રહસ્યમય ટાપુ ઉપર વસવાટ..

(2.1k)
  • 137.8k
  • 85
  • 49.6k

બ્રિટનના લીવરપુલ બંદરેથી ઉપડેલું 'કોર્નિયા' જહાજ આજે એટલાન્ટિક સમુદ્ર વટાવી પ્રશાંત મહાસાગરમાં પ્રવેશી ચૂક્યું હતું.મધ્યમ ગતિએ જહાજ દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું હતું. ખુશનુમા સવાર હતી..દરિયો શાંત હતો. પવન ની મંદ-મંદ લહેરો જહાજના તુતક ઉપર અવર-જવર કરી રહેલા માણસોના મનને પ્રફુલ્લિત કરી રહી હતી. લિવરપુલ બંદરેથી ઉપડેલું કોર્નિયા જહાજ લાઓસ ટાપુ તરફ જઈ રહ્યું હતું. જહાજના કેપ્ટ્ન હેરી શાંત બનેલા અફાટ મહાસાગર ઉપર દૂરબીન વડે ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી રહ્યા હતા.. "ગુડ મોર્નિંગ કેપ્ટન....શું જોઈ રહ્યા છો દરિયામાં... ' પરિચિત અવાજ કાને પડતા કેપ્ટ્ન હેરીએ આંખ પરથી દૂરબીન હટાવ્યું અને પાછળ નજર ઘુમાવી.. " ઓહહ !! પ્રોફેસર સાબ... ગુડ મોર્નિંગ..'

Full Novel

1

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 1

બ્રિટનના લીવરપુલ બંદરેથી ઉપડેલું 'કોર્નિયા' જહાજ આજે એટલાન્ટિક સમુદ્ર વટાવી પ્રશાંત મહાસાગરમાં પ્રવેશી ચૂક્યું હતું.મધ્યમ ગતિએ જહાજ દક્ષિણ દિશા આગળ વધી રહ્યું હતું. ખુશનુમા સવાર હતી..દરિયો શાંત હતો. પવન ની મંદ-મંદ લહેરો જહાજના તુતક ઉપર અવર-જવર કરી રહેલા માણસોના મનને પ્રફુલ્લિત કરી રહી હતી. લિવરપુલ બંદરેથી ઉપડેલું કોર્નિયા જહાજ લાઓસ ટાપુ તરફ જઈ રહ્યું હતું. જહાજના કેપ્ટ્ન હેરી શાંત બનેલા અફાટ મહાસાગર ઉપર દૂરબીન વડે ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી રહ્યા હતા.. "ગુડ મોર્નિંગ કેપ્ટન....શું જોઈ રહ્યા છો દરિયામાં... ' પરિચિત અવાજ કાને પડતા કેપ્ટ્ન હેરીએ આંખ પરથી દૂરબીન હટાવ્યું અને પાછળ નજર ઘુમાવી.. " ઓહહ !! પ્રોફેસર સાબ... ગુડ મોર્નિંગ..' ...Read More

2

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 2

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. ઉત્તર-પશ્ચિમ દિશામાં ઘસડાઈ રહેલું જહાજ અચાનક ધડાકા સાથે કોઈક વસ્તુ સાથે અથડાયું. નાવિકોની મરણ ચીસોના કારણે વાતવરણ ગુંજી ઉઠ્યું. અને બેરહેમી દરિયાએ બધી જ મરણ ચીસોને પોતાના ઘુઘવાટમાં સમાવી લીધી. કેપ્ટ્ન અને પ્રોફેસર જહાજની બહાર ફેંકાયા.. પરિસ્થિતિઓને જોઈને તાગ મેળવનારો કેપ્ટ્ન હેરી બહાર પછડાતા જ તેના અનુભવી માઈન્ડે ધારી લીધું કે તે જ્યાં ફેંકાયો છે એ જમીન જ છે...પોતાનું જીવન બચી જવાની ખુશી અને પોતાના સાથીદારો બચ્યા હશે કે નહીં એ વિચારો સાથે ત્યાં જ બેભાન થઇ ગયો.. પ્રોફેસર પણ કેપ્ટ્નની સાથે બહાર ફેંકાયા... એમની આંખોમાં પહેરેલા ચશ્માં પણ એમની સાથે જ બહાર ફંગોળાઈ ગયા..એટલા ...Read More

