અપરાધી દેવ

(786)
  • 125.6k
  • 50
  • 52.7k

લેખન નો આ મારો સર્વપ્રથમ પ્રયાસ છે, આજ સુધી હું એક વાચક જ રહ્યો, પરંતુ હવે વાચકો ના આશીર્વાદ સાથે , એક નવલકથા લખવાનો વિચાર છે, હું કોલેજ માં પ્રાધ્યાપક તરીકે છેલ્લા ૧૮ વર્ષ થી કાર્યરત છું.એટલે ભારેખમ શબ્દો ન વાપરતા, સરળ ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં તમારા જે કંઈ પ્રતિભાવો હોય, તે મારા Whattsup નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર મોકલવા વિનંતી. અઠવાડિયા માં ૩ દિવસ, સોમવાર,બુધવાર અને શુક્રવારે, નવલકથા ના હપ્તાઓ પ્રકાશિત થશે. તમારા જે કંઈ પણ સલાહ સૂચનો હોય, તે મારા નંબર પર મેસેજ કરી મને જણાવવા વિનંતી. તમારા પ્રતિભાવો ની અપેક્ષા સાથે, આ પહેલો ભાગ પ્રકાશિત કરી

New Episodes : : Every Thursday

1

અપરાધી દેવ - 1

લેખન નો આ મારો સર્વપ્રથમ પ્રયાસ છે, આજ સુધી હું એક વાચક જ રહ્યો, પરંતુ હવે વાચકો ના આશીર્વાદ , એક નવલકથા લખવાનો વિચાર છે. ભારેખમ શબ્દો ન વાપરતા, સરળ ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં તમારા જે કંઈ પ્રતિભાવો હોય, તે મારા Whattsup નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર મોકલવા વિનંતી. ...Read More

2

અપરાધી દેવ - 2

ભાગ-૨ દેવ નો કોલેજ માં પહેલો દિવસ છે, તેના ક્લાસ માં મોટાભાગ ના છોકરા છોકરી સમાજ ના અગ્ર માં થી આવે છે, તેમનો સંબંધ કાં તો ઉધોગગૃહો સાથે અથવા તો સરકારી અધિકારીઓ સાથે છે. અમીરીના ઉછેર માં એક કુમાશ હોય છે, તે કુમાશ અંહી જોવા મળે,બધા લેટેસ્ટ ફેશન મુજબ કપડાં પહેરે,મોંઘા પરફયુમ ની સુવાસ હોય, અને યુવાની માણસ માં એક અજીબ અહેસાસ જગાવે છે, આ અહેસાસ માં દુનિયા બદલવાની તમન્ના હોય છે, અને યુવાની માં દરેક જણ પોતાનું પ્રભાવક્ષેત્ર વિસ્તારવા ઈચ્છે, વિજાતીય આકર્ષણ અહીં મોટો ભાગ ભજવે. નયન એક ઉધોગ પતિ નો દીકરો, માયા એક ધારાસભ્ય ની દીકરી, મનન ...Read More

3

અપરાધી દેવ - 3

લેખન નો આ મારો સર્વપ્રથમ પ્રયાસ છે, આજ સુધી હું એક વાચક જ રહ્યો, પરંતુ હવે વાચકો ના આશીર્વાદ , એક નવલકથા લખવાનો વિચાર છે, હું કોલેજ માં પ્રાધ્યાપક તરીકે છેલ્લા ૧૮ વર્ષ થી કાર્યરત છું.એટલે ભારેખમ શબ્દો ન વાપરતા, સરળ ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં તમારા જે કંઈ પ્રતિભાવો હોય, તે મારા Whattsup નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર મોકલવા વિનંતી. અઠવાડિયા માં 2 દિવસ, સોમવાર,અને ગુરુવાર, નવલકથા ના હપ્તાઓ પ્રકાશિત થશે. તમારા જે કંઈ પણ સલાહ સૂચનો હોય, તે મારા નંબર પર મેસેજ કરી મને જણાવવા વિનંતી. તમારા પ્રતિભાવો ની અપેક્ષા સાથે. ભાગ-૩ જે દિવસે મિતાલી દેવ ને મળવા ...Read More

4

અપરાધી દેવ - 4

ભાગ-૪ નયન મનન આગળ પોતાનો બળાપો કાઢે છે. મનન અને નયન દેવ પર નજર રાખવાનું નક્કી કરે છે. પછીના સવારે જયારે બંને જુહુ બીચ પર મળે છે, ત્યારે મનન અને નયન તેમની પાછળ હોય છે. દેવ અને મિતાલી હસીને વાતચીત કરે છે,અને નયન ને ખુબ ઈર્ષા થાય છે. અંતે નયન અને મનન દેવ ને સજા આપવાનું નક્કી કરે છે. તે જ દિવસે મનન માયા ને કહે છે કે તે દેવ ને ફોન કરીને સાંજે કોલેજ ના મેદાન માં બોલાવે છે , એમ કહીને કે મિતાલી વિષે ની કોઈ વાત છે.રવિવાર હોવાથી કોલેજ બંધ છે, અને મેદાન ખાલીખમ હોય ...Read More

