ગામડાની પ્રેમ કહાની

(1k)
  • 106.6k
  • 170
  • 51.3k

(આ કહાની એક કાલ્પનિક છે.પરંતુ,આપણી આસપાસ બનતી ઘટનાઓ પર આધારિત છે.આ કહાની ના પાત્રો અને સ્થાન કાલ્પનિક છે,તો તેને કોઈ સાથે સરખાવવામાં ના આવે એવી મારી નમ્ર વિનંતી ??) નદી કિનારે એક સરસ મજાનું ગામ હતું.આ ગામ તમામ સુવિધાઓ થી સભર હતું.ગામમા રહેતાં તમામ લોકો આધુનિક શૈલી થી પોતાનું જીવન જીવતા હતા.ગામના બધા લોકો સુખી અને સંપન્ન પરિવાર ના હતાં.ગામ ઘણું એવું મોટું હતું.એટલે,ગામને પોતાની શાળા, કોલેજ, હોસ્પિટલ, બેંક જેવી અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હતી. આપણા વિચારો મુજબ ગામમાં બધા બહુ રૂઢિચુસ્ત વિચારો ધરાવતા

Full Novel

1

ગામડાની પ્રેમ કહાની - 1

(આ કહાની એક કાલ્પનિક છે.પરંતુ,આપણી આસપાસ બનતી ઘટનાઓ પર આધારિત છે.આ કહાની ના પાત્રો અને સ્થાન કાલ્પનિક છે,તો તેને સાથે સરખાવવામાં ના આવે એવી મારી નમ્ર વિનંતી ??) નદી કિનારે એક સરસ મજાનું ગામ હતું.આ ગામ તમામ સુવિધાઓ થી સભર હતું.ગામમ ...Read More

2

ગામડાની પ્રેમ કહાની - 2

(આગળના ભાગમાં આપણે જોયું કે મનન સુમન ને શાળા ના સમયથી જ પસંદ કરતો હતો.પણ,કહેતા અચકાતો હતો.તે હવે ડોક્ટર ગયો હોવાથી સુમને પોતાના દિલની વાત કહેવા માંગતો હતો.હવે જોઈએ આગળ.) સુમન અને મનન બંને એક જ હોસ્પિટલમાં કામ કરવાના હતાં.એ વાતથી મનન થોડો ખુશ થાય છે.એક જ હોસ્પિટલમાં હોવાથી તેને પોતાના દિલની વાત સુમન ને કહેવા માં સરળ રસ્તો મળી ગયો હતો.બસ,ડર એક જ વાત નો હતો કે સુમન મનન ની વાતને સમજશે કે નહીં.છતા,મનન એ હવે પોતાના દિલની વાત કહેવાનું નક્કી કરી લીધું હતું. ...Read More

3

ગામડાની પ્રેમ કહાની - 3

(કાનજીભાઈ ને કોકિલાબેન સૂઈ જાય છે,ને ધનજીભાઈ પોતાની ઘરે ચાલ્યા જાય છે.હવે જોઈએ આગળ.) ધનજીભાઈ ના ગયા પછી કાનજીભાઈ ને કોકિલાબેન સૂઈ જાય છે.મનન પોતાના રૂમમાં સુમન એ જે ઓપરેશન વિશે કહ્યું હતું,એ વિશે વિચારતો હતો. ત્યાં તેને ધનજીભાઈ એ કરેલા પોતાના વખાણ અને તેની ગેરહાજરીમાં તેના મમ્મી-પપ્પા ની કરેલી મદદ યાદ આવે છે,ને તે ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. જ્યારે મનન અભ્યાસ માટે અમદાવાદ હતો.ત્યારે કાનજીભાઈ ની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી.મનન ને ત્યારે પરીક્ષા ચાલુ હોવાથી તે આવી શકે એમ નહોતો.ત્યારે ધનજીભાઈ એ ...Read More

