સોહી નો નિર્ણય

(63)
  • 19.4k
  • 15
  • 7.7k

સોહી.. *ભાગ : ૧* સોહી નાની હતી ત્યારથી જ માતા પિતા સાથે નાના અમથા ગામડાંમાંથી સીધી અમેરિકાના વિશાળ શહેર બોસ્ટનમાં રહેવા જતી રહી હતી.તેના પિતા વૈજ્ઞાનિક હતા. તેઓને ભારત કરતાં ત્યાં બહુ ઉંચો પગારને ઉંચી પદવી મળી હતી.તેની માતા પણ સારા શિક્ષિકા હતા.તેઓએ ત્યાં જઈ પ્રક્ષિશણ મેળવી શાળામાં નોકરીમેળવી લીધી હતી. પાંચ વર્ષની સોહીને એટલીજ ખબર હતી કે તે ગામડે બા-દાદાને મૂકીને આવી ગઈ હતી.એ પછી તેના નાની ગુજરી ગયા ત્યારે મોમ જ એકલી ભારત ગઈ હતી. તેની ઉંમર ત્યારે ફક્ત દસ વર્ષની હતી.અંગ્રેજો ને અમેરિકનો વચ્ચે તેનું ભણતર પણ આગળ વધતું હતું.તે

Full Novel

1

સોહી નો નિર્ણય - 1

સોહી.. *ભાગ : ૧* સોહી નાની હતી ત્યારથી જ માતા પિતા સાથે નાના ગામડાંમાંથી સીધી અમેરિકાના વિશાળ શહેર બોસ્ટનમાં રહેવા જતી રહી હતી.તેના પિતા વૈજ્ઞાનિક હતા. તેઓને ભારત કરતાં ત્યાં બહુ ઉંચો પગારને ઉંચી પદવી મળી હતી.તેની માતા પણ સારા શિક્ષિકા હતા.તેઓએ ત્યાં જઈ પ્રક્ષિશણ મેળવી શાળામાં નોકરીમેળવી લીધી હતી. પાંચ વર્ષની સોહીને એટલીજ ખબર હતી કે તે ગામડે બા-દાદાને મૂકીને આવી ગઈ હતી.એ પછી તેના નાની ગુજરી ગયા ત્યારે મોમ જ એકલી ભારત ગઈ હતી. તેની ઉંમર ત્યારે ફક્ત દસ વર્ષની હતી.અંગ્રેજો ને અમેરિકનો વચ્ચે તેનું ભણતર પણ આગળ વધતું હતું.તે ...Read More

2

સોહીનો નિર્ણય - 2

સોહી *ભાગ : ૨* દાદા-દાદી, ગાડીનો આગ્રહ પણ દાદાએ ન કર્યો,જાણતા હતા દીકરો કેવો હઠાગ્રહી હતો.દાદા પણ ભણેલા હતા,સંસ્કૃત સાથે એમ.એ કરી તેમના જ ગામ સોજીત્રાની શાળામાં આચાર્ય હતા ને નિવૃત્તિ સુધી રહ્યા. દાદી પણ ઘણાં જ માયાળું તેથી આખું ગામ બા કહે..ગામડાં હવે તો મનભાવન નથી રહ્યાં પણ એજ પાદરે સરસ મજાનો વડલો,વડલાની ચોતરફ ગોળ બેઠક નાના મોટાનો વાતો ને હસી મજાકનો સાક્ષી.રમેશભાઈ પણ એની નીચે ઝૂલ્યા હતા ને ગિલ્લીદંડાની રમત રમ્યા હતા.તળાવ પણ સ્વચ્છ,સવારના નિકળતા જ સૂર્યની કિરણો તેની પર પડતીને તળાવમાં જે કેશરી રંગ છાંય જાતો તે દ્રશ્યની યાદથી રમેશભાઈની આંખો જાણે ...Read More

