શોધ – પુર્નજન્મની ગાથા

(572)
  • 101.5k
  • 51
  • 44.4k

ગઢ ચારેકોરથી ઇસ્ટ ઇંડિયા કંપનીના સૈનિકોથી ઘેરાઇ ચૂકેલો. લાલ રંગના વસ્ત્રોમાં કાળા માથાના માનવીઓનો કાફલો ગઢની આસપાસ વર્ચસ્વ જમાવી રહ્યો હતો. યુદ્ધના રણશિંગા ફૂંકાઇ ચૂક્યા હતા. સફેદ ઘોડા પર સવાર રાજા એક હાથમાં ચમકતી તલવાર અને બીજા હાથમાં ઘોડાની લગામ ઝાલી તીવ્ર ગતિથી દુશ્મન સેના તરફ ધસી રહેલો. ઘોડાની તીવ્ર ગતિને કારણે ધૂળની ડમરીઓ વાતાવરણમાં ફેલાઇ ગયેલી. ઇસ્ટ ઇંડિયા કંપનીનો જર્નલ રાજા સાથે યુદ્ધ પ્રસ્તાવની સામે શાંતિમંત્રણા મુદ્દે ચર્ચા કરવા ઇચ્છતો હતો. પરંતુ રાજા કંપની સામે ઘૂંટણે આવવા માંગતા નહોતો. આથી જ જનરલની ગઢ વિજય કરી રાજાનું નાક કાપવાની મંછા અત્યંત પ્રબળ બનેલી. વળી તેઓની પાસે રાઇફલ હતી. જેની સામે

Full Novel

1

શોધ – પુર્નજન્મની ગાથા

ગઢ ચારેકોરથી ઇસ્ટ ઇંડિયા કંપનીના સૈનિકોથી ઘેરાઇ ચૂકેલો. લાલ રંગના વસ્ત્રોમાં કાળા માથાના માનવીઓનો કાફલો ગઢની આસપાસ વર્ચસ્વ જમાવી હતો. યુદ્ધના રણશિંગા ફૂંકાઇ ચૂક્યા હતા. સફેદ ઘોડા પર સવાર રાજા એક હાથમાં ચમકતી તલવાર અને બીજા હાથમાં ઘોડાની લગામ ઝાલી તીવ્ર ગતિથી દુશ્મન સેના તરફ ધસી રહેલો. ઘોડાની તીવ્ર ગતિને કારણે ધૂળની ડમરીઓ વાતાવરણમાં ફેલાઇ ગયેલી. ઇસ્ટ ઇંડિયા કંપનીનો જર્નલ રાજા સાથે યુદ્ધ પ્રસ્તાવની સામે શાંતિમંત્રણા મુદ્દે ચર્ચા કરવા ઇચ્છતો હતો. પરંતુ રાજા કંપની સામે ઘૂંટણે આવવા માંગતા નહોતો. આથી જ જનરલની ગઢ વિજય કરી રાજાનું નાક કાપવાની મંછા અત્યંત પ્રબળ બનેલી. વળી તેઓની પાસે રાઇફલ હતી. જેની સામે ...Read More

2

શોધ – પુર્નજન્મની ગાથા - ૨

‘હેલો! નીરજ... નીરજ...’, ફોન કપાઇ ગયો. ઇશાને તેના ખાસ મિત્ર ફોન લગાવ્યો. પરંતુ નીરજનો ફોન વ્યસ્ત આવતો કાંતો કપાઇ જતો. નીરજ અને ઇશાન છેલ્લાં સાત વર્ષથી એક જ કંપનીમાં સમાન સ્તર પર ફરજ નિભાવતા હતા. નીરજ સામાન્ય ભારતીય પુરુષ જેટલી ઊંચાઇ ધરાવતો અને ઘટ્ટ શ્યામ ઝીણી આંખો સાથે વાંકડીયા વાળ તેમજ અત્યંત પાતળા શરીર સાથે પૃથ્વી પર ફરતો જીવ હતો. ‘નીરજનો ફોન લાગતો નથી.’, ઇશાને સ્કુલથી આવતી શ્વેતાના ઘરમાં દાખલ થતાં જ જણાવ્યું. ઇશાને આરામ કરવા માટે રજા રાખેલી. ‘તું આખો દિવસ, આ જ વિચારોમાં રહ્યો ...Read More

