કાશ્મીરની ગલીઓમાં...

(251)
  • 41.9k
  • 28
  • 19.6k

કાશ્મીરમાં પાંગરતો પ્રેમ એના ઉપર મારો ઘણા સમયથી વિચાર હતો લખવાનો, આ વાર્તાને હું ટૂંકી વાર્તામાં સમાવી લઈશ તો કદાચ હું જીવંત નહીં બનાવી શકું પાત્રો અને ઘટનાઓને... આથી આને હું નવલકથા સ્વરૂપે જ રજૂ કરવા ઈચ્છીશ.... બહુ લાંબી નહીં પણ સુંદર રજુઆત સાથે રજૂ કરું છું પ્રેમ ઉપર મારી પ્રથમ નવલકથા... 'કાશ્મીરની ગલીઓમાં'હેલો દોસ્તો હું છું અનુજ ભારદ્વાજ, આજે હું મારા રિટાયરમેન્ટ પર મારા કાશ્મીરનાં અનુભવની વાત કરવા જઈ રહ્યો છું, મારી વાત જાણ્યા બાદ કદાચ ઘણા મૃદુ લોકોની આંખોમાં આંસુ હશે એટલે પ્લીઝ તમારો હાથરૂમાલ હાથમાં લઇ લેજો....હસતા હસતા અનુજે

Full Novel

1

કાશ્મીરની ગલીઓમાં... 1

કાશ્મીરમાં પાંગરતો પ્રેમ એના ઉપર મારો ઘણા સમયથી વિચાર હતો લખવાનો, આ વાર્તાને હું ટૂંકી વાર્તામાં સમાવી લઈશ તો હું જીવંત નહીં બનાવી શકું પાત્રો અને ઘટનાઓને... આથી આને હું નવલકથા સ્વરૂપે જ રજૂ કરવા ઈચ્છીશ.... બહુ લાંબી નહીં પણ સુંદર રજુઆત સાથે રજૂ કરું છું પ્રેમ ઉપર મારી પ્રથમ નવલકથા... ''કાશ્મીરની ગલીઓમાં''હેલો દોસ્તો હું છું અનુજ ભારદ્વાજ, આજે હું મારા રિટાયરમેન્ટ પર મારા કાશ્મીરનાં અનુભવની વાત કરવા જઈ રહ્યો છું, મારી વાત જાણ્યા બાદ કદાચ ઘણા મૃદુ લોકોની આંખોમાં આંસુ હશે એટલે પ્લીઝ તમારો હાથરૂમાલ હાથમાં લઇ લેજો....હસતા હસતા અનુજે ...Read More

2

કાશ્મીરની ગલીઓમાં... 2

પાર્ટ 2આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ પોતાના રિટાયરમેન્ટ પર પોતાના કાશ્મીરના અનુભવની વાત કરે છે, તે પાર્ટીમાં એક જોવે છે, જેનું નામ તેને ઇનાયત માલુમ પડે છે, હવે આગળ, મને તે દેખાઈ ગઈ અને મેં આંગળી વડે તેને બતાવી, કર્નલ સાહેબ બોલ્યા, 'અચ્છા, ઇનાયત ', 'ઇનાયત 'હું ખુશ થતા બોલ્યો, કર્નલ સાહેબ ગુસ્સામાં બોલ્યા, 'જુનિયર સાહેબ જાગતી આંખે સપના નાં જોશો એ કોઈ બીજાની અમાનત છે ', 'મતલબ 'મેં આશ્ચર્યભાવ સાથે પૂછ્યું, 'એ ઇનાયત શેખ છે, અહીંના મેયર સુલેમાન શેખની બેગમ 'કર્નલ સાહેબે ચોખવટ કરતા કહ્યું, મેં ફરી એ નકાબપોશની સામું જોયું, તેની આંખો મને કંઈક કહી રહી હતી પણ ખબર નહીં એ શું કહેવા ...Read More

