પ્રિંસેસ નિયાબી

(924)
  • 172.5k
  • 46
  • 75.6k

(કેમ છો વાચકમિત્રો? હું ફરી એકવાર એક નવી વાર્તા 'પ્રિંસેસ નિયાબી' સાથે આપને મળવા આવી ગઈ છું. ઘણો લાંબો બ્રેક લીધો મેં. એ બદલ ક્ષમા કરશો. આશા છે કે આપ સૌ મારી આ વાર્તા ને પણ પસંદ કરશો. તો ચાલો મળીએ 'પ્રિંસેસ નિયાબી' ને અને જાણીએ શુ છે એના જીવનમાં? કોણ કોણ છે એના જીવનમાં? કેવું છે એનું જીવન? અને આપણે પણ એની સાથે એક ટૂંકી પણ રસપ્રદ જીવનની મોજ માણીએ. તો ચાલો.......... ને હા આપના કિંમતી પ્રતિભાવો આપવાનું ચૂકતા નહીં. તમારા પ્રતિભાવો જ વાર્તા ને ઉત્તમ બનવશે. )બંસીગઢના રાજા વિક્રમસિંહ પોતાના રાજ્યમાં ખૂબ શાંતિ થી રાજ કરી રહયા હતા.

Full Novel

1

પ્રિંસેસ નિયાબી - ભાગ 1

(કેમ છો વાચકમિત્રો? હું ફરી એકવાર એક નવી વાર્તા 'પ્રિંસેસ નિયાબી' સાથે આપને મળવા આવી ગઈ છું. ઘણો લાંબો લીધો મેં. એ બદલ ક્ષમા કરશો. આશા છે કે આપ સૌ મારી આ વાર્તા ને પણ પસંદ કરશો. તો ચાલો મળીએ 'પ્રિંસેસ નિયાબી' ને અને જાણીએ શુ છે એના જીવનમાં? કોણ કોણ છે એના જીવનમાં? કેવું છે એનું જીવન? અને આપણે પણ એની સાથે એક ટૂંકી પણ રસપ્રદ જીવનની મોજ માણીએ. તો ચાલો.......... ને હા આપના કિંમતી પ્રતિભાવો આપવાનું ચૂકતા નહીં. તમારા પ્રતિભાવો જ વાર્તા ને ઉત્તમ બનવશે. )બંસીગઢના રાજા વિક્રમસિંહ પોતાના રાજ્યમાં ખૂબ શાંતિ થી રાજ કરી રહયા હતા. ...Read More

2

પ્રિંસેસ નિયાબી - ભાગ 2

નિયાબી ઓમતને કહી ને જંગલની અંદર ની તરફ આગળ વધી. તેની આંખો આંસુઓ થી ભરેલી હતી. તે ખૂબ દુઃખી તેનું મન જીવન પ્રત્યે ઉદાસ થઈ ગયું હતું. તે પોતાની જાત ને દોષ આપવા લાગી. હવે તે જીવવા માંગતી નહોતી. ચાલતાં ચાલતાં એ ક્યાં જઈ રહી છે એનું કોઈ ભાન તેને નહોતું. તેને હાંફ ચડવા લાગ્યો હતો. તેને થાક વર્તાતો હતો. તેણે એક ઝાડનો સહારો લીધો ને ઉભી રહી ગઈ. થોડીવાર ઉભી રહ્યા પછી તે ફરી ચાલવા લાગી. હવે તેના પગ તેનો સાથ આપી રહ્યાં નહોતા. તે ડગમગી રહયાં હતાં. ને એમજ હાલક ડોલક થતી એ ચાલી રહી હતી. તેનું ...Read More

3

પ્રિંસેસ નિયાબી - ભાગ 3

બધાના ગયા પછી કેરાકે નિયાબી ને એકલી ઉભેલી જોઈ.કેરાક: તમે પણ ચાલો રાજકુમારી. થોડું ખાઈ લો ને પછી આરામ ના મને હમણાં ભૂખ નથી. કેરાક: સારું જેવી તમારી ઈચ્છા. કેરાક ઘર ની અંદર તરફ ચાલવા લાગ્યો. નિયાબી ત્યાં થી થોડું આગળ ચાલી ને એક મોટા પથ્થર પર બેઠી. તે ચારેબાજુ ની લીલોતરી જોવા લાગી. એ ક્યાંય સુધી ત્યાં બેસી રહી. હવે રાત થવા લાગી હતી. અસીતા: નિયાબી તમને ભૂખ નથી લાગી.નિયાબી: ના મને કઈ ખાવું નથી.અસીતા: કેમ? સ્વાસ્થ્ય બરાબર નથી?નિયાબી: ના એવું કઈ નથી. બસ એમ જ મન નથી.અસીતા: તેની પાસે બેસતાં બોલી, શું વિચારો છો?નિયાબી: એજ કે હું ક્યાં છું? ને ...Read More

4

પ્રિંસેસ નિયાબી - ભાગ 4

આ સમયમાં કેરાક અને તેના લોકોએ રાયગઢની શોધ ચલાવી અને શોધી કાઢ્યું. ને મોઝિનો વિશે માહિતી ભેગી કરવા લાગ્યા. સાથે બંસીગઢ માં જઈ નિયાબી વિશે અને એના ભાઈ ની પણ માહિતી એકત્ર કરી. ઓમતસિંહ હવે રાજા બની ને રાજ કરી રહ્યો હતો. રાજકુમારી નિયાબી વિશે લોકોમાં જાણકારી હતી કે એ જંગલમાં ક્યાં જતી રહી એની ખબર જ ના પડી. ને જંગલતો ખૂબ ભયાનક અને ડરામણું છે. બિચારા ઓમતસિંહે બહુ પ્રયત્ન કર્યા પણ રાજકુમારી નિયાબી હજુ મળી નહોતી. રાજા ઓમતસિંહ નિયાબીના જવા થી ખૂબ દુઃખી છે. હજુ પણ એ રાજકુમારીને શોધી રહ્યો છે.આ સમય બધાએ પોતપોતાના કામમાં વ્યસ્ત રહી ને ...Read More

