લવ રિવેન્જ

(4k)
  • 366k
  • 218
  • 179.8k

નવું વર્ષ શરુ થતાંજ H L Commerce Collageનું કેમ્પસ ફરી એકવાર રંગબેરંગી કપડાઓમાં સજેલાં-ધાજેલાં યુવાન હૈયાઓ વડે ભરાઈ ગયું. જ્યાં જોવો ત્યાં એકથી એક સુંદર કન્યાઓ અને તેમની આજુબાજુ ફુલોનો રસ ચૂસવા મથતા ભમરા જેવાં છોકરાઓ. છોકરાં-છોકરીઓના અનેક ગ્રુપોમાં વહેંચાયેલું કેમ્પસ અને તેની કેન્ટીન ફરીવાર એજ જૂની ધમાલ મસ્તીથી ઝૂમી ઉઠી. પ્રથમ વર્ષમાં આવનાર નવાં યુવાન-યુવતીઓ અને કોલેજનાં જૂનાં વિદ્યાર્થીઓથી કેન્ટીન જાણે બગીચો બની ગઈ. ચા-નાસ્તાની રેલમછેલ અને એકબીજાની ખેંચાખેંચ. જાણે કોલેજની યુવાની પાછી આવી.

Full Novel

1

લવ રિવેન્જ

લવ રીવેન્જ પ્રકરણ-૧ નવું વર્ષ શરુ થતાંજ H L Commerce કેમ્પસ ફરી એકવાર રંગબેરંગી કપડાઓમાં સજેલાં-ધાજેલાં યુવાન હૈયાઓ વડે ભરાઈ ગયું. જ્યાં જોવો ત્યાં એકથી એક સુંદર કન્યાઓ અને તેમની આજુબાજુ ફુલોનો રસ ચૂસવા મથતા ભમરા જેવાં છોકરાઓ. છોકરાં-છોકરીઓના અનેક ગ્રુપોમાં વહેંચાયેલું કેમ્પસ અને તેની કેન્ટીન ફરીવાર એજ જૂની ધમાલ મસ્તીથી ઝૂમી ઉઠી. પ્રથમ વર્ષમાં આવનાર નવાં યુવાન-યુવતીઓ અને કોલેજનાં જૂનાં વિદ્યાર્થીઓથી કેન્ટીન જાણે બગીચો બની ગઈ. ચા-નાસ્તાની રેલમછેલ અને એકબીજાની ખેંચાખેંચ. જાણે કોલેજની યુવાની પાછી આવી. દરેક ગ્રુપમાં સુંદર અને હોટ છોકરીઓનો વટ પડતો. તેમનો પડ્યો બોલ ઝીલતો. એમાંય તે સુંદર છોકારીની જોડે “સેટિંગ” કરવાનાં ચક્કરમાં ...Read More

2

લવ રીવેન્જ - ૨

લવ રીવેન્જ પ્રકરણ-૨ “તો સમજ્યો તારે આ કામ કરવાનું છે.....એ બાઈકવાળા ને થોડો મેથીપાક આપવાનો છે....got it...?” બીજા સવારે લાવણ્યાએ કોલેજ પહોંચીને વિશાલ જોડે વાત કરતા કહ્યું. બંને કોલેજની કેન્ટીનમાં બેઠાં હતાં. એ બાઈકવાળા યુવાનને પાઠ ભણાવવાનું નક્કી કરી ચુકેલી લાવણ્યા તેના ગ્રુપથી અલગ જુદાં ટેબલ ઉપર વિશાલ જોડે બેઠી હતી. “મને શું મળશે....?” ટાઈટ પિંક ટોપ અને જીન્સમાં સજેલી લાવણ્યાના પુષ્ટ ઉભારો સામે જોઈ રહેલો વિશાલ તેની આંખો નચાવતા બોલ્યો. “તારે શું જોઈએ છે...?” લાવણ્યાએ સીધો પ્રશ્ન પૂછ્ય “તને ખબર છે ને કે કોલેજમાં લડાઈ-ઝગડા કરવાથી મારી ઈમેજની પથારી ફરી ગઈ છે...?” વિશાલે કહ્યું “મારા બાપા મારી ઉપર ...Read More

3

લવ રિવેન્જ - ૩

લવ રીવેન્જ પ્રકરણ-૩ કોલેજનાંજ Convention Hall માં ફ્રેશર્સ પાર્ટી રાખવામાં આવી હતી. લાવણ્યાની આગેવાનીમાં આખી પાર્ટીની તૈયારી થઇ હતી. Convention Hallને પાર્ટીને અનુરૂપ સજાવવામાં આવ્યો હતો. રંગબેરંગી લાઈટો, બલૂન્સ વગેરેથી આખો Hall ઝગમગી ઉઠ્યો હતો. DJની તાલે પ્રથમ વર્ષના ફ્રેશર્સ તેમજ તેમનાં સિનીયર્સ ઝૂમી રહ્યા હતા. પાર્ટી શરુ થયે એક કલાક જેટલો સમય થઇ ગયો હતો. મોટાભાગના યુવાન/યુવતીઓ આવી ચુક્યા હતા. પરંતુ લાવણ્યા જેની કાગડોળે રાહ જોઈ રહી હતી તે યુવાન-સિદ્ધાર્થનો હજી કોઈ અત્તોપત્તો નહોતો. “હાય લાવણ્યા.....!” ફ્રેશર્સ પાર્ટીમાં આવી પહોંચેલાં વિશાલે પાર્ટી હોલના મુખ્ય દરવાજે ઉભેલી લાવણ્યાને જોતાંજ કહ્યું “વાહ....! જોરદાર હોટ લાગી રહી છે યાર તું તો...!” ...Read More

4

લવ રિવેન્જ - ૪

લવ રીવેન્જ પ્રકરણ-4 “તારે ફક્ત એક્ટિંગ કરવાની હતી....!” લાવણ્યા બોલી “તું તો ખરેખર મજા લઇ રહ્યો હતો...!”. સામે વિશાલ સ્ટેન્ડ કરેલા બાઈક ઉપર બેઠો હતો. અગાઉ નક્કી કર્યા મુજબ સવાર-સવારમાં લાવણ્યા વિશાલ અને રાકેશને મળવા S G Highway પર આવેલી ખેતલાપા ટી-સ્ટોલ ઉપર ગઈ હતી. આજુબાજુ તેમનાં જેવા અનેક યુવાન-યુવતીઓ સવારમાં ચાની ચુસ્કી લઇ રહ્યાં હતા. એટલાંમાં રાકેશ ત્રણેય માટે ચા લઈને આવ્યો. “અરે chill બેબ...!” વિશાલે ચાનો કપ હાથમાં લીધો અને લાવણ્યા સામે ધર્યો “તું ચા પીને પે’લા....! પછી બીજી વાત....” લાવણ્યાએ ચાનો કપ હાથમાં લીધો રાકેશ બાઈકના સ્ટીયરીંગ પાસે ઉભો રહ્યો. “મારો ફોન...!?” રાકેશે લાવણ્યા સામે જોઇને ...Read More

