તરસ પ્રેમની

(4k)
  • 411.4k
  • 220
  • 147.9k

સવારની પહોરનુ મનને હરી લે એવું મોહક અને શાંત વાતાવરણ. નદીમાં વહેતા પાણીનો ખળખળ મધુર અવાજ. પંખીઓનો મીઠો કલરવ અને એમની પાંખોનો ફફડાટ, મોરના મીઠા ટહુકા. ધીમા અને ઠંડા પવનની લહેરખીથી પ્રસારિત થતા ફૂલોની સુગંધથી મઘમઘી ઉઠેલો બાગ. ચારે તરફ ઉગી નીકળેલું લીલુછમ ઘાસ અને ઘાસ પર ઝાકળ રૂપી ચમકી રહેલા મોતી. આમતેમ દોડતા શ્વેત વાદળ. બે પહાડોની વચ્ચેથી ઉગતો સૂર્ય. આવી ખુશનુમા સવારની પહોરમાં મેહા રજાઈ ઓઢીને ઊંઘી રહી હોય છે. બારીના કાચમાંથી કુમળો તડકો મેહા ના ચહેરા પર પડે છે. એક યુવક આવે છે અને મેહાને કપાળ પર મૃદુતાથી ચૂમી

Full Novel

1

તરસ પ્રેમની - ૧

સવારની પહોરનુ મનને હરી લે એવું મોહક અને શાંત વાતાવરણ. નદીમાં વહેતા પાણીનો ખળખળ મધુર અવાજ. પંખીઓનો મીઠો કલરવ એમની પાંખોનો ફફડાટ, મોરના મીઠા ટહુકા. ધીમા અને ઠંડા પવનની લહેરખીથી પ્રસારિત થતા ફૂલોની સુગંધથી મઘમઘી ઉઠેલો બાગ. ચારે તરફ ઉગી નીકળેલું લીલુછમ ઘાસ અને ઘાસ પર ઝાકળ રૂપી ચમકી રહેલા મોતી. આમતેમ દોડતા શ્વેત વાદળ. બે પહાડોની વચ્ચેથી ઉગતો સૂર્ય. આવી ખુશનુમા સવારની પહોરમાં મેહા રજાઈ ઓઢીને ઊંઘી રહી હોય છે. બારીના કાચમાંથી કુમળો તડકો મેહા ના ચહેરા પર પડે છે. એક યુવક આવે છે અને મેહાને કપાળ પર મૃદુતાથી ચૂમી ...Read More

2

તરસ પ્રેમની - ૨

શ્રેયસ વિશે વિચારતા વિચારતા મેહા નું હદય ઝૂમી ઉઠ્યું હતું. હૈયામાંથી હરખ ઉભરાઈ રહ્યો હતો. એટલામાં જ મેહાનો મોટો નિખિલ આવ્યો. નિખિલ:- "શું કરે છે? હોમવર્ક પતાવ્યું કે નહીં?" મેહા:- "હા ભાઈ હોમવર્ક જ કરવા બેસું છું." નિખિલ:- "હું બહાર જાઉં છું. હોમવર્કમા જો કંઈ ન સમજ પડે તો અત્યારે જ સમજાવી દઉં." મેહા:- "ના ભાઈ. હું જાતે કરી લઈશ." નિખિલ:- "ઠીક છે તો હું જાઉં છું." મેહા:- "સારું ભાઈ." નિખિલ બહાર જતો રહે છે અને મેહા હોમવર્ક કરવા બેસે છે. હોમવર્ક પતાવી મેહા બેઠક રૂમમાં જાય છે. મેહા:- "મમ્મી શું બનાવ્યું છે.બહુ ભૂખ લાગી છે." મમતાબહેન:- "સારું ...Read More

3

તરસ પ્રેમની - ૩

પ્રિયંકાએ મેહાને હલાવી ત્યારે મેહા નું ધ્યાન શ્રેયસ પરથી હટીને એના ફ્રેન્ડસ તરફ ગયું. પ્રિયંકા:- "શું કરે છે? બધાનું તારા પર અને શ્રેયસ પર છે." મેહા પોતાની જાત સાથે જ વાત કરવા લાગી. "Oh God હવે તો બધા એમ જ વિચારશે કે મારા મનમાં શ્રેયસ પ્રત્યે કંઈક તો છે. શ્રેયસ ને જોઈને તને શું થઈ ગયું હતું. પોતે શ્રેયસ માં એટલી ખોવાઈ ગઈ કે આજુબાજુ વાળા નોટીસ કરી રહ્યા છે તે પણ ખ્યાલ ન આવ્યો. હવે તો અહીં રહેવું બરાબર નથી. હું એવું જતાવીશ કે મારા મનમાં શ્રેયસ પ્રત્યે કોઈ ફીલીગ્સ ...Read More

4

તરસ પ્રેમની - ૪

મેહા જમીને ઊંઘી ગઈ. ઊંઘતા ઊંઘતા પણ એને શ્રેયસ જ યાદ આવતો. મેહા શ્રેયસના પ્રેમમાં પડી ગઈ હતી. મેહાને સાથે ઉગતા સૂરજનો નજારો માણવો હતો. ફૂલની ખૂશ્બુને દિલમાં ભરી લેવી હતી. રંગબેરંગી ફૂલો પર રંગબેરંગી પતંગિયાંના રંગોને નીરખવા હતા. શ્રેયસ સાથે બેસી આ સુંદર નજરાણું માણતા માણતા ચા પીવી હતી. મેહાને વિશ્વાસ હતો કે પોતાના આ સપનાને શ્રેયસ હકીકત બનાવશે. ગઈ કાલની મુલાકાત બાદ શ્રેયસ સાથે હવે વાતચીત થશે એ વિચાર આવતા જ મેહા શ્રેયસને મળવાની ખુશીમાં સવારે જલ્દી જલ્દી તૈયાર થઈ ગઈ. મેહા સ્કૂલે ગઈ. સ્કૂલમાં એન્ટર થતાં જ મેહાની નજરો શ્રેયસને ...Read More

5

તરસ પ્રેમની - ૫

RR અને SR ના આવતા જ ઘણી છોકરીઓ તેમની પાસે આવીને Hi Hello કરવા લાગી. SR અને RR તો છોકરીઓ સાથે વાત કરવામાં બિઝી થઈ ગયા.SR ની નજર મેહા પર પડી. SR એ નોટીસ કર્યું કે મેહા પોતાની તરફ જ જોઈ રહી છે. SR મેહા પાસે ગયો અને વાત કરવા લાગ્યો. થોડીવાર વાત કરી એના ફ્રેન્ડસર્કલ પાસે ગયો.તનીષા અને તન્વી બંન્ને પાર્ટીમાં આવે છે. બંન્ને સીધા RR પાસે જાય છે.તનીષા:- "Hi RR..."RR:- "Hi... ક્યાં રહી ગયા હતા તમે બંન્ને?"તનીષા:- "એ તો મેકઅપ કરતા વાર લાગી એટલે."RR:- "ચલો ડાન્સ કરીએ‌."નેહા,મેહા,પ્રિયંકા અને મિષા ચારેય એક ખૂણામાં વાત કરી રહ્યા હતા.મેહા:- ...Read More

6

તરસ પ્રેમની - ૬

શ્રેયસ મેહાને ઘરે મૂકીને આવ્યો. શ્રેયસના ફ્રેન્ડ અને RRના ગ્રુપ વાળા પણ શ્રેયસની પાછળ પાછળ આવ્યા. RR ની નજર શોધી રહી હતી.SRએ મેહાના ઘરની બાલ્કની તરફ જોઈ કહ્યું "મેહા તો પહોંચી ગઈ ઘરે હવે આપણે પણ નીકળવું જોઈએ."RRએ મેહાની બાલ્કની તરફ જોયું. પણ મેહા ત્યાં નહોતી. RR સ્હેજ ઉદાસ થઈ ગયો. RRએ વિચાર્યું કે "એકવાર પાછળ ફરીને જોઉં. જો આ વખતે મેહા નહીં હોય તો હું માની લઈશ કે મેહા કોઈ દિવસ મારી નહીં થાય અને જો હશે તો એ મારી થઈને રહેશે અને હું એનો સાથ ક્યારેય નહીં છોડુ." મેહા મનોમન વિચારે છે કે "મારો ...Read More

7

તરસ પ્રેમની - ૭

સવારે મેહા પર SRનો Good morningનો મેસેજ આવે છે. મેહા પણ Good morningનો મેસેજ કરે છે.શ્રેયસ:- "શું કરે છે?"મેહા:- નહીં. And you?"શ્રેયસ:- "શું આપણે મળી શકીએ?"મેહા:- "ઑકે હું હમણાં સ્કૂલે આવવા માટે નીકળું જ છું. હું અડધા કલાકમાં પહોંચી જઈશ."SR:- "અરે સ્કૂલમાં નહીં. શું આપણે એકલામાં મળી શકીએ?"મેહા:- "પણ હું કોઈ દિવસ આવી રીતના કોઈ છોકરાને એકલી મળવા નથી ગઈ."શ્રેયસ:- "હું છું ને તારી સાથે."મેહા:- "સારું હું વિચારીશ." મેહાને શ્રેયસ સાથેની વાતચીત પરથી ખ્યાલ આવ્યો કે શ્રેયસ પણ મને પસંદ કરે છે. તો જ તો શ્રેયસે મને એકલીને મળવા બોલાવી. મેહા પોતાની જાત સાથે જ વાત કરે છે ...Read More

8

તરસ પ્રેમની - ૮

બીજી સવારે મેહા અને નિખિલ સ્કૂલે પહોંચે છે.નિખિલ પોતાના ક્લાસમાં જાય છે અને મેહા પણ પોતાના ક્લાસમાં જાય છે. ક્લાસમાં બેસી એની બહેનપણીઓની રાહ જોતી હતી. મેહા મનોમન કહે છે "આ લોકો કેટલી પ્રેક્ટીસ કરે છે. આટલી વખત આવી જવું જોઈએ ને!"બાજુની બેન્ચ પર બેઠેલી બે-ત્રણ છોકરીઓ વાત કરી રહી હતી. સોનલ:- "તમને ખબર છે કાલે મારી સાથે શું થયું?"પલ્લવી:- "શું થયું? કોઈએ કિસ કરી? કે કોઈએ પ્રપોઝ કર્યું."સોનલ:- "કાલે મને RRએ મળવા બોલાવી હતી."પલ્લવી:- "શું વાત કરે છે? રિયલી? RR તને બોલાવવાનો. વિશ્વાસ નથી આવતો."સોનલ:- "RRએ મને લિપ ટુ લિપ કિસ કરી. અને મને એમ પણ કહ્યું કે આ મારી ...Read More

