શિકાર

(8.9k)
  • 255.4k
  • 362
  • 135.1k

પ્રસ્તાવના..... મારી આ કથા પણ આગળની નવલકથાઓ જેમ જ થ્રિલર છે. તદ્દન કાલ્પનિક છે. જોકે કરુણ વાસ્તવિકતા તો અંદર છે જ પણ કથાના પાત્રો કાલ્પનિક છે તેને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સબંધ નથી. * ઘણી આપઘાત આપણે રોજ છાપાના પનાઓમાં દેખીએ છીએ પણ એમાંથી ઘણી બધી આપઘાત ખરેખર આપઘાત હોતી નથી. એ હોય છે મર્ડર...! ઠંડે કલેજે પ્લાનીંગથી કરેલા મર્ડર...! જેમાં નથી કોઈ હથિયાર વપરાતા કે નથી કોઈ સબૂત મળતા. એ મર્ડર થાય છે ઇમોશનથી - લાગણીઓથી. હથિયાર વગર થયેલી એવી હત્યાઓ જેને આપઘાત, સ્યુસાઇડ, ખુદખુશી કે આત્મહત્યામાં ખપાવી દેવામાં આવે છે ત્યાંથી શરૂ થાય છે આ કથાનો

New Episodes : : Every Monday, Tuesday, Wednesday, Thursday & Friday

1

શિકાર : પ્રકરણ 1

પ્રસ્તાવના..... મારી આ કથા પણ આગળની નવલકથાઓ જેમ જ થ્રિલર છે. તદ્દન કાલ્પનિક છે. જોકે કરુણ વાસ્તવિકતા તો અંદર જ પણ કથાના પાત્રો કાલ્પનિક છે તેને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સબંધ નથી. * ઘણી આપઘાત આપણે રોજ છાપાના પનાઓમાં દેખીએ છીએ પણ એમાંથી ઘણી બધી આપઘાત ખરેખર આપઘાત હોતી નથી. એ હોય છે મર્ડર...! ઠંડે કલેજે પ્લાનીંગથી કરેલા મર્ડર...! જેમાં નથી કોઈ હથિયાર વપરાતા કે નથી કોઈ સબૂત મળતા. એ મર્ડર થાય છે ઇમોશનથી - લાગણીઓથી. હથિયાર વગર થયેલી એવી હત્યાઓ જેને આપઘાત, સ્યુસાઇડ, ખુદખુશી કે આત્મહત્યામાં ખપાવી દેવામાં આવે છે ત્યાંથી શરૂ થાય છે આ કથાનો ...Read More

2

શિકાર : પ્રકરણ 2

આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા હતા. હૃદયાકાર વડોદરાને ઢાંકતા ગગનમાં ક્યાંક ક્યાંક સફેદ વાદળીઓ પ્રિયતમને મળવા જાણે ઘેલી થઇ તેમ કાળા અડીખમ વાદળોને ચીરીને દોટ મુકતી હતી. પણ મારૂત કુહાડીનો ઘા કરી વાદળોને ચીરીને ધરતીની લ્હાય ઠારે એ પહેલા ડામરના કાળા રસ્તા ઉપર કાળા માથાના માનવીઓ ઉતાવળે હરફર કરતા હતા. ગાડીઓ દોડતી હતી, સાયકલની ઘંટડીનો મીઠો રણકાર રસ્તા ઉપર દોડી જતી હવામાં દુર દુર સુધી જતો હતો. સ્પોર્ટ્સ ક્લબની અંદર અને બહાર ગાડીઓ અને મોઘા બાઈકનો થડકલો થયો હતો. નવી ચકચકિત ઓડી કાર સ્પોર્ટ્સ ક્લબના ગેટ આગળ ઉભી રહી એ સાથે જ દરવાનની નજર ખુલ્લા વાળ, ચહેરા ઉપર કાળા ...Read More

3

શિકાર : પ્રકરણ 3

"આ તમે શું કહો છો ડોકટર ત્રિપાઠી?" કાને ધરેલ મોબાઈલ ધ્રુજતા હાથમાંથી પડી ન જાય એટલે તેના પર એના ભીંસ વધવા લાગી. "મિસ નિધિ, આ દુર્ઘટના હમણાં જ ઘટી છે, એકાદ કલાક પહેલાં જ." "ડોકટર આઈ ટેલ યુ જો આ કોઈ પ્રેન્ક હશે તો... તો હું તમને આવી મજાક માટે....." હજુયે આ મજાક છે આ રોંગ નંબર છે એવું સામેથી ડોક્ટર કહી દે તો સારું એવો અવાજ એવી પુકાર એના હ્રદયમાંથી ઉઠવા લાગી. એન્જી અને આત્મહત્યા બંને શબ્દો એકસાથે અશક્ય હતા. એ એન્જી જેણીએ પોતાને પળેપળે હિમત અને અગણિત પ્રેમ આપ્યો હતો તે એન્જી આત્મહત્યા કરે એ વાત તેનું દિલો ...Read More

4

શિકાર : પ્રકરણ 4

એન.પી. કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ આરસની પ્લેટ જડેલા તોતિંગ ગેટ પાસે અંદરના ભાગે સુંદર બગીચામાં સવારનું આહલાદક વાતાવરણ જમણી તરફ કરેંણના લાલ પીળા ફૂલો હતા. એની પાસે જ એક ગોળ ફુવારો હતો. ફુવારાની ફરતે કાશ્મીરી ગુલાબ ગોળાકારે વાવેલા હતા. અને એની ચારેય તરફ સ્ટીલની બેન્ચીસ ઉપર કોલેજના વિદ્યાર્થીઓ બેઠા હતા. ડાબી તરફ મહેંદીની વાડ બગીચાના બે ભાગ કરતી હતી. એ તરફ મહેંદીની લીલીછમ વાડની પાસે આસોપાલવ અને તાડ જેવા ઊંચા વૃક્ષો હતા જેથી વાડની પેલી તરફ આ તરફથી કઈ જોઈ શકાય તેમ ન હતું સિવાય કે જ્યાં વાડની હદ પુરી થતી હતી અને જ્યાંથી વાડની પાછળના ભાગે જઇ ...Read More

