છાંદસ્થ ગઝલ

(8)
  • 8.1k
  • 0
  • 2.8k

1.જો મળી જશે..!(લગાલગા લગાલગા લગાલગા લગાલગા) હવે જો એ મળી જશે, તો વારતા શરૂ થશે, અગર એ "ના" કરી જશે! તો વારતા શરૂ થશે. ભલે બરફ બની ને આંસુઓ છે થીજતાં રહ્યાં, કદાચ ઓગળી જશે! તો વારતા શરૂ થશે. આ દિલ અને દિમાગમાં સમજ રહે છે કાયમી, હવે જો એ લડી જશે! તો વારતા શરૂ થશે. ભલે એ પાંદડું છુપાઇને કિતાબમાં પડ્યું, કદાચ એ જડી જશે તો વારતા શરૂ થશે. રહ્યો છું આશમાં કે એ મને જરૂર રોકશે, જો 'આવજો' કહી જશે તો વારતા શરૂ થશે. "આર્યમ્" 2. આજ તો.(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) લઇ કલમ ને કાગળે શાહી ઉતારું આજ તો, એમ

New Episodes : : Every Monday

1

છાંદસ્થ ગઝલ - 1

1.જો મળી જશે..!(લગાલગા લગાલગા લગાલગા લગાલગા) હવે જો એ મળી જશે, તો વારતા શરૂ અગર એ "ના" કરી જશે! તો વારતા શરૂ થશે. ભલે બરફ બની ને આંસુઓ છે થીજતાં રહ્યાં, કદાચ ઓગળી જશે! તો વારતા શરૂ થશે. આ દિલ અને દિમાગમાં સમજ રહે છે કાયમી, હવે જો એ લડી જશે! તો વારતા શરૂ થશે. ભલે એ પાંદડું છુપાઇને કિતાબમાં પડ્યું, કદાચ એ જડી જશે તો વારતા શરૂ થશે. રહ્યો છું આશમાં કે એ મને જરૂર રોકશે, જો 'આવજો' કહી જશે તો વારતા શરૂ થશે. "આર્યમ્" 2. આજ તો.(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) લઇ કલમ ને કાગળે શાહી ઉતારું આજ તો, એમ ...Read More

2

છાંદસ્થ ગઝલ - 2

1. મન તું બોલમાંગાલગા ગાલગા ગાલગા ગાલગાફળ જે પાક્યાં નથી એને તું તોડમાં,અંતરે રાખ શબ્દો તું વાગોળમાં.કિંમતી શબ્દ તું સાચવી લે જરા,વેંચશે એને સંસાર ભાગોળમાં.જીભ તારી છુપાવી દે તું દાંતમાં,ચૂપ રે બોલમાં મન, તું મોં ખોલમાં.નાથવા કોઈ ક્રિષ્ના તને આવશે,કાલિયા નાગની જેમ તું ડોલમાં.વાતને સાંભળે એવું કોઈ નથી,એકલી દીવાલો સંગ તું બોલમાં."આર્યમ્"2. પ્રેમનું એલાનનથી પતઝડ નો કોઈ ડર ફરે છે મન બહારોમાં,અને ચાહી રહ્યો છું એમને લાખો હજારોમાં.કરું છું પ્રેમનું એલાન હું તો આ જગત સામે,ભલે દેતી ચણી દુનિયા મને આજે દિવારો માં.ફરક પણ શું પડે કે જો અમારી થાય બદનામી,મેં દિલ આપી બગાડ્યું નામ છે આજે બજારોમાં.હવે ક્યાં આવડે છે પાઠ કોઈ પ્રેમને છોડી,અને એથી જ મારું નામ આવે છે ગવારોમાં.ખુદા પણ કાન ...Read More