5

પ્રિંસેસ નિયાબી - ભાગ 5

કામ સહેલું નહોતું. ને જે લોકો આ કામ કરવા જઈ રહ્યાં હતાં એ બધાં ને મોઝિનો સાથે કોઈ લેવાદેવા પણ એમના પોતાના લોકો મોઝિનો થી ત્રાસ ભોગવી ચુક્યા હતાં. એટલે એમના હૃદયમાં એક આગ હતી મોઝિનો ને ખતમ કરવાની. બીજા દિવસે ઓનીર, નિયાબી ને બાકી બધાં તૈયાર થઈ ને આવી ગયાં. કેરાક: ઓનીર તું, રાજકુમારી નિયાબી, અગીલા અને ઝાબી ચારેય જણ નુએન અને રીનીતા સાથે તેમના બાળકો બની રાયગઢ માં પ્રવેશ કરશો. તમે એક પરિવાર તરીકે રાયગઢ માં રહેશો. ત્યાં રહી ને તમારે કોઈપણ રીતે ત્યાંના લોકો નો વિશ્વાસ મેળવવાનો છે. પણ એકવાત નું ધ્યાન રહે કે તમારે ત્યાં કોઈ જાદુ ...Read More

6

પ્રિંસેસ નિયાબી - ભાગ 6

ઘણા બધા પ્રશ્નો અને વિચારો સાથે ઓનીર, ઝાબી અને અગીલા ઘરમાં પ્રવેશ્યા.ઓનીર: માઁ આ પહેરેદારો અહીં કેમ ઉભા છે? થયું?રીનીતાએ એની સામે ઢાંકીને પડેલા વાસણો પર થી કપડું હટાવ્યું. ઝાબી ખુશ થતા બોલ્યો, અરે વાહ ભોજન. કેટલી બધી વાનગીઓ છે. આજે તો મજા આવશે ભોજનની.ઓનીર: પણ આ ભોજન..... આ પહેરેદારો લાવ્યા?રીનીતા: હા.અગીલા: પણ કેમ?નુએન: અહીંનો નિયમ છે કે જે લોકો નવા પહેલીવાર આ રાજ્યમાં પ્રવેશ કરે તેમને એક સમયનું ભોજન રાજમહેલ તરફ થી આપવામાં આવે છે. ને આ પહેરેદારો એ ભોજન લઈને આવ્યા છે.ઓનીર: નવાઈ સાથે કઈક વધુ જ સારા નિયમો નથી આ રાજ્યના?નુએને શાંત રહેવાનો ઈશારો કરતા કહ્યું, હા....તો ...Read More

7

પ્રિંસેસ નિયાબી - ભાગ 7

આ તરફ સવારમાં મોઝિનો ને મળવા માટે લુકાસા...સા..આ ......આવી. એનો ચહેરો ઉતરી ગયેલો હતો. લુકાસા: પ્રણામ જાદુગર મોઝિનો.ઉત્સાહ સાથે બોલ્યો, ઓહ....લુકાસા.....સા...પણ એ આગળ કઈ બોલે એ પહેલા એની નજર લુકાસા ના ચહેરા પર ગઈ. એણે લુકાસાના ચહેરાની ઉદાસી જોઈ લીધી.લુકાસા: જાદુગર........મોઝિનો: કોઈ વાંધો નથી લુકાસા.....સા....હજુ આપણી પાસે સમય છે. તું આમ ઉદાસ ના થા. તારા આ સુંદર ચહેરા પર આ ઉદાસી સારી નથી લાગતી.લુકાસા ઉદાસી સાથે બોલી, જાદુગર મને તમારી ચિંતા થાય છે. સમય વીતી રહ્યો છે. ને આપણ ને હજુ કઈ ખબર નથી.મોઝિનો લુકાસા ની પાસે આવ્યો ને બોલ્યો, એય.....રૂપસુંદરી. તું શાંત થઈ જા. હજુ આ મોઝિનો છે. તારે ...Read More

8

પ્રિંસેસ નિયાબી - ભાગ 8

બીજા દિવસે બધા પોતપોતાના કામે લાગી ગયાં. ઓનીર અને નિયાબી પણ સમયસર મહેલમાં પહોંચી ગયાં. બંને એ નક્કી કર્યું કે બે ત્રણ દિવસ એ લોકો બધાનો વિશ્વાસ મેળવવાનો પ્રયત્ન કરશે. ને મહેલને બારીકાઈ થી ચકાસસે. જેથી આગળ જતા એમને મદદ મળે.નિયાબી: દાદી ઓના પ્રણામ. હવે તમારો ઘા કેમ છે?દાદી: આવી ગયા તમે. મારો ઘા એકદમ સારો છે.દાદી ઓનાએ નિયાબી ને પોતાની પાસે બેસાડી. ને ઓનીર ને એક સેવક સાથે મોકલ્યો એનું કામ સમજવા માટે. દાદી: નિયાબી તારે મારી સાથે રહેવાનું છે. તને મારી સાથે ફાવશે ને?નિયાબી: અરે દાદી એવું કેમ બોલો છો. આજથી હું તમારી દરેક જરૂરીયાતનું ધ્યાન રાખીશ. ને ...Read More

9

પ્રિંસેસ નિયાબી - ભાગ 9

કોહી મોઝિનો ની સવારી સાથે નીકળ્યો. કોહી બરાબર મોઝિનો નો પીછો કરી રહ્યો હતો. કોઈને ખબર પણ ના પડે એક પક્ષી એમની જાસૂસી કરી રહ્યું છે. મોઝિનો ની સવારી સાંજ સુધીમાં એક ગુફા આગળ આવી ને ઉભી રહી ગઈ. લુકાસા એ કઈક બોલી ને પોતાનો જમણો હાથ આગળ કર્યો. એટલે ગુફાનો દરવાજો ખુલી ગયો. બધા ગુફાની અંદર ગયા. ગુફા અંદર થી એકદમ સાફ સુથરી હતી. ત્યાં અમુક અમુક અંતરે પ્રકાશ માટે સળગતી મશાલો મુકવામાં આવી હતી. અંદર એક નવી જ દુનિયા હતી. ને આ દુનિયા હતી જેલની. મોઝિનોએ ત્યાં ઘણા બધા લોકોને કેદ કરી રાખ્યા હતા. આ ગુફાને સાચવવાનું કામ ...Read More