3

શોધ – પુર્નજન્મની ગાથા - ૩

‘ઇશાન...ઇશાન...’, ફોન ઉપાડતા જ શ્વેતાનો અવાજ સંભળાયો. શ્વેતાનો અવાજ ગભરાયેલો હતો. ડરતી હોય તેવું લાગતું હતું. ‘હા, શ્વેતા... શ્વેતા...’, ઇશાન આગળ વાત કરે તે પહેલાં જ ફોન કપાઇ ગયો. ઇશાને તુરત જ શ્વેતાનો નંબર ડાયલ કર્યો અને ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો. તેની ચિંતામાં વધારો થવા લાગ્યો. તેણે શ્વેતાની સ્કૂલ પર ફોન લગાવ્યો. ‘હેલો...ડીવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ...હાઉ મે આઇ હેલ્પ યુ?’, ‘પ્રાથમિક વિભાગમાંથી... શ્વેતાને બોલાવી આપો...હું તેનો પતિ બોલું છું.’, ઇશાને ડાબો હાથ કપાળ પર ફેરવ્યો. ...Read More

4

શોધ – પુર્નજન્મની ગાથા - ૪

‘શું બફાટ કરે છે?’, ઇશાન નીરજ દ્વારા લેવાયલા શ્વેતાના નામથી ગુસ્સે થયો. ‘બફાટ નથી કરતો. મારા મિત્ર એ આપેલ માહિતી ખોટી ન હોય’, નીરજે શાંતિથી જણાવ્યું. બન્ને ઇશાનના ઘર તરફ ચાલતા ચાલતા જઇ રહ્યા હતા. ઇશાનના ચહેરા પર થાક દેખાઇ રહેલો. જ્યારે નીરજ, ઇશાન અને શ્વેતાના વિચારમાં હતો. તેને એક વાત પર વધુ શંકા ગઇ, ‘શ્વેતાના નામથી નંબર રજીસ્ટર કેવી રીતે હોય?’ ઘરે પહોંચતા જ ઇશાને સોફા પર લંબાવ્યું. ‘તું શ્વેતાને ક્યારથી ઓળખે છે?’, નીરજે ફ્રીજનો દરવાજો પાણીની બોટલ લેવા ખોલ્યો. ‘તને ખબર તો છે યાર.’ ‘તો પણ...’ ...Read More

5

શોધ – પુર્નજન્મની ગાથા - ૫

ગઢ ચારેકોરથી શણગારવામાં આવેલો. પ્રજા, રાજા અને સૈનિકોની પ્રતીક્ષામાં હતી. યુદ્ધના વિજયના કારણે શહેરમાં વિજયોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. શાસન હેઠળ પ્રજાનું જીવન ખુશખુશાલ પસાર થઇ રહ્યું હતું. રાજાએ ઘણાં ખરા આસપાસના વિસ્તારો પોતાના તાબા હેઠળ જીતી લીધા હતા. રાજા તેમના સૈનિકો સાથે ગઢ તરફ તીવ્ર ગતિથી આવી રહ્યા હતા. રાજાના શહેરના દ્વાર પર આવતાંની સાથે જ તેમની જય-જયકાર થવા લાગી. ઘોડાની ચાલ ધીમી પડી. પ્રજાનું અભિવાદન સ્વીકારવામાં રાજા વ્યસ્ત થયા. પ્રજામાં પણ હર્ષોલ્લાસની લાગણીઓના દરિયાની ભરતીઓ આવી રહી હતી. રાજા તે ગઢ જીતીને આવ્યા હતા, જેના કારણે વ્યાપારીક ર્દષ્ટિએ ઘણો ફાયદો થવાનો ...Read More

6

શોધ – પુર્નજન્મની ગાથા - ૬

ઇશાનને નીરજની શ્વેતા જેવી કોઇ વ્યક્તિ તેના જીવનમાં આવી જ ન હતી, તે વાત પર વિશ્વાસ બેઠો નહિ. ઇશાને જ વાસ્તવિકતાની તપાસ કરવાનું નક્કી કર્યું. માટે જ બીજા દિવસે વહેલી સવારે તે એકાંતમાં મનોમંથન કરવા સારૂ બોરીવલીમાં સ્થિત રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોર્નિંગ વોક માટે નીકળી ગયો. તે નીકળ્યો ત્યારે નીરજ ડ્રોઇંગ રૂમમાં સોફા પર જ સૂતેલો હતો. ગ્રે ટ્રેક અને ટી-શર્ટમાં સજ્જ ઇશાન ઝડપથી ઉદ્યાન તરફ ચાલી રહેલો. ઇશાન હંમેશા શ્વેતા સાથે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જતો. ઉદ્યાનમાં ઉત્તરની તરફ આવેલી બેઠક પર તેઓ હંમેશા બેસતાં. ત્યાંથી એકતરફ ઉદ્યાનની લીલોતરી તો બીજી તરફ કોંક્રીટનું બનેલું શહેર દેખાતું ...Read More

