પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી

(269)
  • 72.6k
  • 23
  • 31.2k

પાત્ર પરિચય : કથાનું ફલક વિસ્તૃત હોવાથી દરેક પાત્ર નો પરિચય આપવો શક્ય નથી પણ છતાં મારી કથાના અમુક મુખ્ય પાત્રોનો પરિચય આપી દઉં . સિકંદર : મારી કથાનો ખલનાયક , તે કોણ છે તે કથા વાંચ્યા પછી સમજાશે . ડૉ હેલ્મ: ન્યુટ્રીનો નામના ભૂતિયા કણોને પકડવામાં સફળ રહેલ વૈજ્ઞાનિક . ડૉ સાયમંડ : ડૉ હેલ્મ નો આસિસ્ટન્ટ કેલી : ડૉ હેલ્મ ની દીકરી અને APAL કંપની ની વૈજ્ઞાનિક ટીમ ની મેમ્બર ઇયાન : APAL નો વૈજ્ઞાનિક સિરમ : રોબોટિક્સ કંપનીનો માલિક ઇયા : સિરમ ની આસિસ્ટન્ટ શ્રેયસ : APAL નો આધેડ વયનો વૈજ્ઞાનિક વર્ષ : ઈ.સ.૨૨૫૦

Full Novel

1

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧

પાત્ર પરિચય : કથાનું ફલક વિસ્તૃત હોવાથી દરેક પાત્ર નો પરિચય આપવો શક્ય નથી પણ છતાં મારી કથાના મુખ્ય પાત્રોનો પરિચય આપી દઉં . સિકંદર : મારી કથાનો ખલનાયક , તે કોણ છે તે કથા વાંચ્યા પછી સમજાશે . ડૉ હેલ્મ: ન્યુટ્રીનો નામના ભૂતિયા કણોને પકડવામાં સફળ રહેલ વૈજ્ઞાનિક . ડૉ સાયમંડ : ડૉ હેલ્મ નો આસિસ્ટન્ટ કેલી : ડૉ હેલ્મ ની દીકરી અને APAL કંપની ની વૈજ્ઞાનિક ટીમ ની મેમ્બર ઇયાન : APAL નો વૈજ્ઞાનિક સિરમ : રોબોટિક્સ કંપનીનો માલિક ઇયા : સિરમ ની આસિસ્ટન્ટ શ્રેયસ : APAL નો આધેડ વયનો વૈજ્ઞાનિક વર્ષ : ઈ.સ.૨૨૫૦ ...Read More

2

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨

(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં એક સ્પેસ વેહિકલ ૧૬ જણા ની ટીમ સાથે એક ગુપ્ત મિશન પર રહ્યું છે . જગત ચાર ભાગોમાં વહેચાયેલું છે જેમાં મોટો ફાળો એક ભારતીય નો છે હવે આગળ ) ઈ.સ. ૨૨૫૦ માં ધર્મોની સ્થિતિ ૨૦૭૧ થી ૨૦૭૫ સુધી ચાલેલા વિશ્વયુદ્ધ માં ધાર્મિક ઉદ્રેગો નો મોટો ફાળો હવાથી લોકોને ધર્મ પ્રત્યે અસૂયા થઇ ગઈ . એટલો વ્યાપક સંહાર થયો કે લોકોનો ધર્મ અને ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી ગયો અને બાકી કામ ભૂખમરા અને બીમારીઓએ કર્યું . તે પછી ચાલેલા મનોમંથન માં નાસ્તિકોનો હાથ ઉપર રહ્યો અને તેથી ધર્મોનો લોપ ...Read More

