Destiny (અશક્ય શબ્દમાં જ શક્ય)

(43)
  • 16.1k
  • 7
  • 6.7k

Destiny ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) પ્રકરણ :- ૧ “૨ કટિંગ આપજે ભાઈ” વૈભવએ ઓર્ડર આપતા કહ્યું. “શું ભાઈ કેમ આજે આટલો ખુશ-ખુશ લાગે છે.? કઈ થયું છે.?” વૈભવએ અંદર-અંદર ખુશ થઈ રહેલા અને પોતાની બાઇકની સામે જોઈને આનંદ લઈ રહેલા પાર્થને જોઈને પૂછ્યું. “કઈ નહીં ભાઈ,આજ તો મને આ બાઇક પર અભિમાન થઈ આવ્યું છે” પાર્થએ કહ્યું. “ઓહો,પાછું શું કર્યું આજે આ બાઇકએ..?” વૈભવએ પૂછ્યું. “સાંભળ મજા આવશે.તો થયું એવું કે...હું દરરોજની જેમ બપોરે આપણાં પેલા હાઇવે પર આંખમાં ચશ્મા,નવા નિયમ મુજબ માથા પર હેલ્મેટ,અને કાનમાં એયરફોન સાથે ઘર તરફ લગભગ ૫૦ની સ્પીડ પર આવી

Full Novel

1

Destiny ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) - 1

Destiny ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) પ્રકરણ :- ૧ “૨ કટિંગ ભાઈ” વૈભવએ ઓર્ડર આપતા કહ્યું. “શું ભાઈ કેમ આજે આટલો ખુશ-ખુશ લાગે છે.? કઈ થયું છે.?” વૈભવએ અંદર-અંદર ખુશ થઈ રહેલા અને પોતાની બાઇકની સામે જોઈને આનંદ લઈ રહેલા પાર્થને જોઈને પૂછ્યું. “કઈ નહીં ભાઈ,આજ તો મને આ બાઇક પર અભિમાન થઈ આવ્યું છે” પાર્થએ કહ્યું. “ઓહો,પાછું શું કર્યું આજે આ બાઇકએ..?” વૈભવએ પૂછ્યું. “સાંભળ મજા આવશે.તો થયું એવું કે...હું દરરોજની જેમ બપોરે આપણાં પેલા હાઇવે પર આંખમાં ચશ્મા,નવા નિયમ મુજબ માથા પર હેલ્મેટ,અને કાનમાં એયરફોન સાથે ઘર તરફ લગભગ ૫૦ની સ્પીડ પર આવી ...Read More

2

Destiny Part :- 2 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

Destiny Part :- 2 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) Destiny માં આપણે અત્યાર સુધી જોયું કે પાર્થને ક્રિકેટ ગ્રાઉંડ પર એક અપ્સરા જેવી છોકરી દેખાય છે. પરંતુ તેના સાથે રહેલા કુતરાને જોઈને પાર્થ ડરી જાય છે.પાર્થ પોતાના મિત્ર વૈભવ અને જ્યાં તેઓ બંને બેસે છે,તે ચાની ટપરી પરના ચા-વાળા ભાઈને આખી વાત કહે છે.સાથે પાર્થ જણાવે છે કે તેના દાદા મલ્હાર ઝવેરી તેને તેમની લવ-સ્ટોરી કહી રહ્યા છે.જે ખૂબ જ સુંદર અને સસ્પેન્સ વાળી છે. મલ્હાર જણાવે છે,કઇરીતે મોહન ઝવેરીના ભાઈ મૂળજી ઝવેરી મુંબઈમાં હીરાના ધંધામાં ખૂબ જ જૂના અને અનુભવી હતા.કોઈવાતને લીધે મોહન અને ...Read More

3

Destiny Part: - 3 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

Destiny Part: - 3 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) Destiny માં આપણે અત્યાર સુધી જોયું પાર્થ વૈભવ બંને જ્યાં દરરોજ ચા ની ટપરી પર બેસતા હોય છે.તેની સામે ઉભેલા એક પાણીપુરીવાળા ભાઈ પાસે એક છોકરી પાણીપુરી ખાવા માટે આવે છે.પાર્થ તેને જોવે છે અને તેને યાદ આવે છે કે આ એજ છોકરી છે જેને પાર્થએ રવિવારે ક્રિકેટના ગ્રાઉંડમાં જોઈ હતી,જે ત્યાં ચક્કર મારી રહી હતી.પાર્થ આ વાત તેના મિત્ર વૈભવને કહે છે.પાર્થ અને વૈભવ બંને ચર્ચા કરી રહ્યા હોય છે એટલામાં પેલી છોકરી પાણીપુરી ખાઇ અને જતી રહે છે. બીજી બાજુ મલ્હાર આગળ વાર્તામાં જણાવે છે ...Read More

4

Destiny Part: - 4 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

Destiny Part: - 4 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) Destiny માં આપણે અત્યાર સુધી જોયું કે વૈભવના ઘરે વૈભવના ભાઈને જોવા છોકરીવાળા આવે છે,આ છોકરીવાળાની સાથે પેલી કુતરાવાળી છોકરી પણ આવે છે.આ એજ છોકરી હોય છે,જેને પાર્થએ પેલા ક્રિકેટના ગ્રાઉન્ડમાં ચક્કર મારતા અને પછી પેલા પાણીપૂરીવાળા પાસે પાણીપૂરી ખાતા જોઈ હતી.પાર્થને સમજફેર થાય છે અને તેને લાગે છે,આ કુતરાવાળી છોકરી અને વૈભવના ભાઈની સગાઈ થવાની છે.પછી વૈભવ પાર્થને ચોખ પાડતા કહે છે કે કુતરાવાળી છોકરીની મોટી બહેન સાથે તેના ભાઈની સગાઈ થવાની છે.વૈભવ પાર્થને જણાવે છે તેના ભાઈની સગાઈ આ રવિવારે જ તેના ઘરે રાખેલી છે,તો ...Read More

5

Destiny Part: - 5 (‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) - છેલ્લો ભાગ

Destiny Part: - 5 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) “ભાઈ એક ચા આપો.” પાર્થએ ઓર્ડર આપતા કહ્યું. “હાં,બેસો બને જ છે.” ચા-વાળા ભાઈએ કહ્યું. “આજે તો તમારા મિત્રના ભાઈની સગાઈ છેને.?” ચા-વાળા ભાઈએ ચા આપતા કહ્યું. “હાં,આજે બપોર પછી ત્યાં જ જવાનું છે.” પાર્થએ કહ્યું. ---------------------------------------------------------------------------------------------------------- ઓનલાઇન ઓર્ડર કરેલી કોઈ વસ્તુ જ્યાં સુધી આપણને મળી નથી જતી,ત્યાં સુધી આપણી ઉત્સુકતા ચરમ પર હોય છે.લગભગ દિવસમાં અઢળક વાર આપણે તે પાર્સલ કેટલે પોહચ્યું છે તેની જાણ લેતા હોઈએ છીયે.ખરેખર ભગવાનએ માણસમાં જે ભાવનાઓ રાખેલી છે તેની તો વાત જ કઇંક અલગ છે,અને તેમાં પણ સૌથી ગજબની ...Read More