લહેર

(244)
  • 68.4k
  • 18
  • 34.8k

ટીંગ.... ટીંગ..... ડોરબેલ વાગતા જ લહેર ઉતાવળે શાક સમારવાનુ પડતુ મુકી ચપ્પુ હાથમાજ લઇ બારણુ ખોલવા દોડી... બારણુ ખોલ્યુ તો કુરીયરમેન.... મેડમ આ તમારા ડોકયુમેન્ટ છે અહી તમારી સહી કરી આપો... લહેરે ઉપર નામ વાચ્યુ તો ડોકયુમેન્ટ સમીરે મોકલાવેલા હતા.... ત્યા તો મનમા ઉંડો એક ધ્રાસકો પડયો..... મેડમ પહેલા સહી કરી આપો પછી નિરાંતે વાંચજો.... કુરીયરમેન એ કહયુ.... લહેરે ધ્રુજતા હાથે સહી કરી અને પછી બારણુ બંધ કર્યું..... ત્યા જ ઉભા ઉભા જલ્દીથી કવર તોડી જોયુ તો સમીરે ડિવોર્સ પેપર તેની સહી સાથે મોકલ્યા હતા અને સાથે એક કાગળ પણ લખ્યો હતો..... કાગળ વાંચ્યા પહેલા તો આંસુ એ જાણે ગળાને

Full Novel

1

લહેર - 1

ટીંગ.... ટીંગ..... ડોરબેલ વાગતા જ લહેર ઉતાવળે શાક સમારવાનુ પડતુ મુકી ચપ્પુ હાથમાજ લઇ બારણુ ખોલવા દોડી... બારણુ તો કુરીયરમેન.... મેડમ આ તમારા ડોકયુમેન્ટ છે અહી તમારી સહી કરી આપો... લહેરે ઉપર નામ વાચ્યુ તો ડોકયુમેન્ટ સમીરે મોકલાવેલા હતા.... ત્યા તો મનમા ઉંડો એક ધ્રાસકો પડયો..... મેડમ પહેલા સહી કરી આપો પછી નિરાંતે વાંચજો.... કુરીયરમેન એ કહયુ.... લહેરે ધ્રુજતા હાથે સહી કરી અને પછી બારણુ બંધ કર્યું..... ત્યા જ ઉભા ઉભા જલ્દીથી કવર તોડી જોયુ તો સમીરે ડિવોર્સ પેપર તેની સહી સાથે મોકલ્યા હતા અને સાથે એક કાગળ પણ લખ્યો હતો..... કાગળ વાંચ્યા પહેલા તો આંસુ એ જાણે ગળાને ...Read More

2

લહેર - 2

(ગતાંકથી શરુ) હવે તો લહેર અને સમીર વચ્ચે નાની નાની વાતોમા ઝઘડા પણ થતા અને સમીરને તેની જોબની જગ્યા ઘર કરતા પણ વધુ સારી સગવડતા પણ મળતી હતી તેથી તેને હવે ઘરના સભ્યો અને થોડે અંશે લહેર પણ બોરીંગ લાગતી હતી... અને જોબ દ્ભારા તેના અમુક સપનાઓ પણ પુરા થતા તેને દેખાયા તેથી તે હવે લહેરને ઓછુ મહત્વ આપતો.....વાતવાતમા તેને ઉતારી પાડતો.... તને આ સારુ નથી આવડતુ.... તને તો સાવ ખબર જ નથી પડતી.... કયારેક તો લહેર ને ખુબ દુખ લાગતુ પણ હિંમત ન હારતી.... એક દિવસ સમીરનો જન્મદિવસ હતો અને સવારે તે ફ્રેશ થઈને ઓફિસે ગયો અને કહેતો ગયો કે ...Read More

3

લહેર - 3

તેને તેની બાળપણની સહેલી મિતાને ફોન કર્યો. અને રહેવાની વ્યવસ્થા માટે મદદ માંગી. મિતા એ તેના ઘર પાસે નાની રુમ તેને ભાડે અપાવી દીધી તેથી ત્યા તે રહેવા જતી રહી... તેની પાસે જયારે તે લગ્ન પહેલા કોલેજ પછીના સમયમા ટયુશન કરાવતી ત્યારના થોડા બચાવેલા પૈસા હતા તે તેને અત્યારે મહિના પુરતા ચાલે તેમ હતા... હવે બીજે દિવસે સવારે તેને પોતાના બધા ડોકયુમેન્ટ સાથે ઓનલાઈન જોબ માટે અપ્લાય કરી દીધુ હતુ તે માત્ર તેઓના જવાબની રાહમા હતી... ત્યા સુધી તેણે સાંજના સમયે છોકરાઓને ટયુશન કરાવવાના શરુ કરી દીધા... અત્યારે તેને મિતા ખુબ જ મદદ કરતી હતી... હવે તેને થોડુ સારુ ...Read More