4

ગામડાની પ્રેમ કહાની - 4

ગામડાની પ્રેમકહાનીસૌ પ્રથમ આ કહાનીનો ચોથો ભાગ મોડો પ્રકાશિત કરવા બદલ માફી ચાહું છું. આ કહાની નફરતની આગમાં પ્રેમનું ગુલાબ નવલકથા ચાલું હતી. ત્યારે તેની અધવચ્ચે જ ચાલુ કરી દીધી હતી. જેનાં લીધે પહેલી નવલકથા પૂરી કરીને પછી જ આ કહાની આગળ વધારીશ એવો વિચાર આવતાં મેં આ કહાની અધવચ્ચે જ અધૂરી છોડી દીધી હતી. હવે જ્યારે મારી પહેલી નવલકથા 'નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ' એ પૂરી થઈ ગઈ છે. તો હવે ફરીથી આ નવલકથા ચાલું કરું છું. જેમ મને મારી પહેલી નવલકથામાં તમે બધાંએ પ્રેમ અને સહકાર પૂરો પાડ્યો. એમ આ નવલકથામાં પણ એટલો જ પ્રેમ અને સહકાર ...Read More

5

ગામડાની પ્રેમ કહાની - 5

ગામડાની પ્રેમકહાની ધનજીભાઈ સુશિલાબેનના સુમન પ્રત્યેનાં વર્તનથી પરેશાન થઈ ગયા હતા. ભૂતકાળમાં એક ડોકિયું કરીને, તેઓ મનજીભાઈને મળવાં નીકળી ભાગ-૫ સુશિલાબેન સુમનના લગ્ન માટે નવી યોજના ઘડી રહ્યાં હતાં. ઘણાં સમય પછી તેમને પોતાનું મનગમતું કામ કરવાં મળ્યું હતું. બીજાંને હેરાન કરીને પોતાની જાતને ખુશ કરવી, એ તેમનું મનપસંદ કાર્ય હતું. સુમનને હોસ્પિટલે આવેલી જોઈને મનનને થોડી નવાઈ લાગી. હોસ્પિટલનો બધો સ્ટાફ તેની રીતે કાર્યરત હતો. પણ મનનના મનમાં કેટલાંય સવાલો જમાવડો નાંખીને બેઠાં હતાં. મનન સુમન સાથે વાત કરીને તેનું અત્યારે અહીં આવવા પાછળનું કારણ જાણવાં માંગતો હતો. સુમન આવીને તરત પોતાની ઓફિસમાં ચાલી ગઈ. મનન પણ તેની પાછળ ...Read More

6

ગામડાની પ્રેમ કહાની - 6

ગામડાની પ્રેમકહાની ધનજીભાઈએ આરવને રાણપુર બોલાવ્યો હતો. પણ ધનજીભાઈએ કારણ‌ જણાવ્યું નહોતું. એ વાતથી આરવના પપ્પા પરેશાન હતાં. ભાગ-૬ વહેલાં ઉઠીને ઘરની બહાર લટાર મારતાં હતાં. તેમની નજર રસ્તા પર આરવની કારને જ શોધતી હતી. સવારનાં છ વાગતાં જ ધનજીભાઈને આરવની કાર દેખાઈ. જાણે ધનજીભાઈને અંધારી ઓરડીમાં એક પ્રકાશપુંજ દેખાયું હોય, એમ એ ચમકી ગયાં. "અરે, અંકલ તમે અત્યારે બહાર કેમ ઉભાં છો??" આરવે આવીને ધનજીભાઈના ચરણ સ્પર્શ કર્યા. "તારી જ રાહ જોતો હતો." ધનજીભાઈ આરવને આશીર્વાદ આપીને હસવા લાગ્યાં. આરવ કારમાંથી પોતાનો સામાન કાઢીને ધનજીભાઈ સાથે ઘરમાં પ્રવેશ્યો. સુશિલાબેન ઉઠીને નીચે આવવાં માટે સીડીઓ ઉતરતા હતાં. ત્યાં જ ...Read More

7

ગામડાની પ્રેમ કહાની - 7

ગામડાની પ્રેમકહાની આરવે સુમનના લગ્ન તેની મરજી વિરુદ્ધ નહીં થાય. એ બીડુ પોતાની માથે લઈ લીધું. આરવે એ બાબતે રાત વિચારવાનો સમય માંગ્યો. ભાગ-૭ આરવ બપોરે જમીને પોતાનાં રૂમમાં જતો રહ્યો. ધનજીભાઈ દ્વારા સોંપાયેલ કાર્ય મોટું હતું. વિચારવા માટે સમય થોડો‌ હતો. આરવે બધી માહિતી દેવરાજભાઈને મેસેજ દ્વારા આપી દીધી. દેવરાજભાઈ પણ મેસેજ વાંચીને પરેશાન થઈ ગયાં. તેમણે બધી વાત મનિષાબેનને કરી. મનિષાબેન પણ સુમન પ્રત્યે સહાનુભૂતિ દાખવવા લાગ્યાં. બંને પતિ-પત્નીએ પણ એ બાબતે વિચારવાનું ચાલું કરી દીધું. "સુશિલા, આ ખોટું કરી રહી છે. આપણે તેને સમજાવવી જોઈએ." "એ ક્યારેય કોઈની વાત માની નથી. તો તેને સમજાવવાનો‌ કોઈ ફાયદો ...Read More