3

કાશ્મીરની ગલીઓમાં... 3

પાર્ટ 3આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત અને અનુજની મુલાકાત થાય છે, વાતવાતમાં ઇનાયત પોતે પણ બ્રાહ્મણ હતી એ કરે છે, હવે આગળ, 'હું બ્રાહ્મણ છું ', 'અચ્છા હું પણ બ્રાહ્મણ છું... હમ્મ સોરી હતી ''મતલબ ''મતલબ એમ કે લગ્ન પહેલા બ્રાહ્નણ હતી ''તો તારા સુલેમાન સાથે લગ્ન કેમ? ''બધું આજેજ જાણી લેવું છે? !''હા, જાણ્યા વગર નહીં જવા દઉં ''કર્નલ સાહેબને પૂછજો એ જણાવશે તમને 'આટલું કહીને ઇનાયત ઉભી થઈને ચાલવા લાગી, અનુજ પણ ઉભો થયો, ઈનાયતનો રસ્તો રોકતા બોલ્યો, 'તારે જ જણાવવું પડશે ઇનાયત પ્લીઝ મને આમ મૂંઝવણમાં મૂકીને ના જા ', 'અનુજ સમજો આપ, મારે જલ્દી નીકળવું પડશે, હું કાલે ...Read More

4

કાશ્મીરની ગલીઓમાં... 4

પાર્ટ 4આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત મળીને છૂટા પડે છે, અનુજ પોતાના સવાલોના જવાબ મેળવવાં ઇનાયતના સુધી પહોંચી જાય છે, કોઈક દરવાજો ખખડાવે છે, હવે આગળ, એટલામાં દરવાજો ખટખટાવવાનો અવાજ આવે છે, ઇનાયત અને અનુજ બંને ડરી જાય છે, ઇનાયત આમથી તેમ અનુજને છુપાવવા માટે કહે છે, છેવટે અનુજ કબાટની અંદર છુપાઈ જાય છે અને ઇનાયત ફટાફટ દરવાજો ખોલવા જાય છે, દરવાજો ખોલતા ઇનાયત જોવે છે તો સામે સુલેમાન ઉભો હોય છે, 'શું કરતી હતી આટલી વારથી?? દરવાજો ખોલવામાં કેમ વાર લાગી?? 'સુલેમાન ગુસ્સે થતા બોલ્યો, 'બાથરૂમમાં હતી એટલે આવતા વાર લાગી ', ઈનાયતે જવાબ આપ્યો, 'સારુ, સારુ બાકી બેગમજાન તો ...Read More

5

કાશ્મીરની ગલીઓમાં... 5

આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત કાશ્મીર પર આવનાર સંકટ વિશે વાત કરે છે, અનુજ તેને પોતાને મળેલ ચિઠ્ઠી પૂછે છે, હવે આગળ, 'તું ચિંતા ના કર આપણે કંઈક ને કંઈક રસ્તો જરૂર લાવશું, કાલે તે ચિઠ્ઠી મારા સુધી કેમની પહોંચાડી હતી?? ', 'હું નહોતી, મારો સંદેશો તારા સુધી પહોંચાડાયો હતો ', 'કોના દ્વારા??''એ કહેવું હું તમને જરૂરી નથી સમજતી, એમ પણ જયારે સમય આવશે ત્યારે હું તમને સામે ચાલીને જ વાત કરીશ ' ઈનાયતે રુક્ષતા સાથે કહ્યું, 'પણ હવે હું પણ તો આ મિશનનો જ એક ભાગ છું તો અત્યારે કહેવામાં શું વાંધો છે?? ' અધીરાઈ દર્શાવતા હું બોલ્યો, 'Mr. ભારદ્વાજ પહેલા આ ...Read More

