લોકડાઉન-૨૧ દિવસ

(538)
  • 78.6k
  • 31
  • 35k

રોજ સવારે ઉઠીને ઓફિસ જવાનું, કામ કરવાનું અને સાંજે પાછા ઘરે આવી જમીને સુઈ જવાનું, દરેક સામાન્ય વ્યક્તિના જીવનમાં બનતી આ દૈનિક ઘટનાઓ છે, જીવનની ભાગદોડ અને સપનાઓ પુરા કરવાની મથામણમાં સમય ક્યારે પૂરો થઇ જાય છે આપણે પણ નથી જાણતા, આ બધામાં પરિવાર માટે પણ પૂરતો સમય નથી મળી શકતો, અઠવાડિયામાં એક રવિવાર આવે અને એ દિવસે પણ કોઈ સામાજિક કામમાં બહાર જવાનું થાય, જો ઘરે હોઈએ તો પણ પરિવારના સભ્યો પણ પોતાના કામમાં વ્યસ્ત હોય આવા સમયે પણ પરિવાર સાથે વિતાવવાનો સમય ક્યાં મળે જ છે?સુભાષ પણ આ બધી ઘટનાઓને જીવતો માણસ હતો. તેના લગ્નને 5 વર્ષ થયા, ભગવાને

Full Novel

1

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ -૧

રોજ સવારે ઉઠીને ઓફિસ જવાનું, કામ કરવાનું અને સાંજે પાછા ઘરે આવી જમીને સુઈ જવાનું, દરેક સામાન્ય વ્યક્તિના જીવનમાં આ દૈનિક ઘટનાઓ છે, જીવનની ભાગદોડ અને સપનાઓ પુરા કરવાની મથામણમાં સમય ક્યારે પૂરો થઇ જાય છે આપણે પણ નથી જાણતા, આ બધામાં પરિવાર માટે પણ પૂરતો સમય નથી મળી શકતો, અઠવાડિયામાં એક રવિવાર આવે અને એ દિવસે પણ કોઈ સામાજિક કામમાં બહાર જવાનું થાય, જો ઘરે હોઈએ તો પણ પરિવારના સભ્યો પણ પોતાના કામમાં વ્યસ્ત હોય આવા સમયે પણ પરિવાર સાથે વિતાવવાનો સમય ક્યાં મળે જ છે?સુભાષ પણ આ બધી ઘટનાઓને જીવતો માણસ હતો. તેના લગ્નને 5 વર્ષ થયા, ભગવાને ...Read More

2

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૨

લોકડાઉનનો બીજો દિવસ..બીજા દિવસે સવારમાં જયારે સુભાષ ઉઠ્યો ત્યારે મીરાં રોજના નિત્યકર્મ પ્રમાણે રસોડામાં હતી, સુભાષ ઉઠીને બેઠક રૂમ આવ્યો અને તરત ટીવી ચાલુ કર્યું. ટીવીનો અવાજ કાને પડતા જ મીરાંએ ત્રાસી નજરે રસોડા તરફ જોયું અને ચાની તપેલી ગેસ ઉપર ચઢાવી.ટીવીના સમાચારમાં કોરોનથી ફેલાઈ રહેલી મહામારી બતાવાઈ રહી હતી, સુભાષ તેને ધ્યાનપૂર્વક જોવા લાગ્યો, મીરાં રસોડામાંથી ચાનો કપ લઈને બહાર આવી અને સુભાષ પાસે રહેલી ટિપોઈ ઉપર રાખી દીધો. સુભાષે મીરાં સામે જોયું અને વાતની શરૂઆત કરતાં કહ્યું: "મીરાં, આ વાયરસ ખુબ જ ખતરનાક છે, હમણાં આ લોકડાઉન દરમિયાન બહાર નીકળતા નહિ, અને ખાસ શૈલીનું ધ્યાન રાખજે, કોઈપણ ...Read More