5

અપરાધી દેવ - 5

ભાગ-૫ દેવ ની હાલત ની જાણકારી રઘુ ભાનુપ્રતાપ ને આપે છે. ભાનુપ્રતાપને આઘાત લાગે છે, તે સુહેલ દેવી ને પહોંચી વાત કરે છે.આખું ઘર ચિંતાતુર બને છે. સુહેલદેવી ને વધારે આઘાત લાગે છે કે આવા સીધાસાદા દીકરા ની આવી હાલત કોણે કરી? ...Read More

6

અપરાધી દેવ - 6

ભાગ - 6 ભાનુપ્રતાપ સિંહ ગોસ્વામી, ૩૫ ની આસપાસ ઉમર, ખાદી ના કપડાં, કસરતી શરીર અને એક પ્રભાવશાળી મુખાકૃતિ માલિક,એક બાહુબલી મંત્રી ની જે છાપ હોય, બિલકુલ તેવું જ વ્યક્તિત્વ. મરાઠે ભાનુપ્રતાપ ને મળે છે. મરાઠે, દેવ ના કેસ ની સંપૂર્ણ વિગતો ભાનુપ્રતાપ પાસેથી મેળવે છે. તે ભાનુપ્રતાપ ને ખાતરી આપે છે કે પોલીસ આ કેસ માં ફૂટેજ જોયા પછી પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે. ભાનુપ્રતાપ અંગત રીતે આ મામલા માં વચ્ચે ન પડે તો સારું, તે દેવ ના ગુનેગારો ને સજા અપાવાની ખાતરી આપે છે.ભાનુપ્રતાપ કારણકે એક મંત્રી છે, તેથી તે માત્ર ફરિયાદ નોંધાવે અને બાકીનું કામ ...Read More

7

અપરાધી દેવ - 7

ભાગ-૭ આ બાજુ નયન,મનન અને માયા એવું વિચારે છે કે, ધારાસભ્ય અંકલ ભલે જે કહે પણ હવે શક્ય તેટલું જલ્દી દેવ ને કાયમ માટે કોમા માં મોકલી દેવો જોઈએ. જેથી કાયમ માટે આ પ્રકરણ નો અંતઃ આવે, હોસ્પિટલ માં મનન નો એક મિત્ર ડોક્ટર તરીકે કાર્યરત હોય છે, તેને તેઓ ફોન કરે છે, પણ જમાના ના ખાધેલ ભાનુપ્રતાપ ને ખ્યાલ આવી જાય છે કે દેવ ને મુંબઈ માં રાખવામાં જોખમ છે. તે એક ફેંસલો લે છે .દેવ ને મુંબઈ માં રાખવો જોખમી છે, કારણકે તેની છઠી ઇન્દ્રિય કહે છે કે દેવ ને માથે કોઈ સંકટ ઝઝૂમી રહ્યું છે. તેને ...Read More

8

અપરાધી દેવ - ૮

ભાગ -૮ આ બાજુ ભાનુપ્રતાપ પુના પહોંચી દેવ ને મળે છે, બંને ભાઈઓ આશરે ૫ વર્ષ પછી આમને સામને છે.ભાનુપ્રતાપ લાગણીશીલ બની દેવ ની છાતી પર માથું રાખી દે છે. દેવ ભાનુપ્રતાપ ને પૂછે છે કે તેને કઈ રીતે ખબર પડી? ભાનુપ્રતાપ પહેલા તો દેવ ને ખીજાય છે કે પોતાનું રહેઠાણ, રાજ્ય છોડી તે ઠેઠ મુંબઈ સુધી ભણવા ગયો? શું બિહાર માં સારું ભણતર શક્ય નથી? અને દેવ ને શું ખોટ છે કે મુંબઈ માં નાનકડી ઓરડી ભાડે લઇ પાર્ટ ટાઈમ નોકરી કરી ને ભણે? જો દેવ ને કંઈ થાય તો ઘરે તેના માતા,તેની ભાભી,તેના ભત્રીજાઓને કેટલું દુઃખ થાય? ...Read More

9

અપરાધી દેવ - ૯

ભાગ-૯ ગત હપ્તા માં આપણે જોયું કે ભાનુપ્રતાપ મરાઠે સાથે વાત કરવા દેવ ના રૂમ ની બહાર આવે છે, ત્યારે દેવ રૂમ માં એકલો પડે છે, તે તેના ટેબલ પર જુએ છે તો ૧ મોબાઈલ અને ૧ સીમકાર્ડ પડ્યા હોય છે,દેવ સમજી જાય છે કે ભાનુપ્રતાપે જ તે મુકયા હોવા જોઈએ. તે તરત જ મોબાઈલ માં સીમકાર્ડ નાખી તે મોબાઈલ ચાલુ કરે છે. તે પહેલો ફોન ભાનુપ્રતાપ ને કરે છે,ત્યારે ભાનુપ્રતાપ કહે છે કે અરજ્ન્ટ સરકારી કામ આવ્યું હોવાથી, તે મુંબઈ જવા નીકળ્યો છે, અને તે દેવ સાથે મોબાઈલ દ્વારા સંપર્ક માં રહેશે. દેવ ને પછી મિતાલી નો ...Read More