3

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 3

પીટર ફસાયો આદિવાસીઓના સંકજામાં...|||||||||||||||||||||||||||||||||||||||||| |||||||||||||||||||||||||_______________________________________ જ્યોર્જની આંખો ખુલી. તે આળસ મરડીને બેઠો થયો. લગભગ સાંજના સાત વાગી ચુક્યા હતા. તેઓ જે ટાપુ ઉપર હતા ત્યાં ધીમે-ધીમે અંધારું છવાઈ રહ્યું હતું. જ્યોર્જે બાજુમાં સુતેલા પીટર ઉપર નજર કરી. પીટર હજુ પણ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. આખી રાત દરિયાના તોફાનોમાં ઝઝૂમ્યા બાદ બંને અત્યંત થાકી ગયા હતાં.પછી આ ટાપુ ઉપર તરીને આવ્યા બાદ બંને આખો દિવસ સુતા રહ્યા. જ્યોર્જ હજુ બેઠો જ થયો કે સામેના ઝાડી-ઝાંખરામાં સળવળાટ થયો. જ્યોર્જ શારીરિક રીતે થાકેલો હતો પરંતુ મનથી એકદમ સાબદો હતો. અને જેવું એણે એ તરફ જોયું તો ત્રણ-ચાર આકૃતિઓને બહાર નીકળી આવી. અંધારું જામી ...Read More

4

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 4

જ્યોર્જ અને આદિવાસીઓનું નગર..__________________________________[આગળના ભાગમાં આપણે જોયું કે પીટરને આદિવાસીઓ પકડી લે છે.જ્યોર્જ છુપાયેલો હોય છે જેના કારણે બચી છે.. અને પીટર પોતાને બચાવવા માટે ઘણી બૂમો પાડે છે. છતાં તે પીટરને બચાવવા જતો નથી. કારણ કે જો તે પીટરને બચાવવા માટે જાય તો તે પણ પકડાઈ જાય. એટલે જ્યોર્જ પીટર બચાવવા માટે કંઈક યુક્તિ વિચારે છે.] પીટર પકડાઈ જાય છે. આદિવાસીઓ તેને ઢસડતા લઈ જાય છે. અસહાય પીટર મદદ માટે ઘણી બૂમો પાડે છે પણ જ્યોર્જ તેને બચાવવા માટે આવતો નથી. સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળી રહ્યો હતો. આકાશ આછા વાદળાઓથી ઘેરાયેલું હતું. આગળ પીટરને પેલા આદિવાસીઓ લઈ ...Read More

5

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 5

આદિવાસી રાજકુમારી ક્રેટી..આદિવાસીઓના રાજા માર્જીયશ..આદિવાસીઓના રાજ્યયોગી વિલ્સન..રાજ્યયોગી વિલ્સનની પુત્રી એન્જેલા..--------------------------------------------------------------- જ્યોર્જ છુપાઈને આદિવાસી સ્ત્રીઓની વાતો સાંભળતો હોય છે. ત્યારે પાછળથી બે-ત્રણ આદિવાસીઓ આવીને તેને પકડી લે છે. જ્યોર્જ ચપળ હતો તે સરળતાથી એ આદિવાસીઓને થાપ આપીને ભાગી છૂટે એમ હતો. પરંતુ તેણે પેલી બે સ્ત્રીઓની વાતો સાંભળ્યા બાદ આદિવાસીઓ ના દેવતા ક્લિન્ટન અને એમનું રાજ્યશાસ્ત્ર જાણવાની બહુજ ઉત્સુકતા હતી. એટ ...Read More