3

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૩

લોકડાઉનનો ત્રીજો દિવસ:મીરાં આખી રાત મનમાં ચાલતા વિચારોના કારણે સુઈ નહોતી શકી, સવારે વહેલા ઉઠીને રસોડામાં ચાલી ગઈ, સુભાષ શૈલી સુઈ રહ્યા હતા. રસોડામાં જઈને તે વિચારવા લાગી કે કેવી રીતે સુભાષ સાથે વાત કરવી, તેને પણ છેલ્લા ત્રણ વર્ષમાં ઘણું બધું સહન કર્યું હતું, પોતાની કેટલીય જરૂરિયાતોને દિલમાં જ દબાવી રાખી હતી. લગ્ન પહેલા તેને કેવા કેવા સપના જોયા હતા ? અમદાવાદમાં પોતાનું ઘર હશે, એક વૈભવી જીવન હશે, પુષ્કળ પ્રેમ કરનારો પતિ હશે, પરંતુ લગ્નબાદ પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ. બધા જ સપના, બધી જ ઈચ્છાઓ રસોડામાં જ સમેટાઈ ગયા.લગ્ન પહેલાના એ દિવસો મીરાં યાદ કરવા લાગી, જ્યારે ...Read More

4

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૪

લોકડાઉનનો ચોથો દિવસ:સવારે ટીવી ચાલુ કરી અને સુભાષે જોયું તો કોરોના સંક્રમિત લોકોનો આંકડો 987 સુધી પહોંચી ગયો હતો, જ દિવસમાં 100 જેટલા નવા સંક્રમિત લોકો સામે આવી રહ્યા હતા, જેના કારણે આવનાર દિવસોમાં હજુ સમસ્યા ગંભીર થવાના એંધાણ મળી રહ્યા હતા, લોકો હજુ પણ આ વાયરસની ગંભીરતાને સમજી રહ્યા નહોતા, અને ખોટા બહાના કાઢીને પણ રસ્તા નીકળી રહ્યા હતા, જેનો ગુસ્સો સુભાષને પણ આવી રહ્યો હતો, તે મનોમન વિચારી રહ્યો હતો કે "આ લોકો થોડા સમય માટે સમજી જાય તો કેવું સારું છે?" વળી શહેરમાં રહેતા લોકો હવે ચાલીને પોતાના ગામડા તરફ જવા લાગ્યા હતા, જેના કારણે સમસ્યા વધુ ...Read More

5

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - 5

લોકડાઉનનો પાંચમો દિવસ:સવારે જયારે મીરાં સુભાષ માટે ચા લઈને આવી ત્યારે સુભાષે મીરાંને કહ્યું: "બેસ મીરાં, તારા કાલના નિર્ણય આપણે વાત કરીએ."મીરાં સુભાષની સામે આવીને બેઠી, અને પૂછ્યું: "તો શું નક્કી કર્યું તમે?"સુભાષે જવાબ આપતા કહ્યું: "મેં ગઈકાલે ખુબ વિચાર્યું અને નક્કી કર્યું છે કે તું આ બાબતે ખોટી નથી, અને તું જેમ કહે છે તેમ મારાથી પણ થઇ શકે એમ નથી, માટે આપણે અલગ થવું યોગ્ય રહેશે, હું તને ડિવોર્સ આપવા માટે તૈયાર છું."મીરાંએ કલ્પના નહોતી કરી કે સુભાષ આટલું જલ્દી જ ડિવોર્સ આપવા માટે રાજી થઈ જશે તે તો માત્ર તેને ડરાવવા માંગતી હતી, તેની મમ્મીએ જ તેને ...Read More

6

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૬

લોકડાઉનનો છઠ્ઠો દિવસ:લોકડાઉનના છઠ્ઠા દિવસની સવાર સુભાષ અને મીરાંના જીવનની એક અલગ જ સવાર હતી, બંનેમાંથી કોઈ નહોતું જાણતું નક્કી કરેલી શરત મુજબ આગળ શું કરવાનું છે ? છતાં પણ બંને નવી સવારની રાહ જોવા લાગ્યા હતા. સુભાષ અને મીરાં બંને એકબીજાથી અલગ પણ થવા નહોતા માંગતા છતાં પરિસ્થિતિએ બંનેને અલગ થવાનું વિચારવા ઉપર મજબુર કરી દીધા હતા, પરંતુ સુભાષના મિત્રએ એક એવો રસ્તો બતાવ્યો જેના કારણે બંનેના એક થવું થોડું શક્ય બન્યું હતું અને આ રસ્તા ઉપર ચાલવા માટેની પહેલી શરૂઆત કોના તરફથી થાય છે તે હવે જોવાનું હતું.આજે સવારમાં સુભાષ જલ્દી ઉઠી ગયો, ઉઠીને સીધો જ રસોડા તરફ ચાલ્યો ...Read More