6

કાશ્મીરની ગલીઓમાં... 6

આગલા ભાગમાં આપણે જોયું કે ઈનાયતના બોલવાથી અનુજ રિસાઈ જાય છે, તે નગ્માને મળે છે, ત્યારબાદ ઇનાયત અનુજને મનાવવા પર પહોંચી જાય છે, તે બંને હોઠોનું રસપાન કરતા હોય છે અને કોઈકનો પગરવનો અવાજ આવે છે, હવે આગળ, મને ઈનાયતના હોઠોનો સ્પર્શ ગરમી આપી રહ્યો હતો, અચાનક કોઈના પગરવનો અવાજ મને આવ્યો, હું અને ઇનાયત એકદમ દૂર થઇ ગયા, મેં તેને ઝાડની પાછળ છુપાઈ જવા કહ્યું, મેં જોયું તો સામે કર્નલ સાહેબ ઉભા હતા, મારા તો જાણે શ્વાસ જ થંભી ગયા, મને લાગ્યું કે આજે મારો શહીદ દિવસ ઉજવાઈ જશે પણ કર્નલ સાહેબ હસતા હસતા બોલ્યા, 'કેમ જુનિયર સાહેબ ઊંઘ નથી ...Read More

7

કાશ્મીરની ગલીઓમાં... 7

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ પોતાની આવનાર ટ્રેનિંગ અને પરીક્ષા પર સંપૂર્ણ ધ્યાન આપવા ઇનાયતને મળવાનું ટાળે છે, પરીક્ષા પૂરી કર્યા બાદ ઈનાયતને મળવા તેના ઘેર આવી જાય છે, જ્યાં સુલેમાન તેની તરફ આગળ વધે છે હવે આગળ, મનમાં તો હું ખૂબજ ખુશ થવા લાગ્યો કે મેં ઉલ્લુ બનાવીને અંદર પ્રવેશ મેળવ્યો પણ મારું હસવામાંથી ખસવું ત્યારે બની ગયું જયારે સુલેમાન મારી નજરો સામે આવી ગયો અને તે મારી તરફ જ આવી રહ્યો હતો,.......... 'આપ કર્નલ સાહેબની પાર્ટીમાં હતા બરાબર ને?? 'સુલેમાને મારી આગળ ઉભા રહીને પૂછ્યું, 'જી સર', મેં હડબડાટમાં કહ્યું, 'તો આપ અહીં?? ' સુલેમાને મારી સામું પ્રશ્નસૂચક નજરે જોયું, એટલામાં ...Read More

8

કાશ્મીરની ગલીઓમાં... 8

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ ઈનાયતને મળવા તેના ઘેર પહોંચી જાય છે અને જ્યાં ઇનાયત અનુજને પોતાના શહેરને જવાની વાત કરે છે, હવે આગળ, 'ઠીક છે હું પણ દેશ માટે થઈને આ બલિદાન આપી દઈશ પણ તમારે જવાનું છે કયારે?? ' મેં મન મક્કમ કરતા કહ્યું, 'કાલે સવારે જ '......'તો શું માત્ર આજ રાત જ હું તને અંતિમ વખત નીરખી શકીશ?? ' મેં ઢીલા સ્વરે કહ્યું, 'મને માફ કરી દો અનુજ ', ઈનાયતે તેનો ચહેરો મારા ખભે ઢાળતા કહ્યું, 'શું કહ્યું તે?? મારું નામ ફરી બોલ ને 'મેં ખુશ થતા કહ્યું, 'અનુજ ' 'વાહ હવે તો મોત આવી જાય તોય ગમ નથી ' મેં ...Read More

