દિલ કા રિશ્તા

(1.5k)
  • 121.4k
  • 79
  • 48.4k

નમસ્કાર મિત્રો હું તમન્ના મારી નવી સ્ટોરી તમારી આગળ રજૂ કરું છું.. મને આશા છે કે આગળની સ્ટોરીની જેમ તમને આ સ્ટોરી પણ પસંદ આવશે..તો ચાલો મારી સાથે એક નવા સફર પર. * * *તારી યાદોને આમ દૂર કેમ રાખું,, જ્યારે રહેવાનું છે એને જ સહારે,, તો કેમ એને દિલમાં ના વસાવું...આજ સવારથી વિરાજના દિલ માં રાહીની યાદોએ તોફાન મચાવ્યું હોય છે. ચાર વર્ષ થઈ ગયાં પણ હજુ પણ વિરાજ રાહીને ભૂલી શક્યો નથી.. વિરાજ એક હાર્ટ સર્જન છે. શહેરનાં નામાંકિત ડોક્ટરોમાં એની ગણના થાય છે. નાની ઉમરમાં જ એ ખૂબ સફળ ડોક્ટર બની

Full Novel

1

દિલ કા રિશ્તા - 1

નમસ્કાર મિત્રો હું તમન્ના મારી નવી સ્ટોરી તમારી આગળ રજૂ કરું છું.. મને આશા છે કે આગળની સ્ટોરીની જેમ આ સ્ટોરી પણ પસંદ આવશે..તો ચાલો મારી સાથે એક નવા સફર પર. * * *તારી યાદોને આમ દૂર કેમ રાખું,, જ્યારે રહેવાનું છે એને જ સહારે,, તો કેમ એને દિલમાં ના વસાવું...આજ સવારથી વિરાજના દિલ માં રાહીની યાદોએ તોફાન મચાવ્યું હોય છે. ચાર વર્ષ થઈ ગયાં પણ હજુ પણ વિરાજ રાહીને ભૂલી શક્યો નથી.. વિરાજ એક હાર્ટ સર્જન છે. શહેરનાં નામાંકિત ડોક્ટરોમાં એની ગણના થાય છે. નાની ઉમરમાં જ એ ખૂબ સફળ ડોક્ટર બની ...Read More

2

દિલ કા રિશ્તા - 2

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે, વિરાજ એક ડૉક્ટર છે. જે એની મમ્મી સાથે રહે છે. એની પ્રેમિકા ડેથ થઈ ગયું હોય છે અને એ એની યાદ માં જ જીવન વિતાવવાનુ નક્કી કરે છે. છેલ્લા થોડાં દિવસથી એ જ્યારે બગીચામાં એની મમ્મી સાથે ચા પીવા બેસે છે ત્યારે એ રોજ ગેટ પાસેથી એક યુવતીને પસાર થતાં જુએ છે. દેખાવે ખૂબ સુંદર એવી એ યુવતીના ચેહરા પર હંમેશા એક ઉદાસી છવાયેલ હોય છે. જેના કારણે વિરાજના મનમાં ઘણાં સવાલો ઊભા થાય છે. એ એક NGOમાં જ્યાં એની મમ્મી ટ્રસ્ટી હોય છે. ત્યાં પોતાની મેડીકલ સેવા આપતો હોય છે. બે ...Read More

3

દિલ કા રિશ્તા - 3

( મિત્રો આપણે આગળ જોયું કે, વિરાજ "અપના ઘર" આશ્રમમાં મેડીકલ કેમ્પ કરે છે. સાથે સાથે આ વખતે એ સદસ્યોને પ્રવાસ લઈ જવાનું વિચારે છે. જેમાં એના મિત્રો પણ સાથ આપે છે. વિરાજ આ જ આશ્રમમાં એ યુવતીને જુએ છે જેને એ ઘણાં દિવસથી ઘરની બહાર જોતો હોય છે. એ યુવતી આ જ આશ્રમમાં રહે છે. વિરાજ પ્રવાસની બધી તૈયારી કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)કાલે વહેલી સવારે વિરાજ એના દોસ્ત અને અપના ઘરના સદસ્યો આબુ અંબાજીના પ્રવાસે જવાનાં હોય છે. આશ્રમની કેટલીક મહિલાઓની સલાહ પ્રમાણે સવારે નાસ્તા માટે થેપલા આશ્રમની મહિલાઓ દ્વારા બનાવવામાં આવે. અને મેનેજરે ...Read More

