ડરના મના હૈ

(2.8k)
  • 210.7k
  • 107
  • 66.1k

રાજસ્થાનનું ગામ ‘ભાણગઢ’ ક્યારેક જનજીવનથી હર્યુંભર્યું હતું. આજે એ ખંડેરગઢમાં પરિવર્તિત થઈ ગયું છે. વર્તમાનમાં ભારતના સૌથી વધુ ભૂતાવળા ગણાયેલા આ સ્થળે એવું તો શું બને છે કે ખુદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે ભાણગઢની હદમાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પ્રવેશબંધિ ફરમાવી છે. દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષતા, સદીઓથી રહસ્યની ચાદર ઓઢીને સૂતેલા ભાણગઢનો ભૂતકાળ ઉખેડવાની હિંમત હોય તો આગળ વધો... પણ યાદ રાખજો કે, યહાં- ડરના મના હૈ…

Full Novel

1

Darna Mana Hai-1 ભાણગઢઃ બોલતા ખંડેરોનો ગઢ

રાજસ્થાનનું ગામ ‘ભાણગઢ’ ક્યારેક જનજીવનથી હર્યુંભર્યું હતું. આજે એ ખંડેરગઢમાં પરિવર્તિત થઈ ગયું છે. વર્તમાનમાં ભારતના સૌથી વધુ ભૂતાવળા આ સ્થળે એવું તો શું બને છે કે ખુદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે ભાણગઢની હદમાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પ્રવેશબંધિ ફરમાવી છે. દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષતા, સદીઓથી રહસ્યની ચાદર ઓઢીને સૂતેલા ભાણગઢનો ભૂતકાળ ઉખેડવાની હિંમત હોય તો આગળ વધો... પણ યાદ રાખજો કે, યહાં- ડરના મના હૈ… ...Read More

2

Darna Mana Hai-2 એક થી ડાયન

દોમ દોમ સાહ્યબીની લાલચે કરોડપતિ પુરુષ સાથે લગ્ન કરીને ઇંગ્લેન્ડથી જમૈકા ગયેલી ‘એની પાલ્મર’ જમૈકાની શાંત જિંદગીથી કંટાળવા લાગી. ખાતર તેણે પતિના શેરડીના ખેતરમાં કામ કરતા હબસી મજૂરો પર શારીરિક અત્યાચાર કરવા માંડ્યા. મનોરંજનને તનોરંજનમાં ફેરવાતા વાર ન લાગી. પોતાની વિકૃત વાસના સંતોષવા એની હબસી ગુલામોનો ઉપભોગ કરવા લાગી. એ માટે તે કાળા જાદૂનો ઉપયોગ કરતી. માર્ગમાંથી પતિ નામના કાંટાને હટાવી દીધો અને પછી તો તેના હવસી ખેલ બેલગામ બની ગયા. પણ કિસ્મતે એનીને માથે મોતની તલવાર લટકાવી. જીવતે જીવ ડાકણ બની ચૂકેલી એની મર્યા બાદ પણ પાછી ફરી અને પછી… ...Read More

3

Darna Mana Hai-3 ભૃત્યુ વહાણ: મેરી સેલેસ્ટ

નિર્જિવ વસ્તુમાં જ્યારે જીવ આવી જાય અને એ જીવતાજાગતા માણસોના જીવ લેવા માંડે ત્યારે શું થાય ‘ડરના મના આજે એવી જ એક નિર્જિવ પણ શ્રાપિત વસ્તુની વાત કરવાની છે જે દાયકાઓ સુધી અનેક લોકોના જીવ લેતી રહી હતી. લાકડાની એ વસ્તુ દેખાવમાં જેટલી સુંદર હતી એટલી જ ભયાનક અને રહસ્યમય ‘જીવન-ખેપ’ એણે મારી હતી. શું હતી એ વસ્તુ જાણવા માટે ડૂબકી મારો ડર-જગતમાં… ...Read More

