લોસ્ટેડ

(2.9k)
  • 271.5k
  • 110
  • 130.7k

"સાંભળે છે? અરે યાર સાંભળ તો, તું પણ જબરો છે હો. ક્યારેય મારી કોઈ વાત નહીં સાંભળવાની અને પછી ફરીયાદ કર્યા કરવાની કે તું કંઈ કેમ બોલતી નથી. અરે તું કંઈ બોલવા દઈશ તો હું બોલીશને..." એ બોલી રહી હતી."આધી હું હમેશાં તારી વાત સાંભળું છું." એ વચ્ચેજ બોલી ઉઠ્યો."રયાન પ્લીઝ." એ અકળાઇને બોલી"શું પ્લીઝ, હું એવું કંઈ જ નથી કરતો જેવું તું બોલી રહી છે.ઑકે હૂં હમેશાં શાંતીથી તારી બધી જ વાત સાંભળું છું અને બાય ધ વે હું પોતે બહુંજ ઓછું બોલું છું. આઇ ડોન્ટ નો વ્હાય બટ મને એવું લાગે છે કે આજકાલ તું બીમાર છે.એટલે ત

Full Novel

1

લોસ્ટેડ

"સાંભળે છે? અરે યાર સાંભળ તો, તું પણ જબરો છે હો. ક્યારેય મારી કોઈ વાત નહીં સાંભળવાની અને પછી કર્યા કરવાની કે તું કંઈ કેમ બોલતી નથી. અરે તું કંઈ બોલવા દઈશ તો હું બોલીશને..." એ બોલી રહી હતી. "આધ્વી હું હમેશાં તારી વાત સાંભળું છું." એ વચ્ચેજ બોલી ઉઠ્યો. "રયાન પ્લીઝ." એ અકળાઇને બોલી "શું પ્લીઝ, હું એવું કંઈ જ નથી કરતો જેવું તું બોલી રહી છે.ઑકે હૂં હમેશાં શાંતીથી તારી બધી જ વાત સાંભળું છું અને બાય ધ વે હું પોતે બહુંજ ઓછું બોલું છું. આઇ ડોન્ટ નો વ્હાય બટ મને એવું લાગે છે કે આજકાલ તું બીમાર છે." ...Read More

2

લોસ્ટેડ - 2

"એ તું જ હતો રયાન હજારોની ભીડમાં પણ હું તને ઓળખી શકું છું, હું તને શોધીને રઈશ. તારે મને પડશે અને મારા બધા જ સવાલના જવાબ પણ આપવા પડશે. તે જે કર્યુ એના જવાબ આપવા પડશે; હું તને છોડીશ નઇ, જસ્ટ વેઈટ એન્ડ વોચ." "આર યૂ લોસ્ટેડ?" જાણવા માટે જઈ આવો લોસ્ટેડ ના સફર પર મુસાફર બનીને ...Read More

3

લોસ્ટેડ - 3

" જોયું હું નો'તો કે'તો કે આપણે અહીં નતું આવા જેવું, પ્રથમ જલ્દી ગાડી ચાલુ કરી પાછો ચાલ. મને ખરાબ ખરાબ વિચાર આવી રહ્યા છે." આજુબાજુ આજુબાજુ નજર ફેરવતાં બોલ્યો."શટ અપ રોશન આ લાસ્ટ વાર્નિગ આપું છું તને ચુપ થઈ જજે નઈ તો...." "આર યૂલોસ્ટેડ?" જાણવા માટે જઈ આવો લોસ્ટેડ ની સફરે... ...Read More

4

લોસ્ટેડ - 4

તમે એને કેમ જવા દિધો? કોને પુછીને ગયો એ ત્યા?" આધ્વીકા ગુસ્સામાં બરાડી." બેટા મને ખબર ન'તી કે એ જાય છે. "હું હાલ જ નીકળું છું અહીંથી તમે ચિંતા ના કરો, અને હું ના આવું ત્યાં સુધી કોઈને ઘરની બાર ના જવા દેશો." ***" પ્રથમ સામે જો કંઈક લાઇટ જેવું દેખાય છે." રોશન જે બાજુ ઈશારો કરતો હતો એ દિશા માં થોડે દૂર આછો ઉજાસ દેખાતો હતો." ચલ ત્યાં કદાચ પાણી મળી જાય." પ્રથમ ઉજાસની દિશામાં આગળ વધે છે, રોશન એની પાછળ જાય છે. ...Read More

5

લોસ્ટેડ - 5

લોસ્ટેડ-5રિંકલ ચૌહાણવિકાસ રાઠોડ અને વિરાજ રાઠોડ એમના પિતાએ ચાલુ કરેલી રાઠોડ ફેશન નામની દુકાન ચલાવતા હતા. વિકાસભાઈ ની પત્ની રાઠોડ અને વિરાજભાઈ ની પત્ની આરાધના રાઠોડ સગી બહેનો હતી. વિકાસભાઈ અને આરતીબેન ને સંતાનમાં 2 દીકરીઓ હતી આધ્વીકા અને મીરા. વિરાજભાઈ અને આરાધનાબેન ને 3 સંતાન હતા, બેલડાના ભાઈ જીવન-જીગર અને દિકરી ચાંદની. વિકાસભાઈની એક નાની બેન પણ હતી નામે જયશ્રી. સંતોષી અને સુખી પરિવારને કોઇની કાળી નજર લાગી હોય એમ મીરાની પહેલી વર્ષગાંઠ ના દિવસે એક એક્સીડેન્ટમાં વિકાસભાઈ, આરતીબેન અને જયશ્રીબેન ના પતિ સોહમ સોલંકી કાયમ માટે દુનિયાને અલવિદા કહી દે છે. જ્યારે વિરાજભાઈ કાયમ માટે પથારીવશ થઈ ...Read More

6

લોસ્ટેડ - 6

લોસ્ટેડ - 6રિંકલ ચૌહાણ"મોન્ટી ઠીક તો થઈ જશે ને?" જિજ્ઞાસા આઈસીયું તરફ જોઇને બોલી. આધ્વીકા જીજ્ઞાના સવાલનો જવાબ આપ્યા ડૉં. ની કેબિન તરફ જાય છે. થોડીવારમા એ પાછી આવી જિજ્ઞાસા જોડે જાય છે," જીવન ક્યાં છે?""એ મેડિસિન અને નાસ્તો લેવા ગયો છે, લે આવી ગયો જીવન." જીવનને આવતા જોઈ જિજ્ઞાસા બોલી."આપણે મોન્ટી ને ઘરે લઇ જઇએ છીએ. એક ફુલ ટાઇમ નર્સ મોન્ટી માટે હાયર કરી લીધી છે. એના રહેવા માટે ગેસ્ટરૂમ અને મોન્ટી નો રૂમ તૈયાર કરવાનું માસીને કઈ દે ફોન કરીને અને ગાડી લઈજા, હું અને જિજ્ઞા મોન્ટી જોડે એમ્બ્યૂલન્સમાં આવીએ છીએ." આટલું બોલી એ ફરીથી ડૉં. ને ...Read More

