પ્રકરણ -1' રસોઈ તૈયાર છે ? ''ના, પણ તૈયાર છે એમ જ સમજ ને !''કેમ તૈયાર નથી ?' એમ વાસવ ને પૂછવાનું જરા મન તો થયું, પણ બીજી જ પળે મનમાં કશુંક વિચારીને એ ચૂપ જ રહ્યો. હજુ એ પતિ અધિકાર તેને પ્રાપ્ત કરવાનો બાકી હતો... પતિ અધિકાર એટલે પતિની મરજી સાચવવાની અનિવાર્ય ફરજ... પતિ અધિકાર એટલે પત્ની પરત્વે પતિએ નહીં બજાવેલી ફરજના ફળની અપેક્ષા... એ કારણ વિના પતિ અધિકારનો અર્થ શોધવા મથામણ કરી રહ્યો... પતિ ઈચ્છે ત્યારે રસોઈ તૈયાર હોવી જોઈએ... જમવાનું ટાણું હોય કે ન હોય.. ઘરમાં રાશનપાણી હોય કે ન હોય... પતિ અધિકારને એમાં કશો ફર્ક પડતો નથી... પતિ અધિકારની આવી અફલાતૂન વ્યાખ્યા પર એને ખડખડાટ
New Episodes : : Every Monday
ઝાંપો ઉદાસ છે.. - 1
પ્રકરણ -1' રસોઈ તૈયાર છે ? ''ના, પણ તૈયાર છે એમ જ સમજ ને !''કેમ તૈયાર નથી ?' એમ ને પૂછવાનું જરા મન તો થયું, પણ બીજી જ પળે મનમાં કશુંક વિચારીને એ ચૂપ જ રહ્યો. હજુ એ પતિ અધિકાર તેને પ્રાપ્ત કરવાનો બાકી હતો... પતિ અધિકાર એટલે પતિની મરજી સાચવવાની અનિવાર્ય ફરજ... પતિ અધિકાર એટલે પત્ની પરત્વે પતિએ નહીં બજાવેલી ફરજના ફળની અપેક્ષા... એ કારણ વિના પતિ અધિકારનો અર્થ શોધવા મથામણ કરી રહ્યો... પતિ ઈચ્છે ત્યારે રસોઈ તૈયાર હોવી જોઈએ... જમવાનું ટાણું હોય કે ન હોય.. ઘરમાં રાશનપાણી હોય કે ન હોય... પતિ અધિકારને એમાં કશો ફર્ક પડતો નથી... પતિ અધિકારની આવી અફલાતૂન વ્યાખ્યા પર એને ખડખડાટ ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 2
વાસવ ઝાંપો છોડી દૂર દૂર ચાલ્યો ગયો. ઉદાસી એના મનને ઘેરી વળી. ખાટલે બેવડ વળી ખાંસતી માનો ચહેરો એની સમક્ષ ઉપસ્થિત થયો. 'આ ખાંસી તો માનો... ' ને બાકીનું વાક્ય રીનાએ પોતાના પર છોડી દીધું હતું. એ વાક્ય ફરી યાદ આવ્યું... મનને ઘેરી વળ્યું. માં ક્ષણ ક્ષણનું મોત જીવતી હતી. ઘરડું પાન... સૂકું પાન... એક હવાનો ઝોંકો આવ્યો નથી કે ડાળીથી પાન... હવા જાણે થીજી ગઈ હતી. એના કદમ આગળ વધતા જતા હતાં. થોડા સમય પહેલાં ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 3
બસ થોડી જ પળોમાં સૂર્યાસ્ત થવાનો હતો. રાતો -નારંગી સૂરજ જરીક શ્રમિત લાગતો હતો. છતાં કર્તવ્યપાલનના સંતોષ અને ગૌરવ અસ્ત થઇ રહ્યો હતો. સમી સાંજે માળામાં પાછાં ફરી રહેલ પંખીઓની ઉડાઉડ ને એમનો કલરવ બધે મધુરતા ફેલાવી રહ્યો હતો. ભૂરા આકાશમાં સૂર્ય ડુબતાની સાથે જ આછાં તારાઓ ટમટમવાની હોડમાં લાગી ગયા. ચંદ્ર પણ આળશ મરડીને પોતાનું તેજ પાથરવા માટે ઉભો થયો. હળવુંક મલકીને તેજ પાથર્યું તો સારા જગમાં ખુશનુમા છવાય ગઈ. નિશાના આવા અદ્ભૂત આગમનથી કોઈ અજબ પ્રાકૃતિક સંગીત વાતાવરણમાં દૂર દૂર સુધી ફેલાઈ ગયું. આવું વાતાવરણ રીનાને ખૂબ પ્રિય હતું... ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 4
