વિષયાંતર

(179)
  • 35.2k
  • 22
  • 10.9k

બાળક દોઢ-બે વર્ષનું થાય એટલે કાલીઘેલી ભાષામાં બોલતું થઈ જાય છે, પણ દિલ્હીમાં જન્મેલી શાંતિદેવીની વાચા તે ચાર વર્ષની થઈ ત્યાં સુધી ફૂટી નહોતી. અને ચાર વર્ષની વયે તે જ્યારે બોલતી થઈ ત્યારે ‘મા’ કે ‘પાપા’ જેવા સામાન્ય શબ્દોને બદલે તે ‘મારા પતિ’ અને ‘મારા બાળકો’ જેવા શબ્દો બોલવા લાગી! તેની જીભ જેમજેમ ખૂલતી ગઈ તેમતેમ તે વધુ ને વધુ રહસ્યમય અંદાજમાં બોલતી ગઈ. તે કહેતી રહેતી કે, ‘મારા પતિ મથુરામાં રહે છે, એમની કપડાની દુકાન છે અને અમારે એક દીકરો પણ છે.’ ચાર વર્ષની બાળકી પોતે કોઈ પરિણિત સ્ત્રીનો પુનર્જન્મ હોવાનો દાવો કરતી હતી. એ જે કંઈ બોલતી હતી એમાં સચ્ચાઈ હતી કે એ બધું એના વિક્ષિપ્ત મનોજગતની ભ્રમણામાત્ર હતું પ્રસ્તુત છે પુનર્જન્મની ‘માનો યા ના માનો’ ટાઇપ સત્યકથા…

Full Novel

1

વિષયાંતર - 1 પુનર્જન્મની અજીબોગરીબ દાસ્તાન

બાળક દોઢ-બે વર્ષનું થાય એટલે કાલીઘેલી ભાષામાં બોલતું થઈ જાય છે, પણ દિલ્હીમાં જન્મેલી શાંતિદેવીની વાચા તે ચાર વર્ષની ત્યાં સુધી ફૂટી નહોતી. અને ચાર વર્ષની વયે તે જ્યારે બોલતી થઈ ત્યારે ‘મા’ કે ‘પાપા’ જેવા સામાન્ય શબ્દોને બદલે તે ‘મારા પતિ’ અને ‘મારા બાળકો’ જેવા શબ્દો બોલવા લાગી! તેની જીભ જેમજેમ ખૂલતી ગઈ તેમતેમ તે વધુ ને વધુ રહસ્યમય અંદાજમાં બોલતી ગઈ. તે કહેતી રહેતી કે, ‘મારા પતિ મથુરામાં રહે છે, એમની કપડાની દુકાન છે અને અમારે એક દીકરો પણ છે.’ ચાર વર્ષની બાળકી પોતે કોઈ પરિણિત સ્ત્રીનો પુનર્જન્મ હોવાનો દાવો કરતી હતી. એ જે કંઈ બોલતી હતી એમાં સચ્ચાઈ હતી કે એ બધું એના વિક્ષિપ્ત મનોજગતની ભ્રમણામાત્ર હતું પ્રસ્તુત છે પુનર્જન્મની ‘માનો યા ના માનો’ ટાઇપ સત્યકથા… ...Read More

2

Vishyantar - 2 મોનસૂન ટ્રાવેલની મસ્તી

ચોમાસા દરમિયાન ફરવા જવું હોય તો ભારતમાં ગોવા, કેરળ અને મેઘાલય શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. આ રાજ્યો ચોમાસામાં એક અલગ જ કલેવર ધારણ કરી લે છે. તો ચોમાસાની ભીની ભીની શાબ્દિક સફરમાં આજે ઉપડિયે ગો-ગોવા, કેરળ અને જ્યાં મેઘની અનોખી મહેર વરસે છે એવા મેઘાલય… ...Read More

