

પેન્ટાગોન - ૨

(સોનાપુરનો મહેલ ચાંદની રાતમાં ચમકી રહ્યો છે જ્યાં કબીર એના દોસ્ત સાથે મજા કરવા આવ્યો છે. એની જાણમાં મહેલની જંગલમાં આવેલી માતાજીની દેરી અને વાઘનું રહસ્ય આવે છે અને...)રાતના આઠ વાગી ગયેલા. મહેલના રસોડામાં આજે લાંબા સમયે અવનવા ભોજનની સોડમ રેલાઈ રહી હતી, માંસાહારી ભોજનની! “માલિક જમવાનું તૈયાર છે." મહેલમાં કામ કરતો રઘુ કબીર અને એના ત્રણ દોસ્ત બેઠા મજાક મસ્તી કરી રહ્યા હતા એ બેઠકખંડમાં આવીને કહી રહ્યો હતો.“શું બનાવ્યું છે? કંઇક મજા આવે એવું કે જંગલમાં મળતા ઝાડ પાંદડા ખાઈને પેટ ભરવાનું છે?" સાગરે રઘુ સામે જોઇને સહેજ કરડા અવાજે પૂછેલું.“અબે જરા પ્રેમથી વાત કર. બિચારો ગભરાઈ ગયો!" ...Read More

3

પેન્ટાગોન - ૩

(જંગલમાં વાઘનો શિકાર કરવા જવા માટે તૈયાર થયેલા ચારેય ભાઈબંધ સન્નીને મોંઢે માસ્ક ચોંટી ગયું અને પછી એને ખેંચીને જતા એ નીચે પડીને તૂટી ગયું એ જોઈ અચંબિત હતા. હવે આગળ...)બધાની નજર પડીને તૂટી ગયેલા માસ્ક ઉપર ચોંટી હતી. શું બની ગયું? કેવી રીતે બની ગયું એ એક જ વિચાર સૌના મગજમાં ચાલી રહેલો સિવાય એક સન્ની. એ હસી રહ્યો હતો. બધાને પૂતળાની જેમ સ્થિર ઊભેલા જોઈને એ જોર જોરથી હસી પડ્યો...“મજાક હતી ભાઈ!" હસવાનું માંડ માંડ રોકીને એનાથી આટલું બોલી શકાયું. સાગરે સન્નીનો કોલર પકડી એને પોતાની તરફ ખેંચતા કહ્યું, “છટકી ગયું છે સાલા? તારા નાટકને લીધે આ એક ...Read More

4

પેન્ટાગોન - ૪

(કબીરને લાગ્યું કે કોઈ એમનો વિડિયો ઉતારી રહ્યું હતું અને એ એક યુવતી પાછળ ભાગેલો. બાકીના ત્રણ મિત્રો વાઘના પાસે ઉભા રહી ગયેલા.)કબીરને હવે બરાબર ગુસ્સો આવી ગયેલો. એને કોઈ ઉલ્લુ બનાવી ગયું હતું. એને પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો કે એ આવી બધી વાતો માની કેમ ગયો. એણે વાઘની નજીક જતી વખતે નોટીશ કરેલું કે દૂરથી લાલ લાઈટ જેવું એક નાનકડું ટપકું દેખાયું હતું અને તરત જ પછી હળવી ગરગરાટી સંભળાયેલી, કબીરને ખ્યાલ આવી ગયો એ બાઈક સ્ટાર્ટ થવાનો અવાજ હતો અને તરત જ અવાજની દિશામાં દોડ્યો હતો.એની શંકા સાચી હતી. એક બાઈક જઈ રહી હતી. ...Read More