3

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - 3

(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં ધર્મોની સ્થિતિ શું છે ,કુદરતની સ્થિતિ શું હતી અને રાજકીય પરિસ્થિતિ શું અને સ્થાનાંતરણ અટકાવવા રીજન સરકારોએ ગુનેગારો સાથે હાથ મેળવ્યા હવે આગળ ) ઈ.સ.૨૨૫૦ માં ગુનેગારી આલમ ની સ્થિતિ ઈ.સ ૨૨૨૫ સુધી પોલીસ ના અને સરકાર ના કડક જાપ્તા ને લીધે ગુનેગારી વકરી ન હતી . મોટા ગુનેગારી સંગઠનો અસ્તિત્વ માં ન હતા . ગુનાનું પ્રમાણ શૂન્ય હતું એમ તો ન ક્હેવાય પણ ગુનેગારી કાબુ માં હતી . તેમનો મુખ્ય ધંધો ડ્રગ તસ્કરી અને સપ્લાય નો હતો ઉપરાંત ઓનલાઇન ફ્રોડ કરનારનું ગ્રુપ હતું તે પછી નંબર લાગતો હતો ...Read More

4

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૪

(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં ગુનેગારી આલમ ની સ્થિતિ શું છે ,ટેક્નોલોજી માં કેવું પરિવર્તન આવ્યું ) ઈ.સ.૨૨૫૦ માં જીવન કેવું છે . હજી પણ સમાજ ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે . અમીર વર્ગ , મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ . અમીર વર્ગમાં મોટેભાગે બિઝનેસમેનો , કલાકારો , વૈજ્ઞાનિકો અને રમતગમતના ખેલાડીઓ છે . મધ્યમ વર્ગ માં મોટાભાગના નોકરિયાતો અને નાના ધંધા કરવાવાળા છે અને ગરીબ કહેવાતો વર્ગ મોટેભાગે મજૂરી કરનારો વર્ગ છે . જોકે પહેલાની જેમ ગરીબવર્ગ અભાવોથી નથી પીડાઈ રહ્યો . ફરક ફક્ત આવાસોથી ખબર પડે છે . ગરીબવર્ગ સરકારે બાંધેલી કોલોનીઓમાં રહે ...Read More

5

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૫

(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં જનજીવન કેવું છે ,ડૉ હેલ્મ ભૂતિયા કણ ન્યુટ્રીનો ને પકડવામાં સફળ થયા તેમણે બનવેલા મશીન ની ડિઝાઇન હેકરોએ તેમના એક સાયન્ટિસ્ટ ની મદદથી ચોરી લીધી પણ તેને બાહોશ પોલીસ ડિટેક્ટિવ રાયને પકડી લીધો હવે આગળ ) ડિટેક્ટિવ રાયનનું JICAPS ના ચેરમેન દ્વારા સન્માન કરવામાં આવ્યું . રાયન ને ડિટેક્શન નો સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો . જુસાન ને તો તેણે આસાનીથી પકડી લીધો હતો પણ તેને ઓફર આપનારની હત્યા પછી તેના અને હેકરો વચ્ચેની કદી તૂટી ગઈ હતી , તે પછી સરકાર કેસ બંદ કરવા માંગતી હતી પણ અચાનક એક દિવસ ...Read More

6

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૬

(પાછલા ભાગમાં જોયું કે રાયનને અચાનક કલુ મળે છે અને તે હેકરોના ગ્રુપને પકડવામાં સફળ થાય છે. તેના આ માટે તેને મેડલ મળે છે અને તે કેસ ની પુરી ડિટેઇલ તેના મિત્ર શ્રેયસ ને કહે છે અને શ્રેયસ જઈને આ વાતનું રિપોર્ટિંગ કોઈને કરે છે અને તેના બીજા દિવસે ડૉ સાયમન્ડનું એક્સીડેન્ટ માં મૃત્યુ થઇ જાય છે હવે આગળ ) દર વર્ષે ડૉ હેલ્મ અને તેમની દીકરી કેલી ડૉ સાયમંડ ના અસ્થિ જ્યાં દફનાવ્યાં ત્યાં જતા અને તે રોપ પાસે ફૂલો મુકતા. હવે તે રોપ ઝાડ બની ગયો હતો અને કેલી પણ મોટી થઇ ગઈ હતી .વર્ષ ...Read More