3

વિષયાંતર-3 જિંદગી લમ્બી નહિ બડી હોની ચાહિએ

લાઈલાજ રહસ્યમય બિમારીનો ભોગ બનેલા મેટી સ્ટેપનેકએ મોં ફાડીને બેઠેલા મોત સામે ઝૂકી જવાને બદલે લડી લેવાનું નક્કી કર્યું. કવિતાઓ લખવા માંડી અને તેમને ‘હાર્ટ સોંગ્સ’ એવું નામ આપ્યું કેમ કે એ એના હૃદયની ઉર્મિઓ જ હતી. ફક્ત ૧૪ વર્ષની ટૂંકી જિંદગીમાં સખાવતી કાર્યો કરીને અમેરિકાના હીરો બની ગયેલા બાળકની પ્રેરણાત્મક કહાની... ...Read More

4

વિષયાંતર-4 પક્ષીઓની ભાષા બોલતો સાચુકલો ટારઝન

પોતાનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય એ માટે પ્રયત્નશીલ નેપાળના ગૌતમ સપકોટાને ખરો ટારઝન કહી શકાય કેમકે ૨૫૧ જેટલા પક્ષીઓના અવાજની આબેહૂબ નકલ કરી શકે છે. નકલ પણ પાછી એટલી અસલ કે ખુદ પક્ષીઓ પણ ભોળવાઈ જાય! નેપાળમાં મોટી સંખ્યામાં જોવા મળતા કાગડાઓને પોતે ચાહે ત્યારે કા...કા... કરીને બોલાવીને ગૌતમ અનોખી ‘કાગ કોન્ફરન્સ’ યોજી શકે છે ...Read More

5

વિષયાંતર - 5 માનવ ઈતિહાસનો સૌથી કુખ્યાત હત્યારો ‘જેક ધ રીપર’

લંડનના વ્હાઇટ ચેપલ નામના બદનામ વિસ્તારમાં એક પછી એક કરીને પાંચ મહિલાઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળે છે. તમામ મહિલાઓ વ્યાવસાયિક વેશ્યા હોય છે. પોલીસને વારાફરતી ત્રણ પત્ર લખીને હત્યારો કાયદાને ચેલેન્જ ફેંકે છે કે, તાકાત હોય તો મને પકડી બતાવો. પોતાની જાતને ‘જેક ધ રીપર’ તરીકે ઓળખાવતો હત્યારો એકસમાન મર્ડર પેટર્ન અનુસરતો. મધરાતે ગ્રાહકની શોધમાં ભટકતી એકલી અટૂલી વેશ્યાનો સંપર્ક કરવો, તેને પોતાની સાથે જવા માટે તૈયાર કરવી અને પછી તેને કોઈ અંધારી ગલીમાં લઈ જઈ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવી. શિકારના શરીરની વિકૃત ઢબે ચીરફાડ કરી તેના શરીરમાંથી આંતરડા બહાર ખેંચી કાઢવામાં જેકને પિશાચી આનંદ મળતો. લંડનને દહેશતમાં નાંખી દેનારા એ બેનામ હત્યારાનો અંજામ શું આવ્યો, પ્રસ્તુત છે એની ખોફનાક દાસ્તાન… ...Read More

6

વિષયાંતર - 6 જિસ્મના જલવાની કરામતઃ હની ટ્રેપ

મહિલા જાસૂસો તેમની સુંદરતા અને શરીરને હથિયાર તરીકે બખૂબી ઉપયોગમાં લે છે. જે માહિતી મેળવવા પુરુષ જાસૂસે ભયંકર પરસેવો પડે છે એ જ માહિતી મહિલા જાસૂસ પોતાના હુસ્નના જાદુથી આસાનીથી ઓકાવી લેતી હોય છે. સુંદર સ્ત્રીના સુંવાળા સંગાથને હથિયાર બનાવી દુનિયાભરમાં જાસૂસી થતી રહે છે ...Read More