7

લોસ્ટેડ - 7

લોસ્ટેડ-7રિંકલ ચૌહાણ"કાકા હું બહું ખાસ કામ થી જઉં છું. આર્શિવાદ આપજો કે એ પુરું થઈ જાય. તમે સમયસર તમારી લેતા રહેજો અને ચિંતા ના કરજો. હું છું ને, હું બધું ઠીક કરીને જ આવીશ." આધ્વીકા વિરાજભાઈ ના ખોળામાં માથું રાખી બોલી રહી હતી. વિરાજભાઈ ની આંખો ભીની થઈ ગઈ'તી, વર્ષો પહેલાં બધુંજ ગુમાવ્યાનો ડર આજે ફરી લાગ્યો હોય એમ એ ચોધાર આંસું એ રડી રહ્યા હતા. કે કદાચ પોતાની લાચારી પર રડી પડ્યાં. કદાચ હાલ એ સહીસલામત હોત તો એમનું દુખ, ભાવનાઓ, ખુશી બધું જ બોલીને બતાવી ચુક્યા હોત. આધ્વીકા એનું લગેજ લઇ પાર્કિંગમાં જવા નીકળે છે."જિજ્ઞા તું તો ...Read More

8

લોસ્ટેડ - 8

લોસ્ટેડ-8રિંકલ ચૌહાણ"ડેમ ઈટ, આધ્વી પિકઅપ ધી ફોન." જિજ્ઞાસા ગુસ્સામાં ડેશબોર્ડ પર હાથ પછાડે છે. ચિરરરરરરરરર.... ટાયર ઘસાવાના કર્કશ અવાજ એક જોરદાર બ્રેક લાગે છે અને માથું ડેશબોર્ડ પર અફળાવાથી જિજ્ઞાસા ના માથા માંથી લોહી વહેવા લાગે છે. નસીબ જોગે પાછળ કોઈ વાહન ન્હોતું એટલે જિજ્ઞાસા બચી ગઈ. પણ એની આંખોએ જે જોયું હતું એ સામાન્ય ન્હોતું.જિજ્ઞાસા ની કાર પાલનપુર તરફ પુરપાટ દોડી રહી હતી. અચાનક એની નજર રોડ પર દૂર એની ગાડી આગળ ઉભેલી એક છોકરી પર પડી. એ છોકરી જિજ્ઞાસા તરફ જોઈને હસી અને પળવારમાં ગાયબ થઈ ગઈ. અને ગભરાહટમાં એનાથી બ્રેક લાગી ગઈ. એણે આંખો ખોલી સામે ...Read More

9

લોસ્ટેડ - 9

"જિજ્ઞા તું અહીં શુું કરે છે?" ઘરમાં પ્રવેશતાં જ જિજ્ઞાને જોઈ આધ્વીકાને ઝટકો લાગે છે."કેમ આ ઘર મારું પણ તું અહીં આવી શકે તો હું કેમ નહી?" "જિજ્ઞા મારો એવો કોઈ મતલબ ન્હોતો, હું પણ અહિં છું તું પણ આવી ગઈ. હવે ઓફિસ કોણ સંભાળશે? અને ઘરની હાલત તો તને ખબર છે તારી જરૂર ત્યાં હતી.""ઘરની હાલત તો તને પણ ખબર છે તો તું અહીં શું કરે છે. અને એ ઓફીસ તારી છે મારી નઈ." જિજ્ઞાસા સખત રુક્ષ થઈને બોલી."જિજ્ઞા આ કોઈ રીત છે વાત કરવાની, ચાલ હાલ જ ઘરે જવા નીકળીએ છીએ આપણે.""હું ક્યાંય નથી આવવાની, ...Read More

10

લોસ્ટેડ - 10

લોસ્ટેડ -10રિંકલ ચૌહાણઆધ્વીકા આખી હોસ્પિટલ ફરી વળી અને કાઉંટર પર બે વાર પુછી આવી. ડૉ. ને મળીને પણ પુછી રયાનનો ફોટો બતાવીને પુછ્યું પણ આજ સુધી આવી કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં કોઈને દેખાઈ નહોતી. જ્યારે ઇ. રાહુલ બહાર આવેલા એને શોધવા ત્યારે એ ગાડી લઈને નીકળી ચૂકી હતી. સખત દુખ અને નિરાશાથી એનું ગળું રૂંધાયું હતું અને ક્રોધથી આંખો લાલ થઈ હતી."કમોન યાર આધ્વીકા સ્ટોપ ઈટ. આઇ મીન હી ઇઝ જસ્ટ અ બોય. ફરગેટ હીમ જસ્ટ ચીલ બેબે." જીજ્ઞાસા ગાડી ચલાવતા એકદમ શાંતિથી બોલી રહી હતી. જ્યારથી જિજ્ઞાસા પાલનપુર આવી છે ત્યાર થી એનું વર્તન વિચિત્ર થઈ ગયું હતું. એની ...Read More

11

લોસ્ટેડ - 11

લોસ્ટેડ - 11 રિંકલ ચૌહાણ"જીજ્ઞાઆઆઆ...." આધ્વીકા એ ઉઠતા જ એક ચિસ નાખી. આધ્વીકાની ચિસ સાંભળી ઈ. રાહુલ અંંદર દોડી આધ્વીકા એ જ્યાં હતી એ ઓરડાનું નિરીક્ષણ કરે છે."તમે કોણ છો? હું અહીં કઈ રીતે આવી અને જિજ્ઞા ક્યાં છે?" આધ્વીકા જિજ્ઞાસા ને આજુબાજુના જોતાં ટેન્શનમાં આવી જાય છે. એ પોતાનો ફોન શોધે છે. એની નજર ટેબલ પર જાય છે. ત્યાં એનો ફોન પડ્યો હતો. એ ફોન ખોલે છે, ફોનમાં 3 કલાક જિજ્ઞા નો મેસેજ આવેલો હતો, "હું અમદાવાદ જવા નીકળી ગઈ છું. ઘર અને ઓફિસની ચિંતા બિલકુલ મત કરજે દી....દી.... હું બધાનું ધ્યાન રાખીશ. તારું કામ પતાવી જલ્દી આવી જજે. ટેક ...Read More

12

લોસ્ટેડ - 12

"સાહેબ જીગર રાઠોડ નુ લોકેશન મળી ગયું છે. અને છેલ્લી વાર એને ચિત્રાસણીમાં એક છોકરી સાથે આ વ્યક્તિ એ હતો." કોન્સ્ટેબલ ખાન એ એક વ્યક્તિ સાથે આવીને ઈ. રાહુલને જણાવ્યું. ઈ. રાહુલ એ વખતે પ્રથમ, રોશન અને સમિરની પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈ રહ્યા હતા."હું ફોટો બતાવું તો તું એ છોકરી ને ઓળખી શકીશ? ઇ.રાહુલ એને પુછે છે. "હા સાહેબ બીલકુલ ઓળખી જઈશ.""આ છોકરી હતી?" ઇ. રાહુલ એમના ફોનમાં એક ફોટો એ વ્યક્તિ ને બતાવે છે."હા સાહેબ આ જ છોકરી હતી એ છોકરા સાથે, બીજા 2 જણ પણ હતા પણ એ બન્ને ઊંધા ફરીને ...Read More

