ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

(1.6k)
  • 107.1k
  • 122
  • 52k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પહેલું અમદાવાદના એક પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોરની એક વિશિષ્ટ ઓળખ હતી. જે પોલીસ મથકમાં તે જાય ત્યાં એવા કેસને હાથ પર લે છે જેમાં બનેલા ગુનાની અસલિયત કંઇક અલગ જ રહેતી હતી. ગુનો નોંધાય ત્યારે કોઇ અલગ કારણ હોય અને જ્યારે તેનું સત્ય બહાર આવે ત્યારે એવું કારણ નીકળે કે પહેલાં તો કોઇના માન્યામાં જ ના આવે. ઇન્સ્પેક્ટર ઠાકોરના પરિચયમાં કહેવાય છે કે 'નામ છે એનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એની નજર છે બહુ ચકોર'. કોઇને એમ લાગે કે એ કેસ બાબતે 'પાણીમાંથી પોરા કાઢે છે', વધારે પડતી નકારાત્મક સોચ ધરાવે છે. પહેલાં તો

New Episodes : : Every Saturday

1

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પહેલું અમદાવાદના એક પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર વી. ઠાકોરની એક વિશિષ્ટ ઓળખ હતી. જે પોલીસ મથકમાં તે જાય ત્યાં એવા કેસને હાથ પર લે છે જેમાં બનેલા ગુનાની અસલિયત કંઇક અલગ જ રહેતી હતી. ગુનો નોં ...Read More

2

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું બીજુંઅમદાવાદના પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર એક કેસનો હજુ ઉકેલ લાવે ત્યાં કેસ જાણે તેમની રાહ જોતો હોય એવું થતું હતું. તેમને આત્મહત્યાના કેસમાં જ વધુ રસ પડતો હતો. અને તે એવા જ કેસ હાથ પર વધુ લેતા હતા. પોલીસ કમિશ્નરે પણ ખાસ સૂચના આપી રાખી હતી કે કોઇપણ પ્રકારના મોતના કેસ એક વખત ઇન્સ્પેક્ટર ઠાકોરના ધ્યાન પર અવશ્ય મૂકવા. તે હત્યાનો કેસ હશે તો ઇન્સ્પેક્ટર ઠાકોર તેના મૂળ સુધી પહોંચીને સત્ય બહાર લાવીને જ ઝંપશે.ઇન્સ્પેક્ટર ઠાકોરના ધ્યાન પર આજે જે કેસ આવ્યો હતો એ એક પુરુષના મોતનો હતો. જેનું ઘરમાં પડી ...Read More

3

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૩

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું ત્રીજુંઅમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોરે તેમની આસપાસના પોલીસ મથકોમાં એક વાયરલેસ સંદેશ મોકલી હતો. જ્યાં પણ આત્મહત્યા કે મોતનો બનાવ નોંધાય ત્યાં તેઓ જાતે હાજર રહેવાનો આગ્રહ રાખતા હોવાથી તરત જ જાણ કરવી. પહેલા કોલ પછી ઘટના સ્થળે હાજર રહેવાથી તેની તપાસ ઝડપથી થાય એવું તેમને સમજાયું હતું. ઘટના સ્થળ પરથી પુરાવા મેળવવાનું સરળ બનતું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરનો સંદેશ પહોંચ્યાને હજુ દસ જ મિનિટ થઇ હતી અને એક પોલીસ મથકમાંથી ફોન આવી ગયો કે એક મહિલાનું સીડી પરથી પડી જવાથી મોત થયું છે. ઇન્સ્પેક્ટર ઠાકોર એક જ ઘૂંટડે ચાનો કપ પૂરો કરી ધીરાજીને ...Read More