6

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 6

ક્રેટી તેમજ જ્યોર્જની પ્રેમકહાની..એન્જેલા તેમજ પીટર વચ્ચે પણ પ્રેમ થયો.. સાથીદારોનું મિલન...-------------------------------------------- જ્યોર્જે રાજ્યશાસ્ત્રની બીજી પ્લેટ ખોલી. અને એ પ્લેટ ઉપરનું લખાણ વાંચતા જ જ્યોર્જ આનંદિત થઈ ગયો. રાજ્યયોગી બાજુમાં જ ઉભા હતાં. તેમણે જ્યોર્જના મુખ પર આનંદના ભાવ અંકિત થયેલા જોઈને જ્યોર્જને પૂછ્યું."મહાશય પ્લેટ ઉપર શું લખેલુ છે કોઈ શુભ સંદેશ છે ??જ્યોર્જે રાજ્યયોગી તરફ ફર્યો અને બોલ્યો "તમે જ જોઈ લો એ સંદેશ અને વાંચીને મહારાજ માર્જીયશને સંભળાવો..'રાજ્યયોગી આગળ આવ્યા. અને પ્લેટ પર અંકિત થયેલો સંદેશો વાંચ્યો. વાંચતા-વાંચતા તેમના કપાળ ઉપર કરચલીઓ પડવા લાગી. સંદેશો વાંચ્યા પછી તેઓ પાછળની બાજુ ફર્યા."શું સંદેશ છે દેવ..' રાજકુમારીએ રાજ્યયોગીને થોડાક ચિંતામાં જોઈને ...Read More

7

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 7

નગર નિર્માણની યોજના.._______________________"આ છે અલ્સ પહાડ.. મેદાનને બે ભાગમાં પરિવર્તિત કરીને વચ્ચે વહી રહી છે એ છે ઝોમ્બો નદી..' એમના સાથીદારોને માહિતી આપતા કહ્યું. આગળના દિવસે જ્યોર્જ અને પીટરને મળ્યા બાદ બીજા દિવસની વહેલી કેપ્ટ્ન હેરી , પ્રોફેસર અલ્બુકર્ક , જોન્સન , ફિડલ અને રોકી અલ્સ પહાડની તળેટી પાસે આવી ગયા.અલ્સ પહાડની ઉપર તરફ વચ્ચેથી નીકળતો પાણીનો ધોધ નીચે આવેલી શીલા સાથે અથડાઈને ઝોમ્બો નદીમાં ભળી જતો હતો. અલ્સ પહાડ અને તેની આસપાસ આવેલી ટેકરીઓ સવારનો પહોર હોવાથી ધુમ્મસથી ઘેરાયેલી હતી.અલ્સ પહાડને ઘેરીને નીકળેલી ઝોમ્બો નદી અલ્સ પહાડના આગળના ભાગે આવેલા મેદાનને બે ભાગમાં વહેંચીને જંગલમાં પ્રવેશતી હતી. કેપ્ટ્ન ...Read More

8

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 8

કેપ્ટ્ન અને સાથીદારોનો સફેદ રીંછ સાથે સાથે જંગ.._________________________________________"અરે કેપ્ટ્ન ઉઠો જલ્દી.." અડધી રાતે રોકીએ કેપ્ટ્નને ઢંઢોળ્યા."શું થયું રોકી..' કેપ્ટ્ન જાગીને બોલ્યા."આપણા સાથીદારો અહીંયા નથી અડધી રાતે ક્યાં ગયા હશે ?? રોકીએ ચિંતાતુર અવાજે કહ્યું. કેપ્ટ્ને જોયું તો સાચેજ પ્રોફેસર , ફિડલ અને જોન્સન ગાયબ હતા. એમને થયું કે આ ત્રણેય આમ કહ્યા વગર ક્યાં ચાલ્યા ગયા હશે. તેઓ જે વૃક્ષ નીચે સૂતા હતા એની આજુ બાજુની જમીન પર પણ એમના ગયાના કોઈ નિશાન નહોતા.થોડેક દૂર એમણે અગ્નિ સળગાવ્યો હતો સૂતી વખતે એ હજુ પણ સળગી રહ્યો હતો એના અજવાળમાં રોકીને મોટા પગલાંના નિશાન દેખાયા."કેપ્ટ્ન.. અહીંયા જુઓ.. કોઈક મોટા પગની ...Read More