7

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૭

(પાછલા ભાગમાં જોયું કે ડૉ હેલ્મ ની દીકરી કેલી હવે મોટી થઇ ગઈ છે અને તે ડૉ હેલ્મ ની માં કામ કરી રહી છે . તેણે ડૉ હેલ્મ ની બિગ બેંગ અને બિગ ક્રન્ચ ની થિયરીના અનુત્તરિત જવાબો માટે પ્રતિબ્ર્હમાંડ ની થિયરી આપી. અને આપણે જોયું કે ડૉ સાયમંડ મર્યો નથી પણ જીવે છે અને સિરમ માટે કામ કરે છે હવે આગળ ) સિરમે ડૉ સાયમંડ ની પૂછ્યું છેલ્લી સ્ટેજ એટલે હજી કઈ બાકી છે ? ડૉ સાયમંડે કહ્યું હા ડિવાઇસમાં તમારી રેટિના પ્રિન્ટ અને વોઇસ પ્રિન્ટ લેવાની છે બસ એટલુંજ . સિરમ હસી પડ્યો અને ડૉ ...Read More

8

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૮

(પાછલા ભાગમાં જોયું કે ડૉ હેલ્મ ના લેબ માં થયેલ ચોરીની પાછળ નું રહસ્ય શું હતું કેવી રીતે તે ચોરીને અંજામ આપ્યો હતો.સિરમે સાયમંડ ને બંગલો , ગાડી બધું આપ્યું પણ તેની બાદશાહી ફક્ત બે દિવસ ટકી અને શ્રેયસે તેનું મર્ડર કરી નાખ્યું હવે આગળ ) બીજે દિવસે સવારે જયારે આ સમાચાર સિરમને મળ્યા ત્યારે તેની આંખો ક્રોધથી લાલ થઇ ગઈ . કોઈએ સાયમંડ ને મારીને તેને ચેલેન્જ આપી હોય તેવું લાગ્યું . એટલામાં તેની આસિસ્ટન્ટ ઇયા ત્યાં આવી , સિરમને આટલો ક્રોધમાં જોઈને તે ડરી ગઈ છતાં તેણે સ્માઈલ આપતા કહ્યું શું થયું સર આજે બહુજ ગુસ્સામાં ...Read More

9

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૯

(પાછલા ભાગમાં જોયું કે ડૉ સાયમંડ ના અંતિમ સંસ્કાર પછી સિરમ લેબ માં સાયમંડ નું ડિવાઇસ ચેક કરવા છે ત્યારે તેને ખબર પડે છે કે તે ડિવાઇસ ચોરાઈ ગયું છે . તે પછી તે પોતાના ડિવાઇસ માં એક ફોટો નાખે છે અને લખે છે કિલ હવે આગળ ) બીજે દિવસે એક ફ્લાઇટ JICAPS રીજન માં ઉતરી . તેમાં ઘણા બધા ઉતારુઓ હતા તેમાંથી એક ઇયા હતી અને હજી એક ઉતારું હતો જેને આપણે સારી રીતે ઓળખીયે છીએ ,શ્રેયસ. ઇયાને રિસીવ કરવા તેની કંપનીની કાર આવી હતી તેમાં બેસીને તે ગેસ્ટ હાઉસ માં ગઈ . તે હાથ મોઢું ધોવા ...Read More