4

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૪

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું ચોથું અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર મસ્તીમાં બેઠા ચાની મજા માણી રહ્યા હતા. ઠાકોરે ધીરાજીને કહ્યું પણ ખરું કે આજે ચા સરસ બનાવી છે. એટલે ધીરાજીએ બીજી મંગાવી. પણ ઇન્સ્પેક્ટર ઠાકોરને પહેલા જેવો મસ્ત સ્વાદ ના લાગ્યો. ધીરાજી કહે હાથ બદલાય તો પણ આવું થઇ શકે. કે પછી એકાદ મસાલો નાખવાનું ભૂલી ગયો હોય. ઇન્સ્પેક્ટર ઠાકોર ખાલી કપ ટેબલ પર મૂકે છે ત્યાં ફોનની ઘંટડી વાગે છે. ફોન પર થોડી વાત કરીને તેમણે ધીરાજીને કહ્યું:"ચાલો, મોતના સમાચાર આવી ગયા છે. અને આ વળી ચામાં ઝેરથી મોતની ઘટના છે. જઇને જોઇએ ઝેરવાળી ચા કેવી છે!"ધીરાજીને ...Read More

5

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૫

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પાંચમું એક યુવાનનું વધારે પડતો દારૂ પીવાને કારણે મોત થયું હોવાની ખબર આવી ત્યારે બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર બીજા એક કેસમાં વ્યસ્ત હતા. પણ જેવી એમને ખબર પડી કે મરનાર કરોડપતિ યુવાન છે ત્યારે એમણે પહેલાં આ કેસ હાથમાં લેવાનું નક્કી કર્યું. તેમને અકસ્માત મોત જેવો આ કેસ ન જાણે કેમ પહેલાંથી જ હત્યાનો લાગી રહ્યો હતો. તેમણે કેસ હાથમાં લઇ લીધો. વિગતો પર નજર નાખી. હેસાન નામનો યુવાન એક બિઝનેસમેન હતો. તેના લગ્ન મનુજા નામની યુવતી સાથે થયા હતા. મનુજાને બે બહેન અને એક ભાઇ છે. બંને બહેનો તેનાથી મોટી છે. માતા-પિતા ન ...Read More

6

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૬

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું છઠ્ઠું ઘણા દિવસ પછી ઇન્સ્પેક્ટર ઠાકોરના હાથમાં એક સનસનીખેજ કેસ હાથમાં આવ્યો હતો. બેઠેલી બે મહિલાની ગોળીઓ મારી હત્યા કરી નાખવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોર પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે ફોન આવ્યો કે શહેરના છેવાડાના સમીપુરામાં એક રોહાઉસમાં ગોળીબારની ઘટનામાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે અને લૂંટારુઓ ઘરેણાં સાથે કેટલીક વસ્તુઓ લૂંટી ગયા છે. ઇન્સ્પેક્ટર ઠાકોર પહોંચ્યા ત્યારે મરનાર એક મહિલાનો પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરે માહિતી મેળવી એમાં જાણવા મળ્યું કે સમીપુરાના રતન રોહાઉસમાં વિધવા રુમાનાબેન તેમના એકના એક પુત્ર સાથે ...Read More

7

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૭

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું સાતમું ઇન્સ્પેક્ટર ઠાકોરે જ્યારે એક ભિખારીના મરણની તપાસ કરવાનો આદેશ કર્યો ત્યારે હાથ નીચેના ધીરાજી સહિતના બધા જ કર્મચારીઓને નવાઇ લાગી. એટલું જ નહીં શહેરના અન્ય પોલીસ મથકના ઇન્સ્પેક્ટરોને પણ ઇન્સ્પેક્ટર ઠાકોરની આ વાત હસવા જેવી લાગી. ધીરાજીને પણ આ વખતે થયું કે સાહેબે બહુ નાના કેસમાં હાથ નાખ્યો છે. આવા મામૂલી કેસ પર કામ કરવાનો કોઇ અર્થ ન હતો. મોતના બધા કેસને શંકાની નજરથી જોવાનું યોગ્ય નથી.વાત એમ બની હતી કે ઇન્સ્પેક્ટર ઠાકોર ફુરસદમાં બેઠા હતા ત્યારે રોડ પર એક ભિખારી મૃત હાલતમાં પડ્યો હોવાનો કોઇનો કોલ આવ્યો ત્યારે ધીરાજીને લઇને ઇન્સ્પેક્ટર ઠાકોર જાતે ...Read More

