આધુનિક કર્ણ

(35)
  • 16k
  • 15
  • 6.5k

સવારની ચા પી ને હું બહાર નીકળ્યો ને યાદ આવ્યું કે આજે તો ગુરુવાર. ગુરુવાર એટલે ગુરુ નો દિવસ અને ધણા બધા મોટાભાગના દાન માટે ગુરુવાર એ શુભ જ ગણાય. એવા જ એક દાનવીર હતા અમારા મહેશ કાકા. દાનવીર તો શું, જાણે આધુનિક કર્ણ જ હતાં. હા, બધા એમને આ જ નામથી બોલાવતાં. જાણે આ સંબોધન એમના માટે જ હોય. દર ગુરુવારે એ અમારી સંસ્થા માટે પૈસા આપતા. અમારી આ સંસ્થા સામાજિક કાર્યો માટે કામ કરતી અને આખા જિલ્લાનું મુખ્ય પૈસાનું વ્યવહાર હું

Full Novel

1

આધુનિક કર્ણ - 1

સવારની ચા પી ને હું બહાર નીકળ્યો ને યાદ આવ્યું કે આજે તો ગુરુવાર. ગુરુવાર એટલે ગુરુ નો દિવસ અને ધણા બધા મોટાભાગના દાન માટે ગુરુવાર એ શુભ જ ગણાય. એવા જ એક દાનવીર હતા અમારા મહેશ કાકા. દાનવીર તો શું, જાણે આધુનિક કર્ણ જ હતાં. હા, બધા એમને આ જ નામથી બોલાવતાં. જાણે આ સંબોધન એમના માટે જ હોય. દર ગુરુવારે એ અમારી સંસ્થા માટે પૈસા આપતા. અમારી આ સંસ્થા સામાજિક કાર્યો માટે કામ કરતી અને આખા જિલ્લાનું મુખ્ય પૈસાનું વ્યવહાર હું ...Read More

2

આધુનિક કર્ણ - 2

હજું હું ચાલતો જ હતો ને મને અડધા વાળવાળા ડોસાજી દેખાયાં. એ વળી પાછા કોણ? હું જ્યારે પણ માર્કેટમાં જતો, એ વૃદ્ધ હમેશા એક ખૂણે નીચે રુમાલોનું બંડળ લઈને બેસેલા દેખાતા. હાથ રુમાલોને હાથમાં લઈ એ સવારથી સાંજ સુધી ત્યાં જ બેસેલા રહેતા અને હાથ લંબાવી લંબાવીને બધાને રુમાલો દેખાડતા. જોકે માર્કેટમાં ઘણી બધી દુકાનો હતી ને એવામાં પાછા આ રોડ પર બેસેલા પાસેથી રુમાલ કોણ લે? આ બધાં જ વિચારોને મનમાં લઈને હું આગળ વઘ્યો. ભગવાન જાણે મને કેમ એ વડીલ પ્રત્યે ...Read More

3

આધુનિક કર્ણ - 3

હું પેલા વૃદ્ધને રંગબેરંગી રુમાલો વેંચતા જોવામાં તલ્લીન હતો અને પેલાં છોકરાએ ચ્હાનો કપ સામે લાવીને મારી તંદ્રા ભંગ નાખી. " અલ્યા, કઈ ખોવાઇ ગયો? ચા લે. " રમેશ બોલી ઉઠયો. " હા. " મેં ચ્હા લેતા ફરી રમેશને પૂછયું; " રમેશ, તને એક વાત પૂછું? આ સામે જે માણસ રુમાલો વેંચે છે, એ કોણ છે? આટલી બધી તકલીફો છતાં અહીં રુમાલો વેંચે છે, નિરાંતે ઘરમાં આરામ કેમ નથી કરતાં? જોઈને તો લાગે છે કે આખા દિવસમાં બે રુમાલ પણ વેંચાય તો બહુ કેહવાય. " ...Read More

4

આધુનિક કર્ણ - 4 - છેલ્લો ભાગ

હું આટલાં ધ્યાનથી સાંભળતો હતો. મને આખી વાત જાણવાની ખૂબ જ આતુરતા હતી. હું મારા કામને અને પોતે મોડું ગયું હતું એ વાતને પણ ભૂલી ગયો હતો. મારા મનમાં ફક્ત કાકાની આ કહાની જ ચાલતી હતી જે રમેશ ખૂબ સારી રીતે સંભળાવતો હતો. " પછી એક દિવસ એમના ઘરમાંથી જોર-જોરથી અવાજ હતો જાણે ઝધડો થતો હોય. " રમેશે આગળ કહ્યું. " કાકી મોટેથી બોલતાં હતાં - મારાથી હવે આ નહી વેંઠાય! તમે આમને કોક સારા વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી દેતાં. હું હવે નહિ સાચવું. આપણા સંબંધોને જો સંભાળવા હોય તો આટલું ...Read More