10

અપરાધી દેવ - 10

ભાગ-૧૦ મિતાલી એમ કહે છે કે રાજકારણ માં સફળ થવા માટે મનીપાવર અને મસલપાવર ની જરૂરત હોય છે, દેવ કહે છે કે કદાચ એટલે જ ભારત ક્ષમતા હોવા છતાં વિકાશશીલ દેશ બન્યો છે. આવી ભારે વાતો પછી થોડી હળવાશ લાવવા એમ કહે છે કે, એ અત્યારે દેવ આગળ બેઠી છે, એ નયન ને ખબર પડે, તો નયન સળગી ઉઠે? દેવ જવાબ દે છે કે પહેલી વાર માં ૧૭ હાડકા ભાંગ્યા, બીજી વારે તે ૩૪ હાડકા ભાંગશે,બંને ખડખડાટ હસી પડે છે. મિતાલી એમ કહે છે કે તે રોજ ૧૦.૩૦ થી ૪ દેવ પાસે રહેશે.દેવ કહે છે કે રોજ જરુર નથી, ...Read More

11

અપરાધી દેવ - 11

ભાગ -૧૧ દેવ મિતાલી ને પૂછે છે કે,નયન સાથે તેને કેવા સંબંધ છે? મિતાલી કહે છે કે પહેલા ધોરણ માં ભણતી હતી, ત્યારથી નયન સાથે છે, બંને ખાસ દોસ્ત છે, પણ નયન નો સ્વભાવ એવો કે તે મને(મિતાલી ને) પોતાની માલિકીની વસ્તુ સમજે. નયન સિવાય હું કોઈ સાથે વાતો કરું, હસી મજાક કરું, તો નયન ને બિલકુલ ન ગમે. મિતાલી એ પણ કહે છે કે એને જ્યાર થી ખબર પડી કે દેવ ની આ હાલત માટે નયન પણ જવાબદાર છે, તો તેણે નયન ના ફોન રિસીવ કરવાનું બંધ કર્યું છે, અને તમામ સોશિઅલ સાઈટ પર તેને બ્લોક કર્યો છે. ...Read More

12

અપરાધી દેવ - 12

ભાગ-૧૨ નયન અને મનન આશ્રર્યચકિત એટલા માટે બને કે તેમની આજુબાજુ તેમને પોતાના માણસો દેખાતા નથી. અને પોતાને બંધાયેલ જૉઈ થોડો ડર લાગે છે. પણ નયન પ્રમાણ માં જલ્દી સ્વસ્થ થાય છે.તે રઘુ ને પૂછે છે કે આ બધું શું છે? અને શા માટે તેઓને બાંધ્યા છે? મનન પણ કહે છે કે આનું પરિણામ સારું નહિ આવે. રઘુ વારાફરતી બંને સામે જૉઈ હસે છે, અને એક સવાલ પૂછે છે? શું દેવે પણ આ જ બધા સવાલ પૂછેલા? જયારે તમે લોકોએ એને કોલેજ ના મેદાન માં બોલાવેલ? મનન અને નયન સડક થઈ જાય છે. નયન તરત સમજી જાય છે ...Read More

13

અપરાધી દેવ - ૧૩

ભાગ -૧3 દિવસે વહેલી સવારે દિવસ નો વોચમેન આવે છે, તે કોલેજ નો રાઉન્ડ લગાવે છે, તે મેદાન માં મનન અને નયન ને જુએ છે, લોહીલુહાણ અને બેભાન અવસ્થા માં, તે તરત ૧૦૮ પર ફોન કરે છે. એમ્બ્યુલન્સ આવે છે અને મનન અને નયન ને સરકારી હોસ્પિટલ માં પહોંચાડવામાં આવે છે. ******************************************************************************** નયન ના પપ્પા શ્રી મોહિત કુલકર્ણી એક સફળ ઉધોગપતિ છે,તે સવાર ની મીઠી નીંદર માં હોય છે, ત્યારે તેમની પત્ની તેમને જગાડે છે, અને ચિંતાતુર વદને ફરિયાદ કરે છે કે, નયન હજી સુધી ઘરે આવ્યો નથી. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. મોહિત જવાબ ...Read More

14

અપરાધી દેવ - 14

ભાગ-૧૪ દેવ અને મિતાલી વચ્ચે તારામૈત્રક રચાયું હોય છે, અચાનક ડોક્ટર ની એન્ટ્રી થાય છે,ડોક્ટર ઉત્સાહભેર દેવ ને સમાચાર આપે છે કે તેના છેલ્લા રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને હવે તો ૨૪ કલાક માં જ દેવ ડિસચાર્જ થઇ શકે છે. મિતાલી આ સાંભળી ખુશી થી ઉછળી પડે છે. ડોક્ટર દેવ ને કહે છે કે તેની તબિયત માં ધાર્યા કરતા ઘણી ઝડપ થી સુધારો આવ્યો છે. દેવ જવાબ આપે છે કે છેલ્લા ૪૮ કલાક માં તેને પોતાને પણ ખુબ સારું મહેસુસ થઇ રહ્યું છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે, જયારે માનસિક રીતે આપણે આનંદ માં હોઈએ, તો એને ...Read More