4

લહેર - 4

હવે કંપનીના માલિકે આ કંપનીની દેખરેખ ન રાખતા કંપનીના શેર સાઇઠ ટકા કોઈ એક પાર્ટી પાસે થઈ ગયા અને હાથમાથી જતી રહી આ કંપની ના નવા માલિક બીજુ કોઇ નહી પણ લહેર જે કંપનીમા કામ કરતી હતી તે કંપનીના માલિક નિતીનભાઈ જ હતા તેમને કોઇ સંતાન ન હતુ એટલે તે લહેરને દીકરી ની જેમ રાખતા પણ લહેર કયારેય તેનો ફાયદો ઉઠાવવાનુ ન વિચારતી બીજી બાજૂ સમીરે જુગાર, દારુ છોડી દીધા હતા કેમ કે હવે નોકરી જવાથી પૈસા પણ નતા આવતા. હવે બેરોજગાર થઈ ગયો હતો. લહેર હવે પગભર થઈ ગઈ હતી તેણે જમા કરેલા પૈસામાથી આ કંપનીના શેર પણ વસાવ્યા... ...Read More

5

લહેર - 5

બંને સમય પર જ ત્યા પહોંચી ગઈ ત્યાર પછી લહેરને બધા મિત્રો બર્થડે વિશ કરતા હતા અને આટલી મોટી મેળવવા માટે અભિનંદન પણ આપતા હતા આજની સાંજે એ જાણે એક રાજકુમારી હોય તેવુ તેને લાગતુ હતુ તેના બધાજ મિત્રો આવ્યા હતા રૂહાન પણ આવયો હતો પણ સમીર નહોતો આવ્યો આટલુ થયા બાદ પણ તેની આંખો એને શોધતી હતી આખરે એનો પહેલો પ્રેમ જો હતો એ. થોડીવારમા કેક કટિંગ માટે બધા ભેગા થયા. અને કેક કાપ્યા બાદ બધાએ સુંદર સુંદર ગીફટો લહેરને આપી.. તેના બોસ નીતીનભાઇ એ કહ્યુ કે હુ સૌથી છેલ્લે મારી ગીફટ આપીશ અને અંતે તે સમય આવી ...Read More

6

લહેર - 6

(ગતાંકથી શરૂ) પોતાને લાયક તો તેને એક જ દેખાઇ. છતા તેણે તેમા એપ્લાય કરવાનુ વિચાર્યું અને પોતાના બધા ડોકયુમેન્ટ કર્યા અને ઇન્ટરવ્યુ માટે થોડી તૈયારી પણ કરી લીધી હજી તેને આશા છોડી ન હતી તેને તરત જ પોતાના બધા ડોકયુમેન્ટ સાથે અપ્લાય કરી દીધુ અને તેને થોડીવારમાં ઈન્ટરવ્યુ માટેનો મેસેજ પણ આવી ગયો તેને આવતીકાલે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો હતો. તેને આ વખતે પણ આશા હતી કે જરુરથી તેને નોકરી મળશે.. સવારમા દસ વાગ્યે સમીરને ઈન્ટરવ્યુ માટે પહોચવાનુ હતુ તેના માતા પિતા પણ હવે ઉમરલાયક થઈ ગયા હતા અને હવે તેઓ ઘરની જવાબદારી સમીરને સોંપવા માગતા હતા તેથી તેઓ પણ સાચા ...Read More

7

લહેર - 7

(ગતાંકથી શરૂ) લહેરને આજે પોતાના પર ખુબ ગર્વ હતો કે આજે તે કોઈકને કામ કરવાનો મોકો આપી રહી છે ખુશીનુ કારણ બની રહી છે જયારે તેના માટે એક સમય એવો હતો કે તેના માતાપિતાને તેને ઘરમા રાખવા માટે પણ શરમ આવતી હતી આખરે બાર વાગ્યા સુધીમાં થોડુ કામ પત્યુ અને લંચ બ્રેક પડયો અને તે તમામ સહકર્મીઓ સાથે લંચ માટે ગઈ નીતીનભાઇ સાથે પણ કામ અંગે ચર્ચા થઇ અને થોડી સલાહો ણણ મળી ત્યા ઇન્ટરવ્યુ માટે આવેલા લોકો માટે પણ લંચની વ્યવસ્થા કંપનીએ કરેલી હતી તેથી સમીરે પણ લંચ ત્યા જ લીધુ અન્ય લોકો સાથે વાતો કરી તેને સારુ લાગ્યુ ...Read More