9

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 9

ક્લિન્ટન ફર્નાન્ડેની અજીબ તસ્વીર.. ઝરખ પ્રાણીઓની ગાડી..ઝોમ્બો નદી ઉપર પુલનું નિર્માણ.._________________________________"કોણ છે..? અડધી રાતે રાજ્યાશનના શયનકક્ષમાં સૂતેલા જ્યોર્જને ઢંઢોળ્યો એટલે જ્યોર્જ આંખ મસળતા બોલી ઉઠ્યો. જ્યોર્જે આંખો ખોલી તો એની પથારી પાસે જ ક્રેટી ઉભી હતી"અરે.. હું છું.. થોડોક ધીમે બોલ નહિતર પીટર જાગી જશે..' ક્રેટીએ મોંઢા ઉપર આંગળી મૂકી મલકતા ચહેરે કહ્યું."મારી સાથે ચાલ.' આટલું બોલીને ક્રેટીએ જ્યોર્જને એની પાછળ આવવાનો ઇસારો કર્યો. જ્યોર્જે મનોમન વિચાર્યું અડધી રાતે આને શું કામ હશે. આખો દિવસનો થાકી ગયો છું અને રાતે પણ ચેનથી સુવા દેતી નથી. મોટુ બગાસું ખાઈ. અડધે સુધી શરીર પર ઓઢેલી ચાદરને ખસેડી તે ઉભો થયો અને ...Read More

10

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 10

મોટા પગલાંઓનું રહસ્ય ખુલ્યું..____________________________ સવારના પાંચ વાગ્યાં હશે.. સમગ્ર ટાપુ ઉપર ઝાંખું-ઝાંખું છવાયેલું હતું. કેપ્ટ્ન હેરી ઝાડ ઉપર બાંધેલા માંચડા ઉપર જાગીને બેઠા-બેઠા ચારેય બાજુ દૂર સુધી નજર ઘુમાવી રહ્યા હતા. ત્યાં તો એમની નજર મેદાનના અલ્સ પહાડના તરફના છેડે ચોંટી ગઈ. એક વિશાળ કાળો ઓળો અલ્સ પહાડની ટેકરી તરફ જઈ રહ્યો હતો. કેપ્ટ્ને તરત જ બધા સાથીદારોને જગાડ્યા અને બધાને અલ્સ પહાડની ટેકરી તરફ ખસી રહેલો વિશાળ ઓળો બતાવ્યો."પ્રોફેસર... ચાલો જલ્દી એનો પીછો કરીએ..' કેપ્ટ્ન હેરીએ પ્રોફેસર સામે જોતાં કહ્યું."પણ એ આટલું બધું વિશાળ શું હશે..? રોકીએ વચ્ચે પ્રશ્ન કર્યો. રોકી હજુ પણ અલ્સ પહાડની ટેકરી તરફ ...Read More

11

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 11

કેપ્ટ્ન અને એમના સાથીદારો નવા ટાપુવાસીઓના કબજામાં.. સમયસર પહોંચીને જ્યોર્જે પોતાની પ્રેમિકાને સેનાપતિથી બચાવી... ________________________________________ "ઓહહ.. માં..' સૌથી છેલ્લે રહેલી એન્જેલાની વેદનાભરી ચીસ સાંભળીને આગળ ચાલી રહેલા જ્યોર્જ , પીટર અને ક્રેટી એકદમ થંભી ગયા. વહેલી સવારે આદિવાસીઓના નગરથી નીકળેલા જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલા અલ્સ પહાડના આગળ આવેલા મેદાનમાં નવા નગરનું નિર્માણ થતું હતું એ તરફ જઈ રહ્યા હતા. વચ્ચે થોડોક રસ્તો ખડકાળ જેવો હતો. જ્યાં નાના મોટા પથરાઓ આમથી તેમ વેરાયેલા પડ્યા હતા. જ્યોર્જ , પીટર અને ક્રેટી આગળ ચાલી રહ્યા હતા એન્જેલા એમનાથી થોડીક પાછળ પોતાની ધૂનમાં મસ્ત બનીને આજુબાજુના પ્રાકૃતિક વાતાવરણે ...Read More

12

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 12

ટાપુ ઉપર થઈ બરફવર્ષા.. જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા ફસાયા અંધારી ગુફામાં.. ___________________________________________ ઉપર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હતું. જુલાઈ માસ સમાપ્ત થઈ ગયો હતો. કેપ્ટ્ન અને અન્ય સાથીદારો નવા ટાપુવાસીઓના કબજામાં હતા. નવા ટાપુવાસીઓ કેપ્ટ્ન અને બીજા લોકોને બંદી બનાવીને લઈ ગયા એ વાતને આજે બે દિવસ થઈ ગયા હતા. એન્જેલાના પગના તળિયે જે પથ્થર વાગ્યો હતો એનો ઘા હવે ધીમે-ધીમે રૂઝાઈ રહ્યો હતો. બે દિવસથી જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલાએ કેપ્ટ્ન અને અન્ય લોકોને પેલા અજીબ ટાપુવાસીઓના કેદમાંથી કેવીરીતે છોડાવવા એની યુક્તિ વિચારવામાં જ કાઢી નાખ્યા. પણ કોઈ સારી યુક્તિ મળી નહીં. ...Read More

