“સેનમી-ભાગ ૧” સુંદર સુંદર કોતરામણીઓથી ભરેલું ઘર કોઈએ જોયું છે? આમ ભાત ભાતના હાથી ઘોડા ને આમ ચારેય બાજુએ મહેંદીની ભાત્યો પાડી હોય એવું મારી સોનલ બેનનું ઘર. સોનલ બેનનો જનમ થયો એ દહાડે જ એના બાપા શંકરે એલાન કર્યું કે ભાઈ સેનમાંનું ઘર છે પણ જે મારે ઘેર આવીને મારી લાડકીને રમાડશે એને ચોખા ઘી ના લાડુ ખવડાવીશ. પણ એમ કોઈ આવતું હશે કે? સોનલની માં કંકુએ તો ગળું ફાડી ફાડીને કીધું હતું કે ના બગાડો ચોખા ઘી માં રૂપિયા આ તો શાવકારોનું ગામ છે. આમ કંઈ જ્યાં ચોખું ઘી ભાળે ત્યાં ના જઈને બેસી જાય. અને શંકરદાદાનું
Full Novel
સેનમી - ભાગ ૧
“સેનમી-ભાગ ૧” સુંદર સુંદર કોતરામણીઓથી ભરેલું ઘર કોઈએ જોયું છે? આમ ભાત ભાતના હાથી ઘોડા ને આમ બાજુએ મહેંદીની ભાત્યો પાડી હોય એવું મારી સોનલ બેનનું ઘર. સોનલ બેનનો જનમ થયો એ દહાડે જ એના બાપા શંકરે એલાન કર્યું કે ભાઈ સેનમાંનું ઘર છે પણ જે મારે ઘેર આવીને મારી લાડકીને રમાડશે એને ચોખા ઘી ના લાડુ ખવડાવીશ. પણ એમ કોઈ આવતું હશે કે? સોનલની માં કંકુએ તો ગળું ફાડી ફાડીને કીધું હતું કે ના બગાડો ચોખા ઘી માં રૂપિયા આ તો શાવકારોનું ગામ છે. આમ કંઈ જ્યાં ચોખું ઘી ભાળે ત્યાં ના જઈને બેસી જાય. અને શંકરદાદાનું ...Read More
સેનમી - ભાગ ૨
સેનમી-ભાગ ૨ આજે રવિવાર છે.સવારથી જ સોનલ સલવાર અને લેગીન્સમાં તૈયાર થઈને ઘરના આંગણામાં આંટા મારી રહી એના મનમાં એકસાથે હજારો વિચાર ચાલી રહ્યા છે. લીંપણના આંગણામાં પગથી નાની નાની કાંકરીઓ ઉખાડી રહી છે. છોકરો કેવો હશે? શું કરતો હશે? એને શું પસંદ હશે? મને ગમશે કે નહિ? અને ખાસ વાત તો એ કે હું એને ગમીશ કે નહિ? આ બધા વિચારો એની ચાલવાની સ્પીડમાં વધ-ઘટ કરી રહ્યા છે. “બેટા સોનલ, ચાલો ઘરમાં આવીને બેસી જાઓ,મહેમાન આવતા જ હશે.” શંકરે હાકલ કરતા કહ્યું. સોનલને હમણાં ઘરની અંદર આવવું તો નહોતું પણ બાપુને ના કહી શકે એમ નહોતી. કંકુ ...Read More
સેનમી - ભાગ ૩
સેનમી-ભાગ ૩ સોનલની ડાન્સની વાત અશોકના ગળે હજુ ઉતરી જ નહોતી એટલામાં સટાક લઈને અશોક રૂમની બહાર પડ્યો. બહાર આવીને જાણે કઈ જ ના થયું હોય એમ ઓસરીમાં બધા ની વચ્ચે બેસી ગયો. સોનલ બહાર જતા અશોકને અને એની બેચેની ને જોઈને થોડુક ગાલોના ખાડામાં હસી, ત્યારબાદ પગ ખંખેરીને એ પણ જાણે કંઈ બન્યું જ ના હોય એમ બહાર તો નીકળી ગઈ પણ પાણિયારે પહોંચીને બે ગ્લાસ ટાઢા પાણીના પેટમાં ઉતાર્યા ત્યારે ટાઢક વળી. “આખીય દુનિયા પૈસાની જ ભૂખી છે, આપણને શું ગમે એનાથી તો કોઈ ને મતલબ જ નથી, હશે, પણ હું હવે મને ગમશે એ જ ...Read More
સેનમી - ભાગ ૪
તેં દિવસે સોનલે ગામના મુખીની હાજરીમાં જે મંદિરમાં પગ મુકવાની મંજુરી નહોતી એ મંદિરમાં જઈને ચોખા ઘી નો દીવો આ વાતની જાણ આખા ગામમાં થઇ એટલે તો જાણે આખા ગામમાં ભૂકંપ આવ્યો. સિત્તેર ટકા લોકોના મનમાં સવાલ પેદા થયો,“હાય બાપ આવું તો થતું હશે? સેન્મીના પગલા મંદિરમાં પડ્યા?,આખું મંદિર ધોવડાવવું પડશે”. જયારે ત્રીસ ટકા લોકો એવા પણ હતા જે એવું વિચારતા હતા,”ઠીક છે ને હવે, પૂજા કરી તો કરી.એય માણસ તો ખરા જ ને”. મારી સોનલબેનના બાપુ શંકરે હવે સોનલને ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંબ લાધ્યો. ખેતરેથી આવતા જતા,ઝાંપામાં,દુકાને આવતા જતા લોકોના ટાણા સાંભળીને આ પગલું ભરવામાં આવ્યું હતું. ...Read More
સેનમી - ભાગ ૫ - છેલ્લો ભાગ
ગયા ભાગમાં આપણે જાણ્યું કે સોનલબેનને હવે ઘરની ચાર દીવાલોમાં પૂરાઈને રહેવું પડતું હતું પણ એમણે મનોમન નક્કી તો જ લીધું હતું કે આપણે એક દિવસ આ પાંજરું તોડીને બહાર ઉડવું છે.આજે શુક્રવાર હતો.સવાર સવારમાં કંકુબેન ખેતરે જઈને આવ્યા અને સોનલને ઉઠાડી, ”બેટા સોનલ ઉઠો હવે, જુઓ સાત વાગ્યા, સુરજ માથે ચડ્યો.” સોનલ સફાળી ઉભી થઇ ગઈ. ઉઠીને જોયું તો સુરજ સાચેજ માથે ચડેલો હતો, બાપુ બાજુના વાડામાં દાતણ ઘસી રહ્યા હતા, સોનલ ઉભી થઈને આંગણામાં આવી. લીમડા પરથી દાતણ તોડ્યું ને અંદરથી પાણીનો કળશ(લોટો) લઈને દાતણ ઘસવા બેઠી. નિયમિતપણે સોનલ રોજ ૬ વાગ્યા આસપાસ કોઈ ઉઠાડે નહિ તો ...Read More