8

લહેર - 8

(ગતાંકથી શરુ)સવારે ઉઠીને રોજનુ કામ પતાવી ઓફીસે પહોચી ગઈ. આજે બધા એમ્પ્લોયર જે સિલેકટ થયા છે એમને કોલ કરવાના અને આ કામ નીતીનભાઇ એ લહેરને સોંપ્યુ કેમ કે તે પોતે આજે ખુબ વ્યસ્ત હતા અને બીજા મેનેજરો પણ કંપનીના કામમા વ્યસ્ત હતા લહેરે એક પછી એક બધાને ફોન કરવાના શરુ કર્યા અને જે કોલ રીસીવ ન થાય તેમા મેસેજ કરીને જણાવ્યું કે તેઓ કંપનીના ઈન્ટરવ્યુ મા સિલેકટ થયા છે અને કાલથી જ પાંચ દિવસ માટે શરુ થતી નવા એમ્પ્લોયર માટેની તાલીમમા જોડાવાનુ છે જેથી બધુ કામ સમજાઇ જાય.... અને અંતે પેલા સમીર નામના એમ્પ્લોયર નો વારો આવ્યો તેને કોલ ...Read More

9

લહેર - 9

(ગતાંકથી શરુ) તે ઇચ્છે છે કે કયાય ચુંક ન આવવી જોઈએ કેમ કે આ કંપનીની રેપ્યુટેશનનો સવાલ હતો તે પોતાની કંપની માટે તો દીલોજાનથી મહેનત કરતી હતી તેણે બધી જ તૈયારી ખુબ સરસ રીતે કરી લીધી હતી... એવામા એક મેનેજરે આવીને કહયુ મેડમ બધા એમ્પ્લોયરને કલબહોલમા ભેગા કર્યા છે હવે લગભગ બધા જ આવી ગયા છે બધા તમારી રાહ જુએ છે અને આજે નીતીનસર પણ નથી તેથી તમારે આજની તાલીમ સંભાળવી પડશે... લહેરે કહયુ ઠીક છે હુ આવુ છુ... આમ કહી લહેર કલબહોલમા જાય છે બધા એમ્પ્લોયર તેને ગુડમોર્નીંગ જેવા શબ્દોથી આવકારે છે સમીર પણ ત્યા આવી ચુકયો હતો... પણ ...Read More

10

લહેર - 10

(ગતાંકથી શરુ) તુ ખુબ હિંમતવાન છે તો તારે એનાથી દુર નથી ભાગવાનુ પણ તેનો સામનો કરવાનો છે... એને સામે આપવાનો છે... હા હુ તેનો સામનો કરીશ લહેરે કહયુ... અને તેને પોતાની જાત સાથે ડીલ કરી કે હવે તે જેમ પહેલા રહેતી હતી તેમ જ રહેશે જાણે કંઈ બન્યુ જ નથી તેમ... અને તેને કોઈ ફરક નથી પડતો કોઇનાથી... લહેર બધુ કામ પતાવી ઘરે પહોચી અને ત્યા થોડીવારમાં મિતા આવી લહેરે બધી વાત તેને કરી કેમ કે તે તેની ખાસ સહેલી હતી અને તે તેને ખાસ જાણતી હતી તેને લહેરને પોતાનુ કામ ચાલુ રાખવા કહયુ અને ખાસ તેનુ મન કહે તેમ જ ...Read More

11

લહેર - 11

(ગતાંકથી શરુ) તેમણે કેટકેટલી મુશ્કેલીઓ સહેવી પડી હશે પણ હવે હુ તેમને દુખી નહી થવા દઉ આખરે તે મારા બન્યા હતા અને બીજા સંબંધો તુટવાથી તે સંબંધ કયારેય પુરો નથી થતો....સમીરને ઘરે તેના માતાપિતાએ નોકરી વિશે પુછયુ ત્યારે તેણે કહયુ કે બધુ જ સારુ છે પણ પછી લહેર વાળી વાત પણ જણાવી દીધી કે આ કંપની આખી લહેરની છે તો તેના પિતાને થયુ કે હવે તો લહેર જરુરથી સમીરને જોબમાંથી કાઢી મુકશે પણ સમીરે તેઓને જણાવ્યું કે લહેરે પોતે જ કહયુ છે કે તે મને જોબમાંથી નહી કાઢે લહેરની હજી પણ આટલી મહેરબાની તેમના પર જોઈ સમીરના માતપિતાના આંખમા હર્ષના ...Read More