10

પ્રિંસેસ નિયાબી - ભાગ 10

મોઝિનો અને લુકાસા ના પાછા આવી જવાથી આજે નિયાબી અને ઓનીર ઘરે ગયા. કોહી પણ પાછો આવી ગયો હતો. ઓનીર કઈ મળ્યું?બધા ઓનીર ના જવાબ માટે એની સામે જોવા લાગ્યાં.ઓનીર: કઈ જ નહિ. ત્યાં કઈ છે જ નહીં. મોઝિનો ના આખા ઓરડામાં ક્યાંય કોઈ કબાટ કે ગોખલો નથી. બધું ખુલ્લું છે. ઝાબી: તો પછી એ એનું ત્રિશુલ ક્યાં છુપાવતો હશે?ઓનીર: એ જ મને સમજ ના પડી. મેં ખૂબ બારીકાઈ થી જોયું. પણ મને ત્યાં કઈ મળ્યું નહીં.અસીતા: નિયાબી તને કઈ જાણવા મળ્યું?નિયાબી: વધુ કઈ નહિ બસ લુકાસા વિશે થોડું જાણવા મળ્યું. લુકાસા મોઝિનો ની ખૂબ નજીકની અને વુશ્વાસુ છે. એ કોઈપણ ...Read More

11

પ્રિંસેસ નિયાબી - ભાગ 11

રાત્રે વારાફરતી બધા જાગતા હતા. વહેલી સવારે ત્રણ સૈનિકો આવ્યા અને એક એક કેદીને પાંજરામાં થી બહાર કાઢી સાંકળો લઈ જવા લાગ્યા. નુએન, નિયાબી અને ઓનીર પણ લપાતા છુપાતા એ લોકોની સાથે ચાલવા લાગ્યા. ધીરે ધીરે બધા ગુફામાં થી બહાર આવવા લાગ્યા. જેમ કેદીઓ બહાર આવતા એમ સૈનિકો પણ તેમની સાથે બહાર આવતા. નુએન અને નિયાબી પણ એક સાથે બહાર આવી ને આગળ ખસી ને સંતાઈ ગયા. ઓનીર બરાબર દેવીસિંહની પાછળ ચાલી રહ્યો હતો. એ મોકાની રાહ જોઈ રહ્યો હતો. જેથી એ દેવીસિંહને મુક્ત કરી શકે. જ્યાં સુધી દેવીસિંહ મુક્ત ના થાય ત્યાં સુધી કઈ કરવાનું નહોતું.આ તરફ આખી ...Read More

12

પ્રિંસેસ નિયાબી - ભાગ 12

નુએન: સેનાપતિ દેવીસિંહ હવે આપણે અહીં થી નીકળવું પડશે. નહીંતો કોઈ આવી જશે. અમારા લોકો રાયગઢ માં પણ છે. ના હવે રાત સુધી અહીં કોઈ નહિ આવે. જે સૈનિકો ગઈકાલે રાત્રે અહીં થી સમાન લઈને ગયા છે તે આજે રાત્રે પાછા આવશે. હાલમાં અહીં કોઈ જોખમ નથી.નુએન: પણ અમારે તો જવું જ પડશે રાયગઢ. દેવીસિંહ: તમે હવે નીકળશો તો પણ સંધ્યા પહેલા નહિ પહોંચી શકો. આજે તમે અહીં જ રોકાઈ જાવ. કાલે સવારે વહેલા નીકળી જજો.ઓનીર: ને તમે સેનાપતિજી? હવે તમે શુ કરવા વિચારી રહ્યા છો?દેવીસિંહ: હું પહેલા રાજકુમારી ઈલાક્ષીની ખબર કઢાવીશ. પછી જ આગળ વધીશું.નુએને ઓનીર સામે જોયું. એ પૂછી ...Read More

13

પ્રિંસેસ નિયાબી - ભાગ 13

નુએન: દેવીસિંહજી આ સૈનિકો નું શુ છે? કયો સમાન લઈને એ આવશે?દેવીસિંહ: નુએન દર ત્રણ દિવસે અહીં થી સૈનિકો સામાન લેવા રાયગઢ જાય છે. ગઈકાલે સૈનિકો ગયા હતા. એટલે ત્યાં થી બીજા સૈનિકો સામાન લઈને સવારે નીકળ્યા હશે. જે આજે અહીં આવશે. હવે ત્રણ દિવસ પછી સૈનિકો ને પાછા રાયગઢ મોકલવા પડશે. નુએન: તો હવે શુ કરીશું?દેવીસિંહ: કઈ નહિ. હજુ ત્રણ દિવસનો સમય છે. ત્રીજા દિવસ સવારે સૈનિકો નહિ પહોંચે ત્યારે મોઝિનોને તપાસ માટે માણસો અહીં મોકલશે. ને પછી એને ખબર પડશે કે અહીં શુ થયું? ત્યાં સુધી અમે અહીં થી નીકળી જઈશું. ને તમે તો સવારે નીકળી જ જવાના ...Read More

14

પ્રિંસેસ નિયાબી - ભાગ 14

દેવીસિંહ: હવે લુકાસા વિશે કહું તો એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જાદુગરની છે. એની સામે જાદુ થી જ લડી ને એ તલવાર પણ સારી ચલાવે છે. ને એની પાસે કોઈ જાદુઈ વિદ્યા છે. જેના થી એ વસ્તુ કે માનવી ને કાચના બનાવી દે છે. એના થી બચવા માટે એની આંખો થી બચીને રહેવું પડશે.નુએન: હા એ અમને ખબર છે. એની વ્યવસ્થા છે અમારી પાસે.દેવીસિંહ: હવે યંત્ર સૈનિકો. મોઝિનો પાસે બે પ્રકારના યાંત્રિક સૈનિકો છે. એક લાકડાના અને બીજા ધાતુ ના. જે લાકડાના સૈનિકો છે એને આગ થી બાળીને સમાપ્ત કરી શકાય છે. પણ ધાતુના સૈનિકો માટે એમની પીઠ પાછળ ...Read More