8

ગામડાની પ્રેમ કહાની - 8

ગામડાની પ્રેમકહાની સુમન, મનન અને આરવ જૂનાગઢ ડીનર માટે ગયાં હતાં. સુમન આરવને ભાઈ માનતી, એ વાતની જાણ મનનને તેણે આરવ અને સુમન વિશે જે વિચાર્યું, એ વાતે પછતાવો થયો. ભાગ-૮ ડીનર પતાવી ત્રણેય ઘરે આવવા નીકળ્યા. આરવ સુમનને કંઈક પૂછવા માંગતો હતો. પણ પૂછતાં તેને ખચકાટ થતો હતો. આરવ સુમન અને મનનની બધી હરકતો નોટિસ કરી રહ્યો હતો. મનનનુ વારંવાર સુમન સામે જોવું, સુમનનુ હળવું સ્મિત કરવું, બંનેની નજરો મળવી, નજરોથી જ વાતો કરવી, આ બધું આરવ જાણી ગયો હતો. બસ હવે વાર હતી તો સુમનના મોંઢે પોતે મનન વિશે શું વિચારે છે, એ જાણવાની!! રાણપુર પહોંચતા જ ...Read More

9

ગામડાની પ્રેમ કહાની - ૯

ગામડાની પ્રેમકહાની આરવે રવિવારે સાપુતારા જવાનો પ્લાન બનાવ્યો. આરવના જતાં સુમન પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગઈ. મનન આજે પણ પોતાનાં દિલની વાત નાં કહી શક્યો. ભાગ-૯ સાંજે આરવ ઘરે આવ્યો, ત્યારે તેણે જે જોયું, એ આશ્ચર્યજનક હતું. દેવરાજભાઈ અને મનિષાબેન સોફા પર બેઠાં બેઠાં ધનજીભાઈ સાથે વાતો કરી રહ્યાં હતાં. "અરે આરવ, આવી ગયો તું!!" "હાં, પણ તમે લોકો અહીં ક્યારે આવ્યાં??" "બસ આવી ગયાં. કેમ તને નાં ગમ્યું??" "ગમ્યું, પણ.." સુશિલાબેનને જોઈને આરવના શબ્દો અટકી ગયાં. ભૂતકાળનો પ્રેમ, પોતાનો દિકરો ને સાથે મનિષાબેન, જે હાલ દેવરાજભાઈની પત્ની હતાં, ને આરવની મમ્મી!! આ બધું સુશિલાબેન કેવી રીતે સહન કરી ...Read More

10

ગામડાની પ્રેમ કહાની - ૧૦

ગામડાની પ્રેમકહાની સુશિલાબેને પોતાની વાત મનાવી આરવને રોકી જ લીધો. પણ આગળ શું થાશે, એ જાણવાં બધાં આતુર હતાં. દેવરાજભાઈ અને મનિષાબેનની એક રાત સુશિલાબેનના ઘરમાં જેમતેમ કરીને વીતી ગઈ. સવાર પડતાં જ મનિષાબેનને પોતાનું મંદિર યાદ આવ્યું. અમદાવાદમાં તો એ રોજ પોતાનાં ઘરનાં મંદિરમાં લાડુ ગોપાલ ની પૂજા આરતી કરતાં. પણ અહીં એ શક્ય નહોતું. મોબાઈલમાં પાડેલો લાડુ ગોપાલ નો ફોટો જોઈ, તેનાં દર્શન કરી, મનિષાબેને પોતાનાં દિવસની શુભ શરૂઆત કરી. હવે આ શુભ શરૂઆત ક્યાં સુધી શુભ રહેશે, એ તો સુશિલાબેનના હાથમાં હતું. "નાસ્તો બની ગયો??" ધનજીભાઈએ રસોડામાં આવીને સુશિલાબેનને પૂછ્યું. સુશિલાબેન તરફથી કોઈ જવાબ નાં મળતાં, ...Read More

