સોરઠી સંતો

(445)
  • 108.2k
  • 346
  • 41.6k

જેસલ જગનો ચોરટો સોરઠી સંતો ઝવેરચંદ મેઘાણી: ગળતી એ માઝમ રાત: મધરાત ગળતી હતી. ગગનના મધપૂડામાંથી ઘાટાં અંધારાં ગળતાં હતાં. અજવાળી બીજનું બાંકું નેણ ઘડીભર બતાવીને સાંજ , કોઈક બીકણ છોકરી જેવી, ઝટપટ ભાગી ગઈ હતી. મધરાત ગળતી હતી. એવા અંધારવીંટ્યા નેસડામાં એક માટીના મકાનની પછીતે (પાછલી ભીંતે) એક આદમી ઊભો હતો. કમર પર લાલ લૂંગી લપેટી હતી. અંગ ઉપર કાળી કામળ ઓઢી હતી. અંધારા જોડે એકરસ બનતો એ લેબાસ હતો. કાળી માઝમ રાતનો એ કસબી હતો. અંદર્ અને બહાર, બધેય કાળાશ ધારણ કરીને માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો. એના એક હાથમાં ઉઘાડું ખડગ હતું. બીજા હાથમાં ગણેશિયો.(ચોરી કરવાનું ઓજાર) હતો. ખડગનો ખપ હતો માનવીને મારવા માટે ખતરીસાની જરૂર હતી દિવાલ ખોદવા માટે... વાંચો, આગળ... જેસલ જગનો ચોરટો.

Full Novel

1

01 - Sorthi Santo - Jesal Jagno Chorato

જેસલ જગનો ચોરટો સોરઠી સંતો ઝવેરચંદ મેઘાણી: ગળતી એ માઝમ રાત: મધરાત ગળતી હતી. ગગનના મધપૂડામાંથી ઘાટાં અંધારાં ગળતાં અજવાળી બીજનું બાંકું નેણ ઘડીભર બતાવીને સાંજ , કોઈક બીકણ છોકરી જેવી, ઝટપટ ભાગી ગઈ હતી. મધરાત ગળતી હતી. એવા અંધારવીંટ્યા નેસડામાં એક માટીના મકાનની પછીતે (પાછલી ભીંતે) એક આદમી ઊભો હતો. કમર પર લાલ લૂંગી લપેટી હતી. અંગ ઉપર કાળી કામળ ઓઢી હતી. અંધારા જોડે એકરસ બનતો એ લેબાસ હતો. કાળી માઝમ રાતનો એ કસબી હતો. અંદર્ અને બહાર, બધેય કાળાશ ધારણ કરીને માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો. એના એક હાથમાં ઉઘાડું ખડગ હતું. બીજા હાથમાં ગણેશિયો.(ચોરી કરવાનું ઓજાર) હતો. ખડગનો ખપ હતો માનવીને મારવા માટે ખતરીસાની જરૂર હતી દિવાલ ખોદવા માટે... વાંચો, આગળ... જેસલ જગનો ચોરટો. ...Read More

2

02 - Sorthi Santo - Sat Devi Das

સોરઠી સંતો- સંત દેવીદાસ: પ્રભાતને પહોર ચડતો હતો ત્યાં જ પાસેના દિયાળ ગામમાંથી બ્રાહ્મણોનાં જૂથ ઊમટવા લાગ્યાં. તેઓની જાડે લીલાગર ખરલો, છીપરો, ઉપરવટણા, ભાંગનો મસાલો ને મોટાં રંગાડાં પણ આવી પહોંચ્યાં. ભરતી પાછી વળી ત્યારે રત્નાકરે રત્નેશ્વરનું ભોંયરું ખાલી કરી દીધું. ભયાનકતા દૂર ચાલી ગઈ. બ્રાહ્મણો અંદર ઊતરીને ભોંયરામાં પેઠા ને પાણી પાછું કદાપિ ચડવાનું જ નથી એવા પ્રકારની વિશ્વાસભરી લહેર કરતાં સહુએ શિવલિંગ સમક્ષ સુખડ ઘસીને લલાટો પર સુંદર ત્રિપુંડો ખેંચ્યાં. ...Read More