5

લવ રિવેન્જ - ૫

લવ રીવેન્જ પ્રકરણ-5 ત્યારપછીના લગભગ એક-દોઢ મહિના સુધી લાવણ્યા સિદ્ધાર્થને પટાવવા તેને ભાવ આપતી રહી. ક્યારેક લંચ માટે, ક્યારેક માટે, ક્યારેક મૂવી માટે તો અમસ્તુંજ ક્યાંક ફરવા સાથે જવા માટે, લાવણ્યાએ અનેક દાવ અજમાવી જોયા. પણ સિદ્ધાર્થ માટે તો જાણે લાવણ્યા કોઈ સાધારણ છોકરી હતી. તે મોટેભાગે લાવણ્યાને અવગણતો તેમજ લાવણ્યાની કોઈપણ વાત તે મોટેભાગે મજાકમાં જ ઉડાવી દેતો. ઘણીવાર તો તે લાવણ્યાને જવાબ પણ નહોતો આપતો. એક સમયે જે લાવણ્યાની કોલેજમાં એક ઘમંડી છોકરી તરીકેની છાપ હતી, તે છાપ સિદ્ધાર્થના આવ્યા પછી જાણે મજાક બની ગઈ હતી. અગાઉ લાવણ્યા કોઈનું પણ અપમાન કરી નાખતી તેમજ તેને વાતવાતમાં ...Read More

6

લવ રિવેન્જ - ૬

લવ રીવેન્જ પ્રકરણ-6 “મેરેજ ફિક્સ થઈ ગયાં...?” લાવણ્યા માંડ બોલી “ક્યારે...?” સિદ્ધાર્થ અને નેહાએ લાવણ્યાને ઘરે ડ્રોપ કરી દીધાં લાવણ્યા તેનાં બેડ ઉપર પડી-પડી નેહા અને સિદ્ધાર્થ સાથે કારમાં થયેલી તેમની વાતચીત યાદ કરી રહી હતી. જ્યારે નેહાએ કહ્યું કે તેનાં અને સિદ્ધાર્થના મેરેજ ફિક્સ થઈ ગયાં છે ત્યારે લાવણ્યાની આંખોમાં ઝળહળીયાં આવી ગયાં હતાં. અત્યારે પણ જ્યારે તે નેહાએ કહેલી વાત યાદ કરી રહી હતી ત્યારે તેની આંખોના ખૂણા ભીંજાઇ ગયાં હતાં. લાવણ્યા ફરીવાર નેહાએ સાથે થયેલી એ વાતચિત યાદ કરવાં લાગી..... “બે વર્ષ પહેલાં...!” નેહા બોલી. “અમે બંને ક્ષત્રિય છીએને ....! તો અમારાંમાં મોટેભાગે વહેલાં ...Read More

7

લવ રિવેન્જ - ૭

લવ રીવેન્જ પ્રકરણ-7 “તારી આખી વાતમાં તે એ ના કીધું કે સિદ્ધાર્થ જોડે લગ્ન કરવાની ના કેમ પાડે છે....!?” વિશાલ લાવણ્યાને પુછવાં લાગ્યો. લાવણ્યાએ વિશાલને નેહા અને સિદ્ધાર્થ સાથે કારમાં થયેલી વાતચિત કહી સંભળાવી હતી. વાત કરતાં-કરતાં લાવણ્યાની અનેક વખત આંખોમાં અનેક વખત પાણી આવી ગયું હતું. “નેહાએ એ વાત ટાળી દીધી હતી....!” લાવણ્યા બોલી “મેં બહુ પ્રયત્ન કર્યો....! પણ તેણે સફાઈપૂર્વક વાત ટાળી દીધી હતી....!” “હમ્મ...!” વિશાલ વિચારવાં લાગ્યો. તેણે ખીસ્સાંમાંથી લાઇટર અને એક સિગારેટ કાઢી. રોડ તરફ જોઈને તેણે સિગારેટ સળગાવી. “તું હમ્મ કરીને શું ચૂપ થઈ ગયો છે...!?” વિશાલે હજીતો સિગારેટના એક-બે ...Read More

8

લવ રિવેન્જ - ૮

લવ રિવેંજપ્રકરણ-8 "વોટ નોનસેન્સ...!?" નેહાની જોડે કેન્ટીનમાં બેઠેલી લાવણ્યા તાડૂકી. જ્યારે નેહાએ કહ્યું કે તે સિદ્ધાર્થ જોડે એટ્લે લગ્ન કરવાં માંગતી કેમકે તે કોઈ અન્ય છોકરાને લવ કરે છે ત્યારે ત્યાં હાજર ગ્રૂપના બધાંજ છોકરાં છોકરીઓ ચોંકી પડ્યાં હતા. લાવણ્યાને તો વિશ્વાસજ નહોતો થતો. "તું સિદ્ધાર્થને પડતો મૂકીને બીજા કોને લવ કરે છે...!?" લાવણ્યાએ ઉગ્ર સ્વરમાં પૂછ્યું. બીજાં બધાંને પણ વાતમાં રસ પડતાં તેઓ તેમનાં મોબાઇલ મંતરવાના મૂકીને નેહાની વાત સાંભળી રહ્યા. "Its not your business લાવણ્યા...!" નેહાએ તદ્દન ભાવવિહીન સ્વરમાં લાવણ્યાને મહત્વ આપ્યાં વિના કહ્યું. લાવણ્યા છક થઈ ગઈ. બીજાં બધાંપણ એકબીજાના મોઢાં તાકવાં લાગ્યા. તેમને તો વિશ્વાસજ ...Read More

9

લવ રિવેન્જ - ૯

લવ રિવેંજપ્રકરણ-9 "તો ....! તું વડોદરાનો રહેવાસી છે....! એમને...!?" મસ્ત રોમેન્ટીક વાદળછાયાં વરસાદી વાતાવરણમાં લાવણ્યા અને સિદ્ધાર્થ રિવરફ્રન્ટ ઉપર કરી રહ્યાં હતાં. "હમ્મ...!" સિદ્ધાર્થે હામી ભરી. "તું રોજે વડોદરાથી આવે છે....!?" લાવણ્યાએ પૂછ્યું. "ના...!" સિદ્ધાર્થ બોલ્યો "હું અંહિયા મારાં મામાને ત્યાં રહું છું...!" "ohk...!" બંને થોડીવાર સુધી ચૂપચાપ આગળ ચાલ્યાં. "આ શનિ-રવિ તું ફ્રી છે...!?" લાવણ્યાએ તેની સામે જોયું. "હાં...! કેમ...!?" "તારી ઈચ્છા હોય તો આપણે નજીકમાં ક્યાંક ફરવા જઈએ...!?" લાવણ્યાએ પૂછ્યું. સિદ્ધાર્થ સાબરમતી નદીમાં તરી રહેલી સ્પીડ બોટો તરફ જોયું અને વિચારવા લાગ્યો. "જો તું કમ્ફર્ટેબલ હોય તોજ હો...!" લાવણ્યાએ ફરી કહ્યું. "અમ્મ...! હું વિચારું જોવું...!" સિદ્ધાર્થ બોલ્યો ...Read More

10

લવ રિવેન્જ - ૧૦

લવ રિવેન્જપ્રકરણ-10 "ઓયે....!" ખેતલપા પહોંચીને લાવણ્યાએ પાછળની તરફથી વિશાલની પીઠ ઉપર જોરથી ધબ્બો મારતાં કહ્યું "કેમ આમ સાવ કોરો-કોરો છે...!? કઈંક મંગાવ..! આજે તો ડબલ મસ્કો મારીને મસ્કાબન મંગાવ...! મારાં તરફથી..!" "ઓહો...!?" લાવણ્યાના ચહેરાની ખુશી જોઈને વિશાલ બોલ્યો "શું વાત છે આજે...!? પાર્ટી ફોર્મમાં છે....!" "અરે you won't believe કે આજે શું થયું...!" લાવણ્યા દરેક ગુજરાતીની જેમ અડધું ગુજરાતી અડધું અંગ્રેજી બોલી "આજેતો સ્વર્ગના બધાંજ દેવતાઓ મારી ઉપર પ્રસન્ન થઈ ગયાં...!" "એમ...!? શું વરદાન આપ્યું...!?" વિશાલ મ્હોં બનાવતા બોલ્યો "સિદ્ધાર્થ....!" લાવણ્યા ફૂલફોર્મમાં આઇબ્રો નચવતા બોલી અને તરતજ વિશાલની બાજુમાં બાઇકની સીટ ઉપર બેઠી. "એટ્લે...!?" વિશાલ તેની સામે જોઈને બોલ્યો. ...Read More