9

કાશ્મીરની ગલીઓમાં... 9

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત છૂટા પડે છે, ફિરોઝપુરમાં અનુજ ખોટો સાબિત થાય છે, ઈનાયતની ચીઠ્ઠી મહિના બાદ અનુજને મળે છે હવે આગળ, એક દિવસ અચાનક કમલેશ મારી બાજુ દોડતો આવ્યો અને મારા માટે ચિઠ્ઠી આવી છે એવું કહ્યું, મને નવાઈ લાગી કે ઘરવાળાની ચીઠ્ઠી તો 2 દિવસ પહેલા જ આવી હતી, કમલેશ મારી પાસે આવ્યો અને બોલ્યો, 'ભાભીની ચીઠ્ઠી આવી છે, 'મેં ફટાક કરતી કમલેશનાં હાથમાંથી ચિઠ્ઠી ઉપાડી અને ફટાફટ બમણાં હૃદયના ધબકારે વાંચવાનું શરુ કર્યું, અનુજ..... ગુલમર્ગની ઠંડી વધતી જાય છે સાથે સાથે કાશ્મીરમાં ગરમી પણ વધતી જશે, ટૂંક સમયમાં વાતાવરણમાં ફેરફાર થશે, ...Read More

10

કાશ્મીરની ગલીઓમાં... 10

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત ગુલમર્ગમાં ભેગા થાય છે, કર્નલ સાહેબનો ફોન ઈનાયતને બચાવી લેવા માટે છે, અનુજ ઈનાયતને જ્યાં રાખી હોય છે ત્યાં જોવે છે તો ઇનાયત ત્યાં નથી હોતી, હવે આગળ, , હું ફરી કેન્ટીનમાં ગયો અને સ્ટોરરૂમમાં જ્યાં ઈનાયતને પૂરીને આવ્યો હતો ત્યાં આવીને જોયું તો ઇનાયત ત્યાં નહોતી...... હું આમતેમ આંટા મારવા લાગ્યો પણ ક્યાંય ઈનાયતનો પતો લાગતો નથી, હું આખું કેમ્પ ફરી ગયો પણ ઇનાયત મને ક્યાંય ના દેખાઈ, હું ભયભીત થઇ ગયો, મારા ટેન્ટમાં આવીને જરૂરી સામાન લઈને મેં ત્યાંથી નીકળી જવાનું વિચાર્યું, મને એમ હતું કે કદાચ ઇનાયત ડરીને કેમ્પની બહાર ...Read More

11

કાશ્મીરની ગલીઓમાં... 11

આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત અને અનુજ ગુલમર્ગ છોડી દે છે, ઇનાયત પોતાની સચ્ચાઈ અનુજને જણાવે છે, હવે હું ઈનાયતની કહેલી વાત પર વિચારવા લાગ્યો કે એવી કઈ જગ્યા હોઈ શકે જ્યાં આતંકવાદીઓ બૉમ્બ બ્લાસ્ટ કરશે?? અચાનક મારા દિમાગમાં એક વિચાર આવી ગયો.....'જો આતંકવાદીઓ કાશ્મીરને મુસલમાનનીજ વસ્તી કરી દેવા માંગતું હોય તો એ કોમી કરાવશે હાથે કરીને એટલે એ પ્રમાણે જોવા જઉં તો કાશ્મીરમાં પંડિતોની વસ્તી વધુ છે એટલે કોઈ એવી જગ્યાને ટાર્ગેટ કરશે એ લોકો જ્યાં મુસ્લિમ વસ્તી વધુ હોય પણ એવા તો ઘણાય ગામડા છે એટલા બધામાં એ જગ્યા કેમની શોધીશુ?? કંઈજ ખબર નથી પડતી, આના માટે હવે ...Read More

12

કાશ્મીરની ગલીઓમાં... 12

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત છૂટા પડે છે, અનુજને અદિતિનો જીવ જોખમમાં હોવાની જાણ થાય છે, કર્નલ સાહેબની ઓફિસ સુધી પહોંચે છે જ્યાં કર્નલ સાહેબ ફોનનું રીસીવર અનુજને આપે છે, હવે આગળ, 'લે અદિતીનો ફોન છે ' કર્નલ સાહેબે મને ફોન ધરતા કહ્યું,મેં ભારે હૈયે ફોન કાને લગાવ્યો અને હેલો આટલું માંડ બોલી શક્યો, 'હેલો અનુજ તમે ધ્યાન રાખજો તમારું અને આ દેશનું ', આ અવાજ તો જાણીતો હતો, આતો ઈનાયતનો જ અવાજ હતો, 'બૉમ્બ બ્લાસ્ટ અહીંયા જ થવાનો છે, મેં બધાને ગામ છોડાવી દીધું છે, તમે જલ્દી આવી જજો, અને હા મને માફ કરી દેજો ', ઈનાયતે કહ્યું, મારા હાથ ...Read More