13

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 13

અનેક અડચણો બાદ અંધારી ગુફામાંથી જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા નીકળ્યા બહાર.. _______________________________________ ગુફાના મુખદ્વાર મોટા પ્રમાણમાં બરફ જમવાથી ગુફાનું મુખ બંધ થઈ ગયું હતું. જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા આ અંધારી અને અજાણી ગુફામાં ફસાઈ ગયા હતા. એન્જેલા અને ક્રેટીના ચહેરા તો સાવ ઉતરી ગયા હતા. પીટર ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો. જ્યોર્જ નાનકડા પથ્થરોને એક હાથમાંથી બીજા હાથમાં રમાડી રહ્યો હતો. "પીટર હવે કેવીરીતે બહાર નીકળીશું આ ગુફામાંથી ?? એન્જેલા રડમસ અવાજે બોલી. એન્જેલાનો અવાજ સાંભળીને પીટરના વિચારોની તંદ્રા તૂટી એણે વહાલથી પોતાના બન્ને હાથ એન્જેલાના ગાલ ઉપર ફેરવ્યા. પછી સરખી ...Read More

14

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 14

સાથીદારોની શોધમાં.. ગાઢ જંગલમાં.. દીપડા સાથે યુદ્ધ કરીને ગોરીલાએ જ્યોર્જને બચાવ્યો.. અડધી રાતે નવી મુસીબત.. ___________________________________________ એક દિવસ બરફનું તોફાન આવ્યા પછી સમગ્ર ટાપુ પરનું વાતાવરણ સામાન્ય થઈ ગયું હતું. ટાપુ ઉપર છવાયેલો બરફ પણ હવે પીગળી ગયો હતો. બહારનું વાતાવરણ ખુશનુમા હતું. પક્ષીઓનો કલરવ ચારેય બાજુ આવેલી ઝાડીમાં ગુંજી રહ્યો હતો. વહેલી સવારે બધા ગુફામાંથી ઉઠીને બહાર આવ્યા. સૂર્યોદય થતાં પહેલા સૌએ બહારની બાજુ પડી રહેલા પાણીના નાનકડા ધોધ નીચે નાહી લીધું. સૂર્ય ઉગ્યા પહેલા પૂર્વ દિશામાંનું આકાશ આજે એકદમ લાલાસ પડતું થઈ ગયું હતું. સૂર્ય ઉગ્યો ત્યારે એવું લાગી રહ્યું હતું કે સળગતી લાલભઠ્ઠીમાંથી અગ્નિગોળો ...Read More

15

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 15

* અણધારી આફત.. * બધા ફસાયા જંગલીઓના હાથમાં.. * કેપ્ટ્ન અને સાથીદારો પણ મળ્યા.. ___________________________________________ અડધી રાતે ટાપુ ઉપરના નિર્જન જંગલમાં સાથીદારોની શોધમાં નીકળેલા ચારેય સાહસિકો ઉપર અણધારી આફત આવી પડી. બધાના હાથપગ કોઈકે બાંધી દીધા હતા. અંધારું ગાઢ જામેલું હતું. ક્રેટી જ્યોર્જને મદદ માટે બૂમો પાડી રહી હતી પણ જ્યોર્જ તરફથી કોઈપણ જાતનો પ્રત્યુત્તર મળી રહ્યો નહોતો. થોડીવાર થઈ ત્યાં તો ઘણા બધા જંગલી માણસો ક્રેટીની આજુબાજુ વીંટળાઈ વળ્યાં. ક્રેટી ગાઢ અંધારામાં આવા બિહામણા મોંઢા જોઈને ડરની મારી ધ્રુજી ઉઠી. બે જણાએ ક્રેટીને બન્ને બાવડેથી પકડીને ઉભી કરી અને પછી આગળ લઈ જવા લાગ્યા. ક્રેટી ધમપછાડા ...Read More