11

લવ રિવેન્જ - 11

લવ રિવેન્જપ્રકરણ-11 લગભગ પંદરેક દિવસ પછી....... નેહાએ મેરેજની ના પડતાં સિદ્ધાર્થે છેવટે તેને માનવવાનાં પ્રયત્નો પડતાં મૂક્યાં હતાં. તેમજ બાજુથી પોતાનું ધ્યાન હટાવી અન્યત્ર લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે એમ કરવામાં એને ખાસ મુશ્કેલી નહોતી પડી. કેમકે લાવણ્યાએ ખૂબ ઝડપથી સિદ્ધાર્થનું મન પોતાનાં તરફ ડાયવર્ટ કરી દીધું હતું. બંને એકબીજાની ઘણા નજીક આવી ગયાં હતાં. સિદ્ધાર્થે નેહા સાથે પોતાનાં પાસ્ટ વિષે બધુંજ કહી દીધું હતું. લાવણ્યાએ પણ પોતાનાં ભૂતકાળ વિષે સિદ્ધાર્થને બધુજ સાચું કહી દીધું હતું. લાવણ્યાએ ઈમાનદારીથી પોતાનાં અન્ય છોકરાઓ સાથેનાં લફરાં, sexual રિલેશન વગેરે વિષે બધુજ કોઈપણ જાતનાં સંકોચવિના સાચેસાચું કહી દીધું હતું. બંને કોલેજ સિવાય ઘણોબધો ...Read More

12

લવ રિવેન્જ - 12

લવ રિવેન્જ પ્રકરણ-12 બે અઠવાડિયાં પછી....... વિશાલ સાથે વાત થયાબાદ લાવણ્યાએ સિદ્ધાર્થને પોતાની તરફ ખેંચવાં માટે પોતાનાં પ્રયત્નો વધુ કર્યા હતા. લાવણ્યા હવે છૂટથી સિદ્ધાર્થ જોડે ફ્લર્ટ કરતી તેમજ સિદ્ધાર્થ જોડે શારીરિક છૂટછાટ પણ લેતી. તે સિદ્ધાર્થને ગમે ત્યારે છેડતી. અડપલાં કરતી. શરૂઆતમાં સિદ્ધાર્થ ઘણીવાર તેનાથી ચીડાતો. છતાંપણ એ વાતની પરવા કર્યાવિના લાવણ્યા હકથી તેને છેડતી, ફ્લર્ટ કરતી, અડપલાં કરતી. ધીરે-ધીરે સિદ્ધાર્થને લાવણ્યાનાં એવાં વર્તનની આદત પડી ગઈ. લાવણ્યાનાં વર્તનને તે હવે હળવાશથી લેતો. લાવણ્યા પોતે જેવુ વર્તન તેની જોડે કરતી તેવોજ પ્રતીભાવ તે સિદ્ધાર્થ તરફથી પણ ઝંખતી. જોકે સિદ્ધાર્થ તરફથી મોટેભાગે પ્રતીભાવ "સ્માઇલ" પૂરતોજ રહેતો. ફ્લર્ટ હોય કે ...Read More

13

લવ રિવેન્જ - 13

લવ રિવેન્જ પ્રકરણ-13 "એ મારો નહીં થાયને...!?" લાવણ્યાએ રડમસ સ્વરમાં ભીંજાયેલી વિશાલને પૂછ્યું. બંને રોજની જેમ મોડી સાંજે ખેતલાપા ટી-સ્ટોલ મળ્યાં હતાં. સવારે નેહાએ કેન્ટીનમાં કરેલાં ઝઘડાં વખતે વિશાલ ત્યાં હાજર નહોતો. લાવણ્યાએ મળ્યાં પછી બધી વાત વિશાલને કહી સંભળાવી હતી. સાથે એપણ જણાવ્યુ કે સિદ્ધાર્થ હજીપણ તેનાથી દૂર રે' છે. અને એક કિસ માટે પણ તરસાવે રાખે છે. આખીવાત જણાંવતી વખતે લાવણ્યાની આંખો અનેક વખત ભીંજાઇ ગઈ હતી. "નવરાત્રિની ખરીદી કરી લીધી....!?" લાવણ્યાનું મન ડાયવર્ટ કરવાં વિશાલે લાવણ્યાને પૂછ્યું. "ના....!" પોતાની એક્ટિવા ઉપર બેઠેલી લાવણ્યા ખિન્ન સ્વરમાં બોલી "બસ હજી વિચારી રહી છુ....!" ...Read More

14

લવ રિવેન્જ - 14

લવ રિવેન્જ પ્રકરણ-14 "ટ્રિંગ....ટ્રિંગ....ટ્રિંગ....!" લગભગ સવા સાત વાગ્યે લાવણ્યાના મોબાઇલમાં મૂકેલું એલાર્મ વાગ્યું. છેલ્લાં એક કલ્લાકમાં આ ચોથી વખત એલાર્મ વાગી રહ્યું હતું. દર વખતે પચાસ સેકંડ જેટલું વાગીને બંધ થઈ જતું એલાર્મ લાવણ્યાએ મૂળ છ વાગ્યાનું મૂક્યું હતું. પણ સિદ્ધાર્થનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યાને રાત્રે ત્રણેક વાગ્યા સુધી ઊંઘજ નહોતી આવી. બેડમાં પડખાં ફેરવતાં-ફેરવતાં છેવટે મળસ્કે સાડા ચાર વાગ્યે તે માંડ ઊંઘી હતી. મોડાં સૂવાંને લીધે છેલ્લાં કલ્લાકમાં ત્રણેક વખત એલાર્મ વાગ્યું હોવાં છતાં લાવણ્યા જાગી નહોતી. આંખો ચોળતી લાવણ્યા છેવટે બેડ ઉપર બેઠી થઈ અને બેડની બાજુમાં ડ્રૉઅર ઉપર પડેલો મોબાઇલને ઉઠાવી એલાર્મ બંધ કરવાં ...Read More

15

લવ રિવેન્જ - 15

લવ રિવેન્જ પ્રકરણ-15 "સિદ્ધાર્થ....! 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચતાંજ સિદ્ધાર્થને તાત્કાલિક સ્ટ્રેચરમાં સૂવાડી એમ્બ્યુલન્સમાંજ પ્રાઇમરી હેલ્થ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરી દેવાયું હતું. લાવણ્યા પણ એમ્બ્યુલન્સમાં ચડી ગઈ હતી અને સિદ્ધાર્થનો હાથ પકડી તેની જોડેજ ઊભી હતી. એમ્બ્યુલન્સમાં તેણે રડારડ કરી મૂકી હતી. "અરે બે'ન તમે બંધ થાઓ....! અમે આ ભાઈનો ઈલાજ કરીએ કે તમારું રડવાનું બંધ કરાવીએ...!" એમ્બ્યુલન્સમાં સિદ્ધાર્થની સારવાર કરી રહેલો એક સ્ટાફનો માણસ બોલ્યો. એમ્બ્યુલન્સની આજુબાજુ હજીપણ ભીડ જમાં થયેલી હતી. કેટલાંક સમજુ નાગરિકો ભીડ ઓછી કરવાં માટેનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. કોલેજનાં ગેટ આગળજ એક્સિડેંન્ટ થયો હોવાથી ગેટની જોડેજ ભીડ જમાં થઈ ગઈ ...Read More