7

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૭

લોકડાઉનનો છઠ્ઠો દિવસ:આજે મીરાં સુભાષ કરતાં જલદી ઉઠી ગઈ હતી, ચા બનાવવામાં હજુ વાર હતી, સુભાષ અને શૈલી હજુ રહ્યા હતા. મીરાં રસોડા તરફ આવી, પણ કોઈ કામ નહોતું એટલે બેઠક રૂમમાં એકલી જ બેસી રહી, બેસીને વિચારવા લાગી, 16 દિવસમાંથી એક દિવસ તો પસાર થઇ ગયો હતો. હવે બાકીના 15 દિવસ વિતાવવાના હતા, તે સુભાષ સાથે સહજતાથી જીવતા તો એક જ દિવસમાં શીખી ગઈ હતી, તેના મનમાં રહેલી બધી ઈચ્છાઓ, ગુસ્સો જાણે ક્યાં ફંગોળાઈ ગયા તેને ખુદને પણ ખબર ના રહી. પરંતુ તેના મનમાં એક જ પ્રશ્ન હતો કે સુભાષને પોતાનું ઘર લેવા અને ભવિષ્યને સારું બનાવવા કેવી રીતે ...Read More

8

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૮

લોકડાઉનનો આઠમો દિવસ:મીરાં અને સુભાષ વચ્ચે હવે હળવી વાતોની શરૂઆત થઇ ગઈ હતી, બંનેની ગાડી થોડી પાટા ઉપર ચઢવા હતી, પરંતુ મીરાંની મૂંઝવણોનો અંત હજુ આવ્યો નહોતો, ગઈ કાલે તેને નક્કી કર્યું હતું કે સુભાષ સાથે વાત કરીને કોઈપણ રીતે તેને ઘર લેવા માટે મનાવી લેવો અને આજે સવારે જ ચા પિતા સમયે જ મીરાંએ વાતની શરૂઆત કરવા જતી હતી ત્યાં જ શૈલી ઉઠીને આવી ગઈ. મીરાં શૈલીને દૂધ અને નાસ્તો આપવા માટે રસોડામાં ગઈ. સુભાષના ખોળામાં આવીને શૈલી બેઠી, સુભાષે ટીવી ચાલ્યું કર્યું.આજના સમાચારના આંકડાઓ પણ ભયભીત કરે તેવા હતા, ગુજરાતમાં તો આજે 13 નવા કેસ મળ્યા, જેમાં અમદાવાદના ...Read More

9

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૯

લોકડાઉનનો નવમો દિવસ:રાત્રે મીરાંને ઉંઘ આવી નહોતી, તે સતત તેના અને સુભાષના સંબંધોને લઈને વિચારતી રહી, વિચારતા વિચારતા જ પોતાના ભૂતકાળમાં પહોંચી ગઈ, સુભાષનો પ્રેમ અને તેની ચિંતા કરવાની રીત તેને યાદ આવવા લાગી."અમદાવાદ આવ્યાના થોડા સમય બાદ જ લગ્ન પહેલાનો જે સુભાષનો પ્રેમ જોયો હતો તેના કરતા પણ વધારે પ્રેમ સુભાષ મને સાથે રહીને કરતો હતો. નાની નાની વાતે મારી ચિંતા, અઠવાડીએ એકવાર બહાર કઈ જમવા માટે કે ફિલ્મ જોવા માટે અમે બંને જતા, લગ્ન પહેલા મને એમ હતું કે સાસરે હું એકલી કેવી રીતે રહી શકીશ, પરંતુ સુભાષનો પ્રેમ જ એવો હતો કે મને પિયર જવાનું પણ મન ...Read More

10

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૦

લોકડાઉનનો દસમો દિવસ:સવારે સુભાષને ચા આપી મીરા જયારે રસોડામાં જમવાનું બનાવી રહી હતી ત્યારે તેના મનમાં વિચારોનું વાવાઝોડું પણ રહ્યું હતું, સુભાષની વાત તેને યોગ્ય લાગી રહી હતી, તેને સુભાષને કઈ થાય એની તો આશા જ નહોતી કરી પરંતુ હવે તેના મનમાં આ નવો ડર જન્મ લેવા માંડ્યો હતો. તેને તો ફક્ત એક ઘર લેવાનું સપનું જ જોયું હતું, પરંતુ સુભાષે તો આગળ શું થશે એની પણ ગણતરી કરી જ રાખી હતી. હા ભવિષ્યની ચિંતા સુભાષને કદાચ હજુ નથી થતી એવું મીરાંને લાગતું હતું પરંતુ તેને એ ક્ષણ પણ યાદ આવી જયારે મીરાંએ લગ્ન બાદ કાર લેવા માટે સુભાષને ...Read More