10

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૦

(પાછલા ભાગમાં જોયું કે ઇયા મિસાનીને મળે છે અને સિરમની બધી ઇન્ફોર્મેશન આપે છે શ્રેયસ ડો હેલ્મ ને સાયમંડ ના છેતરપિંડીની વાત કરે છે હવે આગળ ) બધી વાત પૂર્ણપણે સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે જે અંદાજિત આંકડો મેં તારવ્યો તે હિન્દુ પુરાણોમાં ચોક્સાઇપૂર્વક સદીઓ પહેલા લખાયેલો છે? શ્રેયસે કહયું જે થિયરી તમે બનાવી છે તે થિયરી હિન્દુ પુરાણોમાં બહુ પહેલા લખાયેલી છે ફક્ત દેવતાઓના નામ લખેલા હોવાથી લોકો તેને વિજ્ઞાન ની દ્રષ્ટિથી નથી જોતા . ડો હેલ્મે કહ્યું મારે હિન્દુ પુરાણોનો અભ્યાસ કરવો પડશે . કેલી શ્રેયસની બૌદ્ધિકતાથી અંજાઈ ગઈ હતી . શ્રેયસે કેલી તરફ ...Read More

11

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૧

(પાછલા ભાગમાં જોયું કે SANGET રીજનના ચેરમેન નું બહુ વિચિત્ર રીતે ખુન થઇ જાય છે. કોઈ અદ્રશ્ય શક્તિ તેમનું કરી દે છે .ડો હેલ્મ પાસે શ્રેયસ પાસેથી મળેલી જાણકારી હોય છે છતાં તે જાણકારી કોઈને આપવાની ના પડે છે હવે આગળ ) શ્રેયસે રાયનને કોલ કર્યો અને પૂછ્યું ક્યાં છે ? રાયને કહ્યું સાલા તું મારો કોઈ ભયંકર કેસ ચાલી રહ્યો હોય તે વખતેજ કેવી રીતે પ્રગટે છે . તું ઘરે આવ ડ્રિન્ક લઈશું . રાયનના ઘરે પહોંચીને શ્રેયસ તેને મળે છે . લગભગ એક વરસ પછી મળેલા દોસ્તો એકબીજાને ગળે મળે છે ત્યારે શ્રેયસ કહે છે ભાઈ ...Read More

12

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૨

(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ હિમાલય માં જઈને ડો કબીર ને મળે છે જે એક સાયન્ટિસ્ટ ની સાથે સાથે તરીકે જાણીતા હતા . શ્રેયસ હિમાલયની ગુફામાં જઈને તેમની સાથે ધર્મ વિષે ચર્ચા કરે છે હવે આગળ ) ગુરુજીએ વીર ની ઈશારો કર્યો એટલે તે થોડીવાર માં એક ડિવાઇસ લઇ આવ્યો જે ટેબ્લેટ કરતા મોટું પણ લેપટોપ કરતા નાનું હતું . તેમાં તેમણે થોડા બટન દબાવ્યા એટલે એક કુંડળી ખુલી . તેમણે કહ્યું આ હાલના જગતની કુંડળી છે અને તેના અનુસાર હવે મંગળ પ્રભાવી થઇ રહ્યો છે અને તેના લીધે અત્યારસુધી છવાઈ રહેલી શાંતિનો ભંગ થવાનો છે અને ...Read More

13

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧3

(પાછલા ભાગમાં જોયું કે ડો કબીર શ્રેયસને તેની કુંડલિની વાત કરે છે અને એક મહિનો યોગાસનો કરાવે છે જેનાથી યુવાની પછી ફરી હોય એવું લાગે છે અને હવે તે પોતાના અભિયાન માટે પાછો ફરે છે હવે આગળ ) શ્રેયસ સિનોમેન શહેરમાં પાછો ફરે છે અને ડો હેલ્મ ને મળે છે અને પહેલા તેમને તેમના માટે લાવેલી ગિફ્ટ આપે છે અને કેલી ને તેના માટે લાવેલો ડ્રેસ આપે છે . ડ્રેસ સ્વીકારતી વખતે કેલીના ચેહરો શરમથી લાલ થઇ જાય છે . ડો હેલ્મ કહે છે એની શું જરૂર હતી મિસ્ટર શ્રેયસ ? શ્રેયસે કહ્યું સર મારી પાસે સમય હતો ...Read More