5

શિકાર : પ્રકરણ 5

સમીર ગેટની બહાર નીકળ્યો ત્યારે જ કોલેજના કોઈ સ્ટુડેન્ટે તેને સમાચાર આપ્યા હતા કે એન્જીએ આત્મહત્યા કરી છે. એટલે સીધી જ એન્જીના ઘર તરફ બાઈક ભગાવી હતી. બાઇકની કી કાઢી એ દરવાજામાં પ્રવેશ્યો ત્યારે પોલીસની જીપ એને સામે મળી. ઇન્સ્પેકટર ભારદ્વાજે એક નજર એના પર ફેંકી અને રવાના થયા. પોલીસ જીપને જોઈને એ ઘરમાં દાખલ થયો. કોલ્ડમુન ભવ્ય મકાન હતું. તેનું રાચ રચીલું જાણે બકિંગહમમાંથી લાવીને અહી ગોઠવ્યું હોય તેવું અનુપમ લાગતું હતું. સમીરે ઘર પરથી એન્જી કેટલી સમૃદ્ધ હતી તે અંદાજ મેળવી લીધો. સમીર કોઈને ઓળખતો નહોતો પણ ચહેરા અને ઉદાસી જોઈને એ સમજી ગયો કે ખૂણામાં એલ આકારે ...Read More

6

શિકાર : પ્રકરણ 6

નવી કોલોનીના સાર્થક ફ્લેટના ત્રીજા માળે પોતાના મકાનમાંથી તૈયાર થઈને સમીર ખાન નીકળ્યો અને સીધો જ આશ્રમ રોડ પાસેના ગોલ્ડ પહોંચ્યો હતો. ત્યાં નીમી હાજર જ હતી. થોડીક હાય હેલો પ્રેમભરી વાતો કરીને બંને ટીકીટ લઈને થ્રીયેટરમાં ગયા હતા. સમીર અને નિમિષા ઉર્ફ નિમિ ઉર્ફ મોહિની વાજા થ્રિએટરના અંધારા ખૂણામાં ફિલ્મ જોઈ રહ્યા હતા. ખરેખર તો સમીર થ્રિએટરના પરદા ઉપર નહિ પણ એના મોબાઈલના સ્ક્રીનમાં જોઈ રહ્યો હતો. કોઈ એક્શન થ્રિલર ફિલ્મ હોત તો કદાચ સમીરની આંખો પરદા ઉપરથી હટી ન હોત પણ એના પ્લાન મુજબ એને નિમિને લઈને રોમાન્ટિક ફિલ્મ જોવા આવવું પડ્યું હતું, જે એને જરાય પસંદ ...Read More

7

શિકાર : પ્રકરણ 7

નવરંગપુરા પોલીસ સ્ટેશન અને સીટી ગોલ્ડ થ્રીયેટર વચ્ચે આશ્રમ રોડ ઉપર આવેલી ગર્લ્સ હોસ્ટેલના સામેના કોમ્પ્લેક્સમાં આગળના ભાગે પાર્લર પ્રાઈમસ ધમધતો હતો. આગળ નખાયેલી ખુરશીઓમાં જાત ભાતના લોકો બેઠા હતા. કોઈ પિક અપ સ્ટેન્ડ ઉપર કંટાળીને ચા પીવા આવ્યા હતા. કોઈ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી માસુકાના દીદાર માટે આવ્યા હતા. કોઈ કોમ્પ્લેક્સના દુકાનદાર હતા. ગર્લ્સ હોસ્ટેલના ત્રીજા માળના જમણેથી પાંચ નંબરના રૂમની ખુલ્લી બારીમાં મરક મરક મલકાતી એક છોકરી નાઈટ ડ્રેસ પહેરી ખુલ્લા વાળમાં ઉભી હતી. જેની નજર પાર્લર આગળ ખુરશીમાં ચાના ઘૂંટ લેતા એક છોકરા ઉપર હતી. છોકરો પણ માસુકાને જોઈને જાણે ચાની મીઠાશ વધી હોય એમ હોઠ પર ...Read More

8

શિકાર : પ્રકરણ 8

ધરમપુરથી આવીને નિધિએ આખી રાત યાદોમાં અને આંખો ભીની કરવામાં ગાળી હતી. બીજા દિવસે સવારે જાગીને તે વહેલી તૈયાર ગઈ. જુહી પણ રોજની જેમ તૈયાર થઇ ગઈ હતી. તે દેખાવડી ન હતી. ખાસ તે વિચારોમાં રહેતી તેને તૈયાર થવામાં છોકરીઓ જેમ સમય ન લાગતો. તે ખુબ પાતળી અને ચહેરો પણ પાતળો હતો. બોયકટ વાળમાં તે પાતળી ફ્રેમના ચશ્માં પહેરતી. તેના ચહેરા ઉપર કોઈ ભાવ ભાગ્યે જ દેખાતા. તે ખુબ પાતળી દેખાતી એટલે સમર કોટ હમેશા પહેરી રાખતી. નિધિ તૈયાર થઈને ફોયરમાં આવી ત્યારે તે રોજની જેમ કાળા જીન્સ ઉપર આછી પિંક ટી શર્ટ પહેરીને બેઠી હતી. "જુહી ઓડી ...Read More

9

શિકાર : પ્રકરણ 9

નવાપુરાથી ચારેક કિલોમીટર અમદાવાદ તરફ ‘આચાર્ય સત્યાનંદ સ્વામીનો ભક્તિધામ આ તરફ’ લખેલું બોર્ડ વાંચીને ઓડી ધીમી પાડી. આશ્રમમાં ગાડી પણ ગેટ ઉપર કોઈએ રોક્યા નહિ. કોઈ પૂછપરછ કરાઈ નહિ. જુહીએ ગીયર બદલીને નજર કરી. જમણી તરફ ગાડીઓ પડી હતી. એ પાર્કિંગ હોવું જોઈએ એમ ગણી ગાડી સીધી જ પાર્કિંગ લોટ તરફ લીધી. ગાડી ઉભી રહી એટલે દસ્તાવેજવાળી બેગ લઈને નિધિ નીચે ઉતરી. "તું ગાડીમાં જ બેસ હું તરત જ આવું છુ." કહી નિધિએ આશ્રમમાં ચારેય તરફ નજર કરી. આશ્રમ વિશાળ હતો. સોળેક વિધામાં એ ફેલાયેલો હશે. નિધિ આવા કોઈ આશ્રમમાં આ પહેલા ક્યારેય આવી ન હતી એટલે અનાયાસે એની ...Read More