16

લવ રિવેન્જ - 16

લવ રિવેન્જ પ્રકરણ-16 રૂમમાં અંધારું હતું અને બેડ ખાલી લાવણ્યા નવાઈ પામીને દરવાજો ખોલીને અંદર દાખલ થઈ. "પ્રેમ....! પ્રેમ...!" ગભરાઈ ગયેલી લાવણ્યા તેની તરફ ફરી "સિદ્ધાર્થ...! સ.....સિદ્ધાર્થ તો છે નઈ....?" "લાવણ્યા....! ડોન્ટ વરી...!" પ્રેમ લાવણ્યાને પકડીને શાંત કરાવાં લાગ્યો "એનાં રિલેટિવ્સ આવવાંનાં હતાંને....! તો આ રૂમ બહુ નાનો છે...! એટ્લે કદાચ એને બીજા રૂમમાં શિફ્ટ કર્યો હશે....!" "હાં....!હાં....!" લાવણ્યાને પ્રેમની વાત ગળે ઉતરતાં તે થોડી શાંત થઈ બધાં રૂમની બહાર આવ્યાં. લાવણ્યા આજુબાજુ જોવાં લાગી. "અરે ભાઈ...!" એક વૉર્ડબોયને ત્યાંથી પસાર થતો જોઈને તેણે ઊભો રાખ્યો "આ રૂમમાં સિદ્ધાર્થ હતો....! એમને કયાઁ ...Read More

17

લવ રિવેન્જ - 17

લવ રિવેન્જ પ્રકરણ-17 "મેડમ....! સાહેબને ઈંજેક્શન આપવાનું છે....!" દરવાજો ખોલતાંજ દરવાજે ઊભેલી નર્સ બોલી. લાવણ્યાએ સહેજ આઘાં ખસીને જગ્યા આપતાં લાવણ્યા નર્સ અંદર આવી ગઈ અને સિદ્ધાર્થનાં બેડ પાસે જવાં લાગી. લાવણ્યા પણ હળવાં પગલે નર્સની પાછળ પાછળ જવાં લાગી. નર્સે નોટપેડમાંથી જોઈને ફટાફટ બેડની બાજુનાં ડ્રૉઅરમાંથી નીડલ અને ઈંજેક્શન કાઢ્યું અને સિદ્ધાર્થનાં ડાબાં હાથે લાગેલી નીડલમાં ઈંજેક્શન આપી તેની કેપ બંધ કરી જવાં લાગી. "સર ....! હવે તમે આરામ કરજો...! જાગતાં નઈ....! કાલે સવારે એક્સરે-MRI કરવાનાં છે....!" જતાં-જતાં નર્સે કહ્યું. તે હવે દરવાજો ખોલીને બહાર જતી રહી. લાવણ્યા પાછી દરવાજા તરફ જવાં લાગી. "દ...દરવાજાની કડી ...Read More

18

લવ રિવેન્જ - 18

લવ રિવેન્જ પ્રકરણ-18 "આ બધું શું થઈ ગ્યું.....!?" અંકિતાનાં ખભે મૂકીને કામ્યા મોટેથી રડી રહી હતી. હોસ્પિટલનાં પાર્કિંગમાં બેભાન થયાં પછી લાવણ્યાને એજ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરી દેવાઈ હતી જ્યાંથી થોડીવાર પહેલાં સિદ્ધાર્થને ડિસ્ચાર્જ અપાઈ હતી. "આ....છોકરી....!શ.... શું થશે....એનું...!?" કામ્યા હવે ડૂસકાં ભરવાં લાગી. અંકિતા તેની પીઠ પસવારી રહી હતી. જોકે તે પોતે પણ રડી રહી હતી. બંને ઈમરજન્સી રૂમની સામે બેઠક ઉપર બેઠાં હતાં. ત્રિશા પણ ઢીલી થઈને કામ્યાની બીજી બાજુ બેઠી-બેઠી તેને શાંત કરાવવાંનો પ્રયન્ત કરી રહી હતી. જોડે ઉભેલો પ્રેમ માંડ પોતાને ભાંગી પડતાં રોકી રહ્યો હતો. રોનકની હાજરીને લીધે પ્રેમ પોતાને ભાંગી ...Read More

19

લવ રિવેન્જ - 19

લવ રિવેન્જ પ્રકરણ-19 "એ પાછો નહીં આવે....!" કાર નજરોથી ઓઝલ થઈ છતાંપણ લાવણ્યા એ દિશામાં જોઈને ઊભાં-ઊભાં ધિમાં સ્વરમાં બબડી રહી હતી"એ પાછો નહીં આવે....!" લાવણ્યાની આંખોમાંથી હવે આંસુઓની ધાર વહી રહી હતી. થોડીવાર ત્યાંજ ઊભાં રહીને બબડાટ કર્યા પછી લાવણ્યાએ પાછાંવળીને અંકિતા તરફ જોયું. તે હજીપણ તેનાથી થોડેદૂર ત્યાંજ ઊભી હતી. તે પણ ત્યાં ઊભી-ઊભી રડી રહી હતી. લાવણ્યા હવે ધીમાં પગલે ચાલતી-ચાલતી તેની તરફ જવાં લાગી. અંકિતા પણ એજરીતે તેની તરફ આવવાં લાગી. થોડું નજીક પહોંચતાંજ લાવણ્યા દોડીને અંકિતાને વળગી પડી અને મોટાં અવાજે રડી પડી. "એ...એ પાછો નહીં આવે....!" "લાવણ્યા....! ...Read More

20

લવ રિવેન્જ - 20

લવ રિવેન્જ પ્રકરણ-20 "સિદ્ધાર્થ.....!" લાવણ્યાથી જોરથી બૂમ પડાઈ ગઈ. કમ્પાઉન્ડમાં તેની સામેજ લાઇટ ગ્રે બ્લેઝર, અંદર બ્લેક ટી-શર્ટ, બ્લૂ જીન્સમાં સિદ્ધાર્થ ઊભો હતો. તે લાવણ્યાને ભાવપૂર્વક જોઈ રહ્યો હતો અને તેનાં હોંઠ ઉપર હળવી ક્યૂટ સ્માઇલ હતી. તેને જોતાંજ લાવણ્યાનું હ્રદય અને ચેહરો ખીલી ઉઠ્યો. તેની ખુશીનો પાર ના રહ્યો અને તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવાની શરૂ થઈ ગઈ. લાવણ્યાનાં હાથમાં રહેલો તેનો ફોન છૂટી ગયો. અચાનક તેનાં શરીરમાં જાણે નવો પ્રાણ ફૂંકાયો હોય અને તે જીવી ઉઠી હોય એવું લાવણ્યાને ફીલ થયું.તે ઝડપથી દોડી અને સિદ્ધાર્થની જોડે પહોંચી કૂદીને તેને વળગી પડી. તે એટલું ...Read More

