પ્રકરણ-૧ શ્રદ્ધા નો પરિવારનામ એનું શ્રદ્ધા. પણ નામ પ્રમાણે ના એનામાં કોઈ જ ગુણો નહીં. શ્રદ્ધા માં આત્મશ્રદ્ધા નો બિલકુલ અભાવ. ખૂબ ભીરુ ગભરુ કહી શકાય એવો એનો સ્વભાવ. આ શ્રદ્ધા એના કુટુંબમાં સૌથી નાની. અને સૌથી નાની હોવાના કારણે એના દાદીની એ સૌથી લાડકી હતી.શ્રદ્ધા ને એક ભાઈ અને એક બહેન. બંને શ્રદ્ધા કરતાં મોટા. ભાઈ કુશલ સૌથી મોટો અને કુશલથી નાની અને શ્રદ્ધા કરતાં મોટી બહેન નિત્યા.શ્રદ્ધા ના પરિવાર માં કુલ છ જણા રહેતા હતા. છ જણા થી ભર્યો એનો પરિવાર હતો. એના પરિવારમાં આ ત્રણ ભાઈબહેન ઉપરાંત પિતા કૃષ્ણકુમાર અને માતા કુસુમબહેન તેમ જ તેના વિધવા દાદી
Full Novel
શ્રદ્ધા ની સફર - ૧
પ્રકરણ-૧ શ્રદ્ધા નો પરિવારનામ એનું શ્રદ્ધા. પણ નામ પ્રમાણે ના એનામાં કોઈ જ ગુણો નહીં. શ્રદ્ધા માં આત્મશ્રદ્ધા નો અભાવ. ખૂબ ભીરુ ગભરુ કહી શકાય એવો એનો સ્વભાવ. આ શ્રદ્ધા એના કુટુંબમાં સૌથી નાની. અને સૌથી નાની હોવાના કારણે એના દાદીની એ સૌથી લાડકી હતી.શ્રદ્ધા ને એક ભાઈ અને એક બહેન. બંને શ્રદ્ધા કરતાં મોટા. ભાઈ કુશલ સૌથી મોટો અને કુશલથી નાની અને શ્રદ્ધા કરતાં મોટી બહેન નિત્યા.શ્રદ્ધા ના પરિવાર માં કુલ છ જણા રહેતા હતા. છ જણા થી ભર્યો એનો પરિવાર હતો. એના પરિવારમાં આ ત્રણ ભાઈબહેન ઉપરાંત પિતા કૃષ્ણકુમાર અને માતા કુસુમબહેન તેમ જ તેના વિધવા દાદી ...Read More
શ્રદ્ધા ની સફર - ૨
પ્રકરણ-૨ શાળા ની સફર આજથી શ્રદ્ધા ના શાળાજીવનનો આરંભ થવાનો હતો. આજથી હવે એ જ્ઞાન ના માર્ગ તરફ પ્રથમ માંડવા ની હતી. ત્રણ વર્ષ ની શ્રદ્ધા નો આજે બાલમંદિર માં પ્રવેશ થવાનો હતો. હજુ હમણાં જ એણે મે મહિનામાં ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતા અને અત્યારે જૂન મહિનામાં એ શાળા માં પ્રવેશ કરવાની હતી. નાનકડી શ્રદ્ધાનો શાળા નો પહેલો દિવસ હતો એટલે એના માતા પિતા બંને એને શાળાએ મુકવા આવ્યા હતા. અને એની બહેન નિત્યા તો શાળા માં ત્યાં જ ભણતી હતી એટલે કૃષ્ણકુમાર અને કુસુમબહેન ને શ્રદ્ધા ની થોડી ચિંતા ઓછી હતી. કારણ કે બંને જાણતાં હતા કે તેમની મોટી ...Read More
શ્રદ્ધા ની સફર - ૩