એ ટ્રેનમાંથી ઉતર્યો. આજુબાજુ જોયું... બધે નજર ઘુમાવી... બધું અપરિચિત હતું. પ્લેટફોર્મ પર ભારે ભીડ હતી. એટલામાં કોઈ બીજી આવવાની જાહેરાત થઇ. પેસેન્જરો પોત -પોતાના સામાન સાથે ગાડીમાં ચડવા માટે તૈયાર થઇ ગયા. ગાડી સ્ટેશને આવતા ની સાથે જ થોડીવાર પહેલાં એને સંસ્કાર અને શિસ્ત ના પાઠ ભણાવી રહેલ એક કાકા શોરબકોર અને ધક્કામુક્કી કરવા લાગ્યાં.. ધક્કામુક્કી માં એય એને ભાન ન રહ્યું કે એક સ્ત્રીને એમના કારણે ધક્કો લાગવાથી એ સ્ત્રીનું સામાન પડી ગયું છે. સ્ત્રીએ કંઈક કહ્યું તો ગાળાગાળી કરવા લાગ્યાં... વાસવ ને હસવું આવ્યું... વાહ રે દુનિયા... શું શિષ્ટતા કે સંસ્કાર માત્ર સલાહ આપવા માટે જ ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 5
'કોણ હશે ?' ના સવાલ સાથે વાસવે દરવાજો ખોલ્યો... સામે કામવાળી બાઈની હતી... આવતાની સાથે જ બોલી ' વાસવ ભાઈ, બે દિવસ માટે માં ગામ ગઈ છે, તો કામ કરવા હું આવીશ. ' વાસવે 'ઓકે ' કહેતાં હળવુ સ્મિત વેર્યુ. એ કામકાજ માં પરોવાઈ. વાસવ પણ ફાઇલ્સ ચેકીંગ માટે બેઠો. પણ આજે એનું મન કામમાં બિલકુલ લાગતુ નહોતું. એણે કહ્યું..' જયા બાકીનું કામ પછી કર,પહેલા મને આદુવાળી ચા બનાવી આપ '. 'જી વાસવ ભાઈ ' જયાએ અંદરથી જ જવાબ આપ્યો. થોડીવારમાં એ ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 6
રીનાની ખુશીનો પાર ન હતો... ઉત્સાહના આવેગમાં ઘડીક તે નાની શી હરણી જેવી કુદકા ઘડીક ઉત્સાહને દબાવીને ગંભીર થવાનો પ્રયત્ન કરતી... આજે એની આતુરતાનો અંત આવ્યો. આશાનું એક કિરણ દેખાયું. આજે એની રણ સમી જિંદગીમાં ગુલાબ ખીલ્યું... એને એ મળ્યો... ના..., ના..., વાસવ નહીં, વાસવનો પેલો પત્ર મળ્યો. એ પત્રની એક એક અક્ષરે, રીના નું સ્મરણ ભર્યું હતું. પ્રથમ સંબોધન..., ' રીના... મારી વહાલી રીના... તને આમ છોડીને ચાલ્યો ગયો તે ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 7
વાસવ આજે સવારથી જ ગમગીન હતો... નિરાશ વદને ખુરશીમાં બેઠો હતો. ખુરશીમાં બેસીને રીનાની ધૂંધળી તસ્વીર પોતાના મનોજગતમાં જોઈ રહ્યો હતો. ત્યાં જ રીનાની ધૂંધળી તસ્વીર ને હડસેલી એક બીજી યુવતીની તસ્વીર એના મનોજગતમાં ઉપસ્થિત થઇ... ' નિશા... ' ' કમ્બખ્ત નિશા ' નિશાના નામ સ્મરણ માત્રથી વાસવ ને ગુસ્સો આવ્યો. એણે ગુસ્સાના આવેશમાં હાથમાં રહેલ કાચનો ગ્લાસ નીચે પછાડ્યો. તે એ જ નિશા હતી જેને કારણે વાસવને, નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. એ એજ નિશા હતી જેના કારણે એ મરવા નીકળ્યો હતો. એ એજ નિશા હતી ...Read More