15

અપરાધી દેવ - 15

ભાગ-૧૫ દેવ અને મિતાલી વાતો મા મશગુલ હોય એટલે કેટલો સમય વીતી ગયો તેનો તેમને ખ્યાલ નથી, અને સાંજ ના ૬ વાગી જાય છે. એ સમયે ભાનુપ્રતાપ હોસ્પિટલ પર પહોંચે છે, ભાનુપ્રતાપ ને જૉઈ બંને થોડા શરમાય છે. મિતાલી ની ઘડિયાળ પર નજર જાય છે, ને તે ચોંકી જાય છે, તે કહે, હું અત્યારે જ નીકળું, ભાનુપ્રતાપ કહે, હું એક નર્સ અને બોડીગાર્ડ ને તારી સાથે મોકલું, અત્યારે મોડું થઇ ગયું છે. નર્સ અને બોડીગાર્ડ તને સહીસલામત ઘરે પહોંચાડી ને પાછા આવી જશે. પહેલા તો મિતાલી ના પાડે છે, દેવ પણ મોટા ભાઈ ની વાત માનવા મિતાલી ને ...Read More

16

અપરાધી દેવ - 16

ભાગ-૧૬ બપોરે 1 વાગે ભાનુપ્રતાપ અને દેવ પટણા પહોંચી જાય છે,તે લોકો પર લંચ લઇ કાર માં પૂર્વ ચંપારણ જવા નીકળે છે. ********************************************* બરાબર તે જ સમયે પુના ની હયાત રીજન્સી હોટેલ માં પવન ગવળી ના માણસો પ્રવેશે છે. તે હોટેલ નું રજીસ્ટર ચેક કરે છે. તેમાંથી જેટલા ગઈ કાલે બિહાર થી આવેલા છે, તેમનું લિસ્ટ બનાવે છે. કુલ ૨૦ રૂમ માટે એન્ટ્રી હતી અને દરેક રૂમ માં ૨-૨ માણસો એ ચેક-ઈન કરાવેલું. પવન ગવળી નો માણસ ચંદુ તરત ૧ ફોન કરી ૪૦ માણસો ને બોલાવે છે. હોટેલ ના મેનેજર ને ગનપોઇન્ટ ...Read More

17

અપરાધી દેવ - 17

ભાગ-૧૭ સુહેલદેવી ભાનુપ્રતાપ ને છે કે મને અંદેશો હતો જ કે આવું કંઈક થશે જ. તે વાત કરી, એ પર થી એવું લાગ્યું કે,આ રોહિત બાપટ અને મોહિત કુલકર્ણી બંને માથાભારે માણસો છે. હવે તારી પાસે કોઈ માણસ છે? જે મુંબઈ હોય, અને કંઈ પતો લગાવી શકે. ભાનુપ્રતાપ ને તરત જ રઘુ યાદ આવે છે, રઘુ મુંબઈ માં હતો, અને ભૂગર્ભ માં હતો. ભાનુપ્રતાપ તરત રઘુ ને ફોન કરે છે. રઘુ જવાબ આપે છે કે હું તમને ૧૨ કલાક માં તપાસ કરી જવાબ આપીશ. ભાનુપ્રતાપ ચિંતાતુર વદને ફોન મૂકે છે. સુહેલદેવી કહે છે કે, તું દેવ અને મિતાલી ...Read More

18

અપરાધી દેવ - 18

ભાગ-૧૮ રઘુ ત્યાં આગળ જુએ છે કે, નિતેશ સહિત ૪૦ માણસો ખેતર માં ખુબ ખરાબ રીતે ઘાયલ અવસ્થા માં પડેલા હોય છે. લગભગ દરેક ના હાથ-પગ ના હાડકાઓ ભાંગી ગયા હોય છે. દરેક ના ચહેરા ઉપર પણ લોહીવાળા ડાઘો હોય છે. લોહી જામી ગયું હોય છે, અને તેના પર મચ્છરો બણબણતા હોય છે. દરેક ને લગભગ મરણતોલ માર મારવામાં આવ્યો હોય છે. દરેક ના કપડાં ફાટેલા હોય છે, અને પીઠ અને પગો પર રીતસર સોજા દેખાતા હોય છે. રઘુ જેવો કઠણ હૃદય નો માણસ પણ ૪૦ માણસો ની આ હાલત જોઈ ૨ ઘડી માટે રીતસર રડી ઉઠે છે. ...Read More

19

અપરાધી દેવ - ૧૯

ભાગ-૧૯ ભાનુપ્રતાપ એના માણસો સાથે જયારે બારામતી હોસ્પિટલ પહોંચે છે, ત્યારે સાંજ ના ૪ વાગ્યા હોય છે. પોતાના માણસો ની હાલત જોઈ તે વ્યથિત બને છે, અને થોડો ક્રોધિત પણ થાય છે. તે રઘુ ને પૂછે છે કે આ કઈ રીતે બન્યું?. રઘુ જવાબ દે છે કે પવન ગવળી મુંબઈ અંડરવર્લ્ડ નો ડોન છે. તે લોકો પૈસા લઈને કોઈપણ કામ કરી આપતા હોય છે. રોહિત બાપટ અને મોહિત કુલકર્ણી પાસે ચિક્કાર રૂપિયા છે, અને રૂપિયા દઈને તે લોકોએ આ કામ કરાવ્યું છે. ભાનુપ્રતાપ કહે છે કે ખાલી ૨ છોકરા ને માર્યા, એમાં આ લોકો અંડરવર્લ્ડ ને વચ્ચે લાવ્યા, ...Read More