13

લોસ્ટેડ - 13

ઈ. રાહુલ તમે મારી વાત સાંભળો પહેલાં, એવું નથી જેવુું દેખાય છેે. હું તમને સમજાવું...""તમારે જે સમજાવવું હોય એ પોલિસ સ્ટેશન માં જઈને પછી સમજાવજો મિસ રાઠોડ." ઇ. રાહુલના અવાજ માં વિચિત્ર પ્રકારની કઠોરતા ભળી હતી. હજુ પોલિસ ટીમ ઘરની બહાર નીકળે અને રાઠોડ પરિવાર કંઈ સમજાવે એના પહેલા બાબા એમના શિષ્ય સાથે આવી પહોંચ્યા."બાબા તમે જે તાવીજ આપ્યું હતું એણે તો ચમત્કાર કરી દીધો. મારો મોન્ટી ઠીક થઈ ગ્યો. પણ આ લોકો એને લઈ જવા માંગે છે હવે તમે જ કંઈક સમજાવો આમને, તમે કાલે આવ્યા ત્યારે મારો મોન્ટી ...Read More

14

લોસ્ટેડ - 14

"આવો મિસ રાઠોડ, બેસો, વેઈટર મેડમ માટે એક કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ અને મારા માટે એક ચા...""તમને કઈ રીતે કે મને શું ગમે છે?""મોસ્ટલી ગર્લ્સ ને પસંદ હોય જ છે કોલ્ડ કોફી, તમે કંઈ જરૂરી વાત કરવા માંગતા હતા." ઈ. રાહુલ વાત બદલવાના ઇરાદા થી કહે છે."તમને યાદ છે એ દિવસે હું તમને રસ્તા પર મળી હતી, એ દિવસે મારી જોડે એક છોકરી હતી....""નોટ અગેઈન મિસ રાઠોડ, તમે એકલા હતા. ...Read More

15

લોસ્ટેડ - 15

"સર આપણે સીસીટીવી ફુટેઝ ચેક કરી લીધા, શકમંદ લાગતા વ્યક્તિઓ ની પુછપરછ કરી પણ જિજ્ઞાસા સોલંકી ગાયબ થઈ હોય કંઈ સબૂત નથી મળ્યું.""એવું કઈ રીતે બની શકે મિસ રાઠોડના અવાજમાં સત્ય મને દેખાયું હતું, નહીં તો હું આ તપાસ કરત જ નઈ.""સર એવું બની શકે કે જીગર રાઠોડ ને સાહિલ ખાન એ જ આ મર્ડર કર્યા હોય, પછી બન્ને જણ લડ્યા હોય ને એમને ગંભીર ઇજા થઇ હોય. અને આધ્વીકા રાઠોડ એ આ કહાની ઘડી હોય, એમના ભાઈને બચાવવા." ...Read More

16

લોસ્ટેડ - 16

"મને જવા દો.... છોડી દો મને.... તમે કહેશો એ કરીશ. બસ મને છોડી દો." મોન્ટી હવે આજીજી કરી રહ્યો બાબાએ રાખ ફેંકવાનું બંધ કર્યું અને પોતાની જગ્યાએ આવીને બેસી ગ્યા. "તું કોણ છે? ક્યાંથી આવી છે અને કેમ આવી છે?" બાબાએ મોટેથી ઘાંટો પાડતા હોય એમ પૂછ્યું. "મારું નામ મિતલ ચૌધરી છે. હું અહીં આ છોકરાને અને આની બેન આધ્વીકાને મારવા આવી છું." "શું બગાડ્યુ છે આ બન્ને એ તારું? હાલ જ અહીંથી જતી રહે તો હું તને બક્ષી દઈશ." "શું નથી બગાડ્યું? વર્ષો પહેલાં એના બાપે મારો પરિવાર ઉજાડ્યો હતો...... ...Read More

17

લોસ્ટેડ - 17

"તમને જિજ્ઞા ક્યાં મળી?" આધ્વીકા એ પોલીસ સ્ટેશન માં આવતાં જ પૂછ્યું, સામે જ બેન્ચ પર જિજ્ઞાસા બેઠી હતી. ચહેરો ફીકો લાગતો હતો અને આંખ નીચે કુંડાળા વળી ગયા હતા. આધ્વીકા દોડતી જઈને જિજ્ઞાસા ને વળગી પડી. જિજ્ઞાની આંખો પણ ભરાઇ આવી હતી."મિસ રાઠોડ તમારી સાથે થોડી વાત કરવી છે.""ઈ. રાહુલ જીજ્ઞા એ કેટલા દિવસ થી ખાધું નઈ હોય, હું એને ઘરે મૂકી જમાડી ને આવું. પછી વાત કરીએ." ઈ. રાહુલ એ મૂક સહમતિ આપી. આધ્વીકા જીજ્ઞાસા ને લઈને ચિત્રાસણી જવા નીકળી. "બેન માટે આટલો પ્રેમ અને દુનિયા માટે આટલી નફરત, ...Read More

18

લોસ્ટેડ - 18

"ફઇ...... શું થયું? તમે કેમ રડો છો? તમે મોન્ટી ભાઈ વિશે વિચારી ને દુખી થાઓ છો ને, એ તો ઠીક થઈ જશે. તમે રડવાનું બંધ કરો." ચાંંદની જયશ્રી ફઇ ને જમીન પર બેસીને રડતાં જોઈ વિચારે છે કે એ મોન્ટી ના કારણે આટલા ચિતિંત છે. જયશ્રીબેન જીજ્ઞાસાની ચીઠ્ઠી છુપાવી ચાંદની તરફ જોઈ નકલી સ્માઇલ આપે છે."ફઈ જીજ્ઞાબેન અને સોનુંબેન ક્યારે આવવાના છે? તમે કીધું હતું કે જરૂરી કામથી ગયા છે અને જલ્દી આવી જશે. સવાર પડી ગઈ પણ હજુ નઈ આવ્યા....""ચાંદની..... બેટા એ બંન્ને જલ્દી આવી જશે. તું જા આરામ કર" ...Read More

19

લોસ્ટેડ - 19

"મે ક્યારેય તમને શોધવાનો પ્રયત્ન નથી કર્યો. કારણ કે હું જાણતો હતો કે ક્યારેક તો હું તમને ફરીથી મળીશ આધ્વીકા એ ઇ. રાહુલ ની આંખોમાં જોયું, એમાં માત્ર નિખાલસતા હતી. કોણ જાણે કેમ અનાયાસે જ તેને રયાન યાદ આવી ગ્યો. આવી જ નિખાલસતા હંમેશાં તેણે રયાનની આંખો માં જોઈ હતી. ...Read More

20

લોસ્ટેડ - 20

"મોન્ટી..... મોન્ટી..... ગોડ. તું ઠીક થઈ ગયો, આઈ કાન્ટ બિલીવ..." આધ્વીકા અને જિજ્ઞાસા દોડતી જઈને મોન્ટી ને ભેટી પડી. આંખો ભીની થઈ હતી, જિજ્ઞાસા એ તો રડવાનું પણ ચાલું કરી દીધું."ઓહ માય ભગવાન, વ્હાય દિદઝ કેમ રડો છો? હું ઠીક થઈ ગયો છું હવે તો દીદું.""તું નઈ સમજે, ડોં. એ તો કીધું હતું કે તું..... છોડ એવી વાતો કેમ કરવી હવે." જિજ્ઞાસા એ મોન્ટી ના માથા પર હાથ ફેરવ્યો. "મોન્ટુ.." આધ્વીકાનુ ગળું રૂંધાયું, માંડ એક શબ્દ બોલી શકી."માય સ્માર્ટેસ્ટ દીદી કેમ છો, માત્ર તમે બિલકુલ નહ ...Read More