15

પ્રિંસેસ નિયાબી - ભાગ 15

દાદી ઓના એ જે કહ્યું એ એકદમ સાચું હતું. એ જાણતા હતા કે નિયાબી જ રાયગઢની રાજકુમારી છે. દેવીસિંહને બનાવ્યા પછી દાદી ઓના ક્યારેય એને મળ્યા નહોતા. પણ બે સંદેશાઓ એમણે દેવીસિંહ ને મોકલ્યા હતા. એક તો માતંગીનો જન્મ અને સારી પરવરીશ થઈ રહી છે એ અને બીજો માતંગી સેનાપતિ બની ગઈ છે એ. બસ બીજો કોઈ સંદેશો એમણે મોકલ્યો નહોતો. એ લોકો પોતાની ઓળખ છતી કરવા નહોતા માંગતા એટલે ક્યારેય મળ્યા પણ નહિ અને સંદેશાઓ ની આપલે પણ ના કરી. પણ દાદી ઓનાએ બંસીગઢ પર રાજકુમારી પર નજર રાખવા બે માણસો મુક્યા હતા. એ રાજકુમારીની દરેકે દરેક તકલીફ થી ...Read More

16

પ્રિંસેસ નિયાબી - ભાગ 16

આખો દિવસ બધા જ લોકો માટે ઉચાટ અને ચિંતા નો રહ્યો. મોઝિનો ચિંતામાં હતો કે, દેવીસિંહ માનશે? શુ એ દીકરી માટે દેશભક્તિ છોડી દેશે? કે પછી દીકરીની બલી ધરી દેશે?લુકાસા પણ આવા જ વિચારોમાં હતી કે, શુ દેવીસિંહ એ સ્વીકારશે કે માતંગી એની જ દીકરી છે? શુ એ મારી વાત માની મને મીનાક્ષી રત્ન આપશે? માતંગી શુ વિચારશે? શુ માતંગી ને સંભાળવી મુશ્કેલ બનશે?માતંગી વિચારી રહી હતી કે, પોતે પોતાની જાત પર કાબુ રાખી શકશે પિતાને જોઈ? શુ મારા પિતા મારી માટે મીનાક્ષી રત્ન લુકાસા ને આપશે? શુ ખરેખર લુકાસા મીનાક્ષી રત્નના બદલામાં મારી આપલે કરશે કે પછી એની ...Read More

17

પ્રિંસેસ નિયાબી - ભાગ 17

ઘણો સમય થયો પણ ઓનીર અને નિયાબીના ના આવવા થી અગીલાએ કઈક થયું હશે એવું માની લીધું. ને વિસ્મરતીન કરી બધાની સ્મૃતિ ભ્રંશ કરી દીધી અને ત્યાં થી ઘરે જવા નીકળી ગઈ.નિયાબીનો જાદુ દૂર થયો એટલે બધા હતા એમ થઈ ગયા. દેવીસિંહ અને એના લોકો જાગી ગયા. પેલી ગરોળી પણ જાગી ગઈ. પણ એ ઘાયલ હતી. એટલે વધુ કઈક કરે એ પહેલા જ દેવીસિંહે એના પેટમાં પોતાની તલવાર મારી દીધી. ઉપરાઉપરી ઘા ના કારણે ગરોળી હારી ગઈ અને નિસ્તેજ થઈ ગઈ.દેવીસિંહ ખુશ થતા બોલ્યો, ચાલો હવે મોઝિનો નો વારો. બધા આગળ વધ્યાંને મહેલમાં આવી ગયા. પણ જાદુના કારણે બધું ડોહોળાઈ ...Read More

18

પ્રિંસેસ નિયાબી - ભાગ 18

મહેલ તરફ આગળ વધતા પહેલા એ લોકો નુએન પાસે ગયા. રાજા કેરાકને જોઈ નુએન ખુશ થઈ ગયો. બધી સ્થિતિ સમજમાં આવી ગઈ. પછી નિયાબીએ નુએનને દરેક વાત જણાવી દીધી.નુએન: ઓહ! આતો અયોગ્ય થયું.નિયાબી: હા પણ મને એ ના સમજ પડી કે મોઝિનો ઉપર કાલનિંદ્રાચક્રની અસર કેમ ના થઈ?કેરાક: કેમકે એ મોઝિનો છે. જાદુના દરેક દાવપેચ એ જાણે છે. એણે પહેલાથી જ આની વ્યવસ્થા કરી રાખી હશે.નિયાબી આ સાંભળી નવાઈ પામી. એ કેરકને જોવા લાગી.કેરાક એની દ્રષ્ટિ સમજી ગયો ને બોલ્યો, નિયાબી મોઝિનો એક જાદુગર છે. આ ત્રિશુલ એના માટે ખૂબ મહત્વનું છે. ને એટલે એણે એની સભાળના ભાગ રૂપે ...Read More

19

પ્રિંસેસ નિયાબી - ભાગ 19

જેવું પેલું સાધન તૂટ્યું બધા જ ધાતુના સૈનિકો જ્યાં હતા અને જે સ્થિતિમાં હતા એજ સ્થિતિમાં રોકાઈ ગયા. બધા લડતાં રોકાઈ ગયા. આ એક મોટી જીત હતી. બધાં ખુશ થઈ ગયા.મોઝિનો આ જોઈ ડરી ગયો. હવે એની પાસે કોઈ સેના રહી નહોતી. ધાતુના સૈનિકો રોકાઈ ગયા હતા અને કેમ રોકાઈ ગયા હતા એ એને સમજતા વાર ના લાગી. ઓનીર અને ઝાબીએ એની લાકડાની સેના લગભગ નષ્ટજ કરી નાંખી હતી. લુકાસા બંધી બનાવી લેવામાં આવી હતી. હવે એ એકલો જ બચ્યો હતો. ને સામે લડવાવાળા વધારે હતાં. એણે ચાલાકી વાપરી પોતાની શક્તિનો ઉપયોગ કરી લુકાસાને મુક્ત કરી દીધી. લુકાસાએ પોતાની શક્તિનો ...Read More

20

પ્રિંસેસ નિયાબી - ભાગ 20

મીનાક્ષી રત્ન મેળવી નિયાબી ખુશ થઈ ગઈ. તો દેવીસિંહએ હાશ અનુભવી. એણે પોતાની જવાબદારી પુરી કરી એનો સંતોષ એના પર દેખાતો હતો. બધા એક બીજાને જીતની વધાઈ આપી રહ્યા હતા. દેવીસિંહે માતંગીની ફરી ગળે લગાવી દીધી. ઝાબી, અગીલા અને ઓનીર ખુશ થતા કેરાકને ભેટી પડ્યા. નુએન અને રીનીતા પણ એકબીજાને ભેટી પડ્યા. ત્યાં દાદી ઓના ધીરે ધીરે ચાલતા આવ્યા. નિયાબી એમને જોઈ તરત જ એમની તરફ દોડી અને એમને સહારો આપ્યો.નિયાબી જાણતી હતી કે દાદી ઓના કેમ અહીં આવ્યા હતા. એ એમને લુકાસા પાસે લઈ ગઈ. દાદી ઓના લુકાસાના નિર્જીવ શરીર પાસે બેસી ગયા અને એનું માથું પોતાના ખોળામાં લઈ ...Read More