5

પેન્ટાગોન - ૫

(જંગલમાં વાઘનું પૂતળું જોઈને ચારે મિત્રોને કોઈ એમને ઉલ્લુ બનાવી રહ્યું છે એવું લાગે છે, પણ કોઈ શા માટે કરે? કબીરને એક યુવતી રઘુ સાથે ભાગતી દેખાય છે. મહેલમાં આવ્યા બાદ પણ એની નજરે એક સુંદર યુવતીનો ચહેરો પડે છે, હવે આગળ...)કબીર સવારે વહેલો ઊઠીને બાહર ચક્કર મારી આવ્યો. એને રાત વાળી યુવતી કે એની કોઈ નિશાની ના મળી. એક અજીબ ઉદાસી એ અનુભવી રહ્યો હતો. જેનું ફક્ત થોડીક વાર માટે જ કાચની બારીમાં પ્રતિબિંબ જોયેલું એ સુંદર ચહેરો એની નજર આગળથી ખસવાનું નામ નહતો લેતો. એ કોણ હતી અને ફક્ત પોતાને જ કેમ દેખાઈ? હવે ફરી ક્યારે દેખાશે?બંને ...Read More

6

પેન્ટાગોન - ૬

(જંગલમાં જે એમનો વિડિયો ઉતારી રહી હતી એ સના આજ મહેલની વારસદાર હતી, બધા એનાથી મોહિત થઈને એની વાતોમાં હતા ત્યારે કબીરને કોઈ અલગ જ યુવતી દેખાઈ રહી હતી જેનો પાછળ જતા એ કૂવામાં કૂદી પડ્યો હતો...)“કબીર...કબીર... રુક જા મેરે ભાઈ." સાગર કબીરને કૂવાની સાવ પાસે ઉભેલો જોઈ કંઇક અમંગળ બનશે એવું ધારી ચિલ્લાયો હતો અને એની તરફ ભાગ્યો હતો. એ એક ક્ષણ મોડો પડ્યો. જેવો એ કૂવા પાસે પહોંચ્યો કબીર ત્યારે જ કૂદી પડ્યો હતો. કબીર ખૂબ સારો તરવૈયો હતો. કૂવાનું ઠંડુ પાણી શરીરે અડતા જ એ ભાનમાં આવી ગયેલો. પેલી યુવતી જેની પાછળ પાછળ એ આટલે સુધી આવ્યો ...Read More

7

પેન્ટાગોન - ૭

(કબીર કૂવાની બહાર આવ્યો અને એણે સનાની ફિલ્મ માટે મદદ કરવાનું કહ્યું. આ વખતે કબીરની સાથે બીજા મિત્રોને પણ પર રહેલું ચિત્ર સાચુકલું બની ગયેલું દેખાયું અને ફરીથી કબીર એકલો ચાલી નીકળ્યો હતો...)સાગર, રવિ અને સન્ની કૂવા પાસે પહોંચ્યા ત્યારે કબીરે કૂદકો મારી દીધો હતો. એ લોકોની એક પણ બૂમ કબીરે સાંભળી ન હતી. બધા કૂવાની પાળી પાસે ઊભા ઊભા નીચે જોઈ રહ્યા હતા. પાણીમાં પડેલો કબીર હવે પૂરા ભાનમાં હતો અને તરતો તરતો આ બધાની સામે જોઈ રહ્યો હતો.“જોઈ શું રહ્યા છો ટોપાઓ? દોરડું ફેંકો." કબીર ચિલ્લાયો.“પહેલા તું એ કે ટણપા તારે કેટલી વખત ન્હાવાનું છે? એ પણ ...Read More

8

પેન્ટાગોન - ૮

કબીર, સાગર, સન્ની અને રવિ ચારેય મિત્રો કમને મહેલમાં પાછા આવ્યા હતા. એ લોકોના મનમાં હવે આ જગ્યા સલામત એ વાત પાક્કી થઈ ગયેલી. આજની રાત જેમ તેમ કરીને પસાર થઈ જાય પછી કાલ સવાર સુધીમાં ગમે તે રીતે એ લોકો આ મહેલમાંથી નીકળી જ જશે એ વાત નક્કી હતી.એ લોકો જેવા અંદર દાખલ થયા કે સામે જ સના ઉભેલી દેખાઈ. એના ચહેરા પર વિજયી સ્મિત હતું. ચારેય ભાઈબંધને એની ઉપર ખીજ તો ઘણી ચઢી પણ હાલ કંઈ બોલવાનું નથી એમ માનીને એ લોકો ચૂપ રહ્યા.સના જાણે ત્યાં હાજર જ નથી એમ એને જોયા છતાં ના જોઈ હોય એવું ...Read More

