અંતિમ ઈચ્છા

(74)
  • 37.4k
  • 11
  • 16.2k

"ઋષિ""હેલો, ઋષિ""હેલો, હેલો.""ભાનમાં આવી જા.""લાઈફલાઈન હૂક માંથી નીકળી ગઈ છે.""ઋષિ !!!!!!""જાગ, પ્લીઝ,વજન નહી ખમે આ દોરડુ હવે,તુ અવકાશ માં છે, ઋષિ,"ઋષિઈઈઈઈઈ.ઋષિઈઈઈઈઈ....ને એ માઈકમાં દીધેલી બૂમોના પડઘા ઋષિના કર્ણપટલની જગ્યાએ એના સ્પેસ શૂટના હેલ્મેટમાં અથડાઈ પાછા ફરી રહયો છે એવુ જાણીને ઋષિના મિત્ર અને અવકાશયાત્રી પેટ્રીકે જાતે જ સ્પેસ વોક કરી ઋષિ સુધી પંહોચવા માટે લાઈફલાઈન લગાવી અને ગુરૂત્વાકર્ષણ વગરના અવકાશ માં છલાંગ લગાવી દીધી.*******તારાઓ અને નક્ષત્રોના અભ્યાસ માટેના ખૂબ જ મહત્વના આ મિશનમાં અવકાશ યાત્રી તરીકે "ઈસરો" દ્વારા બે હોંશિયાર અને અનુભવી ભારતીય અવકાશયાત્રીઓ ઋષિ અને સોહમ સાથે રશિયન અવકાશયાત્રી પેટ્રિકને પણ મોકલવામાં આવ્યા હતા. ડ્રીલના જ એક ભાગરૂપે અમુક સમયે

Full Novel

1

અંતિમ ઈચ્છા - ભાગ ૧

"ઋષિ""હેલો, ઋષિ""હેલો, હેલો.""ભાનમાં આવી જા.""લાઈફલાઈન હૂક માંથી નીકળી ગઈ છે.""ઋષિ !!!!!!""જાગ, પ્લીઝ,વજન નહી ખમે આ દોરડુ હવે,તુ અવકાશ માં ઋષિ,"ઋષિઈઈઈઈઈ.ઋષિઈઈઈઈઈ....ને એ માઈકમાં દીધેલી બૂમોના પડઘા ઋષિના કર્ણપટલની જગ્યાએ એના સ્પેસ શૂટના હેલ્મેટમાં અથડાઈ પાછા ફરી રહયો છે એવુ જાણીને ઋષિના મિત્ર અને અવકાશયાત્રી પેટ્રીકે જાતે જ સ્પેસ વોક કરી ઋષિ સુધી પંહોચવા માટે લાઈફલાઈન લગાવી અને ગુરૂત્વાકર્ષણ વગરના અવકાશ માં છલાંગ લગાવી દીધી.*******તારાઓ અને નક્ષત્રોના અભ્યાસ માટેના ખૂબ જ મહત્વના આ મિશનમાં અવકાશ યાત્રી તરીકે "ઈસરો" દ્વારા બે હોંશિયાર અને અનુભવી ભારતીય અવકાશયાત્રીઓ ઋષિ અને સોહમ સાથે રશિયન અવકાશયાત્રી પેટ્રિકને પણ મોકલવામાં આવ્યા હતા. ડ્રીલના જ એક ભાગરૂપે અમુક સમયે ...Read More

2

અંતિમ ઈચ્છા - ભાગ ૨

અધ્યાય ૨ આખરે લાઈફલાઈનથી લટકી રહેલા ઋષિને થોડુ ભાન આવતા એ સતર્ક થયો. એક ખાસ પ્રકારની વિનાઈલ ટેપ એની હતી જે કોઈપણ પ્રકારનુ લિકેજ રોકી શકે. ઋષિએ ઓક્સિજનની ટાંકીના ગાબડા પર એ ટેપ લગાવી દીધી હતી. પેટ્રીકને પણ ધીરે ધીરે પોતાની તરફ આવતો જોઈ એણે રાહત અનુભવી. આંખો બંધ કરી એ વિચારી રહયો હતો અને પોતાના મનને ધરપત આપી રહયો હતો કે થોડી જ વારમાં પેટ્રીક એના સુધી પંહોચશે, એને પોતાની સાથે પાછો શીપમાં લઈ જશે અને પાછો જઈને સૌથી પહેલા એ ઈન્ટરનેટ પર એની બા સાથે વાતો કરશે. પેટ્રીકના પોતાના સુધી પંહોચવાની રાહ એ જોતો હતો અને ત્યાંજ ...Read More