20

અપરાધી દેવ - 20

ભાગ-૨૦ બીજે દિવસે સવારે ભાનુપ્રતાપ નાહીધોઈ ને તૈયાર છે. તે મુંબઈ જવા નીકળે છે. પવન ગવળી સાથે રઘુ એ વાત કરી ને ૧૧ વાગે મિટિંગ ગોઠવી છે. ભાનુપ્રતાપ ની કોઈ અંડરવર્લ્ડ ડોન સાથે આ પહેલી મુલાકાત હોય છે. તેથી તે થોડો અસહજ હોય છે. સાથે રઘુ હોય છે.મુંબઈ મા દગડી ચાલ મા આ મિટિંગ ગોઠવાણી હોય છે. ભાનુપ્રતાપ સમયસર પહોંચે છે. પવન ગવળી તેનુ યથોચિત સ્વાગત કરે છે. ભાનુપ્રતાપ પવન ને પૂછે છે કે તેણે એના(ભાનુપ્રતાપ ના)માણસો ને માર્યા કેમ? પવન ગવળી જવાબ દે છે કે પોતાને ભાનુપ્રતાપ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. આ તો રોહિત અને મોહિતે ...Read More

21

અપરાધી દેવ - 21

ભાગ-૨૧ મોડી રાત્રે પટણા પોલીસ નો કાફલો, જે પટણા થી રવાના થયો હોય છે, તે મુંબઈ પહોંચે છે. તે ને મળે છે. ભાનુપ્રતાપ તેને આખી યોજના સમજાવે છે. તે પછી સવાર પડવામાં થોડી વાર હોય છે એટલે બધા થોડી વાર ભાનુ પ્રતાપ ના ઠેકાણા પર આરામ કરે છે. રઘુ ૮૦ જીપ ની વ્યવસ્થા કરવા જાય છે. સવારે ૭ વાગે ઉઠી બધા તૈયાર થાય છે અને દગડી ચાલ તરફ નીકળી પડે છે, સાથે રઘુ નો એક માણસ માત્ર રસ્તો બતાવવા જાય છે. ********************************************************* સવારે ૧૦ વાગે દગડી ચાલ પર પોલીસ રેડ પાડે છે, પવન ગવળી લગભગ ઊંઘતો ઝડપાય છે. તેની, ...Read More

22

અપરાધી દેવ - 22

ભાગ-22 મોડી રાત્રે ભાનુપ્રતાપ ઘરે પહોંચે છે, ઘરે દેવ એની રાહ જોતો હોય છે, તે ભાનુપ્રતાપ ને પાણી નો આપે છે, અને પૂછે છે, કે તે થાળી પીરસે? ભાનુપ્રતાપ હસીને જવાબ દે છે કે, તેણે રસ્તા મા જમી લીધું હતું.પછી તે ઉભો થઇ ને દેવ ને પૂછે છે કે, આટલી મોડી રાત સુધી જાગવાની શું જરૂર હતી? મારે તો ઘણીવાર મોડુ થાય છે. દેવ કહે છે કે એને મનન અને નયન ના પપ્પાઓ ની ચિંતા થતી હતી. ભાનુપ્રતાપ કહે છે કે મેં DSP સાહેબ સાથે વાત કરી, પણ એમણે કહ્યું કે આ ડ્રગ્સ નો કેસ હોવાથી, પોલીસ ના હાથ ...Read More

23

અપરાધી દેવ - 23

વાચક મિત્રો વચ્ચે થોડો બ્રેક પડ્યો, તે બદલ ક્ષમાપ્રાર્થી છું, હવે હું પ્રયત્ન કરીશ, કે રેગ્યુલર મારા લખેલા પ્રકરણો મળે. ભાગ-૨૩ દેવ જયારે મુંબઈ પાછા જવાની તૈયારી કરતો હોય છે ત્યારે મુંબઈ ની આર્થર રોડ જેલ મા પવન ગવળી નો ભાઈ રિતેશ ગવળી છૂટવાની તૈયારી કરતો હોય છે. રિતેશ જેલ મા ૧૪ વર્ષ ની સજા કાપીને બહાર નીકળતો હોય છે. રિતેશ જેલમાં થી છૂટીને દગડી ચાલ માં જાય છે. ત્યાં તેને પવન ગવળી ના અમુક સાથીદારો મળે છે, જે પેલા ૪૦ જણ સિવાય ના હોય છે. તે રિતેશ ને હાલ મા બનેલી તમામ ઘટનાઓ નો અહેવાલ આપે છે. રિતેશ ...Read More

