એ દિવસ મને હજુ પણ યાદ છે. ધોરણ 4 નો એ પ્રથમ દિવસ મારા માટે સૌથી યાદગાર દિવસ રહ્યો છે. આજે પણ યાદ કરું છું તો મને એ દૃશ્ય નજર સમક્ષ તરી આવે છે. હા, હું એ સમયે નાનો જરૂર હતો પણ મને એ દિવસોમાં દુનિયાની બધીજ ખબર પડતી હોય તેવું મને લાગતું. ન જાણે મારે માં હું જ મોટો હોય નહિ ! મને જ બધી ખબર પડે ને ! હું જ બધું સમજુ ! મને જ બધું સમજાય.
Full Novel
The One Sided Love Story - 1
ભાગ :- 1 (મુલાકાત) એ મને હજુ પણ યાદ છે. ધોરણ 4 નો એ પ્રથમ દિવસ મારા માટે સૌથી યાદગાર દિવસ રહ્યો છે. આજે પણ યાદ કરું છું તો મને એ દૃશ્ય નજર સમક્ષ તરી આવે છે. હા, હું એ સમયે નાનો જરૂર હતો પણ મને એ દિવસોમાં દુનિયાની બધીજ ખબર પડતી હોય તેવું મને લાગતું. ન જાણે મારે માં હું જ મોટો હોય નહિ ! મને જ બધી ખબર પડે ને ! હું જ બધું સમજુ ! મને જ બધું સમજાય. ...Read More
The One Sided Love Story - 2
ભાગ :- 2 ( સ્પર્ધા ) શાળા નામ આવે એટલે સ્પર્ધા હોયજ. એ વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીઓમાં શિક્ષણને લગતી હોય કે પછી શાળાએ થી રજા મળ્યા બાદ ઘરે જતી વખતે ફાસ્ટ સાઇકલ ચલાવવાની હોય. હકીકત તો એ જ હોય છે કે પોતાને ગમતી છોકરી ની સામે દેખાવ કરવો, કે હું કેવી ફાસ્ટ ડ્રાઈવ કરી શકું છું. જેનાથી એ આપણાથી ઇમ્પ્રેસ થાય, અને આપણી સાથે વાત કરે. આમારી શાળામાં ઘણી પ્રકાર ની હરીફાઈઓ થતી જેમાંં ગીતો ગાવાની હરીફાઈઓ, શ્રેષ્ઠ ચિત્રો બનવાની હરીફાઈ તો ક્યારેક ...Read More
The One Sided Love Story - 3
ભાગ :- 3 ( શોધ ) આમ તો હવે ધોરણ 4 પુરું થયું. તેણીએ શાળા બદલી નાખી. હું અને મારો સ્પર્ધક મિત્ર બંને એ જ શાળા માં રહ્યા. નવું વર્ષ શરૂ થયું પછી અમને ખબર પડી કે તેણી એ શાળા છોડી દીધી છે. એક વર્ષ બાદ ધોરણ પાંચ પણ પુરું થયુંં. મારા મિત્રએ પણ શાળા બદલી નાખી. ખબર નઈ પણ કદાચ એને જાણ થઈ ગઈ હોય કે તેણી કઈ શાળા માં છે એટલે તેને ...Read More
The One Sided Love Story - 4
ભાગ:- 4 ( સરગમ અને પરિણામ ) ધોરણ સાત પછી નાં બે વર્ષ જોતજોતમાં વીતી ગયા. એ વર્ષમાં મારી શાળામાં વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્ય ક્રમ નું નામ હતું " સરગમ ". આ કાર્યક્રમ માં મારી પસંદગી એક ચિત્રકાર ની રીતે સ્ટેજ ડેકોરેશન માટે થઈ. કારણ કે મારા ચિત્રો એ સમયે સારા થતાં. મને ચિત્રો બનાવવા ગમતાં. અને હું ચિત્રો ખુબજ ખંત થી બનાવતો. આખિય શાળામાં ચિત્ર સ્પર્ધામાં મારો નંબર આવેલો, ધોરણ આઠમાં. એ મારા જીવન ની પહેલી સ્પર્ધા હતી. અને એમાં ...Read More
The One Sided Love Story - 5 - last part
ભાગ :- 5 ( અંત ) દરેક વિદ્યાર્થીઓના જીવનકાળમાં આવતો સુવર્ણકાળ મારા જીવનમાં પણ આવ્યો. અમારો ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ થયો. હવે કૉલેજ નો સમય હતો. મે B.Sc પસંદ કર્યું અને કૉલેજ ની પસંદગી થઈ, ભણવાનુ શરૂ થયું. પરંતુ મારા મન મંદિરમાં જેની મુરત હતી તેની યાદ મને ખુબજ સતાવતી હતી. મને મારા કોઈપણ કાર્ય માં મન નહોતું લગતું. મે ફરીથી તેની શોધ શરૂ કરી. મારા મોબાઈલ દ્વારા મે તેના સોશીયલ નેટવર્ક ને શોધી કાઢ્યા. અને તેની ભાળ મેળવી, તો ...Read More