21

લવ રિવેન્જ - 21

લવ રિવેન્જ પ્રકરણ-21 "બધાં રાહ જોતાં ઊભાંજ છે....!" બાઇક ચલાવી સિદ્ધાર્થે પાછળ તેને ચીપકી બેઠેલી લાવણ્યાને કહ્યું. તેઓ કોલેજ પહોંચવાંજ આવ્યાં હતાં. રોડની પેલી બાજુ કોલેજનાં ગેટનાં ઢાળ ઉપર ગ્રૂપનાં બધાંજ ટોળું વળીને રાહ જોતાં ઊભાં હતાં. "આ બાજુ થોડું દૂર ઊભું રાખજેને ....!" લાવણ્યાએ હાથ કરીને સિદ્ધાર્થને કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ પાસે ગ્રુપનાં ફ્રેન્ડ્સથી થોડું દૂર બાઇક ઊભું કરવાં જણાવ્યું. સિદ્ધાર્થે ડોકી હલાવીને બાઇકનાં સાઇડ મિરરમાં જોયું. પાછળ કોઈ સાધન નથી આવતું એ જોઈને સિદ્ધાર્થે બાઇક વાળીને રોડની બીજી બાજુ કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ જોડે ધીમી સ્પીડે ચલાવ્યું. રોયલ એનફિલ્ડનો ...Read More

22

લવ રિવેન્જ - 22

લવ રિવેન્જ પ્રકરણ-22 ફોન ઉપાડ....! ફોનતો ઉપાડ લાવણ્યા લગભગ અડધો કલ્લાકથી સિદ્ધાર્થને ફોન કરી રહી હતી. અનેકવાર રીંગો માર્યા પછી પણ સિદ્ધાર્થ ફોન નહોતો ઉઠાવી રહ્યો. રઘવાઈ થઈ ગયેલી લાવણ્યા હવે સોસાયટીના નાકે ઊભી-ઊભી આમતેમ આંટાં મારી રહી હતી. સિદ્ધાર્થના ગયાં પછી પણ લાવણ્યા ત્યાંજ ઊભી રહી ગઈ હતી. ઓહ ગોડ સિડ....! પ્લીઝ ફોન ઉપાડ....! લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થનો નંબર ડાયલ કરી પોતાનો મોબાઇલ કાને ધર્યો. આખી રિંગ વાગી જવાં છતાંપણ સિદ્ધાર્થે ફોન ના ઉપાડયો. ક....કેટલો હર્ટ કરી દીધો મેં તને....! છેવટે લાવણ્યા એકલી-એકલીજ ત્યાં ઊભી રડવાં લાગી. વિશાલ જોડે પૈસાં લીધાની વાત જાણીને ઢીલો થઈ ...Read More

23

લવ રિવેન્જ - 23

લવ રિવેન્જ પ્રકરણ-23 "“એ તારો નઈ થાય.....!” સુભદ્રાબેને કહેલાં શબ્દોનાં હવે લાવણ્યાનાં મનમાં પડવાં લાગ્યાં. લાવણ્યા આઘાતથી તેની મમ્મી સામે શૂન્ય મનસ્ક જોઈ રહી. અગાઉ વિશાલ, પ્રેમ, અંકિતા અને કામ્યા સહિત અન્ય મિત્રોએ પણ લાવણ્યાને આવુંજ કઇંક કહ્યું હતું. પણ એ વખતે સિદ્ધાર્થ લાવણ્યા સાથે જોઈ તેટલો નહોતો ઓપન થયો એમ માની લાવણ્યાએ બધાં મિત્રોની એ વાતને વધુ મહત્વ નહોતું આપ્યું. છતાંપણ એ ડર લાવણ્યાનાં મનમાં ઘર જરૂર કરી ગયો હતો કે સિદ્ધાર્થ તેનાથી છીનવાઈ જશે. નેહા તેને છીનવી લેશે. જેમ-જેમ સિદ્ધાર્થ તેનાં તરફ ઢળતો ગયો એમ-એમ લાવણ્યાનાં મન રહેલો એ ડર ઓછો થવાં લાગ્યો ...Read More

24

લવ રિવેન્જ - 24

લવ રિવેન્જ પ્રકરણ-24 “હવે ગરબાં પ્રેક્ટિસ શરૂ નથી ત્રિશા બધાંને ઉદ્દેશીને બોલી. લંચ કર્યા પછી બધાં કોલેજનાં ડ્રામાં સ્ટુડિયોમાં ગોળ સર્કલ બનાવીને બેઠાં હતાં. ડ્રામાં સ્ટુડિયો એક વિશાળ લંબચોરસ મોટો રૂમ હતો. છતમાં મોટી અનેક ફોકસ લાઇટ્સ લાગેલી હતી. સામે વચ્ચેની એક દીવાલને અડીને મોટું સ્ટેજ હતું. જે અત્યારે ઉપયોગમાં નાં લેવાનું હોઇ કાળાં પડદાં વડે ઢાંકેલું હતું. સ્ટેજની સામે પ્રેક્ષકોને બેસવાની ચેયર્સ હટાવીને ચારેય બાજુની દીવાલને અડાડીને એક હરોળમાં મૂકી દેવાઈ હતી. જેથી નવરાત્રિનાં ગરબાંની પ્રેક્ટિસ માટે સ્ટુડન્ટ્સને જગ્યાં મળી રહે. ડ્રામાં સ્ટુડિયોમાં અન્ય સ્ટુડન્ટ્સ પણ ગરબાંની પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં. ...Read More

25

લવ રિવેન્જ - 25

લવ રિવેન્જ પ્રકરણ-25 નોંધ: હું UPSCની examની તૈયારી કરી રહ્યો હોવાથી “Love Revenge” સ્ટોરીના હવે પછીનાં પ્રકરણ કદાચ થોડાં થવાની સંભાવનાંછે. (કોઈ વાચકને UPSCની examની તૈયારી માટે કોઈ પ્રકારનું ગાઈડન્સ જોઈતું હોયતો મારાં નંબર ઉપર whatsapp કરી શકે છે). ******* “નેહાએ હાં પાડી દીધી છે....!” “આસો” મહિનાનાં ઘેરાં કાળાં વાદળોનાં ગડગડાંટની જેમજ લાવણ્યાનાં મનમાં સિદ્ધાર્થે કહેલાં શબ્દો ગડગડાંટ કરી રહ્યાં. લાવણ્યા આઘાત પામી ગઈ. તેની આંખમાંથી બારે મેઘાંનાં નીર વરસી રહ્યાં. કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા શૂન્યમનસ્ક તાકી રહી. “નેહાએ હાં પાડી દીધી છે....!” “હાં પાડી દીધી છે....!” લાવણ્યાનાં મનમાં હવે એજ શબ્દોનાં પડઘાં પડવાં લાગ્યાં. તેનાં ધબકારાં વધી જતાં ...Read More

26

લવ રિવેન્જ - 26

લવ રિવેન્જ પ્રકરણ-26 “મારું મન.....મોહી ગયું......!મારું મન.....મોહી ગયું.....કે તને.....!”“તને ઝાતાં ઝોઈ પનઘટની વાટે...એ...મારું મન.....મોહી ગયું...!” ઐશ્વર્યા મજમુદારની સૂરીલી અવાજમાં ગરબાં ચાલી રહ્યાં હતાં. લાકડાંનાં લાંબા દંડાઓની વાડ વડે બનેલાં ચોરસ મોટાં ગરબાં ચોકમાં કોલેજનાં સ્ટુડન્ટ્સનાં અનેક ગૃપ્સ ગરબાં ગાઈ રહ્યાં હતાં. સિદ્ધાર્થ સિવાય લાવણ્યા અને ગ્રૂપનાં લગભગ બધાંજ મિત્રો એક સર્કલ બનાવીને લાવણ્યાએ શીખવાડેલાં “બેબીસ્ટેપ” ગરબાં ગાઈ રહ્યાં હતાં. લાવણ્યાની જિદ્દ છતાંપણ સિદ્ધાર્થે ગરબાં નાં ગાયાં અને સર્કલાંમાં વચ્ચે ઊભો રહીને પોતાનાં મોબાઇલમાં ગ્રૂપનાં બધાંને ગરબાં ગાતાં રેકોર્ડ કરી રહ્યો હતો. “મારું મન.....મોહી ગયું......!” ગરબાં સોંન્ગની એ લાઇન ઉપર લાવણ્યા અને બીજાં બધાંજ નાનાં બેબીની જેમજ ...Read More