24

અપરાધી દેવ - 24

અપરાધી દેવ-24 બીજે દિવસે સવારે ૬ વાગે રિતેશ ઝાડ પાછળ ગોઠવાઈ જાય છે. જે ભાનુપ્રતાપ ના ઘર ની નજીક હોય છે, અને ભાનુપ્રતાપ ના ઘર ની સામે તે નજર નાખી ઉભો રહે છે. ૭ વાગે ભાનુપ્રતાપ માત્ર ૧ લાલ ધોતિયું અને સફેદ ગંજી પહેરી નીકળે છે, અને ૧ કાર મા ૩ હથિયારબંધ અંગરક્ષકો સાથે ગોઠવાય છે. પછી તેઓ શિવ મંદિર તરફ જવા નીકળે છે. રિતેશ બાઈક પર તેનો પીછો કરે છે. તેણે હેલ્મેટ પહેરી રાખી હોય છે. મંદિર શહેર ની બહાર થોડા વેરાન વિસ્તાર માં હોય છે. મંદિર ખાસ્સું મોટું હોય છે, અને તેની આજુબાજુ એકદમ વેરાન વિસ્તાર ...Read More

25

અપરાધી દેવ - 25

ભાગ-૨૫ ફોન પર ખબર સાંભળતા જ સુહેલદેવી હતપ્રભ બની જાય છે, તે સૂચના આપે છે કે ભાનુપ્રતાપ ને પર લઇ જવામાં આવે. તેને ઊંડે ઊંડે આશા હોય છે કે ભાનુપ્રતાપ કદાચ બચી જાય. ભાનુપ્રતાપ ની પત્ની અને બાળકો ને લઇ તરત સુહેલદેવી હોસ્પિટલ પર પહોંચે છે. ત્યાં ફરજ પર ના ડોક્ટર જાણ કરે છે કે, ભાનુપ્રતાપ મૃત્યુ પામ્યા છે. આ સમાચાર આગ ની જેમ ફેલાય છે, અને જિલ્લા હોસ્પિટલ પર ભીડ ભેગી થઇ જાય છે. ભાનુપ્રતાપ ની લાશ આગળ સુહેલદેવી અને ભાનુપ્રતાપ ના પત્ની ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. બાળકો હતપ્રભ બની ઉભા હોય છે. ભાનુપ્રતાપ નો સેક્રેટરી, દેવ ...Read More

26

અપરાધી દેવ - 26

અપરાધી દેવ-૨૬ દેવ આ સાંભળીને થોડો આશ્ચર્ય પામે છે, કે ભાનુપ્રતાપ ની હત્યા નો બદલો તેણે લેવાનો છે. સુહેલદેવી આગળ કહે છે,કે હવે તે ભાનુપ્રતાપ ની જગ્યા લઇ લે તો સારું, કારણકે પૂર્વ ચંપારણ માં તેનું જે સામ્રાજ્ય છે, તે હવે દેવે સંભાળવું જોઈએ. ટૂંક સમય મા હવે પેટાચૂંટણી યોજાશે. રમાદેવી પેટાચૂંટણી માં ઉભા રહેશે. તારે ભાનુપ્રતાપ નો ધંધો સંભાળી લેવાનો, અને ભાભી ને મદદ કરવાની. આમ તો ભાનુપ્રતાપે આ વિસ્તાર માટે ખાસ્સું કામ કર્યું છે. એટલે સહાનુભૂતિ ની લહેર રમાદેવી ને જીતાડશે પણ એના પ્રચાર નું કામ તારે સંભાળવાનું. એ બાઈ માણસ છે, બધી જગ્યાએ એ ન પહોંચી ...Read More

27

અપરાધી દેવ - 27

ભાગ-૨૭ દેવ સવારે નવ વાગે પટણા જેલ મા પહોંચે છે. ત્યાં તે પવન ગવળી ને મળે છે. બંને લોખંડ ની જાળી ની આડશ હોય છે. તે પવન ને સીધું પૂછે છે, કે રિતેશ ક્યાં છે? પવન જરાક હસીને જવાબ આપે છે કે એ કોણ? અને પછી મોઢા પર દુઃખ લાવીને ભાનુપ્રતાપ ના મૃત્યુ માટે ખરખરો વ્યક્ત કરે છે, અને પછી પૂછે છે કે ભાનુપ્રતાપ ની હત્યા કોણે કરી? દેવ કહે છે કે તું મુંબઈ ની અંધારી આલમ નો માણસ છો, એટલે અમને રેંજીપેજી ન સમજતો, સીધી રીતે કહી દે કે રિતેશ ક્યાં છે? જો તારે જીવતા રહેવું હોય તો. પવન ...Read More

28

અપરાધી દેવ - 28

ભાગ-૨૮ દેવ તેના સાથીઓ સાથે સવારે ૪ વાગે મુંબઈ પહોંચ્યો. પછી તેઓ જ મકાન મા ગયા જે મકાન મા ભાનુપ્રતાપ રોકાતો. લગભગ એ જ સમયે રિતેશ વેશ બદલી ને મલેશિયા જતી ફ્લાઈટ મા બેસી ગયો હતો. પછી બધાએ થોડો આરામ કર્યો. સવારે દેવે ૮ વાગે રઘુ ને ફોન કર્યો. તે ૯ વાગે મળવા આવ્યો. દેવે રઘુ ને કહ્યું કે રિતેશ નો પતો મેળવે. તે માટે તેણે જગુ ને રઘુ સાથે દગડી ચાલ મા મોકલ્યો.પોતે ઇન્સ્પેક્ટર મરાઠે ને મળવા ઉપડ્યો. તે જયારે મરાઠે ની કેબીન મા પહોંચ્યો, ત્યારે ૧૦ વાગ્યા હતા. મરાઠે ઉભો થઇ ને દેવ ને ભેટી પડ્યો, ...Read More

