અજનબી હમસફર

(626)
  • 92.7k
  • 46
  • 37.9k

"તમારૂ પોસ્ટિંગ તમને કાલે મળી જશે " આ સાંભળી દિયા ની હાલત રડવા જેવી થઇ ગઇ .મનમાં કલેક્ટર ઉપર બો ગુસ્સો આવ્યો. 6 વાગ્યા ની પોસ્ટિંગ માટે રાહ જોતી કલેકટર ઓફીસ ની બહાર રાહ જોતી હતી .એને પોસ્ટિંગ ની ઉતાવળ ના હતી પણ એને ઘરે જવાની ઉતાવળ હતી.એના મન માં ગુસ્સો તો આવ્યો પણ એના કરતાં વધારે એને ઘરે જવાની ચિંતા થવા લાગી. કઇ રીતે હુ ઘરે પહોચીસ. "સાલા એ અહિયાં જ 8 વગાડી દીધાં ને પાછું કેટલા અહંકારથી પોસ્ટિંગ આપવાની ના પાડી ને કહી દીધું કે કાલે આવજો." મન માં બે ચાર ખરાબ શબ્દો ઓફિસર માટે બોલી દીધા ને

Full Novel

1

અજનબી હમસફર - ૧

"તમારૂ પોસ્ટિંગ તમને કાલે મળી જશે " આ સાંભળી દિયા ની હાલત રડવા જેવી થઇ ગઇ .મનમાં કલેક્ટર ઉપર ગુસ્સો આવ્યો. 6 વાગ્યા ની પોસ્ટિંગ માટે રાહ જોતી કલેકટર ઓફીસ ની બહાર રાહ જોતી હતી .એને પોસ્ટિંગ ની ઉતાવળ ના હતી પણ એને ઘરે જવાની ઉતાવળ હતી.એના મન માં ગુસ્સો તો આવ્યો પણ એના કરતાં વધારે એને ઘરે જવાની ચિંતા થવા લાગી. કઇ રીતે હુ ઘરે પહોચીસ. "સાલા એ અહિયાં જ 8 વગાડી દીધાં ને પાછું કેટલા અહંકારથી પોસ્ટિંગ આપવાની ના પાડી ને કહી દીધું કે કાલે આવજો." મન માં બે ચાર ખરાબ શબ્દો ઓફિસર માટે બોલી દીધા ને ...Read More

2

અજનબી હમસફર - ૨

બસ ની સીટ પર બેઠી બેઠી દિયા રાકેશ વિશે વિચારતી હતી કે કોઈ સંબંધ વગર પણ રાકેશ કેટલી કેર છે. જ્યારે કોઈ સ્ત્રીનું સન્માન કરે છે અને તેના સન્માનની રક્ષા કરે છે ત્યારે તે વ્યક્તિ માટે સ્ત્રીના દિલમાં સન્માન જાગે છે.રાકેશ માટે પણ દિયાના દિલમાં માનની લાગણી ઊત્પન્ન થઈ . તે પોતાના વિચારોમાં જ હતી ત્યાં કોઈએ તેને ધક્કો લગાવ્યો .બસમાં ખૂબ ભીડ હતી અને મુસાફરોની અવર જવરના લીધે દિયાની સીટ પાસે ઉભેલા વ્યક્તિનો દિયાને ધક્કો લાગ્યો આ રાકેશે જોયું એટલે તે તરત દૂર ઊભો હતો ત્યાંથી દિયાની સીટની અડોઅડ ઊભો રહી ગયો જેથી કરીને દિયાને કોઈ અજાણતા ...Read More

3

અજનબી હમસફર - ૩

દિયા પોતાના વિચારોમાં જ હતી ત્યાં રાકેશે એને પૂછ્યું ,"આજે તને પોસ્ટિંગ મળવાનું છે તો તું કયો તાલુકો પ્રિફર છે? દિયા એ કહ્યું," મને તો કોઈ પણ ચાલે પણ પપ્પાએ કહ્યું છે કે જ્યાંથી ટ્રાન્સપોર્ટેશન સારું પડે અને રહેવા માટે પણ વ્યવસ્થિત હોય એ તાલુકો હોય તો સારું" "બરાબર ",રાકેશ કહ્યું "તારે આજે લેટ થશે નહીં "દિયા ઍ રાકેશ ને પૂછ્યું ."અરે ના ના એવું કશું નથી થવાનું કારણ કે હું વિચારું છું કે આમોદ જઈ આવુ "ત્યાં કેમ"? દિયાએ પૂછ્યું કેમકે જંબુસરમા રહેવાની સુવિધા નથી અને આમોદ ત્યાંથી નજીક થાય છે એટલે ત્યાં રહેવા માટે ફેસીલીટી પણ સારી છે. તારે જંબુસર ના આવે ...Read More

