પ્રેમ નો પાસવર્ડ

(115)
  • 43.4k
  • 32
  • 21.1k

નીલ, થોડું વિચાર તો ખરી ! મમ્મીના આ વાક્ય બોલતા જ ઘરના બધા લોકો ખડખડાટ હસી પડ્યાં, કુનિકા થી રહેવાયું નહી અને બોલી પડી, "ભાઈ... અને વિચારે"..... કુનીકાએ વાક્ય પૂરું કર્યું અને બધા ફરી વખત ધીમેથી હસવા લાગ્યા. "એ... સાંભળો બધા, મારા દીકરા ની મશ્કરી ના કરશો, " આમ કહી મમ્મી બધા ને વઢી પડ્યા. પણ ખૂણામાં છાપું વાંચતા વાંચતા ચા પી રહેલા પપ્પા ના જાણે કોઈ બાહ્ય હાવભાવ જ નહોતા. પ્રેક્ષા એ પપ્પા સામે જોઈને કહ્યું, 'પપ્પા, દીદી નિલભાઈ ની મજાક ઉડાવે છે, એમને કહો ને કે.. મારા ભાઈ ને હેરાન ના કરે....' પપ્પા એ મંદ હાસ્ય આપ્યું, અને ફરીથી ચા નો કપ

Full Novel

1

પ્રેમ નો પાસવર્ડ - 1

નીલ, થોડું વિચાર તો ખરી ! મમ્મીના આ વાક્ય બોલતા જ ઘરના બધા લોકો ખડખડાટ હસી પડ્યાં, કુનિકા રહેવાયું નહી અને બોલી પડી, "ભાઈ... અને વિચારે"..... કુનીકાએ વાક્ય પૂરું કર્યું અને બધા ફરી વખત ધીમેથી હસવા લાગ્યા. "એ... સાંભળો બધા, મારા દીકરા ની મશ્કરી ના કરશો, " આમ કહી મમ્મી બધા ને વઢી પડ્યા. પણ ખૂણામાં છાપું વાંચતા વાંચતા ચા પી રહેલા પપ્પા ના જાણે કોઈ બાહ્ય હાવભાવ જ નહોતા. પ્રેક્ષા એ પપ્પા સામે જોઈને કહ્યું, 'પપ્પા, દીદી નિલભાઈ ની મજાક ઉડાવે છે, એમને કહો ને કે.. મારા ભાઈ ને હેરાન ના કરે....' પપ્પા એ મંદ હાસ્ય આપ્યું, અને ફરીથી ચા નો કપ ...Read More

2

પ્રેમ નો પાસવર્ડ - 2

મિત્રો, પહેલા તો આપનો ખુબ ખુબ આભાર કે આપ સૌ એ આ નોવેલને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો..અને sorry કે લેટ છું બીજા ભાગ માટે.. તો જોઈએ.... "પ્રેમ નો પાસવર્ડ - 2"કોલેજ માં થયેલી એનાઉન્સમેન્ટ ને કારણે બધા ખુબ જ ખુશ હતા. આ એનાઉન્સમેન્ટ હતી કોલેજની ફ્રેશર્સ પાર્ટીની. જી, હા મિત્રો આ ઘડી બધા માટે જલસા કરવાની હોય છે. નીલ અને તેના મિત્રો ખૂબ જ ખુશ હતા. ત્યાં થી છૂટીને તરત જ હોસ્ટેલ પહોંચ્યા. રૂમમાં પગ મૂકતાં જ પોતાના બેગનો ઘા કરી પલંગે ઉથમાં પડી નીલે ફોન લગાવ્યો.... નીલ : હેલ્લો.....! મમ્મી : કેમ છે દીકરા ! જયશ્રીકૃષ્ણ...નીલ : જયશ્રીકૃષ્ણ મમ્મી, હું ...Read More

3

પ્રેમ નો પાસવર્ડ - 3

સૌથી પહેલાં તો સોરી કે હું લેટ છું નવા ભાગ માટે અને thank you..Ke આપ સૌ એ આ નોવેલન પ્રતિભાવ આપ્યો છે...તો ચાલો જાણીએ.....નીલ અને ચેતનના કોલેજ કેમ્પસમાં પ્રવેશતાજ નીલે કાંઈક એવું જોયું કે તેની આંખો પહોળી થઈ ગઈ. ચેતન: નીલ, શું થયું યાર, કેમ આંખો ફાડી-ફાડીને જુએ છે? કોણ છે એ? નીલ થોડી વાર માટે તો સ્તબ્ધ થઈ ગયો અને મનમાં વિચારો રાસ-ગરબા રમવા માંડયા. થોડી વાર પછી નીલના મોઢામાંથી જે પહેલો શબ્દ નીકળ્યો એ..... "ધ્રુતિ"...... અહીંયા....; ચેતન :ધ્રુતિ કોણ? (આશ્ચર્ય સાથે) નીલ : અરે, આ ધ્રુતિ અને હું બાળપણના બેસ્ટ ફ્રેન્ડ હતા. લગભગ આજ ત્રણ વર્ષ પછી જોઉં છું આને, એ જ ...Read More