4

Darna Mana Hai-4 તેર ભૂતોનું તાંડવ: જોએલ્મા બિલ્ડીંગ

એમની સંખ્યા ૧૩ હતી. દુનિયાની અનેક સંસ્કૃતિઓમાં અપશુકનિયાળ ગણાયેલો આંકડો- ૧૩. તેઓ સાથે જ રહેતા. સાથે જ દેખાતા. અને રાતે જ દેખાતા! અને પછી એક દિવસ અચાનક... એક સાથે જ એ ૧૩… કોણ હતા એ ૧૩ ક્યાંથી આવ્યા હતા એ ૧૩ ક્યાં ગયા એ ૧૩ ...Read More

5

Darna Mana Hai-5 ભૂતિયા બળાત્કારનો આતંક

ઘરનું કામકાજ પતાવીને બેડરૂમમાં સૂવા ગયેલી ડોરિસ પર અચાનક ‘કોઈકે’ હુમલો કર્યો અને તેને ઊંચકીને પલંગમાં ફેંકી ક્રૂરતાપૂર્વક બળાત્કાર એક વાર બનેલી ઘટનાનું પછી તો રોજેરોજ પુનરાવર્તન થવા લાગ્યું. ભૂત ભગાવનારા ભૂવા પણ ડોરિસને એ પ્રેતના આતંકથી છોડાવી ન શક્યા. કોણ હતો એ અદૃશ્ય પિશાચ એક પ્રેતની અમર્યાદ વાસનાનો શિકાર બનેલી ડોરિસને એ રાક્ષસથી છુટકારો મળ્યો રૂંવાટા ઊભા કરી દે એવી એ સત્યઘટનાનો અંજામ શું આવ્યો જાણવા માટે વાંચો, ‘ડરના મના હૈ’ ...Read More

6

Darna Mana Hai-6 રાત પડ્યે કબ્રસ્તાન બની જતો દરિયાકિનારોઃ ચાંગી બીચ

દિવસે ટૂરિસ્ટોથી ધમધમતા સિંગાપોરના ચાંગી બીચ પર રાત થતાં જ સન્નાટો છવાઈ જાય છે અને અગોચર દુનિયાની ભૂતાવળો ઊતરી છે. કપાયેલા માનવ અંગો, ઠેર ઠેર ભરાયેલા લોહીના ખાબોચિયાં અને દર્દનાક ચિત્કારો નાંખતા, રડતા-કકડતા, ભટકતા પ્રેતાત્માઓથી જાણે કે આખો બીચ કબ્રસ્તાન બની જાય છે. ચાંગી બીચની આ ભયાવહ કાયાપલટનું રાઝ છુપાયું છે છેક બીજા વિશ્વયુદ્ધની કરપીણ ઘટનાઓમાં જ્યારે જાપાની સૈનિકોએ કાળોકેર વર્તાવી સમગ્ર સિંગાપુરમાં ભારે અફરાતફરી મચાવી દીધી હતી. ચાંગી બીચના રહસ્ય પરથી પડદો ઊઠાવતી એ ઘટનાઓ શું હતી એનો સિલસિલાબંધ ચિતાર વાંચો ‘ડરના મના હૈ’માં… ...Read More

7

Darna Mana Hai-7 પાપી ગુડિયાના ખોફનાક કારસ્તાન

એ એક ઢીંગલી હતી. ફક્ત એક ઢીંગલી. પણ એ કોઈ સામાન્ય ઢીંગલી નહોતી. એ ઢીંગલીનો ભયાવહ ભૂતકાળ હતો. ભેટમાં એ ઢીંગલી આપમેળે જ અહીંથી તહીં સ્થાનફેર કરતી રહેતી. વગર સ્પર્શ્યે કોઈને પણ નખરાટી શકતી. શું હતું એ ઢીંગલીનું રહસ્ય કોણ હતી એ ક્યાંથી આવી હતી એ એ પાપી ગુડિયાના ખોફનાક કારસ્તાન જાણવા માટે વાંચો, ‘ડરના મના હૈ’… ...Read More