4

દિલ કા રિશ્તા - 4

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને એનાં દોસ્ત અપના ઘર આશ્રમમાં રહેતા સર્વ સદસ્યોને આબુ અંબાજીના પ્રવાસે જાય છે. અને ત્યાં એ લોકો ખૂબ એન્જોય કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )બીજા દિવસે સવારે બધાં નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. વિરાજે જે ગેસ્ટ હાઉસ એ લોકો માટે નોંધાવ્યું હોય છે એમાં જ એ લોકો પણ રહે છે. અને ત્યાંના જ રસોઈઘરના મહારાજને નાસ્તો બનાવવાનું પણ કહી દે છે. બધાં જ નાસ્તો કરી બસમાં બેસી જાય છે. આજે એ લોકો ગુરુ શિખર અને નખી લેક ફરવાના હોય છે. સૌથી પહેલાં એ લોકો ગુરુ શિખર જાય ...Read More

5

દિલ કા રિશ્તા - 5

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ એના દોસ્તો અને અપના ઘરના સદસ્યો આબુ અંબાજીમા ખૂબ એન્જોય કરે અને ગુરુ શિખર ચઢતાં ચઢતાં આશ્કા એના જીવનની આપબીતી કાવેરીબેનને કહે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )ગુરુ શિખર પર જઈ બધાં દત્તાત્રેયના દર્શન કરે છે અને મોજ મસ્તી કરતાં કરતાં નીચે ઉતરે છે. અને છેલ્લે નકી લેક તરફ જાય છે. નકી લેક એ આબુનું ખૂબ જ પ્રખ્યાત એવું પીકનીક સ્પોટ છે. જ્યા બાળકોથી લઈને વૃદ્ધો બધાં જ આનંદ મેળવી શકે છે. પૌરાણિક કથા અનુસાર એના માટે કહેવાયું છે કે, ભગવાને એમનાં નખથી આ તળાવનું સર્જન કર્યું હતું. તેથી ...Read More

6

દિલ કા રિશ્તા - 6

( મિત્રો આપણે આગળ જોયું કે આબુથી પરત ફરતાં કાવેરીબેનની તબીયત બગડી જાય છે. અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા છે. જ્યાં વિરાજ અને બીજાં ડૉક્ટર એમનું ઓપરેશન કરે છે. તબિયતમાં સુધાર આવતાં કાવેરીબેન વિરાજને આશ્કા સાથે મેરેજ કરવાનું કહે છે. સમર્થ અને કાવેરીબેનના સમજાવવાથી વિરાજ માની જાય છે. પણ આશ્કા હા કેહશે તો જ એ મેરેજ કરશે એવી શર્ત મૂકે છે.)વિરાજ કાવેરીબેનની વાત માની તો જાય છે. પણ હવે એ વિચારે છે કે આશ્કાનો શું જવાબ હશે. આશ્કા પાણી લઈને પાછી આવે છે. વિરાજ ત્યાંથી કામનું બહાનુ કાઢીને બહાર ચાલ્યો જાય છે. કાવેરીબન આશ્કાને એમની પાસે બેસવાનું કહે છે. ...Read More

7

દિલ કા રિશ્તા - 7

( મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન વિરાજ અને આશ્કાના લગ્ન થાય એવું ઈચ્છે છે. વિરાજ અને આશ્કા પણ સાથે ખુલ્લા દિલથી વાત કરીને લગ્ન માટે રાજી થાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. )ઢળતી સાંજે એ લોકો સુરત પહોંચે છે. વિરાજે આશ્રમનાં મેનેજરને ફોન કરી દીધો હોય છે. એ લોકો સૌથી પહેલાં આશ્રમ જ જાય છે કેમ કે તેઓની ગાડી પણ ત્યાં જ હોય છે. ત્યાં પહોંચતાં જ બધાં બાળકો આશ્કા અને વિરાજને વિટળાઈ વળે છે. વિરાજ પણ તેઓ સાથે થોડી મસ્તી કરે છે. આશ્રમની એક વડીલ એમને અહીં જ જમીને જવાનું કહે છે. અને એમનાં આગ્રહને તેઓ ...Read More