14

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૪

(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ હિમાલયથી પાછો આવીને ડો હેલ્મ ને મળે છે અને સ્પેસ ટ્રેઇનિંગ ની વાત કરે . તેજ વખતે એક બીજા શહેરમાં સિરમ અને સિરોકામાં મળી રહ્યા હોય છે . સિરમ સિરોકામાં સામે સિકંદરને લાવે છે હવે આગળ ) સિરમે કહ્યું આ સિકંદર છે આજ સુધીનો સૌથી એડવાન્સ રોબો છે. આને તમે ભૂત પણ કહી શકો કારણ કે આ પૂર્ણ રીતે ન્યુટ્રીનો પાર્ટિકલ થી બન્યો છે જે ભૂતિયા કણો કહેવાય છે . તમને ન્યુટ્રીનો પાર્ટિકલ વિષે ખબર હોય તો આ કણો નો સૌથી મોટો સ્ત્રોત સૂર્ય છે અને આ કણોને કોઈ બાધા નડતી નથી ...Read More

15

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૫

(પાછલા ભાગમાં જોયું કે સિરમે સિકંદરની ખુબીઓ સિરોકામાં ને જણાવી અને સાયમંડ ના ક્લોન વિષે વાત કરી . સિકંદર ના પ્રોગ્રામ માં ચેંજેસ આવવા લાગ્યા તેને સાયમંડના જીવનના દ્રશ્યો દેખાવા લાગ્યા . શ્રેયસ સ્પેસ એકેડમી માં એડમિશન લેવા ગયો હવે આગળ ) ધીરે ધીરે સ્પીડ વધવા લાગ્યો બે જાતની ગતિઓ સાથે શ્રેયસ લડી રહ્યો હતો એક તો તે જે કેબીન માં બેઠો હતો તે પોતાની ધરી પર ઘૂમરી લઇ રહી હતી અને સાથે સાથે તે સ્તભ ની આજુબાજુ ફરી રહી હતી . બે મિનિટમાં શ્રેયાંસની હાલત ખરાબ થવા લાગી તેને ચક્કર આવવા લાગ્યા પછી અચાનક તેને યાદ ...Read More

16

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૬

(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ સ્પેસ એકેડમી ના એડમિશનની ટેસ્ટ સફળતાપૂર્વક પર પાડે છે. અને તે પોતાના અતીતને યાદ છે . હવે આગળ ) શ્રેયસે સ્પેસ ટ્રેઇનિંગ એકેડમીમાં એડમિશન લીધું તેના ૧૫ દિવસ પહેલાની ઘટના . APAL ની વિશાળ ઓફિસમાં રેહમન APAL ના ડાયરેક્ટર બેન સાથે વાત કરી રહ્યો હતો. બેને રેહમનને કહ્યું આપણી સ્પેસ એજન્સી આજ સુધી કદી ન થયું હોય તેવું મિશન લોન્ચ કરી રહી છે અને મારી ઈચ્છા છે કે તું તેને લીડ કરે . રેહમને પૂછ્યું મિશન શું છે ? બેન ધીમે ધીમે તેને સમજાવવા લાગ્યો અને રેહમન ના ચેહરા પર ...Read More

17

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૭

(પાછલા ભાગમાં જોયું કે રેહમન સ્પેસ મિશન માટે તૈયાર થઇ જાય છે અને તે સ્પેસ મિશન ની તૈયારીઓ શરુ જાય છે . ૬ મહિના પછી જયારે સાયમંડ નો ક્લોન તૈયાર થઇ જાય છે ત્યારે કોઈ તેનું અપહરણ કરે છે હવે આગળ ) કિડનેપરો સાયમંડને કન્વર્ટીબલમાં બેસાડે છે અને થોડી વાર માં તે ઉડવા લાગે છે , કિડનેપરો શાંતિથી જઈ રહ્યા હતા કારણ તેમને ખબર હતી કે લેબ ઇલલીગલ રીતે ક્લોન તૈયાર કરતી હતી એટલે પોલીસ ને કહી નહિ શકે . નાના બાળકની જેમ સાયમંડ નો ક્લોન કન્વર્ટિબલ માં બેસીને આજુબાજુના દ્રશ્યો નિહાળી રહ્યો હતો ,તેના માટે આ ...Read More