9

તરસ પ્રેમની - ૯

મેહાએ સાંજે શ્રેયસને Hi નો મેસેજ કર્યો.શ્રેયસે પણ મેહાને મેસેજ કર્યો. મોડી રાત સુધી મેહા અને શ્રેયસે મેસેજ દ્રારા કરી.છેલ્લે મેહાએ પૂછ્યું "Sunday ક્યાં મળીશું?"શ્રેયસ:- "Sunday કદાચ નહીં મળાય. મારો મતલબ છે કે એકલામાં નહીં મળાય. RR એના ગ્રુપ સાથે અને મારા ફ્રેન્ડસ સાથે મુવી જોવાનો પ્લાન બનાવી રહ્યા છે."મેહા:- "Ok વાંધો નહીં."શ્રેયસ:- "Ok તો bye...good night."મેહા:- "Good night."મેહા મનોમન કહે છે "RRને શું જરૂર હતી આ જ રવિવારે મુવી જોવાનો પ્લાન બનાવવાની. હું કેટલી ખુશ હતી કે શ્રેયસ સાથે એકાંતમાં મળવાનું થશે. શું ખબર કદાચ શ્રેયસ મને પ્રપોઝ પણ કરી દેત. RR એ મારો બધો મૂડ બગાડી નાખ્યો. ...Read More

10

તરસ પ્રેમની - ૧૦

બીજી સવારે મેહા સ્કૂલે પહોંચે છે. ક્લાસમાં RRને જોતાં જ મેહાને સ્હેજ ગુસ્સો આવે છે. ગઈકાલે શ્રેયસ સાથે ટાઈમ પણ આ RRએ મમ્મીને બધું કહી દીધું. અને મારી સાથે અત્યારે એવી રીતના વાત કરશે કે જાણે કંઈક બન્યું જ ન હોય.RR:- "hey મેહા. What's up? શું ચાલે છે લાઈફમાં?"મેહા મનોમન કહે છે "તું છે ત્યાં સુધી તો મારી લાઈફમાં પરેશાની જ પરેશાની ચાલે છે. તું મારી લાઈફમાંથી જાય તો રાહતનો શ્વાસ લઉં."RR:- "કેમ કંઈ બોલી નહીં. મારે લીધે તું પરેશાન છે ને?"મેહા:- "નહીં એવું કશું જ નથી."મેહાને મનોમન કહ્યું કે "હા તારા લીધે જ હું પરેશાન છું. એક ...Read More

11

તરસ પ્રેમની - ૧૧

RR બધી તૈયારી કરીને બસમાં ચઢે છે.RR એના ફ્રેન્ડસને જોઈને કહે છે "તમને લોકોને કહ્યું હતું તે કરી દીધું?"સુમિત:- બધુ done છે."RR:- "અને તમે બંન્નેએ હોટલના રૂમ બુક કરાવી લીધા ને?"રૉકી:- "હા ઓનલાઈનથી બુક કરાવી લીધા છે."પ્રિતેશ:- "અને હોટલવાળાને ફોન કરીને પૂછી લીધું છે."RR:- "બધા આવી ગયા ને?"બધાએ "હા" કહ્યું.મિષા,પ્રિયંકા,નેહા અને શ્રેયસ જાણતા જ હતા કે મેહા તો હવે આવવાની નથી એટલે બધાની સાથે સાથે તેઓએ પણ "હા" કહી દીધું.RR ની નજર મેહાને શોધે છે. RRની નજર મેહાને જોવા તરસતી હતી. બસ ચાલું થઈ ગઈ હતી.RR:- "એક સેકન્ડ મેહા ક્યાં છે?"નેહા:- "એનો ભાઈ ટ્રાફિકમાં ફસાયેલો છે. મેહાને અહીં સુધી ...Read More

12

તરસ પ્રેમની - ૧૨

રાતે જમીને RR મેહા વિશે જ વિચારતો હતો. "શ્રેયસ વિશે મેહાને ખબર પડશે તો કેટલું દુઃખ થશે મેહાને. I મેહાને મારે શ્રેયસ વિશે કહી દેવું જોઈએ."મેહા પર શ્રેયસનો ફોન આવે છે. શ્રેયસ ફોન કરીને મેહાને પોતાના રૂમમાં બોલાવે છે. શ્રેયસ પોતાના રૂમમાં એકલો જ હતો. મેહા:- "નેહા શ્રેયસ મને પોતાના રૂમમાં બોલાવે છે. હું બસ હમણાં જ આવી."નેહા:- "મેહા આટલી રાતના શ્રેયસના રૂમમાં જવું ઠીક નથી."મેહા:- "કેમ ઠીક નથી?"મિષા:- "કંઈક થઈ ગયું તો?"મેહા:- "કંઈ થવાનું નથી. તમે જેવું વિચારો છો એવું કંઈ નહીં થાય."પ્રિયંકા:- "એમ થોડી ન કંઈ થાય. મેહા પર મને વિશ્વાસ છે."મેહા રૂમમાંથી બહાર નીકળી. ...Read More

13

તરસ પ્રેમની - ૧૩

વિચારો કરતા કરતા મેહાની આંખોમાંથી ફરી દડ દડ કરતા આંસુ ટપકવા લાગ્યા. મેહાને મમતાબહેનનો અવાજ સંભળાયો. મમતાબહેન:- "મેહા શું છે? આજે ચા પીવા માટે નીચે પણ ન આવી."મેહા:- "હવે આવવાની જ હતી."મમતાબહેન રસોડામાં જઈ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. મેહા ચૂપચાપ ચા પી રહી છે. ચા પીને પછી મેહા ક્યાંય સુધી વિચારોમાં ખોવાયેલી રહી. મમતાબહેને નોટીસ કર્યું કે મેહા આજે કંઈક વધારે જ ઉદાસ છે. મમતાબહેન મેહા પાસે આવે છે.મમતાબહેન:- "શું થયું મેહા? સ્કૂલમાં કંઈ થયું કે?"મેહા:- "ના મમ્મી કંઈ થયું નથી."મમતાબહેન:- "તો આટલી ઉદાસ કેમ છે?"મેહા:- "હું ક્યાં ઉદાસ છું. એ તો શરીરમાં થોડી વીકનેસ છે એટલે. ...Read More

14

તરસ પ્રેમની - ૧૪

મિષા,પ્રિયંકા અને નેહા ત્રણેય ગ્રાઉન્ડ પર બેઠેલાં રૉકી,સુમિત અને પ્રિતેશ પાસે ગયા.પ્રિયંકા:- "RR ક્યાં છે?"રૉકી:- "હશે કોઈ છોકરી સાથે."મેહાએ પર માથું ઢાળી દીધું હતું. મેહાની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. મેહાને ખ્યાલ આવ્યો કે પોતાની પાસે કોઈ આવીને બેઠું છે. મેહાએ માથું ઉચું કરીને જોયું તો એની સામે RR હતો.RR:- "મેં તને પહેલા જ કહ્યું હતું કે શ્રેયસ સારો છોકરો નથી."મેહા કંઈ બોલતી નથી. નીચી નજર કરી ચૂપચાપ આંસુ સારતી બેસી રહી.તે જ સમયે મેહાને અચાનક પેટમાં દુઃખે છે. મેહાએ પેટ પર હાથ રાખ્યો. RR:- "શું થયું મેહા."મેહા:- "નેહાને ફોન કરીને બોલાવ."RRએ તરત ફોન કર્યો. નેહાએ જોયું તો RRનો ...Read More

15

તરસ પ્રેમની - ૧૫

મેહાને હવે તો રાતના ઊંઘ પણ નહોતી આવતી. મનમાં એક ઊંડે ઊંડે તો આશા હતી કે શ્રેયસ જરૂર એક મારી પાસે આવશે. મેહા કલાકો સુધી બાલ્કની માં બેસી ચંદ્ર,આકાશ અને તારાને જોયા કરતી. કલાકોના કલાકો સુધી શ્રેયસના વિચારોમાં ખોવાયેલી રહેતી. એમ જ વિચાર્યા કરતી કે શું કરું તો શ્રેયસ મારી પાસે આવે. એક સાંજે મેહા ચૂપચાપ બહાર બેસી શ્રેયસ વિશે વિચારતી હતી. મેહાના હાથમાં મોબાઈલમાં હતો. મેહા શ્રેયસના ફોટાને જોઈ રહી. શ્રેયસ સાથે મેસેજ દ્રારા વાત થઈ હતી તેના પર મેહાની નજર પડે છે. મેહા એ મેસેજ વાંચીને ઉદાસ થઈ ગઈ. મેહાએ મોબાઈલ લીધો અને Song સાંભળવા લાગી.आओगे ...Read More

16

તરસ પ્રેમની - ૧૬

બે વર્ષ સુધી મેહાએ પોતાની જાતને બદલવાની કોશિશ ન કરી. દિલ કહેતું કે પોતાની જાતને બદલવાની જરૂર નથી. દિમાગ કે બદલાતા સમય સાથે પોતે પણ બદલાવું જોઈએ. કોઈપણ લવ કપલને જોતી ત્યારે મેહાને પણ ઈચ્છા થતી કે કોઈ મને ચાહે. મને પાગલોની જેમ પ્રેમ કરે.મેહાને પ્રેમની ચાહત હતી. મેહા પ્રેમ માટે તડપતી રહેતી. મેહાએ ક્યાંક વાંચ્યું પણ હતું અને સાંભળ્યું પણ હતું કે કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડશે. આ બે વર્ષ દરમિયાન RR પણ શ્યોર થઈ ગયો હતો કે પોતે મેહાને ચાહવા લાગ્યો છે. રજતે નક્કી કરી લીધું હતું કે પોતે મેહાને પ્રપોઝ કરશે. મેહાએ પોતાની જાતને બદલવાનો નિર્ણય કરી લીધો ...Read More

