ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું

(127)
  • 36.1k
  • 25
  • 16k

પરિચય અને પ્રસ્તાવના મારુ પરિચય જો આમ કહું તો એક એવી છોકરી જે નકામું વિચાર્યા રાખે અને એ કોઈ ને ના સમજાય. કેટલીય એવી વાતો જે ક્યારેય બહાર ના આવે અને કેટલીક જે ડાયરી ના પાના ઓ માં દફનાઈ જાય. મને વધુ પડતા વિચારો ની અને ઘણા બધા પ્રશ્નો કરવાની બીમારી છે. એટલે જ મારા ઘણા બધા પ્રશ્નો અને વિચારો ને સંકોચી લેવા માટે આ વાર્તા નું નિર્માણ થયું છે. કારણ કાંચ પર પારો ચડે તો દર્પણ બને અને માણસો ને એમાં સાચું પ્રતિબિંબ બતાવીયે તો માણસ નો પારો ચડે. એટલે સીધે સીધું નહિ પણ કહાની રૂપ હોય તો કદાચ

Full Novel

1

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - Episode 1

આમ તો આ સંસાર માં મુખ્ય બે ભાગો રહેલા છે, એક સ્ત્રી અને એક પુરુષ. અને સંઘર્ષો ની વાત ત્યાં સ્ત્રીઓ નું સ્થાન પહેલા આવે. સ્ત્રીઓ નું નાનાં માં નાનું સંઘર્ષ પણ વખાણ ને જોરે હોય, આમ તો સ્ત્રીઓ સરખામણી ની લાંબી એવી વાર્તા ઓ કરે, પણ સુવિધા ઓનો જયારે સમય આવે એ વખત "LADIES FIRST" નું બોર્ડ સહુથી પહેલા લાગી જતું હોય છે. અને એમને “FIRST PREFFERENCE” જોઈતું હોય છે.હું માનું છું કે સ્ત્રીઓ ને પોતાના માટે એક અલગ પ્રકાર નો સંઘર્ષ કરવો પડે છે આ સંસાર માં, સોરી આ “પુરુષ પ્રધાન સામાજિક સંસાર” માં. ...Read More

2

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - 2

નોંધ: નોવેલ એપિસોડ ૧ માં વાચકો ને આ વાર્તા નો હેતુ અને ભાઉ નો પરિચય જાણવા મળ્યો. નોવેલ ૨ માં " ભાઉ નો ન્યાય - ભાગ ૧" થી ભાઉ ની સોચ અને સમજણ જાણવા મળશે. નોવેલ એપિસોડ ૨ : ભાઉ નો ન્યાય - ભાગ ૧ એક દિવસ, શુક્રવાર સાંજ નો સમય હતો. ભાઉ પોલીસ થાણે ઇન્સ્પેક્ટર જોશીલ ની રાહ જોઈ રહ્યા હતા. ત્યાંજ ઇન્સ્પેક્ટર જોશીલ એક ૨૫ સેક વર્ષ ના યુવાન ની ધરપકડ કરી ને આવી રહ્યા હતા. યુવાન તો ખુબ જ ક્રોધિત હતો. આંખો માં સખત નફરત વરસી રહી હતી. પરંતુ કઈ બોલી રહ્યો નહતો. એમની સાથે ...Read More

3

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - 3

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - 3 ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - માં વાચકો એ "દહેજ" અને "DOMESTIC વીયોલેન્સ" જેવા સામાજિક ગુનાહો નો સહારો લઇ દુરપયોગ કરતી સ્ત્રીઓ નું બીજું પાસું જોયું. અને ભાઉ એ ઘટના ને કઈ રીતે ઓળખી એનો સામનો કરી અને એને સરળતા થી સમજાવી ને દૂર કરી. ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૩ માં પણ સમાજ નો એક એવા જ અણગમતા ભાગ નો ભાઉ પોતાની અનોખી સોચ થી દૂર કરશે એ વાંચકો ને જાણવા મળશે. ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૩ - (ભાઉ નો ન્યાય - ભાગ 2) ...Read More

4

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - 4

ભાઉ રહસ્ય અસ્તિત્વ નું ભાગ - 4 (ભાઉ નો ન્યાય -૩) બપોર ના ૨ વાગ્યા હતા. ભાઉ ને એમના રૂમ માં ભણાવી રહ્યા હતા.મુકુંદ દોડતો આવ્યો અને જણાવ્યું.મુકુંદ: ભાઉ, જોશીલ સાહેબ નો ફોન આવ્યો તો, emergency છે. જલ્દી કડી જવા રવાના થવું પડશે.ભાઉ: હમણાં? અત્યારે ?મુકુંદ (મસ્તી માં): હા, ચાલો બુલાવા આયા હૈ, સાહેબ ને બુલાયા હૈ.બાળકો આ ગીત સાંભળી ને જોર જોર થી હસવા લાગ્યા.ભાઉ: હા હવે, હું ચાલુ છું.ભાઉ બાળકો ને પોત પોતાના રૂમ માં જવા માટે કહે છે. અને મુકુંદ સાથે જવા નીકળે છે.મુકુંદ: બધાને મારા જોક પર હસવું આવે ...Read More

