અ રેસીપી બુક

(661)
  • 58.7k
  • 57
  • 24.4k

"અરે કામીની ફોન લાગ્યો કે!" મયંક એ કંટાળી ને પુછ્યું. "ના યાર, ભગવાન ને શોધવા સહેલા છે, પણ આ જીજાજી. તોબા! આ પણ એમનો નંબર નથી." કામીની એ માથા પકડતા સોફા પર પડતુ મુક્યું."અરે સંધ્યા, તારો કોન્ટેક્ટ થયો કે!" મયંક એ પુછ્યું.સંધ્યા એ ગુસ્સે થઈને મયંક સામે જોયુ અને કહ્યું" ત્રણ દિવસ થી આ મગજમારી ચાલુ છે, તું બેઠાં બેઠાં મને ઓર્ડર જ કરે છે કે તું પણ તારું કંઈક દીમાગ લગાવશે? " વાહ મહારાણી! એક તો આ બધી મુસીબત તારા કારણે શરૂ થઈ છે અને પાછી મારી સામે આંખ બતાવે છે?" મયંક એ ઊંચા અવાજે કહ્યું." શાંતિ રાખશો કે તમે

Full Novel

1

અ રેસીપી બુક - 1

અરે કામીની ફોન લાગ્યો કે! મયંક એ કંટાળી ને પુછ્યું. ના યાર, ભગવાન ને શોધવા સહેલા છે, આ જીજાજી. તોબા! આ પણ એમનો નંબર નથી. કામીની એ માથા પકડતા સોફા પર પડતુ મુક્યું. અરે સંધ્યા, તારો કોન્ટેક્ટ થયો કે! મયંક એ પુછ્યું.સંધ્યા એ ગુસ્સે થઈને મયંક સામે જોયુ અને કહ્યું ત્રણ દિવસ થી આ મગજમારી ચાલુ છે, તું બેઠાં બેઠાં મને ઓર્ડર જ કરે છે કે તું પણ તારું કંઈક દીમાગ લગાવશે? વાહ મહારાણી! એક તો આ બધી મુસીબત તારા કારણે શરૂ થઈ છે અને પાછી મારી સામે આંખ બતાવે છે? મયંક એ ઊંચા અવાજે કહ્યું. શાંતિ રાખશો કે તમે ...Read More

2

અ રેસીપી બુક - 2

મયંક, કામીની અને સંધ્યા ને ગૌતમ નો નંબર મળી જાય છે. હવે આગળ......===============================" જીજાજી નો ફોન નંબર તો આ છે એ તો પાકુ થઈ ગયુ, પણ આપણને એમના ઘર નુ સરનામુ કેવી રીતે મલશે!" કામીની એ પુછ્યુ. " એ બધુ તુ મારા પર છોડી દે, હવે હું વાત કરીશ એ છોકરી જોડે." સંધ્યા એ એણે ગળા માં પહેરેલી માળા આંગળીઓ વડે રમાડતા કહ્યુંં. ***************************************તૃષ્ણા એ ઊભા થઇ ને પોતાનો ગુસ્સો શાંત કરવા પાણી થી બહુ બધી છાલકો મારી મોઢું ધોયું. ' મમ્મી- પપ્પા એ આ લોકો ની વા ત તો કરી હતી મને, પણ આ લોકો તો બહુ જ અભિમાની ...Read More

3

અ રેસીપી બુક - 3

કામિની , મયંક અને સંધ્યા ગાડી માં બેસી ને નીકડી પડ્યા , અહીં આ બાજુ તૃષ્ણા ના દિલ ની વધી ગઈ, તે વિચારવા લાગી ' આટલા વર્ષે આવી મમ્મી ની કઈ નિશાની છે ! મમ્મી તો ક્યારેય લગ્ન પછી ગયાં જ નથી ત્યાં! અને લગ્ન પહેલા નું કંઈ હતું ત્યાં તો આટલા વર્ષો માં નાના-નાની એ આપ્યું નહી! કંઈ જ સમજાતું નથી, આ મામા માસી લોકો એ બધું જ તો લઈ'લીધુ છે તો પછી આ નીશાની પણ રાખી જ લેત, નહી તો ફેકી દેત, પણ આટલી મહેનત! મારા સુધી મારી મમ્મી ની નિશાની પહોચાડવા માટે, એ પણ આટલી રાતે ...Read More