4

અજનબી હમસફર - ૪

પોતાની બાજુ ની ખાલી સીટ જોઈને દિયાને રાકેશ ની યાદ આવી. કેવી રીતે સવારે તે પોતાની બાજુમાં બેઠો હતો બંને મજાક મસ્તી કરતા હતા.આમોદમાં પોસ્ટિંગ મળ્યું છે એટલે હવે દિયાને આમોદમાં જ રહેવું પડશે અને રાકેશ પણ સવારે આમોદ માં રહેવા માટે કહેતો હતો એટલે હવે બંને રોજે મળી શકશે એ વિચારથી જ દિયા ખુશ થઈ ગઈ . આ બાજુ રાકેશ પણ બસ સ્ટોપ પહોંચી દિયાની રાહ જોવા લાગ્યો. આજ સુધીમાં તેની ઘણી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ થયેલી પરંતુ તેણે કોઈને ફ્રેન્ડશીપ થી આગળ વધવા દીધી ન હતી .તેને ઘણી છોકરીઓએ પ્રપોઝ કરેલું પરંતુ તે દરેકને ...Read More

5

અજનબી હમસફર - ૫

દિયા જ્યાં સુધી ઓફિસમાં બીઝી હતી ત્યાં સુધીમાં રાકેશે આજુબાજુમાં દુકાનવાળાને પૂછપરછ કરી અને રહેવા માટે મકાનની વ્યવસ્થા માટે માહિતી મેળવી લીધી.‌‌ આ બાજુ દિયા કોમલ સાથે બેસીને કામ સમજતી હતી અને વાત કરતી હતી . બંને મિત્રોની જેમ એક બીજા સાથે ભળી ગયા હતા.એકબીજાનુ ફેમિલી બેકગ્રાઉન્ડ , કામ અને એવી ઘણી બધી વાતો બંને એ કામ કરતા કરતા કરી લીધી .ઓફિસમાંથી કોઈએ ટીખળ કરીને કહ્યું પણ ખરું કે "કોમલબેને આજે બે વર્ષનુ મૌન વ્રત તોડયુ.અમારી સાથે તો ભાગ્યે જ વાતો કરતાં." આ સાંભળી કોમલ હસવા લાગી અને કહ્યું ,"બે છોકરીઓ ભેગી થાય એટલે વાતો ...Read More

6

અજનબી હમસફર - ૬

બંગલાની અંદર પ્રવેશતા બંનેએ જોયું કે એક વૃદ્ધ પુરુષ સોફા પર બેસીને સમાચાર પત્ર વાંચી રહ્યા હતા કદાચ તેના હશે તેવું દિયા અનુમાન લગાવ્યું. એ સ્ત્રીને જોઇને ઉભા થઇ ગયા અને તેમણે પુછ્યુ," અરે શારદા શું થયું તને?તું ઠીક છે ને?આ લોકો કોણ છે? વૃદ્ધ પુરુષના પ્રશ્નો પરથી તેનો પ્રેમ અને ચિંતા બંને દેખાતા હતા. "હું તમને કાનજીભાઇ ના ઘરે શોધવા ગયેલી તો તમે ત્યાં ના હતા. પાછા ફરતી વખતે તળાવ પાસે મને ચક્કર આવવા માંડ્યા.ભલુ થાય આ છોકરાઓનું કે એમણે મારી મદદ કરી અને ધર સુધી મુકવા આવ્યાં." "ખુબ ખુબ આભાર તમારો દીકરાઓ, આવો.. બેસો ને.. રામુ પાણી ...Read More

