કુરબાનીની કથાઓ

(618)
  • 71.9k
  • 292
  • 32.6k

અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી, કે `હે દેવ! શ્રીચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.' `એ કણી લઈને જગતમાં શાં શાં ધતિંગ ફેલાવવા માગો છો, ભૂપતિ?' બુદ્ધે હસીને પૂછ્યું. `એક જ ધતિંગ, પ્રભુ! અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ.' રાજબગીચાની અંદર એક ખૂણામાં નખની એ કણી દાટીને એના ઉપર બિમ્બીસારે સુંદર સ્તૂપ ચણાવ્યો. દેશદેશના કારીગરોએ આવીને સ્તૂપ ઉપર બારીક નકશી મૂકી. એ પથ્થરો જાણે હમણાં બોલી ઉઠશે, પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને પથ્થરો નાચી ઉઠશે, એવી

Full Novel

1

કુરબાનીની કથાઓ - 1

અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી, કે `હે દેવ! શ્રીચરણના એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.' `એ કણી લઈને જગતમાં શાં શાં ધતિંગ ફેલાવવા માગો છો, ભૂપતિ?' બુદ્ધે હસીને પૂછ્યું. `એક જ ધતિંગ, પ્રભુ! અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ.' રાજબગીચાની અંદર એક ખૂણામાં નખની એ કણી દાટીને એના ઉપર બિમ્બીસારે સુંદર સ્તૂપ ચણાવ્યો. દેશદેશના કારીગરોએ આવીને સ્તૂપ ઉપર બારીક નકશી મૂકી. એ પથ્થરો જાણે હમણાં બોલી ઉઠશે, પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને પથ્થરો નાચી ઉઠશે, એવી શોભા શિલ્પકારોએ વિસ્તારી દીધી. ...Read More

2

કુરબાનીની કથાઓ - 2

1 - શ્રેષ્ઠ ભિક્ષા, 2 - ફૂલનું મૂલ ...Read More

3

કુરબાનીની કથાઓ - 3

સરસ્વતી નદીના કિનારા ઉપર એક દિવસ સાંજ પડતી હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો. જંગલમાં છાણાંલાકડાં લેવા ને ફળફૂલ વીણવા બટુકો પાછા આવી પહોંચ્યા છે. તપોવનની ગાયો ચરીને આશ્રમે આવી છે. કિલકિલાટ કરતા બ્રહ્મચારીઓ નહાઈ ધોઈને ઋષિજીની આસપાસ પોતપોતાનાં આસન પાથરી ટપોટપ બેસી ગયા છે. વચનમાં હોમનો અગ્નિ પ્રગટાવેલો છે. અનંત આકાશમાં પણ એ સાંજને ટાણે કોઈ શાંત મહર્ષિની આસપાસ નાના સુકુમાર તારાઓની મંડળી, શિષ્ય-મંડળીની માફક, ચૂપચાપ કેમ જાણે હવન કરવા બેસી ગઈ હોય તેવો દેખાવ થયો છે. ...Read More

4

કુરબાનીની કથાઓ - 4

1 - અભિસાર 2 - વિવાહ ...Read More

5

કુરબાનીની કથાઓ - 5

1 - માથાનું દાન 2 - રાણીજીના વિલાસ ...Read More

6

કુરબાનીની કથાઓ - 6

આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ. સાધુસંતો એનાં ભજનોની ધૂન મચાવી ઠેરઠેર મસ્તી જગવતાં. કબીરજીની ઝૂંપડીએ અપરંપાર લોકો લાગ્યાં. કોઈ આવીને કહેશે : `બાબા! એકાદ મંત્ર સંભળાવીને મારું દરદ નિવારોને!' કોઈ સ્ત્રીઓ આવીને વિનવશે કે `મહારાજ! પાયે પડું, એક દીકરો અવતરે એવું વરદાન દોને!' કોઈ વૈષ્ણવજન આવીને આજીજી કરશે કે `ભક્તરાજ! પ્રભુનાં સાક્ષાત્ દર્શન કરાવો ને!' કોઈ નાસ્તિક આવીને ધમકાવશે કે `ઓ ભક્તશિરોમણિ, દુનિયાને ઠગો નહિ. પ્રભુ પ્રભુ કૂટી મરો છો, તે એક વાર પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત તો કરો કે પ્રભુ છે!' સહુની સામે જોઈને ભક્તરાજ મધુર હાસ્ય કરતા ને માત્ર આટલું જ કહેતા: `રામ! રામ!' ...Read More