11

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૧

લોકડાઉનનો અગિયારમો દિવસ:સુભાષના મનમાં પ્રશ્નોનું ઘોડાપુર ઉમટ્યું હતું, 3 વર્ષ મીરાં સાથે જે થયું તેના બાદ બે વર્ષથી સુરભી જીવનમાં પ્રવેશી હતી. સુરભી તેના ઓફિસમાં જ કામ કરતી, જયારે સુભાષ નોકરીમાં જોડાયો તેના બીજા વર્ષે સુરભી પણ ત્યાં જોડાઈ, સુભાષની બાજુમાં જ સુરભી પણ બેસતી, સુભાષને એક વર્ષનો અનુભવ થઇ ગયો હતો માટે સુરભીને શીખવવાની જવાબદારી સુભાષને સોંપાઈ હતી, સુભાષનો પ્રેમાળ સ્વભાવ અને દિલથી શીખવવાની રીત પહેલા દિવસથી જ સુરભીને સ્પર્શી ગઈ હતી. સુરભી પણ પરણિત હતી, થોડા સમય પહેલા જ તે લગ્ન કરીને અમદાવાદ આવી હતી, તેના પતિને પોતાની કપડાંની દુકાન હતી, સુરભીને ઘરમાં બેઠા કંટાળો આવતો હતો એટલે ...Read More

12

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૨

લોકડાઉનનો બારમો દિવસ:એક તરફ સુભાષ સુરભીના કારણે ચિંતાઓમાં ઘેરાયેલો હતો તો બીજી તરફ મીરાં સુભાષના કારણે. મીરાં પોતાના સંબંધને જેમ જીવંત કરવા માંગતી હતી ત્યારે સુભાષ એક નવી જ ગૂંચવણમાં પરોવાઈ ગયો હતો. આ ગૂંચવણનો અંત કેવી રીતે લાવવો તે સુભાષની ચિંતાનું કારણ હતું.સુભાષે ક્યારેય વિચાર્યું નહોતું કે સુરભી સાથે તે શારીરિક સંબંધથી જોડાશે પરંતુ સુરભી તેના નજીક આવવાના બધા જ પ્રયત્નો કરી રહી હતી, તે સુભાષ સાથે પોતાના શરીરની ભૂખ સંતોષવા માંગતી હતી, પરંતુ સુભાષ સાથે તેને એકાંત મળતું નહોતું. સુભાષ પણ પોતાની જાતને સુરભી આગળ ખુલીને અભિવ્યકિત કરતો હતો, એક દિવસ સુભાષને સુરભીએ પૂછી જ લીધું કે: "મીરાં ...Read More

13

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૩

લોકડાઉનનો તેરમો દિવસ:સુભાષના મનમાં હવે ચિંતાઓ વધી રહી હતી, એક તરફ સુરભી હતી તો બીજી તરફ મીરાં, સુરભી ઉપર સુભાષને ઘણો જ વિશ્વાસ આવી ગયો હતો, એવું પણ કહી શકાય કે સુરભીએ સુભાષનો વિશ્વાસ જીતી લીધો હતો. અને તેના કારણે જ સુભાષે મીરાં સાથે તૂટતાં સંબંધમાં થીંગડું મારવાનો ક્યારેય પ્રયત્ન પણ નહોતો કર્યો, શૈલના જન્મ બાદ મીરાં પણ બદલાઈ ગઈ હતી, શરૂઆતનો થોડો સમય બાદ કરતા સુભાષે પણ માત્ર શૈલીના કારણે જ મીરાં સાથે એક ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. પોતાના દિલમાં દુખતી વાતો તે સુરભી સાથે સહજતાથી અભિવ્યક્ત કરી શકતો હતો. અને સુરભી જેમ બને તેમ સુભાષના નજીક આવવાના જ ...Read More