7

શોધ – પુર્નજન્મની ગાથા - ૭

ઇશાન તે દુકાનદાર પાસે પહોંચ્યો, જેણે શ્વેતાને બે દિવસ પહેલા સ્કૂલ તરફ જતા જોઇ હતી. તેણે વિચાર્યું કે જો જેને તે સ્કૂલમાં મળીને આવ્યો હતો તે ત્રણ વર્ષથી નોકરી કરતી હતી. તો દુકાનદારે કેમ શ્વેતા, તેની પત્નીના ફોટાને ઓળખ્યો હતો? ‘અરે...ભાઇ! તમે મને શ્વેતા મેડમ વિષે કહ્યું હતું ને, બે દવસ પહેલાં હું અહી તેમને શોધવા આવ્યો હતો.’, ઇશાને દુકાનના પ્રવેશદ્વાર પર ગોઠવેલા કબાટ પર હાથ ટેકાવ્યા. સામાન્ય રીતે કરીયાણાની દુકાનમાં પ્રવેશદ્વાર પાસે જ કમર સુધીની ઊંચાઇ ધરાવતા ટેબલની ઉપર એલ્યુમિનિયમના બનેલા ડબ્બાઓ ગોઠવેલા હોય છે. તેમજ ...Read More

8

શોધ – પુર્નજન્મની ગાથા - ૮

ભાટિયા હોસ્પિટલ ઇશાનને અકસ્માતના સ્થળેથી સ્થાનિક વેપારીઓ દ્વારા ગ્રાંટ રોડ સ્ટેશનથી મીટર દૂર તુકારામ જવાજી રોડ પર સ્થિત ભાટિયા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવેલો. રસ્તા પર પટકાવાના કારણે કપાળમાં જમણી બાજુએ ઘવાયેલ જગા પર બે ટાંકા લેવા પડ્યા હતા. બાકી શરીર પર કોઇ પણ જાતની ઇજાનું ચિહ્ન દેખાતું નહોતું. હોસ્પિટલના કર્મચારીઓ અચંબિત હતા. વેપારીઓ દ્વારા જણાવ્યા મુજબ તો, ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય તેવો ભાસ થતો હતો. તેમ છતાં ઇશાનને અકસ્માતની ગંભીરતા મુજબ, ના બરાબર હાનિ પહોંચેલી. હોસ્પિટલના પહેલા માળે જનરલ વોર્ડમાં ઇશાન બેડ પર સૂતો હતો. ૧૦ મિનિટમાં જ ઇશાન ભાનમાં આવી ગયો. ‘ડૉક્ટર...! આ ભાઇ ...Read More

9

શોધ – પુર્નજન્મની ગાથા - ૯

પરેશ સાથેની મુલાકાતના બીજા દિવસે સવારે ઇશાન ઘરે સોફા પર જ દિવસના થાકના કારણે સૂઇ ગયેલો. પરંતુ તેના મનને શાંતિ નહોતિ. નીરજ તેને જોઇને ભાગ્યો કેમ? તે સવાલે હેરાન કરી દીધો હતો. એટલામાં જ તેનો મોબાઇલ રણક્યો. ‘હેલો...’, ઇશાને આળસ મરડી. ‘હેલો...ઇશાન! પરેશ બોલું, કાલે આપણે મળ્યા હતા. ખાર... ઘડિયાળની દુકાન.’, સામેથી આવતા અવાજે ઇશાનની ઊંઘ ઉડાડી. ‘હા...પરેશભાઇ...બોલો.’, ઇશાન સફાળો સોફા પર બેઠો થયો. ‘કાલે સાંજે, તમારા ગયા પછી કોઇ મળવા આવેલું. તેની ઓળખ તમારા મિત્ર તરીકે આપી.’, પરેશે વાત જણાવી. ‘કોણ હતું?’ ‘કોઇ નીરજ... કરીને’ ‘હા...શું પૂછતો હતો?’ ‘પૂછતો ...Read More