8

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૮

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું આઠમું ઇન્સ્પેક્ટર ઠાકોર માટે આ કેસ મહત્વનો હતો. તેમના જ પોલીસ સ્ટાફના એક કર્મચારીનું થયું હતું. નજીકના પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વારાનંદ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. પહેલી નજરે આ અકસ્માતનો જ કેસ હતો. પણ ઇન્સ્પેક્ટર ઠાકોર પહેલી વખતમાં કોઇ કેસને અકસ્માત માનતા ન હતા. તે મોતને હત્યાની નજરે જ જોતા હતા. અને આ તો તેમના જ સહકર્મચારીનું મોત હતું. તેનું સાચું કારણ તો જાણવું જ પડે. આવતીકાલે બીજા કોઇ કર્મચારી સાથે આવો બનાવ બની શકે છે. પોલીસ પોતાનું જ રક્ષણ નહીં કરે તો પ્રજાની સુરક્ષા કેવી રીતે કરી શકશે. ઇન્સ્પેક્ટર ઠાકોર ગંભીરતાથી વારાનંદના ...Read More

9

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૯

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું નવમું ઇન્સ્પેક્ટર ઠાકોર કોઇ કેસમાં વ્યસ્ત હતા ત્યારે સમાચાર મળ્યા કે એક પરિણીતાનું બાથરૂમમાં કારણે મોત થયું છે. ત્યારે એ વાત પોલીસ કર્મચારીઓ માટે સામાન્ય હતી. આ પ્રકારે દમ ઘૂંટાવાથી મોત થયાના બનાવ બનતા રહેતા હતા. એક જગ્યાએ રાત્રે ઘરમાં જનરેટરને કારણે શ્વાસ રુંધાવાથી ઊંઘમાં જ પાંચ જણના મોત થયાનો બનાવ બન્યો હતો. પણ ન જાણે કેમ કેટલીક પ્રાથમિક વિગતો પરથી ઇન્સ્પેક્ટર ઠાકોરને આ કેસમાં રસ પડ્યો. તેમણે હાથ પરનો કેસ મુલતવી રાખ્યો. અને ધીરાજીને સાથે લઇ ઘટના સ્થળે પહોંચી ગયા.ઇન્સ્પેક્ટર ઠાકોરે આખો કેસ સમજવાની કોશિષ કરી. વિશાળ બંગલાના માલિક નવારુભાઇ કેટલાંક વર્ષો પૂર્વે ગુજરી ગયા ...Read More

10

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૦

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું દસમું ધીરાજીએ આવીને ઇન્સ્પેક્ટર ઠાકોરને સમાચાર આપ્યા કે આપણે એક કેસ ઉકેલવામાં વ્યસ્ત હતા આસપાસના બે પોલીસ મથકોમાં આત્મહત્યાના કેસ નોંધાઇ ગયા છે. ઇન્સ્પેક્ટર ઠાકોર જ્યારે પણ શંકા પડી ત્યારે આત્મહત્યાના કેસને હત્યાનો કેસ સાબિત કરવામાં મોટાભાગે સફળ થયા હતા. તેમના માટે અમસ્તું જ નથી કહેવાતું કે,'નામ છે એનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એની નજર છે બહુ ચકોર.' તે હત્યાને આત્મહત્યામાં ખપાવવા માગતા ગુનેગારને કોઇને કોઇ રીતે ઝડપી પાડતા હતા. એમાં એમનું સૂક્ષ્મ અવલોકન કારગર સિધ્ધ થતું હતું. તેમની વિચારવાની ઢબ અલગ જ હતી. સામાન્ય જીવનમાં ભલે એમ કહેવાતું હોય કે હંમેશા હકારાત્મક વિચારો પણ ઇન્સ્પેક્ટર ઠાકોર પહેલા ...Read More

