કેશવ બોટાદમાં એક સાડીના ખ્યાતનામ, મોટા શો-રૂમમાં કામ કરતો હતો. થોડી ખેતીની જમીન પણ ખરી. તે ભાડે આપીને એમાંથી પણ થોડી ઘણી આવક મેળવી લેતો. કેશવના ભર્યા કુટુંબમાં એની પત્ની સરોજ, 20 વર્ષીય મોટો દીકરો રવિ, 16 વર્ષનો નાનો દીકરો વિજય, માતા- રંજનબેન અને પિતા સુરેશભાઈ, નાનો ભાઈ લલિત, એની પત્ની અમિતા અને એમના બે બાળકો 15 વર્ષનો ભરત અને 13 વર્ષની જયાનો સમાવેશ થતો હતો.હર્યા-ભર્યા આ પરિવારની દોરી વ્યવહાર કુશળ રંજનબેનના હાથમાં હોવાથી ગમે તે પરિસ્થિતિઓમાં પરિવારનું દરેક વ્યક્તિ, નબળો સમય પણ હિંમતભેર પાર કરી જતું. સુરેશભાઈએ એમના વડીલો તરફથી ખાસી એવી જમીન મેળવી હતી.
Full Novel
હિસાબ - (ભાગ-૧)
હિસાબ - (ભાગ-૧)- Nidhi 'Nanhi Kalam'કેશવ બોટાદમાં એક સાડીના ખ્યાતનામ, મોટા શો-રૂમમાં કામ કરતો હતો. થોડી ખેતીની જમીન પણ તે ભાડે આપીને એમાંથી પણ થોડી ઘણી આવક મેળવી લેતો. કેશવના ભર્યા કુટુંબમાં એની પત્ની સરોજ, 20 વર્ષીય મોટો દીકરો રવિ, 16 વર્ષનો નાનો દીકરો વિજય, માતા- રંજનબેન અને પિતા સુરેશભાઈ, નાનો ભાઈ લલિત, એની પત્ની અમિતા અને એમના બે બાળકો 15 વર્ષનો ભરત અને 13 વર્ષની જયાનો સમાવેશ થતો હતો.હર્યા-ભર્યા આ પરિવારની દોરી વ્યવહાર કુશળ રંજનબેનના હાથમાં હોવાથી ગમે તે પરિસ્થિતિઓમાં પરિવારનું દરેક વ્યક્તિ, નબળો સમય પણ હિંમતભેર પાર કરી જતું. સુરેશભાઈએ એમના વડીલો તરફથી ખાસી એવી જમીન મેળવી હતી. ...Read More
હિસાબ - (ભાગ-૨) છેલ્લો ભાગ
હિસાબ - (ભાગ-૨)- Nidhi ''Nanhi Kalam''I.C.U. માંથી ડોક્ટર બહાર આવ્યા. ત્યાંજ લલિત, જીગર, રંજનબેન, સરોજ ટોળે વળી ગયા. સુરેશભાઈ ધીમે પગલે તબિયતને કોસતાં આવી રહ્યા હતાં. ડોક્ટરે લલિતના હાથ પકડી કહ્યું, '' માફ કરશો પણ કેશવભાઈ હવે રહ્યા નથી.'' આટલું સાંભળતાં જ સરોજ ત્યાંજ ફસડાઈ પડી. રંજનબેનનું હૃદય પણ એક ધડકન ચુકી ગયું. સુરેશભાઈ જાણે નોંધારા થઈ ગયા. લલિતને પણ કારમો આઘાત લાગ્યો પરંતુ જીગરના સાથના લીધે ઝડપથી સ્વસ્થ થઈ ગયો. થોડી વાર પછી જીગરે રવિને ફોન કરી હકીકત જણાવી અને વિજય અને ભરતને લઇ બોટાદ આવી જવા કહ્યું. રવિએ, ''પપ્પા બહુ બીમાર છે એટલે જવું પડે એમ છે'' ...Read More