10

શોધ – પુર્નજન્મની ગાથા - ૧૦

૧૭૮૨, ડિસેમ્બર મૈસુરના યુવરાજનો રાજ્યાભિષેક થવાનો હતો. સંપૂર્ણ શ્રીરંગપટમ – મૈસુરની પુષ્પોથી શણગારવામાં આવેલી. ચોતરફ યુવરાજના નામની જયજયકાર હતી. હૈદર અલીના સંતાન તરીકે રાજાના પદ માટે યોગ્ય યુવરાજની પસંદગી થઇ ચૂકેલી. મંત્રીગણ, રાજકારોબારી, વેપારીઓ...પ્રત્યેક ગણમાં ખુશીઓની લહેર કૂદકેભૂસકે વહી રહી હતી. મહેલ હજુ સંપૂર્ણ બંધાયો નહોતો. ચણતર પૂરૂ કરવામાં હજી બે વર્ષ લાગે તેમ હતું. પરંતુ હૈદર અલીએ બાંધકામ શરૂ કરાવેલ પેલેસમાં જ યુવરાજ પોતાનો રાજ્યાભિષેક કરાવવા માંગતા હતા. આથી જ દરિયા દૌલત બાગ એટલે કે દરિયાની સંપત્તિ જે શ્રીરંગપટમનું મુખ્ય આકર્ષણ હતું, ત્યાં પ્રસંગ ગોઠવવામાં આવેલો. રાજ્યાભિષેકના સમારોહમાં નેપોલિયનના પસંદીદા અધિકારીઓ, ફ્રાંસની સેનાના ઉપરી અધિકારીઓ, અફઘાનિસ્તાનથી ...Read More

11

શોધ – પુર્નજન્મની ગાથા – ૧૧

‘મને તો મહારાજ જેવું કંઇ યાદ આવતું નથી...’, ઇશાને ઘાવ પર હાથ દબાવ્યો. પરેશ ઇશાનને તેની દુકાને લઇ ગયેલો. તેણે ઇશાનને મહારાજ હોવા વિષે જાણ કરી. પરંતુ ઇશાનને તે બાબતે કંઇ પણ યાદ આવતું નહોતું. ઇશાન ફક્ત ઘડિયાળ વિષે જાણવા તેમજ શ્વેતાને શોધવા માંગતો હતો. તેને ટીપુ સુલતાન કે પોતાના ભૂતકાળના જન્મ વિષે જાણવામાં કોઇ રસ રહ્યો નહોતો. નીરજ શું કરવા માંગતો હતો? અને તેને મારવા માટે આવેલા વ્યક્તિઓ કોણ હતા અને કોણે મોકલ્યા હતા? તે જ હવે તો મુખ્ય પ્રશ્ન બની ગયેલો. પરેશે ફરી એક વખત વાતને આગળ ધપાવી, ‘મને મારો પૂર્વજ્ન્મ યાદ ...Read More

12

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૨

‘સાહેબ, ટીપુ કોઇ બાબતે સંધિ કરવા માંગતો નથી.’, મેડોવે બ્રિટીશ અધિકારીઓની સભામાં જણાવ્યું. બ્રિટીશ સરકારને ટીપુનું રાજ્ય પડાવવામાં વધુ રસ હતો. આથી જ વોલિસના માર્ગદર્શન હેઠળ મેડોવને ટીપુ સાથે મંત્રણા કરવા મોકલવામાં આવેલો. પરંતુ મંત્રણાનું પરિણામ તેમની ધારણા કરતા અલગ નીકળ્યું હતું. યોજના મુજબ વોલિસ માનતો હતો કે બે આંગ્લ-મૈસુર યુદ્ધ બાદ ટીપુના રાજ્યને ઘણું આર્થિક નુકસાન થયુ હશે, અને તે ભરપાઇ કરવા ટીપુ તેમની સાથે સંધિની ના પાડી શકે તેમ હતું જ નહિ. વોલિસના પાસા ઊંધા પડ્યા હતા. ટીપુનું રાજ્ય કાપડ અને ખેતી ઉદ્યોગના વિકાસને કારણે આર્થિક રીતે તો વિકસીત હતું જ, સાથે સાથે ...Read More