27

લવ રિવેન્જ - 27

લવ રિવેન્જ પ્રકરણ-27 “ટીંગ ટોંગ......!” પોતાનાં ડોર બેલ વગાડીને લાવણ્યા દરવાજો ખૂલવાની રાહ જોઈ રહી. “સમય વીતી જશે પણ તારી લાગણીઓનો ભેજ એજ રેહશે....! લાખ નવાં સબંધો બંધાય પણ....તારી જગ્યા એજ રેહશે.....!” ફરીવાર સિદ્ધાર્થે કહેલાં એ શબ્દો યાદ આવી જતાં લાવણ્યાનાં હોંઠ ઉપર ગુલાબી સ્મિત આવી ગયું. “ટીંગ ટોંગ......!” લાવણ્યાએ ફરીવાર ડોરબેલ વગાડયો. “પણ તારી જગ્યા એજ રેહશે.....!” એ વાક્ય યાદ આવી જતાંજ લાવણ્યાનું શરીર ફરીવાર ધ્રુજી ઉઠ્યું “કદાચ.....! મારી જગ્યા.....! એટ્લે....એક પ્રેમિકાની....!” લાવણ્યા બબડી “સિદ્ધાર્થની પ્રેમિકા.....!બસ એજ મારી જગ્યા છે.....!” “ખટ......!” લાવણ્યા એકલાં-એકલાં બબડી રહી હતી ત્યાંજ સુભદ્રાબેને મેઇન ડોર ઓપન કર્યો. ...Read More

28

લવ રિવેન્જ - 28

લવ રિવેન્જ પ્રકરણ-28 “બીપ...બીપ....બીપ....!” “હેલ્લો....! સિડ...! સિડ.....!” સિદ્ધાર્થ તરફથી ફોન કપાઈ જતાં લાવણ્યા રઘવાઈ થઈને બોલી રહી અને પાછો સિદ્ધાર્થનો નંબર ડાયલ કરવાં લાગી. “લાવણ્યા....! અ.....!” “અંકિતા....અંકિતા....! તે .......તે સાંભળ્યુને....! સાંભળ્યુને ……!” ફોન કાને માંડી લાવણ્યા અંકિતા સામે જોઈને રઘવાયાં સ્વરમાં બોલી. “The number you have dialled, is currently switched off…..!” “switch off બોલે છે....!” લાવણ્યા રડમસ સ્વરમાં બોલી “અંકિતા....! તે...તે સંભાળ્યુંને.....! ફ....ફેરાં.....એને ફેરાં માટે લઈ ગ્યાં...!” “ક...કોઈ મિસઅંડરસ્ટેન્ડિંગ હશે લાવણ્યા....!” અંકિતા માંડ પોતાનાં મનને માનવતી હોય એમ બોલી “એવું નઈ હોય.....!” “મેં....મેં....! એને ના પાડી’તી....! મેં....ક....કીધું’તું કે...કે.....ત...તને છ....છ....છેતરીને બોલાવશે.....! અ....અને પછી જોરજોરાઈથી ...Read More

29

લવ રિવેન્જ - 29

લવ રિવેન્જ પ્રકરણ-29 “અંકલ....! સમૃદ્ધિ લઈલોને....!” અંકિતાએ ઓટોની પાછલી સીટમાં બેસતાં ઓટો ડ્રાઇવરને કહ્યું. અંકિતાનાં બેઠાં પછી લાવણ્યા પણ ઓટોમાં તેણી જોડે બેસી ગઈ. લગભગ બે કલ્લાકે બરોડાં પહોંચ્યાં પછી બંનેએ સ્ટેશનની બહારથીજ ઓટો કરી લીધી હતી. “પંદર મિનિટનોજ રસ્તો છે...!” અંકિતાએ પોતાનાં ફોનમાં “સમૃદ્ધિ એકઝોટીકા” નું લોકેશન મેપમાં બતાવતાં કહ્યું. “હમ્મ....!” લાવણ્યાએ હુંકારો ભર્યો અને આગળ જોવાં લાગી ઓટોવાળાએ સ્ટેશનની બહાર ઓટો ચાલવીને મુખ્ય રસ્તા પર લીધી. “શું વિચારે છે....!?” અંકિતાએ વિચારોમાં ખોવાયેલી લાવણ્યા સામે જોઈને પૂછ્યું. “હમ્મ....! બસ...! કઈંનઈ....!” લાવણ્યાએ પરાણે સ્મિત કરીને વાત ટાળતાં કહ્યું. લાવણ્યા ફરીવાર ઈમોશનલ ...Read More

30

લવ રિવેન્જ - 30

લવ રિવેન્જ પ્રકરણ-30 “હાશ....! હવે કઈં રિલેક્સ ફીલ થયું...!” “બરોડાં એડવેન્ચર” પછી લાવણ્યાના ઘરેજ રોકાઈ ગયેલી અંકિતા બાથરૂમમાંથી ફ્રેશ થઈને બહાર નીકળતાંજ બોલી. “જાં લાવણ્યા...!? તું પણ ફ્રેશ થઈજાં હવે...!” પોતાનાં વાળ ટોવેલ વડે પોતાનાં કોરાં કરતાં-કરતાં અંકિતા બોલી. ફ્રેશ થઈને તેણીએ લાવણ્યાનોજ નાઈટડ્રેસ પહેરી લીધો હતો. “ઓ મેડમ....!” ડ્રેસિંગટેબલમાં મિરરમાં પોતાનેજ ક્યારની જોઈ રહેલી લાવણ્યાએ અંકિતાની વાતનો કોઈ પ્રતીભાવ ના આપતાં અંકિતા ફરી બોલી “હવે આ ચણિયાચોલી ઉતારો....! અને ફ્રેશ થાવ....!” “મેડમ નઈ.....! ગામડાંની ગોરી....!” લાવણ્યા મજાકીયાં સ્વરમાં અંકિતા સામે જોઈને સ્મિત કરતાં બોલી. “ઓહો...! જોતો...! પાર્ટી બઉ ફોર્મમાં આઈ ગઈ એમ...!?” “તો શું....!” લાવણ્યાએ ...Read More

31

લવ રિવેન્જ - 31

લવ રિવેન્જ પ્રકરણ-31 “તારી આજુબાજુ નેહાતો નઈને....!?” લાવણ્યાએ સિદ્ધાર્થને પૂછ્યું. સવારમાં વહેલાં લગભગ સાત વાગ્યે તે સિદ્ધાર્થ સાથે વાત કરી રહી હતી. “ના લવ....! હજીતો હું જસ્ટ બરોડાં પોંચ્યો છું અને ઘરના કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરું છું....!” “કેમ આટલો લેટ...!?” લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી “તું તો બે વાગ્યે અહીંથી નીકળી ગ્યો’તો.....! બે-ત્રણ કલ્લાકમાં તો પોં’ચી જવો જોઈતો તો....!?” “રસ્તામાં કાર બંધ પડી ગઈતી.....! માંડ-માંડ ચાલુ થઈ છે....!” સિદ્ધાર્થ બોલ્યો. “ઓહો....! તો તો તું થાકી ગ્યો હોઈશ....!” “ખરેખર....! હોં....! બવ ભયંકર થાકી ગ્યો છું....!” સિદ્ધાર્થ બોલ્યો “હવે ઊંઘીશ …..! એટ્લે સીધો બપોરે ઊઠીશ.....! ...Read More