17

તરસ પ્રેમની - ૧૭

મેહા:- "RR મને છોડ.""નહીં છોડું. પહેલાં મારો મૂડ તો બનાવી લઉં." એમ કહી RR મેહાની એકદમ નજીક જાય છે. એમ લાગે છે કે RR મને કિસ કરીને જ રહેશે.મેહા:- "RR ખબરદાર જો મને કિસ કરી તો?"RR:- "નહીં તો શું કરી લઈશ?"મેહા:- "તું એકવાર મારો હાથ તો છોડ. પછી જોઈ લેજે હું શું કરી શકું છું અને શું નહીં.""જોઈએ તું શું કરી શકે છે. લે છોડી દીધા તારા બંન્ને હાથ." આટલું કહેતા RR એ મેહાના હાથ છોડી દીધા.હાથ છોડતા જ મેહાએ કહ્યું "તારી હિંમત જ કેમ થઈ મને ટચ કરવાની?"મેહા RR ને એક થપ્પડ મારવા જતી હતી કે RRએ મેહાનો હાથ ...Read More

18

તરસ પ્રેમની - ૧૮

રોહીત:- "મેહા હું તને ઘરે મૂકવા આવું છું."મેહા:- "હું જતી રહીશ."રોહીત:- "ના હું મૂકવા આવીશ."Oh God આ રોહીત તો પાછળ જ પડી ગયો છે. મેહા ફરી ચાલવા લાગી. ત્યાં જ મેહાની સામે RR આવતો દેખાય છે. મેહાને હાશ થાય છે. RR:- "Hi મેહા."RRને જોતાં જ મેહા RRને ગળે વળગી પડવાની હોય છે. પણ પોતાની જાત પર કંટ્રોલ રાખે છે. મેહા:- "Hi RR."મેહા મનોમન કહે છે "RR તને ખબર નથી તને જોતાં જ હું કેટલી ખુશ થઈ છું તે."RR:- "Hi રોહીત. ડીનર ડેટ પર આવ્યાં હતા?"રોહીત:- "હા."RR:- "તો મેહાને મૂકવા જાય છે. ઑકે મૂકી આવ."મેહા મનોમન કહે છે "RR શું કરે છે. મને ...Read More

19

તરસ પ્રેમની - ૧૯

સ્કૂલમાં મેહા RR સાથે વાત કરી રહી હતી. ધીમે ધીમે મેહા RR ને ચાહવા લાગી હતી. એક દિવસે નેહા ઘરે પાર્ટી હતી. રજત મેહાને ઘરે લેવા ગયો હતો. મેહા શોર્ટ સ્કર્ટ અને ટોપ પહેરીને આવી હતી. RRએ મેહા પર એક નજર કરી પછી તરત જ આંખો ઝૂકાવી દીધી.મેહા:- "ચાલ જઈએ."RR:- "ઘરે કોઈ નથી."મેહા:- "ના કોઈ નથી."RR:- "તારું ટોપ આજે કંઈક વધારે જ શોર્ટ છે." મેહા વિચારી રહી હતી કે રજતે જાણી લીધું કે ઘરે કોઈ નથી અને ઉપરથી પાછું કહ્યું કે ટોપ કંઈક વધારે જ શોર્ટ છે. અને રજતને છોકરીઓને મીઠી મીઠી વાતોમાં ફસાવતા વાર નથી લાગતી. એવી ...Read More

20

તરસ પ્રેમની - ૨૦

રજતે મેહાની ઘણી રાહ જોઈ પણ મેહા તો જાણે કે રજત પાસે આવવા નહોતી માંગતી. રજતે મેહાને સમજાવવાની કેટલીયે કરી હતી. પણ મેહાએ તો જાણે ન સમજવાની જીદ પકડી લીધી હતી. મેહાને પણ એવા સાથીની તલાશ હતી જે જીંદગીભર એનો સાથ નિભાવે. પણ મેહાને ખ્યાલ આવી ગયો હતો કે પોતે જેવો સાથી શોધી રહી છે તેવો સાથી તો મળવાનો જ નથી. છતાં પણ મેહા રાહ જોતી કે ક્યારેક તો એવો સાથી મળશે.हो गई शाम किसी के इंतजार मेंढल गई रात उसी के इंतजार मेंफिर होगा सवेरा उसी के इंतजार मेंइंतजार की आदत पड़ गई इंतजार में મેહા ...Read More

21

તરસ પ્રેમની - ૨૧

નેહા,મિષા,પ્રિયંકા,મેહા અને પ્રાચી કેન્ટીનમા બેઠાં હતા. મેહાની આસપાસ ઘણાં યુવકોનાં આંટા ફેરા વધી જતા. મેહા:- "Thank God કે નિખિલભાઈ કૉલેજમાં નથી. નહીં તો આ યુવકોની બોલતી બંધ કરી દેતે. સારું થયું કે નિખિલભાઈ બરોડાની કૉલેજમાં જતા રહ્યા."મિષા:- "હા યાર નહીં તો તને તો નજરકેદમાં રાખતે પણ સાથે સાથે અમે ત્રણ પણ નિખિલની નજરકેદમાં આવી જતે."પ્રાચી:- "મેહા એવું કેમ બોલે છે? મોટો ભાઈ હોય તો કેટલું સારું. આપણું કેટલું ધ્યાન રાખે. કોઈ યુવક આપણી આસપાસ પણ ન ફરકી શકે. તું લકી છે કે તારે મોટો ભાઈ છે. મારે તો બે બહેનો જ છે અને એમાં પણ સહુથી મોટી તો હું જ ...Read More

22

તરસ પ્રેમની - ૨૨

પ્રાચી રજતને હસાવવાનો પ્રયત્ન કરે છે. પ્રાચી રજતનો મોબાઈલ લઈને ફોટો પાડે છે. પ્રાચી:- "રજત સ્માઈલ પ્લીઝ."એક બે ફોટા પછી પ્રાચીની નજર એક વીડીયો પર જાય છે. પ્રાચી આખો વીડીયો જોય છે.પ્રાચી:- "રૉકી તે દિવસે રિહર્સલ રૂમમાં તમે રજતનો ડાન્સ વીડીયો બનાવી રહ્યા હતા ને?" રૉકી:- "હા. પણ એ બધું છોડ. અત્યારે રજતને કેવી રીતના નિર્દોષ સાબિત કરવું તે વિચાર."પ્રાચી:- "એના વિશે જ વિચારું છું. મને એક પ્રૂફ મળ્યું છે."રજત આશાભરી નજરે પ્રાચી તરફ જોઈ રહ્યો. પ્રાચી:- "Thank God કે તે દિવસે તમે રજતનો ડાન્સ વીડીયો બનાવી રહ્યા હતા. ત્યારે જ મેહા રિહર્સલ રૂમમાં આવે છે. મેહાએ બહાર નીકળવાનું કહ્યું અને તમે ...Read More

23

તરસ પ્રેમની - ૨૩

મુવી જોઈને પછી રજત પ્રાચીને ઘરે મૂકવા ગયો. રજત:- "પ્રાચી તને ખબર છે તું બધા કરતા ખૂબ સારી છે ક્યૂટ પણ."પ્રાચી:- "ઑહો શું વાત છે? આજે તો વખાણ કરવાના મૂડમાં છે."રજત:- "તું છે જ વખાણવા લાયક. તો વખાણ નહીં તો શું કરું?"પ્રાચી:- "How sweet."રજત:- "એક વાત પૂછું?"પ્રાચી:- "એક શું બે વાત પૂછ."રજત:- "પ્રાચી તું મારી કેર કરે છે,મને હસાવે છે,મને સમજે છે એટલે ખબર નહીં ક્યારથી પણ હું તને Like કરવા લાગ્યો છું."પ્રાચી રજતની વાત સાંભળી રજતને જોઈ રહી.રજત:- "Like નહીં પણ તને Love જ કરવા લાગ્યો છું."પ્રાચી કંઈ બોલી નહીં.રજત:- "કંઈ તો બોલ. જો તારી ના છે તો સ્પષ્ટ ...Read More

24

તરસ પ્રેમની - ૨૪

મેહા ઉઠીને તૈયાર થાય છે અને કૉલેજમાં જવા માટે નીકળે છે. ક્લાસમાં પહોંચતા જ મેહાની પ્રાચી અને રજત પર જાય છે. મેહા પ્રાચીને ધ્યાનથી જોઈ રહી. આછો ગુલાબી પિંક ડ્રેસ. ખુલ્લાં લાંબા વાળ. પ્રાચીના ચહેરા પર એક પ્રકારની સમજદારી. રજતને પ્રાચીએ કુશળતાથી સંભાળી લીધો હતો. રજત પરેશાન હતો ત્યારે પ્રાચીએ એનો સાથ આપ્યો હતો. સ્વાભાવિક છે કે રજત એના તરફ ખેંચાય. પોતે રજતને કેમ ન સમજી શકી? એટલામાં જ મેહા પાસે નેહા,મિષા અને પ્રિયંકા આવે છે. મિષા:- "Hi મેહા."મેહા:- "Hi મિષ."મિષા મેહાની બાજુમાં બેસી જાય છે. મેહા:- "તું અહીં કેમ બેસી ગઈ?"મિષા:- "મેહા આપણે ફ્રેન્ડ છીએ રાઈટ?"મેહા:- "રાઈટ. તો?"મિષા:- "તો મારે મારી ...Read More

25

તરસ પ્રેમની - ૨૫

મેહા બેભાન થઈ ગઈ હતી. રજતે મેહાને ઉંચકી ને ખુરશી પર બેસાડી. રજતે મેહાના ચહેરા પર પાણી છાંટ્યું. થોડી પછી મેહા હોશમાં આવી. પ્રાચી:- "મેહા તું ઠીક છે ને?"મેહા:- "હા."મેહા ઉભી થઈ ને રાહુલ પાસે જતી હોય છે કે રજત મેહાનો હાથ પકડી લે છે. મેહાને પોતાની બાજુની ખુરશી પર બેસાડે છે. રજત:- "મેહા આજે અમારા સાથે નાસ્તો કરી લે."મેહા:- "મને ભૂખ નથી." રજત:- "મેહા શું કામ જીદ કરે છે? કહ્યું ને કે ખાઈ લે."મેહા ઉભી થઈ ને જતી હતી કે રજત મેહાનો હાથ પકડીને ફરી બેસાડે છે. રજત:- "હું બર્ગર લઈને આવું છું. ચૂપચાપ અહીં જ બેસજે."રજત બર્ગર લેવા ગયો. મેહાને મેસેજની ...Read More