3

અંતિમ ઈચ્છા - ભાગ ૩

અધ્યાય ૩ અગણિત પ્રકાશવર્ષો સુધી ફેલાયેલા અવકાશમાં ચારેકોર ચમકતા તારલાઓ જોતા-જોતા ઋષિ દાદી ગોમતીબાએ કહેલી સપ્તર્ષિ નક્ષત્ર સાથે જોડાયેલી મનમાં વાગોળી રહયો હતો. નાનપણમાં જ્યારે ઋષિએ આ વાર્તા સાંભળી હતી ત્યારે એણે શાળામાં વિજ્ઞાનના શિક્ષકે ભણાવેલા પાઠની ચોપડી ઉઘાડી એમાં લખ્યા પ્રમાણે ધ્રુવ તારાથી દક્ષિણ તરફ સીધી લીટી દોરી કોઇ ખગોળશાસ્ત્રીની માફક સપ્તર્ષિ નક્ષત્ર શોધી પણ કાઢયું હતુ. ક્યારેક પોતાના વિમાનમાં છેક સપ્તર્ષિ નક્ષત્ર સુધી પંહોચી એમની સેંકડો વર્ષો પુરાણી પ્રણયાત્રાને અંતિમ પડાવ ચીંધવાનો જે વાયદો મનોમન કર્યો હતો, શૈશવની એ ક્ષણો ઋષિના મનમાં આજે ફરી ઉજાગર થઈ હતી. ***** હજુ સાતમી ચોપડી ભણતો ઋષિ વેકેશનમાં મામાને ત્યાં રોકાવા ...Read More

4

અંતિમ ઈચ્છા - ભાગ ૪

અધ્યાય ૪ ફરી રહયા છે ! ફરી રહયા છે !ફરી રહયા છે ! પ્રાણવાયુનો જથ્થો નિરંતર ઘટતો જ જતો અને અવકાશમાં સાવ વજનરહિત અવસ્થામાં કલાકો સુધી તરતો રહેલો ઋષિ માનસિક અને શારીરિક રીતે સાવ ભાંગી પડયો હતો. બેભાન જેવી હાલતમાં, પોતાના આખરી સમયમાં, ગોમતીબાએ કહેલી એ સપ્તર્ષિ-કથા વાગોળતા વાગોળતા ઋષિ લવી રહ્યો હતો. ફરી રહયા છે ! ફરી રહયા છે ! ફરી રહયા છે ! ઋષિ એના સ્પેસશૂટમાં અધમૂઆ જેવો જ પડયો હતો અને કોઈ જ નામ-સરનામા વગરની અવકાશયાત્રા કરી રહયો હતો. કાયમ બધા સાથે હળી-મળીને સંપથી રહેતા ઋષિને એકલતા જાણે અંદરથી કોરી ખાવા લાગી હતી. જો એને કાંઈ ...Read More

5

અંતિમ ઈચ્છા - ભાગ ૫

અધ્યાય ૫ ઋષિ પાસે અત્યારે માત્ર બે કલાક જીવાડી શકે એટલો પ્રાણવાયુ બચ્યો હતો. સતત પ્રાણવાયુ પૂરો પાડતા વૃક્ષોનુ નિકંદન કાઢતા મનુષ્યોનુ ભવિષ્ય એને સ્પષ્ટપણે દેખાતુ હતુ. એ અત્યારે સાવ એકલો હતો, ઘરના લોકો સાથે કાયમ બહારના જેવુ વર્તન કરવા બદલ એને પસ્તાવો થતો હતો. મેડ મેક્સ, ટર્મિનેટર, રેસિડેન્ટ એવિલ, વોર ઓફ ધ વર્લ્ડસ જેવી પૃથ્વીના અંત વિશેની હોલીવુડની ફિલ્મો એણે જોઈ હતી, તો ભગવદ્દ ગીતા, રામાયણ, મહાભારત કે મનુસ્મૃતિ અને એવા કેટલાય હિંદુ ધર્મના પુરાણ, ગ્રથોં કે પુસ્તકોમાં આલેખેલી ભવિષ્યની વિપતિઓ અને એને નાથવા માટેના ઉપાયો પણ એણે વાંચ્યા હતા. એ પૃથ્વી પર આવી શકે એવી આફતો અને ...Read More