11

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૧

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું અગિયારમું ઇન્સ્પેક્ટર ઠાકોર એક હત્યાના કેસમાં ખીરપુર ગામના સીમાડા પર પહોંચ્યા. પહેલી વખત તે ગામડાનો કેસ ઉકેલવા આવ્યા હતા. ગામની સીમ પાસે જંગલ જેવી જગ્યાએ એક યુવતીની લાશ સાફાના સફેદ કપડાંથી ઢાંકેલી પડી હતી. ખીરપુરના એક ભરવાડે વહેલી સવારે બીજા ગામમાં દૂધ આપવા જતી વખતે યુવતીની અર્ધનગ્ન લાશ જોઇને પોલીસને ફોન કર્યો હતો. તેણે લાશ પર પોતાના માથા પર બાંધેલું કપડું કાઢીને ઢાંકી દીધું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરે લાશ પરથી એ કપડું હટાવ્યું અને અવલોકન શરૂ કર્યું. વીસ-બાવીસ વર્ષની યુવતી જણાતી હતી. શરીર થોડું ભરાયેલું હતું. શરીર પરના બધા જ વસ્ત્રો ફાટી ગયા હતા. તેના રંગરૂપ પરથી ...Read More

12

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૨

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું બારમું ઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજીને એક ઉદ્યોગપતિએ ઝેર પીધાના સમાચાર મળ્યા એટલે તેમના બંગલા પહોંચી ગયા. ત્યાં જઇને જે વિગત જાણવા મળી એ આવી હતી. ઉદ્યોગપતિ ધનેશકુમારે આર્થિક સ્થિતિથી કંટાળી બીયરમાં ઉંદર મારવાની દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે ધનેશકુમારની પત્ની પિનાલીએ જે વાત કરી એને ધ્યાનથી સાંભળી. પિનાલીનું કહેવું હતું કે છેલ્લા છ માસથી ધંધામાં સતત ખોટ જઇ રહી હતી. તે પોતે કંપનીમાં જનરલ મેનેજર તરીકે હતી. આજે નવી બેલેન્સ શીટમાં કંપની પરનું દેવું વધારે વધી ગયાનું જોયા પછી તે ઉદાસ અને ચિંતિત હતો. મેં એને સમજાવ્યો કે બધા દિવસ સરખા હોતા નથી. ...Read More

13

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૩

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું તેરમું છેલ્લા ઘણા મહિનાથી આત્મહત્યાનો કોઇ કેસ હત્યાનો સાબિત થયો ન હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરને વાતનો કોઇ અફસોસ ન હતો. ધીરાજીને આ વાતની નવાઇ જરૂર લાગતી હતી. ધીરાજી કહે,"સાહેબ, આપણે આટલા બધા આત્મહત્યાના કેસ નોંધ્યા પણ એ ખરેખર આત્મહત્યાના જ હતા એ છાતી ઠોકીને તો કહી જ ના શકાય. ઘણા કેસમાં એ હત્યાના જણાતા હતા. પણ તમે પાકા સબૂત વગર એને હત્યાના ગણ્યા ન હતા. તમારા માટે પોલીસ વિભાગને માન છે. તમને આવા પ્રકારના કેસની પડતાલ માટે જ ખાસ રોકવામાં આવ્યા છે. અને ઘણા સમયથી કોઇ આત્મહત્યાનો કેસ હત્યાનો સાબિત થયો નથી. છતાં વિભાગ તરફથી તમને કંઇ ...Read More