26

તરસ પ્રેમની - ૨૬

મેહાનો હાથ અનાયાસે જ પોતાની ગરદન પર જાય છે. મેહા સ્વગત જ બોલે છે "આ મંગળસૂત્ર કોઈ જોઈ જશે મંગળસૂત્ર છૂપાવી દીધું. સિંદૂર કોઈને નજરે ન પડે એવી રીતના વાળને સરખા કર્યાં. મેહા જમીને પોતાના રૂમમાં બેઠી બેઠી અરીસામાં પોતાને જોઈ રહી. મેહાની નજર મંગળસૂત્ર અને સિંદૂર પર જાય છે. મેહાને એક પ્રકારની ખુશી થઈ. ખબર નહીં પણ મેહાને ભીતરથી કંઈક મહેસૂસ થયું. મેહાએ મોબાઈલ લીધો અને રજતને મેસેજ કર્યો."Hi જમી લીધું કે બાકી?"રજત:- "બસ હમણાં જ જમ્યો."મેહાને આશા નહોતી કે રજત રિપ્લાય કરશે.મેહા:- "શું કરે છે?"રજત:- "કંઈ નહીં. આજે તો મારે વહેલાં સૂઈ જવું છે. બહું ઊંઘ આવે છે."મેહા:- "સારું."રજત:- "bye...good night."મેહા:- ...Read More

27

તરસ પ્રેમની - ૨૭

સવારે રજત અને એના ફ્રેન્ડ ક્લાસમાં આવે છે. મેહા રજત તરફ એક નજર કરે છે. રજત પણ મેહા તરફ કરે છે. એટલામાં જ મેહાના ફ્રેન્ડસ આવે છે અને મેહા એ લોકો સાથે વાતો કરવામાં બિઝી થઈ જાય છે.બધા કૉલેજના ગાર્ડનમાં બેઠા હતા. રજત પ્રાચી સાથે વાતો કરવામાં વ્યસ્ત હતો. રજત મેહાને જેલીસ ફીલ કરાવવા પ્રાચીનો હાથ પકડીને બેઠો હતો. રજતની નજર પ્રાચી પર ઓછી અને મેહા પર વધારે રહેતી. એક દિવસે કૉલેજના ગાર્ડનમાં પ્રાચી રજતની રાહ જોઈ રહી હતી. મેહાની નજર પ્રાચી પર ગઈ. મેહા વાળ સરખા કર્યાં. મેહાએ મંગળસૂત્ર પ્રાચીને નજરે પડે એ રીતે રાખ્યું ...Read More

28

તરસ પ્રેમની - ૨૮

રાહુલે મેહાને ગર્લફ્રેન્ડ બનાવી લીધી એ જાણીને રિયાનું દિલ દુભાય છે. રિયા ડ્રીક કરવા લાગે છે. રિયાએ એટલું ડ્રીક લીધું કે રિયાને ચાલવાનું પણ ભાન ના રહ્યું. રાહુલે રિયાને પકડી અને ઘરે મૂકવા જવાનો વિચાર કર્યો. મેહા:- "રાહુલ તું મને ઘરે મૂકી આવીશ ને?"રાહુલ:- "બાઇકમાં ટ્રિપલ સીટે જવાશે નહીં. તું એકલી હોત તો તને મૂકી આવતે. પણ તારા ફ્રેન્ડસ છે ને? તને મૂકી આવશે. હું એ લોકોને કહી દઉં છું."મેહા:- "અરે તું ટેન્શન ન લે. હું કહી દઈશ."રાહુલ રિયાને લઈને નીકળી જાય છે. રજત અને એનું ગ્રુપ એન્જોય કરી રહ્યા હતા. મેહાએ વિચાર્યું કે એ લોકોનો મૂડ શું કરવા ખરાબ કરવો. ...Read More

29

તરસ પ્રેમની - ૨૯

મેહાની વાત સાંભળી રજત અટકી જાય છે. મેહા રજત પાસે આવે છે. મેહા:- "રજત સાચું કહું છું. તે દિવસે ઈજ્જત સાથે એ વ્યક્તિએ રમવાની કોશિશ કરી હતી હવે પ્રાચીનો વારો છે.મેહાએ પ્રાચી તરફ જોઈને કહ્યું "પ્રાચી સંભાળીને રહેજે."રજત:- "તારે પ્રાચીની ચિંતા કરવાની જરૂર નથી. હું છું પ્રાચીને પ્રોટેક્ટ કરવા."પ્રાચી:- "પણ મેહા કોણ છે એ વ્યક્તિ?"મેહા:- "રજતના ગ્રુપની છે."રજત:- "મેં અંદાજો લગાવેલો જ કે મેહા આ વખતે પણ કંઈક નવો પ્લાન બનાવીને આવી છે. મારા પર molestation જૂઠો આરોપ લગાવેલો ત્યારે પણ પૂરી પ્લાનિંગ કરીને આવી હતી. અને આજે પણ આમાં આની કોઈ ચાલ છે. તે સમયે મને ફસાવ્યો અને આજે મારા ...Read More

30

તરસ પ્રેમની - ૩૦

રજતની વાત સાંભળી મેહાએ રજતની પીઠ પર માથું ટેકવી આંખો બંધ કરી દીધી. ઘણાં સમય પછી મેહાના દિલને રાહત થોડીવાર પછી રજત કહે છે "મેહા ઘરે પહોંચી ગયા."મેહા બાઈક પરથી ઉતરે છે. એક નજર રજત તરફ જોઈ ઘરમાં જતી રહે છે.મેહા સાંજે ચા પીતા પીતા આજે જે બન્યું તે વિશે વિચાર કરતી હતી. રજતને યાદ કર્યો અને તે જ પળે રજત મારી સમક્ષ આવી ગયો. શું હતું આ? જે હોય તે પણ આ ફીલીગ્સ અદ્ભૂત હતી. રજતની પીઠ પર માથું ટેકવી સૂઈ રહેવું મારી જીંદગીની અમૂલ્ય પળો હતી. અને તે દિવસે રોડ પર ટ્રકની નીચે આવતા આવતા રહી ગઈ. અને ...Read More

31

તરસ પ્રેમની - ૩૧

રજત રૂમની બહાર નીકળે છે. મેહા પણ બહાર નીકળે છે. બંન્ને ચાલતા ચાલતા વાતો કરે છે.રજતને હસવું આવી જાય "શું કરવા હસે છે? અને તું મારા પર હસે છે ને!"રજત:- "હા."મેહા:- "એવી તો શું વાત કહી દીધી કે મારા પર હસવું આવી ગયું."રજત:- "તને આખી જિંદગીનો ટાઈમ આપ્યો. તું શું વિચારીશ મેહા? અને તને તો ઓવર થિકિગની આદત છે. યાદ છે તને પ્રેગનેન્સી, હોસ્પિટલ, મંગળસૂત્ર...તે તો ન વિચારવાનું વિચારી લીધું. પ્રેગનેન્સી હોય તો એક છોકરીને પહેલાં ખબર પડી જાય. અને મને તારી એ જ વાત પર હસવું આવે છે."મેહા:- "રજત છોકરીને કેવી રીતના ખબર પડે?"રજત:- "તું છે ને ડમ ...Read More

32

તરસ પ્રેમની - ૩૨

મેહા:- "પકોડા બનાવવાના ચક્કરમાં તો હું ભૂલી જ ગઈ કે તમે ત્રણ અચાનક અહીં?"રજત:- "તને લેવા આવ્યા છીએ."મેહા:- "લેવા છો મતલબ? મને તું ભગાડી લઈ જવાનો છે?"રજત:- "તું મારી સાથે આવીશ? એક નંબરની ડરપોક છે. તારા હાથની વાત નથી. તને લેવા આવ્યા છે મતલબ કે મુવી જોવા જવાના છે એટલે."મેહા:- "ઑકે પકોડા બની ગયા. ચાખીને મને કે કેવા બન્યા છે? હું મિષા અને રૉકીને આપી આવું."રજતે થોડું ચાખ્યું. મેહા:- "કેવા બન્યા છે?"મિષા:- "મેહા આજે તો ભૂલથી બનાવી દીધા પણ મારી વિનંતી છે કે હવે ક્યારેય ન બનાવતી."મેહા:- "શું એટલા ખરાબ બન્યા છે?"મિષા:- "ઠીકઠાક છે."મેહા રસોડામાં જાય છે.રજત:- "તે અમને તો ...Read More

33

તરસ પ્રેમની - ૩૩

સાગર અને પ્રાચીના ગયા બાદ રજત એક બેન્ચનો ટેકો લઈને બેસી ગયો અને આંખો બંધ કરી. મેહા રજત પાસે બેસી ગઈ.મેહાએ રજતનો હાથ પકડ્યો. રજતે આંખ ઉઘાડી એક નજર મેહા પર કરી. ફરી આંખો બંધ કરી દીધી.મેહા:- "એ છોકરો કોણ હતો?"રજત:- "પ્રાચીનો બોયફ્રેન્ડ."મેહા:- "રજત તે મને ફોન કરીને કેમ બોલાવી? તું ધારતે તો પ્રાચીની મદદ કરી શકતે. જેવી રીતે તે મારી મદદ કરી હતી."રજત:- "હું તારી મદદ કરી શકું પણ પ્રાચીની આવી રીતના હેલ્પ ન કરી શકું. કારણ કે..."મેહા:- "કારણ કે તું મને ચાહે છે."રજતે મેહાના હાથમાંથી પોતાનો હાથ છોડાવી હાથ મેહાની કમર પર રાખી મેહાને નજીક ખેંચી.રજત:- "પ્રાચી જતી ...Read More