7

અજનબી હમસફર - ૭

ફોન મૂકી રાકેશ બસ સ્ટોપ ની બહાર ચાની લારી પર ગયો અને ચા પીધી .લગભગ 20 મિનિટ પછી એક કાર તેની પાસે આવીને ઊભી રહી તેમાંથી એક માણસ બહાર નીકળ્યો ,રાકેશ ને જોઈ એના હાથમાં ચાવી આપી અને જતો રહ્યો. રાકેશ ગાડી લઇ સીધા મનસુખભાઈના ઘરે ગયો અને મકાનનુ એડવાન્સ આપ્યું. મનસુખભાઈએ કહ્યું કે તે ગમે ત્યારે ત્યાં શિફ્ટ થઇ શકે છે. રાકેશ થેન્ક્યુ કઈ ત્યાંથી નીકળી ગયા અને જંબુસર પહોંચ્યો. આ બાજુ દિયા બસમાં બેઠા-બેઠા રાકેશના જ વિચારો કરતી હતી. આજનો દિવસ ખરેખર ખુબ જ સરસ વિત્યો હતો. ફક્ત બે ...Read More

8

અજનબી હમસફર - ૮

દિયા સવારે વહેલા ઉઠી અને ફટાફટ ટિફિન તૈયાર કર્યું, રેડી થઈ બસ સ્ટોપ પહોંચી અને ભરૂચની બસ પકડી. સવારનો પવન અને હાઈવે ની હરીયાળી આંખોને ઠંડક આપતી હતી મન થતું હતું કે એ હરિયાળીને આખોમાં હંમેશ માટે કેદ કરી લે. લગભગ ૨ કલાક પછી તે ભરુચ પહોંચી અને ફરી તે આમોદ ની બસમાં બેઠી. થોડી વાર થઈ હશે ત્યાં તેના ફોનમાં મેસેજ ટોન સંભળાઈ.સ્ક્રીન પર જોયું તો રાકેશ નો મેસેજ હતો.તરત જ તેના ચહેરા પર સ્માઇલ આવી ગઈ તેણે મેસેજ વાંચ્યો, "ગુડ મોર્નિંગ દિયા,હેવ અ લવલી ડે." દિયાએ પણ રીપ્લાયમા વિશ કર્યું અને પછી શરૂ થયો ...Read More

9

અજનબી હમસફર - ૯

"હવે અંદર જઈએ " બંને બંગલાની અંદર પ્રવેશ કર્યો .તે ધનજીભાઈનું ઘર .ધનજીભાઈ અને શારદાબા જાણે તેમની જ રાહ જોતા હોય તેમ ઉમળકાથી તેનું સ્વાગત કર્યું. નોકરે પાણી આપ્યું. દિયા હજુ આશ્ચર્યમાં હતી તે રાકેશ સામે જોઈ રહી રાકેશ કંઈ બોલે તે પહેલાં ધનજીભાઈ એ કહ્યું, "બેટા રાકેશનો બે દિવસ પહેલા મારા પર ફોન આવેલો કે તુ રહેવા માટે મકાન શોધે છે .તો મે શારદાને વાત કરી.અમે આમ પણ આવડા મોટા મકાન માં એકલા રહિએ છીએ .અમારી સાથે કોઈ રહેશે તો અમને પણ સથવારો મળે. ખાસ કરીને મારી શારદાને.. એટલે અમે બંનેએ મળીને એ નિર્ણય ...Read More

10

અજનબી હમસફર - ૧૦

(સૌ પ્રથમ તો વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર.આપના થકી જ લખવાનું પ્રોત્સાહન મળે છે.આપના પ્રતીભાવો અને સુચનાઓ હંમેશા આવકાર્ય છે.) આ અકસ્મીક કિસથી બંને ના શરીરમાં એક ઝટકો લાગ્યો. દિયાનુ તો લોહી જાણે જામી ગયુ . રાકેશ પણ પહેલી વખત કોઈના હોઠના સ્પર્શથી રોમાંચીત થઈ ગયો. 'સોરી' કહી રાકેશે દિયાનો સીટ બેલ્ટ બાંધ્યો. થોડી વાર સુધી બંને ચૂપ રહ્યા. પોતાને શું થઈ રહ્યું છે એ સમજવા દિયા મથતી હતી તો આ બાજુ રાકેશ પણ કંઇક અલગ જ લાગણી મહેસૂસ કરી રહ્યો હતો . હાઈ વે પર ઘણી જગ્યાએ બાફેલી મકાઈ વેચાતી હતી . રાકેશે પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે ...Read More