14

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૪

લોકડાઉનનો ચૌદમો દિવસ:લોકડાઉનના 13 દિવસો વીતી ગયા હતા, આજે ચૌદમા દિવસની સવાર હતી, મીરાં આજના દિવસને ખુબ જ ખાસ માંગતી હતી, મીરાં પાસે દિવસો ઓછા હતા અને કામ વધારે, ગઈ રાત્રે તેને સુભાષની નજીક આવવાનો પ્રયત્ન પણ કર્યો સુભાષનો હાથ પકડી, પરંતુ સુભાષ આગળના વધી શક્યો, પરંતુ મીરાંએ મનોમન જ નક્કી કર્યું કે હવે સંબંધને આગળ વધારવાનો છે, સંબંધમાં જીવંતતા ભરવાની છે અને તેના કારણે જ તેને આજે સવારે જ પોતાના કબાટમાંથી સાડી કાઢીને પહેરી, સુભાષને મીરાં સાડી પહેરે એ ખુબ જ ગમતું હતું, લગ્ન પછી શરૂઆતના દિવસોમાં તો મીરાં સાડી જ પહેરતી, પરંતુ ધીમે ધીમે મીરાંએ સાડી પહેરવાનું બંધ ...Read More

15

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૫

લોકડાઉનનો પંદરમો દિવસ:લોકડાઉનના કારણે રોડ રસ્તા, શહેર, ગામ, ગલી બધું જ સુમસાન પડ્યું હતું, ચૌદ દિવસો વીતી ગયા હોવા પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહોતો, હાલત તો પહેલા કરતાં પણ વધારે ખરાબ બનતી જઈ રહી હતી, સુભાષ અને મીરાંના સંબંધોમાં પણ લોકડાઉન જ ચાલી રહ્યું હતું, મીરાં સુભાષ સાથે હવે આગળ વધવા માંગતી હતી પરંતુ સુભાષને પોતાનો ભૂતકાળ મીરાં સાથે આગળ વધવા દેવામાં સંકોચનો અનુભવ કરાવતો હતો, તેને કરેલી ભૂલની માફી તે મીરાં પાસે માંગી શકે તેમ પણ નહોતો, મીરાંએ તો પોતાના ભૂલોની કબૂલાત કરીને એક નવી શરૂઆત કરવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો, પરંતુ સુભાષ આગળ વધી શકે તેમ ...Read More

16

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૬

લોકડાઉનનો સોળમો દિવસ:મીરાં પોતાના સંબંધને લઈને ખુબ જ ચિંતિત હતી, સુભાષની નજીક પહોંચવાના તેના પ્રયાસો પણ કાચા પડી રહ્યા તે હવે કોઈ એવો જાદુ કરવા માંગતી હતી કે તે સુભાષની એકદમ નજીક થઇ જાય, સુભાષ પણ મીરાંના નજીક આવવા માંગતો હતો, પરંતુ પોતે કરેલી ભૂલોના કારણે તેને મીરાંની નજીક આવવામાં ખચવાટ અનુભવાઈ રહ્યો હતો.સવારે મીરાં રસોડામાં પોતાના ભૂતકાળને યાદ કરી રહી હતી..."જ્યારે હું પ્રેગ્નેટ હતી ત્યારે સુભાષે મારી ખુબ જ કાળજી રાખી હતી, મારા સીમંત પહેલા હું અમદાવાદ જ રહી, અને સીમંત પછી પણ થોડા સમયમાં જ મારી દવા ચાલુ હોવાના કારણે સુભાષ મને અમદાવાદ લઇ આવ્યા હતા. એ સમય દરમિયાન ...Read More

17

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૭

લોકડાઉનનો સત્તરમો દિવસ:મીરાં આજે સવારથી રાત થવાની રાહ જોઈ રહી હતી, આજે તેનો સમય પણ પસાર થઇ રહ્યો નહોતો, સાથે ચા પીતા વખતે પણ બંને વચ્ચે કોઈ વાત ના થઇ અને તે રસોડામાં પોતાના કામમાં લાગી ગઈ, સુભાષ બેઠકરૂમમાં જ બેઠા બેઠા વિચારી રહ્યો હતો કે કેવી રીતે મીરાં સામે પોતાના ભૂલની કબૂલાત કરી શકશે?"મીરાંનો સ્વભાવ તો ગુસ્સાવાળો છે, એ તો મેં છેલ્લા ત્રણ વર્ષમાં અનુભવી લીધું છે, હવે જયારે મારા કરેલા આ ખોટા કામ વિષે મીરાંને જાણ થશે ત્યારે શું થશે? શું મીરાં મને માફ કરી શકશે?" આ પ્રશ્નો સુભાષના મનમાં ઘેરાતા ચાલ્યા જતા હતા. "મેં જ સામેથી મીરાંને ...Read More