13

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૩

‘મૈસુરુમાં આપણે શું કરીશું?’, નીરજે શ્વેતાની સામે જોયું. નીરજ અને શ્વેતા, ડોમેસ્ટીક ટર્મિનલ પર બેંગલોરની ફ્લાઇટની પ્રતીક્ષામાં ટર્મિનલના ડાબી તરફના ખૂણામાં આવેલ કોફી સ્ટોરમાં બેઠેલા. નીરજે તેની પસંદીદા અમેરીકન કોફી અને શ્વેતાએ બ્લેક કોફી લીધેલી. બે જણા જ બેસી શકે તેવા ટેબલની ગોઠવણ કરેલી ત્યાં જ તેઓએ બેસવા માટેની પસંદગી ઉતારેલી. ‘ત્યાં જઇને જણાવીશ?’, શ્વેતાએ કોફીનો પ્યાલો ઉઠાવ્યો. ‘ના, આ વખતે મારે જાણવું છે…’, નીરજે શ્વેતાના હાથમાંથી પ્યાલો ઝૂંટવીને પાછો ટેબલ પર મૂક્યો, ‘અહીં આટલી ભાગદોડ, મારઝૂડ થઇ તો પણ મેં કોઇ દિવસ પૂછ્યું નથી કે આ બધું શા માટે? ફક્ત તારા ...Read More

14

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૪

૧૭૮૮ કંપનીએ ગુંતુરના સરકાર પર નિયંત્રણ મેળવ્યો હતો, જે કંપનીએ નિઝામ સાથેના અગાઉના કરારો હેઠળ પ્રાપ્ત કરેલ. જેના બદલામાં, નિઝામને કંપની સૈન્યની બે બટાલિયન પ્રદાન કરી. જેના કરણે બ્રિટીશ સૈન્ય મૈસુરની નજીક આવી ગયું. નિઝામે કોઇ પણ પરિસ્થિતીમાં બ્રિટીશરોનું સમર્થન કરશે તેની ખાતરી આપી હતી. તે જ સમયે ટીપુનો ત્રાવાંકુરના રાજ્ય પર કબજો કરવાના પરોક્ષ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા, અને મદ્રાસના પ્રમુખ, આર્ચિબાલ્ડ કેમ્પબલે ટીપુને ચેતવણી આપી હતી કે ત્રાવાંકુર પરના હુમલાને કંપની સાથે યુદ્ધની ઘોષણા તરીકે ગણવામાં આવશે. ત્રાવાંકુરના રાજાએ પણ કોચિનની સરહદ પર કિલ્લેબંધી લંબાવી દીધેલી. વળી, ત્રાવાંકુરના રાજાએ કોચિન કિંગડમનાં ડચ ઇસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી બે ...Read More

15

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૫

શ્વેતા નીરજની સાથે મૈસુરુ પહોંચી ચૂકી હતી. તેઓએ લોકસાગર હોટેલમાં રોકાણ કર્યું, જે મૈસુર પેલેસથી આશરે ૫૦૦ મીટરની દૂરી સ્થિત હતી. રૂમ નંબર ૨૦૩, જેની બારીમાંથી દૂરબીનની મદદથી મૈસુર પેલેસ સ્પષ્ટ દેખી શકાય તેવો પસંદ કર્યો. રૂમ નક્કી કર્યા બાદ, ઓળખના પુરાવા તરીકે નીરજ પાસે કશું જ નહોતું. આથી શ્વેતાએ તેનું ડ્રાઇવીંગ લાઇસન્સ આપ્યું. શ્વેતાએ રૂમની ચાવી લેવા માટે હાથ લાંબો કર્યો અને તેના હાથમાંથી લાઇસન્સ સરકી ગયું. તે હજી નીચે નમે તે પહેલાં જ નીરજે લાઇસન્સ ઉપાડી લીધું. ‘આ શું? કોનું લાઇસન્સ છે? ફોટો તારો અને નામ...’, નીરજે લાઇસન્સ જોતાં જ કહ્યું. ...Read More

16

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૬

‘તને શું લાગે છે? નીરજને શ્વેતાએ જ માર્યો હશે...’, પરેશે સમચાર પૂરા વાંચી ઇશાનને પૂછ્યું. નીરજની હત્યાના સમાચાર વાંચી ઇશાન અવાક બની ગયેલો. થોડી મિનિટો માટે ચૂપકી સાધી. ધ્રુજતા હાથે તેણે ચાનો કપ ઉપાડ્યો. એક ચૂસકી લીધી. ‘પરેશભાઇ! મેં ત્રણ વર્ષ શ્વેતા સાથે ગાળ્યા છે. પરંતુ કોઇ દિવસ મને આભાસ પણ નથી થયો કે તે આટલી હદ સુધી જઇ શકે, અને તે પણ ફક્ત એક શોધ કરવા અર્થે…’, ઇશાને પરેશ સામે જોયું. ‘તેવું નથી. તેની શોધ એક ઘડિયાળ નહોતિ. નહોતિ અહીં સુધી પહોંચવાની. તેની શોધ છે ઇતિહાસમાં અમર બની જવાની. નામ નોંધાવા માટેની…’, ...Read More