29

અપરાધી દેવ - 29

ભાગ-૨9 એ પછી સમજાવટ ભર્યા સુરે કહ્યું, કે ગેંગ ના સભ્યો ને મારી નાખવાથી દુશ્મની વધુ વકરશે. તેમના કોઈ ભાઈ,બાપ કે દીકરો બદલો લેવા મેદાને પડશે. જેવી રીતે પવન નો ભાઈ રિતેશ મેદાન માં આવ્યો, તેવી રીતે ઘણા ના સંબંધીઓ મેદાન માં આવી શકે. આમે આ કામ પોલીસ નું છે. આપણે તો માત્ર રિતેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મારી માહિતી મુજબ રિતેશ ના કોઈ ભાઈ બાપ કે સગુંવહાલું નથી. એક પવન હતો તે મરી ગયો છે. અને રિતેશ ના મર્યા પછી ગવળી ગેંગ કોઈ નવો નેતા શોધી લેશે. જેમ પવન નો બદલો લેવા રિતેશ જ મેદાન મા ...Read More

30

અપરાધી દેવ - 30

ભાગ-30 ૯-૩૦ વાગે દેવ અને તેના સાથીઓ Kuala Lumpur પહોંચે છે, પછી ટેક્સી કરી એક હોટેલ માં રોકાય છે. યોગાનુયોગ આ એ જ હોટેલ છે, જેમાં રિતેશ રોકાયેલો છે. પણ અત્યારે તે નાઈટ ક્લબ મા છે. હોટેલ ના ત્રીજા માળ પર તેનો રૂમ છે, અને બીજા માળ પર દેવ નો રૂમ હોય છે, જેમાં ૧ extra બેડ મુકાવીને દેવ,રઘુ અને જગુ ૧ જ રૂમ મા રોકાયેલ છે. ત્રણે અત્યારે જેટ લેગ ઉતારતા બેઠા હોય છે, ત્યાં દેવ ના મોબાઈલ પર મિતાલી નો ફોન આવે છે. મિતાલી દેવ ને ખીજાય છે કે બધી જ વાત જે મનન અને નયને ...Read More

31

અપરાધી દેવ - 31

અપરાધી દેવ-૩૧ સવારે ૯ વાગે દેવ ઉઠી ગયો અને નીચે હોટેલ ની રેસ્ટોરા મા ચા-નાસ્તો કરવા આવ્યો. તો તેણે રિતેશ ને ટેબલ પર નાસ્તો કરતો જોયો. તે દાદરા આગળ જ અટકી ગયો. તેને થયું કે તેની ૬ઠ્ઠી ઇન્દ્રિય તેને જે કહી રહી હતી, કે રિતેશ આજુબાજુ માં છે, તે સાચું પડ્યું, પણ રિતેશ ની નજર હજી દેવ પર નહોતી પડી. દેવ દાદરા ની પાછળ સંતાઈ ગયો,કે જેથી રિતેશ દાદરા તરફ આવે તો પણ તેની નજર દેવ પર ન પડે. થોડી વાર પછી રિતેશ દાદરા તરફ આવ્યો. અને દાદરા ની બાજુની લિફ્ટ માં ઘુસી ગયો. એજ પળે દેવે રૂમાલ મોઢા ...Read More

32

અપરાધી દેવ - 32

ભાગ-32 પ્રકાશ ના ગેંગ લીડરે નક્કી કર્યું કે મિતાલીને તેના ઘર બહાર થી જ ઉઠાવવી. કોલેજ બહાર ના ઉપર ખુબ ટ્રાફિક હોય છે. તેથી પાન ના ગલ્લા આગળ ૧ કે ૨ જ માણસો હોય છે. ત્યાંથી ઝાઝી હો હા ન થાય. તેણે તરત પોતાના માણસો ને હુકમ આપ્યો કે ૨૦ સિમ કાર્ડ નકલી નામે ખરીદે, ૧ મારુતિ વાન તૈયાર કરે, ક્લોરોફોર્મ ની ૧ બોટલ અને દોરડું, ખુરશી તૈયાર કરે. તેણે એ પણ નક્કી કર્યું કે મિતાલી ને કિડનેપ કર્યા પછી,ઉમરગામ ખાતે લઇ જવી. તેમણે એ પણ નક્કી કર્યું કે આજથી ૩ જા કે ૪ થા દિવસે મિતાલી નું અપહરણ ...Read More