13

કાશ્મીરની ગલીઓમાં... 13

આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત ઉર્ફ અદિતીનું મૃત્યુ થાય છે, અનુજને તેની ચિઠ્ઠી મળે છે, કર્નલ સાહેબ ઈનાયતની વિશે પૂછે છે, હવે આગળ, 'જો બૉમ્બ ડિફ્યુઝ કરીજ દેવામાં આવ્યો હતો તો અદિતિની અને બીજા લોકોની મોત કેવી રીતે થઇ ગઈ?? 'એટલામાં પાછળથી અવાજ આવ્યો, 'એનો જવાબ હું આપું છું ', મેં જોયું તો કમલેશ આર્મી વર્ધીમાં ઉભો હતો, તેણે મારી સામું જોયું અને મને ગળે લગાડી દીધો ત્યારબાદ તેણે વાત કહેવાનું શરુ કર્યું, 'હું આજે સવારે જમ્મુ જવાનો હતો પણ કર્નલ સાહેબે ઓર્ડર કર્યો કે ફિરોઝપુરમાં બૉમ્બ મળી આવ્યો છે જેથી અમે તુરંત અહીં આવી ગયા, ઈનાયતે બૉમ્બ તો શોધી ...Read More

14

કાશ્મીરની ગલીઓમાં... 14

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ ઈનાયતની મોતનો બદલો લેવા સુલેમાનને જેલમાંથી ભગાવે છે ત્યાંજ સુલેમાન તેને ચાકુ મારી છે હવે આગળ, હજુ મારું સહેજ ધ્યાન ભંગ થયું હશે ત્યાં તો સુલેમાને જે ચાકુથી મને ડરાવ્યો હતો અને મારા એને મારવાથી એ ચાકુ તેના હાથમાંથી પડી ગયું હતું એ તેણે હાથમાં લીધું અને મારા ખભા પર ઘા કરી દીધો,હું ઘવાઈ ચૂક્યો હતો, મને મારીને સુલેમાન ત્યાંથી ભાગવા લાગ્યો, મેં મારા ઘા ની પરવા કર્યા વગર સુલેમાનને પાછળથી દોડીને તેને દબોચી દીધો, તે નીચે જમીન પર પટકાઈ ગયો, તે નીચે પડીને પાછી મારી માફી માંગવા લાગ્યો પણ આ વખતે તેની કોઈજ ...Read More

15

કાશ્મીરની ગલીઓમાં... 15 - અંતિમ ભાગ

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ સુલેમાનને મારીને પોતાના ઘરે આવે છે જ્યાં તેના પિતા મૃત્યુ પામે છે, ટીવી આવતા ન્યુઝ સાંભળીને અનુજ બેભાન થઇ જાય છે હવે આગળ, અચાનક ટીવીના ડબ્બા પર આવેલ ન્યુઝથી મારું ધ્યાન તેમાં ગયું અને મને ફરી સુલેમાનનાં શબ્દો યાદ આવી ગયા અને હું અચાનક ચક્કર ખાતો જમીન પર ફસડાઈ પડ્યો.... મારી આંખો ખોલી તો આજુબાજુ ઘરનાં લોકો હતા, હું ભાનમાં આવ્યો અને તરત બેઠો થઇ ગયો, મમ્મીએ મને આરામ કરવાનું કહ્યું પણ મારાથી હવે રોકાવાય એમ નહોતું, કાશ્મીરમાં પંડિતોને કાઢવામાં આવી રહ્યા હતા, મારાથી આ બધું જોવાય એમ નહોતું, હું ફટાફટ બેઠો થયો અને મારો ...Read More