17

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૭

બીજા દિવસે, સવારે ૧૧:૩૦ કલાકે... ‘આપણી તપાસ ક્યાં સુધી પહોંચી છે?’, પોલીસ સ્ટેશનમાં આવતાંની સાથે કોન્સ્ટેબલને પૂછ્યું. લશ્કર પોલીસ સ્ટેશનમાં નીરજની હત્યા અને તેના પહેલા બનેલી ઘટના સાથે મેળ ખાતો હોવાની વાતને સમર્થન મળતાં જ ફાઇલો પરની ધૂળ ઉડવા માંડી હતી. અસંખ્ય કાગળોને તપાસવામાં આવ્યા. આખરે કોન્સ્ટેબલે તે કેસ અને તેને લગતા પુરાવા શોધી નાખ્યા, અને તે દરેક માહિતી સાથે હાજર હતો. ‘આપણી તપાસ પૂરી થઇ ગઇ છે. તમે જે જુના કેસની વાત કરતા હતા, તેમાં પણ અત્યારના કેસની માફક જ હત્યા થઇ હતી.’, કોન્સ્ટેબલે ફાઇલ ઇંસ્પેક્ટર સમક્ષ મૂકી. ‘વેરી ગુડ…!’, ઇંસ્પેક્ટરે પોકેટમાંથી સિગાર ...Read More

18

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૮

૧૭૯૯, શ્રીરંગપટમ ‘આપણી ચોતરફ બ્રિટીશ સૈન્ય ગોઠવાઇ ચૂક્યું છે.’, પૂર્ણૈયાએ ટીપુને ટીપુ અને પૂર્ણૈયા ગઢની ચારે તરફનો અભ્યાસ કરી રહ્યા હતા. ટીપુ સાથેની સંધિ બાદ પણ બ્રિટીશરોએ તેની સામે યુદ્ધ છેડ્યું હતું. ટીપુ પણ હાર માને તેમ નહોતું. તેણે વિરોધી પક્ષની શરતોને તાબે થવાનું અસ્વીકાર હતું. ‘હું જાણું છું. પરંતુ તેમને આપણી સુરક્ષા વ્યવ્સ્થા વિષે ખબર કેવી રીતે પડી?’, ટીપુને આંખો સંકોચાઇ. ‘આપણા ગુપ્તચરો તપાસ કરી રહ્યા છે. જે બાબતથી આજ સુધી તમે અને તમારા નીકટજનો જ જાણી શક્યા છે... તે માહિતી બહાર કેવી રીતે નીકળી શકે?’, પૂર્ણૈયાએ ટીપુની વાતને સમર્થન આપતા શંકા વ્યક્ત કરી. ...Read More

19

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૯

ઇશાનને ગોળી મારવામાં આવી, તેના એક કલાક પછી ‘આપણું કામ અડધું થયું…’, પરેશે હોટેલના રૂમમાં દાખલ થતાં તે વ્યક્તિને જણાવ્યું, જેણે ઇશાન પર ગોળી ચલાવી હતી. ગોળી ચલાવનાર વ્યક્તિ હતો, વિવેક. ‘પરેશભાઇ... ઇશાનને મારવાથી આપણને શો લાભ થયો? ખજાના સુધી જવાનો માર્ગ તો એ જાણતો હતો...’, વિવેકે બેડ પર લંબાવ્યું. ‘એવું નથી. ઇશાનને તેનો પુર્નજન્મ યાદ કરવાના ઘણા પ્રયાસો કર્યા. પરંતુ બધા જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા.’, પરેશે પાણીનો જગ ઉપાડી ગ્લાસ ભર્યો. ‘એટલે મારી નાંખવાનો...’, વિવેકે પરેશના હાથમાંથી ગ્લાસ લઇ પોતે પાણી પી ગયો. ‘ના, પરંતુ તેની પાસેથી આપણે જે જાણવું હતું. ...Read More