8

દિલ કા રિશ્તા - 8

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને આશ્કાના મેરેજથી સૌ કોઈ ખુશ થાય છે. વિરાજના મિત્રો એને ચિડવે પણ એ જીંદગીમાં આગળ વધે છે એ જોઈને એ લોકો ખુબ ખુશ થાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. )રાતે બધી છોકરીઓ આશ્કાની આજુબાજુ ફરતે વિટળાઈ વળે છે. અને એની પર સવાલોનો મારો ચલાવે છે. એક છોકરી પૂછે છે. હે દીદી વિરાજ સરે તમને સીધું જ મેરેજ માટે પૂછી લીધું.. ?આશ્કા : ના એવું કંઈ નથી. નથી એમણે મને પસંદ કરી કે નથી મે એમને પસંદ કર્યા છે. કાવેરીમાસીએ મને એમને માટે પસંદ કર્યા છે. અને અમે બંનેએ એમની ...Read More

9

દિલ કા રિશ્તા - 9

મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન વિરાજ અને આશ્કાના મેરેજની ડેટ ફીક્સ કરે છે. વિરાજ અને આશ્કા પણ એના માની જાય છે. હવે જોઈશું આગળ શું થાય છે.)આજે કાવેરીબેન બહું ખુશ હોય છે. આજે એમની વર્ષોની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. અને એમની એ ખુશી એમનાં ચેહરા પર છલકાય છે. એ ફટાફટ વિરાજ સાથે કામનું લિસ્ટ બનાવે છે. વિરાજ પણ એની મમ્મીના ચેહરા પરની આ ખુશી જોઈને બહું ખુશ થાય છે. કાવેરીબેન : વિરાજ આમ તો આપણે એકદમ સાદાઈથી મેરેજ કરવાનાં છે. છતાં પણ આપણે જે રીત અને રસમ થાય છે એ તો કરવી જ રહી. તો આપણે કપડાં ...Read More

10

દિલ કા રિશ્તા - 10

( મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન વિરાજ અને આશ્કાની મેરેજ ડેટ ફીક્સ કરે છે. અને આશ્કા માટે કપડાં ઘરેણાંની ખરીદી પણ કરી લે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)આશ્કા આશ્રમમાં પહોંચે છે તો બધી છોકરીઓ એને ઘેરી વળે છે. અને જાત જાતના સવાલ પૂછે છે. આશ્કા તને સર ક્યાં લઈ ગયેલાં ? તને શું લઈ આપ્યું ? સરે તારી સાથે શું વાત કરી ? વગેરે વગેરે.. આશ્કા એમને બધી વાત કરે છે. અરે તમને શુ કહું. એ લોકો મને જે દુકાનમાં ઘરેણાં લેવાં લઈ ગયા હતાં એ એટલી ભવ્ય હતી કે ના પૂછો વાત. અરે એ દુકાનનો ગેટ ...Read More

11

દિલ કા રિશ્તા - 11

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને આશ્કાના લગ્નની વિધિઓ શરું થઈ જાય છે હલ્દીની રસમ ખૂબ સારી પૂરી થાય છે. આશ્કા એના જીવનનાં નવા સફરમાં ડગ માંડવા માટે ખૂબ ખુશ હોય છે. હવે જોઈશું આગળ શું થાય છે. ) આજે તો અપના ઘર આશ્રમમાં ધમાલ મચી ગઈ છે. કેમ કે અપનાઘરના ઈતિહાસમાં પહેલીવાર આજે ત્યાં કોઈ છોકરી લગ્ન કરીને પોતાનાં નવા જીવનનો શુભારંભ કરવાં જઈ રહી હતી. આમ પણ અપના ઘરને શરૂ થવાના એટલાં વર્ષો પણ નોહતા થયાં. પણ ત્યાંના ટ્રસ્ટીઓ અને ત્યાં સેવા આપતાં લોકોની નિઃસ્વાર્થ ભાવનાથી કામ કરવાને કારણે શહેરમાં તેની એક ઓળખ તો ઊભી થઈ ...Read More