34

તરસ પ્રેમની - ૩૪

સવારે કૉલેજમાં મેહા નીચે ઉભી કૉલેજની અગાશીને જોઈ રહે છે. આટલા ઊપરથી હું નીચે પડીશ તો કલ્પના પણ નથી શકતી કે મારી શું હાલત થશે. વિચારીને જ ડર લાગે છે તો કરવા જઈશ તો કદાચ હાર્ટએટેક થી જ મરી જઈશ. નહીં નહીં મારે મરવું નથી મારે રજત સાથે જીવવું છે. રજત:- "ઑ હેલો અહીં ઉભા ઉભા શું વિચારે છે?"મેહા:- "કંઈ નહીં બસ એમજ."રજત:- "કાલે ફોન કર્યો હતો."મેહા:- "હા પણ પછી મને લાગ્યું તું બિઝી હશે."રજત:- "ચાલ તો..."મેહા:- "ક્યાં?"રજત:- "તું ચાલ તો ખરી."રજત મેહાને એક ખાલી ક્લાસમાં લઈ આવે છે. મેહા:- "અહીં શું કરવા લઈ આવ્યો?"રજત:- "બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને શું ...Read More

35

તરસ પ્રેમની - ૩૫

ફાઈનલ એક્ઝામનો દિવસ. મેહાના હાથમાં પેપર આવ્યું. મેહાને પેપર અઘરું લાગ્યું. અઘરું તો લાગવાનું જ હતું. મેહાએ વાંચવામાં ધ્યાન નહોતું આપ્યું. મેહાને રજતના પ્રેમની ટેવ પડી ગઈ હતી. આખો દિવસ રજતના વિચારો અને રાતે પણ રજતના સપના જોવામાં જ બિઝી હતી. જો કે એક્ઝામ માટે મેહાને કંઈ ફરક ન પડ્યો. જેટલું આવડ્યું એટલું લખ્યું. પેપર લખતા લખતા પણ મેહા બાજુની બેન્ચ પર બેઠેલા રજત તરફ કેટલીય વાર નજર કરી લેતી. રજત:- "મેહા શું કરે છે? એક્ઝામ માં ધ્યાન આપ."પણ મેહાને તો કંઈ અસર જ નહોતી.પોણા કલાકમાં તો મેહા નું પેપર લખાઈ ગયું. રજતની નજર મેહા પર ગઈ.રજત:- ...Read More

36

તરસ પ્રેમની - ૩૬

મેહા સવારે ઉઠી. મેહાને વિચાર આવ્યો કે "રજતને Sorry તો કહી દીધું છે એટલે હવે વાંધો નહીં. જો એ પાસે આવશે તો ઠીક નહીં તો હું સમજી જઈશ કે મારે પણ હવે મુવ ઓન કરવું જોઈએ."મેહા નાસ્તો કરી તૈયાર થઈ રહી હતી. મેહા અરીસામાં પોતાને જોય છે. મેહા મનોમન જ કહે છે"હવે સિંગલ રહેવાનો જ નિર્ણય કરી લીધો છે તો મેક અપની શું જરૂર છે. પહેલાં હતી તેવી જ રહીશ સાદી અને સિમ્પલ." મેહાએ કપડા ચેન્જ કરી સિમ્પલ જીન્સ અને ટી શર્ટ પહેર્યાં. મેહા કૉલેજ પહોંચી. હજી સુધી કોઈ આવ્યું નહોતું. રિહર્સલ રૂમમાં મેહા પ્રેક્ટીસ કરી રહી હતી. મેહાના ...Read More

37

તરસ પ્રેમની - ૩૭

મેહા ઘરે જઈ વિચારમાં પડી ગઈ કે રજત સાથે ફાર્મ હાઉસ પર જવું કે નહીં. આખરે મેહાએ નિર્ણય લીધો જે થવાનું હોય તે થાય પણ હું રજત સાથે ફાર્મ હાઉસ પર જઈશ. રવિવારે સાંજે ફાર્મ હાઉસ પર જવાનું નક્કી થયું.રજત સાથે મેહા ફાર્મ હાઉસ પહોંચે છે. મેહા બેડ પર બેસે છે. રજત દરવાજાની સ્ટોપર મારી દે છે. મેહાનું દિલ ધક ધક કરતું હતું. મેહાને થોડો ડર પણ લાગતો હતો. મેહા સ્વગત જ બોલે છે "મેહા એમાં ડરવાની શું જરૂર છે? તું ના પાડીશ તો રજત તને ટચ પણ નહીં કરે." રજત મેહાની પાસે આવ્યો. રજતે ...Read More

38

તરસ પ્રેમની - ૩૮

એક રવિવારે બધા રૉકીના ઘરે બેઠાં બેઠાં ગપ્પાં મારી રહ્યા હતા. રૉકી, સુમિત, પ્રિતેશ અને રજત મોબાઈલમાં કંઈક જોઈ હતા. નેહા,પ્રિયંકા,મિષા અને મેહા મુવી જોતા હતા. મેહાની નજર રજતના ચહેરા પરના હાવભાવ પર જાય છે. મેહા વિચારે છે કે "રજત કેટલો એક્સાઈમેન્ટ છે. એવું તો ધારી ધારીને શું જોય છે મોબાઈલમાં."મેહાએ કોઈને ન સંભળાય એવી રીતના મિષાને કહ્યું"મિષ આ લોકો આટલી એક્સાઈમેન્ટથી શું જોય છે મોબાઈલમાં? હું પૂછી તો જોઉં?"મિષા:- "મેહા એક મીનીટ. તારે કંઈ પૂછવાની જરૂર નથી. મને ખબર છે કે એ લોકો શું જોય છે? કોઈ વીડીયો જોતા હશે."મેહા:- "તો ચાલોને આપણે પણ વીડીયો જોઈએ."મિષ:- "આપણે ...Read More

39

તરસ પ્રેમની - ૩૯

બીજા દિવસે મેહા કૉલેજ જવા તૈયાર થાય છે. મેહાએ આછો મેકઅપ કર્યો. આંખમાં કાજળ લગાવ્યું. શોર્ટ સ્કર્ટ શોર્ટ ટી પહેર્યું. હાઈ હીલ ના સેન્ડલ પહેર્યાં.મેહા કૉલેજ પહોંચે છે. રિહર્સલ રૂમમાં રજત ડાન્સ કરી રહ્યો હતો. મેહા રિહર્સલ હૉલ માં જાય છે.રજત મેહાને જોતો જ રહી ગયો. રજતે Song બદલ્યું અને એ Song પર ડાન્સ કરવા લાગ્યો. तेरा मुखड़ा चाँद दा टुकड़ानी तेरी ऐनक, तेरे शूक्या बात एयक्या बात एयनि तेरा काजलकरदा पागलhypnotize करे जट्टक्या बात एयक्या बात एयतेरे लक तों लगदा कराची दीफैन मरजानिये बुगाटी दीदिल करे तेरे नाल बनेया रवांतेरे जिस्म च खुशबू इलायची दीतेरी अख ते ...Read More

40

તરસ પ્રેમની - ૪૦

મેહા ઘરે જઈને વિચારે છે કે રજત મને આટલી બારીકાઈથી જાણે છે. મેહાને થોડીવાર વિચારીને ખુશી થઈ કે રજત આટલી હદ સુધી જાણે છે. મેહાએ આ બધું દિલથી વિચાર્યું. પણ વિચારતા વિચારતા મેહાને ખ્યાલ આવ્યો કે મારું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. મેહાએ હવે દિમાગથી વિચાર્યું. રજતે મને આવું કહ્યું. મેહાને રજતની વાતનો હવે ખ્યાલ આવ્યો. રજતની વાતથી મેહા હર્ટ થઈ હતી. મેહાએ થોડું વિચાર્યું તો એક રીતે રજતની વાત સાચી હતી. મેહા વિચારે છે કે રજત કેટલો પરફેક્ટ છે. રજત પોતાના ઈમોશન્સને કેટલું નિયંત્રણમાં રાખે છે અને પોતે નાનકડી સમસ્યા શું આવી જાય કે પરેશાન થઈ ...Read More

41

તરસ પ્રેમની - ૪૧

રજત હવે શનિ રવિના દિવસે ઑફિસ જવા લાગ્યો હતો. મેહાએ લખેલી ડાયરી રજતે બે થી ત્રણ વાર વાંચી હતી. ફ્રી હોય ત્યારે પોતાની અને મેહાની લવ સ્ટોરી લખતો. મેહાને રજતના પ્રેમની આદત પડી ગઈ હતી. મેહા રજત વગરની કલ્પના પણ નહોતી કરી શકતી. મેહા રજત સાથે વધારે attach ફીલ કરતી. મેહાને પહેલી વાર કોઈ છોકરાએ સ્પર્શ કર્યો હોય તો એ રજત હતો. રજતે મેહાના સંવેદનશીલ અંગો જેમ કે કમર પર,પેટ પર, સાથળ પર સ્પર્શ કર્યો હતો એટલે મેહા રજત સાથે વધારે attached હતી. મેહાને રજતના એ સ્પર્શની ટેવ પડી ગઈ હતી. રજતની બાહોમાં મેહા કેટલીય વાર ઊંઘી ...Read More

42

તરસ પ્રેમની - ૪૨

આ તરફ મેહા રજત સાથે વાત કરવા માટે તડપી રહી હતી. મેહાએ ફરી ફોન કર્યો. રજતનો ફોન ન લાગ્યો. કેટલીય વાર ટ્રાય કરી. પણ રજતનો ફોન ન લાગ્યો. મેહા રાહ જોઈને સૂઈ ગઈ.સવારે મેહાની આંખો ઉઘડી. જાગતાં જ મેહાને રજત યાદ આવ્યો. મેહાએ ફોનમાં જોયું. ના તો કોઈ ફોનકૉલ્સ કે ના કોઈ મેસેજ. મેહા નાહી ધોઈ નાસ્તો કરવા ગઈ.નિખિલ:- "તું ટેન્શન શું કામ લે છે મેહા?"મેહા મનમાં વિચારે છે "ભાઈને ખબર પડી ગઈ કે શું?"મેહા:- "હું ક્યાં ટેન્શન લઉં છું?"નિખિલ:- "તારા ચહેરા પરથી તો એવું લાગે છે...Chill...ok? Exam તો સારી ગઈ છે પછી શું કરવા ચિંતા ...Read More