20

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૦

‘આ ઘડિયાળ વિષે સંપૂર્ણ માહિતી મળી ગઇ છે...?’, શ્યામાએ પરેશ સામે જોયું. સવારના ૦૭:૦૦ કલાકે, પરેશના રૂમમાં શ્યામા અને પરેશ ટેબલ પર બન્ને ઘડિયાળ મૂકીને તેનો અભ્યાસ કરી રહેલા. વિવેક તેમની પાસે બેસીને બધી ગતિવિધીઓ નિહાળી રહ્યો હતો. શ્યામાએ ઘડિયાળોના ઉપરનો ભાગ દેખાય તેવી રીતે ટેબલ પર મૂકેલી. અર્ધમાનવ અને અર્ધપશુ તેમજ તાજ અને તલવાર એક તરફ તો બીજી તરફ ઇસ્ટ ઇંડિયા કંપનીની સંજ્ઞા દેખા આપી રહેલી. ‘તારી પાસે બન્ને ઘડિયાળ કેવી રીતે આવી?’, પરેશે શ્યામા તરફ આશ્ચર્યથી જોયું. ‘એ જાણવા કરતા આનું રહસ્ય ઉકેલવામાં મારી મદદ કરો.’ ‘હા! એ તો હું કરીશ ...Read More

21

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૧

ઇશાન ઘણી ખરી સ્વસ્થ અવસ્થામાં આવી ગયો હતો. પરંતુ હજુ તેના મનમાં સુનિતા વિષેના વિચારો ચાલતા હતા. ‘તો...! મિસ્ટર ઇશાન! કેવું છે તમને?’, ઇંસ્પેક્ટરે રૂમનો દરવાજો ઉઘાડતા જ કહ્યું. ‘સારૂ છે.’, ઇશાને ટૂંકમાં પતાવ્યું. ‘મારૂં નામ છે, ઇંસ્પેક્ટર વિજય...!’ ‘નમસ્તે સાહેબ...!’, ઇશાને ઉડાઉ પ્રત્યુત્તર આપ્યો. ‘સીધી વાત કરૂ છું, તમને ગોળી છાતીમાં વાગી...એટલે કે ગોળી ચલાવનાર તમારી સામે ઊભો હશે. તમે તેને જોયો જ હશે... મને ખાલી તેના વિષે જણાવો... તેનો ચહેરો, પહેરવેશ, કોઇ ખાસ વાત જે તમારા ધ્યાનમાં આવી હોય...’, વિજય ટેબલ પર પડેલ સફરજનને દડાની માફક હાથમાં રમાડવા લાગ્યો. ‘ના... સાહેબ! ...Read More

22

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૨

રાતના ૦૮:૦૦ કલાકે, પરેશના રૂમમાં ‘આપણે બને તેટલા વહેલા પેલેસની મુલાકાત લેવી પડશે.’, શ્યામાએ પરેશને જણાવ્યું. ઘડિયાળના રહસ્યમાંથી સ્થળ જાણી જવાને કારણે શ્યામા ઉતાવળમાં હતી. તે જાણતી હતી કે હવે તેના સિવાય કોઇ નથી, જે ખજાનાની શોધમાં હોય અને પરેશ કે વિવેકની કોઇ ભૂલના કારણે તક ગુમાવવા માંગતી નહોતી. કોફીનો કપ હાથમાં રાખી પરેશ હજુ ઘડિયાળની ગોઠવણ વિષે જ અભ્યાસ કરી રહ્યો હતો. જ્યારે વિવેક તેના મોબાઇલમાં વ્યસ્ત હતો. ‘પરંતુ અત્યારે તો પેલેસ બંધ હશે.’, વિવેક મોબાઇલ પર આંગળીઓ ફેરવતાં બોલ્યો. ‘કાલે સવારે આપણે જવાના છીએ.’, શ્યામાએ વિવેક પ્રત્યે અણગમો દર્શાવ્યો. પરેશ કોફી ...Read More

23

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૩

બીજા દિવસે, સવારના ૧૦:૩૦ કલાકે શ્યામા અને પરેશ તીવ્ર ગતિથી બલરામ તરફ પગ ઉપાડી રહ્યા હતા. વિવેક લટાર મારવા નીકળ્યો હોય તેમ આરામથી તેઓની પાછળ જ હતો. જ્યારે બીજી તરફથી ઇશાન અને સુનિતા પણ દ્વાર તરફની ગતિમાં જ હતા. સમય આવી ગયો હતો સામસામે આવવાનો. ‘તું?’, શ્યામાના પગ જમીન સાથે જડાઇ ગયા. ‘હા!’, ઇશાન બરોબર તેની સામે ઊભો હતો. ઇશાને પરેશ સામે પણ નજર નાંખી. પરેશ હેબતાઇ ગયો. ઇશાન જીવતો હતો. કેવી રીતે? ‘અરે...! ઇશાનભાઇ... તમે?’, પરેશે ના માત્ર સ્મિત ચહેરા પર ફરકાવ્યું. ‘તે...મારા પિતાની હત્યા કરી છે’, સુનિતા શ્યામા તરફ ગુસ્સામાં આગળ વધી. ...Read More