5

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૫

દરેક સિક્કા ના બે પહેલું હોય છે એ મેં તમને કહ્યું. જેમ કીર્તિ ની સાથે લોભ અને ઈર્ષ્યા આવી ભાઉ ને ઘણા સાચા સમર્થકો પણ મળ્યા જે તેમને મદતરૂપ થતા. ઘણા સમર્થકો તો યુવાનો હતા અને વધારે માં વધારે મદત મળી રહે તે માટે તેઓ સોશ્યિલ મીડિયા નો સહારો લેતા અને સારા કામો માં જોડાવા વધારે માં વધારે અપીલ કરતા. પણ લોભી શિયાળ તો તક જોઈને બેઠા હતા ક્યારે એમને મોકો મળે અને એ ભાઉ ને સબક શીખવાડે. કદાચ કુમુહૃત માં માંગેલું આ વર સાચું પડવાનું હતું. ...Read More

6

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૬

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૬ (ઘટના નો પહેલો ભાગ) સવાર નો સમય હતો. ભાઉ આશ્રમ બહાર ના ચા ના સ્ટોલ પણ બેઠા ચા પી રહ્યા હતા. ત્યાંજ એમને નજરે એક છોકરી ભાગતી દેખાઈ, જાણે પોતાનું માન બચાવવા ભાગી રહી હોય. અને એ સિધ્ધી ભાગતા ભાગતા ભાઉ પાસે આવે છે. અને એમને આજીજી કરે છે કે પેલા ગુંડા ઓ થી એનું રક્ષણ કરે. ભાઉ ને દૂર ઉભા બે છોકરા ઓ નઝર તો પડે છે પણ એમનો ચહેરો દેખાતો નથી.અને તેઓ પણ કદાચ ભાઉ ને જોઈને ભાગી જાય છે. છોકરી ખુબ ડરેલી હોય છે એટલે ભાઉ એને ...Read More

7

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - ૭

અહીં ભાઉ ના ખિલાફ સબુતો કોર્ટ માં મુકાય છે જેમાં કેટલાક ફોટા ઓ નો સમાવેશ છે. જે માં દેખાય કે કાવ્યા અધમરી હાલત માં ભાઉ ના હાથ માં છે. કાવ્યા ને હોસ્પિટલ માં દાખલ પણ ભાઉ જ કરે છે. એટલે ડૉક્ટર ના બયાન માં પણ એમજ આવે છે. કાવ્યા ના હાથ પર લાગેલા નાખ ના નિશાન નો મેડિકલ ટેસ્ટ થતા ખબર પડે છે કે એ ભાઉ ના નાખ સાથે મેચ થઇ રહ્યો છે. આ માહિતી મળતા જ ઇન્સ્પેક્ટર જોશીલ સ્તબ્ધ રહી જાય છે. ...Read More

8

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - ૮

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું ૮ - ઘટના નો બીજો ભાગ “એ રાત્રે તારા સાથે પર વાત પુરી થતા હું અહીં આવવા નીકળ્યો હતો, રાત પણ થઇ ચુકી હતી, પણ મન માં એક ભાર હતો કાવ્યા સાથે ખરાબ વર્તન નું, ગુસ્સા વાળા વર્તન નું એ હળવું થઇ જશે એવી આશા લઈને હું આશ્રમે થી નીકળ્યો. કે રસ્તા માં મને કાવ્યા અધમરી હાલત મળી હું એને બચવા દોડતો ગયો ને એને ખોળા માં લીધી ત્યાં જ બે છોકરા ઓ મારી તસવીરો લેવા મંડ્યા. જરાક ધ્યાન થી ગોર કર્યું તો એ બને પેલા જ બે હતા જે સવારે કાવ્યા ...Read More

9

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - ૯

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૯ - કોર્ટ કેસ નો દ્રિતીય કોર્ટ કેશ નો બીજો દિવસ આવી જાય છે. ઇન્સ્પેક્ટર જોશીલ પોતાની રીતે ભાઉ ને બચાવવાના પ્રયાસો માં હોય છે. બીજી તરફ પ્રકાર અને અનિલ સંઘવી તથા નિપ્પુ અને રાજેન્દ્ર પટેલ ભાઉ ને સજા દેવડાવવા આતુર હોય છે. અને જાણે પોતાની વિજય જ થવાની હોય તેમ હરખાય છે. ઇન્સ્પેક્ટર જોશીલ એ જજ પાસે થી સ્પેશ્યલ પરમિશન લઇ ને રાખી હોય છે. જે પર્મિશન મુજબ કોર્ટ માં બધાની સામે મેડિકલ ટેસ્ટ કરવામાં આવે. જેનાથી ભાઉ પણ નિર્દોષ સાબિત થઇ જાય અને કાવ્ય ...Read More