32

લવ રિવેન્જ - 32

લવ રિવેન્જ પ્રકરણ-32 નવમું નોરતું.....! “સિડ....! હે ભગવાન....!” લાવણ્યા બેડમાં સફાળી જાગી ગઈ અને આમ-તેમ જોવાં લાગી. “ભયંકર ખરાબ સપનું હતું...!” માથે બાઝેલો પરસેવો લૂંછતાં-લૂંછતાં લાવણ્યા બબડી. બેડમાં પડેલો તેનો ફોન તરતજ ઉઠાવી લાવણ્યાએ સિદ્ધાર્થને whatsappમાં મોકલેલો મેસેજ જોવાં માંડ્યો. મેસેજમાં બ્લ્યુ ટીક ક્યારની આવી ગઈ હોવાં છતાં હજી સિદ્ધાર્થે કોઈ રિપ્લાય પણ નહોતો આપ્યો કે કૉલ પણ નહોતો કર્યો. “હજી કોઈ રિપ્લાય નઈ આયો...!” લાવણ્યા ઉદાસ સ્વરમાં બોલી “સવાં પાંચ વાગ્યાં....!” લાવણ્યા હવે મોબાઇલમાં ટાઈમ જોઈને બબડી. સવારના લગભગ સવાં પાંચ થયાં હતાં. “સવાર-સવારનું સપનું....! હે ભગવાન ...Read More

33

લવ રિવેન્જ - 33

લવ રિવેન્જ પ્રકરણ-33 “લવ.....! સાડાં ચાર આયા....!” સિદ્ધાર્થે તેની છાતી ઉપર માથું ઢાળીને સૂતી લાવણ્યાને કહ્યું “ઘરે નથી જવું તારે....1?” બહાર હમણાંજ અટકેલાં ધોધમાર વરસાદ પછી પણ વાદળોનો ગડગડાટ ચાલુજ હતો. “ઊંહુ.....! નઈ જવું....!” સિદ્ધાર્થની છાતી ઉપરજ માથું ઢાળી રાખીને લાવણ્યા નાનાં બાળકની જેમ બોલી. “લવ....! આન્ટી બોલશે તને...!” “કોઈ વાંધો નઈ જાન....!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થના હોંઠ ઉપર હળવેથી આંગળી આંગળી ફેરવીને કહ્યું “હું સાંભળી લઇશ...! હમ્મ...!” લાવણ્યા પાછી સિદ્ધાર્થનાં ખોળાંમાં તેણીનાં ઘૂંટણ વાળીને બેઠી થઈ અને સિદ્ધાર્થ ચેહરો તેનાં બંને હાથમાં વ્હાલથી પકડી લીધો. “નશો થઈ ગ્યો મને તો તારો જાન.....!” ...Read More

34

લવ રિવેન્જ - 34

લવ રિવેન્જ પ્રકરણ-34 એક ખાસ નોંધ: આ અંત મારાં પરમમિત્ર- શ્રી વિકટ “સુદર્શન” દ્વારા લખવામાં આવ્યો છે. આ ચેપ્ટર સહીત લવ રિવેન્જનાં ઘણાં ચેપ્ટર્સના તેઓ એડિટર પણ છે. ***** “ધૂમ મચાલે....! ધૂમ મચાલે....! ધૂમ મચાલે....! ધૂમ....!” જેવાં જોશથી ભરેલાં સોંન્ગ ઉપર નારાયણગુરુ કોલેજનાં સ્ટુડન્ટ્સ ગ્રુપે ધમાકેદાર ડાન્સ પર્ફોમન્સ આપ્યું. સાતેક દિવસ ચાલનારાં યૂથ ફેસ્ટિવલનાં ઇવેન્ટનું આયોજન ગુજરાત યુનિવર્સિટીનીજ સંલગ્ન એલડી કોલેજનાં વિશાળ ગ્રાઉંડમાં કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતી હોય એવી અમદાવાદની લગભગ વીસથી વધુ કોલેજનાં સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. વિશાળ લંબચોરસ સ્ટેજને રંગબેરંગી સ્પોટલાઇટ્સથી સજાવાયું હતું. સ્ટેજની ડાબી બાજુ બેકસ્ટેજનાં રેડ પડદાંની જોડે કોર્નરમાં ઇવેન્ટનું ...Read More

35

લવ રિવેન્જ - 35

લવ રિવેન્જ પ્રકરણ-35 લગભગ એક વર્ષ પહેલાં ………(કોલેજનું બીજું વર્ષ) “ઘર્ર્રરર......! ઘર્ર્રરર......! ઠસ......!” “અરે ધત.....! આ એકટીવાની તો....!” મસ્ત મજાના ઘૂંટણથી ઊંચા ઝૂલવાળા સ્લીવલેસ શોર્ટ બ્લેક ડ્રેસમાં તૈયાર થઈને કોલેજ જઈ રહેલી લાવણ્યાનું એકટીવા અડધે રસ્તે બંધ પડી ગયું. ચિડાયેલી લાવણ્યા બબડાટ કરતી-કરતી એકટીવા ઉપરથી નીચે ઉતરી. એકટીવાનું સ્ટીયરીંગ પકડી રાખીને લાવણ્યાએ એકટીવા રોડની સાઈડે લગાવ્યું અને પોતે રોડની સાઈડે બનેલી પેવમેન્ટ ઉપર ઉભી રહી. “જયારે....! ઉતાવળ હોય.....!” એકટીવાને ડબલ સ્ટેન્ડ કરતાં-કરતાં લાવણ્યા એવાંજ અકળાયેલાં અવાજમાં બોલી “ત્યારેજ..... આના ડખાં હોય છે....!” એકટીવાની કિકને પગ વડે દબાવીને લાવણ્યા હવે એકટીવા ચાલુ કરવનો પ્રયત્ન કરવાં લાગી. “ચાલુંથા ને ચાલું થા.....!” ...Read More

36

લવ રિવેન્જ - 36

લવ રિવેન્જ પ્રકરણ-36 કોલેજનું બીજું વર્ષ….. આ ગેટ આગળ....!” કાર ડ્રાઈવ કરી રહેલાં આરવને લાવણ્યાએ પોતાની સોસાયટી આગળ કાર થોભાવાં માટે કહ્યું. સાઈડ લાઈટ બતાવી આરવે તેની BMW લાવણ્યાની સોસાયટીનાં નાકે ઊભી રાખી. “તો....! સાચે કોફી નઈ પીવો તમે મારી જોડે...!?” નાનાં બાળકો જેવું મોઢું બનાવી લાવણ્યા સામે જોઈ પૂછ્યું. “હાં...હાં...હાં....!” આરવનો ક્યૂટ ફેસ જોઈને લાવણ્યાથી હસાઈ ગયું. “નાં...! નઈ પીવું...! અત્યારે તો નઈજ...!” એટલું કહીને લાવણ્યા કારનો દરવાજો ખોલીને નીચે ઉતરી. “બાય....!” આરવે કહ્યું “કાલે કોલેજ આવશો તો મળશોને....!?” “કોલેજ તો આવીશ....! પણ તને મલીશ કે નઈ....! અમ્મ....!” લાવણ્યા પોતાની આદત મુજબ ઘમંડથી બોલી “એ નક્કી નઈ....! ...Read More