24

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૪

“બે મહાકાયને ચણાવી દીધા ભીંતમાં, મારી તેમને હાર ફેરવી જીતમાં; જે દેખાય તે હોય નહિ, જુઓ જે તરફ તેમની - એ જ છે હકીકતમાં.” ‘આ, દર વખતે નવું કંઇ હોય છે, કાગળમાં...’, વિવેકે કાગળની ગડી કરી તોપના મુખમાં જ નાંખી દીધો. ‘એ તો, રહેવાનું... ભાઇ... ખજાનો આરામથી થોડી મળી જાય, મહેનત કરવી પડે...’, પરેશે પાણીની બોટલ વિવેકને આપી, ‘ઠંડું પાણી પી અને ટાઢો થા.’ દરેક વ્યક્તિ દોડધામ કરીને થાકી ગયેલ અને ઉખાણાઓ એક પછી એક, એમ નવા નવા પ્રશ્નો તેમની સામે મૂકતા જતા હતા. થોડી વાર માટે તોપની પાસે જ બેસી ગયા. ...Read More

25

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૫

સાંજના ૦૪:૩૦ કલાકે, મૈસુર પેલેસ ‘જુઓ ૦૫:૩૦ કલાકે પેલેસ મુલાકાતીઓ માટે થઇ જશે. ત્યાં સુધી આપણા માટે પેલેસની નીચે રહેલી પાઇપલાઇનમાં જવું અશક્ય છે. માટે... ત્રિપરીમાણીય ચિત્રોવાળી પરસાળમાં બધા મળીશું.’, ઇશાને બધાને જણાવ્યું. ઇશાન જાણતો હતો, કે પેલેસમાં મુલાકાતીઓની અવરજવર દરમ્યાન પાઇપલાઇન સુધી જવું મુશ્કેલ હતું. તેમજ થોડા ઘણા ગાર્ડ, જે તેની નજરમાં આવ્યા હતા, તેમનાથી પણ બચીને કાર્ય પૂરુ કરવાનું હતું. આથી તેણે દરેકને વિખુટા પડવાની, તેમજ પેલેસના મુલાકાતીની જેમ પેલેસમાં ફરવા માટે સૂચવ્યું, તેમક દરેકે પેલેસ બંધ થયા બાદ નક્કી કરેલી જગા પર મળવાનું નક્કી કર્યું. ‘ના, તું ભાગી ગયો તો...’, પરેશે ઇશાનનો હાથ ...Read More

26

શોધ – પુર્નજન્મની ગાથા – અંતિમ પ્રકરણ – ૨૬

છ મહિના પછી, સાંજના ૦૬:૨૫ કલાકે મુંબઇના બોરીવલી ઇસ્ટ વિસ્તારમાં એક હોલ - કિચન ધરાવતા ઇશાનના ફ્લેટમાં સોફા પર બેઠેલો ઇશાન કોફીની મજા માણી રહ્યો હતો. કિચનમાંથી મસાલા ભીંડીના વઘારની સોડમ જીભને લલચાવી રહી હતી. સોફા પરથી કિચનમાં ચાલી રહેલી હિલચાલ દેખાતી હતી. એક સ્ત્રી સાડીનો પલ્લુ કમરમાં ઘોસી રસોડામાં કાર્યરત હતી. અંબોડો વાળેલો હોવાને કારણે આકર્ષક પીઠ અને કમર દેખા આપી રહેલા. કોફીના પ્રત્યેક ઘૂંટ વખતે ઇશાનનું ધ્યાન ત્યાં જ જઇને અટકતું હતું. આખરે ઇશાન ઊભો થઇ રસોડામાં ગયો અને સ્ત્રીની કમર પરથી હાથ પસાર કરી તેને પોતાની તરફ ખેંચી. સ્ત્રી પણ ચાલાકી વાપરી ગોળ ફરી. ...Read More