14

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૪

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું ચૌદમું એક કોલેજીયન યુવતીએ ટાવરના પંદરમા માળેથી કૂદી પડી આત્મહત્યા કરી હોવાની ખબર આવી ઇન્સ્પેક્ટર ઠાકોર તરત જ ધીરાજીને લઇ નીકળી પડ્યા. ઘટના સ્થળે પહોંચીને જોયું તો યુવતી જમીન પર ઊંધી પડી હતી. પેટ અને છાતીના ભાગ દબાયેલા હતા. બંને હાથની હથેળીઓ જમીન પર હતી. તેની લાંબી લાંબી આંગળીઓ પરની તાજી નેઇલ પોલીશ અને હોઠ પરની લિપ્સ્ટિક પરથી એ સમજતાં વાર ના લાગી કે આ યુવતીને સૌંદર્ય પ્રસાધનોથી સુંદર રહેવાનો શોખ હશે. ઇન્સ્પેક્ટર ઠાકોરનું અનુમાન સાચું જ હતું. મરનાર યુવતી સુરીના સુંદરતાની મૂર્તિ હતી. તે કોઇ સંગેમરમરની જીવતી મૂર્તિ જેવી હતી. સુરીના કોલેજમાં દર વર્ષે બ્યુટી ...Read More

15

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૫

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પંદરમું ઇન્સ્પેક્ટર ઠાકોરને અખબારો વાંચવાની ટેવ હતી. તેમની નજર સ્થાનિક સમાચારો પર વધુ સ્થિર જતી. વિવિધ વિસ્તારમાં બનતા ગુનાઓ વિશે તે ઝીણવટથી વાંચતા હતા. અને આત્મહત્યાના બનાવ તરફ એમનું ધ્યાન વધારે જતું હતું. આજે એક આત્મહત્યાનો કિસ્સો વાંચી ઇન્સ્પેક્ટર ઠાકોરની આંખ ચમકી ઊઠી. તેમણે અખબારનું સીટી ન્યુઝનું એ પાનું ધીરાજીને વાંચવા માટે આપ્યું.ધીરાજીએ "દિલ્હીના એક ઉદ્યોગપતિએ શહેરના ગેસ્ટ હાઉસમાં આત્મહત્યા કરી." નું મથાળું વાંચી અંદરની વિગતો પર નજર નાખી આત્મવિશ્વાસથી કહ્યું:"સાહેબ, આ આત્મહત્યાનો જ બનાવ લાગે છે....""ધીરાજી, હત્યાનો પણ કેમ ના હોય શકે? આપણે એમાં તપાસ કરવી જોઇએ." ઇન્સ્પેક્ટર ઠાકોરે આંખો બંધ રાખી વિચાર કરતાં પૂછ્યું."સાહેબ, ...Read More

16

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૬

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું સોળમું ઇન્સ્પેક્ટર ઠાકોરને રાત્રે સમાચાર મળ્યા કે એક માલેતુજાર યુવાને શહેરના છેવાડાના એક અવાવરુ આત્મહત્યા કરી લીધી છે, ત્યારે તેમને નવાઇ લાગી. પોલીસના રીપોર્ટમાં લખ્યું હતું કે મરનાર યુવાન કેટલાક દિવસથી માનસિક રીતે અસ્વસ્થ હતો. સાંજે તેના પિતાની ફેક્ટરીમાંથી ઘરે જવાનું કહી નીકળ્યા પછી શહેર બહાર એક જંગલ જેવી જગ્યાએ કાર પહોંચે ત્યાં સુધી લઇ ગયો અને કોલ્ડ્રિંક્સમાં ઝેર નાખી આત્મહત્યા કરી જીવનનો અંત લાવી દીધો હતો. ચાર માસ પહેલાં તેના લગ્ન નક્કી થયા હતા. છોકરી પણ મોટા ઘરની હતી. અચાનક તેણે આત્મહત્યા કરી લીધી હતી.ઇન્સ્પેક્ટર ઠાકોર બીજા દિવસે સવારે પોલીસ ઇન્સ્પેક્ટર દયારામ પાંડેને ફોન કરી ઘટના ...Read More