10

શિકાર : પ્રકરણ 10

ઓડીની કેબિનમાં એન્જી, વિલી, મેરી અને પોતાના બાળપણના ફોટા જોતી નિધિ અત્યારે જાણે કોઈ સિંગર હતી જ નહીં. અત્યારે વેરાન ભૂમિમાં એકલી પડી ગયેલી એ કોઈ બીજી જ દુનિયાની છોકરી હતી. સખત પહાડોની વચ્ચે વહેતી નદીના પોચા પાણી જેવા મીઠા ભૂતકાળને એ યાદ કરતી હતી અને ફરી એકવાર વરસાદ શરૂ થયો. બારીમાંથી વરસાદના ફોરા એના ગાલ ઉપર પથરાયા અને આંસુઓ સાથે ભળી ગાલ ઉપરથી દડીને એન્જીના ફોટા ઉપર બે એક ટીપાં પડ્યા. ફોટામાંનો એન્જીનો ચહેરો એ ટીપાને લીધે ધૂંધળો થઈ ગયો ત્યારે એ ફરી વર્તમાનમાં આવી. ઝડપથી કાચ ચડાવી લીધા. આલબમ્બ ઉપર એન્જીની છેલ્લી નિશાની ઉપર પડેલા પાણીના ટીપાઓ ...Read More

11

શિકાર : પ્રકરણ 11

સૂરજ ઉગીને ક્યારનોય આકાશમાં ચડવા લાગ્યો હતો. વડોદરાના રસ્તા બહુમાળી ઇમારતો અને બગીચાઓ ઉપર કિરણો પથરાતા હતા. નિધિ રાવળના ઉપરના માળની બારીમાંથી એ જ કિરણો પથારીમાં અને નિધિ ઉપર પડતા હતાં. દસ વાગીને ઉપર બે ત્રણ મિનિટો થઈ ત્યારે નિધીએ આંખ ખોલી. શરીર જકડાઈ ગયું હતું પણ મન થોડુંક હળવું થયું લાગ્યું. પથારીમાંથી ઉભી થઇને તે બારી પાસે જઈ ઉભી રહી. કોલોનીના મેદાનમાં બાળકો રમતા હતા. ઘડીભર નિધિ ત્યાં જ ઉભી રહી. પછી બારી બંધ કરીને સીડીઓ ઉતરી નીચે ગઈ. આંખો હજુ ઘેરાતી હતી. ફ્રીજમાંથી રાત્રે લાવેલું દૂધ લઈ હળવે ગેસે ચા મૂકી. આંગને, ગરમ થતા દુધને, ચા પત્તિના ઘૂંટાતા ...Read More

12

શિકાર : પ્રકરણ 12

નવ વાગ્યે સમીરના ફ્લેટના દરવાજે ટકોરા પડ્યા. સમીરે દરવાજો ખાલી જ વાસ્યો હતો. "કમ ઇન." સમીરે અંદરથી કહ્યું. સરફરાઝ અંદર દાખલ થયો. સમીરની સામેની ખુરશીમાં ગોઠવાયો. સમીરે ખાવાનું તૈયાર રાખ્યું હતું. ટેબલ ઉપર જાત ભાતની વાનગીઓ મૂકી હતી. પ્લેટ્સ સપુન્સ પાણીની બોટલ ગ્લાસ બધું રેડી હતું. પુલાવ, ટોસ્ટ, બટર, અને બીજું કશુંક નોનવેજ પણ હતું. સમીરે ટેબલના બેય છેડે ગોઠવેલી ખુશીઓમાંથી એકમાં બેઠક લીધી અને સરફરાઝને અદબભેર આમંત્રણ આપ્યું. પ્લેટસમાં પુલાવ, એક ડિસમાં ટોસ્ટ લઈને એના ઉપર બટર લગાવી તૈયાર કર્યા. પેલી નોનવેજ આઈટમની પણ પ્લેટો તૈયાર કરી. પછી બંનેએ અલ્લાહ મિયાની બંદગી કરતા હોય એમ આંખો બંધ કરીને ખોલી. ...Read More

13

શિકાર : પ્રકરણ 13

ડાયરીના દસેક પાના વાંચ્યા જેમાં એન્જીએ પરિવાર અને નિધિ વિશે જ લખ્યું હતું. અગિયારમું પાનું એ ફેરવવા જતી હતી જ ડોરબેલ વાગી. ઉપરા ઉપર બેલ વાગતી રહી એટલે ડાયરી મૂકી એ ઉભી થઇ અને રૂમ બહાર નીકળી. ફોયર વટાવીને મુખ્ય દરવાજે આવી. કડી ખોલવા હાથ લંબાવ્યો એટલે એકાએક પેલો વિચિત્ર માણસ યાદ આવ્યો. એ માણસ તો નહિ હોય ને? એ સવાલનો જવાબ તો દરવાજા પાછળ હતો પણ સવાલનો જવાબ મેળવ્યા પછી એનો અર્થ રહેશે કે કેમ એ શી ખાતરી? નહિ કડી નથી ખોલવી. પહેલા સ્ટોપર ખોલીને જોઈ લઉં. ધ્રુજતા હાથે ધોળા દિવસે ભયભીત થયેલી નિધીએ સ્ટોપર ખોલી. દરવાજો થોડોક ...Read More

14

શિકાર : પ્રકરણ 14

સરફરાઝ રાહ જોઈ જોઇને કંટાળ્યો હતો. બે ત્રણ વાર જોઈ આવ્યો પણ સમીર હજુ આવ્યો નહોતો. ઉત્સાહમાં એણે બે સિગારેટ સળગાવી. ચોથી વાર બારીમાં જઈને જોયું. આ વખતે સમીરના ફ્લેટની લાઈટ બળતી હતી. સમીર આવી ગયો હશે. હવે સરફરાઝની અધીરાઈ વધવા લાગી. મારે આ માણસને મારી સાથે જોડી લેવો જોઈએ. આખરે બંનેના કામ તો એકસરખા જ છે ને. મનોમન તે બબડ્યો. એણે જલ્દી નાઈટ કપડાં પહેરી લીધા. અને ફ્લેટની લાઇટ્સ અને દરવાજો બંધ કરીને સમીરના ફ્લેટ તરફ જવા લાગ્યો. સમીરના ફ્લેટના દરવાજે પહોંચી એણે ટકોરા માર્યા. થોડીવારે સમીરે દરવાજો ખોલ્યો. “કેસે હો મિયા?” "આવ સરફરાઝ આવ." કહી એણે ...Read More