8

Darna Mana Hai-8 ભૂતાવળનો સાક્ષાત્કાર કરાવતું હાઈગેટ કબ્રસ્તાન

કબ્રસ્તાન એ કોઈ ગમાડવાનું સ્થળ નથી કેમકે કબ્રસ્તાન સાથે મોત, માતમ અને ભૂત-પ્રેત સંકળાયેલા છે. જોકે, ઈંગ્લેન્ડમાં આવેલું ‘હાઈગેટ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય થયું છે. આ કબ્રસ્તાનમાં થતી ભૂતાવળોએ દુનિયાભરમાં ભારે કુતૂહલ સર્જ્યું છે અને આકર્ષણ જમાવ્યું છે. શું થાય છે હાઇગેટ કબ્રસ્તાનમાં જાણવા માટે મુલાકાત લો એ ભૂતિયા કબ્રસ્તાનની… ...Read More

9

Darna Mana Hai-9 કેલ્ગરીઃ આખે આખું શહેર જ ભૂતિયું

કોઈ એક મકાનમાં કે સ્થળે ભૂતાવળ થતી હોય એવું તો આ દુનિયામાં ઘણી જગ્યાએ બનતું હોય છે, પરંતુ દુનિયામાં એવું શહેર પણ આવેલું છે કે જ્યાં અગણિત સંખ્યામાં ભૂતિયાં મકાનો આવેલાં છે. જાણે કે, આખું શહેર જ ભૂતિયા! કેનેડા દેશમાં આવેલું કેલ્ગરી આવું જ એક ભૂતિયા શહેર છે. કેલ્ગરીની ભૂતિયા સફર ખેડવાનું સાહસ કરશો ...Read More

10

Darna Mana Hai-10 અગનજ્વાળા અને ચીખઃ ધ સ્ક્રીમિંગ ટનલ

કોઈ યુવતીની ચીસોથી ગૂંજતી હતી એ ટનલ. રાત પડ્યે સૂનકાર વ્યાપે પછી એ ટનલ જીવંત થઈ ઊઠતી. યુવતી કોઈને નહિં, પણ પોતાની ચીસોથી હાજરી પૂરાવતી. એ અંધારી ટનલમાં આગનો તણખો ઝરે એ સાથે જ… કોણ હતી એ યુવતી શું હતું એ ટનલનું રહસ્ય ટનલમાં ગૂંજતી ચીસોને આગ સાથે શી નિસ્બત હતી જાણવા માટે એ ભૂતિયા ટનલની મુલાકાત લેવી જરૂરી છે, પણ યાદ રહે કે, યહાં ડરના મના હૈ… ...Read More

11

Darna Mana Hai-11 અધૂરા પ્રેમનો ભૂતિયા બદલોઃ બોરલે રેક્ટરી

પ્રેમ જ્યારે ધર્મકાર્યમાં આડખીલી બને ત્યારે એ પ્રેમને રહેંસી નાંખવામાં આવે છે. આવા જ એક અધૂરા પ્રેમની દાસ્તાનનું સાક્ષી હતું ‘બોરલે રેક્ટરી’ નામનું એ મકાન. ક્રૂરતાપૂર્વક કચડી નંખાયેલો એ અધૂરો પ્રેમ પછી તો બદલો લેવા તરસ્યો બન્યો અને તેની ભૂતાવળે લોકોને રંજાડવાનું શરૂ કર્યું. પછી પછી શું થયું એ જાણવા ભૂતિયા મકાન ‘બોરલે રેક્ટરી’માં દાખલ થવાનું જોખમ લેવું પડશે… ...Read More