9

પેન્ટાગોન - ૯

(ચારેય મિત્રો સનાની ફિલ્મ શૂટ કરવામાં મદદરૂપ થઈ રહ્યા હતા. જંગલમાં સન્નીએ વાઘના પૂતળા પર ગોળી છોડેલી જે સાચુકલો નીકળ્યો હતો એણે સન્ની પર વળતો હુમલો કરેલો. કબીરે સન્નીને બચાવ્યો અને એ વાઘની પાછળ જંગલમાં ભાગેલો...)કબીર વાઘનો પીંછો કરતો કરતો જંગલમાં ઘણો આગળ નીકળી ગયો હતો. અહીંયા ઝાડીઓ વધારે ગીચ હતી. પગ પણ જોઈને મૂકવો પડે એવી પરિસ્થિતિ હતી. અહીંયા જો સહેજ શરતચૂક થાય અને વાઘ હુમલો કરે તો બચવું મુશ્કેલ પડે એવું હતું. કબીરે વિચાર્યું કે એણે પાછા ફરી જવું જોઈએ. જે રસ્તેથી આવ્યો હતો તે જ રસ્તે પાછો જવા એ આગળ વધ્યો. સાચવીને પગ મુકતો કબીર એક હાથમાં ...Read More

10

પેન્ટાગોન - ૧૦

( જંગલમા વાઘના શિકારનું શૂટિંગ કરવા ગયેલ મિત્રોથી અલગ કબીર કોઈ બીજી જ દિશામાં આગળ વધ્યો હોય છે જ્યાં માતાજીની દેરી દેખાય છે, એક યુવતી દેખાય છે જે એને કુમાર કહી સંબોધે છે...)ચારેય મિત્રો નાસ્તાના ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. કબીર સિવાયના ત્રણે જણા ચિંતિત હતા અને આ બધી મુસીબતની જડ સના જ છે એમ માની તિરસ્કારથી એની સામે જોઈ રહ્યા હતા. સનાને જાણે એ લોકોની હાલત પર મજા આવી રહી હોય એમ મલકાતી રહી રઘુને કહી બધાની ડિશમાં આલુના પરોઠા અને દહીં પિરસાવી રહી હતી.નાસ્તો કર્યા બાદ કબીરને લઈને બાકીના ત્રણે દોસ્ત ઉપરના ઓરડામાં ગયા હતા. “કબીર તું ગાંડો ...Read More

11

પેન્ટાગોન - ૧૧

(સના અહીંની રાજકુમારી નથી એ જાણી બધાને નવાઈ લાગી. એની પાસેથી હવે સાચું જાણીને જ રહીશું એમ વિચારતા ચારેય ફરીથી ત્યાં એક કૌતુક જુએ છે અને કૂવા પાસે દોડેલા કબીરની પાછળ ભાગે છે...)“ઓયે કબીર...ઊભો રહે યાર!"આ વખતે બધા પહેલેથી જ ચેતેલા હતા. સાગર વધારે ઝડપથી ભાગેલો, એનું કસરતી શરીર કામ આવેલું અને એણે કબીરની આગળ જઈ એને ભેંટીને રોકી લીધો. “આ વખતે તને કૂવામાં નહિ જ પડવા દઈએ." સાગરની પાછળ જ આવી પહોંચેલા રવિ અને સન્નીએ કબીરને પાછળથી પકડી લીધો હતો.અચાનક થયેલા આ હલ્લાથી કબીર ભાનમાં આવી ગયેલો. એને પેલી યુવતી દેખાતી બંધ થઈ ગયેલી અને એ પૂરો ભાનમાં આવી ...Read More