પ્રકરણ-૩ સાઈકલ ની સફરશ્રદ્ધા ને શાળા માં ગોઠવાતા ખૂબ લાંબો સમય લાગી ગયો હતો. શિક્ષકો, શ્રદ્ધા ના માતા પિતા, ના દાદી અને શ્રદ્ધા ના બંને ભાઈબહેન એ બધા એ જ શ્રદ્ધા માં થોડો ભય દૂર થાય એ માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ હજુ પણ તેઓ સંપૂર્ણ રીતે સફળ થયા નહોતા. માત્ર આંશિક જ પરિવર્તન થયું હતું. અને પરિવર્તન માત્ર એટલું જ થયું હતું કે, એણે હવે રડવાનું બંધ કર્યું હતું. પણ એની બહેન નિત્યા નો પીછો છોડ્યો નહોતો.શાળા શરૂ થઈ એને લગભગ બે વર્ષ જેવો સમય વીતી ગયો. શ્રદ્ધા હવે બીજા ધોરણમાં આવી ગઈ અને નિત્યા ચોથા ધોરણમાં પણ ...Read More
શ્રદ્ધા ની સફર - ૪
પ્રકરણ-૪ મિત્રો ની સફરશ્રદ્ધા ની શાળા છૂટ્યા ને એક કલાક જેટલો સમય થયો છતાં શ્રદ્ધા શાળાએથી આવી નહોતી એટલે બધા સદસ્યો ને એની ખૂબ ચિંતા થવા લાગી. વિશેષ તો શ્રદ્ધા ના દાદીને એની ખૂબ ચિંતા થતી. એમણે ચિંતાતુર સ્વરે પોતાના દીકરાને કહ્યું, "જા, બેટા, તું શ્રદ્ધા ની સ્કૂલમાં જઈ અને તપાસ કર એ હજુ કેમ નહીં આવી હોય? મને એની બહુ ચિંતા થાય છે."પોતાની સાસુની આવી વાત સાંભળીને તરત જ કુસુમબહેન બોલ્યા, "બા, એટલે જ અમે બંને તમને એને એકલી સાયકલ પર મોકલવાની ના પાડતા હતા પણ તમે જીદ કરી એટલે અમે એને જવા દીધી. એને કંઈક થઈ ગયું ...Read More
શ્રદ્ધા ની સફર - ૫
શ્રદ્ધા ની સફર - ૫ કોલેજ ની સફરવૃષ્ટિ સાથે મિત્રતા થયા પછી શ્રદ્ધા ના માતા પિતા તેમજ શ્રદ્ધા ના દાદી ની શ્રદ્ધા માટે ની ચિંતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. ચિંતા માં ભાગ પડાવવા વૃષ્ટિ જો આવી ગઈ હતી.કુશલ નું બી.એસ.સી. પૂરું થયા ને લગભગ ત્રણેક વર્ષ જેવો સમય થઈ ગયો હતો. પરંતુ એ હજુ આગળ એમ.બી.એ. નો અભ્યાસ કરવા ઈચ્છતો હતો. એટલે એના માટેની પરીક્ષા ની તૈયારી કરી રહ્યો હતો. અને સાથે સાથે એક કોમ્પ્યુટર ક્લાસ માં એ શિક્ષક તરીકે ની પાર્ટ ટાઈમ જોબ પણ કરી રહ્યો હતો. અને એના લગ્ન માટે સારા ઘરની છોકરીઓની શોધ પણ ...Read More
શ્રદ્ધા ની સફર - ૬
શ્રદ્ધા ની સફર-૬ નૃત્યની સફરબધાં ની નજર હવે શ્રદ્ધા પર મંડાઈ. શ્રદ્ધા એ નૃત્ય કરવાનું શરૂ કર્યું. શ્રદ્ધા એ કરવાનું જેવું શરૂ કર્યું લગભગ બધાં જોતા જ રહી ગયા. કોઈને કલ્પના પણ નહોતી કે, હંમેશા ગભરાયરેલી, ભીરુ રહેતી શ્રદ્ધા ની અંદર ઊંડે એક આટલી સારી નૃત્યાંગના પણ છુપાયેલી હશે. વૃષ્ટિ માટે તો આ અતિ આનંદ આશ્ચર્ય હતું. ક્લાસના કોઈને કે શ્રદ્ધા ની કોલેજના કોઈ શિક્ષકો ને પણ કલ્પના નહોતી કે, શ્રદ્ધા એક સારી નૃત્યાંગના છે.હવે કહેવાની જરૂર નથી કે, શ્રદ્ધા નું જ યુથ ફેસ્ટિવલ માં સિલેક્શન થયું હતું. વૃષ્ટિ અને શ્રદ્ધા સિવાય બીજી બે છોકરી ઓ રશ્મિ અને નેહા ...Read More