12

Darna Mana Hai-12 શરીરમાં ઘર કરી ગયેલા એ ભૂતો

એનેલિસનો આક્રમક વ્યવહાર ગાંડપણનું લક્ષણ હતું એવું ધારી લેવામાં આવ્યું. માનસિક બીમારી હેઠળ તે જુઠું બોલતી હતી એવો નિષ્કર્ષ આવ્યો. એવામાં એક રાતે તે હોસ્ટેલના ગાર્ડનમાં નગ્નાવસ્થામાં પડેલી મળી આવી. તેના શરીર પર અનેક ઘા પડેલા હતા. તે લોહીલુહાણ હતી. પૂછપરછ દરમિયાન તેણે ધડાકો કરતા કહ્યું, ‘મારા પર એકથી વધુ ભૂતોએ બળાત્કાર કર્યો હતો.’ ...Read More

13

Darna Mana Hai-13 એડિનબર્ગનો ભૂતિયો કિલ્લો

નવજાત બાળકોનું ભક્ષણ કરી જવાના ગુનામાં મોતની સજા પામેલી અને જાહેર જનતાની હાજરીમાં જીવતી સળગાવી દેવાયેલી ડાકણ લેડી ગ્લેમીસ. વગાડતા ચાલતા જતા શાહી ડ્રમર અને પાઇપર. પોતાના માલિકની કબર શોધતો રહેતો એક કાળો કદાવર કૂતરો. આવા તો કંઈ કેટલાંય ભૂત દેખા દેતા રહે છે એડિનબર્ગના ભૂતિયા કિલ્લામાં. કદાચ એટલે જ વિશ્વવિખ્યાત ટાઇમ મેગેઝિને પણ આ કિલ્લાનો દુનિયાનાં ટોચનાં ૧૦ સૌથી વધુ ભૂતિયા સ્થળોમાં સમાવેશ કર્યો છે. ...Read More

14

Darna Mana Hai-14 પ્રવાસીઓને ખાઈ જતી ‘હોટલ સેવોય’

ભારતના મશહૂર હિલ સ્ટેશન મસૂરીમાં આવેલી ‘હોટલ સેવોય’માં આજ સુધીમાં ત્રણ વિદેશી પ્રવાસીઓ રહસ્યમય મોતને ભેટ્યા છે. ત્રણેના પ્રેત આજની ઘડીએ પણ એ હોટેલની લોબીમાં ભટકતાં જોવા મળે છે. અંગ્રેજ અમલદારો જ નહીં, દેશ-વિદેશના ઉમરાવો-મહારાજાઓ પણ જેમાં રહેવા તલપાપડ થતા એવી એ ભવ્ય અને મોંઘેરી હોટલ સેવોયમાં એવું તો શું બન્યું હતું ...Read More

15

Darna Mana Hai-15 સમુદ્ર પર સરકતી ભૂતાવળઃ ક્વીન મેરી

‘ટાઇટેનિક’ જહાજ જેવી જ ભવ્યતા ધરાવતા ‘ક્વીન મેરી’ જહાજે સેલિબ્રિટી સ્ટેટસ પણ ભોગવ્યું અને વિશ્વયુદ્ધની વિનાશકતા પણ વેઠી. સેંકડો વિકરાળ શાર્ક માછલીના ટોળા દ્વારા ઓહિંયા થઈ જતા જોનાર આ જહાજ પર ૪૯ જેટલા લોકો અકાળે મોતને ભેટ્યા હતા. પણ આ જગત છોડીને પરલોક જવાને બદલે એમાંના ઘણા હંમેશ માટે ક્વીન મેરી પર જ રહી ગયા હતા. પ્રસ્તુત છે, એક કરતાં અનેક ભૂતાવળોના સાક્ષી બનેલા જહાજ ક્વીન મેરીની ભૂતિયા દાસ્તાન… ...Read More

16

DMH-16 બળાત્કાર-હત્યાનો ભોગ બનેલી યુવતી પાછી ફરી

મુંબઈના માહિમ પરાંમાં આવેલી ડિ’સોઝા ચાલીના કૂવામાંથી એક યુવતીની લાશ મળે છે. સામૂહિક બળાત્કાર કરીને કૂવામાં ફેંકી દેવાયેલી એ મોંમાં સાવરણીનો ટુકડો ઠૂંસાયેલો હોય છે. અકાળે મોતને ભેટેલી એ બદનસીબ યુવતી પોતાની મોતનો બદલો લેવા પ્રેતરૂપે પાછી ફરે છે અને નરાધમ બળાત્કારીઓને એક પછી એક કરીને મોતને ઘાટ ઉતારે છે. ભલભલાની છાતિના પાટિયા બેસાડી દે એવી એક સત્યઘટના… ...Read More