16

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 16

ગોરીલા બન્યા રક્ષક.. ફિડલને વાગ્યું જંગલીનું તીર.. _____________________________________ તીર કામઠાવાળા જંગલીઓના મુખિયાનો ખુબ ખરાબ હતો. એણે ક્રેટી અને એન્જેલાનું સુંદર રૂપ જોયું એટલે એની દાનત બગડી. એ બધાને મારી નાખીને એન્જેલા તેમજ ક્રેટીને પોતાની પત્ની બનાવવા માંગતો હતો.કેપ્ટ્નને તો પહેલા થી જ એનો અંદાજો આવી ગયો હતો પણ તેઓ ચૂપ રહ્યા હતા. કારણ કે એમની એક ઉતાવળ એમના બધા સાથીઓ ના મૃત્યુ માટે કાફી હતી. બધાને એક હારમાં ગોઠવવામાં આવ્યા. ક્રેટીને એન્જેલાની પાસે ઉભી રાખવામાં આવી. પછી પેલો મુખીયો ક્રેટી તરફ આગળ વધ્યો. ક્રેટી તો બિચારી એનો વિચિત્ર દેખાય જોઈને ડરી રહી હતી. પેલો મુખીયો ક્રેટી પાસે ...Read More

17

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 17

અંધારી ગુફામાં રસ્તો ભટક્યા.. ________________________________ થોડા દિવસ અગાઉ થયેલી બરફવર્ષાને કારણે ટાપુ ઉપર હરિયાળી ખુબ સુંદર રીતે ખીલી ઉઠી હતી. વૃક્ષોમાં નવી ચેતના ઉમેરાઈ હતી. ઠેર-ઠેર ઘાસ ઉગી નીકળ્યું હતું. બરફ વર્ષા સાથે તોફાન પણ ભારે હતું એટલે ઘણી જગ્યાએ મોટા વૃક્ષો ધારાશાહી થઈને નીચે પડી ગયા હતા. ભારે વરસાદના કારણે હજુ પણ ઘણી જગ્યાએ નાના મોટા ખાબોચિયામાં પાણી ભરાયેલું પડ્યું હતું. કેપ્ટ્ન અને એમનો આખો કાફલો પેલા અજીબ તીરકામઠાંવાળા જંગલી લોકોની ચુંગાલમાંથી છૂટીને અલ્સ પહાડ તરફ આગળ વધી રહ્યા હતા. સાંજ ઢળવા આવી હતી. જંગલ ગાઢ હતું એટલે હવે આગળ વધવું હિતાવહ નહોતું. કારણ કે રાત્રી ...Read More

18

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 18

ગુફામાંથી મળ્યો ચળકતો હીરો.. પીટરની યુક્તિએ કાઢ્યા બધાને ગુફા બહાર.. _______________________________________ "ઓહહ.. કંઈક ચળકતી વસ્તુ હોય એવું લાગી રહ્યું જ્યોર્જે બતાવેલી દિશામાં ધ્યાનપૂર્વક જોતાં કેપ્ટ્ન બોલ્યા. "હા.. કંઈક ચળકે તો છે..' પ્રોફેસરે એ દિશામાં આંખો જીણી કરીને જોતાં કહ્યું. "શું હશે એ..' એન્જેલા એ તરફ જોઈને પ્રશ્ન કર્યો. ગુફામાં ઝાંખું અજવાળું હતું. બધા દૂર દેખાઈ રહેલી ચળકતી વસ્તુ વિશે તર્કો-વિતર્કો કરી રહ્યા હતા. બધાના મોંઢા ઉપર એક જ પ્રશ્ન હતો કે એ ચળકતી વસ્તુ શું હશે..? ગુફામાં સતત ચાર કલાક ચાલ્યા બાદ કેપ્ટ્નનો ઈરાદો અહીંયાથી પાછા વળવાનો હતો પછી અંત સમયે જ્યોર્જે બધાને આ ચળકતી વસ્તુ બતાવી એટલે ...Read More