ઝાંપો ઉદાસ છે - 8
બર્થડે પાર્ટી માંથી પરત ફરી વાસવ નિખિલ ના રૂમમાં ગયો. નિખિલ વાસવ ની જ રાહ જોઈ રહ્યો હતો. હાથમાં પુસ્તક ટેબલ પર મુકતાં નિખિલે કહ્યું.. 'આવ વાસવ અહીં બેસ, યાર શું ચાલી રહ્યું છે તારી નીજી જિંદગી માં બોલ ' ' નિખિલ માફી ચાહું છું.. બધું અચાનક બન્યું.. ' 'અચાનક એટલે... ? તારે મનેય ન કહેવાનું... હેં ? છેલ્લીવાર વાત થયેલી ત્યારે તો તું ગામ જવાની વાત કરતો.. પછી અચાનક શું થઈ ગયું ?' 'હા હું ગામ જવાનો જ હતો.. પણ... ' 'શું પણ ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 9
આજે વર્ષો વીત્યા... વાસવનો કોઈ પત્ર નહીં... વાસવની કોઈ ખબર નહીં... છતાં પણ રીનાના વાસવ પ્રત્યેના પ્રેમમાં કોઈ ઓટ આવી નહીં. એના દિલનો દરિયો વાસવ પ્રત્યેના પ્રેમથી હજીયે છલોછલ ભર્યો હતો. એના હૃદયમાં માત્ર વાસવ માટે જ પ્રેમ છલકાતો હતો. એ વાસવની યાદને, વાસવની સાથે વિતાવેલી પળોને વાગોળતી રહી... છેલ્લા વર્ષોમાં વાસવ પર એણે કેટલાયે પત્રો લખ્યા હતા. પણ વાસવ સુધી પહોંચાડવા એની પાસે વાસવનું સરનામુયે ક્યાં હતું. ને સરનામાં વગર મુંબઈ માં પત્ર મોકલવો ક્યાં ? વાસવે લખેલા પત્રોમાં તો સરનામાં નો ક્યાંયે ઉલ્લેખ નહોતો... તેથી બધા લખેલા પત્રો એણે પેટીમાંજ સાચવી રાખ્યા ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 10
અને અચાનક... સુધા ના મનના ખૂણે સંગ્રહાયેલી યાદોં ના ટોળેટોળા ઉભરાય આવ્યા. એની સામે યુદ્ધ ની મુદ્રામાં..યાદોની રૂપમાં ઉભો હતો... અને એક પિચાશની જેમ અટ્ટહાસ્ય કરી રહ્યો હતો... કડવી યાદોં સાથે... દૂર થોડેજ દૂર થી શરૂઆતી મીઠી યાદો પણ ડોકિયાં કરવા લાગી એ કડવી યાદોને હડસેલી ને મીઠી યાદોં સાથે ખોવાઈ ગઈ... એને યાદ આવ્યું... ને કહ્યું... હીંચકા પર બેઠા બેઠા મેં જોયું કે એ પુસ્તક વાંચી રહ્યો હતો. પણ એનું ધ્યાન મારા તરફ હતું. એની આકર્ષક આંખો ક્યારની મને તાકી રહી હતી. મેંય જોયું... પછી ચુપચાપ ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 11
એ સુહાગરાતે પિનાકીને મને એવો આંચકો આપ્યો હતો કે મને એમ લાગ્યું કે મારું હૃદય ક્યાંક બંધ થઇ જશે.. એ રાતે પિનાકીન આવ્યો. એણે નશો કર્યો હતો. મને નવાઈ લાગી. આંખો પર વિશ્વાસ ન થયો... એને આ રીતે ક્યારેય જોયો નહોતો... એનું આ રૂપ મારા માટે બિલકુલ નવું હતું... પલંગ પર ધડામ દઈને બેસતાં જ એણે કહ્યું... ' સુધા, તને આ પહેલો અનુભવ છે ? કે પછી... ' એ વધુ બોલે એ પહેલા મેં હથેળીથી એનું મોં દબાવી દીધું. હું બોલી...'શું કહી રહ્યા છો એનું ભાન છે... કેવો વિચિત્ર સવાલ છે... હદ છે... ' ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 12