શ્રદ્ધા ની સફર - ૭
શ્રદ્ધા ની સફર-૭ વિયોગ ની સફરકુશલ ને આજે બરોડા જવાનું હતું. કુસુમબહેન એ કુશલ માટે બધા મનપસંદ નાસ્તાઓ અને ઓ બનાવી રાખ્યા હતા. ભોજન પણ આજે કુશલને ભાવતું જ બનાવ્યું હતું. બપોરે જમીને એ આજે રાજકોટ થી બરોડા માટે રવાના થવાનો હતો અને એ માટે કૃષ્ણકુમાર એ પોતાના મિત્ર ની મદદથી ટેક્સીની વ્યવસ્થા કરી આપી હતી. મા ને હંમેશા એ ચિંતા રહેતી જ હોય છે કે દીકરાને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું થશે તો એને સારું જમવાનું મળશે કે નહીં? સારું હશે તો પણ ઘર જેવું તો નહીં જ હોય અને એમાંય વિશેષ કરીને મા ના હાથનું તો નહીં જ મળે એવું ...Read More
શ્રદ્ધા ની સફર - ૮
શ્રદ્ધાની સફર - ૮ એક ઓર વિયોગની સફરશ્રદ્ધાના જીવનમાં એનો ભાઈ સાથે નો વિયોગ થયા પછી હવે બહેનના વિયોગ ઘડી પણ નજીક આવી ગઈ હતી. ભાઈ બેંગ્લોર ગયા પછી હજુ બહેન એના જીવનમાં હતી એનું એને સાંત્વન હતું પરંતુ હવે લગ્ન પછી બહેન પણ એના સાસરે જતી રહેવાની હતી.નિત્યાના લગ્ન રંગેચંગે લેવાઈ રહ્યા હતા. લગ્નના આગળના દિવસે દાંડીયા રસમાં શ્રદ્ધા નો આખો પરિવાર ખૂબ નાચ્યો હતો. શ્રદ્ધા પણ એમાં બાકાત નહોતી. નાનાથી લઈને મોટા સુધીના પરિવારના દરેક સદસ્યો એ ખૂબ આનંદ કર્યો હતો.આજે લગ્નનો દિવસ હતો. દૂરથી જાન આવી રહી હતી. નાચતી નાચતી જાન લગ્નમંડપ ના આંગણે પહોંચી. શ્રદ્ધા ...Read More
શ્રદ્ધા ની સફર - ૯ - છેલ્લો ભાગ
શ્રદ્ધાની સફર-૯ જીવનની સફરનિત્યા ના લગ્ન હવે સંપન્ન થઈ ગયા હતા. એ એના સાસરે વિદાય થઈ ગઈ હતી. બે પછી કુશલ પણ પાછો બેંગલોર જવાનો હતો. નિત્યાના લગ્ન પછી બધાં ને ખૂબ થાક લાગ્યો હતો. દીકરી ના લગ્ન નો પ્રસંગ પત્યા પછી નો થાક પણ ખૂબ હોય છે, કારણ કે દીકરી ના લગ્નમાં કામ પણ ખૂબ વધુ હોય છે. કૃષ્ણકુમાર અને કુસુમબહેન હવે એક દીકરી ની જવાબદારીમાંથી મુક્ત થયા હતા. સરસ્વતી બહેન પણ નિત્યા નો અભાવ અનુભવતાં હતાં. નિત્યા વિનાનું ઘર આજે જાણે સાવ સૂનું લાગી રહ્યું હતું. હંમેશા બાળપણની હસતી રમતી નિત્યા પળભરમાં તો એક યુવતી બની ગઈ હતી. ...Read More