સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા

(121)
  • 40.2k
  • 18
  • 16k

જેના તપ ત્યાગ ટેક અને શૌર્ય જગતભરમાં મશહૂર છે, એવા આકરા પાણીએ તો સિંહ ઉછરે છે. એવી આ સૌરાષ્ટ્રની પુનિત ધરતી માથે કેટલાય સંતો- ભક્તો સતીઓ અને શૂરવીરો થઈ ગયા. આજે પણ જેના ઇતિહાસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ગવાય છે આ સૌરાષ્ટ્રની ધરતીનું આકર્ષણ પણ ધરતીનું આકર્ષણ પણ અનેરું છે. હજારો ગાઉ થી માણસો આપુનીત ધરાના દર્શને આવતા રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ મથુરા ગોકુળ તજી અને કોઈ આવાજ આકર્ષણથી ખેંચાય અને સૌરાષ્ટ્રની પુનિત ભૂમિને તીર્થધામ બનાવવા પધારેલા હશે ને? અનેક સંતો-ભક્તો થી વિભુષિત આપણી આ સૌરાષ્ટ્રની ધરતીને એક મહાન વિભૂતિ એવા પરમ વંદનીય સિદ્ધ સંત એવા શ્રી ફકડાનાથ બાપા

New Episodes : : Every Wednesday

1

સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - 1

જેના તપ ત્યાગ ટેક અને શૌર્ય જગતભરમાં મશહૂર છે, એવા આકરા પાણીએ તો સિંહ ઉછરે છે. એવી આ સૌરાષ્ટ્રની ધરતી માથે કેટલાય સંતો- ભક્તો સતીઓ અને શૂરવીરો થઈ ગયા. આજે પણ જેના ઇતિહાસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ગવાય છે આ સૌરાષ્ટ્રની ધરતીનું આકર્ષણ પણ ધરતીનું આકર્ષણ પણ અનેરું છે. હજારો ગાઉ થી માણસો આપુનીત ધરાના દર્શને આવતા રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ મથુરા ગોકુળ તજી અને કોઈ આવાજ આકર્ષણથી ખેંચાય અને સૌરાષ્ટ્રની પુનિત ભૂમિને તીર્થધામ બનાવવા પધારેલા હશે ને? અનેક સંતો-ભક્તો થી વિભુષિત આપણી આ સૌરાષ્ટ્રની ધરતીને એક મહાન વિભૂતિ એવા પરમ વંદનીય સિદ્ધ સંત એવા શ્રી ફકડાનાથ બાપા ...Read More

2

સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - 2

જમરાળા ની જાજરમાન જગ્યામાં આજે પૂજ્ય જયદેવદાસ બાપા બિરાજી રહ્યા છે .અને ભૂખ્યા દુખિયાને ભોજન અને આશ્વાસન આપી રહ્યા એવી વર્ષો જૂની આ જગ્યાનો ઇતિહાસ રચનાર એવા સિદ્ધ સંત શ્રી ફકડાનાથ બાપા ના જીવન ચરિત્રને જોઈએ ,આવો જાણીએ શ્રી ફકડાનાથ બાપા નો ઇતિહાસ, પુર્વ જીવન અને સિદ્ધ સંત તરીકેનું જીવન. રંગપુર ગામને પાદર માં આચ્છા નીરથી વહી જતી ભાદર નદીના કાંઠે પ્રાતઃકાળમાં એક સદગૃહસ્થ હાથમા લોટી લઈને આવ્યા, દંડવત પ્રણામ કર્યા પછી નદીના શિતળ નિરમા સ્નાન કર્યું ,સૂર્યદેવને જળ અર્પણ કર્યું પવિત્ર વસ્ત્ર પહેરીને નદીના કાંઠે પ્રભુ પ્રાર્થના કરી , એટલામાં ભગવાન સૂર્યનારાયણે પોતાના સોનેરી કિરણો રુપી ...Read More