43

તરસ પ્રેમની - ૪૩

ફોન પર વાત કરીને મમતાબહેન નિખિલને કહે છે "નિખિલ હવે સૂઈ જા. બહું મોડું થઈ ગયું છે. આવતીકાલે એ ઘરે જવાનું છે."નિખિલ પોતાના રૂમમાં જઈને તરત જ ક્રીનાને ફોન કરે છે. નિખિલ:- "ક્રીના યાર બહું મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. આવતીકાલે મારે એક યુવતીને જોવા જવાનું છે."ક્રીના:- "તો શું વાંધો છે? જોવા જ તો જવાનો છે. કંઈ લગ્ન કરવા થોડી જવાનો છે? ના પાડી દેજે."નિખિલ:- "હું તો ના જ પાડી દઈશ. પછી તારા વિશે મારા મમ્મી પપ્પાને વાત કરીશ."ક્રીના:- "સારું...ચાલ તો bye...good night."નિખિલ:- "Good night..." મેહાને‌ ઊંઘ નહોતી આવતી. રજત સાથે જે પળ વિતાવી હતી તે મેહાને ...Read More

44

તરસ પ્રેમની - ૪૪

મેહાને એમ કે રજત ફરી મને કંઈ ને કંઈ સંભળાવશે. સંભળાવે તો સંભળાવે એ બહાને રજત સાથે વાત કરવા મળશે એમ વિચારી મેહાએ ફોન રિસીવ કર્યો. રજત:- "હેલો શું કરે છે?"મેહા:- "કંઈ નહીં. કેમ ફોન કર્યો?"રજત:- "કંઈ નહીં બસ એમજ. તું ઠીક છે ને?"મેહા:- "હા ઠીક છું."રજત:- "સાચ્ચે?"મેહા:- "હા હું એકદમ ઠીક છું પણ તું ઠીક નથી લાગતો. મારી કેમ આટલી ચિંતા થાય છે?"રજત:- "એવું કંઈ નથી. આ તો એટલા માટે પૂછું છું કે હવે આપણો પરિવાર એક થવાનો છે ને? ક્રીનાના લગ્ન નિખિલ સાથે થવાના છે ને એટલે હાલ ચાલ તો પૂછવા પડે ને?"મેહા:- "ઑકે તો શું ચાલે ...Read More

45

તરસ પ્રેમની - ૪૫

તરસ પ્રેમની - ભાગ ૪૫ રજત અને મેહા પાણીપૂરી ખાઈ છૂટા પડે મેહાને રજતની ટેવ પડતી જતી હતી. મેહાને હવે રજત વગર જીવવું અસંભવ લાગતું હતું. મેહાએ રજત સાથે મેસેજથી વાત કરી પછી સૂઈ ગઈ. બીજા દિવસે સવારે મેહા ઉઠી ચા નાસ્તો કરે છે. મમતાબહેન:- "ક્રીના અને રજત આવે એટલે તમે સાથે શોપિંગ કરી આવજો."થોડીવારમાં જ રજત અને ક્રીના આવે છે.મમતાબહેન:- "સારું થયું તમે આવી ગયા. ચાલો નાસ્તો કરી લ્યો."નાસ્તો કરીને નિખિલે કહ્યું "ચાલો હવે જઈએ ને શોપિંગ કરવા?"ચારેય શોપિંગ કરવા માટે ગયા. ક્રીના અને નિખિલ તો ખુશીમાં ને ખુશીમાં શોપિંગ કરવામાં અને એકબીજામાં વ્યસ્ત હતા. મેહાની નજર બે ...Read More

46

તરસ પ્રેમની - ૪૬

મેહા એના ફ્રેન્ડસ પાસે ગઈ અને એ લોકો સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. થોડીવાર પછી બધાં જમવા મેહા અને મેહાનો પરિવાર ઘરે પહોંચે છે. બધા ખૂબ થાકી ગયા હતા એટલે સૂઈ જાય છે. બીજા દિવસે સવારે મેહા ઉઠે છે. નાહી ધોઈ ચા નાસ્તો કરે છે. મેહા બહાર બેઠાં બેઠાં રજત સાથે વિતાવેલી પળોને યાદ કરી રહી હતી. રજત મારી લાઈફમાં આવ્યો ત્યારબાદ જીંદગી કેટલી સુંદર લાગતી હતી. અને અત્યારે જીંદગી કેટલી ઉદાસ લાગે છે. ક્યાં સુધી હું રજતની રાહ જોઈશ. શું ખબર રજત કરતાં કોઈ મને બેટર મળી જાય. જે મારું ધ્યાન રાખે. ...Read More

47

તરસ પ્રેમની - ૪૭

રજતે જોયું તો મેહાનો ફોન હતો. રજતે ફોન કર્યો. મેહાએ રજતનો ફોન તરત જ રિસીવ કર્યો. રજત:- "હેલો શું કેમ ફોન કર્યો?"મેહા મનોમન કહે છે "Thank God કે રજત ઠીક છે."મેહા:- "Sorry રજત. હું મયંકને ફોન કરવાની હતી પણ તને લાગી ગયો."રજત:- "રિયલી? ભૂલથી લાગી ગયો કે જાણીજોઈને લગાડ્યો. ક્યાંક તને મારી ચિંતા તો નથી થઈ રહીને?"મેહા:- "મને શું કરવા તારી ચિંતા થવાની?"રજત:- "હા હવે રહેવા દે આ ડ્રામા...જે મેસેજ તું મને કરવાની હતી તે મયંકને સેન્ડ થઈ ગયો. એવું તે શું લખ્યું મેસેજમાં?મેહા:- "મારાથી મયંકને એવો મેસેજ થઈ ગયો કે 'આપણું બ્રેક અપ થઈ ગયું છે તો તું ...Read More

48

તરસ પ્રેમની - ૪૮

મેહા નું ઘર આવતાં મેહા ઉતરી જાય છે. રજતે એક નજર મેહા તરફ કરી પોતાના ઘર તરફ કાર હંકારી છે. રજત ઘરે પહોંચે છે. સાવિત્રીબહેન રજત માટે ચા લઈ આવ્યા.રજત:- "ક્રીના આવી ગઈ?"સાવિત્રીબહેન:- "ક્યારની આવી ગઈ. અને આ સેન્ડવીચ લઈ આવી છે તારા માટે."રજત સેન્ડવીચ ખાતા ખાતા ચાનો ઘુંટ ભરે છે. એટલામાં જ ક્રીના આવે છે. રજત:- "મમ્મી ચા ફીક્કી લાગે છે. ખાંડ ઓછી નાંખી છે કે શું?"ક્રીનાએ ચાનો ઘુંટ ભર્યો.ક્રીના:- "ચા તો બરાબર જ છે. તને કેમ ફીક્કી લાગી?"રજતે ક્યાંક વાંચેલું તે યાદ આવી ગયું.એકવાર એના હોંઠો ને શું ચાખી લીધા..!!હવે તો સાલી આ ચા પણ ફિક્કી લાગે છે...રજત મનોમન કહે ...Read More

49

તરસ પ્રેમની - ૪૯

કમર પર કંદોરો પહેરાવતી વખતે રજતે કમર પર હાથ ફેરવ્યો.મેહા:- "રજત તું સાચ્ચે મારી સાથે લગ્ન કરવાનો છે?"રજત:- "ઑહો તને ક્યારે મારા પર વિશ્વાસ આવશે?"મેહા:- "અને ફરીથી તું મારો વિશ્વાસ તોડી દઈશ રાઈટ? પણ હવે હું તારા પર વિશ્વાસ નથી કરવાની."રજત:- "ઑકે તારી મરજી. એમ પણ તને ક્યાં મારા પર વિશ્વાસ હતો? એ તો મેં તને વિશ્વાસ દેવડાવ્યો એટલે તું મારા પર વિશ્વાસ કરતી થઈ. જો હું તને વિશ્વાસ ન દેવડાવતે તો તું મારા પર વિશ્વાસ કરી જ ન શકતે. આભાર માન કે મેં તને પ્રેમ શું છે તેનો અનુભવ તો કરાવ્યો."મેહા:- "એ પ્રેમ નહીં વ્હેમ હતો. તે મને ...Read More

50

તરસ પ્રેમની - ૫૦

નિખિલ જાગી ગયો હતો. નિખિલે ક્રીનાના માથા પર કિસ કરી. ક્રીના નિખિલની છાતી પર માથું મૂકી સૂઈ રહી હતી. આંખ ઉઘડી. ક્રીના જાગી ગઈ છે એવો ખ્યાલ આવતાં જ નિખિલે જાણી જોઈને આંખો બંધ કરી દીધી. ક્રીનાએ નિખિલ સામે જોયું. ક્રીનાએ નિખિલને ગાલ પર કિસ કરી. ક્રીના વોશરૂમ જવાનો વિચાર કરતી હતી. ક્રીના ચાદર ઓઢી રહી હતી કે નિખિલ ચાદર પકડી રહ્યો. ક્રીના:- "ઑહ તો જનાબ ઊંઘવાનું નાટક કરી રહ્યા હતા."નિખિલ:- "Good morning."ક્રીના:- "Very good morning...Nik મારે વોશરૂમ જવું છે."નિખિલ:- "તો જા ને! કોણે રોકી છે તને."ક્રીના:- "ચાદર છોડીશ તો હું જઈશ ને?"નિખિલ:- "ક્રીના આમાં ચાદરની શું જરૂર છે?"ક્રીના:- ...Read More

51

તરસ પ્રેમની - ૫૧

મેહા રડતા રડતા જ બોલે છે "રજત પ્લીઝ કંઈ તો બોલ. તારે જે સંભળાવવું હોય તે સંભળાવ. તારે મારી જે કરવું હોય તે કર પણ પ્લીઝ કંઈ તો બોલ. રજત તારા વગર હું નહીં રહી શકું." રજતે શર્ટ પહેર્યું. રજતે મેહા તરફ જોયું તો મેહા નીચી નજર કરી બેઠી હતી. મેહાને જોતાં રજતને લાગ્યું કે મેહા મનથી ભાંગી પડી છે. રજત મેહાની નજીક બેઠો. રજત:- "રડી લીધું હોય તો હવે નીચે જઈએ."રજત મેહાનો હાથ પકડી લે છે રજત અને મેહા નીચે બેઠક રૂમમા આવે છે. સાવિત્રીબહેન અને રતિલાલભાઈ ચા નાસ્તો કરી રહ્યા હતા. સાવિત્રીબહેન રજત અને મેહાને નાસ્તો કરવા ...Read More