12

દિલ કા રિશ્તા - 12

( મિત્રો આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજ અને આશ્કાના લગ્ન ખૂબ સારી રીતે પૂરા થાય છે. અને આશ્કા નવાં જીવનની શરૂઆત કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )આશ્કા આશ્રમમાંથી વિદાય થઈને વિરાજના ઘરે આવે છે. કાવેરીબેન ખૂબ ઉમળકાથી એનો ગૃહ પ્રવેશ કરાવે છે. જાનવી, સાચી, કાવ્યા, વિક્રમ, રાહુલ, સમર્થ પણ એમની સાથે જ હોય છે. બધાં હસી મજાક કરી આશ્કાને સહજ મેહસુસ કરાવે છે. કાવેરીબેન તો જાણે એમની દીકરી જ હોય એમ એની સાથે વર્તે છે. વિક્રમ : ચાલો હવે હસી મજાક બહું થઈ ગયાં હવે આપણે પણ પ્રસ્થાન કરીએ. આ લોકો પણ થાકી ગયાં હશે.સાચી : ...Read More

13

દિલ કા રિશ્તા -13

( મિત્રો આપણે આગળ જોયું કે આશ્કા લગ્ન કરીને વિરાજના ઘરે આવે છે. કાવેરીબેન, વિરાજ અને એનાં મિત્રો એની હસી મજાક કરીને એને સહજ મેહસુસ કરાવે છે. વિરાજ પણ એની સાથે એક મિત્રની જેમ વર્તે છે. બધાંનો પોતાના પ્રત્યેનો પ્રેમ અને આત્મીયતા જોઈને આશ્કા ખુબ ખુશ હોય છે. હવે જોઈશું આગળ શું થાય છે.) વહેલી સવારનાં પરોઢિયે શીતલ હવાની લહેરખી વિરાજના ચહેરાને સ્પર્શે છે. એની આંખો પર નિંદ્રાનો ભાર હોય છે. બંગડીઓનો ખનખનાટ અને પાયલના છનછનાટનો રવ એના કાનમાં ગૂંજે છે. આ અવાજ શાનો છે એ આશ્ચર્ય સાથે એ આંખો ખોલે છે તો એને બારીના પરદા ખોલતી આશ્કા દેખાય ...Read More

14

દિલ કા રિશ્તા - 14

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને આશ્કા પોતાનાં લગ્નજીવનની શરૂઆત ખૂબ સારી રીતે કરે છે. અને એ તેમજ કાવેરીબેન એકબીજા સાથેખૂબ જ હળી મળી ગયાં છે. હવે જોઈશું આગળ શું થાય છે. )વિરાજ અને આશ્કા એકબીજા સાથે અનુસંધાન સાધતા પોતાનાં લગ્નજીવનને ખૂબ સારી રીતે નિભાવતા હોય છે. વિરાજ પણ આશ્કા સાથે એક દોસ્તની જેમ હસી મજાક કરી લે છે. હવે તો આશ્કા પણ આ ઘરને પોતાનું ઘર સમજી ને એને અપનાવી લે છે. આમ તો વિરાજે ઘરમાં બીજાં કામકાજ માટે એક દંપતિ રાખેલ હોય છે પણ રસોઈ વિરાજને એની મમ્મીના હાથની જ ભાવતી. એટલે કાવેરીબેન જ રસોઈ ...Read More

15

દિલ કા રિશ્તા - 15

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ આશ્કાને દરિયા કિનારે ફરવા લઈ જાય છે. અને ત્યાં એ એના પણ બોલાવી લે છે. બધાં ત્યાં ખૂબ જ એન્જોય કરે છે. અને બહું ખુશ પણ થાય છે. અને ત્યાં જ આશ્કા વિરાજના દોસ્તોને જમવાનું આમંત્રણ પણ આપે છે જેનો બધાં સહર્ષ સ્વીકાર કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)આશ્કા વિરાજને ઉઠાડવા આવે છે. અને પોતે નાહવા જાય છે. વિરાજ પણ ઉઠીને થોડીવાર એના શરીરને આમતેમ હલાવી એની સુસ્તી ઉડાડે છે. આશ્કાના તૈયાર થતાં એ પણ નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. ત્યાં સુધીમાં આશ્કા પણ નાસ્તો રેડી કરે છે. આજે ...Read More