17

DMH-17 વ્હાઈટહાઉસમાં દેખાતું અબ્રાહમ લિંકનનું ભૂત

કમોતે મરેલા માણસોના ભૂત થતાં હોય એવા તો અનેક કિસ્સા છે, પણ કોઈ અતિવિખ્યાત વ્યક્તિનું પ્રેત થતું હોય એ વાત કહેવાય. અમેરિકનના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકનનું પ્રેત તેમના મર્યા બાદ દાયકાઓ સુધી વ્હાઇટ હાઉસમાં દેખાતું રહ્યું હતું એવું કોઈ કહે તો એ પ્રથમ નજરે ટાઢા પહોરનું ગપ્પું લાગે. પણ સબૂર, આ એક હકીકત છે. રાષ્ટ્રભક્ત લિંકનનું ભૂત કેવા સંજોગોમાં અને કયા કારણોસર દેખાતું હતું એની અજાણી દાસ્તાન… ...Read More

18

DMH-18 ભૂતાળવી હોસ્પિટલઃ ડોમિનિકેન હિલ

પલંગ પર પડેલા અસહાય, ઘાયલ, લાચાર દર્દીઓને જાપાની સૈનિકોએ ગોળીઓથી વિંધી નાખ્યા. ઘણાને તલવારથી વધેરી નાખ્યા. શારીરિક રીતે અક્ષમ સ્વબચાવ પણ કરી શકે એમ નહોતા. ગણતરીના કલાકોમાં હોસ્પિટલને રક્તરંજિત કરીને જાપાની સૈન્ય ત્યાંથી જતું રહ્યું. પાછળ પડી હતી અનેકાનેક લાશો. એ લાશો, જે પોતાના અપમૃત્યુને લીધે પાછી જીવતી થવાની હતી. પ્રેત રૂપે… ...Read More

19

DMH-19 ભૂતિયું રેલવે ક્રોસિંગ

રેલવે ક્રોસિંગ પર બંધ હાલતમાં ઊભેલા વાહનને અદૃશ્ય હાથો ધક્કો મારીને રેલવે ટ્રેક ક્રોસ કરાવી દે છે. વાહનના પાછળના ટેલ્કમ પાઉડર છાંટવામાં આવ્યો હોય તો એ ભાગમાં નાનાનાના હાથોની છાપ પડેલી જોવા મળે છે. કેમ કઈ રીતે શા માટે જાણવા માટે વાંચો… ‘ડરના મના હૈ’ ...Read More

20

Darna Mana Hai-20 સદીઓ જૂની ભૂતાવળ

સદીઓ પુરાણુ એ મકાન. ચર્ચના પરિસરમાં આવેલું એ મકાન. ભવ્ય બાંધણી ધરાવતું એ મકાન. ઈશ્વરસમીપ રહેવાનો મોકો આપતું એ બહારથી પરફેક્ટ જણાતું એ મકાન. અને અંદરથી.. શા માટે એ મકાનમાં જનસામાન્યને પ્રવેશ નહોતો મળતો એવા તો શું રાઝ ધરબીને બેઠેલું હતું એ મકાન કે ખુદ ચર્ચના પાદરીએ એને ખાલી કરી દેવું પડ્યું એવું તો શું હતું એ મકાનમાં કે ચર્ચની શાખ દાવ પર લાગી ગઈ એવું તો શું અગોચર-અગમ્ય-અવિશ્વસનીય હતું એ મકાનમાં જાણવાની તાલાવેલી હોય તો ખુદ પ્રવેશો એ મકાનમાં, પણ જરા સાચવીને કેમ કે, યહાં ડરના મના હૈ… ...Read More

