અભાવ

(129)
  • 18.5k
  • 18
  • 8.2k

જય નાનપણથી જ ખૂબ જ દેખાવડો, માસુમ, સમજદાર અને ડાહ્યો. પણ એને ખોટું સહન ન થાય તો ગુસ્સે થતો. મા- બાપ અને દીદી નો લાડકો ભઈલુ. સ્કુલે જવા માટે રેગ્યુલર. કોઈ દિવસ રજા પાડવી ના ગમે. મેથસ મા 98 માકૅસ લાવે 100 માથી.  સ્કુલ મા લંચ બોક્સ મા એની પાસે મમરા કે વઘારેલી ભાખરી સિવાય કશું જ ના હોય છતાય કયારેય કોઈ માગણી કે જીદ ના કરે. નાનપણથી જ વધુ સમજણો થઈ ગયો હતો. જય પોતાની કોઈ વસ્તુ કે રમકડા માટે માંગણી કરી નહીં.  બધા દોસ્તો થી દૂર એકલો બેસી નાસ્તો કરે. મા - બાપ ની પરિસ્થિતિ સારી ન હતી.

Full Novel

1

અભાવ

જય નાનપણથી જ ખૂબ જ દેખાવડો, માસુમ, સમજદાર અને ડાહ્યો. પણ એને ખોટું સહન ન થાય તો ગુસ્સે થતો. બાપ અને દીદી નો લાડકો ભઈલુ. સ્કુલે જવા માટે રેગ્યુલર. કોઈ દિવસ રજા પાડવી ના ગમે. મેથસ મા 98 માકૅસ લાવે 100 માથી. સ્કુલ મા લંચ બોક્સ મા એની પાસે મમરા કે વઘારેલી ભાખરી સિવાય કશું જ ના હોય છતાય કયારેય કોઈ માગણી કે જીદ ના કરે. નાનપણથી જ વધુ સમજણો થઈ ગયો હતો. જય પોતાની કોઈ વસ્તુ કે રમકડા માટે માંગણી કરી નહીં. બધા દોસ્તો થી દૂર એકલો બેસી નાસ્તો કરે. મા - બાપ ની પરિસ્થિતિ સારી ન હતી. ...Read More

2

અભાવ - ૨

*અભાવ - ૨* વાર્તા... ૫-૧૨-૨૦૧૯મારી સૌથી પહેલી વાર્તા અભાવ જેમણે વાંચી હશે એને યાદ હોય કદાચ... ના તો આ ટૂંકસાર લખું છું...જય ખુબજ હોશિયાર અને દેખાવડો હોય છે પણ મા - બાપ ની પરિસ્થિતિ નથી હોવાથી એ એક ટાઈમ જમીને મોટો થાય છે અને દશમાં ધોરણ થી નોકરી કરે છે છસ્સો રૂપિયા પગારમાં.. અને બારમાં ધોરણમાં સારા ટકા આવતા એન્જિનિયરિંગ લાઈન લઈ ભણે છે અને સાથે ટ્યુશન કરી પોતાનો ખર્ચ કાઢી ને ભણે છે અને માસ્ટર ડિગ્રી સાથે એન્જીનીયર પાસ કરી સારી કંપનીમાં નોકરી મળે છે તો ત્યાં નોકરીએ લાગે છે પણ પોતે નિતી નિયમો અને સચ્ચાઈ થી જીવતો ...Read More

3

અભાવ - ૩ - 1

*અભાવ-૩*. વાર્તા.. પાર્ટ-૧૨૦-૧૨-૨૦૧૯આજે મારે એક કામસર બપોરે પાલડી જવાનું થયું હું રીક્ષા ની રાહ જોતી ઉભી હતી અમારા ના નાકાં પાસે.... આજે રવિવાર હોવાથી વાહનો ની અવર જવર બહું જ હતી.... એક રીક્ષા આવી ને મારી પાસે ઉભી રહી... બોલો મેમ ક્યાં જવું છે???મેં કહ્યું કે પાલડી... પણ તું તો સાવ નાનો છે બેટા હજુ અઢાર વર્ષ નો જ લાગે છે??? હા મેમ હું બારમાં ધોરણમાં જ ભણું છું... આપ બેસી જાવ... આપે મને ઓળખ્યો લાગતો નથી.... મેં કહ્યું ના બેટા..તો કહે...મેમ મારુ નામ અક્ષય છે... હું જય ભટ્ટ સર નો સ્ટુડન્ટ છું... આપ એમનાં વટવા વિસ્તારમાં આવેલા ક્લાસિસ માં આવ્યા ...Read More

4

અભાવ - ૩ - 2

*અભાવ-૩* વાર્તા... પાર્ટ-૨૨૧-૧૨-૨૦૧૯આ વખતે મેં બહુ મોટી જીદ લીધી કે મારા ભાઈબંધો ને બાઈક છે તો મને નવું તો જુનું પણ બાઈક અપાવો... રોજબરોજ હું ઘરમાં બોલતો... માતા પિતા એ સમજાવ્યો કે હાલ તમારા ભણાવાના ખર્ચ છે તો પછી લઈ આપીશું ત્યાં સુધી તું કોલેજમાં પણ આવી ગયો હોય... પણ મારે તો મારો વટ પાડવો હતો... એટલે એક દિવસ સવારે નિશાળે જતાં હું કહીને નિકળ્યો કે...આજે સાંજે બાઈક જોયે નહીં તો હું ઘરે નહીં આવું..હાલ હું સ્કૂલમાં જવું છું... ત્યાં થી છૂટીને હું મારા દોસ્ત ના ઘરે જઈશ... અને સાંજે જય સર ના ટ્યુશન ક્લાસ પર... ટ્યુશન ક્લાસ છૂટવાના સમયે પપ્પા ...Read More

5

અભાવ - 3 - 3

*અભાવ-૩* વાર્તા... પાર્ટ-૩૨૨-૧૨-૨૦૧૯અક્ષય આ વખતે બહુ મોટી જીદ લઈને બેઠો છે ... અમે ત્રણ જણાં મહેનત કરીએ છીએ બન્ને ભાઈ બહેન સારું ભણી લે... અને અક્ષય ને અમે તકલીફ ના પડે એ માટે અમે ત્રણ અમારી જરૂરિયાત પર પણ કાપ મુકીએ છીએ..પણ એ કહે છે કે આજે જ મને બાઈક લઈને આપો નહીં તો કાયમ માટે ઘરે નહીં આવું એવું કહીને સવાર નો નિકળ્યો છે... અને મને કહીને ગયો છે કે પિતાજી ને કહેજે દસ હજાર રૂપિયા લઈને અહીં આવે... આમ અતિ થી ઈતી બધી વાત જય સર ને કરી...જય સરે એ બન્ને ને પાણી પીવડાવ્યું...અને કહ્યું કે તમે ઘરે ...Read More