52

તરસ પ્રેમની - ૫૨

મેહા:- "ઑકે મને ખબર છે કે સૉરી બોલવાથી બધું ઠીક નહીં થાય. મને ખબર છે કે તું મને માફ નથી કરવાનો. પણ રજત તને એવું નથી લાગતું કે હવે આપણે એકબીજાથી આઝાદ થઈ જવું જોઈએ. આપણે બંન્ને એકબીજાને ટોર્ચર કરીએ છીએ...હવે એકબીજાને ટોર્ચર કરવાની ટેવથી હું કંટાળી ગઈ છું. આ બધાથી આઝાદ થઈ જવા માગું છું. મને શાંતિ જોઈએ છે રજત."રજત:- "મેહા તું તો બહું જલ્દી ભાંગી પડી ને? મારા ટોર્ચર તારાથી સહન નથી થતા. એટલે મારાથી દૂર ભાગવા માંગે છે?"મેહા:- "રજત તારે જે સમજવું હોય તે સમજ. I think હવે આપણે છૂટા પડી જવુ જોઈએ. તને પણ શાંતિ અને મને ...Read More

53

તરસ પ્રેમની - ૫૩

"હજી થોડીવાર." એમ કહી રજત મેહાને વળગી પડે છે. રજતના હાથ મેહાની પીઠ પર ફરવા લાગ્યા. રજતના હોઠ મેહાની સ્પર્શ કરવા લાગ્યા. મેહા:- "રજત બસ...હવે ઘરે જઈએ."પણ રજત મેહાને છોડવા તૈયાર નહોતો. મેહા મનોમન વિચારે છે "રજતને આજે શું થઈ ગયું છે? એવું લાગે છે કે આજે રજત મને છોડવાનો નથી."રજત તો બસ મેહાની ગરદન પર કિસ કરતો રહ્યો. મેહા રજતને હળવેથી ધક્કો મારતા કહે છે "રજત મારે ઘરે જવું છે.""મેહા શું ઉતાવળ છે ઘરે જવાની?" એમ કહી ફરી રજત મેહાને વળગી પડ્યો. મેહાએ પોતાની જાતને રજતથી છોડાવી. રજત:- "મેહા આટલું સરસ વાતાવરણ છે. તને શું વાંધો છે? મારો મૂડ spoil (બગાડી) કરી નાખ્યો. અને તે ...Read More

54

તરસ પ્રેમની - ૫૪

મેહા ચેન્જ કરી રજતને મોબાઈલ આપવા જાય છે. રજત મેહાનાં રૂમમાંથી નીકળી ક્રીનાના રૂમમાં જાય છે. ક્રીનાના જતાં જ રજત ક્રીનાને વળગી પડે છે. ક્રીના રજતની પીઠ પસવારે છે. મેહા રજતને મોબાઈલ આપવા જતી હતી કે ક્રીનાના બેડરૂમમાં રજતને જોય છે. મેહા ક્રીનાના રૂમ તરફ આગળ વધે છે. નિખિલ:- "સાલે સાહેબને શું થયું?"નિખિલના શબ્દો સાંભળી મેહા અટકી જાય છે. મેહાને પણ જાણવાની ઈચ્છા થાય છે કે રજતને શું થયું? મેહા રૂમની બહાર સંતાઈને સાંભળે છે. ક્રીના:- "રજત આજે થોડો ઈમોશનલ થઈ ગયો છે. ને એ જ્યારે જ્યારે ઈમોશનલ થાય છે ત્યારે ત્યારે એ મને આમ જ ગળે વળગી પડે છે. અને હા ...Read More

55

તરસ પ્રેમની - ૫૫

"એક પણ આંસુ પડ્યું ને તો તારો મેકઅપ બગડી જશે અને ચહેરો કાજળને લીધે કાળો થઈ જશે અને હું ઈચ્છતો કે તારો ચહેરો સ્હેજ પણ ખરાબ થાય." મેહાની આંખોમાં ઝળઝળીયા આવી જતા રજતે કહ્યું. મેહા:- "રજત તને મારા મેકઅપ અને ચહેરાની પડી છે. મારી લાગણી, મારી ભાવનાઓનો તને જરાય ખ્યાલ નથી."રજત:- "મેહા પ્લીઝ યાર. આજે આપણી સગાઈ છે."મેહાની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા.રજતથી કહેતા તો કહેવાઈ ગયું. રજતે ધીરે રહીને મેહાને પોતાની બાહુપાશમાં લઈ લેતા કહે છે "બસ બસ ચૂપ." રજત મેહાના વાળમાં હાથ ફેરવી મેહાને શાંત રાખવાનો પ્રયત્ન કરે છે. રજતના અવાજમાં અને સ્પર્શમાં ખબર નહીં શું હોય છે કે મેહા શાંત ...Read More

56

તરસ પ્રેમની - ૫૬

રતિલાલભાઈ:- "બહું રાત થઈ ગઈ છે. તમે લોકો હવે જાઓ. હું અહીં રોકાઈ જાઉં છું."પરેશભાઈ:- "ક્રીના અમારી જવાબદારી છે. અહીં રોકાઈ જઈશું. તમે ઘરે જાઓ."નિખિલ:- "કોઈએ અહીં રોકાવાની જરૂર નથી. ક્રીના ઠીક છે હવે. તમે બધાં ઘરે જાઓ. હું છું અહીં ક્રીના સાથે."રજત:- "હા તમે લોકો જાઓ. કંઈ ચિંતા ન કરો. હું નિખિલ સાથે છું અહીં."પરેશભાઈ - મમતાબહેન અને રતિલાલભાઈ - સાવિત્રીબહેન બધા નીકળી રહ્યા હતા. મમતાબહેન:- "મેહા શું બેસી રહી છે? ચાલને."મેહા:- "મમ્મી હું પણ અહીં રહેવા માંગું છું."રજત:- "મેહા તું જા. હું ક્રીનાનુ ધ્યાન રાખીશ કે તારું?"મેહા:- "હું તો ઠીક છું. મને શું થયું છે જો તું મારું ...Read More

57

તરસ પ્રેમની - ૫૭

છઠ્ઠીના દિવસે મેહાના ઘરે રજત અને રજતના પરિવારવાળા પહોંચી ગયા હતા. પંડિતજીએ વૃશ્ચિક રાશિ આવી હોવાનું જણાવ્યું. બધાએ ઘણાં નામો સજેસ્ટ કર્યાં.રજતે મેહાને કાનમાં કહ્યું "નેહલ અને યશ...કેવા નામ છે?"મેહા:- "મસ્ત નામ છે."ક્રીના:- "મેહા તું બોલને. ફોઈ તો તું છે. અને તું છે કે કંઈ બોલતી જ નથી."મેહા:- "યશ અને નેહલ...ચાલશે?બધાને આ નામ ગમી ગયા. રજત અને રજતનો પરિવાર જમીને નીકળી જાય છે. ક્રીના અને મેહાનો આખો દિવસ યશ અને નેહલને રમાડતા નીકળી જતો. કોઈક કોઈક દિવસ રજત પણ આવી જતો. આખો દિવસ નિખિલ ઑફિસે હોય. જેવો ઘરે આવે કે યશ અને નેહલ સાથે જેમ બને તેમ વધારે રહેતો. એક દિવસે નિખિલ અને ...Read More

58

તરસ પ્રેમની - ૫૮

રજત:- "તો મને આટલી જલ્દી કેમ મોકલી દે છે?મારે તો ઘરે નથી જવું."મેહા:- "ઑકે ફાઈન."રજત મેહાના ચહેરાને જોઈ રહ્યો. "શું જોય છે રજત?""તને જોઉં છું પણ આ તારા વાળ બહુ ડિસ્ટર્બ કરે છે. તારી લહેરાતી લટોને જરા કાબૂમાં રાખ. તારી આ રેશમી લટો મને ઘાયલ કરે છે." એમ કહી રજતે મેહાના વાળ સરખાં કર્યાં. રજતે મેહાની કમર પકડી નજીક ખેંચી અને મેહાના બાવડાં પર હાથ ફેરવતો રહે છે. રજતની હથેળીનો હૂંફાળો સ્પર્શ થતાં જ મેહાને બેટર ફીલ થાય છે. મેહાથી આપોઆપ રજતના ખભા પર માથું મૂકાઈ જાય છે. રજત:- "રાત બહું થઈ ગઈ છે અને થોડીવાર અહીં બેસીશ તો તને ઠંડી લાગી ...Read More

59

તરસ પ્રેમની - ૫૯

એક સાંજે મેહા શાવર લઈને પોતાના રૂમમાં આવી તો બેડ પર રજત સ્માઈલ આપતો બેસી રહ્યો હતો. રજત મેહા ગયો. રજત મેહાની ગરદન પર કિસ કરી. અને ગરદન પર હળવેથી બાઈટ કર્યું. રજત:- "વધારે દર્દ થયું?"મેહા:- "નહીં તો? તું શું કરવા આવ્યો હતો?"રજત:- "બસ એમજ તને મળવા. પછી તો આપણે લગ્નની તૈયારીમાં લાગી જઈશું એટલે વિચાર્યું કે મળી‌ લઉં."મેહા:- "મળી લીધું ને!"રજત:- "હા મળી લીધું. ચલ તો Bye."મેહા:- ''Bye...''મેહા અરીસામાં પોતાની ગરદનને જોય છે. મેહાએ ક્યાંક વાંચેલી લાઈનો યાદ આવી ગઈ.ટેવાઈ ગયો છે હવે આ મોગરો મધમાખીના આતંકથીડંખને પણ મીઠો સ્પર્શ કહે છેએ પણ નજાકતથીમને પણ રજત બાઈટ કરે છે તે ગમે છે. રજતના ...Read More