21

DMH-22 હોન્ટેડ હાઉસ

કાર ઘરના કમ્પાઉન્ડમાં દાખલ થઈ રહી હતી ત્યાં જ આંખ સામેનું દૃશ્ય જોઈને તેઓ ચોંકી ગયા. તેમણે જોયું કે તમામ બારી-બારણાંની તિરાડોમાંથી પુષ્કળ પ્રકાશ રેલાઈ રહ્યો હતો. જાણે કે ઘરની અંદર કોઈ તેજસ્વી પ્રકાશપુંજ પ્રજ્જવલિત હોય! ઘરમાં કોઈ લૂંટારા ઘૂસ્યા હશે એવી બીકથી રેજિનાલ્ડની પત્ની અને બાળકો ફફડી ઊઠ્યાં. અસમંજસમાં અટવાયેલા રેજિનાલ્ડે કારને ઘરની વધુ નજીક લીધી ત્યાં જ પેલો પ્રકાશ અચાનક જ અદૃશ્ય થઈ ગયો અને તેમનું ઘર ફરીથી અંધકારની આગોશમાં લપેટાઈ ગયું ...Read More

22

DMH-23 નરકનું દ્વાર ‘હૌસકા કેસલ’

દોરડા વડે બાંધીને એક કેદીને દિવસના અજવાળામાં એ તિરાડમાં ઉતારવામાં આવ્યો. થોડી જ વારમાં તેની ચીસો સંભળાવા લાગી. ઝડપથી ઉપર ખેંચી લેવામાં આવ્યો. તેનો દેખાવ જોતા જ બહાર ઊભેલા તમામ લોકો ચોંકી ગયા. કમભાગી કેદીના માથાનાં વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા હતા. તેની ચામડી કોઈ વૃદ્ધ માણસની જેમ કરચલીઓવાળી થઈ ગઈ હતી. તેના શરીરમાંથી જાણે કે લોહી ચૂસી લેવામાં આવ્યું હોય એમ તે સફેદ પડી ગયો હતો. થોડી મિનિટો અગાઉ યુવાન હતો એ આદમી આશ્ચર્યજનક રીતે વૃદ્ધ થઈ ગયો હતો ...Read More

23

DMH-24 નગ્નાવસ્થામાં ભટકતી એ સુંદરી

બાથરૂમમાંથી બહાર આવેલા વિક્ટરના પગ અચાનક જ બાથરૂમના દરવાજામાં ખોડાઈ ગયા. તેની આંખ સામે, કમરાની વચ્ચોવચ રહેલા બેડની ધાર એક અજાણી યુવતી બેઠી હતી. વિક્ટર તરફ પીઠ કરીને બેઠેલી એ યુવતી તદ્દન નિર્વસ્ત્ર દશામાં હતી! તેણે પગમાં હાઈ હીલના લાલ રંગના સેન્ડલ પહેર્યા હતા અને તેના અંગ પર રહેલું એ એક માત્ર આવરણ હતું ...Read More

24

DMH-25 ભોંયરાનું રહસ્ય

મુસાફરને એક રાતે એક હબસી સ્ત્રી જોવા મળી જે સંપૂર્ણ નગ્નાવસ્થામાં હતી, તેના શરીરે ચાબુકના અગણિત ઉઝરડા પડ્યા હતા એ ઘાવમાંથી માંસના લોચેલોચા લબડી રહ્યા હતા. ત્રીજા મહેમાનને મધરાતે એક એવી સ્ત્રીનો ભેટો થયો જે ગર્ભવતી હતી, પણ એનું પેટ ચીરાઈ ગયું હતું. ચીરાયેલા પેટમાંથી બહાર પડું પડું થઈ રહેલા ગર્ભને તે બંને હાથો વડે પોતાના ગર્ભાશયમાંથી બહાર સરી જતો અટકાવવાની કોશિશ કરી રહી હતી ...Read More