3

સોહી નો નિર્ણય - 3

સોહી ભાગ નં :૩ સુંદર મેળાપ સોહી તો દાદાને ચાર્મીંગ દાદીને જોતી જ રહી ! પાપા ને મોમ વાંકા વળીને બન્નેને પગે લાગ્યા તો તેનું અનુકરણ કરી સોહી પણ બન્નેને પગે પડી. દાદીને તો થયું કે ગળે વળગાડી દઉં પણ દાદાની સલાહ માની હાથ ઉંચા કરી ફક્ત આશીષ આપ્યા ,”સદા સુખી રહે” સામાન લઈ રજ્જો ને માહી અંદર ગયા. ઘર જોઈને રમેશભાઈને તેમની પત્ની રોહિણી બોલી ઉઠ્યા ,”તમે ભાડે લીધું કે ઘર? હવે તો સરસ મકાનો બને છેને અહીંયા.” દાદા ફક્ત એટલું જ બોલ્યા,”ચાલો તમે થાક્યા હશો, ચા-પાણી કરી ...Read More

4

સોહીનો નિર્ણય - 4

સોહી ભાગ : ૪ સોહીનું સંબંધો તરફનું વલણ.. સાંજ પડતા પડતા સોહી ગઈ.તેણીએ જોયું દાદા તો નવી લાકડી લઈ ને બહાર નીકળ્યા.ક્યાંક જઈ રહ્યા છે,એવું તેને લાગ્યું. તેણીએ દાદાજીને પૂછ્યું,” કા ચાલ્યો દાદા..” દાદાની છાતી તો ગજગજ ફૂલી ગઈ.પૌત્રી તો ગુજરાતીમાં બોલી. દાદાને થયું ગળે લગાડી એટલું વહાલ કરી લઉં કે તે આખી આટલી જિંદગીમાં નહિ પામી હોય. દાદા મરક મરક હસ્યા ને બોલ્યા ,” નાકા સુધી ચાલ્યો.” માહી પાછળથી અંદર આવી ને ખડખડાટ હસી પડી.તેણીને હસતી જોઈ સોહી થોડી છોભીલી પડી ગઈ.કંઈક ખોટું થયું છે?એની આંખોમાં આ પ્રશ્ન હતો.માહીને હસતી જોઈને બહાર આવેલી રોહિણી થોડી ...Read More

5

સોહીનો નિર્ણય - 5 - છેલ્લો ભાગ

સોહી ભાગ :૫ સોહી નો નિર્ણય સોહી પાણી આપી અંદર વિમલ સાથેની ઔપચારીકપૂર્ણ વાત પૂર્ણ થઈ એટલે રમેશભાઈએ રોહિણી,દાદી એટલે તેમના બાને બહાર બોલાવ્યા. બા આવ્યા એટલે દાદાએ બાને ચાવી આપીને કબાટમાંથી ફાઈલ લઈ આવવા કહ્યું. બા ગયા એટલે રમેશભાઈએ પૂછ્યું,”શાની ફાઈલ?” દાદાએ પૂછ્યું ,” વિમલ શેના માટે આવ્યો છે?” જવાબમાં રમેશભાઈ બોલે તે પહેલા જ રોહિણીએ કહ્યું,” પિતાજી,રમેશ વિલ બનાવવા માંગે છે. તમારૂ તમારી મિલકતનું અને ઘરનું.” દાદાજી બોલ્યા,” તો હવે વહુ બેટા સાંભળો,તમે બન્ને જણે મને પૂછ્યું હોત હું તમને જરૂર કહેત કે મે વીલ (વસિયત )તૈયાર કરી દીધું છે,તેમાં કોઈ જ ફેરફાર ...Read More

6

અમૃત

અમૃત ૧ નાની ઉંમરથી જ અમૃત હોંશીલો હતો.નિરાશા એને ગમતી જ નહિ.તેથી કંઈને નુખશા કરી તેની બા ને પણ તે હસાવતો.બા જે દિવસથી બાપાને છોડી ને ચાલી નિકળી હતી ત્યારથી તે બાની આંગળી પકડીને જોડે ને જોડે જ રહેવા લાગ્યો,જાણે મૂક રહી કહેતો કે બા તમે ચિંતા ન કરો હું મોટો થઈ તમને જરૂર અસહાય નહિ રહેવા દઉં.સમયને વિતતા વાર ક્યા લાગે છે.હારિજ છોડી મહેસાણામાં તે ને તેની બા રહેવા લાગ્યા ત્યારથી તે જોતો આવ્યો હતો કે બા હવે ખુશ લાગતી,ક્યારેય તેની આંખ સૂજેલી નહોતી લાગતી.સ્વચ્છ કપડાં પોતે પણ પહેરતી ને તેને પણ સુઘડ રાખતી.તેથી જ ...Read More