15

શિકાર : પ્રકરણ 15

ધ સીટી પોઇન્ટ વડોદરાની ફાઈવ સ્ટાર હોટેલોમાંથી એક હતી. ઘણા રહીશો અહીં આવતા. હોટેલમાં ચોથા માળે તો ડાન્સર પણ ગરમ ગરમ ડાન્સ થતા. ઇલીગલી દારૂની મહેફિલો થતી. અરે! હોટેલ માલિક નાયડુએ એક સિંગર પણ મન બહેલાવવા રાખી હતી. બિઝનેસની કાંટાળા જનક મિટિંગો પતાવીને શેઠિયાઓ ગીત સાંભળતા અને પેલી ડાન્સર ગણોને અર્ધા વસ્ત્રોમાં જ પણ આખું શરીર દેખાય એવો ડાન્સ કરતી. લચુપચુ થતા શેઠિયાઓ હજારો રૂપિયા નાખી દેતા. બસ આમ જ નાયડુ છ હોટેલનો મલિક બન્યો હતો. આંધળા મૂર્ખ વ્યભિચારી અને દારૂડિયા બિઝનેસમેન પૈસાને પાણીની જેમ ઉડવાવતા. એ જ ધ સીટી પોઇન્ટ પોલીસથી છાની ન હતી. પણ એ હોટેલમાં આમ ...Read More

16

શિકાર : પ્રકરણ 16

વહેલી સવારે ફરી આકાશ કાળા વાદળોથી છવાયું. ભયાનક વરસાદ તૂટી પડયો હતો. મેઘ ગર્જના અને વીજળીના કડાકા ઘરમાં પણ બૉમ્બ વિસ્ફોટ થયો હોય એમ ગુંજતા હતા. ગાડી માટેના પતરાના સેડ ઉપર મોટા છાંટાનો વરસાદ ઝીંકાઈને અવાજ કરતો હતો. આ બધાય અવાજથી નિધિ જાગી ગઈ. ઘડિયાળમાં જોયું તો સવારના છ ઉપર પંદર મિનિટ થઈ હતી. એ તૈયાર થઈ અને ફોયરમાં આવી. આજે છાપાવાળો આવે એની કોઈ શક્યતા હતી જ નહીં. એટલે એની પાસે ચા પીવા સિવાય કોઈ કામ હતું નહીં. ઘડીભર હોલની બારી ખોલીને બહારનું વાતાવરણ જોતા જોતા એણીએ ચા પુરી કરી. બારીની બહાર હજુ અંધારું હતું. એટલે ખાસ કંઈ ...Read More

17

શિકાર : પ્રકરણ 17

ધોધમાર વરસાદ ફરી એકવાર ઝીંકાવા લાગ્યો. મધરાત્રે બે વાગ્યે વીજળીના ભયાનક કડાકા અને ગિરનો રાજા ગુફામાં ભરાઈ જાય એવી મેઘ ગર્જનાથી નિધિની આંખ ખુલી ગઈ. ઓઢવાનું હઠાવીને નિધીએ રૂમમાં નજર કરી. બાજુના રૂમમાં જુહી ઊંઘી હતી એ તરફ એક આછો બલ્બ જળતો હતો એનું સાવ આછું પાતળું અજવાળું જુહીના ઘરમાં રેલાતું હતું. નિધિએ પાણીની બોટલ માટે હાથ લંબાવ્યો. પણ બોટલ ખાલી નીકળી. કિચનમાં ફ્રીઝમાં બીજી બોટલ હતી એટલે એને નાછૂટકે ઉભા થવું પડ્યું. એ દરવાજે ગઈ. થોડીવાર આંખો ચોળીને ઉભી રહી. અને પછી એકાએક એનાથી ચીસ પડી ગઈ. પણ ગળામાંથી અવાજ નીકળ્યો નહિ. ભૂત જોયું હોય અને માણસના પગ ...Read More

18

શિકાર : પ્રકરણ 18

નક્કી કર્યા મુજબ અનુપ સવારના દસ વાગ્યે ગર્લ્સ હોસ્ટેલ પાસેથી ચા નાસ્તો પતાવી સિગારેટ ફૂંકતો ગાડી લઈને ડોગ હાઉસ રવાના થયો. સરફરાઝે શુ કર્યું હશે? કઈ રીતે આટલો જલ્દી સમીરને આપણા ધંધામાં જોડ્યો હશે? એ વિચાર તેને થોડોક અકળાવતો હતો. નહિ સમીર પહેલેથી જ મારા જેવા કામ કરે છે. બસ એ શિકાર નથી કરતો. માત્ર છોકરી ફસાવીને મજા લઈને છોડી દે છે. એ એનું કામ છે. પણ એ વળી ક્યાં ઓછું પાપનું કામ છે? સમીર જરૂર શિકાર કરતો થઈ જશે. અહીંનું બધું કામ પૂરું થઈ ગયું છે બસ કાલે જ વડોદરા જાઉં છું એટલે સમીરને પણ સાથે લઈ લઇશ. ...Read More

19

શિકાર : પ્રકરણ 19

ગર્લ્સ હોસ્ટેલમાં એક ભયાનક હોબાળો મચ્યો હતો. વહેલી સવારે આખી હોસ્ટેલમાં હાહાકાર થઈ ગઈ હતી. હોસ્ટેલના ગૃહમાતા કમ કેર મેડમ મિસિસ ચૌહાણે નવરંગપુરા પોલીસ સ્ટેશન ફોન કરીને પોલીસને બોલાવી હતી. નવરંગપુરાના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર વિરાજ કાળોત્રા અને સબ ઇન્સ્પેકટર ધીરુ મેવાણી બંને મારતી જીપે આવ્યા ત્યારે બધાના ચહેરા ઉપર દુ:ખના ભાવ થીજેલા હતા. "મેવાણી ત્રીજો માળ ખાલી કરાવ જલ્દી." બધાના ચહેરા ઉપર એક નજર કરીને તરત જ વિરાજે મેવાણીને સુચના આપી. "જી સર." મેવાણીએ કામ હાથે લીધું. બે કોન્સ્ટેબલને ત્રીજા માળની સીડીઓ પાસે ગોઠવ્યા અને કડક સૂચના આપી. "જ્યાં સુધી ફોટોગ્રાફર ન આવે ત્યાં સુધી બોડી આપણે હટાવી શકવાના નથી એટલે ...Read More

20

શિકાર : પ્રકરણ 20

સ્ટુલ પર પગ મૂકીને લાકડાની ખુરશીમાં બેઠો મનું બંને હાથ માથા ઉપર ખુરશીના છેડે મૂકીને નજર ઉપર ધીમી ફેરીએ પંખા પર સ્થિર કરીને પગથી જરાક ધક્કો મારી ખુરશીને પાછળના બે પૈયા ઉપર નમાવી ફરી પાછી લાવતો બેઠો ઝૂલતો હતો. એ જાણે પંખાની ફેરીને ગણવા મથતો હોય એમ તાકી રહ્યો હતો અને કેસ પણ પંખાની ફેરી જેવો હતો એને કઈ સમજાતું ન હતું. ખુરશીના પાયા જમીન સાથે અથડાવાનો કટ કટ અવાજ અને જૂના પંખાનો ઘર.. ઘર..... આવજ સામે બેઠેલા પૃથ્વીના કાનમાં ‘સમથિંગ રોંગ મસ્ટ બી ઘેર’ નો પડઘો પાડતો હતો. મનુને તે નાનપણથી ઓળખતો હતો. અરે રમાડ્યો હતો. પૃથ્વી તેના ચંચળ ...Read More