33

અપરાધી દેવ - 33

ભાગ -૩૩ દેવ મિતાલી ને કહે છે, કે હવે ૨ દિવસ મા તેનું કામ પતવામાં છે. તે પછી પાછો જશે અને શક્ય હોય તો હવે સગાઈ કરી લઈએ, લગ્ન મિતાલી નું ભણવાનું પૂરું થાય પછી. મિતાલી કહે છે કે મને વાંધો નથી, પણ મારા મમ્મી-પપ્પા આ સંબંધ થી રાજી નથી. તેઓ હવે તને બાહુબલી ગણે છે, અને તારો અંત પણ ભાનુપ્રતાપ જેવો આવશે, તેવી ભીતિ છે. દેવ કહે છે કે હું તો માત્ર વેપારી છું અને રાજકારણ મા તો મારા ભાભી હવે ઉતરવાના છે. મારે તો હમણા ભાઈ ભાનુપ્રતાપ નો વેપાર સંભાળવાનો છે અને હું એક્સટર્નલ કોર્સ થી MBA ...Read More

34

અપરાધી દેવ - 34

અપરાધી દેવ-૩૪ રાત્રે ૮ વાગે દેવ છત્રપતિ શિવાજી એરપોર્ટ પર ઉતર્યો. તેણે પોતાનો મોબાઈલ સ્વીચ ઓન કર્યો, અજાણ્યા નંબર પર થી ૨-૩ મિસ્ડ કોલ જોયા. તેણે એરપોર્ટ પર આજુબાજુ નજર ફેરવી, પણ મિતાલી તેને દેખાણી નહિ. ફોન પર વાત થયા મુજબ તો મિતાલી તેને એરપોર્ટ પર લેવા આવવાની હતી. પછી તેણે અજાણ્યા નંબર પર કોલ કર્યો, તો મિતાલી ના પપ્પા એ ફોન ઉપાડ્યો. દેવે કહ્યું, પ્રણામ, કંઈ કામ હતું, તો મિતાલી ના પપ્પા કહે, હા બેટા, તું ઘરે આવી શકીશ? દેવ કહે મિતાલી ક્યાં? મિતાલી ના પપ્પા કહે તમે ઘરે આવો એટલે કહું. પછી દેવ ફોન મુકે છે. પછી ...Read More

35

અપરાધી દેવ - 35

અપરાધી દેવ-૩૫ દેવે તરત ના આઈ.જી ને ફોન કર્યો. અને તે નંબર(જેના પર થી છેલ્લો કોલ મિતાલી ના પપ્પા ને આવેલો) તે નંબર આપ્યો,અને તેનું છેલ્લું લોકેશન trace કરવા કીધું. ફોન પૂરો થયા પછી મિતાલી ના પપ્પા કહે, અપહરણકર્તા એ પોલીસ સાથે વાત કરવાની ના પાડી છે. દેવ કહે, આ તો બિહાર ની પોલીસ, અપહરણકર્તા ના જો કોઈ કોન્ટેક્ટ હશે, તો એ મુંબઈ પોલીસ માં હશે. અને બિહાર ની પોલીસ ને ય આપણે માત્ર નંબર trace કરવાનું કીધું છે. અપહરણ ની વાત નથી કરી. પછી તે રઘુ ને ફોન કરી પૂછે છે , કે મુંબઈ મા કેટલી અપહરણ ...Read More

36

અપરાધી દેવ - 36

અપરાધી દેવ-૩૬ સવારે 7 મિતાલી ના ઘર ની ડોરબેલ વાગી. દેવે દરવાજો ખોલ્યો. રઘુ એ ખબરી(જે મિતાલી ના ઘર પર નજર રાખી રહ્યો હતો) ની માથા પર પિસ્તોલ મૂકી ઉભો હતો. દેવે કીધું કે એને અત્યારે મોઢે પટ્ટી મારી, હાથ અને પગ બાંધી આપણી સાથે લઇ લે. પછી તેઓ કાર મા બેસી થાણે તરફ રવાના થયા. ૮ વાગે તેઓ થાણે પહોંચ્યા. ત્યાં જગુ પટણા થી આવેલા ૨૦ માણસો સાથે દેવ ની રાહ જોતો ઉભો હતો. ૮ વાગ્યા એટલે દેવે પહેલા ખબરી ને કીધું કે ગેંગ લીડર ને ફોન કરીને કહી દે કે પહેલો માણસ બહાર નીકળી ક્યાંક જાય ...Read More

37

અપરાધી દેવ - 37

અપરાધી દેવ-૩૭ દેવે નક્કી કર્યા મુજબ પહેલા બધાએ હળવું ખાણું લીધું. પછી બધાએ સાધુ ના કપડાં પહેરી લીધા. પોતાના હથિયાર, અમુક દોરડાઓ અને પટ્ટીઓ, સાધુ ના કપડાં નીચે છુપાવી દીધા. ૧ માણસ પહેલા ખબરી ની પાસે રહ્યો, અને બાકીના માણસો દેવ સાથે બરાબર ૧ વાગે ગેસ્ટ હાઉસ ની બહાર નીકળ્યા. તેઓ પટણા ના આઈ. જી. એ આપેલા લોકેશન પર બરાબર ૧.30 વાગે પહોંચ્યા. અહીં સહેજ દૂર થી તેઓને 1 વેરહાઉસ દેખાણું. ત્યાં આગળ ૨ માણસો ચોકી કરતા હતા. રઘુ અને જગું તે માણસો આગળ ગયા. બાકીના નજીક મા ૧ વડ દેખાણું, તે વડ ની પાછળ છુપાઈ ગયા. ૨ સાધુઓને ...Read More