21

પ્રિંસેસ નિયાબી - ભાગ 21

બીજા દિવસે કેરાક, અસીન, નુએન, રીનીતા અને બીજા જે લોકો મોરૂણથી આવ્યા હતા એ બધા મોરૂણ પાછા જવા નીકળી પછી દાદી ઓનાએ બધાને દરબારમાં ભેગા કર્યા.દેવીસિંહ: દાદી ઓના આપે અમને અહીં ભેગા શા માટે કર્યા?દાદી: દેવીસિંહજી હવે આપણે રાજ્યની બાગદોર તો સંભાળવી પડશે ને? આપણી સેનામાં બહુ નુકશાન થયું છે. નવા લોકો ની ભરતી કરવી પડશે. હવે આપણે આપણી તાકાત વધારવી પડશે.દેવીસિંહ: જી દાદી ઓના તમારી વાત સાચી છે. હવે આપણી પાસે સૈનિકો ઓછા છે. ને હવે આપણે એમાં વધારો કરી નવા દસ્તા તૈયાર કરવા પડશે. દાદી: હા દેવીસિંહજી. રાજકુમારી ઈચ્છે તો આપણે લાકડાના અને ધાતુના સૈનિકોની ટુકડી ફરી તૈયાર કરી ...Read More

22

પ્રિંસેસ નિયાબી - ભાગ 22

નિયત સમયે અને દિવસે નિયાબી અને એના મિત્રોએ મુસાફરી ચાલુ કરી. દાદી ઓના અને દેવીસિંહજી એ બધાને મુસાફરી માટે આપી. જરૂરત નો સામાન લઈને એ લોકોએ ઘોડા પર મુસાફરી ચાલુ કરી. બધા માટે આ પહેલો અનુભવ હતો. પણ બધા ખુશ હતા. નિયાબી પણ.અગીલા: ઝાબી શુ લાગે છે? કેવી રહેશે મુસાફરી? આપણી તાલીમ જેવી?ઝાબી: અગીલા બંને અલગ છે. એના કરતા આ વધુ રોમાંચક રહેશે. હે ને ઓનીર?ઓનીર: ઝાબીની વાત સાચી છે. બંને અલગ છે એટલે અનુભવ પણ અલગ હશે.અગીલા: સેનાપતિ માતંગી તમારે શુ કહેવું છે?માતંગી: મને નથી ખબર કેમકે આ મારો પહેલો અનુભવ છે. પણ જેવો પણ હશે સારો હશે. ...Read More

23

પ્રિંસેસ નિયાબી - ભાગ 23

વ્રનીનું ઘર આવ્યું એટલે એ રોકાઈ ગઈ ને બોલી, આ મારુ ઘર છે.નિયાબી અને ઓનીરે વ્રનીના ઘર તરફ નજર એક સાવ તૂટેલું ફુટેલું ઝૂંપડું હતું. ના એની છત સલામત હતી ના એની ભીંતો. ચારે બાજુ જમીન હતી પણ એ સૂકી ભઠ હતી. એને જોઈને જ લાગતું હતું કે આ ઘરમાં કઈ હશે નહિ. નિયાબી અને ઓનીરે એકબીજાની સામે જોયું.વ્રની દોડીને ઘરમાં ગઈ અને એક પ્યાલામાં પીવાનું પાણી લઈ આવી. એણે નિયાબી તરફ પ્યાલો લંબાવ્યો. નિયાબીએ એમાંથી થોડું પાણી પીધું. વ્રની પાછી અંદર ગઈ ને બીજીવાર પ્યાલો ભરી લાવી. એણે ઓનીર તરફ પ્યાલો લંબાવ્યો. ઓનીરે પાણી પીધું.નિયાબી: વ્રની ઘરે કોઈ ...Read More

24

પ્રિંસેસ નિયાબી - ભાગ 24

માતંગી: રાજકુમારી કરમણએ રાયગઢનો એક મોટો વિસ્તાર છે. અહીંના લોકો પૈસાથી ખૂબ સમૃદ્ધ છે. દરેક પ્રકારની સુખ સુવિધાઓ અહીં આજુબાજુના મોટા નાના ખેડૂતો પોતાનો સામાન અહીં વેચવા આવતા છે. એવું કહી શકાય કે કરમણએ રાયગઢની આર્થિક રાજધાની છે.અગીલા: તો માતંગી એનો મતલબ એ થયો કે કરમણએ રાયગઢને વસ્તુઓ પુરી પડવાનું પણ કામ કરે છે?માતંગી: હા અગીલા એવું જ. ઓનીર: સરસ તો ચાલો આપણે જોઈએ કે અહીંના લોકો, કામ, પરિસ્થિતિઓ કેવી છે?બધા સાથે મોટું બજાર ભરાતું હતું ત્યાં ગયા. ત્યાં ઘણા બધા મોટા વેપારીઓ ખેડૂતો પાસે થી એમનું અનાજ, સામગ્રી ખરીદી રહ્યા હતા. ત્યાં અનાજના અલગ અલગ ભાવના આવજો સંભળાતા હતા. ...Read More

25

પ્રિંસેસ નિયાબી - ભાગ 25

અનાજનો સારો ભાવ ન મળતા ઓનીર અને નિયાબી બીજી જગ્યાએ ગયા. પણ કોઈ ફાયદો થયો નહિ. બે ચાર જગ્યાએ કર્યો. પણ કોઈએ એમનો માલ ખરીદ્યો નહિ. પણ એ લોકો નિરાશ ના થયા. પ્રયત્ન ચાલુ રાખ્યો. ને એમને એક ખરીદાર મળી ગયો. માર્કેટમાં એક વેપારીએ એમનો માલ ખરીદવા તૈયાર થઈ ગયો.ઓનીર: શેઠ આ લો મારો માલ જોઈ ને કહો કેટલા આપશો?શેઠે ચોખા હાથમાં લીધા ને જોયા. પછી બોલ્યો, ભાઈ ૧૫ સોનામહોર આપીશ.શેઠની વાત સાંભળી ઓનીર અને નિયાબી ખુશ થઈ ગયા. ઓનીરે આશ્ચર્ય સાથે પૂછ્યું, શેઠ તમે ખરેખર ૧૫ સોનામહોર આપશો? શેઠ: હા ભાઈ તારો માલ એટલાનો જ છે. પણ હા એનાથી વધારે ...Read More