11

અજનબી હમસફર - ૧૧

રાકેશે કાર બિગ બાઝારથી વેલેન્ટાઇન મલ્ટિપ્લેક્સ તરફ ભગાવી. રાકેશ દિયાને મલ્ટીપ્લેક્સની બહાર ઉતારીને કાર પાર્ક કરવા માટે ગયો. તે પાર્ક કરીને આવ્યો ત્યાં સુધીમાં દિયાએ મુવીની ટિકિટ લઈ રાખી. બંને થિયેટરની અંદર ગયા. રવિવાર હોવાથી થિયેટર ખીચોખીચ ભરેલો હતો. દિયા અને રાકેશ પોતાની સીટ પર ગોઠવાયા. થોડીવારમાં મુવી ચાલુ થયું .દિયાની બાજુમાં છોકરો બેઠેલો હતો. દિયાનો હાથ સીટના હેન્ડલ પર હતો એટલે તેની બાજુમાં બેસેલો છોકરો થોડી થોડી વારે તેના હાથનો સ્પર્શ કરતો હતો. એક બે વાર દિયા ને લાગ્યું કે તે આકસ્મિક હશે પરંતુ જ્યારે તે વારંવાર થવા લાગ્યું એટલે દિયાને ખાતરી થઇ ગઈ કે ...Read More

12

અજનબી હમસફર - ૧૨

સવારે દિયા તૈયાર થઈ ધનજી દાદા અને શારદાબા સાથે નાસ્તો કરવા બેઠી.અચાનક શારદાબા ખુરશી પરથી પડી ગયા. દિયાએ શારદાબાના પર પાણી છાંટ્યું પણ તે ભાનમાં ના આવ્યા. ધનજીભાઈએ ફટાફટ પોતાની કાર કાઢી . દિયાએ નોકરોની મદદથી શારદાબાને ગાડીમાં બેસાડ્યા અને તે પણ સીટમાં ગોઠવાઈ. ધનજી દાદાએ આમોદની મોટી હોસ્પિટલ પાસે ગાડી ઉભી રાખી અને હોસ્પિટલના સ્ટાફને બોલાવ્યા. થોડીવારમાં બે જણા સ્ટ્રેચર લઈ આવ્યા અને શારદાબહેનને તેમાં સુવડાવ્યા.દિયા પણ ધનજીભાઈની સાથે સ્ટ્રેચરની પાછળ પાછળ ગઈ. ડોક્ટરે શારદાબેનનુ ચેકઅપ કર્યું અને અમુક રિપોર્ટ કર્યા. ધનજીભાઈ શારદા બાના ખાટલા પાસે બેઠા બેઠા રડતા હતા તે જોઈ દિયાએ તેને ...Read More

13

અજનબી હમસફર - ૧૩

બીજા દિવસે દિયા તૈયાર થઈ બહાર અગાસી પર આવી તો ત્યાં સમીર એક્સરસાઇઝ કરી રહ્યો હતો . દિયાને જોઈ સમીરે એક્સરસાઇઝ બંધ કરી અને દિયા પાસે આવીને ગુડ મોર્નિંગ કહ્યું. " વેરી ગુડ મોર્નિંગ , ચલો નાસ્તો નથી કરવો " દિયાએ કહ્યું. " હા બસ નાહીને આવ્યો "કહી સમીર પોતાના રૂમમાં ગયો. નીચે ઉતરી દિયાએ જોયું તો શારદાબા રસોડામાં કઈક બનાવી રહ્યા હતા. આ જોઈ દિયાએ શારદા બાને કહ્યું, "બા તમારો હાથ હજુ સારો જ થયો છે અને તમારે રસોડામાં શું કામ પડ્યું ? તમારે કશું નથી કરવુ લાવો હું કરૂં ..બોલો શું કરવાનું છે ? "આજે ...Read More