16

દિલ કા રિશ્તા - 16

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજના મિત્રો વિરાજના ઘરે જમવા આવે છે. અને ત્યાં સમર્થ કહે છે કે દાદાની તબિયત સારી નથી અને એમની ઈચ્છા છે કે આ બંનેનાં મેરેજ થઈ જાય એટલે એ બંને પણ મેરેજ માટે સહમતી આપે છે. અને એક મહિના પછી એ બંનેનાં મેરેજ થવાના હોય છે. હવે જોઈશું આગળ શું થાય છે. )વિરાજ આજે ઈમરજન્સી હોવાથી વહેલો હોસ્પિટલ ચાલ્યો જાય છે. આશ્કા પણ બધું કામ કરી વાંચવા બેસે છે. આમ તો એ બહું હોશિયાર હોય છે. એટલે એને વધું તકલીફ નથી પડતી. પણ એક ટૉપિક પર એને સમજ નથી પડતી તો એ એના ...Read More

17

દિલ કા રિશ્તા -17

( મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન આશ્કાને બે દિવસ માટે આશ્રમ રહેવા જવાનું કહે છે. વિરાજ અને આશ્કા એ ગમતું નથી પણ બંને કહી શકતાં નથી. વિરાજ આશ્કાને આશ્રમમાં મૂકી તો આવે છે પણ એને આશ્કાની કમી તો મહેસુસ થાય જ છે. એને બેચેનીના કારણે ઉંઘ પણ નથી આવતી. અને એ એક નિર્ણય કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )સવારે વિરાજ જ્યારે ઉઠે છે ત્યારે એ આશ્કાને આસપાસ શોધે છે પણ એ નજરે નથી ચડતી. પછી એને યાદ આવે છે કે આશ્કા તો અપના ઘર ગઈ છે. એ કમને ઉઠે છે અને ફ્રેશ થઈને બહાર આવે ...Read More

18

દિલ કા રિશ્તા - 18

( મિત્રો આપણે આગળ જોયું કે આશ્કા અપના ઘર બે દિવસ માટે રહેવા જાય છે. પરંતુ વિરાજને એની યાદ છે. અને એનાં વગર ગમતું ના હોવાથી એ આશ્કાને એક જ દિવસમાં લઈ આવે છે. કાવેરીબેન પણ આશ્કાના આવવાથી ખૂબ ખુશ થાય છે. હવે જોઈશું આગળ શું થાય છે. ) આશ્કા એના રુમમાં જાય છે અને આખાં રૂમને મન ભરીને જુએ છે. એ ફ્રેશ થઈને કપડાં બદલીને હોલમાં આવે છે. વિરાજ પણ પછી ફ્રેશ થવાં માટે જાય છે. આશ્કા કાવેરીબેનને એમની તબિયત વિશે પૂછે છે. થોડીવાર પછી વિરાજ પણ ચેન્જ કરીને આવી જાય છે. આશ્કા એ બંનેને આશ્રમ અને એની સહેલીઓની ...Read More

19

દિલ કા રિશ્તા - 19

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ આશ્કા અને એમનું ગૃપ હોટલમાં ડીનર પર મળે છે. અને ત્યાં સમર્થ એના મેરેજ પછી સાથે હનીમૂન પર જવાનું કહે છે. વિરાજ અને આશ્કા પણ તૈયાર થઈ જાય છે. બધાં સમર્થના મેરેજમાં મળવાનું કહી છૂટાં પડે છે. )આજે સમર્થના મેરેજ છે. કાવ્યાના દાદાની તબિયત સારી ન હોવાથી બધાં ફંક્શન એક જ દિવસે રાખવામાં આવે છે. એટલે આશ્કા અને વિરાજ સવાર સવારમાં ત્યાં જવા માટે તૈયાર થાય છે. અત્યારે તો તેઓ હલ્દીના ફંક્શન માટેના કપડાં પહેરીને જાય છે. પછી મેરેજ માટે ત્યાં જ તૈયાર થવાનાં હોય છે. યલો કલરનો હેવી વર્કનો ફૂલ લેન્થ ડ્રેસ ...Read More