3

સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - 3

આગળના ભાગમાં આપણે જોયું કે ભીમજી દરબાર એક સંતના વારંવાર દર્શન કરે છે. હવે આગળ જોઇએ એ કોણ છે અને દરબાર કોણ છે, ભેમજી દરબાર ચોમાસાના ચાલુ વરસાદમાં લીમડી થી ઘોડી લઈને પોતાને ગામ આવવા નીકળ્યા છે એવામા વચ્ચે તળાવની પાળે એક સંતને ધૂણી ધખાવીને બેઠેલા જોયા નમસ્કાર કર્યા ને બીજે ગામ પણ એ જ ઘટના બની તળાવની પાળે એજ સંત બેઠા હતા ધૂણી ચાલુ હતી ,આવું જોઈને દરબાર તરત ઘોડી ઉભી રાખી અને ઘોડી પરથી નીચે ઉતરી મહાત્માને સામે જઈને બેઠા, બે હાથ જોડી માથું નમાવી પગે લાગ્યા, તે સાધુ એ પણ સામું જોઈને માથું હલાવ્યું અને પછી ...Read More

4

સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - ૪

ગત અંકથી ચાલુ હવે જોઈએ રામગર સ્વામી બાપાએ ફકડાનાથ બાપા ને આશ્રમ માથીઅલગ બીજી જગ્યાએ જય અને પ્રસાર-પ્રચાર કરવાનો આદેશ આપ્યો. ત્યારે એ સદારામ માથી પૂજ્ય સિધ્ધ સંત શ્રી ફકડાનાથ બાપા કઈ રીતે બન્યા એ કથા હવે આપણે જોઈએ. ગુરુએ આપેલા મંત્રનુ રટણ કરતા કરતા બન્ને ભાઈઓ ત્યાંથી ચાલ્યા છે અને બરવાળા થોડોક આરામ કરી અને ચાલતા ચાલતા જમરાળા ગામની નજીક આવે છે. ત્યાં બન્ને ભાઈઓ આવ્યા અને જેવા જ નદી ઉતરવા જાય છે ત્યાં નદી ને અધવચ્ચે આવતા જ શ્રી સુર્યનારાયણ ને અસ્તાચલ પર બિરાજેલા જોયા, એટલે કે સૂર્યાસ્ત થવા આવ્યો હતો અને પશ્ચિમ દિશામાં સૂર્યદેવ અદ્રશ્ય થતા હતા ...Read More

5

સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - 5

(માનબાઈ) સવંત 1890 આ શ્રાવણ માસની અજવાળી બીજ નો દિવસ છે સાંજનો વખત છે રાત્રિના જગ્યામાં ભજનભાવ રાખેલો દિવસ આથમવાથી એક ભરવાડ પોતાની એકખડાઇ એટલે કે ભેંસ લઈ જગ્યા પાસેથી નીકળ્યો, ફકડાનાથ બાપા યે હાકલ કરી અલ્યા ગોવાળ ઉભો રહે આ તારી ભેંસ દોહી અને આજે રાત્રે ભજન છે તે માટે દૂધ જોઈએ તો દોઈ દે, ભરવાડ હાથ જોડીને બોલ્યો બાપા ભેંસ વરોળ છે, ( એટલે કે ક્યારે પણ વિયાય નહીં તેવી )બાપુ ઘરની ઉછેરેલી પાડી છે દશેક વર્ષની થય પણ વીયાતી નથી અને ઘરની ઉછેરેલી હોવાથી મુકતા જીવ ચાલતો નથી, આ પાડી રખડે આવું ન થાય તે માટે ...Read More

6

સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - ૬

(રામભાઇ ગઢવી ) એક દિવસ સાંજનો સમય છે, ફક્કડાનાથ બાપા ગામના ભક્ત સમુદાય સાથે જ્ઞાનનો ચર્ચા રહ્યા છે. તેવા સમયે એક અજાણ્યા માણસ જગ્યામાં દાખલ થયા, જય માતાજી , કહી આવનાર વ્યક્તિ ડાયરાને રામરામ કર્યા, ગળામાં માળા પહેરી છે, અને આવીને કહે છે કે, મારે ફકડાનાથ બાપા ને મળવું છે . ફક્કડાનાથ બાપા બોલ્યા પધારો પધારો બાપ, આપતો દેખાવે દેવીપુત્ર લાગો છો. ફક્કડા બાપાએ તેનું નામ પૂછ્યુ, તો એ આવનાર અતિથિ એ કહ્યું, મારું નામ રામભાઈ છે, ફ્કક્ડા બાપુએ કહ્યું કાંઈ કવિતા કાવ્ય જાણો છો ? ત્યારે રામભાઈ એ કહ્યું, હા બાપા ચારણ છું, મા ભગવતીની કાલીઘેલી ભાષામાં ...Read More