7

કુરબાનીની કથાઓ - 7

પંચ સિંધુઓને કિનારે, પંજાબની વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધનાદ ઉઠયા: `જય ગુરુ, જય ગુરુ!' નગરે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે એ ઝિલાયો. પ્રત્યેક જીભ પર એ ઘોષણાનો પડઘો પડયો. જોતજોતામાં તો એકેએક શીખ જાગી ઉઠયો. માથા લાંબા કેશ સમારીને એણે વેણી બાંધી, કમર પર કિરપાણ લટકાવ્યાં, વહાલાં સ્વજનોની માયા-મમતા ઉતારી: અને વૈરીજનોનો, વિપત્તિનો, મોતનો ડર વીસર્યો. હજારો કંઠમાંથી ભભૂકતી જયઘોષણાએ દસેય દિશાઓને ધણધણાવી દીધી. શીખ કોમના બચ્ચાઓ પોતાની નવજગૃતિના સૂર્ય સામે અનિમેષ નયને નિહાળી રહ્યા. ...Read More

8

કુરબાનીની કથાઓ - 8

જંગલની અંદર સાંજના અંધારા ઉતરતાં હતાં. ગુરુ ગોવિંદસિંહ એકલા બેસી રહ્યા હતા. થાકેલ શરીરને પોતાના કિરપાણ ઉપર ટેકવી ગુરુ વિચાર કરતા બેઠા હતા? ગુરુ વિચારતા હતા પોતાની જીવન-કથા: `જવાનીને સમયે મારી છાતીમાં કેટકેટલા મનોરથો ભરેલા! આખા ભારતવર્ષને મારી ભુજાઓમાં ઉઠાવી લેવાનું સ્વપ્ન કેટલું સુંદર ભવ્ય, મોહક! આજ આ કિરપાણનું પાણી કાં ઉતરી ગયું? આજ એ ભારતવર્ષને ઓળંગીને મારી ભુજાઓ એવી કઈ મહાન દુનિયાને ભેટવા તલસે છે? ત્યારે શું આ ભૂલ હતી! જિંદગાની શું એળે ગઈ!' ...Read More

9

કુરબાનીની કથાઓ - 9

1 - ન્યાયાધીશ 2 - નકલી કિલ્લો ...Read More

10

કુરબાનીની કથાઓ - 10

1 - પ્રતિનિધિ 2 - નગરલક્ષ્મી ...Read More

11

કુરબાનીની કથાઓ - 11

1 - સ્વામી મળ્યા! 2 - પારસમણિ 3 - તુચ્છ ભેટ ...Read More

12

કુરબાનીની કથાઓ - 12

કુંતી : તું કોણ છે, તાત? આંહીં શું કરે છે? કર્ણ : પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો મારું નામ કર્ણ: અધિરથ સારથિનો હું પુત્ર: ને રાધા મારી જનેતા. બોલો, માડી! કોણ છો તમે? કુંતી : બેટા! હું એ જ, કે જેણે મારા જીવનને પહેલે પ્રભાતે તને પૃથ્વીનાં દર્શન કરાવ્યાં. લાજમરજાદ મેલીને આજ હું મારી ઓળખાણ દેવા આવી છું. કર્ણ : કાંઈ સમજાયું નહિ, માતા! તો યે તમારી આંખોનાં કિરણો અડયે મારું યોદ્ધાનું હૃદય, સૂર્યનાં કિરણોને સ્પર્શે બરફનો પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડે છે. અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોમાંથી આવીને અંતરમાં કોઈ અકળ નવી વેદના જગાડે છે. બોલો, બોલો, હે અપરિચિતા! મારા જન્મની એવી કઈ રહસ્ય-ગાંઠ તમારી સાથે બંધાયેલી છે? ...Read More

13

કુરબાનીની કથાઓ - 13

[રાજા સોમક મરીને આકાશમાર્ગે સ્વર્ગમાં જાય છે. રસ્તામાં નરકપુરી આવે છે તે કાળનો આ પ્રસંગ છે.] [નેપથ્યમાં] ક્યાં જાવ છો, મહારાજ? સોમક : છે એ? કોણ બોલાવે છે મને? ઘનઘોર અંધારામાં કાંઈ યે દેખાતું નથી. હે દેવદૂત! પલવાર તારા વિમાનને આંહીં થંભાવ. [નેપથ્યમાં] હે નરપતિ નીચે આવો! નીચે ઉતરો, હે સ્વર્ગના મુસાફર! સોમક : કોણ છો તમે? ક્યાંથી બોલાવો છો? ...Read More