21

શિકાર : પ્રકરણ 21

વડોદરાની મહારાજા હોટેલમાં અનુપ સમીર અને સરફરાઝ પહોંચ્યા ત્યારે એમને ખબર નહોતી કે એમની પાછળ એક યેલ્લો ટેક્સી આ હોટેલ સુધી આવી હતી. હોટેલમાં લંકેશ, આઇટી સ્પેશિયાલિસ્ટ નવલ, શેડો બોય રઘુ, બહુરૂપી લાલા તિવારી ત્યાં હાજર હતાં. અનુપે રૂમમાં પ્રવેશી દરવાજો બંધ કર્યો. પહેલા જ ફોન જોડીની મેનેજરને સૂચના આપી કલાક સુધી નો ડિસ્ટર્બ. મેનેજરે ઓકે સર કહીને ફોન મુક્યો ત્યાં સુધી સરફરાઝ અને સમીરે બેઠક લીધી. સમીર અને લંકેશની નજર મળતા જ બંને એ સ્મિતની આપ લે કરી. "આ છે સમીર." અનુપે શરૂ કર્યું, " આપણો નવો સથી સમીર ખાન." સમીરે બધા સામે જોઇને સ્મિત વેર્યું. "વેલકમ સમીર ...Read More

22

શિકાર : પ્રકરણ 22

નિધિના ઘરની સામેના ફ્લેટની ત્રીજા માળની બારીમાંથી બાયનોક્યુલર તાકીને બેઠા માણસે આ દ્રશ્ય જોયું હતું. પહેલા તો અજાણ્યો માણસ એને લાગ્યું કે કોઈ સોસાયટીનો માણસ હશે અથવા કોઈનું ઘર શોધવા આવ્યો હશે. પણ એણે બુલેટને જોયું હતું. સમીરને એ ઓળખતો ન હતો. પણ બુલેટને એ માણસ બરાબર ઓળખી ગયો હતો. 5656 નંબરનું સજાવેલું બુલેટ એના ધ્યાન બહાર ગયું નહિ. જેવો સમીર નિધિના ઘર આગળ ઉભો રહ્યો કે તરત જ એણે બાયનોક્યુલર હઠાવીને ફોન જોડ્યો. "હેલો સર." "બોલ ખબરી." "બુલેટ રોયલ એનફિલ્ડ 5656. અજાણ્યો માણસ છે પણ એકલો છે. અત્યારે પુરી તક છે." "ઓકે નજર રાખ." ફોન મુકતા જ મનુએ ...Read More

23

શિકાર : પ્રકરણ 23

ચારેક એકરના ખેતરમાં પવન આમતેમ ઉડા ઉડ કરતો હતો. ઊંચા વ્રુક્ષો પવન સાથે રમત રમતા હતા. ખેતરમાં વાવેલો પાક સાથે ઘડીક ઉત્તર તો ઘડીક દક્ષિણ એમ ઝૂલતો હતો એ દ્રશ્ય મનમોહક હતું. ઘોડાના તબેલા તરફથી ઘોડાની હણહણાટી, વરસાદને ટહુકો કરતા મોરના સુંદર અવાજ ખેતરના વચ્ચેના ભાગેથી આવીને ચારેય તરફ ફેલાતા હતા, ટ્યુબવેલના ધોરામાં પડતા પાણીનો અવાજ અને નીકમાં ખળખળ વહેતા પાણીના અવાજથી એક માધુર્ય છવાયું હતું. કોઈ કલ્પના પણ ન કરી શકે કે આવા મનમોહક વાતાવરણમાં આવી સુંદર પ્રાકૃતિક જગ્યાએ કુદરતે રચેલા એક માનવીને હાથ પગ બાંધીને અંધારી રૂમમાં પૂરેલો હશે...! જમવાની વ્યવસ્થા કરીને લખુભાનો ખાસ માણસ જોરાવર ખબરી ...Read More

24

શિકાર : પ્રકરણ 24

સામેની રાવ હોટેલના બીજા માળની બારીમાંથી અહીં સતત વોચ રાખીને બીજો ખબરી આલતુ બેઠો હતો. ખબરીઓના નામ ફાલતું, આલતુ, એવા જ રખાતા એની પાછળના કારણ બહુ ગંભીર હતા. પહેલા અનુપ લોકો નીકળ્યા. એ લોકોએ ઘરની ગાડીમાં અનુપ લંકેશ સરફરાઝ અને રઘુ ચાર જણ નીકળ્યા. પછી થોડી વારે બીજા લોકો ટેક્સીમાં નીકળ્યા. પછી દીપ અને શીલા નીકળ્યા. દસ દસ મિનિટના અંતરે નીકળેલા આ બધાની ટીમમાં દીપ અને શિલાને પણ ખબરીએ અનુપ અને ટીમ્સના મેમ્બર જ ગણી લીધા કેમ કે દીપ પણ અનુપ જે દિવસે હોટેલમાં આવ્યો એ જ દિવસે એ જ સમયે હોટેલમાં આવ્યો હતો. અને અનુપ નીકળ્યો એ જ ...Read More

25

શિકાર : પ્રકરણ 25

સૂરજ ઉગતાની સાથે જ નિધિ જાગી. ઝડપથી ન્હાવા ધોવાનું પતાવી તેણીએ બેગમાંથી જે કપડા હાથમાં આવ્યા તે પહેર્યા. હોટેલ કેન્ટીનમાં જઈને ચા નાસ્તો કર્યો. આગળના દિવસે દર્શનની ઘણી તપાસ કરી પણ દર્શનનો કોઈ પત્તો મળ્યો નહિ. આજે ફરી એણીએ દર્શનને શોધવા જવાનું નક્કી કર્યું હતું. અને જો દર્શન ન મળે તો હવે અહીંથી પાછા જવું નથી. વિલી અંકલ જેમ સન્યાસ લઈ લેવો છે. જોકે એના નસીબ સારા હતા કે સમીરને કોઈએ ઉઠાવ્યો એટલે અનુપે નિધીનો શિકાર કરવાનો પ્રોગ્રામ મુલતવી રાખ્યો હતો એટલે એની પાછળ કોઈ અત્યારે હતું નહીં. એટલું જ નહી પણ જયારે નિધિ અમદાવાદ જવા નીકળી ત્યારે સામે વોચ ...Read More