12

પેન્ટાગોન - ૧૨

સનાની વાત સાંભળ્યા બાદ બધાને એની ઉપર ભરોસો બેઠો હતો છતાં પ્રોફેસર નાગ વિષે, આ મહેલ વિષે વધારે બધા આતુર હતા. બધાંની ઇન્તેજારી પૂરી થઈ જ્યારે મહેલના કમ્પાઉન્ડમાં મોડી સાંજે એક ગાડી આવીને ઊભી રહેલી...ઘાટા વાદળી રંગની બી.એમ.ડબલ્યુ કમ્પાઉન્ડમાં આવીને ઊભી રહી હતી. એની ડ્રાઈવર સીટનો દરવાજો ખોલી એમાંથી એક લાંબો, પાતળો યુવાન બહાર આવેલો. ફેડેડ જીન્સ અને શોર્ટ ટીશર્ટમાં એ કુલ ડુંડ લાગી રહેલો. એના કેટલાક વાળ સોનેરી રંગે રંગેલા હતા જેમાં એ ખરેખર સુંદર લાગતો હતો. એણે નીચે ઉતરતા જ બધા સામે જોઈ એક સુંદર સ્મિત વેરી, એનો હાથ આગળ લંબાવી પોતાની ઓળખ આપતાં કહેલું,‘હે ગાય્સ આઇમ્ ...Read More

13

પેન્ટાગોન - ૧૩

પ્રોફેસર નાગ અને હેરી સાથે થોડી વાતો કરી, ભય લાગે એવું ભયંકર બળેલા ચહેરા વાળી યુવતીનું દૃશ્ય જોઈને બધા ઓરડામાં સુવા ગયા ત્યારે આવતી કાલે શું થશે એ જાણવા આતુર હતા. એ રાત્રે શિયાળની લારી, કૂતરાના ભસવાનો અવાજ અને જીવડાઓની રાતભર ચાલું રહેતી ગુંજન સિવાય બીજી કોઈ ખાસ ઘટના ન હતી ઘટી. સવારે બધા વહેલા ઊઠીને તૈયાર થઈ નીચે આવ્યા ત્યારે પ્રોફેસર નાગ અને હેરી મોર્નિંગ વોક માટે બહાર ગયેલા હતા. રઘુ રસોડામાં નાસ્તાની તૈયારી કરી રહ્યો હતો. સના મોબાઈલમાં જોઈ રહી હતી. ચારે ભાઈબંધ સનાની સામેની ચાર ખાલી ખુરશીમાં ગોઠવાયા. “આજે ગરમી વધારે હોય એવું લાગે છે." સાગરે ...Read More

14

પેન્ટાગોન - ૧૪

કબીર કૂવાનું પાણી છેક ઉપર સુધી આવી જતા એની મેળે જ ઉપર આવી જાય છે. એ બહાર આવીને પ્રોફેસર સામે ઊભો રહે છે ત્યારે એના મગજમાં એક જ નામ ફરતું હોય છે, તારામતી! “તું ઠીક છે ને કબીર" પ્રોફેસરે પૂછ્યું. કબીરે માથું હલાવી હા કહી અને એનો હાથ આગળ ધરી કહ્યું, “તારામતી." પ્રોફેસરે કબીરના હાથમાંથી એ ચાંદીનું ઘરેણું લીધું. ગોળ બંગડી જેવું, અડધા ભાગમાં ઘુઘરીઓ લટકેલું એ ઘરેણું ઘણું મેલું થયેલું હતું. સનાએ આગળ આવીને પ્રોફેસરના હાથમાંથી એ ઘરેણું લીધું અને એને ધ્યાનથી જોતા કહ્યું, “આ નાકમાં પહેરવાની નથણી છે. પહેલાના જમાનામાં અને આજે પણ કેટલીક જગ્યાએ સ્ત્રીઓ આવી ...Read More