12

લહેર - 12

(ગતાંકથી શરુ) લહેરને ખુબ દુખ થયુ કે તે આટલા દિવસ કામ નહી કરી શકે... ત્યા જ નીતીનભાઇ નો ફોન હેલ્લો લહેર બેટા આજે કેમ તુ આજે ઓફીસ નથી આવી ફધુ ઠીક તો છે ને એટલે લહેરે માંડીને બધી વાત કરી... આ સાંભળતા જ નીતીનભાઇ એ કહયુ હુ હમણા જ દવાખાને આવુ છુ તુ જરાય ગભરાઈશ નહી... લહેરે કહયુ એટલુ બધુ ગંભીર નથી હુ ઘરે જ જઉ છુ મને ડોકટરે ઘરે આરામ કરવાનુ કહયુ છે... તે અને મિતા પછી ઘરે પહોંચ્યા ત્યાં તો તેમની પહેલા નીતીનભાઇ તેના ઘરે પહોંચી ગયા હતા તેણે લહેરને ઘરે જ આરામ કરવા કહયુ અને પોતે અન્ય ...Read More

13

લહેર - 13

( ગતાંકથી શરુ) સમીર પણ હવે જોબ પર સારુ કામ કરતો હતો તેથી તેના માતાપિતા પણ ખુબ ખુશ હતા... દિવસે લહેર ઓફીસે ગઈ.. બધા તેના ખબરઅંતર પુછતા હતા... અને પછી લહેર પોતાની ઓફીસમા જઈ આટલા દિવસ કેવી રીતે કામ થયુ તેની નોંધ લેવા માંડી... બધુ પત્યા પછી તે કેમેરા દ્ભારા બધા એમ્પ્લોયર કેવી રીતે કામ કરે છે તે જોતી હતી કેમ કે એ લોઅો હજી નવા છે એટલે તેમના પર ધ્યાન રાખવુ જરુરી હતુ... સમીર પણ ખુબ મહેનત કરી રહ્યો હતો... તેને જોતા જ લહેરને કાલનુ સમીર પ્રત્યે નુ પોતાનુ વર્તન યાદ આવ્યુ... અને મનોમન પસ્તાવો થયો... હવે તેને આ ...Read More

14

લહેર - 14

(ગતાંકથી શરૂ) મને તે પેપર વકિલને આપવાનુ કહયુ હતુ પણ મે તે ગુસ્સામા ફાડી નાખ્યા હતા કેમ કે હુ દિકરી માનુ છુ અને મે તે પેપર વકિલ ને ન આપ્યા તેથી ડિવોર્સ ન થયા અને તને વકિલનો ફોન પણ ન આવ્યો છતા તે માની લીધુ કે ડિવોર્સ થઈ ગયા અને બધુ ઠીક થઈ ગયુ હશે... પણ એવુ નહોતુ થયુ... ઓહ... મા હવે હુ શુ કરીશ સમીર બોલ્યો તે તો પરસેવે રેબઝેબ થઈ ગયો... મા હવે તો લહેર આ બધી વસ્તુ થવા માટે મને જ જવાબદાર ગણશે ઉપરથી તેને એમ પણ થશે કે મે આ બધુ જાણીજોઈને કર્યુ છે હુ તેને ...Read More

15

લહેર - 15

(ગતાંકથી શરૂ) મા દિકરી ના સંબંધો તો અમર હોય છે એ બધા સંબંધોથી પર હોય છે પછી બહુ ન મનને શાંત કરવા તેણે સમીરના ફોનમા ફોન કરી જ લીધો... હલો હુ લહેર બોલુ છુ... લહેરે કહયુ... હા બોલો... સમીર બોલ્યો... મારે મા સાથે વાત કરવી છે તેને ફોન આપ ને... લહેરે કહયુ... સમીરે કહયુ ઠીક છે આપુ છુ... અને પછી તેને ફોન આપવા તે રસોડામા ગયો... મા લે લહેરનો ફોન છે તે તારી સાથે વાત કરવા માંગે છે... સમીરે કહયુ... શુ કહે છે તુ લહેરનો ફોન છે... મારી દીકરી લહેરનો ફોન... શુ આજે આટલા દિવસે આખરે યાદ આવી ગઈ એને ...Read More