18

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૮

(પાછલા ભાગમાં જોયું કે સાયમંડનું અપહરણ ટ્રીગર ગેંગે સિકંદરના ઈશારા પર કર્યું હતું અને તે પછી સિરમનું મર્ડર થઇ છે , તે પછી સિકંદર સાયમંડના મસ્તિષ્કને કંટ્રોલ કરીને સિરમની કંપનીનો એમ ડી બની જાય છે હવે આગળ ) બીજા દિવસથી દરેક ન્યુઝમાં સિકંદરનું નામ ચમકવા લાગે છે અને તેના લાઈફ ની સ્ટોરી ચાલી રહી હતી જે તેને બહુ ચાલાકીથી વાઇસનેટ પર મૂકી દીધી હતી કે કેવી રીતે એક ગરીબ ઘર નો છોકરો પોતાની મહેનતથી મોટા એમ્પાયર નો એમ ડી બન્યો અને એવા પ્રૂફ ઉભા કરી દીધા કે કોઈ તેની સત્યતા પર આંગળી ચીંધી ન શકે . કોર્ટમાં સંબિતર ...Read More

19

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૯

(પાછલા ભાગમાં જોયું કે સિકંદરની કંપની ઈ.સ. ૨૨૪૫ સુધીમાં જગત ની નો. ૧ કંપની બની જાય છે અને આ APAL પોતાનું સ્પેસ વેહિકલ અવકાશમાં છોડે છે જેમાં રેહમન ની કપ્તાની માં ૧૬ જણ ની ટીમ પ્રવાસ કરી રહી છે હવે આગળ ) ઈ. સ. ૨૨૫૦ (જ્યાંથી આપણી વાર્તા ની શરૂઆત થઇ હતી) રેહમને કંટ્રોલ રૂમ માં એક મિટિંગ બોલાવી અને બધાને કહ્યું કે એક બહુજ જરૂરી અને સરપ્રાઈઝ એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. આપણું સ્પેસ વેહિકલ એન્દ્રી એક ગ્રહ પર લેન્ડ થવાનું છે અને તે ગ્રહ નું નામ છે રેવન બી . અને અહીં ૧૦૦૦ પૃથ્વીવાસી ...Read More

20

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૦

(પાછલા ભાગમાં જોયું કે એન્દ્રી રેવન બી પર લેન્ડ કરે છે અને ત્યાં બધા બિલ્વીસને મળે છે .શ્રેયસને બિલ્વીસ ગડબડ કરી રહ્યો છે તેની ગંધ આવે છે હવે આગળ ) બીજે દિવસે બધાએ બિલ્વીસને રિકવેસ્ટ કરી કે તેઓ પૃથ્વી પર સંદેશ મોકલવા માંગે છે ત્યારે બિલ્વીસ તૈયાર થઇ ગયો પણ તેણે તાકીદ કરી કે સંદેશમાં તેઓ રેવન બી પ્રોજેક્ટ વિષે કોઈ માહિતી નહિ આપે . ઉપરાંત સંદેશો પૃથ્વીના સ્પેસ સેન્ટરમાં જશે અને ત્યાંથી તેમના ઘરે અથવા જેને મોકલવો હોય તેને મળશે. દરેક જણે પોતપોતાનો સંદેશ રેકોર્ડ કરાવ્યો . શ્રેયસે બિલ્વીસને પૂછ્યું કે પૃથ્વી પરનું સ્પેસ સેન્ટરનું એડ્રેસ કઈ ...Read More