26

પ્રિંસેસ નિયાબી - ભાગ 26

આ તરફ દાદી ઓના, દેવીસિંહજી, જીમુતા અને કજાલી રાજ્યને સંભાળવાનું કામ ખુબ સારી રીતે કરી રહ્યા હતા. દાદી ઓનાએ ઘણા બધા ફેરફારો કરાવવાનું ચાલુ કર્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે નિયાબી પાછી આવે ત્યાં સુધીમાં મહેલનું સરસ રંગરોગાણ થઈ જાય. થોડી જૂની યાદો જે મોઝિનોએ કાઢી નાખી હતી ને પોતે સાચવી રાખી હતી એ પણ એમણે મહેલમાં મુકાવી હતી. તેઓ મોઝિનોની કોઈ ચીજવસ્તુઓ રાખવા માંગતા નહોતા. ને એટલે જાતે જ ધ્યાન આપી રહ્યા હતા.દેવીસિંહે રાજ્યનો કારભાર ખુબ સારી રીતે સંભાળી લીધો હતો. પોતાના જુના અને વિશ્વાસુ સાથીઓને એમણે દરબારના કામમાં સામેલ કરી દીધા હતા. તેમજ જીમુતા અને કજાલી જે સૈન્ય ...Read More

27

પ્રિંસેસ નિયાબી - ભાગ 27

બીજા દિવસે નક્કી થયા મુજબ બધા બહાર નીકળ્યા અને કામે લાગ્યા.નિયાબી: માતંગી આપણે યામનની લોક વ્યવસ્થાઓ થી શરૂઆત કરીએ. કે યામનમાં લોકો માટે શુ શુ સુવિધાઓ છે?માતંગી: જી રાજકુમારી. એ લોકો એ પાણીની વ્યસ્થાથી શરૂઆત કરી. યામનમાં સરસ મોટા તળાવો અને કુવાઓ હતા. લોકો કોઈપણ તકલીફ વગર એનો ઉપયોગ કરી રહ્યા હતા. ખેડૂતો પણ પોતાની ખેતી માટે એનો ઉપયોગ કરી રહ્યા હતા. ત્યાં સરસ મોટા બે ઔષધાલયો પણ હતા. જેમાંનું એક લોકો માટે ને બીજું રાજમાં કામ કરતા સૈનિકો, સેનાપતિઓ અને બીજા લોકો માટે હતું. ત્યાં સરસ વ્યવસ્થાઓ હતી. કોઈપણ સમસ્યા ત્યાં નહોતી.યામનમાં સરસ મોટી પાઠશાળાઓ હતી. જ્યાં બાળકો જુદી ...Read More

28

પ્રિંસેસ નિયાબી - ભાગ 28

પંડિતજીએ કંજના ખભા પર હાથ મુક્તા કહ્યું, હું તમને કહું છું કે કંજ કોણ છે? નાલીનના પિતા માહિશ્વર જ્યારે હતા ત્યારે કંજના પિતા એમના સૌથી બહાદુર, ચાલાક અને મહત્વના અંગરક્ષક હતા. તેઓ સતત રાજાની સાથે જ રહેતા હતા. ને એટલે એ રાજાની ઘણી અંગત વાતો પણ જાણતા હતા. નાલીન રાજાનો એકમાત્ર સંતાન હતો. યામનના નિયમ પ્રમાણે યામનની પ્રજા જાતે પોતાનો રાજા નક્કી કરતી હતી. પણ નાલીન પોતે રાજા બનવા માંગતો હતો. પણ એનામાં રાજા બનવાની કોઈ ખૂબી નહોતી. એ આળસુ, ઉડાવ અને લાલચુ હતો. એટલે એણે એનકેન કોઈપણ પ્રકારે રાજા બનવું હતું. એટલે એ એવા લોકોની સંગતમાં આવી ગયો જે ...Read More

29

પ્રિંસેસ નિયાબી - ભાગ 29

ઓનીર: કંજ ખોજાલની સૌથી મોટી તાકાત કઈ છે?કંજ: એક એની પોતાની શક્તિઓ અને બીજી એની વરુસેના. જેમાં 18 વરુઓ ને આ વરુઓ ખોજાલની વાત માને છે, બરાબર?કંજ: હા આ વરુઓને ખોજાલે સંમોહિત કરી રાખ્યા છે. ખોજાલના માત્ર જોવાથી આ વરુઓ તૂટી પડે છે. ને જ્યાં સુધી શિકાર પૂરો ના થઈ જાય ત્યાં સુધી આ વરુઓ છોડતા નથી.ઝાબી: તો આ વરુઓ ક્યાં રાખવામાં આવે છે એ તને ખબર છે?કંજ: હા પણ ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે. ઝાબી, એ સિવાય બીજી શુ તાકાત છે ખોજાલ કે નાલીનની?કંજ: સૈન્યની તાકાત તો ઘણી મોટી છે. પણ એની સાથે લડવાથી કોઈ ફાયદો નથી. એના લીધે ...Read More

30

પ્રિંસેસ નિયાબી - ભાગ 30

નિયાબી, કંજ અને ઝાબી તલવાર લઈ સૈનિકોના સ્વાગત માટે ઉભા હતા. ને સામેથી એક સાથે વીસેક સૈનિકો આવી એમની તૂટી પડ્યા. ત્રણેય જણ બરાબર બહાદુરીથી સૈનિકો સાથે લડવા લાગ્યા. સૈનિકો પણ જાય એમ નહોતા. એ પણ બાથ ભીડે એવા હતા. ક્યાંક સૈનિકો ભારે પડતા હતા. તો ક્યાંક નિયાબી. તો ક્યાંક કંજ. તો ક્યાંક ઝાબી. કંજ નિયાબી અને ઝાબીની તલવારના જોરદાર પ્રદર્શનથી ખુશ થઈ ગયો. જોકે પોતે પણ જાય એમ નહોતો. ધડાધડ સૈનિકો ઘાયલ થઈને નીચે પડવા લાગ્યા. ત્યાં એક તલવાર જોરદાર ગતિ સાથે આવીને ઝાબીના ડાબા હાથને ઘા કરી નીકળી ગઈ. જેના લીધે ઝાબી ડગી ગયો. પણ કંજે તરત જ ...Read More