26

શિકાર : પ્રકરણ 26

આદિત્યએ સોનિયા, દીપ, શીલા, ટ્રીસ, ટોમ, કેબ ડ્રાઈવર એજન્ટ કે એ બધાની મિટિંગ થઇ. નિમિષા ઉર્ફ મોહિની ઉર્ફ નીમી અને સબનમ પણ એજન્ટ હાઉસમાં હાજર જ હતા. "સોનિયા બધી જ વિગતો આ લોકો સામે ફરી એક વાર રિપીટ કર." પછી બધા સામે એક નજર કરીને કહ્યું, "એક પણ મુદ્દો ધ્યાન બહાર રહી જવો ન જોઈએ." સોનિયાએ બધી જ વાત શરૂ કરી. કઈ રીતે સમીર અને સોનિયા ગર્લફ્રેન્ડ બોય ફ્રેન્ડ બનીને કોલેજમાં ગયા. સ્કેચ પરથી એમણે એ છોકરાને કઈ રીતે ઓળખ્યો, એમને બીજા કોના ઉપર શક ગયો અને કઈ રીતે ગયો. અનુપ અને લંકેશે કઈ રીતે સોનિયા અને સમીરનું બ્રેક અપ ...Read More

27

શિકાર : પ્રકરણ 27

ઓડી આશ્રમના ગેટ આગળ ધીમી પડી એમ નિધિના મનમાં પણ વિચારો ધીમા પડ્યા. આશ્રમમાં દેખાતા ઊંચા ઘટાટોપ વૃક્ષો, મહેંદીની હરિયાળું ઘાસ, ઘાસ ઉપર ગોઠવેલા ફુવારા, સુંદર ઝૂંપડીઓ, ઓરડાઓની હારમાળ ઉપર દેખાતા લાલ દેશી અને વિલાયતી નળિયા ઉપર પથરાયેલી વેલ અને એમાં ઉઘડેલા ફૂલો અને સફેદ વસ્ત્રોમાં ફરતા સ્ત્રી પુરુષો. બધું વાતાવરણ જાણે સ્વર્ગીય લાગ્યું. પાર્કિંગ લખેલા પાટિયા પાસે ગાડી પાર્ક કરીને નિધિ ઉતરી. એને હવે સમજાવા લાગ્યું કેમ લોકો સન્યાસ લેતા હશે, કેમ વિલી અંકલ જેટલા સમજદાર જ્ઞાની માણસે પાદરી બનીને જીવન વિતાવવાનું નક્કી કર્યું હશે, કેમ જૈન લોકો દીક્ષા લેતા હશે. અરે નિધીએ એવા કિસ્સા જોયા હતા જેમાં ...Read More

28

શિકાર : પ્રકરણ 28

રુદ્રસિંહની ફેકટરી આગળ ગાડી ઉભી રાખીને મનું અંદર ગયો. મેનેજર કમ માલિકની કેબિનમાં સૂરજસિહ રાઠોડ કશુંક હિસાબ કરતો હતો. અસલ નામ સિદ્ધાર્થસિહ હતું એટલે તેને ક્યારેક સૂરજ કહેતા ક્યારેક સિધાર્થ કહેતા. મનું અને સૂરજને રુદ્રસિંહે એક સાથે ઉછેર્યા હતા. પોલીસ સ્કૂલમાંથી મનું ઘરે આવતો ત્યારે સૂરજ સાથે એ રમતો. એને પોલીસની, જાસૂસીની, પોતે વાંચેલી ક્રાઈમ કહાનીઓની વાતો કહેતો. સિદ્ધાર્થ તદ્દન રુદ્રસિહ જેવો જ દેખાતો. મજબુત શરીર, ગોરો વાન, પણ કાનમાં તે રાજપૂતી કડીઓ પહેરતો. અને દેખાવે કોમળ છોકરા જેવો લાગતો. તેના ચહેરા ઉપર ભોળપણ હતું. રુદ્રસિહ જેમ તેનો ચહેરો કડક ન લાગતો. મનુને આમ અચાનક આવેલો જોઈને સિદ્ધાર્થ કેબિન બહાર ...Read More

29

શિકાર : પ્રકરણ 29

આદિત્યએ કપડાં પહેર્યા. ઉપર કોટ ચડાવ્યો. ચશ્મા પહેર્યા. આયનામાં જોયું. દાઢી વાળ મૂછો બધું તદ્દન સફેદ થઈ ગયું હતું. નીચે કરચલી પડી ગઈ હતી. ગન હાથમાં લીધી પણ હાથ ઉપર ચામડી હવે પહેલાના જેમ કડક નહોતી રહી, જરાક ઢીલી પડી ગઈ હતી. જોકે સફેદ મૂછો હજુય એમની એમ હતી. ભસ્મનું તિલક એમનું એમ હતું. ચહેરાની ચમક એમની એમ હતી. શરીરના સ્નાયુઓ એમના એમ હતા. આંખોમાં ચમક એમની એમ હતી. બસ વધારે દોડી શકે તેમ ન હતા ન તો વધારે દૂર સુધી જોઈ શકતા. માણસ ગમે તેવો હોય ઉંમર સાથે શરીરમાં ફેરફાર તો થાય જ છે. આજે વર્ષો પછી ખુદ ...Read More

30

શિકાર : પ્રકરણ 30

બીજી સવારે લખુભાએ ઈંગ્લીશ દારુનું કોટર લાવ્યું. બ્રાન્ડનું લેબલ એને વાંચતા આવડતું ન હતું પણ એના ઉપર લખેલું નામ એને કોઈ વાંચી સંભળાવતું. સમીરને પરાણે થોડો દારૂ પાઈને સ્વસ્થ કર્યો. એ પછી મનુને અદિત્યએ બધું સમજાવ્યું અને મનુએ અદિત્યને બધું સમજાવ્યું. મનું કઈ રીતે આ કેસમાં પડ્યો એ પણ સમજાવ્યું. "તો એનું નામ અનુપ છે એમ ને?" આખીયે વાત સાંભળીને મનું બોલ્યો. "હા બાકીના લંકેશ, રઘુ અને બીજા ચાર પાંચની ટોળકી છે." સમીરે કહ્યું અને પછી કોઈક પાસેથી સિગારેટ માંગી. પાટો બાંધેલ આંગળીમાં સિગારેટ પકડતા પણ આંગળીમાં પીડા થતી હતી. "સમીર બધી જ માહિતી લાવવાનો હતો. એ દીપને રિપોર્ટ ...Read More