14

અજનબી હમસફર - ૧૪

"જલ્દીથી લાઈટ ગોઠવી દે દિયા . તારો વજન લાગે છે "રાકેશે હોશ સંભાળતા કહ્યું. આ સાંભળી દિયાની શરમથી ઝુકી ગઈ. તેણે પોતાના હાથમાં રહેલી લાઈટ ગોઠવી દીધી એટલે રાકેશે તેને નીચે ઉતારી . બંનેએ મળીને ટેરેસ પર ફુગ્ગા અને લાઇટિંગ ગોઠવી દીધી એટલામાં સમીર આવ્યો . "તુ આવી ગયો મતલબ બા દાદા પણ આવી ગયા?" દિયાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. "અરે ના હું બહાનું બતાવીને નીકળી ગયો અને દાદાના મિત્રને એ લોકો ને રોકી રાખવા કહ્યું છે " "બરાબર તુ ફોટોઝ લગાવવાનું કહેતો હતો ને ?" : દિયા "હા એ ફોટોગ્રાફર હમણાં જ બધા ફોટોઝ લઈને આવે છે અને ...Read More

15

અજનબી હમસફર - ૧૫

રવિવારની રજા હોવાથી બપોર પછી રાકેશ પણ ત્યાં આવ્યો. રાકેશ, દિયા અને સમીર ત્રણેય કેરમ રમ્યા અને સાંજે ડિનર સાથે કર્યુ. બીજે દિવસે પોતાના રેગ્યુલર સમયે દિયા ઓફિસ ગઈ. કોમલ પોતાના ટેબલ પર બેઠી બેઠી કંઈક કામ કરી રહી હતી તેને જોઈને દિયાના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. દિયા કોમલની બાજુમાં બેઠી . તેનો ચહેરો જોઈને કોમલ સમજી ગઈ કે કંઈક સારું થયું છે અથવા તો તે કંઈક સારી વાત કહેવા માંગે છે "બોલ શું થયું જલ્દી કે ?"કોમલે દિયા ને કહ્યું "તને કેમ ખબર કે હું કંઈક કહેવા માગું છું?" "તારો ચહેરો જોયો બધું સાફ સાફ કહી ...Read More

16

અજનબી હમસફર - ૧૬

હમીરગઢથી આવ્યા પછી રૂપલે તેના ભાઈને ઘણી વખત ચિઠ્ઠી લખી પરંતુ તેનો કોઈ જવાબ ના આવ્યો . એ ગોઝારી ઘટના બાદ અમારા પગમાં એટલી હિંમત ન હતી કે અમે પાછા ત્યાં કદમ મુકીએ.અમારા નવા જીવનની શરૂઆત મારા મા બાપના મૃત્યુથી થઈ તે ડંખ મને હંમેશા રહ્યો . થોડા વર્ષોના સંઘર્ષ પછી અમારી જિંદગીની ગાડી પાટે ચડી ગઈ અને તેમાં તું અને આશિષ ઉમેરાયા . તેના પપ્પાની વાત સાંભળી દિયાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. કમલેશભાઈ અને રેશમા બહેનની આંખોમાં પણ આંસું હતા . "દિયા બેટા ..તને અમે નાનપણથી જ સ્વતંત્રતા આપી છે અને તે અમારા વિશ્વાસનો ક્યારેય ફાયદો નથી ઉઠાવ્યો ...Read More

17

અજનબી હમસફર - ૧૭

રૂમની અંદરનું દ્રશ્ય જોઈને દિયાના ચહેરા પર ગભરાહટની રેખાઓ ઉપસી ગઈ. બેડ પર બ્લેન્કેટ ઓઢી રાકેશ ધ્રૂજતો હતો. તેનો અડધો ચેહરો દેખાતો હતો. દિયા દોડીને તેની પાસે ગઈ અને તેના માથા પર હાથ મૂક્યો તો તે તાવથી તપતો હતો . દિયાએ પોતાનો મોબાઇલ કાઢી સમીરને ફોન કર્યો અને જલ્દીથી ગાડી લઈને રાકેશના ઘરે આવવા કહ્યું. થોડીવારમાં સમીર ત્યાં ગાડી લઈને પહોંચ્યો . બંનેએ મળીને રાકેશને ગાડીમાં બેસાડ્યો અને દવાખાને લઈ ગયા. રાકેશનું શરીર હજુ પણ ધ્રુજતું હતું અને કંઈ ભાનમાં ન હોય તેમ કંઇક બોલતો હતો. ડોક્ટરે તેનો ચેક અપ કરીને ઇન્જેક્શન આપ્યું અને બ્લડ ટેસ્ટ કરવા માટે મોકલ્યું ...Read More