18

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૮

લોકડાઉનનો અઢારમો દિવસ:મીરાંને ક્યારેય સપનામાં પણ એવો વિચાર નહોતો આવ્યો કે સુભાષ તેની સાથે આવું કરી શકે છે, સુભાષ અત્યારે તેના મનમાં પ્રેમના બદલામાં ગુસ્સો ઉભરાઈ આવ્યો હતો, લોકડાઉનના હવે માત્ર ચાર દિવસ જ બાકી હતા અને આ ચાર દિવસમાં જ તેને કોઈ નિર્ણય પણ કરવાનો હતો જેના કારણે તેની ઉદાસીમાં વધારો થવા લાગ્યો હતો. શું કરવું તેને કઈ સમજાઈ રહ્યું નહોતું, આ સમયે તે કોઈની સલાહ પણ માંગી શકે એમ હતી નહિ, ના તેની નજીકમાં એવું કોઈ વ્યક્તિ હતું જેની પાસે આ વાત થઇ શકે, તેની મમ્મીને પણ તે જણાવી શકે એમ નહોતી, કારણ કે તેને ખબર હતી ...Read More

19

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૯

લોકડાઉનનો ઓગણીસમો દિવસ:મીરાંએ નક્કી તો કરી લીધું કે તે સુભાષ સાથે ડિવોર્સ લઇ લેશે, પરંતુ તેને વિચાર આવવા લાગ્યો "હું ખરેખર સુભાષથી અલગ થઈને રહી શકીશ? અને શૈલીનું શું? જો શૈલી મારી પાસે રહેશે તો એક પિતાના પ્રેમથી વંચિત રહી જશે, અને જો સુભાષ પાસે રહેશે તો એક માના પ્રેથી વંચિત રહી જશે." સુભાષને તો તેને ડિવોર્સ આપવાનું જણાવી દીધું પરંતુ ડિવોર્સ આપવા કે ના આપવા તેની ગડમથલ ચાલી રહી હતી.ત્રણ દિવસ જ બાકી હતા, અને મનની મૂંઝવણોનો વર્ષો સુધી ઉકેલ આવે તેમ નહોતો, આજે તો સમય પણ જાણે કીડી વેગે પસાર થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું, ...Read More

20

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૨૦

લોકડાઉનનો વિસમો દિવસ: (વસમો દિવસ)આજે લોકડાઉનનો વિસમો દિવસ હતો પરંતુ સુભાષ અને મીરાંના જીવનનો ખુબ જ વસમો દિવસ હતો. સુભાષને ડિવોર્સ આપવા માટે તો જણાવી દીધુ છતાં પણ તેના મનમાં ખચવાટ હતો. સુભાષના મનમાં પણ એજ મૂંઝવણ હતીકે કેવી રીતે મીરાંને રોકી લેવી ? પાંચ વર્ષ જેની સાથે જીવન વિતાવ્યું, ત્રણ વર્ષને બાદ કરતા બે વર્ષમાં જેને જીવવાનો ભરપૂર આનંદ આપ્યો એ વ્યક્તિને છોડવાનું દુઃખ સુભાષને પણ હતું, પરંતુ તે પણ જાણતો હતો કે તેને જે ભૂલ કરી છે તેના માટે તે માફી પણ માંગી શકે એમ નથી, અને આ ભૂલ એવી હતી જેને મીરાં માફ પણ ના કરી ...Read More

21

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૨૧

લોકડાઉનનો એકવીસમો દિવસ: (અંતિમ દિવસ)સુભાષ અને મીરાં બંનેમાંથી કોઈ રાત્રે સુઈ નહોતું શક્યું, આખી રાત બંને એજ વિચારતા રહ્યા શું કરવું સવારે 10 વાગે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરવાના હતા. સુભાષ ઉઠીને ટીવી પાસે જ બેસી ગયો, મીરાંએ પણ આજે સુભાષ માટે ચા બનાવી તેના ટેબલ ઉપર મૂકી અને થોડે દૂર જઈને ઉભી થઇ ગઈ. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા હતા તેને જોતા લાગતું જ હતું કે લોકડાઉન વધી જશે, અને એજ થયું, મોદીજીએ પોતાના વક્તવ્યમાં લોકડાઉન વધારવા વિશેની વાત કરી, હવે 3 મે સુધી એટલે કે બીજા 19 દિવસ સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું હતું, ...Read More