21

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૧

(પાછલા ભાગમાં જોયું કે રિવા પાસેથી ખબર મળ્યા પછી શ્રેયસ કેદમાં રહેલા સિવાન સુધી પહોંચે છે પણ ત્યાં તેને પડે છે કે કેદ માં બિલ્વીસ છે અને સિવાન બહાર બિલવીસના નામથી ફરી રહ્યો છે પણ શ્રેયસ તેને બહાર લઇ જવાને બદલે બેભાન કરીને કેદમાં નાખી દે છે હવે આગળ ) રેહમને કહ્યું આ શું કર્યું ? શ્રેયસે કહ્યું આ ખોટું બોલી રહ્યો હતો . રેહમને પૂછ્યું તમે એવું કેવી રીતે કહી શકો ? શ્રેયસે કહ્યું તેની વાતમાં ઘણા બધા લૂપહોલ્સ છે . રેહમન શ્રેયસ તરફ જોઈ રહ્યો . શ્રેયસે આગળ જણાવ્યું કે પહેલી વાત કે જો આ ...Read More

22

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૨

(પાછલા ભાગમાં જોયું કે બિલ્વીસ રિવાની મદદથી કેદની બહાર આવે છે અને શ્રેયસ પર હુમલો કરે છે પણ જયારે છે કે તે સામનો નહિ કરી શકે તે ફરાર થઇ જાય છે અને તે પ્રોડિસો સુધી પહોંચે ત્યાં સુધીમાં શ્રેયસ અને ટીમ ત્યાંથી નીકળી જાય છે હવે આગળ ) વર્મહોલનો રૂટ ઓલરેડી રેહમને ફીડ કરી દીધો હતો . પછી રેહમને બધાને મિટિંગ રૂમ માં બોલાવ્યા અને પ્રોડિસ પર શું થયું તેની જાણકારી આપી દરેકજણ આશ્ચર્યમાં ગરકાવ હતા કે આટલું બધું બની ગયું અને તે લોકો પાર્ટી કરવામાં વ્યસ્ત હતા . ઇયાને શ્રેયસ તરફ અંગુઠો ઊંચો કરીને કહ્યું હે ...Read More

23

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૩

(પાછલા ભાગમાં જોયું કે સિકંદર ને એક મેસેજ મળે છે અને તે સાયમંડના હાથમાં ધુરા આપીને નીકળી જાય છે તેના ગયા પછી તે બધા રોબોટ્સ ને ડિએક્ટિવેટ કરે છે પણ સિકંદર ને આ બીક પહેલાથી હતી તેથી મિસાનીને પણ એક ડિવાઇસ આપ્યું હોય છે . સિવાનના વહિકલમાં બધા વર્મ હોલ ની નજીક પહોંચી ગયા છે હવે આગળ ) વહેલી સવારે જયારે સફાઈ કર્મચારી તે વ્યક્તિ અને કૂતરાની નજીક પહોંચ્યો અને તેમનું નિરીક્ષણ કરવા લાગ્યો અને તે વાઉક્તીને હાથ લગાડ્યો તેવીજ તેને કોઈ વિચિત્ર આભાસ થયો અને તે ઉલ્ટી કરવા લાગ્યો તેના શરીર પર લાલ ચકામાં ઉભરી આવ્યા ...Read More