11

ગામડાની પ્રેમ કહાની - ૧૧

ગામડાની પ્રેમકહાની મનન અને સુમન વચ્ચે પ્રેમની લાગણીઓ જન્મી ગઈ હતી. હવે બંને ધીમે-ધીમે તેને વ્યક્ત કરતાં પણ શીખી હતાં. ભાગ-૧૧ સુમન અને મનન સાપુતારા પહોંચી ગયાં. સાપુતારા એટલે કુદરતનાં અદભુત દ્રશ્યોથી ભરેલું એક નગર જ જોઈ લો!! એમાંય ચોમાસાની ઋતુમાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે અહીં ફરવાની મજા જ કંઈક અલગ આવે. સુમન ગાડી પાર્ક કરીને મનન સાથે સાપુતારા ફરવા લાગી. આવી જગ્યાએ કોઈ પણ પ્રેમી પંખીડાની પ્રેમની લાગણીઓ બહાર આવવા મથવા લાગતી હોય છે. આજ મનન પણ પોતાની લાગણીઓને રોકી શકતો નથી. મનનની નજર ના ઈચ્છવા છતાં સુમન પર પડી જ જતી હતી. અહીંનું વાતાવરણ જ કંઈક એવું ...Read More

12

ગામડાની પ્રેમ કહાની - ૧૨

ગામડાની પ્રેમકહાની મનન અને સુમન વચ્ચે ધીમે-ધીમે સંવાદની રીત બદલાઈ રહી હતી. બંને એકબીજા ની નજીક આવી રહ્યાં હતાં. મનન જે બોલી ગયો‌‌ તેનું તેને ખુદને ભાન નહોતું. સુમન તેની સામે જોવાં લાગી. તો મનન નીચે જોઈ ગયો. સુમન ઉભી થઈને તેની પાસે ગઈ. "હવે બોલી જ દીધું છે, તો મારી સામે જોઈને પણ કહી દે." સુમન મનન ની એકદમ નજીક જઈને બોલી. "હાં, મેં કહ્યું એ સાચું જ છે. હું તને નાનપણથી જ પસંદ કરું છું. પણ ક્યારેય કહેવાની હિંમત જ નાં થઈ. જેની પાછળ ઘણાં કારણો પણ છે. એમાંના અમુક તું પણ જાણે છે." મનન એકી શ્વાસે ...Read More

13

ગામડાની પ્રેમ કહાની - ૧૩

ગામડાની પ્રેમકહાની મનન અને સુમન વચ્ચે સાપુતારાની વાદીઓમા પ્રેમનો એકરાર થઈ ગયો હતો. પણ અહીં સુશિલાબેન અને મનિષાબેન વચ્ચે યુદ્ધ થવાના અણસાર દેખાતા હતાં. ભાગ-૧૩ સુશિલાબેન સીડી ઉતરીને સીધા મનિષાબેન પાસે આવ્યાં. મનિષાબેન જમવાના બાઉલ ટેબલ પર ગોઠવી રહ્યાં હતાં. એવામાં સુશિલાબેન તેમનો હાથ પકડી એમને બહાર ગાર્ડનમાં ઢસડી ગયાં. "આ શું કર્યું તે?? તમને આ ઘરમાં લાવી છું. એનો મતલબ એ બિલકુલ નથી, કે તમે આ ઘરને તમારી રીતે ચલાવશો. એક દિવસ જમવાનું બનાવવા શું આપ્યું. તમે તો આખાં ઘર પર કબ્જો કરવાં સજ્જ થઈ ગયાં." સુશિલાબેન રાડો પાડીને બોલવાં લાગ્યાં. ધનજીભાઈ અને દેવરાજભાઈ સુશિલાબેન સામે આંખો ફાડીને ...Read More