15

પેન્ટાગોન - ૧૫

(કબીર કૂવામાંથી બહાર આવે છે ત્યારે એના હાથમાં એક ચાંદીની નથણી હોય છે જે તારામતી નામની એક સ્ત્રીની હોય એનું પગેરું શેઠ રતનચંદ સુધી પહોંચે છે જેને પ્રોફેસર ના કહેવાથી એમની ટીમનો એક સભ્ય મહેલમાં લઇ આવે છે, હવે આગળ...) રતનચંદ ખૂબ ગુસ્સે ભરાયેલ હતો અને એ જેક સામે જોઈ એને બોલી રહ્યો હતો, “તમને ખબર છે મિસ્ટર તમે કોને ઉઠાવી લાવ્યા છો? હું અમારા શહેરનો એક જિમ્મેદાર નાગરિક છું અને તમે મને બળજબરીથી આમ કેવી રીતે ઉઠાવી લાવી શકો? મને અહીંયા શા માટે લાવ્યા છો? તમે મને કિડનેપ કર્યો છે?" પ્રોફેસર નાગ તરત શેઠ રતનચંદ પાસે આવ્યા એમની ...Read More

16

પેન્ટાગોન - ૧૬

(શેઠ રતન ચંદ સાથે પ્રોફેસર નાગ અને બાકીનું યુવા ટોળું એમની વાતોમાં મશગુલ હતું ત્યારે અચાનક બધાનું ધ્યાન ગયું કબીર ત્યાં હાજર ન હતો. એને શોધવા બધા કૂવા તરફ ગયા ત્યારે ત્યાં પણ કબીર દેખાઈ ન હતો રહ્યો...) “કબીર...કબીર..." કૂવામાં મોબાઈલની ફ્લેશ લાઈટ નાખી સાગર, રવિ અને એમની સાથે જેક પણ બૂમો પાડી રહ્યો હતો. “શું થયું?" પાછળથી આવેલ પ્રોફેસરે પૂછ્યું. “કબીર કૂવાના પાણીમાં દેખાઈ નથી રહ્યો. એ કોઈ મુસીબતમાં તો નહિ હોય?" સાગરે કહ્યું. “આજ પહેલા આવું નથી થયું. કબીર જેવો પાણીમાં પડે કે તરત ભાનમાં આવી બચાવ માટે બૂમો પાડતો હોય!" રવિએ પ્રોફેસર સામે જોઈ કહ્યું. “આપણે ...Read More

17

પેન્ટાગોન - ૧૭

(શેઠ રતન ચંદ એનો ભૂતકાળ કહેવા તૈયાર થાય છે, કબીર પણ ભાનમાં આવી ગયેલો અને શેઠની વાત સાંભળવા બધાની બેઠેલો. આ મહેલની આત્માઓ કોણ છે એ જાણવા સૌ આતુર હતા અને એમની આતુરતાનો હવે અંત આવવાનો હતો...) હવામાં જોઈને બોલતા હોય એમ શેઠ રતન ચંદે એમની વાત શરૂ કરેલી. બધાના કાન અને આંખો શેઠજી તરફ જ મંડાયેલા હતા. આગળની વાત શેઠજીની જુબાની જ સાંભળીયે... એ વખતે હું યુવાન હતો. વીસ બાવીસની ઉંમર હશે. આ રાજ્ય મહારાજ ભૂપતસિંહના હાથોમાં હતું. ભૂપતસિંહ પાસે અપાર ધન વૈભવ અને સત્તા હતી. આખા મલકમાં કોઈની હિંમત ન હતી એમની સામે થવાની. સ્વભાવે એ દિલદાર ...Read More

18

પેન્ટાગોન - ૧૮

(શેઠ રતનચંદ પોતે ચિત્રકાર હતો અને રૂપાળી સ્ત્રીઓના ચિત્રો દોરી મહારાજને ભેંટ ધરતો બદલામાં મોટું ઈનામ મેળવતો એ બધાને રહ્યો છે...) રતન ચંદે થોડીવાર બોલવાનું બંધ કરી શ્વાસ લીધો, સનાએ એમને પાણી આપ્યું એ પીધા બાદ ફરીથી પોતાની વાત ચાલું કરી. ગામની ઘણી બધી રૂપાળી સ્ત્રીઓના ચિત્રો મેં બનાવેલા અને એમને મહારાજને ભેંટ ધરી ઈનામ મેળવ્યું હતું. મારી પાસે હવે ખાસ્સી દૌલત જમાં થઈ ગયેલી. જે જે સ્ત્રીઓના હું ચિત્ર બનાવતો એ પછીથી ક્યારેય જોવા ન હતી મળતી એ વિચાર કેટલીક વખત મને અકળાવતો હતો પણ હું એ વખતે રૂપિયા ભેગા કરવાથી આગળ કશું જ વિચારી નહતો શકતો. એક ...Read More