21

લોસ્ટેડ - 21

"વ્હાય ગોડ વ્હાય..... મારા જોડે જ કેમ આવું થાય છે?" ઈ. રાહુલ એ ગુસ્સામાં દિવાલ પર મુક્કો માર્યો. આજે થી સાંજ સુધી બનેલી ઘટનાઓ એમની આંખો સામે તરવરવા લાગી. ***"સર આ માણસ એ પ્રથમ અને રોશનનુ ખુન થતાં એની નજરે જોયું છે." કોન્સ્ટેબલ ખાન એક મજૂર જેવા દેખાતા માણસ સાથે પોલિસ સ્ટેશન આવ્યા. "તમે ખૂની ને નજરો નજર જોયો છે બરાબર, વિસ્તાર થી જણાવો." ઈ. રાહુલ ના અવાજ માં ગંભીરતા હતી."સાયેબ મારું નામ જોગજી છે એ દાડે હુ બળતણ યોગ્ય લાકડા શોધવા જંગલ માં દુર સુધી નીકળી ગયેલો, પાછા ફરતા અંધ ...Read More

22

લોસ્ટેડ - 22

"મે વાત કરી લીધી છે વકીલ જોડે, કાલ સવારે તારી બેલ થઈ જશે.""મને ખબર છે કે તું મને અહીંથી જઈશ, તું જા ઘરે નઈ તો આરાધના માસી રડી રડીને આખા ગામમાં પુર લાવશે." આધ્વીકા હસવા લાગી. જીજ્ઞાસા એ તેને આલિંગન આપ્યું અને ત્યાંથી ઘરે જવા નીકળી. જીજ્ઞાસા પોતાના જ વિચારો માં પાર્કિંગ તરફ આગળ વધી રહી હતી. ...Read More

23

લોસ્ટેડ - 23

"એવી કઈ વાત છે જે હું અને આધ્વીકા પણ નથી જાણતાં?" જીજ્ઞાસા હજુ પણ ત્યાં જ ઊભી હતી. "કઈ બેટા? તે શું સાંભળ્યું?" જયશ્રીબેન એ ખાતરી કરવા પુછ્યું."મામીએ કીધું હમણાં કે સાચી વાતની ખબર મીરા અને આધ્વીકા ને ના પડવી જોઈએ, કઈ વાત મામી??""ભાભી મને લાગે છે કે જીજ્ઞા ને જણાવવું જોઈએ, એનો હક છે જાણવાનો." જયશ્રીબેન ની વાત સાંભળી આરાધના બેન ને ઝટકો લાગ્યો. ...Read More

24

લોસ્ટેડ - 24

"આ તો થવાનું જ હતું, આ છોકરીને ખબર નથી કે એણે કોની સામે બાથ ભીડી છે." 5 બાય 10 બાલ્કનીમાં ચા ની ચુસ્કી લીધા પછી આજના તાજા સમાચાર વાંચી રહેલી બે આંખોમાં ખુશીની ચમક આવી ગઈ. ...Read More

25

લોસ્ટેડ - 25

"આઈ કાન્ટ બિલીવ ધીસ રાહુલ..."આધ્વીકા ગુસ્સામાં ધ્રુજી રહી હતી. એણે પોતાનો ફોન રાહુલ તરફ ફેંક્યો, રાહુલ એ ફોન માં અને આધ્વીકાના અફેર સંબંધિત ન્યુઝ જોઈ."આઈ સ્વેર, હું તમને કહેવાનો જ હતો. આ ન્યૂઝ મે કોઈને નથી આપી આધ્વી...""આધ્વીકા રાઠોડ નામ છે મારું, ડૉન્ટ યૂં ડેર કોલ મી આધ્વી. ગેટ આઉટ..." ...Read More

26

લોસ્ટેડ - 26

"ભા....ભી....." જયશ્રીબેન માંડ આટલું બોલી શક્યા. જયશ્રીબેન ની ચીસ સાંભળી આરાધના બેન દોડતા એમના રૂમમાં આવ્યા."જયશ્રીબેન......" જયશ્રીબેનને જમીન પર જોઈ આરાધનાબેન થી ચીસ પડાઈ ગઈ. જયશ્રીબેન બેહોશ થઈ ગયા હતા, ઘરમાં વિરાજભાઈ અને બન્ને સ્ત્રીઓ સિવાય કોઈ નહોતું. ...Read More

27

લોસ્ટેડ - 27

"અરે અરે... શાંતી શાંતી... હું તને બધું જ કહીશ કે હું ક્યાં ગયો હતો, કેમ ગયો હતો પણ એના હું તને એક ખાસ માણસને મળાવવા માંગું છું." રયાન એ રસોડાના દરવાજા તરફ જોઈને હળવું સ્મિત કર્યું."કોને મળાવવા માંગે છે તું??" આધ્વીકા પોતાની પાછળ ઉભેલા માણસને જોવા પાછળ ફરી."મીટ રાહુલ ચૌધરી, માય યંગર બ્રધર." ...Read More

28

લોસ્ટેડ - 28

"જયશ્રીબેન તમે શું બોલો છો? આધ્વીકાને કઈ રીતે ખબર પડી શકે? ગામમાં આપણા બાળકોને કોઈ ઓળખતું પણ નથી તો જઈને કેવાનું હતું એને?" આરાધના બેન બોલતા તો બોલી ગયા પણ પોતાના જ શબ્દો એમને નબળા અને અર્થહીન લાગ્યા."હું કંઈ જાણતી નથી ભાભી કે સોનું ને કોણે કીધું અને શું કીધું પણ ભાભી જ્યારે બન્ને છોકરીઓને ખબર પડશે કે એ બન્ને મારા લીધે અનાથ થઈ ગઈ તો હું શું મોઢું બતાવીશ બન્ને ને?" ...Read More

29

લોસ્ટેડ - 29

"સર લોસ્ટેડ મર્ડર કેસ નો ચાર્જ ઈ. વિજય શર્મા સંભાળી રહ્યા છે. એમણે જીગર રાઠોડ ને અરેસ્ટ કરવાની બધી કરી લીધી છે." કોન્સ્ટેબલ ખાન પાર્કિગ ના ખુણે ગાડીની ઓથે ઊભા રહી ફોન પર વાત કરી રહ્યા હતા."થેંક્યું ખાન; હવે તમે મને ફોન નહી કરતા, બાકી નુ બધુ હું સંભાળી લઈશ." રાહુલ ફોન કાપી પાછળ ફર્યો ત્યારે એની નજર પીલર ને અઢેલી ને ઊભેલી આધ્વીકા પર પડી."હું એક ખાસ કામથી બહાર જઉં છું, રયાનને મળીશ તો એ હજારો સવાલ કરશે અને હું જવાબ નહી આપી શકું તો આ ચિઠ્ઠી આપી જઉં છું. ...Read More