4

પ્રેમ નો પાસવર્ડ - 4

ચાર દિવસ સુધી નીલનો કોઈ જ કોન્ટેક્ટ નહોતો.. ધ્રુતિને પણ કંઈ સમજાતું નથી, તે હવે રાહ જોઈ શકતી નથી. ચેતનને કોલ કર્યો, ચેતન ધ્રુતિનો ફોન વારંવાર કાપતો હતો. ધ્રુતિને એ રાત્રે જરા પણ ઊંઘ ના આવી, ધ્રુતિ બીજા દિવસે કોલેજ પણ ના આવી, હોસ્ટેલમાં જ રહીને એકલી એકલી રડ્યા કરતી... થોડી જ વારમાં ફોનની રીંગ વાગે છે, ધ્રુતિ રડવાનું બંધ કરી ફોન ઉપાડે છે. સામે ચેતન હોય છે. ધ્રુતિ : હેલો, ચેતન : તું ક્યાં છે? ધ્રુતિ : એ બધું છોડ, પહેલા મને એ કહે કે નીલ ક્યાં છે?, શું થયું છે યાર એને? મારો એની સાથે કોઈ કોન્ટેક્ટ ...Read More

5

પ્રેમ નો પાસવર્ડ - 5

અમીષા ચેતનને એક વાત કહેવા ઈચ્છતી હતી. નીલ આગળ ચાલ્યો ગયો હતો એટલે ચેતન ગભરાતો હતો અને ટેન્સનમાં પણ કે અમીષાનું વર્તન આજ અચાનક કેમ આવું! વધુ વિચાર ના કર, અમીષા ચેતનનો હાથ પકડતા બોલી. પણ તું શું કહેવા ઈચ્છે છે? ચેતન બોલ્યો. “જો ચેતન, તારા મનમાં મારા પ્રત્યે શું ચાલી રહ્યું છે એ મને ખ્યાલ નથી, પણ તને જોયા પછી મને શું થયું છે એ જ ખબર પડતી નથી. બધે તું જ દેખાય છે. મારા સપનાઓમાં, મારી કલ્પનાઓમાં, મારા વિચારોમાં મને તારો જ ચહેરો દેખાય છે. નાં તો હું સરખી રીતે સુઈ શકું, ના તો ...Read More

6

પ્રેમ નો પાસવર્ડ - 6

કોલેજની ટ્રીપ પણ ખુબ જ સારી રહી હતી. હવે એક ઉત્સવ આવવાનો હતો. નીલ, ધ્રુતિ, અમીષા અને ચેતન આ લઈને ખુબ જ ઉત્સાહિત હતા. સૌથી વધારે ખુશ તો ચેતન હતો. આ ઉત્સવ એટલે અમીષાનો બર્થ-ડે. અમીષાના બર્થ-ડેને લઈને ચેતન ખુબ જ ઉત્સાહિત હતો. ચેતન અમીષા માટે કંઈક ધમાકેદાર સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યો હતો. અમીષા પણ પોતાના બર્થ-ડે માટે જોરદાર તૈયારી કરી રહી હતી. નીલ અને ધ્રુતિ પણ ચેતનના આ પ્લાનમાં સાથે હતા. ચેતને લગભગ તૈયારીઓ કરી લીધી હતી. રાત્રીના બાર વાગ્યે અમીષાનો ફોન વાગ્યો, અમીષા : હેલો, ચેતન : હેપ્પીએસ્ટ બર્થ-ડે ડીયર, અમીષા : થેંક-યુ સો ...Read More

7

પ્રેમ નો પાસવર્ડ - 7

ચેતને અમીષા માટે અનેક સરપ્રાઈઝ પ્લાન કર્યા હતા. ગાર્ડનમાં સેલિબ્રેશન પૂર્ણ કર્યા બાદ ચેતને અમીષા માટે લખેલી કવિતા અમીષાને અને એ સાંભળીને અમીષા ખુબ જ ખુશ થઈ ગઈ. એ કવિતાનું ટાઈટલ હતું “તું મારી પ્રેરણા”. અમીષા મોટા કુટુંબની છોકરી હતી, બસ એને દેખાડો કરવો પસંદ નહોતો. ચેતનના આટલા ખર્ચ કરવા પાછળનું કારણ ના પૂછતાં અમિષાએ ચેતનને માત્ર એટલું જ કહ્યું “તને કદાચ એ ચિંતા હશે કે તું મારો બર્થ-ડે યાદગાર નહિ બનાવે તો હું તારાથી રિસાયને ફરીશ. પણ તું ચિંતા ના કર, તારો પ્રેમ મને જીવનના સ્ટેડીયમ પર આઉટ કરી ચુક્યો છે, જો તું આ ...Read More

8

પ્રેમ નો પાસવર્ડ - 8 (અંતિમ ભાગ)

વાર્તા વિચારથી ઉદભવે છે અને દરેક વિચારમાં એક વાર્તા સમાયેલી હોય છે. આજ આ વાર્તાનો છેલ્લો ભાગ આપની સમક્ષ છું ત્યારે આપ સૌ દ્વારા મારી આ વાર્તાને જે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આશા છે કે મારી આવનારી વાર્તાઓમાં પણ આવો જ પ્રેમ, આવી જ ઉત્સુકતા આપની હશે. વડીલોના આશીર્વાદ અને મિત્રોની શુભેચછાઓ તેમજ નાનકાઓના પ્રેમ સાથે આ વાર્તાને અંત તરફ વાળી રહ્યો છું. આ મારી શરૂઆતની સફર છે, માટે ઘણી ભૂલો કરી હશે મેં, મારા દ્વારા લેખન, વ્યાકરણમાં જે ભૂલો થઈ છે એના માટે મને એક ધીમે ધીમે ...Read More