37

લવ રિવેન્જ - 37

લવ રિવેન્જ પ્રકરણ-37 લગભગ એક વર્ષ પહેલાં ………(કોલેજનું બીજું વર્ષ)“તમે મારો વિડીયો વાઇરલ ગ્રૂપમાં નાંખી દીધો....!?” બીજાં દિવસે સવારે પહોંચતાંજ આરવે કોલેજની બિલ્ડીંગ તરફ જઈ રહેલી લાવણ્યાને પૂછ્યું. “પાછું તમે...!?” લાવણ્યાએ વ્યંગ કરતાં હસીને કહ્યું. “ઓહ સોરી...! આઈ મીન તે વાઈરલ ગ્રૂપમાં મારો વિડીયો નાંખી દીધો...!?” પોતાની “ભૂલ” સુધારીને આરવ બોલ્યો. “કેમ શું થયું...! એમાં...!?” લાવણ્યાએ પૂછ્યું. બંને હવે કોલેજની બિલ્ડીંગના કોરિડોરમાં ચાલી રહ્યાં હતાં. “કઈં નઈ...! મને બધાં મેસેજ કર્યા કરે છે...! વખાણ કર્યા કરે છે....! “આરવ બોલ્યો “હું સવારનો કોલેજ આયો ત્યારનો જે મળે એ બધાંજ વખાણ કર્યા કરે છે...!” “તો ...Read More

38

લવ રિવેન્જ - 38-1

લવ રિવેન્જ પ્રકરણ-38 લગભગ એક વર્ષ પહેલાં ………(કોલેજનું બીજું વર્ષ) “આ જગ્યા તો બવ મસ્ત છે....! cityનો કેટલો વ્યૂ દેખાય છે...! નઈ..!?” પોતાની જોડે બેઠેલી લાવણ્યાનું મૂડ ચેન્જ કરવાં આરવે કહ્યું. બંને સોલાં ફલાયઓવરની જોડે એક ઊંચાં ટેકરાં ઉપર બેઠાં હતાં. ઊંચાં ટેકરાં ઉપરથી નીચે અમદાવાદ શહેરનો સુંદર વ્યૂ દેખાતો હતો. રાતના અંધારામાં જાણે કાળાં આકાશમાં અગણિત તારાઓ ટમટમતા હોય એમ શહેરની ઇમારતોની રોશની દેખાઈ રહી હતી. ક્ષિતિજ સુધી વિસ્તરતું અમદાવાદ શહેર જાણે રોશનીથી ઝગમગતો કોઈ બગીચો હોય એવું દેખાતું હતું. “તારાઓનું શહેર....! નઈ....!?”થોડીવાર પછી પણ લાવણ્યા કઈંના બોલી ત્યારે આરવે તેણી સામે જોઈને કહ્યું. મૌન થઈને ભીંજાયેલી આંખે લાવણ્યા હજીપણ ...Read More

39

લવ રિવેન્જ - 39

લવ રિવેન્જ પ્રકરણ-39 “આરવ કરણસિંહ રાજપૂત....!” નેહાએ બોલેલાં શબ્દોનાં લાવણ્યાનાં કાનમાં પડઘા પડવા લાગ્યાં “સિદ્ધાર્થ કરણસિંહ રાજપૂત....!”“સિદ્ધાર્થ કરણસિંહ રાજપૂત....!” સ્ટેજ ઉપર સોંન્ગ ગાઈ લીધાં પછી પબ્લિકનું અભિવાદન ઝીલી રહેલાં સિદ્ધાર્થ સામે ફાટી આંખે હતપ્રભ થઈને જોઈ રહી લાવણ્યા ધીરેથી બબડી “સિદ્ધાર્થ કરણસિંહ રાજપૂત....!”“હેં શું ….!? શું કીધું તે લાવણ્યા...!?” લાવણ્યાની જોડે ઊભેલી અંકિતા જેનું ધ્યાન હમણાં સુધી સ્ટેજ તરફ તેમજ ભીડની ચિચિયારીઓ તરફ હતું તેનું ધ્યાન હવે લાવણ્યા તરફ ગયું. “આરવ......સિદ્ધાર્થ.....!” હતપ્રભ લાવણ્યા એજરીતે બબડી રહી હતી. જોડે ઊભેલી નેહાનાં ચેહરા ઉપર જાણે સંતોષનું કુટિલ સ્મિત હતું. “આરવ...!?” લાવણ્યાનાં મોઢે આરવનું નામ સાંભળી અંકિતાને નવાઈ લાગી “તને અત્યારે ...Read More

40

લવ રિવેન્જ - 40

લવ રિવેન્જ પ્રકરણ-40 “મારાં શરીર અને આત્માના જાણે ત્રણ ભાગ પડી ગયાં છે......! ત્રણ ભાગ પડી ગયાં છે…..!” લાવણ્યાનાં કાનમાં આરવનાં શબ્દોનાં પડઘા પડી રહ્યાં હતાં. સ્ટેશનેથી ઘરે આવીને લાવણ્યા બેડમાં સૂતી હતી. આખી રાત વીતવા આવી છતાંપણ લાવણ્યાને ઊંઘ નહોતી આવી. તેણી સામે આરવનાં કપાયેલાં પગનું એ દ્રશ્ય તરવરી રહ્યું હતું. વારેઘડીએ આરવનો એ માસૂમ ચેહરો તેની આંખ સામે તરવરી ઊઠતો અને લાવણ્યાની આંખ વહેવાં લાગતી. “હું તને હર્ટ નો’તી કરવાં માંગતી આરવ....!” બેડમાં બેઠાં થઈને લાવણ્યા ટૂંટિયુંવાળીને બેઠી “નો’તી કરવાં માંગતી.....!” “એકવાર.....બસ એકવાર તો મારી સાથે સરખી વાત કરતો....!” મોઢું હથેળીમાં દબાવીને ...Read More

41

લવ રિવેન્જ - 41 - અંતિમ પ્રકરણ

લવ રિવેન્જ પ્રકરણ-41(અંતિમ પ્રકરણ) “મારો પ્રેમ એક તરફી હતો....!” પોતાનાં બંને પગ ઉપર ધિમાં પગલે ચાલતાં-ચાલતાં આરવ લાવણ્યાના બેડની નજીક આવીને બોલ્યો. એક નજર સિદ્ધાર્થ તરફ જોઈ આરવે નેહા સામે જોયું. આરવને તેનાં પગ ઉપર “ઊભો” જોઈને ચોંકી ગયેલી નેહા ભીની આંખે તેની સામે જોઈ રહી હતી. આરવે રૂમમાં હાજર બધાં તરફ વારાફરતી જોયું. પ્રેમ, કામ્યા, અંકિતા, વિવાન, ત્રિશા બધાંજ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યાં હતાં. સુભદ્રાબેન પણ સ્ટૂલ ઉપરથી ઊભાં થઈ ગયાં અને લાવણ્યાની સામે જોઈ આરવ સામે જોઈ રહ્યાં. આરવે બેડમાં બેઠી થઈ ગયેલી લાવણ્યા સામે જોયું. પછી ફરી બધાં સામે જોઈને હળવું સ્મિત ...Read More