24

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૪

(પાછલા ભાગમાં જોયું કે સિવાન નું સ્પેસ વેહિકલ વર્મ હોલ માં દાખલ થઇ જાય છે અને બધા પ્રતિબ્ર્હમાંડમાં જાય છે ધરતી પર ઇયા સાયમંડને મારવાની ઇન્સ્ટ્રક્શન આપે છે પણ તે પોતે મરી જાય છે હવે આગળ ) મિસાનીએ તે ડિવાઇસમાંનો મેસેજ વાંચ્યો અને સન્ન રહી ગયો . તેમાં લખ્યું હતું કે પ્રોટોકોલ અનુસાર કોઈ પણ રોબોટ સાયમંડ ને મારી ન શકે અને જે કોઈ આવી ઇન્સ્ટ્રક્શન આપશે તેને રોબોટ ખતમ કરી દેશે . મિસાનીએ ડોકું ધુણાવ્યું અને કહ્યું અલ્લાહ એની રૂહ ને જન્નત બક્ષે . પછી તે ડિવાઇસ સ્વીચ ઑફ કર્યું , પોતાનો સામાન સમેટયો અને અડધા ...Read More

25

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૫

(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ જયારે વેહિકલ માં પહોંચે છે ત્યારે યુવાન બની ગયો હોય છે અને તે એવી આપે છે કે સિકંદરનો સામનો ત્યાંજ કરવો પડશે. કેલી અને તેની ટીમ રોબોટ બનાવવામાં સફળ થાય છે પણ શ્રેયસ ને હિસાબે તે ઉપયુક્ત નથી હવે આગળ ) કેલીએ ઉત્તેજિત થતા કહ્યું તમે કહેવા શું માંગો છો ? શ્રેયસે કહ્યું તું સમજી ગઈ છે હું શું કહેવા માંગુ છું . કેલીની આંખમાં ડર દેખાઈ રહ્યો હતો તેણે કહ્યું આ તો આત્મહત્યા કહેવાય અને હું તે માટે પરમિશન નહિ આપું તમને ખબર છે અંત માં રોબોટનો વિનાશ થવાનો છે .શ્રેયસે ...Read More

26

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૬

(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ પોરસ સાથે એકાકાર થઇ જાય છે અને સિકંદર બિલાકીન્સ જેમને સિવાન પ્રોડિસ ના નામથી હોય છે તેમની સાથે નાની ઝડપ બાદ દોસ્તી કરી લે છે હવે આગળ ) સિકંદર નો વર્મ હોલ નો પ્રવાસ શરુ થયો . તેણે બિલ્વીસ પાસેથી પ્રોડિસ પર શું થયું હતું તેની જાણકારી લીધી ઉપરાંત બિલાકીન્સ ના આધુનિક ઉપકરણોથી તેમનો ઇતિહાસ , તેમનો વર્તમાન , તેમનું વિજ્ઞાન, તેમના હથિયારો , તેમની યુદ્ધકળા અને તેમની ભાષા ની જાણકારી લીધી. હવે તેને બિલ્વીસ કે રીવાની જરૂર ન હતી તેથી બંનેને બિલાકીન્સ ના લીડર સિંકલ સામે મોટ ને ઘાટ ઉતારી દીધા ...Read More

27

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૭ અંતિમ ભાગ

(પાછલા ભાગમાં જોયું કે પોરસ અને સિકંદર વચ્ચે યુદ્ધ થાય છે અને પોરસ પકડાઈ જાય છે હવે આગળ ) પોરસે પોતાની આંખો બંદ કરી , ઊંડો શ્વાસ લીધો , સિકંદર ના ચેહરા પર જીત ના ભાવ આવી ગયા , તેને લાગ્યું કે પોરસે હાર માની લીધી છે અને તેને ખબર હોત કે પોરસ શું કરવા માંગે છે તો તેને ખતમ કરી દીધો હોત. પોરસે પોતાના શરીરમાં રહેલ બધા ચક્રો એકાકાર કર્યા અને પોતાની આંખો ખોલી , તેની આંખોને કીકીનો રંગ સોના જેવો પીળો બની ગયો હતો અને પછી તેના હૃદયમાંથી અન્ટિન્યુટ્રીનો પાર્ટિકલ્સ નો ધોધ નીકળ્યો અને તે સિકંદર ...Read More