30

લોસ્ટેડ - 30

"હું અમદાવાદ જવા નીકળું છું, મમ્મી-પપ્પા જોડે આધ્વી વીશે વાત કરવા. આધ્વી ને મળતો જઉં છું." રયાન તૈયાર થઈ લઈ નીકળવાની તૈયારી કરી રહ્યો હતો."ભાઈ આધ્વીકા અહીં નથી, એ સવારે વહેલા આવી હતી. તારા માટે આ લેટર આપીને ગઈ છે." રાહુલ એ આધ્વીકા એ આપેલી ચિઠ્ઠી રયાન ને આપી અને રૂમમાં જતો રહ્યો."ફરી કીધા વગર જતી રહી." રયાન ગુસ્સામાં ગણગણ્યો અને ચિઠ્ઠી ખોલી વાંચવાનું ચાલું કર્યું. ...Read More

31

લોસ્ટેડ - 31

"રાહુલ તારે આધ્વી ને રોકવી જોઈતી હતી, એ ગાંડી છોકરી છે. એણે કીધું કે મને બહું યાદ ન કરીશ મતલબ સમજે છે તું?" રયાન ગુસ્સામાં ઊકળી ઉઠ્યો"પણ ભાઈ ચિઠ્ઠી મે વાંચી જ નહોતી તો મને શું ખબર એમાં શું લખેલું હશે અને શું મતલબ છે એનો?" રાહુલ ગભરાઇ રહ્યો હતો."મતલબ એ કે એ જ્યાં ગઈ છે એ જગ્યા જોખમી છે. કદાચ એટલી જોખમી કે એ ક્યારેય પાછી ન આવે. એવા શું કામ થી ગઈ હશે એ??" રયાન બન્ને હાથ થી પોતાનું માથું પકડી બેસી રહ્યો. ...Read More

32

લોસ્ટેડ - 32

મોન્ટી નો ડાબો ગાલ સુન્ન પડી ગયો, થોડીક ક્ષણો માટે આંખો આગળ અંધકાર છવાઈ ગયો. એણે આંસુ ભરી આંખે સામે જોયું ત્યા તો તેના બીજા ગાલ ઉપર પણ એવો જ ઝન્નાટેદાર તમાચો પડ્યો."નાલાયક... નરાધમ...." આધ્વીકા એ ચીસ પાડી, તેની ચીસ રાઠોડ હાઉસ માં ગુંજી ઊઠી. દિવાન ખંડ માં બેઠેલા દરેેક જણે આધ્વીકાની ચીસ સાંભળી, જીજ્ઞાસા ના મન માં ફાળ પડી. તેેેણે આધ્વીકા ના રૂમ તરફ દોટ મૂકી. તે ની પાછળ પરિવાર ના બીજા સદસ્યો પણ દોડ્યા."શુું થયું?" જીજ્ઞાસા દોડતી રૂમમા આવી ...Read More

33

લોસ્ટેડ - 33

સાંજ ના 5 વાગ્યા હતા, એકલ દોકલ નજીક ના સગા અને રાહુલ-રયાન સિવાય બીજા લોકો પોત-પોતાના ઘરે ચાલ્યા ગયા રાઠોડ હાઉસ માં હાજર દરેક જણ હાલ અજીબોગરીબ મનઃસ્થિતિમાંથી ગુજરી રહ્યો હતો.આરાધના બેન પતિ ના અકાળ મૃત્યુ ને પચાવી નહોતાં શક્યાં. ...Read More

34

લોસ્ટેડ - 34

રાહુલ અને જિજ્ઞાસા થોડી ક્ષણો માટે ચુપચાપ બેસી રહ્યા."તમે સસપેન્ડ થયા એ વાત નું મને દુખ છે." જિજ્ઞાસા એ શરૂઆત કરી."તમે દુખી ન થાવ, પ્રેમ મે કર્યો છે તો પરિણામ પણ હું જ ભોગવીશ ને." રાહુલ ફીકું હસ્યો."જ્યાં કાંટા ન હોય એ મારગ શાનો? ને વાંધા ન હોય એ પ્રેમ શાનો? તમે સમજદાર છો, છતાંય હું તમને એક સલાહ આપવા માંગું છું. આધ્વીકા બહું સરસ છોકરી છે એને તમારા થી દુર ન કરતા, આ બધું હું એટલે નથી કહેતી કેમકે એ મારી મોટી બેન છે. ...Read More

35

લોસ્ટેડ - 35

"ચાંદની, મીરા તમે બન્ને અંદર જાઓ." જીવન એ પરિસ્થિતિ જોતાં એ બન્ને ને આ મામલા થી દુર રાખવાનું જ સમજ્યું."નઈ જીવન, ચાંદની અને મીરા નાનાં છોકરાં નથી હવે, આ બધી ઘટનાઓ વિશે જાણવાનો હક છે બન્ને ને, એ બન્ને ને પણ ખબર હોવી જોઈએ કે એમના ભાઈ જેવા પુરુષો પણ હોય છે આ દુનિયામાં." ...Read More

36

લોસ્ટેડ - 36

"ભાઈ પ્લીઝ તમે મારી વાત સાંભળો, હું તમારા બંને વચ્ચે ક્યારેય નથી આવવા માંગતો. જ્યારે મને ખબર પડી કે આધ્વીકા ને પ્રેમ કરો છો તો મેં નક્કી કરી લીધું કે હું ક્યારેય તમારા બન્ને વચ્ચે નહી આવું. પ્લીઝ મારા પર વિશ્વાસ કરો ભાઈ." રાહુલ એ વિનંતી કરી." ...Read More

37

લોસ્ટેડ - 37

"ત્યાં જ થોભી જા રયાન, નહીં તો તારી મા ની ખોપડી ઊડાડી દઈશ." આધ્વીકા એ ચિમકી આપી. "સોનું કર હવે, ચાંદની ઠીક છે. ચાલ હવે ઘરે જઈએ." 10 ગણતાં જ ચાંદની ધડામ દઈને જિજ્ઞાસા ની બાજુમાં પડી હતી. "મે ચાંદની ને કંઈ જ નથી કર્યું, તું પણ મારી મા ને કંઈ જ નહી કરે." હવા માંથી અવાજ આવ્યો અને પહેલી વાર મિતલ એ પારદર્શક માનવીય રૂપ લીધું. ...Read More

38

લોસ્ટેડ - 38

સાંજ ઢળવાને અમુક ક્ષણો ની જ વાર હતી, હવામાન માં અચાનક પલટો આવ્યો હતો. રાઠોડ હાઉસ પર કાળા ડિબાંગ છવાયાં હતાં, હવા ની ગતી વધી હતી. ...Read More

39

લોસ્ટેડ - 39

"ભાઈ, બોલવામાં થોડું ભાન રાખ." રાહુલ એ પહેલીવાર ૨યાન સામે તેનો અવાજ ઊંચો કર્યો. "તું કંઈ કરવામાં ભાન નથી રાખતો, હું બોલવામાં ભાન રાખું. તને તો તાળીઓથી વધાવવાનું મન થાય છે." રયાન એ કડવાહટથી કીધું." ...Read More