વાસવ -પ્રીતિ બંને જુહુ બીચ પર પહોંચ્યા. સાંજનો સમય હતો. સૂર્ય ધીમે ધીમે ડૂબી રહ્યો હતો. પ્રીતિએ પોતાના પગ ઠંડી રેતીમાં મુક્યા. ઠંડી સુંવાળી રેતીમાં થાક શોષાતો જતો હતો. ખીલેલા કમળની જેમ સંધ્યા ખીલી ઉઠી હતી. ને સુર્ય... એણેય વાતાવરણને વધુ આકર્ષક બનાવવા અસ્ત પામતા પહેલા એની પાસે જે પણ વૈભવ બચ્યો હતો તે એણે છુટ્ટે હાથે વેરી દીધો. બંને થોડીવાર મૌન રહી પ્રકૃતિને માણી રહ્યા. કશીક વાત કરવાના ઈરાદાથી પ્રીતિએ કહ્યું... ' જયારે જયારે આપણે સુર્યાસ્તને નીહાળીયે છીએ... તોયે કેવો નિરાળો લાગતો હોય છે... ખરુંને ? દરેક સાંજની એક આગવી અદા... ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 13
'બાળક...વાસવને બાળક થવાનું છે... ? એ પાપા બનવાના છે... ?' આઘાતને ગળી જઈ તૂટેલા સ્વરે રીનાએ વાસવે માને લેવા માણસોને પૂછ્યું. ' હા... ' આવેલ માણસોમાંથી એકે કહ્યું. ' એના લગ્ન ક્યારે થયા ?' માંડ માંડ હિમ્મત જાળવી રીનાએ કહ્યું. ' લગ્નને તો ઘણો સમય થઇ ગયો... ' બીજાએ કહ્યું. રીનાની આંખો ભરાય આવી... છતાં મન કઠણ રાખ્યું. અને કહ્યું... 'તમે બેસો હું ચા લાવું છું... ' એ દોડતાં રસોડામાં ગઈ... ને રીતસરની ફસડાઈ પડી. આંખોમાંથી અનરાધાર ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 14
'હજી કેટલો સમય લાગશે ભાઈ...' રીનાએ પૂછ્યું. ' બસ પહોંચી જ જઈશું... કલાકેક ' એકે જવાબ આપ્યો. 'કંઈક નાસ્તો કરવો છે તમારે... કહેજો... કોઈ હોટેલ પર રોકીશું... ' ' ના ના મને બિલકુલ ભૂખ નથી ' ' ભલે... ' ભુખેય ક્યાંથી હોય... અનેક વિચારોનું ટોળું વંટોળની જેમ એના મન પર તૂટી પડ્યું હતું...ગાડી નો વેગ જેમ જેમ વધતો ગયો એટલી જ ગતિ વિચારો પણ પકડતા હતાં... જન્મોજનમ ના સાથના વચન વાસવ બસ અમુક વર્ષો માં ભૂલી ગયો...? જન્મોજનમ ના સાથ નો ...Read More
ઝાંપો ઉદાસ છે.. - 15 ( અંતિમ પ્રકરણ )
રીના ગામમાં પ્રવેશી... ભાર એનાથી સહન નહોતો થતો... ના એ સામાનનો નહોતો... સામાન તો એ સ્ટેશન બેસેલ જરૂરતમંદ ભિખારીઓને જ આપી આવી હતી... આ ભાર તો જિંદગીનો હતો... અનેક તૂટેલા સપનાઓનો હતો... હૈયાફાટ રુદન કરતા અરમાનોનો હતો... આખરે આખર જાગેલી ઉમ્મીદ કે 'કદાચ એ બૂમ પડશે રોકી લેશે...' એવી કચ્ચરઘાણ થયેલી ઉમ્મીદોનો હતો... માંડ માંડ એ ઘર તરફ ચાલ્યે જતી હતી... શું માગ્યું હતું જિંદગી પાસે ને શું આપ્યું...એના સવાલોમાં અત અટવાતી જતી હતી... એને ઝાંપો દેખાયો... ઝડપ વધારી... ઝાંપામાં દાખલ થઇ... ...Read More