18

અજનબી હમસફર - ૧૮

"પપ્પા ?" આ સાંભળી દિયા રાકેશથી દૂર ખસી ગઈ "હા હું ..તે તો કંઈ ફોન ના કર્યો કે તુ છે. એ તો સવારે તને ફોન લગાવ્યો, લાગ્યો નહીં એટલે તારી ઓફિસે ફોન કર્યો ત્યાંથી ખબર પડી કે તને એડમીટ કર્યો છે .એટલે હું તરત જ ગાડી લઈને અહીં આવી ગયો. તારી મમ્મી પણ આવવા માંગતી હતી પણ મેં ના પાડી. તારા દાદાએ તો તને ત્યાં જ લઈ જવાનું કહ્યું છે "કહી રાકેશ ના પપ્પા રાકેશ પાસે આવ્યા. "સોરી પપ્પા પણ મારો ફોન હજી મેં હાથમાં જ નથી લીધો . પણ સારું થયું ને એ બહાને તમે મને અહીંયા મળવા ...Read More

19

અજનબી હમસફર - ૧૯

સમીરની વાત સાંભળી દિયા ફક્ત એટલું જ બોલી શકી. "સમીર...હું મારા માટેની તારી લાગણીઓની કદર કરું છુ.કોઈ પણ છોકરી જોવે ,તને મળે તો તારા પ્રેમમાં પડી જાય એવો છે તું . પણ મારા મનમાં એ ફિલીંગ નથી.હુ ફક્ત તને .." "જાણુ છું કે તુ મને ફક્ત દોસ્ત માને છે "સમીરે દિયાની વાત કાપતા કહ્યું., અને એ પણ જાણું છું કે ... આટલું કહી સમીર અટકી ગયો. કે શું સમીર ? દિયાએ પૂછ્યું "કે તારા મનમાં એ ફિલીંગ રાકેશ માટે છે ." સમીરે પોતાની વાત પૂરી કરી. "આ તુ શું બોલે છે સમીર?" સમીર દિયાની એકદમ નજીક આવી તેનો ચહેરો ...Read More

20

અજનબી હમસફર - ૨૦

"હમમ્ ... વિચારવું પડશે, ચલો ... હવે નાસ્તો કરવા જઈએ ?" સમીરે કહ્યું "હા હું રેડી થઈને આવુ.. " કહ્યું "હું પણ .." બંને તૈયાર થઈ નીચે આવ્યા . રાકેશના પપ્પા અને ધનજી દાદાએ નાસ્તો કરી લીધો હતો અને બંને બહાર ગયેલા.શારદાબાએ પણ જમી લીધું હતું અને બહાર હોલમાં બેઠા હતા. રાકેશ અને સમીર ખુરશી પર બેઠા . દિયાએ સમીરની પ્લેટમાં પુડલા મુક્યા અને પોતે પણ નાસ્તો કરવા બેઠી . રાકેશે દિયા સામે જોયું તો તેની આંખોમા ગુસ્સો હતો . તેણે પુડલા લેવા માટે હાથ લંબાવ્યો તો દિયાએ પુડલાની પ્લેટ તેની પાસેથી લઈ લીધી અને કહ્યું, " આ ફક્ત ...Read More

21

અજનબી હમસફર - ૨૧ - છેલ્લો ભાગ

રૂમમાં ગુલાબની પાખડીઓથી " I love you Diya" લખ્યું હતુ . આખો રૂમ ફૂલોથી અને ફુગાથી શણગારેલો હતો અને તેની સામે ઉભો હતો. દિયા ઝડપથી રાકેશ પાસે ગઈ , તેના બંને ગાલ પર પોતાના હાથ રાખી અને કહ્યું ,"તુ ઠીક છે ને? તને કંઈ થઈ ગયું હતું ને તો આ બધું ?આ બધું શું છે રાકેશ?" દિયાની વાત સાંભળી રાકેશ પોતાના ઘુટણ પર નીચે બેઠો પોતાનો હાથ દિયા તરફ લંબાવીને કહ્યું , " દિયા, સવારની ચા થી માંડીને સાંજની આઇસ્ક્રીમ સુધી હું તારો સાથ માંગું છું. પગપાળા ચાલવા થી માંડીને કારમાં લોંગ ડ્રાઈવ સુધી હું તારો સાથ માંગું છું. ...Read More