6

અંતિમ ઈચ્છા - ભાગ ૬

અધ્યાય ૬ દૂરદર્શન પર આવતા "મહાભારત" કાવ્ય પર આધારિત સિરિયલમાં શરૂઆતમાં જે સમયચક્ર આવે છે અને બોલે છે કે સમય છુ." એવા જ ભણકારા ઋષિને પણ સંભળાયા, જ્યારે જીવનના સમયચક્રે ઋષિને આટલો રખડાવી-ભટકાવી આખરે લક્ષ્ય સુધી પંહોચાડયો. એમાં પણ અવકાશયાત્રા દરમિયાન સંજોગોવશાત કે આપખુદ રીતે લીધેલા દરેક પગલા ઋષિને જાણે કે સપ્તર્ષિ સુધી એને દોરી લાવવા માટે જ હોય અને કોઈ અજાણ્યું અલૌકિક પરિબળ કે શક્તિ આની પાછળ જરૂર કામ કરતુ હોવુ જોઈએ, એવી એની માન્યતા વધુ દ્રઢ બની. પ્રકાશના એ સાત શક્તિપૂંજ જાણે ઋષિને ખેંચી રહ્યા હતા. હવાના દબાણથી ચાલતા પેલા યંત્રની મદદથી ઋષિ જેમ જેમ આગળ વધતો ...Read More

7

અંતિમ ઈચ્છા - ભાગ ૭

અધ્યાય ૭ જેમ તરવૈયાઓ સ્વિમિંગપુલમાં પેલી ડાઈવિંગ કરવાની પટ્ટી પરથી પુલમાં ડાઈવ કરે અને ધુબાકેબાજો વિશાળ ધોધના છેડેથી કે પરથી પાણીમાં ધુબાકા મારે છે, એવી જ રીતે ઋષિ પણ અવકાશની વિશાળતામાં જાણે કૂદી ગયો હતો અને રેતના પોલા દ્રમમાં માણસ જેમ ઉતરી જાય એમ ખૂંપી રહયો હતો. મનમાં સપ્તર્ષિના દર્શન કરી શક્યો એ માટેનુ ગૌરવ હતુ પણ એમની આ યાત્રા ને અંતિમ સ્થળ સુધીનો રસ્તો ચીંધવાનો ઉપાય એમને ન જણાવી શકવાનો ઋષિને ખેદ પણ હતો. બધા હથિયાર હવે એણે હેઠા મૂકી દિધા હતા. પ્રભુનુ એકાદ ભજન ગાવાની ઈચ્છા થતા એણે કંઠમાંથી સૂર વહેતા મૂક્યા. હરિ, તુ ગાડુ મારૂ કયાં ...Read More

8

અંતિમ ઈચ્છા - ભાગ ૮

અધ્યાય ૮ એક-બે ઉંડા શ્ર્વાસોચ્છવાસ લઈ ઋષિ સ્વસ્થ થયો. પોતાના પ્રશ્ર્નો કરી, એમનો જવાબ મેળવ્યા પછી જ એ પરલોક માંગતો હતો. એણે જોરથી એક ખોંખારો ખાધો. "હે ઋષિદેવો, મહેરબાની કરી મને ઉત્તર આપો જેથી હું આત્મસંતોષ અને ખુશી સાથે આ દેહ છોડી શકુ." ઋષિએ ફરી ઉંડા શ્ર્વાસ લીધા. "વત્સ, તારૂ ભૌગોલિક જ્ઞાન જોઈ અમે ખૂબ ખુશ થયા છીએ. તારા તર્ક મુજબ આ સ્થળોએ અમારા પ્રણપૂર્તિ માટેની જમીન મળી આવવાની શક્યતા વધુ છે અને અમે પણ તારી એ વાત સાથે સંમત હોત જો તુ અમને થોડા સમય પૂર્વે મળ્યો હોત." "પરંતુ આટઆટલા વર્ષોમાં તે દર્શાવેલ આ સ્થળોની ભૂમિનો એકે એક ...Read More

9

અંતિમ ઈચ્છા - અંતિમ ભાગ

અધ્યાય ૯ "And I think it's gonna be a long long time, Till touch down brings me round again find, I'm not the man they think I am at home, Oh no no no I'm a rocket man.... Rocket man burning out his fuse up here alone" રોકેટ મેન દ્વારા એલ્ટન જ્હોન(Rocket Man" - Elton John) ગીતના આ બોલ ગુંજી ઉઠ્યા. ઋષિએ સવારે વહેલા જાગવા માટે અલાર્મની ધુન તરીકે અવકાશયાત્રીના જીવન વિશેનુ આ ગીત પસંદ કર્યુ હતુ. એક અવકાશ યાત્રી બનવુ એ ઋષિના જીવનનુ એકમાત્ર લક્ષ્ય હતુ અને એ માટે એ તનતોડ મહેનત પણ કરી રહ્યો હતો. દરરોજ આ ...Read More