3

03 - Sorthi Santo - Sant Mekran

સોરઠી સંતો (સંત મેકરણ) ઝવેરચંદ મેઘાણી ૧. હું સૌ માંયલો નથી ૨. દત્તાત્રેયનો મેળાપ ૩. બે પશુઓ ૪. રા’દેશળનો મેળાપ ૫. મેકરણ-વાણી ૬. સમાધ ...Read More

4

04 - Sorthi Santo - Dana Bhagat

સોરઠી સંતો દાના ભગત (વીસામણ ભગત, ગીગા ભગત) જન્મમૃત્યુ સંવત-૧૭૮૪સંવત-૧૮૭૮ પાંચાળને ગામે ગામે દયા અને દાનનો બોધ દેવા જાદરો ભગત એકવાર ભાડલા નામે ગામમાં આવી પહોંચ્યા છે. જાદરો તો પીર ગણાતા, દુ:ખીયાં, અપંગ, આંધળાં, વાંઝીયાં, તમામ આવીને એની દુવા માગતાં. એમાં એક કાઠીઆણી, માથે ગૂઢું મલીર ઓઢેલું, બાવીસ વર્ષના જુવાન દીકરાને લાકડીએ દોરેલો, અને આપાની પાસે આવી ઉભી રહી. ભગતે પડખે બેઠેલાઓને પુછ્યું કે “આ બોન કોણ છે ભાઇ !” “બાપુ, કાળા ખાચરને ઘેરેથી આઇ છે. કાળા ખાચર દેવ થઇ ગયા છે, ને સત્તર વરસ થયાં આઇ આ છોકરાને ઉછેરે છે.” “તે છોકરાને દોરે છે કાં ” “બાપુ, છોકરાને બેય આંખે જન્મથી અંધાપો છે.” “છોકરાનું નામ ” “નામ દાનો.” વાંચો, ઝવેરચંદ મેઘાણી ...Read More

5

05 - Sorthi Santo - Panchalnu Bhakt Mandal

સોરઠી સંતો પાંચાળનું ભક્તમંડળ (મેપો, રતો, જાદરો, ગોરખો) : ઝવેરચંદ મેઘાણી ૧. આપો મેપો ૨. રતો ૩. ૪. ગોરખો (૧) એલા મેપા ! આ આભમાં વાદળી ચડી. તારાં નળીઆ ઝટ ઝટ ઢાંકી વાળ્ય. નીકર હજારૂ રૂપીયાનું પાણી થૈ જાશે. ” “આપા રતા ! આમાં નળીયાં ઢાંકયાં રે એમ નથી. વાદળ તૂટું તૂટું થયું છે ત્યાં, ઠાકર વિના બીજુ કોણ આડા હાથ દઇ શકે એમ છે આટલો પથારો શે ઢંકાય ” “માળા મૂરખ ! ઠાકર તારો ક્યાંય સૂઈ રે શે. આ બીજા સહુ કુંભારૂએ પોતાનાં નળીઆં ઢાંકી લીધાં એમ ઢાંકી લે, ઠાકર તારો ઠાકર સો ગાઉ છેટો રહી જાશે.” “ના ના દરબાર, ઠાકરને ઢાંકવું હશે તો વાર નહિ લાગે. ઠાકરને પલાળવું હશે તો ઢાંક્યાં ય રહેશે નહિ.” ...Read More

6

06 - Sorthi Santo - Velo Bavo

સોરઠી સંતો (વેલો બાવો, રામ બાવો) : ઝવેરચંદ મેઘાણી - વેલો બાવો કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર, નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ નામે જૂનાગઢ તાબાનું મૂળગરાસીયું ગામડું છે. એ ગામમાં જસમત સેંજળીઓ નામે એક કણબી રહેતો હતો. સહુ પટેલોમાં જસમત પટેલ દૂબળો ખેડુ છે. તાણી તૂંસીને પેટગુજારો કરે છે. એક દિવસ જસમતની ખડકીએ એક દસ-બાર વરસનો બાળક આવીને ઉભો રહ્યો. બાળકે સવાલ નાખ્યો કે “આતા, મને સાથી રાખશો ” “કેવો છે ભાઈ ” “કોળી છું આતા ! માવતર મરી ગયાં છે. એાથ વિનાનો આથડું છું.” કોળીના દીકરાની નમણી મુખમુદ્રા ઉપર જસમતનાં નેત્રો ઠરવા માંડ્યાં. “તારૂં નામ શું ભાઈ ” “વેલીયો. ” ...Read More