20

દિલ કા રિશ્તા - 20

( મિત્રો આપણે આગળ જોયું કે સમર્થ અને કાવ્યાના મેરેજ પણ સારી રીતે પૂર્ણ થાય છે. અને એ લોકો માટે માલદીવ જવાનું નક્કી કરે છે. જોતજોતામાં એમની એક્ઝામ પણ પૂરી થઈ જાય છે અને એ લોકો ફરવા જવાની તૈયારી પણ કરી દે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)વિરાજ અને સમર્થ બંને ડોક્ટર હોવાથી વધું રજા લઈ શકે એમ નથી. તો એ લોકો એક અઠવાડિયાનું જ પેકેજ લે છે. એમ તો એ બંને પાસે ગાડી છે પણ આટલે દૂર ડ્રાઈવ કરીને જવું એનાથી એ લોકો થાકી જાય એટલે એમણે મેક માય ટ્રીપ માંથી માલદીવનુ એક અઠવાડિયાનું હનીમૂન પેકેજ લીધું ...Read More

21

દિલ કા રિશ્તા - 21

( મિત્રો આપણે આગળ જોયું કે સમર્થ, કાવ્યા અને વિરાજ, આશ્કા માલદીવ ફરવા જવાનું નક્કી કરે છે. આશ્કા આમ ખુશ હોય છે પણ કાવેરીબેનને એકલાં મૂકીને જવા માટે એનુ મન નથી માનતુ. પણ વિરાજ એની એ મૂંઝવણ દૂર કરે છે. અને એ સમય પણ આવી જાય છે જ્યારે એ લોકો માલદીવ પહોંચે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)(હનીમૂન કપલ માટે માલદીવ એ બેસ્ટ સ્થળ છે. ચારેતરફ પાણીથી ઘેરાયેલા આ ટાપુની સુંદરતા એની ઝીણી સફેદ રેતી અને એકદમ ભૂરુ પાણી છે. )હોટલના રૂમમાં જઈ વિરાજ પહેલાં શાવર લેવાં જાય છે. ફૂવારામાંથી વરસતાં હૂંફાળા પાણીનો શરીર પર સ્પર્શ થતાં આખા ...Read More

22

દિલ કા રિશ્તા - 22

( મિત્રો આપણે આગળ જોયું કે સમર્થ વિરાજને આશ્કા પ્રત્યેના પ્રેમનો એહસાસ કરાવે છે. અને જલ્દીથી આશ્કાને એના મનની કહેવાનું કહે છે. વિરાજને પણ આશ્કા પ્રત્યેના એના પ્રેમનો એહસાસ થાય છે. બંને એકબીજાના મનની વાત જાણી તો ગયા છે પણ બસ હવે ખાલી હોઠો થી એકરાર કરવાની વાર છે. એ એકરાર કેવી રીતે કરે છે બંને એ આ ભાગમાં જોઈશું.)વિરાજ સૂતો હોય છે અને એના કાનમાં ફરીથી એ જ પાયલ અને બંગડીનો રણકાર ગૂંજે છે. હજી એણે આંખો ખોલી પણ નોહતી અને એના ચેહરા પર ઝીણીઝીણી બૂંદોનો છંટકાવ થાય છે અને એ આંખો પટપટાવીને જાગે છે. આંખો ખોલતાં જ ...Read More

23

દિલ કા રિશ્તા - 23

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ આશ્કા સામે એના પ્રેમનો એકરાર કરે છે. આશ્કા પણ એનો સ્વીકાર કરે અને બંને ખૂબ સારી રીતે એમનું હનીમૂન પૂરું કરે છે. અને પાછાં ઘર તરફ જાય છે. બધાં ગાડીમાં ખુશ થઈને એકબીજાના હાથ પકડીને બેસીને એકબીજાનું સાન્નિધ્ય માણતાં હોય છે કે એક ઘડાકો સંભાળાય છે અને એ લોકોની આંખો વચ્ચે અંધારું છવાય જાય છે. હવે જોઈશું આગળ શું થાય છે. )ધીરે ધીરે એ આંખો ખોલે છે. પોપચાં પર જાણે મણ મણનો ભાર હોય એમ એને અનુભવાય છે. એક આહ સાથે એના હોઠોમાથી વિરાજનું નામ નિકળે છે. નર્સ એની પાસે આવે છે ...Read More