31

શિકાર : પ્રકરણ 31

આશ્રમમાં દર્શનને નિધિ સાથે સાંજે વાત કરતો જોયા પછી અજય મહારાજે એના બે માણસોને બોલાવ્યા હતા. "રાઇન્સ, માર્શલ તમે હવે દર્શનનું કામ ઝડપથી આટોપી લો." "જી મહારાજ." બંને વિદેશીઓ બોલ્યા. "વિજયી ભવ." તેજસ્વી સ્વરે અજય મહારાજે કહ્યું ત્યારે એ અવાજમાં મૂળ અમેરિકાના પણ ઇન્ડિયામાં આવીને મોટા પાયે હ્યુમન બોડી પાર્ટ્સ અમેરિકા પહોંચાડતા રાઇન્સ અને માર્શલ બને જણે હિન્દૂ હોય એમ ગરદન ઝુકાવી હતી. બરાબર એ જ સમયે ચંદ્રાદેવીએ અજય મહારાજનો દરવાજો ખખડાવ્યો હતો. તરત રાઇન્સ અને માર્શલ તિજોરીના પરદા પાછળ લપાઈ ગયા. અજય મહારાજે દરવાજો ખોલ્યો પણ ચંદ્રા અંદર અવવાને બદલે બહારથી જ બોલી હતી. એણીએ કહ્યું હતું કે ...Read More

32

શિકાર : પ્રકરણ 32

મનુનો ફોન ફરી રણક્યો. ખબરીનો નંબર હતો. "બોલ ખબરી." "સાહેબ પેલા બે જણ ફરી જુહીના ઘરે આવ્યા "બીજું કંઈ?" "હા સાહેબ બે ત્રણ દિવસથી જુહી ઘરમાં જ પુરાઈ રહે છે. નથી બહાર જતી નથી કોઈ અંદર આવતું. આ બે માણસો સિવાય કોઈ આવતું નથી." "ઓકે તું ધ્યાન રાખ." મનુએ ખબરીને પણ કહ્યું નહી કે પોતે તરત જ જુહીના ઘરે આવે છે. ફોન મુકતા જ મનુએ વેનમાંથી ત્રણ કાપડના મોટા ટુકડા કાઢ્યા. કાળા કાપડના ટુકડા બધાને આપીને કહ્યું, "બાંધી લો." "કેમ?" પૃથ્વી તો આ બધું સમજતો હતો પણ સમીર નહિ. "તને ઉઠાવ્યો એ જ રીતે નિધીને અને એના સાથે પેલો માણસ ...Read More

33

શિકાર : પ્રકરણ 33

આશ્રમમાં ગામે ગામેથી લોકો આવવા શરૂ થયા. સાંજ સુધીમાં તો આશ્રમમાં એક ઇંચ જગ્યા ખાલી રહી નહિ. શોકાતુર ચહેરા બધા શ્રદ્ધાળુઓ ભક્તો આશ્રમમાં ઠેર ઠેર ઉભા બેઠા વાતો કરતા હતા. અજય મહારાજ, ચંદ્રાદેવી, બીજા અનુયાયીઓ, ડોકટર મનોહર, સી.એ. હરીશ બધા જ લોકોએ આચાર્યના દેહને અગ્નિસંસ્કાર આપવા માટેની બધી જ તૈયારીઓ કરી લીધી પછી આચાર્યની સ્મશાનયાત્રા હજારો લોકોના ટોળા સાથે નીકળી ત્યારે અમદાવાદ ગાંધીનગર જ નહી છેક મુંબઈ સુધીના નેતાઓ આવી પહોંચ્યા. કરોડો રૂપિયાની ગાડીઓ લઈને ઘણા ભક્તો અને બિઝનેસમેનસ પણ આવ્યા. નજીકનું પરિવારનું કોઈ સગુ ગુજરી ગયું હોય એવા ચહેરા લઈને બધા યાત્રામાં જોડાયા. આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા. આશ્રમ ...Read More

34

શિકાર : પ્રકરણ 34

"શુ કહ્યું?" ફોન મુકતા જ તરત સમીર બોલી પડ્યો, "આશ્રમમાંથી હતો?" "હા આશ્રમમાંથી જ હતો અજય મહારાજનો. એ આપવા તૈયાર છે." પહેલીવાર એજન્ટ કઈક ઉત્સાહમાં બોલ્યા. “એ કોણ છે?” રુદ્રસિહે પૂછ્યું. “એ આચાર્યનો મુખ્ય ચેલો છે.” "પણ વગર કોઈ પ્રુફ એ શું કામ તૈયાર થાય?" મનુએ વચ્ચે સવાલ કર્યો. "વગર કોઈ કારણે કોઈને તૈયાર કઈ રીતે કરવો એ મારો વિષય છે મનું. ટોમને ધોળા દિવસે આશ્રમમાં મુકવાનું ભયાનક જોખમ મેં કેમ લીધું હશે? એ લોકો ફફડી જાય જો કોઈ રૂબરૂ આવીને ધોળા દિવસે આમ બ્લેકમેઇલિંગનો લેટર આપે તો. ધારો કે હમણાં કોઈ અહીં આવે અને એવો ધમકી કે બ્લેકમેઇલિંગનો લેટર ...Read More

35

શિકાર : પ્રકરણ 35

બક્ષીનો ફોન આવતા જ અદિત્યએ તૈયારી શરૂ કરી દીધી. નિધિ અને જુહીને એજન્ટોની પ્રચ્છન્ન નજર કેદમાં રાખીને આયોજન ઘડાયું. તો ક્યારનોય ઘરે મોકલી દેવાયો હતો. રુદ્રસિહને હવે હાફ ચડતો હતો. ફેફસામાં શ્વાસ ચડી જતો એટલે આદિત્યએ રુદ્રસિહને મિશનમાં ન લેવાની ગણતરી કરી પણ રુદ્રસિહ એકના બે થયા નહી. મનું પૃથ્વી અને રુદ્રસિંહની એક ટિમ થઈ. ટોમ, સમીર, સરફરાઝ અને સુલેમાન તેમજ લખુંભા અને જોરાવરની એક ટિમ થઈ. દીપ, શીલા, ટ્રીસ અને એજન્ટ કે સ્પેશિયલ કેબ ડ્રાઈવરની ટિમ થઈ. સોનિયા નીમી કે બીજા એજન્ટોને લેવાયા ન હતા કારણ વધારે માણસોની જરૂર ન હતી. એજન્ટ એ એકલા જ રહ્યા. બધું જ રિસ્ક ...Read More