4

અ રેસીપી બુક - 4

સંધ્યા, કામિની અને મયંક ગાડી લઈને તૃષ્ણા ને પેટી આપવા નીકળી ગયા. હવે આગળ...****************************************એક મોટો શ્ર્વાસ લઇને સંધ્યાએ એ પોતાના સ્થાન પર ખસેડવાની કોશિશ કરી, પણ પેટીને ખસેડતા જ પેટીમાંથી બધી જગ્યાએથી લોહીની ધાર નીકળવા લાગી. જેમ-જેમ સંધ્યા એ લોહીની ધાર થી દુર જવાની કોશિશ કરી રહી હતી તેમ તેમ એ લોહીની ધાર એની પાછળ પાછળ આવી રહી હતી. અને સંધ્યા ફરી એક વખત એજ પુનરાવર્તી સપના માં ફસાઈ ગઈ. સંધ્યા રૂમની બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી પણ એ જ રીતે સંધ્યા ફરી રૂમના દરવાજા પર ફસડાઈ ગઈ, ફરી એક જ વસ્તુઓ એને વારંવાર દેખાવા લાગી એની કામવાળી ...Read More

5

અ રેસીપી બુક - 5

સંધ્યા, મયંક અને કામિની ને પેટી આપી દે છે. મયંક એ પેટીને ઘરે લઈને આવે છે અને સાથે સાથે પણ બોલાવી લે છે. હવે આગળ.**************************************** આમ જોવા જઈએ તો મયંક ને પણ પેટી ની બહુજ લાલચ હતી. તે એકલો જ પેટી ખોલવા માંગતો હતો. પણ કામીની જરા સ્વભાવની ડરપોક હતી મયંક એનો ફાયદો ઉઠાવી સંધ્યા અનેે કામિની ની લડાઈ કરાવી પેટી પોતાની પાસે રાખી લેવા માંગતો હતો. કામિનીને એ કોઈપણ રીતે સમજાવી પોતાનું ધાર્યું કામ કરાવી શકેે એમ હતો. આ બાજુ કામિનીને પણ થયું કે સંધ્યાએ કોઈપણ મગજમારી કર્યા વિના પેટી મયંક ને કેવી રીતે આપી દીધી! મયંક ગાડીઓનું શોખીન ...Read More

6

અ રેસીપી બુક - 6

મયંક, સંધ્યા અને કામીની, તૃષ્ણા ના ઘરે પહોંચી ગયા. તૃષ્ણા એ દરવાજો ખોલ્યો. હવે આગળ..... ****************************************સંધ્યા તૃષ્ણા ને જોઈ રહી. તૃષ્ણા ને પણ થોડું અજુગતુ લાગી રહ્યું હતું. કામીની આખી વાત સમજી ગઇ અને બોલી, " તું તૃષ્ણા છે ને! હું તારી કામીની માસી. આ સંધ્યા માસી જેની જોડે તે ફોન પર વાત કરી હતી,અને આ છે તારા મયંક મામા, હવે અમને અંદર બોલાવીશ કે અમને અહીંથી જ ભગાડી દેવા છે તારે!" તૃષ્ણા ને કામીની ની વાત સાંભળી ધ્યાન આવ્યું અને પરાણે હસતા તે બોલી," હા, આવો અંદર! " કામીની, મયંક અને સંધ્યા ઘર ની અંદર ગયા. તૃષ્ણા એ ત્રણેને ...Read More

7

અ રેસીપી બુક - 7

તૃષ્ણા એ પેટી ને સાફ કરવાનું વીચાર્યું. હવે આગળ.....**************************************** તૃષ્ણા પેટી ને ધ્યાન થી જોઈ રહી, તેની પાસે થોડા અલગ સાઇઝ ના બ્રશ હતા તેમજ થોડી સ્પ્રે જેવી દેખાતી બોટલ હતી. તેણે ધીમે બ્રશ થી પેટી નું નકશીકામ ખરાબ ના થાય એવી રીતે ધૂળ સાફ કરવાનું શરૂ કર્યું. થોડી વાર મા પેટી પર ની બધી ધૂળ સાફ થઈ ગઈ. હવે તૃષ્ણા સ્પ્રે ની bottle અને કપડાં ની મદદ થી પેટી ની સફાઈ શરૂ કરી. આખરે 4-5 કલાક ની મહેનત પછી પેટી થોડી સાફ થઈ. હવે તેણે પેટી પર કોઈ કેમિકલ લગાવ્યું અને તેને થોડા સમય માટે રહેવા માટે છોડી દીધી. ...Read More

8

અ રેસીપી બુક - 8

તૃષ્ણા ના લોહી ના ટીપા કમળ ની વચ્ચે આવેલા ખાડા માં પડતાં જ પેટી ખુલી ગઇ...હવે આગળ.... *****************************************પેટી બહાર જેટલી ગંદી દેખાઈ રહી હતી, અંદર થી એટલી જ સાફ અને સ્વચ્છ હતી, ચમકતી ધાતુ ના કારણે પેટી અંદર થી ખૂબ જ વિશાળ લાગી રહી હતી. પેટી ની અંદર ની દિવાલ પર પેટી ની બહાર ના નકશીકામ કરતા એકદમ અલગ જ ડીઝાઈન હતી. વિવિધ જાત ની સંજ્ઞઞા ઓ બનેલી હતી. લાગી હતું કે આ સંજ્ઞા કાંઈક મશીન ની ડિઝાઇન હતી. પેટી ની અંદર બીજી નાની પેટી હતી, એની અંદર થોડા હતા. તૃષ્ણા આ હાથ માં લીધા બધા જ ઘરેણાં ની ડિઝાઇન ...Read More