40

લોસ્ટેડ - 40

એક જ દિવસ માં બબ્બે મૃત્યુ નો આઘાત કોણ જીરવી શકે?ફરી એક વાર રાઠોડ હાઉસ માં રોકકળ ચાલું થઈ, ખાબોચીયામાં મોન્ટી નું મૃત્ત શરીર પડ્યું હતું. ચાંદની અને મીરા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી, જીજ્ઞાસા એ બન્ને ને સંભાળી રહી હતી. આરાધના બેન કંઈ બોલ્યા ચાલ્યા વગર એકીટશે તેમના દીકરા ના મૃત્ત શરીર ને જોઈ રહ્યા હતાં, જયશ્રીબેન તેમને આઘાત માંથી બાર લાવવા નો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યાં હતાં. આધ્વીકા મોન્ટી ના મૃત શરીર નજીક જઈને બેઠી અને તેના હાથ થી મોન્ટી ની ખૂલ્લી આંખો બંધ કરી. ...Read More

41

લોસ્ટેડ - 41

લોસ્ટેડ 41રિંકલ ચૌહાણઆધ્વીકા અને રાહુલ ઘરે પરત ફર્યા, બન્ને નું મોઢું ઉતરેલું હતું."તું ક્યાં ગઈ હતી?" રયાન એ અધિરાઇથી રયાનને જવાબ આપ્યા વગર તેના પરિવાર પાસે ગઈ."શું થયું સોનું બેટા? તમે બન્ને આટલી ઉતાવળ માં ક્યા ગયા હતા? તું કેમ આટલી ટેન્શન માં લાગે છે?" જયશ્રીબેન નો જીવ તાળવે ચોટ્યો હતો."હા, જવાબ આપ ક્યાં ગઈ હતી? એવું તો શું કામ હતું કે તારે તારા ભાઈ ના અંતિમ સંસ્કાર ની થોડી ક્ષણ પછી રાહુલ સાથે બાર જવું પડે?" રયાન તેની ઇર્ષ્યામાં સમય અને સ્થાન નું ભાન ભૂલ્યો હતો."આ શું રીત છે આધ્વીકા સાથે વાત કરવાની રયાન? આધ્વીકા ક્યાં જાય છે ...Read More

42

લોસ્ટેડ - 42

લોસ્ટેડ 42રિંકલ ચૌહાણ"આંટી, તમે મિતલ ના માં છો. તમે ઈચ્છતા હોવ કે તમારી દીકરી ની ભટકતી આત્મા ને શાંતિ તો તમારે મારી મદદ કરવી પડશે." આધ્વીકા હેતલબેન ને સમજાવવા ના પ્રયત્નો કરી રહી હતી."મારી દિકરી ને આ દુનિયા છોડી ને ગયા પછી પણ શાંતિ ન મળે એ હું કેમ સહન કરી શકું? શું મદદ જોઇએ છે મારી? હું મારા થી બનતું બધું જ કરીશ હું." હેતલબેન તેમની દીકરી માટે ખૂબ જ દુઃખી હતા."તમારે મિતલ નેં બોલાવી તેને પુછવાનું છે કે તેની સાથે શું થયું હતું, આંટી જ્યાં સુધી આપણ ને સાચી હકીકત ખબર નહીં હોય ત્યાં સુધી આપણે તેની ...Read More

43

લોસ્ટેડ - 43

નશા માં ધૂત સમીર અને મોન્ટી ક્યાંય સુધી મિતલ નેં પિખંતા રહ્યા, તેની ચિસ ગળામાં જ રુંધાઈ ગઇ અને વિરોધ આંસુ બની બહાર નીકળી આવ્યો. વારાફરતી પાંચેય એ એકલી, માસૂમ છોકરી ને રહેંસી નાખી. પ્રથમ એ મિતલ નેં ગાડી માંથી નીચે ઉતારી અને મોન્ટી અને સમીર ગાડી લઈ આબુ રોડ જવા નીકળ્યા. "જો આ તારો વિડિયો, અહીં થી જઈએ એના પછી કોઈ તમાશો કર્યો છે ને તો આ વિડીયો વાયરલ કરી દઇશ. તારું મોઢું બંધ રાખજે સમજી." ...Read More

44

લોસ્ટેડ - 44

લોસ્ટેડ 44 રિંકલ ચૌહાણ "હા પપ્પા એ જ મને અને મીનું ને રાતોરાત ગાયબ કરી નાખ્યા હતા, જેથી હું સ્ટેશન ના જઉં અને તેમનું નામ ખરાબ ન થાય." રયાન નીચું જોઈ ને બોલ્યો. "હું એમની આંખો ની સામે બે મહિના સુધી તરફડતી રહી, મારા બાળકો માટે રડતી રહી પણ એમને એકવાર પણ દયા ન આવી, પુરુષો આટલા કઠોર પણ હોઇ શકે છે." હેતલબેન આહત થઈ ગયા હતા. "તો તમે ત્યાં થી નીકળ્યા કંઈ રીતે? અને તારું મૃત્યુ કંઈ રીતે થયું??" જિજ્ઞાસા એ પુછ્યુ. "હું અને રયાન ભાઈ કોઈ પણ વિરોધ કર્યા વગર શાંતિથી ત્યાં રહેવા લાગ્યા. તેથી અમારી પર ...Read More

45

લોસ્ટેડ - 45

લોસ્ટેડ 45 રિંકલ ચૌહાણ રાજેશ ભાઈ નો અવાજ સાંભળી હેતલબેન ગુસ્સે ભરાયાં, દરવાજો ખોલી એક અંગાર ઝરતી નજર એમણે ભાઈ પર નાખી, એકાદ મીનીટ માટે તો રાજેશ ભાઈ પણ ગભરાઈ ગયા. "તું ચિંતા ન કર હેતલ, હું આવી ગયો છું ને. મને જેવી ખબર પડી કે એક છોકરી આપણા ઘરે આવી ને તમને બધાય ને જબરદસ્તી લઈ ગઈ ત્યારે હું સમજી ગયો હતો કે આ છોકરી સિવાય આવી નીચ હરકત કોઈ ન કરી શકે. ઈ. સાહેબ અરેસ્ટ કરી લો આને.." રાજેશ ભાઈ એ આધ્વીકા તરફ આંગળી ચીંધી. "મિ. ચૌધરી, મહેરબાની કરીને તમે તમે હાલ અહીં થી જાઓ." આધ્વીકા એ ...Read More

46

લોસ્ટેડ - 46

લોસ્ટેડ 46 રિંકલ ચૌહાણ આધ્વીકા એ હકાર મા માથું હલાવ્યુ, મિતલ ના ચહેરા પર નાનકડું સ્મિત આવ્યુ. આંખો થી વ્યક્ત કરી એ ગાયબ થઈ ગઈ. "પપ્પા, હું તમને હોસ્પિટલ લઈ જઉં છું તમે જરાય ચિંતા ન કરતા." રયાન એ એમ્બ્યુલન્સ બોલાવવા ફોન હાથ મા લીધો. "મેં એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે." જિજ્ઞાસા એ રયાન ના ધ્રૂજતા હાથ પર હાથ મૂકીને કહ્યું. રયાન એ જિજ્ઞાસા નો હાથ મજબૂતાઈ થી પકડી લીધો. જિજ્ઞાસા ના શરીર મા ધ્રૂજારી છુટી ગઈ. વિસેક મિનિટ મા એક એમ્બ્યુલન્સ રાઠોડ હાઉસ આગળ આવીને ઊભી રહી, હેતલબેન અને રાહુલ રાજેશ ભાઈ ને લઈ ને હોસ્પિટલ જવા નિકળ્યાં. "જીવન ...Read More