14

ગામડાની પ્રેમ કહાની - ૧૪

ગામડાની પ્રેમકહાની નિશાંત અને વિકાસ રાણપુરનાં પુલ પાસે આવેલ ચાની લારીવાળા પાસેથી કટિંગ ચા લઈને પીતાં હતાં. ભાગ-૧૪ નિશાંત લગ્નની કંકોત્રી લઈને ધનજીભાઈના ઘરે જવા નીકળી ગયો. મનમાં હરખ અને દિલમાં જાગેલી એક આશા, તેનાં ચહેરાનાં હાવભાવ પરથી જાણી શકાતી હતી. નિશાંત ચાલતાં ચાલતાં ધનજીભાઈની ઘરે પહોંચી ગયો. ગઈ રાતે વિકાસે કહેલાં શબ્દો યાદ આવતાં, નિશાંત મનમાં જ બોલ્યો, "આજે કહી જ દેવાનું છે." ધનજીભાઈ સામેથી સીડી ઉતરતાં નીચે આવ્યાં. આરવ હોલમાં જ બેઠો હતો. મનિષાબેન અને સુશિલાબેન રસોડામાં નાસ્તો બનાવતાં હતાં. "આવ નિશાંત!! બસ તારી જ રાહ જોતો હતો." આરવે સોફા પરથી ઉભાં થઈને કહ્યું. નિશાંત આરવની સાથે ...Read More

15

ગામડાની પ્રેમ કહાની - ૧૫

ગામડાની પ્રેમકહાનીધનજીભાઈએ કાનજીભાઈ સામે મનન અને સુમનના સંબંધની વાત કરી. મનને મનોમન સુશિલાબેનને ખુશ કરવાનાં વિચારો શરૂ કરી દીધાં.ભાગ-૧૫જીગ્નેશના જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. આજે સંગીતની રસમ હતી. બધાં ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં. સુમન તેનાં પરિવાર સહિત જીગ્નેશની ઘરે આવી પહોંચી."આવો... છોકરાંઓ તો ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. સુમન, આરવ, તમે લોકો એમની પાસે જાવ. આપણે બધાં અહીં બેસીએ." નિશાંતનાં મામા ઉમેશભાઈએ કહ્યું.આરવ સુમનની સાથે જ્યાં બધાં પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં. એ તરફ ગયો. નિશાંત તો સુમનને જોતો જ રહી ગયો. કેસરી અને બ્લૂ કલરની ઘેરદાર ચોલી, ને છૂટ્ટા વાળમાં સુમન ખૂબ જ સુંદર લાગી રહી હતી.સુમન જે ...Read More

16

ગામડાની પ્રેમ કહાની - ૧૬

ગામડાની પ્રેમકહાની સુમન તેનાં પરિવાર સાથે જીગ્નેશના લગ્નમાં ગઈ હતી. મનન પોતાનાં મમ્મી-પપ્પાની ચિંતાના લીધે ચિંતિત હતો. ભાગ-૧૬ ધનજીભાઈ આવીને આરામ કરવા સોફા પર બેઠાં. તેમની સાથે બીજાં બધાં પણ હોલમાં જ બેસી ગયાં. સુશિલાબેન તો આવતાવેંત જ કામમાં લાગી ગયાં. જાણે એ કોઈનાં આવવાની રાહમાં કામ પૂરાં કરવાની ઉતાવળ દર્શાવતાં હોય, એમ ઘરની સાફસફાઈ કરવાં લાગ્યાં. ધનજીભાઈ સહિત બધાં સુશિલાબેનને આ રીતે જોઈને હેરાન હતાં. સુમન તો આવતાંની સાથે જ હોસ્પિટલ જતી રહી હતી. હજું સાંજ પડવાને ઘણી વાર હતી. પહેલાં સાપુતારા ને પછી જીગ્નેશના લગ્નને લઈને સુમનને હોસ્પિટલ જવાનો મોકો જ નહોતો મળ્યો. આરવ પોતાનાં રૂમમાં જઈને ...Read More

17

ગામડાની પ્રેમ કહાની - ૧૭

ગામડાની પ્રેમકહાની મનને નિશાંતને બધી વાત કહી દીધી. વિકાસ મનનને જોઈને થોડો ગુસ્સે થયો. ભાગ-૧૭ મનન બની વાત કહીને, પાસે ગયો. આરવ મનનને જોઈને થોડો અસમંજસમાં મૂકાઈ ગયો. મનને આરવના ખંભે હાથ મૂક્યો, ને આરવ બધી વાત સમજી ગયો. "તો તારાં લીધે આરવ નિશાંતને સુમન સાથે વાત કરવાથી રોકે છે??" વિકાસે મનનને પૂછ્યું. "હાં, આમ પણ સુમન સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. સુમન નિશાંતને પસંદ નથી કરતી." મનને વિકાસને કહ્યું. "નિશાંત, આ બંને મળેલાં છે. તું એકવાર સુમન સાથે વાત કરી લે. આ બંને કહે એમ કરવાની કાંઈ જરૂર નથી." વિકાસે નિશાંતને કહ્યું. નિશાંતનુ મન બધાંની વાતો સાંભળીને ...Read More