19

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 19

કાળા ઓળાઓ અને વિચિત્ર ચીસો.. ______________________________________ તીરકામઠાં વાળા જંગલીઓના સંકજામાંથી છૂટ્યા બાદ કેપ્ટ્ન અને એમના સાથીઓ ગુફામાં જાય છે ત્યારે પીટર બધાને એની યુક્તિ વડે સફળતા પૂર્વક બહાર નીકાળે છે. એના પછી કેપ્ટ્ન અને એમના સાથીઓ ફરીથી અધૂરા રહેલા નગર નિર્માણનું કામ આગળ વધારે છે. બરફવર્ષા પછી ટાપુ પરનું વાતાવરણ એકદમ સામાન્ય થઈ ગયું. ક્યારેક વરસાદના ઝાપટા આવી જતાં બાકી વધારે તોફાની વાવાજોડું આવે તેની શક્યતા નહિવત હતી. ગુફામાંથી બહાર નીકળ્યા પછીના બીજા જ દિવસે કેપ્ટ્ન અને એમના સાથીદારોએ નગરનિર્માણનું કામ ચાલુ કરી દીધું હતું. ફિડલના પગમાંનો ઘા હજુ રૂજાયો નહોતો એટલે એ આરામ ઉપર હતો. ...Read More

20

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 20

પુલ તૂટ્યો અડધો... કાળા ઓળા નીકળ્યા ડયુગોંગ પ્રાણી.. ____________________________________ વરસાદ બંધ થયો. વીજળીના ચમકારા પણ બંધ ગયા. એટલે પુલ તરફ જે ધડાકો થયો એ શેનો હશે એ જ્યોર્જ , પીટર , ક્રેટી કે એન્જેલાના સમજમાં ના આવ્યું. ધડાકા સાથે જ પેલા કાળા ઓળાઓની વિચિત્ર મરણ ચીસોએ ટાપુનું વાતાવરણ ગમગીન બનાવી દીધું. ચીસો એટલી ભયકંર હતી કે કેટલાય સમય સુધી એ ચીસોના પડઘાઓ છેક અલ્સ પહાડની ટેકરીઓની ખીણોમાં ગુંજતા રહ્યા. "પીટર કદાચ પુલ તૂટી ગયો લાગે છે નહિતર આટલો ભયકંર ધડાકો ના થાય..' જ્યોર્જે બારી બહાર જોતાં કહ્યું. "ઓહહ.. હજુ નગરનું નિર્માણ માંડ માંડ પતવા આવ્યું છે ત્યાં આ ...Read More

21

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 21

કેપ્ટ્ન એમના સાથીદારો સાથે રાજા માર્જીયશની મહેમાનગતિ માણવા માટે જુના નગરની મુલાકાતે.. "ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત" બધા માટે રહસ્ય.. આ દિવાસીઓના રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સન તૈયાર થયેલા નવા નગરને જોવા માટે આવ્યા છે. રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સન જયારે નવા બનેલા રાજ્યાશનમાં આવે છે ત્યારે બંનેની નજર કેપ્ટ્ન ઉપર પડે છે. કેપ્ટ્નને જોઈને બંને જોઈને બન્ને ચોંકી ઉઠે છે કારણ કે કેપ્ટ્ન નો દેખાવ આબેહૂબ એમના દેવતા ક્લિન્ટન જેવો હોય છે.આ જોઈને રાજા માર્જીયશ વિચારે ચડી જાય છે અને તેઓ એમની પુત્રી ક્રેટીને આ વ્યક્તિ વિશે પૂછે છે. "ક્રેટી આ આપણા ક્લિન્ટન દેવ જેવો દેખાતો પુરુષ કોણ ...Read More

22

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 22

કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત.. ______________________________________ રાજા માર્જીયશ થોડાંક આગળ વધ્યા. અને ઓરડીના ખૂણામાં પડેલી મજબૂત ધાતુની પેટી ખોલી. પેટી ખોલીને પેટીમાંથી એક જાડા પુસ્તકની બનાવટ જેવી વસ્તુ બહાર કાઢી. અને એ વસ્તુ પ્રોફેસરના હાથમાં આપી. પ્રોફેસરે એ વસ્તુ ઉપર બાંધેલી દોરી છોડી નાખી અને પછી એ કોઈક મજબૂત ઝાડની છાલમાંથી બનાવેલા પુસ્તકને હતું. પ્રોફેસરે એ પુસ્તક ખોલ્યું. પુસ્તકના પ્રથમ પાના ઉપર પ્રાચીન રોમન લિપિમાં સ્પેનિસ ભાષાના "કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત" શબ્દો અંકિત હતા. પ્રોફેસર કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત લઈને બધા સામે ફર્યા. "શું છે પ્રોફેસર આ..? અલગ બનાવટની પુસ્તક જેવી જ રચના ધરાવતું આ પુસ્તક ...Read More