36

શિકાર : પ્રકરણ 36

મનુએ નોંધણી કરાવી અને એ ત્રણેય રૂમમાં જવા નીકળ્યા એ જ સમયે પેલો ગોવાળ જેવો દેખાતો માણસ આશ્રમ તરફ વાળીને દોડ્યો હતો. હંફાતી છતીએ દેહાતી કપડામાં એ સીધો જ દોડતો એના છાપરા તરફ ધસ્યો ત્યારે લખુંભા અને જોરાવર એ તરફ જ હતાં. એને દોડતો આવતો જોયો એટલે જોરાવરે લખુંભાને કહ્યું, "પેલો ગોવાળ કેમ દોડે છે?" "શી ખબર આપણે શું." લખુંભાએ કહ્યું એટલે જોરાવર પણ ખભા ઉલળીને બોલ્યો, "કૂતરા પાછળ પડ્યા લાગે છે." અને લખુંભા સાથે આશ્રમ જોવા લાગ્યો. પેલો ભાગતો આવીને બીજા ગોવાળ પાસે ઉભો રહ્યો. "શુ થયુ અલ્યા?" બીજા ગોવાળે પૂછ્યું પણ પેલો અંગ્રેજીમાં બોલ્યો. "ઘેર આર ઇન્ડિયન ...Read More

37

શિકાર : પ્રકરણ 37

મનું બહાર દોડ્યો એ સાથે જ ધડાકો સાંભળીને ગભરાયેલા માણસોએ એને ગન સાથે જોયો એટલે હોહા કરીને સૌ ભાગ્યા. રૂમમાં ઘુસાય એ રૂમમાં ઘુસ્યા. કોઈ ખુણામાં તો કોઈ જ્યાં હતા ત્યાં સુઈ ગયા. વરસાદ શરુ થતા દીપ એન્ડ ટીમ્સ અને સમીર એન્ડ ટીમ્સ પણ યાત્રાળુઓવાળી બિલ્ડીંગમાં ઘુસ્યા હતા. ધડાકો સાંભળીને એ બધા પણ સ્તબ્ધ થઈને હતા ત્યાને ત્યાં જ ખોડાઈ ગયા હતા. માત્ર મનું અને પૃથ્વી જ સ્વસ્થ રહીને દોડ્યા હતા. પણ સીડીઓ ઉતરીને નીચે ગયો અને સામેની બિલ્ડીંગ તરફ ભાગવા જાય ત્યાં જ એના પગ આપમેળે જડાઈ ગયા. પાછળથી આવતો પૃથ્વી પણ એની પાસે આવીને અટકી ગયો. ...Read More

38

શિકાર : પ્રકરણ 38

સાવ દેહાતી લીલાધર પડ્યો પડ્યો કંટાળ્યો હતો. ટેબલ વગેરે ઉપર વળેલી છેપટ ખંખેરવા માટે જે લાકડીના એક દંડા ઉપર બાંધીને ઝાપટીયુ બનાવાય છે તેનો દંડો ખૂણામાં પડ્યો હતો. એ જોઇને એને ખબર નહિ શું યાદ આવ્યું કે રૂમાલ કાઢીને એ દંડો લઈ તેના પર રૂમાલ બાંધીને બારી પાસે પડ્યા પડ્યા જ ઊંચો કર્યો એ સાથે જ વરસાદના ટીપાઓ ચીરતી એક બુલેટ આવી અને દંડા સહિત રૂમાલને સામેની દીવાલે લઈ ગઈ. સામેની દિવલમથી એક પોપડું ઉખડયું. “આ શું કરે છે તું લીલાધર?” અજયે ત્રાડ પાડી. “હું ચેક કરતો હતો કે એ માણસ હજુ ત્યાં જ છે કે કેમ.” “સાલા મૂર્ખાઓની ...Read More

39

શિકાર : પ્રકરણ 39

શીલાએ આઈડી સરકાવ્યું અને એ જોઈ પેલી મહિલા બાળકોને લઈને બહાર આવી બરાબર એ જ સમયે બિલ્ડિંગ ઉપર ધડાકો અને શીલા તેમજ પેલી મહિલા ઉપર કાટમાળ પડ્યો. એમાં બાળકો પણ... શીલાના માથા ઉપર મોટો ટુકડો પડ્યો હતો એટલે તેનાથી રાડ પણ નખાઈ નહિ. પેલી મહિલાએ બાળકોને બાથમાં લીધા પણ ઉપરથી ખીલાસરી વાળું એક ગાબડું તેના ઉપર પડ્યું અને બાળકોની કરુણ ચીસ આકાશ ફાડી નાખે ધરતીની છાતી ચિરાઈ જાય એવી વેદનાભરી ચીસ મોટા પથ્થર નીચે ગૂંગળાઈ ગઈ... આટલી કેપેસીટીનો ગ્રેનેડ કલ્પના પણ કરી શકાય તેમ નહોતો. * ધડાકો થતા આખીયે બિલ્ડીંગ પાછળના ભાગેથી નમી ગઈ હતી કારણ ગ્રેનેડ છત ઉપર ...Read More

40

શિકાર : પ્રકરણ 40

આશ્રમમાં આ ભયાનક ઘટના થઈ એના બે મહિના પછી... દરમિયાન નિધિને એજન્ટ હાઉસ ઉપર જ રાખવામાં આવી. આ બધું એના મગજનું સંતુલન છેક જ ખોરવાઈ ગયું હતું એટલે એને ત્યાં જ રાખવામાં આવી હતી. આખરે એક દિવસ મનું, પૃથ્વી, લખુંભા, જોરાવર, ટોમ, ટ્રીસ, દીપ, એજન્ટ કે, નિધિ, સુલેમાન, સમીર, સોનિયા અને બીજા બધા એજન્ટ એકઠા થયા. આદિત્ય અને બક્ષી રૂમમાં દાખલ થયા. અદિત્યનો અર્ધો ચહેરો ખાસ્સો બળ્યો હતો એની સર્જરી કરવી પડી હતી છતાં બંને જૂની નવી ચામડીના જોડાણ પાસે એક ડાઘ દેખાતો હતો. એ જોઈને અંદર બેઠેલા બધાને આદિત્ય હતા તે કરતા વધારે ખૂંખાર દેખાયા. દીપ ખૂણામાં એક ...Read More