ઈશા વાસ્યમિદઁ સર્વં યત્કિઞ્ચ જગત્યાં જગત્ | તેન ત્યક્તેન ભુઞ્જીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ || 1 || (યજુર્વેદ ૪૦.૧) ઇશોપનિષદના પહેલાં મંત્રમાં આપણે જે સુખી અને સફળ જીવનની કલ્પના કરતા હોઈએ છીએ તે સુખી સફળ જીવન જીવવાનો સાર છુંપાયેલો છે. મંત્રનો અર્થ હે મનુષ્ય! પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી જે કઈ સ્થિર અને ગતિશીલ જગત છે તે ઈશ્વર દ્વારા આચ્છાદિત થયેલ છે. આથી જગતથી ચિત્ત હટાવીને ત્યાગપૂર્વક તેનો ભોગ કર. તું ધન કે બીજી કોઈપણ વસ્તુમાત્રની અભિલાષા ન કર. કારણ કે આ જગતની સંપત્તિ કોઈના માલિકીની નથી. ઈશા – ઈશ્વર વાસ્યમ – આચ્છાદિત થયેલ ઇદમ – પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી સર્વં –
New Episodes : : Every Tuesday
ઇશોપનિષદ મંત્ર ૧ - ગતિશીલ જગત અને ગતિશીલ જીવન
ઈશા વાસ્યમિદઁ સર્વં યત્કિઞ્ચ જગત્યાં જગત્ | તેન ત્યક્તેન ભુઞ્જીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ || 1 || (યજુર્વેદ ૪૦.૧) ઇશોપનિષદના મંત્રમાં આપણે જે સુખી અને સફળ જીવનની કલ્પના કરતા હોઈએ છીએ તે સુખી સફળ જીવન જીવવાનો સાર છુંપાયેલો છે. મંત્રનો અર્થ હે મનુષ્ય! પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી જે કઈ સ્થિર અને ગતિશીલ જગત છે તે ઈશ્વર દ્વારા આચ્છાદિત થયેલ છે. આથી જગતથી ચિત્ત હટાવીને ત્યાગપૂર્વક તેનો ભોગ કર. તું ધન કે બીજી કોઈપણ વસ્તુમાત્રની અભિલાષા ન કર. કારણ કે આ જગતની સંપત્તિ કોઈના માલિકીની નથી. ઈશા – ઈશ્વર વાસ્યમ – આચ્છાદિત થયેલ ઇદમ – પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી સર્વં – ...Read More
ઇશોપનિષદ મંત્ર ૨ – આનંદ અને સફળતાનો એકમાત્ર ઉપાય
કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેચ્છતઁ સમાઃ | એવં ત્વયિ નાન્યથેતોઅસ્તિ ન કર્મ લિપ્યતે નરે || 2 || (યજુર્વેદ ૪૦.૨) ઇશોપનિષદનો આ મંત્ર જીવનમાં અકલ્પનીય આનંદ મેળવવાના વ્યવહારિક સૂચનો સમજાવે છે. મંત્રનો અર્થ હે મનુષ્ય! આ જગતમાં તું ધર્મયુક્ત અને વેદયુક્ત નિષ્કામ કર્મો કરતાં કરતાં સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા કર. અધર્મયુક્ત, અવૈદિક અને કુકર્મોમાં લિપ્ત થવાથી મળતા દુષ પરિણામોમાંથી બચાવનો આ જ એક માત્ર રસ્તો છે. ધર્મયુક્ત અને વેદયુક્ત નિષ્કામ કર્મોમાં પ્રવૃત્ત રહ્યાં સિવાય આનંદ મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી. કુર્વન્ – કરતાં કરતાં ઇવ્ – જ ઇહ – આ વિશ્વમાં કર્માણિ – ધર્મયુક્ત, વેદયુક્ત નિષ્કામ કર્મોને જિજીવિષેત્ – જીવવાની ઈચ્છા ...Read More
ઇશોપનિષદ મંત્ર ૩ - શોક અને દુઃખ દુર કરવાનો એક માત્ર રસ્તો
અસુર્યા નામ તે લોકા અન્ધેન તમસાઅવૃતાઃ | તાઁસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ || ૩ || (યજુર્વેદ ૪૦.૩) આપણે થોડા સમય માટે આ જગતમાં રહેવાના છે તે સમયને સૌથી સાર્થક બનાવવાનું માર્ગદર્શન ઇશોપનિષદનો આ ત્રીજો મંત્ર આપે છે. ભૂતકાળમાં કરેલા પાપકર્મોને કારણે પેદા થતો અપરાધભાવ અને શોક્ભાવને દુર કરી આનંદમય જીવન જીવવાની કળા આ મંત્ર શીખવે છે. મંત્રનો અર્થ જે લોકો આસક્ત બની અજ્ઞાનતાના અંધકારરૂપ આવરણમાં ઘેરાયેલ છે અને જેઓ પોતાની આત્માના અવાજની અવગણના કરી, સ્વાર્થી બની, પાપકર્મો કરે છે તેઓ જીવતા જીવત અને મૃત્યુ પછી પણ અજ્ઞાની અને દુ:ખી રહે છે. અસુર્યા – અજ્ઞાનતાના કારણે સ્વાર્થી બની પાપકર્મો ...Read More