25

DMH-26 ભૂતિયાં વાહનોનો તરખાટ

અકસ્માતમાં લોકો જીવ ગુમાવે એવા સમાચાર તો દરરોજ અખબારોની હેડલાઇન બનતા હોય છે પણ કોઈ અકસ્માતમાં ભૂતિયા તત્વ છુપાયેલું તો! ખુદ કોઈ વાહન ભૂતિયા બનીને અકસ્માત સર્જતું હોય તો! હોલીવુડના હાર્ટથ્રોબ એક્ટર જેમ્સી ડીનેનો જીવ લેનારી અપશુકનિયાળ સ્પોર્ટ્સ કારથી લઈને લંડનમાં તહેલકો મચાવનાર ડબલ ડેકર બસના પ્રેત અને સાગર પેટાળમાં ભટકતી સમબરીનના ભૂત સહિત ભૂતિયા વાહનોના ઉદાહરણો અનેક છે ...Read More

26

DMH-28 રોડ કે હર મોડ પે

અડધી રાતે તમે એકલા ડ્રાઇવ કરી રહ્યા હો, સૂમસામ રસ્તો હોય અને રસ્તાની ધારે કોઈ લિફ્ટ માગતું ઊભેલું દેખાય તમે વાહન રોકો ખરા છે એટલી હિંમત પ્રશ્નોના જવાબ માટે ‘હા’ કે ‘ના’માં અટવાયા હો તો જુઓ કે આવી હિંમત કરનારાના કેવા હાલ થાય છે. બની શકે કે તમનેય મધરાતે ક્યારેક આવી ‘સરપ્રાઇઝ’ મળી જાય... ...Read More

27

ડરના મના હૈ (DMH) - 29

યુદ્ધકેદી મજૂરો પાસેથી મહત્તમ કામ લેવા માટે તેમને જાનવરોની જેમ કામમાં જોતરવામાં આવતા. કામમાં ધીમા પડનારને ચાબુક વડે ફટકારવામાં અને ઘવાયેલા મજૂરો જો વધારે કામ આપવામાં અસમર્થ જણાય તો તેમને ગોળીથી વીંધી દેવામાં આવતા. માંદા પડવાનું કોઈને પરવડે એમ નહોતું, કેમ કે ‘માંદા પડ્યા તો મર્યા’નો નિયમ હતો. આ રીતે કમોતે મરીને અવગતે ગયેલા જીવ જ પછી એ પુલ પર પ્રેત રૂપે દેખા દેવા લાગ્યા અને… ...Read More

28

ભારતનાં ભૂતિયાં સ્થળો

પશ્ચિમ બંગાળના બેગુનકોડોર સ્ટેશન પર થતી ભૂતાવળના ખૌફને લીધે એ સ્ટેશન બંધ કરી દેવું પડ્યું હતું. કહેવાય છે કે ટ્રેનમાં એકલી પ્રવાસ કરતી એક મહિલા પર બળાત્કાર કરીને તેને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. અકાળે મોતને ભેટેલી એ જ મહિલાનું પ્રેત પછીથી રેલવે સ્ટેશને દેખાવા લાગ્યું હતું ...Read More

29

અમેરિકાના ભૂતિયા પુલો

તેનું આખું શરીર ખૂબ ખરાબ રીતે દાઝીને કાળું થઈ ગયેલું હોય છે અને શરીરમાં ઠેકઠેકાણે બળેલી ચામડી લબડતી હોય શરીરમાંથી હલકી ધૂમ્રસેરો નીકળતી દેખાય છે અને માંસ બળવાની ગંદી વાસ આવતી હોય છે. અત્યંત ઘૃણાજનક દેખાવ ધરાવતા એ વસ્ત્રહિન પ્રેતને જોઈને જ મોટાભાગના લોકો ડરીને ભાગી જાય છે, પરંતુ જો કોઈ તેને મદદ કરવાને ઈરાદે તેની નજીક જવાની કોશિશ કરે તો એ ભૂત તેમના પર હુમલો કરે છે ...Read More