19

પેન્ટાગોન - ૧૯

(કબીર પોતાના પાછલા જનમની વાત કહી રહ્યો હતો, જ્યારે એ કબીર નહિ પણ કુમાર હતો અને આ મહેલમાં ઘોડાના તરીકે નોકરી કરતો હતો...મહેલના મહારાજની ઐયાશી વૃત્તિથી કંટાળી ગયેલો કુમાર એની પ્રેમીકા સાથે મળી અહિંથી ભાગી જવાનો કીમિયો રચે છે...) ચંદ્રાએ કહ્યું એ પ્રમાણે કરવાનું કુમારનું ગજું ન હતું. ચંદ્રામાં રાજપૂતાણી લોહી વધારે જોશ દેખાડી રહેલું પણ કુમારમાં એટલી હિંમત ન હતી. છતાં રોજ રોજ ડરવું અને ધીરે ધીરે મરતા જવું એના કરતા એક જ વખતમાં મરી જવું સારું એમ વિચારી કુમાર તૈયાર થયેલો. ચંદ્રા અને કુમારના પ્લાન મુજબ જે દિવસે મહારાજ અને એમનો કાફલો શહેર જવા નીકળે એ પછી ...Read More

20

પેન્ટાગોન - ૨૦

કબીર ઉર્ફે કુમાર દિવાન સાથે ગાડીમાં બેસી ગયો હતો. એણે વિચારેલું કે રાત્રે એ પાછો ફરે પછી હંમેશા માટે સાથે લઈને ભાગી જશે. હવે તો એની પાસે ગાડી હતી. મહારાજાએ જ આગ્રહ કરીને એમના દરેક માણસને ગાડી ચલાવતો કરેલો જેથી એમના કામ ક્યારેય અટકે નહીં, આજે એ હુનર કુમારને આશીર્વાદ સમાન લાગી રહ્યો હતો. કુમાર એના પરિવાર સાથે નાનો હતો ત્યારથી આ મહેલમાં રહેતો હતો. પહેલા એના પિતા અને એમના ગયા પછી કુમાર મહેલના ઘોડાઓની સંભાળ રાખતો હતો. મહારાજને જાતવાન ઘોડાઓ પ્રત્યે ખાસ્સો લગાવ હતો. પોતાના શોખ ખાતર જ એમણે જૂના જમાનામાં અંગ્રેજો વાપરતા એવી ઘોડાગાડી તૈયાર કરાવી હતી ...Read More

21

પેન્ટાગોન - ૨૧

ચંદ્રા દોડીને કૂવા પાસે ગઈ હતી. પાણીની અંદર માછલીઓની જેમ સ્ત્રીઓ તરફડી રહી હતી. ચંદ્રા માટે આ અત્યંત ભયાનક હતું. એણે મદદ માટે બૂમરાણ મચાવી હતી, “સોનલ...સોનલ...જરાક તો માણસ બન! આ બધી મરી જશે એમની મદદ કર, કોઈકને બોલાવ. કોઈ છે? રખેવાળ? બચાઓ...બચાઓ..." ચંદ્રાએ પોતે જ મહેલમાં હાજર દરેક જણને ઘેનની દવાવાળી લાડુડી ખવડાવી હતી. હવે એમાનું કોઈ મદદે આવી શકે એમ ન હતું." થોડીક જ વારમાં કૂવાની અંદરનો તરફડાટ શાંત થઈ ગયો હતો. શરીરનો તરફડાટ બંધ થયો અને એ સાથે જ આત્માઓનો ચાલું... શરીર છોડી મુક્ત થયેલી દરેક આત્મા ક્રોધિત હતી. એમને એમના પર થયેલા અમાનુષી અત્યાચારનો બદલો ...Read More