23

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 23

[કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત] માર્ટ એના સાથીદારો સાથે સળગતા ટાપુ ઉપર.. ________________________________________ જહાજને ટાપુથી એક માઈલના અંતરે ઉભું દેવામાં આવ્યું. ખલાસીઓએ ફટાફટ જહાજનું લંગર નાખી દીધું. માર્ટ પોતાના દસ સાથીદારો સાથે તૈયાર જ ઉભો હતો. જેવું જહાજ ઉભું રહ્યું કે તરત જ માર્ટ અને એના સાથીદારોએ ત્રણ હોડીને દરિયામાં ઉતારી દીધી. હું જહાજના તૂતક ઉપર ઉભો ઉભો આ નવયુવાનોની પોતાના મિશન પ્રત્યેની ધગસ જોઈને અંદરો અંદર આનંદિત થઈ રહ્યો હતો. સૌથી પહેલા માર્ટ જહાજના તૂતક ઉપરથી હોડીમાં કૂદી પડ્યો. "કોર્નબટ , મિલ્ટન ચાલો આવી જાઓ જલ્દી..' માર્ટ હોડીમાં ઉભો રહીને બોલ્યો. "આપણા હથિયારો..!! લઈ જવા છે કે નહીં ...Read More

24

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 24

ટાપુ ઉપરના કાર્બ્યુ ભાષાવાળા વનવાસીઓ.. માર્ટ અને એના સાથીદારોનું વનવાસીઓ સાથે "આર્જેન્ટિના" જહાજ તરફ પ્રસ્થાન.. ___________________________________________ દરિયા કિનારાથીથી ટાપુની તરફ બે માઈલ જેટલાં અંતરે મોટી પર્વતમાળા આવેલી હતી. એ પર્વતમાળાના બધા જ પર્વતો જ્વાળામુખી પર્વત હતા. એકાએક સૌથી ઊંચા પર્વત શિખર ઉપર જ્વાળા મુખી ફાટ્યો. લાવારસના પ્રચંડ દબાણના કારણે પર્વતની ટોચના ફુરચે ફુરચા ઉડી ગયા. લાવારસના દબાણના કારણે પર્વત શિખરની ઉપરની ટોચના નાના મોટા પથ્થરો દૂર દૂર સુધી ફેંકાયા. માર્ટ અને એના સાથીદારો જ્યાં ઉભા હતા ત્યાં પણ પથ્થરના નાના-નાના ટુકડાઓ આવીને પડ્યા. સુલ્બરની પીઠ ઉપર તો લાવરસના છાંટાઓ આવીને પડ્યા એટલે સુલ્બર તો એકદમ ચીસ પાડી ઉઠ્યો. "ઓહ.! ...Read More

25

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 25 (સમાપ્ત)

કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત સમાપ્ત.. _______________________________________ માર્ટ અને એના સાથીદારો સળગતા ટાપુને આખરી સલામ કરીને કાર્બ્યુ ભાષાવાળા વનવાસીઓને સાથે હોડીમાં લઈને આર્જેન્ટિના જહાજ તરફ પાછા વળ્યાં. ******************** મેં જહાજના તૂતક ઉપર ઉભા-ઉભા દૂરથી માર્ટને પોતાના સાથીદારો સાથે અમારી તરફ આવતો જોયા. જયારે ત્રણેય હોડીઓ જહાજ પાસે આવી ત્યારે એની સાથે હોડીમાં જંગલી જેવા લાગતા વનવાસીઓ પણ હતા. માર્ટ આ લોકોને પોતાની સાથે કેમ લઈ આવ્યો હશે એ જોઈને મને અચરજ થયું. જેવો માર્ટ જહાજ પાસે આવ્યો કે તૂતક ઉપર રહેલા નાવિકોએ હોડીમાં સીડી લંબાવી અને માર્ટ ઉપર આવી ગયો. "માર્ટ આ જંગલી જેવા લાગતા લોકો કોણ છે..? ...Read More