16

લહેર - 16

(ગતાંકથી શરુ) આમ ને આમ દિવસો વિતતા જાય છે અને સાથે સાથે સમીરનો ડર પણ વધતો જાય છે કે કેવી રીતે લહેરને આ વાત કહેશે કે તેમના ડિવોર્સ નથી થયા એ તો આ સાંભળીને ખુબ દુખી થઈ જશે અને તેની જીંદગીમા અત્યારે ખુબ સુખ છે એને એ સુખ છીનવવાનો કોઈ હક નથી.. પણ કહેવુ તો પડશે જ ને! લહેર હવે રોજ ઓફીસે વધુ સમય પસાર કરતી હતી કેમ કે અનેક મીટીંગોમા હાજરી આપવાની હોય દરેક મેનેજર પર ધ્યાન આપવાનુ હોય.. ઘણા કામો રહેતા... તેને એક આસિસ્ટન્ટ ની ખાસ જરુર હતી પણ તે આ પદ વિશ્વાસપાત્ર વ્યકિતને આપવા માંગતી હતી અને ...Read More

17

લહેર - 17

(ગતાંકથી શરુ) હવે તેને પોતાની કાર સમીરના ઘર તરફ હંકારી મુકી... મનમા અનેક સવાલો હતા પણ એકેયના જવાબો છતા બધા સવાલોને મનમા દબાવી આખરે એક દીકરી હોવાની ફરજ નિભાવવા પહોંચી ગઈ. સમીરના ઘરની ડોરબેલ વાગતા જ તેને થયુ અત્યારે કોણ હશે! મનમા અનેક સવાલો હતા અને તે તેમા ગુચવાઇ ગયો. સમીરના પપ્પા એે દરવાજો ખોલ્યો ... દરવાજે જોતા જ જાણે એક મિનીટ તો શ્વાસ થંભી ગયો તેમનો! દરવાજા પર લહેર હતી. તે તેમને અંદર આવવાનુ પણ ન કહી શકયા. ગળે ડુમો ભરાઇ આવ્યો હતો... લહેરે પુછયુ કેમ છે પપ્પા તબિયત પાણી સારા ને! પણ તેઓ કંઇ બોલી શકે તેવી હાલતમા નહોતા... ...Read More

18

લહેર - 18

(ગતાંકથી શરુ) થોડીવારમાં સમીર પણ બજારમા થી આવી ગયો. પછી બધાએ સાથે ભોજનનો આનંદ માણ્યો... આ પળ કેવી બે ઘડી આપણને વિચારતી કરી મુકે... બધુ કામ પતાવીને લહેરને સમીરની મા પોતાના રુમમા લઇ ગયા.. અને તેને કહે છે કે તુ અહી બેસ મારે તારી સાથે બહુ જ જરુરી વાત કરવી છે.. લહેરે કહયુ હા બોલો ને મા હુ તમને સાંભળવા જ અહી આવી છુ.. પછી હસવા લાગી... જો સાંભળ લહેર.. મારે તને આ વાત કહેવી છે પણ મારી જીભ નથી ઉપડતી... લહેર કહે.. અરે મા કહોને... મને કંઇ જ ખોટુ નહી લાગે તમારી વાતનુ.. ઠીક છે બેટા.. પછી સમીરની માએ ...Read More

19

લહેર - 19 - છેલ્લો ભાગ

હુ સમીરને એક સરપ્રાઈઝ ગીફટ આપવા માંગુ છુ અને બદલામા તેની પાસેથી રિટર્ન ગીફટ પણ માંગીશ..બધા આ વાત સાંભળી ચોંકી ગયા કે શુ એવુ લહેર સમીર પાસેથી માંગી લેશે અને એ પણ લહેર પાસે એવુ શુ નહી હોય કે જે સમીર પાસે માંગે અને એ પણ તેની બોસ બનીને! આટલુ કહી લહેર સમીર પાસે જાય છે તે તેની સામે એવી આંખોથી જુએ છે જાણે હમણા કંઇક અજુગતુ કરી દેશે. સમીરને તો આ બધુ સાંભળી ચહેરો સાવ ફીકકો પડી ગયો.. મનમા અનેક સવાલોનુ વંટોળિયો ફરવા લાગ્યો.. શુ લહેર અમારી અંગત વાતો ખુલ્લી પાડી મને નોકરીમાંથી કાઢી મુકશે?... ના ના એ ...Read More