17

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૭

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું સત્તરમું ઇન્સ્પેક્ટર ઠાકોરને ઇન્સ્પેક્ટર દરબારનો ફોન આવ્યો ત્યારે નવાઇ લાગી. એમણે એક ખાસ કામથી પોલીસ મથક પર આવવાનું કહ્યું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરને ખ્યાલ આવી ગયો કે કોઇ વિચિત્ર કેસ હોવો જોઇએ. તે પોતાના સહાયક ધીરાજીને લઇને ઇન્સ્પેક્ટર દરબારના પોલીસ મથક પર પહોચ્યા.ઇન્સ્પેક્ટર દરબારે તેમને આવકાર આપતાં હસીને કહ્યું:"આવો, તમારા માટે "અમદાવાદી" નહીં અમદાવાદની ખાસ ચા મંગાવું છું!" પછી પિયુનને બોલાવી ઇન્સ્પેક્ટર ઠાકોરના ટેસ્ટ મુજબની ચા લાવવા કહ્યું."ઇન્સ્પેક્ટર દરબાર, કેવું ચાલે છે?" ઇન્સ્પેક્ટર ઠાકોરે વાતની શરૂઆત કરી."બસ ચાલ્યા કરે છે. જાતજાતના કેસ આવે છે અને કાર્યવાહી થતી રહે છે. પણ એક નર્સનો મોતનો કેસ મારા ગળે ઉતરતો ...Read More

18

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૮

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું અઢારમુંઇન્સ્પેક્ટર ઠાકોરને એક અજીબ લાગતા કેસ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસ અકસ્માત મોતનો લાગતો પણ હત્યાનો હોવાની શક્યતા ઓછી ન હતી. ચોક્કસ કહી શકાય એમ ન હતું. એટલે જ ઇન્સ્પેક્ટર ઠાકોરને કેસ સોંપવામાં આવ્યો હતો.ઇન્સ્પેક્ટર ઠાકોરે કેસ વિશે બધી માહિતી મેળવી. ગણવીર નામના જે યુવાનનું મોત થયું હતું એ મૂળ બિહારનો હતો. ચાર માસ પહેલાં તેના લગ્ન શાવરી નામની એના જ ગામની યુવતી સાથે બિહારમાં થયા હતા. અમદાવાદમાં ગણવીર એક કંપનીમાં છૂટક કામ કરતો હતો. તેની પત્ની શાવરીના બયાન મુજબ બનાવના દિવસે ગણવીર સાંજે કામ પરથી આવ્યો ત્યારે આદત મુજબ થોડો દારૂ પીને આવ્યો ...Read More

19

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૯

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું ઓગણીસમું ઇન્સ્પેક્ટર ઠાકોરને ફોન આવ્યો કે એક સગીરાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે ત્યારે થયું કે આજના યુવા આમ કોઇ નાની નાની વાત પર પોતાનો જીવ કેમ આપી દેતાં હશે? સત્તર વર્ષ એ કંઇ મરવાની ઉંમર છે? સિત્તેર વર્ષે પણ કેટલાક યુવાનની જેમ જીવી રહ્યા છે. આજની યુવાનીને થઇ શું ગયું છે? છેલ્લા થોડા દિવસોમાં યુવાનોની આત્મહત્યાના કેસો વધ્યા છે. આ કેસની વ્યવસ્થિત તપાસ થવી જોઇએ. સાચું કારણ બહાર લાવીને સમાજને જાગૃત કરવો જોઇએ. યુવા પેઢી દેશનું ભવિષ્ય છે. તેમનું જીવન કિમતી છે. વિચાર કરતાં કરતાં ઇન્સ્પેક્ટર ઠાકોર મરનાર કિનારીના ઘર પાસે ક્યારે આવી પહોંચ્યા તેનો ...Read More