18

ગામડાની પ્રેમ કહાની - ૧૮

ગામડાની પ્રેમકહાની વિકાસ એક કલાક સુધી ચાની લારી પર બેસીને, લારીવાળા ભાઈને પાંચસો રૂપિયા આપીને જતો રહ્યો. મનન ચાની ભાઈ પાસે આવ્યો. ભાગ-૧૮ ચાની લારીવાળો પાંચસોની નોટ પોતાની લારીના ખાનામાં મૂકીને, પોતાનું કામ કરવાં લાગ્યો. મનન હસતો હસતો પોતાનાં ઘરે આવી ગયો. "મનન, તે જે વિચાર્યું છે, એ સફળ થાશે ખરાં!?" કાનજીભાઈએ મનનને પૂછ્યું. "હાં, હવે તીર કમાનમાંથી છૂટી ગયું છે. આપણે કોઈ પણ કાળે‌ જીતવાનું જ છે." મનને કાનજીભાઈ પાસે બેસીને કહ્યું. કાનજીભાઈ હજી પણ ચિંતામાં હતાં. કેટલાંય સંબંધો દાવ પર લાગ્યાં હતાં. કાનજીભાઈ કોઈ પણ વ્યક્તિને હેરાન કરીને, પોતાનું ઘર ખુશીઓથી ભરવાં નહોતાં માંગતા. સુમનની ઘરે સુશિલાબેન ...Read More

19

ગામડાની પ્રેમ કહાની - ૧૯

ગામડાની પ્રેમકહાની નિશાંત રાણપુરના પુલ પર બેઠો હતો. એ સમયે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. ભાગ-૧૯ સવારે પક્ષીઓનાં કલબલાટથી દર્શન દીધાં. રાત્રિના વરસાદ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ચારેતરફ હરિયાળી છવાઈ ગઈ હતી. સુમન સુરજની કિરણ પોતાનાં ચહેરા પર પડતાં જ જાગી ગઈ. બારી તરફ નજર કરતાં, ઝાડ પરથી ઉડતી ચકલીને જોઈને સુમનના ચહેરા પર ખુશી આવી ગઈ. જે ફરી એક જ પળમાં ઓસરી ગઈ. સુમન માટે તેની આઝાદી છીનવાઈ ગઈ હતી. એ ઉડતી ચકલીની જેમ સુમન આઝાદ‌ નહોતી, કે આ ઘર છોડીને ક્યાંક દૂર જઈ શકે. એ વિચારથી જ સુમનની આંખ સવાર સવારમાં જ ભીની થઈ ગઈ. ...Read More

20

ગામડાની પ્રેમ કહાની - ૨૦ - છેલ્લો ભાગ

ગામડાની પ્રેમકહાની જીગ્નેશ નિશાંતે લખેલ ચીઠ્ઠી લઈને આવ્યો. સુશિલાબેન એ વાંચીને ખૂબ ગુસ્સે થયાં. આખરે ધનજીભાઈની સમજાવટથી સુશિલાબેન સુમન મનનની સગાઈ માટે રાજી થયાં, ને બંનેની સગાઈ થઈ ગઈ. ભાગ-૨૦ સગાઈના એક અઠવાડિયા પછી સુમન હોસ્પિટલમાં પોતાની કેબિનમાં બેઠી હતી.‌ એ સમયે આરવ ત્યાં આવ્યો. "સુમન, મારે તને એક વાત કહેવી છે." આરવે આવીને કહ્યું. "હાં, બોલને." સુમને પોતાનાં હાથમાં રહેલી ફાઈલ ટેબલ પર મૂકીને કહ્યું. "હું તારો ભાઈ છું. તારાં મમ્મી મારાં પપ્પાને પ્રેમ કરતાં. પણ, તારાં મમ્મીને મારો જન્મ થાય, એ મંજૂર નહોતું. મારાં પપ્પાએ મહાપરાણે તેમને મનાવ્યા. ને મારાં જન્મ પછી તારાં મમ્મીએ ધનજીકાકા સાથે લગ્ન ...Read More