31

પ્રિંસેસ નિયાબી - ભાગ 31

બીજા દિવસે સૈનિકોના મુખ્યા એવા કોટવાલે આ પરદેશીઓ કોણ છે એની માહિતી મેળવવા લાગ્યા.ઓનીર, અગીલા અને માતંગી પોતાની તલવારની તેજ કરી રહ્યા હતા. ઝાબી એમની મદદ કરી રહી હતી. ને કંજ ત્યાં હાજર નહોતો. નિયાબી એ લોકોની પાસે જઈને બેઠી.નિયાબી: અગીલા બધાની તલવારની ધાર તેજ કરાવી દે. હવે એની જરૂર પડશે.અગીલા: જી રાજકુમારીજી.નિયાબી: માતંગી આ લડાઈમાં તું અને કંજ સાવધાનીથી લડજો. ને ઝાબી આ બંનેની સુરક્ષા તારી જવાબદારી.ઝાબીને નવાઈ લાગી એ બોલ્યો, રાજકુમારી મને લાગે છે કે માતંગી અને કંજ પોતાની સુરક્ષા જાતે કરી શકે છે. તો પછી.....નિયાબી એને વચ્ચે જ બોલતા રોકતાં બોલી, ઝાબી ખોજાલ કેવી રીતે લડશે ...Read More

32

પ્રિંસેસ નિયાબી - ભાગ 32

ઓનીરે બધાને ભેગા કર્યા ને કહ્યું, રાજકુમારી હવે આપણું અહીં રહેવું યોગ્ય નથી. જે થયું એના પછી ખોજાલ કોઈપણ અહીં આવી શકે છે. આપણે આ જગ્યા છોડી દેવી જોઈએ.નિયાબી: પણ અહીં થી ક્યાં જઈશું? ઓનીર: કોઈ એવી જગ્યાએ જ્યાં થી લડાઈ લડવી સહેલી બને. આ મંદિર છે. અહીં વધુ લોહી રેડવું યોગ્ય નથી.કંજ,: સરસ તો પછી મારી પાસે એક જગ્યા છે. આપણે ત્યાં જતા રહીએ.નિયાબી: ને એ જગ્યા ક્યાં છે? યાદ રહે કંજ આપણે યામનમાં થી બહાર જઈ શકીએ એમ નથી. કંજ: જાણું છું રાજકુમારીજી. આપણે મારા ઘરે જઈએ છીએ. હવે આપણે ત્યાં યામનના લોકોની વચ્ચે રહીશું. ઝાબી: પણ કંજ તારું ઘર ...Read More

33

પ્રિંસેસ નિયાબી - ભાગ 33

બાહુલ વિશે સાંભળી રાંશજ નવાઈ પામ્યો હતો. એણે નાલીન સામે જોયું ને બોલ્યો, તમે અંગરક્ષક બાહુલ વિશે વાત કરો આટલા વર્ષો પછી કેમ?નાલીન: રાંશજ બાહુલનો દીકરો કંજ યામનમાં આવી ગયો છે. એની સાથે બીજા પાંચ લોકો પણ છે. ને આ લોકોએ યામનમાં રહી યામનના નિયમો સામે બાથ ભીડી છે. શુ તમે એને ઓળખો છો? એના વિશે કઈ જાણો છો?રાંશજ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયો. એ વિચારમાં પડી ગયો. પછી બોલ્યો, હું બાહુલના પરિવારને જાણતો હતો. એનો એક દીકરો હતો એ પણ મને ખબર છે. પણ એ જીવિત છે કે નહિ એની મને કોઈ ખબર નથી. નાલીન ચિંતિત સ્વરે બોલ્યો, રાંશજ ...Read More

34

પ્રિંસેસ નિયાબી - ભાગ 34

રાંશજ સીધો રાજા નાલીન પાસે ગયો. નાલીન રાંશજને જોઈ એકદમ ઉતાવળો થઈને બોલ્યો, રાંશજ આવી ગયા? શુ માહિતી મેળવી? વાત સાચી છે? કંજ ખરેખર બાહુલનો પુત્ર છે?રાંશજે ખૂબ શાંતિથી જવાબો આપવાનું શરૂ કર્યું. રાજા નાલીન, ખોજાલની વાત સાચી છે. કંજ બાહુલનો જ પુત્ર છે. એ એના મિત્રો સાથે યામનમાં આવી ગયો છે અને પોતાના ઘરે જ રહે છે. યામનના લોકો પણ એને ઓળખવા લાગ્યા છે. કંજે યામનના લોકની મદદ કરવાનું શરૂ કરી દીધું છે. એ પોતાના પિતા જેટલો જ હોંશિયાર અને બહાદુર છે. ને એના મિત્રો પણ એના જેવાજ છે.રાંશજની વાત સાંભળી નાલીનના પગ નીચે થી જમીન સરકી ગઈ હોય ...Read More

35

પ્રિંસેસ નિયાબી - ભાગ 35

બધા હજુ ચૂપ જ હતા. ત્યાં ઓનીરે કંજના હાથમાં થી નકશો લીધો અને એને ખોલીને જોવા લાગ્યો. નિયાબી ઓનીરની જઈને નકશો જોવા લાગી.અગીલા: એવું નથી લાગતું કે બધું ડોહોળાઈ ગયું? કઈક અલગ જ થઈ ગયું.ઝાબી: શુ અલગ થઈ ગયું અગીલા? અત્યાર સુધી આપણી પાસે કોઈ નક્કર પુરાવો નહોતો નાલીન સામે લડવાનો. પણ હવે છે રાજા માહેશ્વર. યામનની ખુશીઓ, કંજના પિતાનું સન્માન આ બધું છે. અગીલા: એવું નહિ ઝાબી. પણ વિચાર્યું નહોતું એવું જાણવા મળ્યું. મનેતો હજુ પણ વિશ્વાસ નથી આવતો કે એક દીકરો પોતાના પિતાને આ રીતે દુઃખી કરી રહ્યો છે. એમને બંધી બનાવીને રાખ્યા છે. શુ ખરેખર માણસનો લોભ ને ...Read More