20

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૦

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું વીસમું ઇન્સ્પેક્ટર ઠાકોર વૃધ્ધની લટકતી લાશ જોઇ રહ્યા હતા. શહેરના એક મધ્યમવર્ગીય લોકોના વિસ્તારમાં માળની લિફ્ટ વગરની જૂની બિલ્ડિંગમાં બીજા માળે રહેતા ૬૮ વર્ષીય સુકલકડી અનિલભાઇની પંખામાં દોરડાથી લટકતી લાશને ભારે હવામાં સહેજ ઝૂલતી જોઇ આશ્ચર્ય પણ પામ્યા. અનિલભાઇએ પંખા નીચેનો લાકડાનો મોટો બેડ બાજુમાં હટાવી ગળે દોરડું બાંધી ખુરશી પર ઊભા રહીને પછી ખુરશીને લાત મારી પાડી દીધી હોય એવું ચિત્ર ઉપસી રહ્યું હતું. દેખીતી રીતે આ આત્મહત્યાનો બનાવ લાગતો હતો. પરંતુ અનિલભાઇની આત્મહત્યા પાછળ કોઇ નક્કર કારણ દેખાતું ન હતું. દસ વર્ષ પહેલાં સરકારી નોકરીમાંથી પિયુન તરીકે નિવૃત્ત થનાર અનિલભાઇ એકલા જ આ ભાડાના ...Read More

21

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૧

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું એકવીસમું ફોન આવ્યો એટલે ઇન્સ્પેક્ટર ઠાકોરે કહ્યું:"ધીરાજી, ચાલો દરિયાકિનારે જઇ આવીએ."ધીરાજીને નવાઇ લાગી:"સાહેબ, આટલી તાપમાં શેકાવા માટે જવાનું છે? દરિયાનું પાણી પણ ગરમ લાહ્ય જેવું થઇ ગયું હશે. સાંજે ફરવાનું ગોઠવોને..."ઇન્સ્પેક્ટર ઠાકોર હસીને બોલ્યા:"ધીરાજી, આપણા નસીબમાં ચાલુ નોકરીએ ફરવાનું નહીં ગુના ઉકેલવાનું કામ હોય છે. કાલે રાત્રે 'દોનોં કિસી કો નજર નહીં આયે, ચલ દરિયામેં ડૂબ જાયે...' ગાતાં ગાતાં પ્રેમી પંખીડાએ જીવ આપી દીધા લાગે છે. બે લાશ મળી છે. જોઇએ આત્મહત્યા છે કે હત્યા...ચાલો."ઇન્સ્પેક્ટર ઠાકોર દરિયા કિનારે પહોંચ્યા ત્યારે સ્થાનિક પોલીસ આવી ગઇ હતી. તેમની પાસેથી માહિતી મળી કે આજે સવારે માછલી પકડવા આવેલા એક ...Read More

22

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૨

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી ૨૨રાકેશ ઠક્કરપાનું બાવીસમુંઇન્સ્પેક્ટર ઠાકોર અખબાર વાંચી રહ્યા હતા. તેમની નજર એક નાનકડા સમાચાર પર પડી. 'પરિણીત ઝેર ખાઇને પોતાના જ ઘરમાં આપઘાત.' તેમણે વિગતમાં વાંચ્યું કે એક યુવાને પત્ની બે દિવસ માટે બહાર ગઇ એ દરમ્યાનમાં બીયરમાં ઝેર નાખી પી લઇને આત્મહત્યા કરી લીધી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરને કેસમાં રસ પડ્યો:"ધીરાજી, ચાલો આ યુવાનની આત્મહત્યાની તપાસ કરીએ. મને એમ લાગે છે કે આ હત્યાનો કેસ હોવો જોઇએ..."ઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજી મરનાર જેવિશના ઘરે પહોંચ્યા ત્યારે તેની પત્ની તુલ્યા આવી ગઇ હતી. એ બે દિવસ માટે પોતાની બહેનના ઘરે સામાજિક કારણથી ગઇ હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને મળીને બધી ...Read More