47

લોસ્ટેડ - 47

લોસ્ટેડ 47 રિંકલ ચૌહાણ રાઠોડ હાઉસ રંગબેરંગી ફૂલો અને સુંદર લાઈટ્સ થી‌ શણગારેલુ હેતુ, નવવધૂ જયશ્રી ની વિદાય ની હતી. બધા એ જયશ્રી ને રડતી આંખો એ વિદાય આપી, પરંતું આ ભીડ માં બે આંખો એવી પણ હતી જેમા દુખ ને બદલે પ્રતિશોધ ની જ્વાળાઓ હતી. જયશ્રી ના બન્ને ભાઈ વિરાજ અને વિકાસ ની નજર પણ એ જ આંખો પર મંડાયેલી હતી. આ પ્રસંગ બગડે નઈ એ ચિંતા બન્ને ભાઈઓ ને કોરી ખાતી હતી, પણ સદભાગ્યે કોઈ પણ જાત ની ઉહાપોહ વગર પ્રસંગ પુરો થયો. બે દિવસ પછી વિકાસ‌ જયશ્રી ને પગફેરા ના રિવાજ માટે સાસરે થી તેડી લાવ્યો. ...Read More

48

લોસ્ટેડ - 48

લોસ્ટેડ 48 રિંકલ‌ ચૌહાણ જયશ્રી બેન ની આંખો ભીની થઈ ગઈ, જાણે કે બધી જ ઘટનાઓ એમની સામે ઘટી હોય. મીરા જયશ્રી બેન માટે પાણી લઈ આવી, જયશ્રી બેન એક જ ઘૂંટ માં એક ગ્લાસ પાણી ગટગટાવી ગયાં. "ફઈ હું જાણું છું કે તમારા માટે આવા ભૂતકાળ ને યાદ કરવું કેટલું અઘરું હશે, આપણે ફરી કોઈ વાર આ વાત કરીશું." આધ્વીકા એ જયશ્રીબેન ના ખભા પર હાથ મુક્યો. "ના બેટા, તું અને મીરા મારા કારણે અનાથ થઇ ગઈ, જીજ્ઞા ના પિતા મારા કારણે છીનવાઈ ગયા, વિરાજ ભાઈ આખી જિંદગી જીવતી લાશ ના જેમ જીવ્યા મારા કારણે. હુ ક્યારેય તમારા ...Read More

49

લોસ્ટેડ - 49

લોસ્ટેડ 49રિંકલ ચૌહાણ"હું બન્ને છોકરીઓની પાછળ જઉ છું ભાભી, જીવન દિકરા ચાલ મારી સાથે." જયશ્રીબેન અને જીવન બીજી ગાડી હોસ્પિટલ જવા નીકળ્યાં.આધ્વીકા અને જીજ્ઞા ની ગાડી હોસ્પિટલ ના પાર્કિંગ માં આવી ને ઊભી રહી. બન્ને ના હાથ માં એક એક હોકી સ્ટીક હતી, બન્ને એ સ્ટીક પર પકડ મજબુત કરી અને હોસ્પિટલ માં દાખલ થઇ. રિસેસ્પશન માંથી રાજેશ ભાઈ નો વોર્ડ નંબર જાણી બન્ને છોકરીઓ વોર્ડ તરફ આગળ વધી. "રાજેશ ચૌધરી......" વોર્ડ માં દાખલ થતાં જ જિજ્ઞાસા એ ત્રાડ પાડી. બન્ને ના હાથ માં હોકી સ્ટીક અને આંખો માં ગુસ્સો જોઈ રાહુલ અને રયાન એટલું સમજી ગયા કે બન્ને ને નહી ...Read More

50

લોસ્ટેડ - 50

લોસ્ટેડ 50રિંકલ ચૌહાણ"ક્યાં ગઈ હશે બન્ને? ફોન નથી એકેય જોડે નહીં તો લોકેશન ટ્રેસ કરી લેત, હવે શુ કરીશું રાહુલ ટેન્શન માં આવી ગયો હતો. આરાધના બેન મીરા અને‌‌ ચાંદની સાથે હોસ્પિટલ આવી ચુક્યા હતાં, જીવન એ અહીં ની પરિસ્થિતિ સંક્ષિપ્ત માં એમને જણાવી. "ક્યાં ગઈ હશે બન્ને છોકરીઓ જયશ્રી બેન? બન્ને ભયંકર ગુસ્સામાં હતી, ગુસ્સામાં ન થવા નુ કરી બેઠી બન્નેઊ તો‌?" આરાધના બેન નુ હ્રદય ફફડી રહ્યું હતું."મને ખબર છે દીદી ક્યાં ગઈ હશે." મીરા બોલી. બધા એ તેની તરફ પ્રશ્ન સુચક નજરે જોયું."દીદી ચિત્રાસણી ગઈ હશે, જ્યાં મમ્મા પપ્પા નો એક્સીડેન્ટ. મારી પણ એવી જ ઈચ્છા થઈ ...Read More

51

લોસ્ટેડ - 51

લોસ્ટેડ 51 રિંકલ ચૌહાણ "પપ્પા તમારા ગુનાઓ ની કબુલાત જાતે કરી લો, નહીં તો જ્યારે કર્મો નો હિસાબ લગાવાશે કબુલાત કે પસ્તાવા નો સમય નહીં બચે તમારી પાસે." મિતલ એ રાજેશ ભાઈ ને સમજાવવા નો પ્રયત્ન કર્યો. "તમે મારી મા જેવી કેટલીયે સ્ત્રીઓના જીવન બરબાદ કર્યા હશે, અને તમારા એ પાપોની સજા મિતલ ને મળી છે.‌ હવે તો આંખો ખોલો અને તમારા ગુના નો‌ સ્વીકાર કરો." રાહુલ બોલ્યો. "હું ગુનેગાર નથી, સ્ત્રીઓએ પુરુષો ની પાછળ જ રહેવું જોઈએ. જે સ્ત્રી તેની સીમા પાર કરવા‌નુ પાપ કરે‌‌ તેને તેની ઓકાત બતાવવી જરૂરી છે. અરે જે લગ્ન પહેલાં બોયફ્રેન્ડ રાખતી હોય ...Read More