9

અ રેસીપી બુક - 9

તૃષ્ણા બા ને મળવા માટે વૃદ્ધાશ્રમ માં કામ કરતા લાલુ ને ફોન કરીને પોતાના આવવાની જાણકારી આપે છે. હવે ******************************************** તૃષ્ણા વૃદ્ધાશ્રમ પહોંચી, લાલુ બહાર જ ઝાડ ને પાણી આપી રહ્યો હતો. તૃષ્ણા ને જોઈ ને તે તેની પાસે આવ્યો., " દીદી સવાર સવાર માં શું થયું? તમે ફોન પર કહી રહ્યા હતા કે કોઈ ને મળવું છે? કોને મળવું છે તમારે?" તૃષ્ણા બોલી, " લાસ્ટ ટાઇમ હું આવેલી ત્યારે એક બા હતા, એ બા ને મળવું હતું." લાલુ એ હસતાં હસતાં કહ્યું, " અહીં તો ઘણા બા છે, તમે કોની વાત કરી રહ્યા છો? અને આમ અચાનક સવાર સવારમાં!? " ...Read More

10

અ રેસીપી બુક - 10

"હા… હા….હા...મને પકડીને બતાવ મમ્મી.. હા… હાહા.." નાનકડી 4-5 વર્ષ ની એક છોકરી ગાર્ડન માં રમી રહી હતી, તેની ઝંખના દોડી રહી હતી. "બેટા અહીં આવ, પડી જઇશ, ઉભી રહે હમણાં તને પકડી લઉં છું." ઝંખના તે છોકરી ને પકડી લે છે અને બેઉ હસવા લાગે છે. "ચલો હવે બહુ મસ્તી કરી ચા-દૂધ તૈયાર છે " અંદર થી ગૌતમ નો અવાજ આવ્યો. ઝંખના અને નાનકડી છોકરી બન્ને હસતાં હસતાં ઘર માં જાય છે. (તૃષ્ણા સપનાં માં પોતાને અને પોતાની મમ્મી ને જોઈ રહી હતી. સપનું જોતા જોતા જ ઊંઘ માં જ તેના ચહેરા પર એક હાસ્ય મલકવા લાગ્યું હતું.) ...Read More

11

અ રેસીપી બુક - 11

નાનકડી એક છોકરી પેપર લઈ ને સુંદર ફુલો બનાવતી હતી. ત્યાં જ તેને પાછળ થી ગુસ્સા ભરેલો અવાજ આવ્યો, અહીં શું કરે છે? અહીં કચરો કેમ કરી રહી છે?! મેં હમણાં બધું સાફ કર્યું ને!" પેલી નાનકડી છોકરી કાંઈ જવાબ નથી આપતી, તે પોતાના ફુલ બનાવતી રહે છે. પાછળથી એક હાથ આવી ને તે નાની છોકરી નો હાથ ખૂબ જ કસી ને પકડી લે છે, તે છોકરી ની પાછળ ઉભેલી વ્યક્તિ તે છોકરી ના કાન પાસે આવી ને કાંઈક અલગ જ ભાષા માં બોલે છે. જેમ જેમ તે બોલે છે તેમ તેમ પેલી છોકરી ના આંખ નો રંગ ...Read More

12

અ રેસીપી બુક - 12 અંતિમ ભાગ

તૃષ્ણા એ પોતાની આંખ એક ઝાટકે ખોલી, તેની આંખ નો રંગ બદલાઈ ને કાળા માંથી બ્લૂ થઈ ગયો હતો. ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ હતી. તેને પોતાની અંદર એક નવી જ શક્તિ નો અહેસાસ થઈ રહ્યો હતો…. શું આ નશીલી દવા ની અસર હતી કે પછી તેને પોતાની સમસ્યા નું સમાધાન મળી ચૂક્યું હતું???? ************************************** નશીલી દવા એ તૃષ્ણા ના અર્ધજાગૃત મનને જગાડી દીધું હતું, તેને પોતાના બાળપણ ની એ બધી જ યાદગીરી, બધી જ શક્તિઓ અને બધી જ વાતો યાદ આવી ગઈ હતી. તૃષ્ણા હવે પોતાને શક્તિશાળી અનુભવી રહી હતી. તે સ્ટોર રૂમ માં ગઈ અને પેલી બે ...Read More