60

તરસ પ્રેમની - ૬૦

રજત મેહાને કાનમાં ધીમેથી કહે છે "ઘરે જઈ આવ. પછી તો હું તને જવા જ નહીં દઉં. સાંજે ઑફિસેથી તને લેવા આવીશ. તૈયાર રહેજે." મેહા ઘરે પહોંચી. મેહા પોતાના રૂમમાં ગઈ. મેહા એક પ્રકારની રાહત અનુભવી રહી હતી. મેહાને હવે શાંતિનો અનુભવ કરી રહી હતી. મેહાને જે જોઈતું હતું તે મળી ગયું. મેહાને ગઈકાલની રાત યાદ આવી. મેહા રજતની મીઠી યાદોમાં ખોવાઈ ગઈ. મેહાને થોડું આશ્ચર્ય તો થયું કે ગઈ કાલે તો મારી અને રજતની સુહાગરાત હતી. તો રજત મારી નજીક કેમ ન આવ્યો. કદાચ રજત મને એટલો પ્રેમ કરે છે કે મને સ્હેજ પણ તકલીફ આપવા નથી માંગતો. ...Read More

61

તરસ પ્રેમની - ૬૧

રજત અને મેહા પાર્ટીમાંથી નીકળી ગયા. મેહા અને રજત ઘરે પહોંચે છે. મેહા ઘરેણાં ઉતારી રહી સાડીમાંથી સેફ્ટીપીન કાઢી. વોશરૂમ માં ચેન્જ કરવા જતી હતી કે રજતે મેહાને પકડી દિવાલ પાસે ઉભી રખાડી. રજત મેહાની એકદમ નજીક હતો. રજતની નજર મેહા નાં હોઠ ઉપર પડે છે. મેહાએ પાંપણો ઝૂકાવી લીધી. રજતે મેહાને ગાલ પર કિસ કરી. કિસ કરતાં કરતાં રજતના હોંઠ ગરદન પર ફરવા લાગ્યા. રજતે સાડીનો છેડો ઉતારી દીધો. રજતના હોઠ ગરદનની નીચે તરફ ફરવા લાગ્યા. થોડીવાર પછી રજતને ખ્યાલ આવ્યો કે મેહા તો કંઈ ફીલ જ નથી કરી રહી. રજત પહેલાં મેહાને સ્પર્શ કરતો ત્યારે મેહાની ...Read More

62

તરસ પ્રેમની - ૬૨

બીજા દિવસે ડોક્ટરે રજતને ફોન કરીને પહેલાં એ સવાલ પૂછ્યો કે તમારા લવ મેરેજ છે. રજતને પણ આશ્ચર્ય થયું ડોક્ટરે આ સવાલ કેમ પૂછ્યો?રજત:- "હા ડોક્ટર મારા અને મેહાના લવ મેરેજ છે."ડોક્ટર:- "ઑકે તો મેહાના રિપોર્ટસ આવી ગયા છે. તમે આવી જાઓ."રજત:- "ઑકે."ડોક્ટરે પરેશભાઈને પણ બોલાવી લીધા.થોડીવાર પછી રજત ડોક્ટર પાસે પહોંચે છે. ડોક્ટર:- "Thank God કે તમારા લવ મેરેજ છે નહીં તો મને ડાઉટ જતે કે મેહા તમારા લીધે ડિપ્રેશન માં છે. અને કાલે જ મમતાબહેન સાથે વાત થયેલી. મમતાબહેને કહ્યું પણ હતું કે મેહા તમારી સાથે ખુશ છે."રજત:- "ડોક્ટર મેહાના રિપોર્ટસ."ડોક્ટર રિપોર્ટ આપે છે. રજત:- "મેહાને બધું યાદ આવી જશે ...Read More

63

તરસ પ્રેમની - ૬૩

ક્રીના:- "પહેલાં તું મને એ કહે કે આ રજત કોણ છે?"મેહા:- "હું રજત વિશે એટલાં માટે પૂછું છું કે જ્યારે હોશમાં આવી ત્યારે મારાથી રજતનુ નામ‌ લેવાયું હતું."ક્રીના:- "હશે કોઈ તારા ક્લાસમાં અથવા તારા ફ્રેન્ડ સર્કલમા. તું રજતને ઓળખે છે?"મેહા:- "કદાચ તો નથી ઓળખતી." ક્રીના:- "તું નથી ઓળખતી તો વધારે ન વિચાર... ઑકે?"મેહા:- "ઑકે."થોડીવાર પછી ક્રીના પોતાના બેડરૂમમાં જઈ મેહાને ખ્યાલ ન આવે એ રીતે રજતને ફોન કરે છે. રજત ફોન રિસીવ કરે છે.ક્રીના:- "હૅલો રજત. મેહા તારા વિશે પૂછતી હતી. અને એ તારા વિશે જાણવા ખૂબ બેચેન હતી. એટલી બેચેન હતી કે એક ક્ષણ મને લાગ્યું કે ક્યાંક મેહા ...Read More

64

તરસ પ્રેમની - ૬૪

એક સાંજે રજત બિઝનેસ મીટિંગ માટે એક રેસ્ટોરન્ટમાં ગયો હતો. મીટીંગ પૂરી થઈ ગઈ હતી. રેસ્ટોરન્ટમાં કોઈક ડીનર કરી હતા તો કોઈક નાસ્તો કરી રહ્યા હતા. સ્ટેજ પર મ્યુઝિક વાગી રહ્યું હતું અને એક સિંગર Song ગાઈ રહ્યો હતો. રજતની બાજુના ટેબલ પર એક કપલ ઝઘડો કરી રહ્યું હતું. યુવક:- "તું કેટલી ઘમંડી છે... તારામાં કેટલો ઈગો છે યાર?"યુવતી:- "એ જ તો તને કહેવાની કોશિશ કરું છું કે હું ઘમંડી કેમ છું પણ તું છે કે મને સમજવાની કોશિશ નથી કરતો."ઝઘડો એટલો વધી ગયો કે યુવકે ગુસ્સામાં કાચનો ગ્લાસ તોડી નાંખ્યો. આ કપલના ઝઘડાને કારણે સિંગરે ગાવાનું બંધ કરી દીધું...મ્યુઝિક બંધ ...Read More

65

તરસ પ્રેમની - ૬૫

મેહા અને મિષા રેસ્ટોરન્ટમાં જાય છે.રજતના બીજા કેટલાંય વીડીયો વાઈરલ થયા. પરિણામે દિવસે દિવસે આ રેસ્ટોરન્ટમાં ભીડ વધવા લાગી. રજતે જીન્સ, શર્ટ ઉપર જેકેટ પહેર્યું હતું. રજતે પોતાના વાળને વ્યવસ્થિત બાંધી દીધા હતા. દાઢી પણ માપસરની... રજત ખરેખર ચાર્મિગ અને હેન્ડસમ લાગતો હતો. મિષા અને મેહા ટેબલ પર બેઠાં. મેહાની પાસેના ટેબલ પર કેટલીક યુવતીઓ બેઠી હતી. મેહાને એ યુવતીઓનાં શબ્દો સંભળાયા... "કેટલો hot છે આ રજત રઘુવંશી."મન તો થાય છે કે આ રજતને બાઈટ કરી લઉં." મેહાને ન ગમ્યું કે આ લોકો રજત વિશે આવી વાત કરે છે. રજત સ્ટેજ પર ગયો. મેહાને સ્હેજ પણ ખ્યાલ ન આવે એ ...Read More

66

તરસ પ્રેમની - ૬૬

મેહા મનોમન વિચારે છે "હું જે હરકત કરતી હતી તે રજતે જોઈ હશે. ખબર નહીં રજત મારા વિશે શું હશે. શું વિચારવાનો? એમ જ વિચારતો હશે કે આ અલ્લડ છોકરીને આ કંપનીમાં કેવી રીતે જોબ મળી ગઈ. મેહા હવે તારા બિહેવ પર કંટ્રોલ રાખજે." મેહા જેવી બહાર‌ ગઈ કે રજત મેહાને જોવા લાગ્યો. રજત ખાસ્સી વાર સુધી મેહાને જોઈ રહ્યો. ખબર નહીં મેહાને શું અહેસાસ‌ થયો કે એના શ્વાસના આવનજાવનની પ્રક્રિયા વધી ગઈ. મેહાથી અનાયાસે જ રજતની કેબિન તરફ જોવાઈ જાય છે. રજત તરત જ નજર ફેરવી લે છે. રજત વિચારે છે કે મેહાને કેવી રીતના ખ્યાલ આવ્યો ...Read More

67

તરસ પ્રેમની - ૬૭

રજત તરત જ મેહાને ફોન કરી પોતાની કેબિનમાં બોલાવે છે. મેહા રજતની કેબિનમાં આવે છે. કેબિનમાં કોઈ આવે નહીં રજત કેબિનના દરવાજાની સ્ટોપર મારી દે છે. મેહા પણ મનોમન વિચારવા લાગી કે રજતે દરવાજાની સ્ટોપર કેમ મારી દીધી. રજત મેહાની નજીક ગયો. મેહા પાછળ હટતી જતી હતી અને રજત મેહાની નજીક જવા કદમ આગળ વધારી રહ્યો હતો. મેહા:- "સર શું વાત છે? મને કેમ બોલાવી?"મેહા દિવાલનો‌ ટેકો લઈને ઉભી રહી જાય છે. મેહા:- "શું થયું સર?"રજત:- "તને ખબર નથી કે દુપટ્ટો કેવી રીતના પહેરાય તે?"મેહાએ નજરો ઝૂકાવી દીધી. મેહા:- "પણ થયું શું છે તે તો કહો?"રજત:- "મેહા તું એટલી નાદાન પણ ...Read More

68

તરસ પ્રેમની - ૬૮ - છેલ્લો ભાગ

મેહા સાંજે ચા પીતા પીતા વિચારે છે "ઑહ તો રજતે લગ્ન પછી મને સ્પર્શ સુદ્ધાં નથી કર્યો. Thank God હું બેભાન થઈ ગઈ. નહીં તો મને તો કંઈ યાદ જ ન આવતે. રજતે મને બહું તડપાવી છે હવે હું રજતને તડપાવીશ. બીજા દિવસે મેહા ઑફિસ જાય છે. મેહા પોતાના કામમાં બિઝી હોય છે. રજત ઑફિસ આવે છે. મેહા:- "મેઘના સર માટે ચા લઈને જા."મેઘના:- "હું લઈને જાઉં? પણ દરરોજ તો તું લઈને જાય છે ને?"મેહા:- "અરે એક દિવસ તો લઈ જા. કાલથી હું લઈને જઈશ."મેઘના:- "ઑકે."મેઘના રજત પાસે ચા લઈને જાય છે. રજત:- "મેહા કેમ ન આવી?"મેઘના:- "સર મેહા ...Read More