52

લોસ્ટેડ - 52

લોસ્ટેડ 52 રિંકલ ચૌહાણ એકસાથે ત્રણ ઘટનાઓ ઘટી, હેતલબેન ના ચહેરા ના હાવભાવ જોઈ પરિસ્થિતિ પામી ગયેલ આધ્વીકા ની ઉભેલી મીરા એ આધ્વીકા નો હાથ ખેંચ્યો, આધ્વીકાનો હાથ નીચે ગયો અને ગોળી રાજેશભાઈ ના ગળા થી સેજ નીચે વાગી, રાજેશભાઈ નો નિશાનો ચુક્યો હતો, ધ્રૂજતા હાથે છોડેલી ગોળી બંદુક ની દિશામાં રાહુલ થી થોડી દૂર ઊભેલા રયાન ના જમણા ખભા માં વાગી, રાહુલ એ તરત જ રાજેશભાઈ ના હાથમાંથી બંદુક ઝુંટવી લીધી. પળવારમાં બધું બની ગયું, બધા ના ચહેરા નો રંગ ઊડી ગયો. 21 વર્ષ પહેલાં આ જગ્યા આવી જ એક ભયાનક ઘટના ની સાક્ષી બની હતી, એ ચીસો ...Read More

53

લોસ્ટેડ - 53

લોસ્ટેડ 53 રિંકલ ચૌહાણ જીજ્ઞાસા એ અડધો દરવાજો ખોલી રયાન તરફ જોયું એ ઉંઘ્યો હતો, અવાજ ન થાય એમ થી એ વોર્ડ મા આવી. "હું જાણું છું તારા મન માં ઘણા સવાલ હશે‌ રયાન એટલે જ હું તારી સામે નથી આવવા માંગતી. હું ખુબ જ ગભરાઇ ગઈ હતી તને એ હાલત મા જોઈને, મને લાગ્યું કે હું તને હંમેશા માટે ખોઈ દઈશ. તને અહીં લાવતા સુધી હું હજાર મોત મરી છું, પળેપળ તને ખોવા નો ડર મારા વિશ્વાસ પર હાવી થઈ રહ્યો હતો ને ડોક્ટર ના હાથ મા મે તને નહીં મારુ જીવન સોપ્યું હતું. કાશ કે હું મારી ...Read More

54

લોસ્ટેડ - 54

લોસ્ટેડ 54 રિંકલ ચૌહાણ રયાન અને રાજેશભાઈ ને ગોળી વાગી એ ઘટનાને બે મહીના વીતી ગયા હતા, રાજેશભાઈ હજુ પથારીવશ હતા, મિતલ એ એમનો હાથ તોડ્યો પછી મારામારી થઈ અને ગોળી વાગી બધી ઘટનાઓ એકસાથે થવા થી એમનો હાથ નકામો થઈ ગયો હતો. મિતલ સાથે બનેલી ઘટનાઓ એ એમને માનસિક રીતે તોડી નાખ્યા હતા, ક્યાંક ને ક્યાંક પોતે પણ મિતલ ના અકાળ મૃત્યુ માટે જવાબદાર હતા એ વાત એમના મગજ ને કોરી ખાતી હતી. અચાનક જ રાજેશભાઈ ની ઉમર દસ વર્ષ વધી ગઇ હતી, આ બધા કારણો થી એમને ઠીક થવા મા સામાન્ય થી વધારે સમય લાગી રહ્યો હતો. ...Read More

55

લોસ્ટેડ - 55

લોસ્ટેડ 55 રિંકલ ચૌહાણ આધ્વીકા એ એક હાથ તેના પેટ ઉપર મુક્યો, એક આંસુ તેની આંખમાંથી નીકળી તેના હાથ પડ્યું. "હું મા બનવાની છું? આપણે માતાપિતા...... આપણું બાળક...." ખુશી મા આધ્વીકા નુ ગળું રુંધાઈ ગયું. "હા આધ્વી, આપણું બાળક. હું લગ્ન કરીને તને અને આપણા બાળક ને મારી સાથે લઈ જઈશ હવે, તું આવીશ ને મારી સાથે આપણા ઘરે?" રાહુલ ખુબ જ ખુશ હતો. "હા આવીશ, એકવાર આપણું અધુરુ કામ પુરું થઇ જાય પછી આપણે લગ્ન કરી લઈશુ." આધ્વીકા રાહુલ ને ભેંટી પડી. "તુ કાલે અમારી સાથે નહી આવે આધ્વી, તુ એકલી નથી હવે. આપણું બાળક છે તારી સાથે, ...Read More

56

લોસ્ટેડ - 56

લોસ્ટેડ 56 રિંકલ ચૌહાણ "મેં એટલે જ ના પાડી હતી તને અહીં આવવાની, કેમકે મારા મનમાં શંકા હતી, ખટકો કે કઈક ખોટું થશે. હવે શું કરીશું એનો જવાબ છે તારી પાસે?" રાહુલ એ ઊંચાં અવાજે પુછ્યું. "શું કરે છે તું રાહુલ? જરાક જો તો ખરો કે કોના સામે શું બોલે છે, આ બધામાં આધ્વી નો શું વાંક છે? એ તો આપણી બેન ની મદદ કરવા માંગતી હતી, અને તું બોલતા પેલા વિચાર તો ખરો કે તારા આવા વર્તન ની બાળક પર શું અસર થશે." રયાન એ રાહુલ ને તેના વર્તન માટે ચેતવ્યો. રાહુલને તરત ભાન થયું કે તે કેટલું ...Read More

57

લોસ્ટેડ - 57

લોસ્ટેડ 57 રિંકલ ચૌહાણ "આ શું કરે છે તું, આધ્વીકા ગર્ભવતી છે એનું ભાન છે તને?" રયાન ઊંચા અવાજે "મીનુ આધ્વી ને છોડી દે, હું તને છેલ્લી વાર કહું છું એને છોડી દે, નહીં તો...." રાહુલ આગળ કંઈ બોલે એ પહેલાં આધ્વીકા જમીન પર પછડાઈ. "આ છોકરી ના કારણે મારા બંને ભાઈ મારી વિરુદ્ધ થઈ ગયા છે, હું છોડીશ નહીં આને." આધ્વીકા ના શરીર માંથી નીકળી, મિતલ એ તેને હવા માં ઉછાળી ને ઝાડ પર ફેંકી. "આહહહહહહહહ...." આધ્વીકા ની ચિસ શાંત જંગલમાં ગુંજી, એ ડાળીઓ માં ફસાઈ હતી, તેના શરીર પર ઉઝરડા પડ્યા હતા તેણીએ ત્યાં થી નીકળવા ના ...Read More

58

લોસ્ટેડ - 58 - છેલ્લો ભાગ

લોસ્ટેડ 58 રિંકલ ચૌહાણ રયાન ગાડી લઈને આવ્યો એટલે તરત જીજ્ઞાસા એ જમણા હાથ નો અંગુઠો ઉપર કરી તેણી છે એવો ઈશારો કર્યો, જીજ્ઞાસા નો ઈશારો મળતાં જ આધ્વીકા તેની યોજના મુજબ રડવા લાગી. "રાહુલ આપણું બાળક, મને બહું જ દુખે છે પેટ માં. મિતલ ક્યાં છે તું અહીં આવ, તું આ બાળક સાથે રહેવા માટે જ આ બધું કરી રહી હતી ને? મને નથી લાગતું હું અહીં થી હલી શકીશ મને બહું દુઃખે છે........" આધ્વીકા એનું પેટ પકડી ને રાહુલ ના ખોળા માં ઉંઘી ગઈ. "બેબી ઠીક તો છે ને? મને માફ કરી દે આધ્વીકા, મારો ઈરાદો બેબી ...Read More