36

પ્રિંસેસ નિયાબી - ભાગ 36

ને એ દિવસ પણ આવી ગયો. સવારથી જ યામનમાં ખૂબ અવરજવર હતી. લોકો હર્ષઉલ્લાસમાં હતા. ચારેતરફ આનંદ જ આનંદ નિયાબી અને અગીલાએ રંગારંગ કાર્યમાં ભાગ લીધો હોય એવી રીતે તૈયાર થયા હતા. ઓનીર: અગીલા ધ્યાન રાખજે રાજકુમારીની સુરક્ષા પણ જરૂરી છે.નિયાબી: એની કોઈ ચિંતા નથી. આજે જો પકડાઈ પણ જવાય તો પણ લડી લઈશું.ઓનીર ચૂપ થઈ ગયો. અગીલા: તું ચિંતા ના કર હું ધ્યાન રાખીશ. પછી એણે ઓનીરને આંખોના ઈશારાથી સાંત્વન આપ્યું. ઓનીર અને અગીલાએ સાથે જ નક્કી કર્યું હતું બધું. નિયાબી અને અગીલા જ્યારે રાજાને છોડાવવા જશે ત્યારે ઓનીર પોતાની રીતે એમનો સાથ આપશે. જ્યારે એ લોકો રાજાને છોડાવવા જાય ત્યારે જરૂર ...Read More

37

પ્રિંસેસ નિયાબી - ભાગ 37

બીજા દિવસે સવારે ખોજાલના સૈનિકો કંજના દરવાજે આવી ઉભા રહી ગયા. આ જોઈ એ લોકો સમજી ગયા કે આ આવ્યા છે? બધા એક સાથે બહાર નીકળ્યા.કંજે આગળ વધીને પૂછ્યું, બોલો કેમ આવ્યા છો?એ સૈનિકોનો ઉપરી કોટવાલ બોલ્યો, અમે રાજા નાલીન તરફથી આવ્યા છીએ. રાજાએ તમને બધાને બંધી બનાવી લાવવાનું કહ્યું છે. કંજ: પણ કારણ શુ છે? અમે શુ કર્યું છે?કોટવાલ: એ રાજા નક્કી કરશે. અત્યારે તમે બધા અમારી સાથે ચાલો.ત્યાં સૈનિકોને જોઈ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. બધા નવાઈ સાથે જોવા લાગ્યા. કંજ: પણ એમ કોઈ કારણ વગર કોઈને આમ પકડી ના જવાય.કોટવાલ: એ અમારે નથી જોવાનું. અમે તો રાજાના હુકમનું ...Read More

38

પ્રિંસેસ નિયાબી - ભાગ 38

અગીલાએ નિયાબીની નજીક જઈને કહ્યું, નિયાબી ખોજાલે પોતાની શક્તિઓ નો ઉપયોગ કરવા લાગ્યો છે. હવે આપણે કઈક કરવું પડશે.નિયાબીએ હલાવી હા કહ્યું.બીજી તરફ ઓનીર, માતંગી અને ઝાબી બરાબર સૈનિકોના દાંત ખાટાં કરી રહ્યા હતા. યામનના લોકો પણ બરાબર લડી રહ્યા હતા. નાલીન પોતાના મહેલમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. એનું મન ઉચાટમાં હતું. ઘણો સમય થયો પણ હજુ સુધી કોઈ સંદેશો આવ્યો નહોતો. ત્યાં એક જાસૂસ દોડતો દોડતો આવ્યો ને બોલ્યો, રાજા નાલીન પ્રણામ.નાલીન તરત જ બોલી પડ્યો, શુ સંદેશો લાવ્યા છો? જાસૂસ: રાજા નાલીન સંદેશો સારો નથી. કંજની સાથે મળી યામનની પ્રજાએ બળવો કરી દીધો છે. એ બધા સેનાપતિ ખોજાલ ...Read More

39

પ્રિંસેસ નિયાબી - ભાગ 39

ખોજાલે વરુઓને લઈ આવવાનો આદેશ કોટવાલને આપ્યો હતો. સૈનિકોની સાથે જ વરુઓની સેના પણ હતી. બધા વરુઓના પાંજરા આગળ ઉભા રાખી દેવામાં આવ્યા. ઓનીરે બધાની સામે જોયું. નિયાબીએ ઝાબીની સામે જોયું ને બોલી, ઝાબી આ વરુઓ ને તારે સંભાળવાના છે. આની સામે લડીને ઘાયલ થવાનો કોઈ મતલબ નથી. જાણી જોઈને મોતના મુખમાં ના જવાય. ઝાબીએ નિયાબી સામે જોયું ને કહ્યું, જી હું સમજી રહ્યો છું કે તમારો ઈશારો શુ છે.અગીલા: જો હું ઠીક સમજી રહી હોવ તો નિયાબી તમે ઝાબીને કાચોસોરીન જાદુનો ઉપયોગ કરવાનું કહ્યું બરાબર?નિયાબી: હા અગીલા બરાબર. ને જરૂર પડે તમે લોકો પણ જાદુનો ઉપયોગ કરી શકો છો.ઓનીર: જો ...Read More

40

પ્રિંસેસ નિયાબી - ભાગ 40 - છેલ્લો ભાગ

બધા લોકો ખુશ હતા. હવે યામન પરથી દુઃખો દૂર ભાગી ગયા હતા. રાજા માહેશ્વરે નિયાબી અને એમના મિત્રોનો આભાર અને એમને મહેલમાં મહેમાન બનાવી રાખવામાં આવ્યા. કંજ પણ એમની સાથે જ હતો. બીજા દિવસે નાલીનનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું. ને ખોજાલના હાથપગ કાપીને જંગલમાં નાંખી દેવામાં આવ્યો. યામનમાં હવે ચારેતરફ ખુશીઓ જ ખુશીઓ હતી. રાજા માહેશ્વર: રાજકુમારી નિયાબી તમે તમારા દાદાની પરંપરા જાળવી. ને તમારી દાદાની જેમ તમે પણ યામનની મદદે આવ્યા. એ માટે હું આપનો ખુબખુબ આભારી છું. નિયાબી: રાજા માહેશ્વર તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી. અમે જે પણ કઈ કર્યું એ અમારી ફરજમાં આવતું હતું. ને ...Read More