ડેવિલ રિટર્નનાં દ્વિતીય ભાગની શરૂઆત કરીએ એ પહેલાં પ્રથમ ભાગમાં શું બન્યું હતું એનો ટૂંકમાં ચિતાર મેળવી લઈએ જેથી આપને આગળ વાંચવામાં કોઈ દુવિધા ના રહે. રાધાનગર શહેરમાં અર્જુનની ગેરહાજરીમાં વેમ્પાયર દ્વારા એક પછી એક હુમલાની ઘટનાઓને અંજામ આપી શહેરીજનોની કરપીણ હત્યાને અંજામ આપવામાં આવે છે. અર્જુન ફોરેન્સિક એક્સપર્ટ શેખની મદદથી ટ્રીસા નામની વેમ્પાયરને મારવામાં સફળ થાય છે. ટ્રીસાનાં વેમ્પાયર ભાઈ-બહેનો ક્રિસની આગેવાનીમાં લેબ પર હુમલો કરી ટ્રીસાનો મૃતદેહ ત્યાંથી લઈ જાય છે અને એને પોતાની ચમત્કારીક શક્તિઓ વડે ટ્રીસાને પુનઃજીવીત કરે છે.
Full Novel
ડેવિલ રિટર્ન-2.0 - 1
ડેવિલ રિટર્નનાં દ્વિતીય ભાગની શરૂઆત કરીએ એ પહેલાં પ્રથમ ભાગમાં શું બન્યું હતું એનો ટૂંકમાં ચિતાર મેળવી લઈએ જેથી આગળ વાંચવામાં કોઈ દુવિધા ના રહે. રાધાનગર શહેરમાં અર્જુનની ગેરહાજરીમાં વેમ્પાયર દ્વારા એક પછી એક હુમલાની ઘટનાઓને અંજામ આપી શહેરીજનોની કરપીણ હત્યાને અંજામ આપવામાં આવે છે. અર્જુન ફોરેન્સિક એક્સપર્ટ શેખની મદદથી ટ્રીસા નામની વેમ્પાયરને મારવામાં સફળ થાય છે. ટ્રીસાનાં વેમ્પાયર ભાઈ-બહેનો ક્રિસની આગેવાનીમાં લેબ પર હુમલો કરી ટ્રીસાનો મૃતદેહ ત્યાંથી લઈ જાય છે અને એને પોતાની ચમત્કારીક શક્તિઓ વડે ટ્રીસાને પુનઃજીવીત કરે છે. ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 2
ક્રિસ, ઈવ અને ડેવિડ જોડે હવે રક્તપિશાચોની ચમત્કારિક શક્તિઓ આવી ચૂકી હતી. આ શક્તિ અને બદલાની ભાવના સાથે ક્રિસ બહેન ઈવ અને ભાઈ ડેવિડ સાથે જઈ પહોંચ્યો રાજા નિકોલસનાં મહેલમાં. ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 3
પહેલાં રાજા નિકોલસ અને પછી રાજકુમાર જિયાનને પણ મોતને ઘાટ ઉતારી ક્રિસ પોતાનો બદલો લેવામાં સફળ થાય છે. મરતાં-મરતાં જ્યારે ગુફામાં પોતે કંઈક ભેટ રાખીને આવ્યો છે એવું ક્રિસ ને જણાવ્યું ત્યારે ચિંતિત ક્રિસ, ઈવ અને ડેવિડ ગુફા તરફ નીકળી પડ્યાં. જ્હોન, ડેઈઝી, બ્રાન્ડન અને ટ્રીસા ગુફામાં મોજુદ હતાં એ કારણોસર જ્યારે જિયાને ગુફાનો ઉલ્લેખ કર્યો ત્યારે ક્રિસ, ઈવ અને ડેવિડ એ વિચારી ધ્રુજી ઉઠયાં કે જિયાને ક્યાંક પોતાનાં ભાઈ-બહેનો સાથે કંઈક ઊલટું-સીધું ના કર્યું હોય. ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 4
ડેવિલ રિટર્ન 2.0 ભાગ-4 રાજા નિકોલસ અને રાજકુમારને ખત્મ કરી ક્રિસ પોતાનો બદલો તો પૂર્ણ કરે છે પણ જિયાનનાં મૃત પામેલાં પોતાનાં નાના ભાઈ બહેનોનાં મૃતદેહોને જોઈ ક્રિસ, ઈવ અને ડેવિડ નું હૃદય દ્રવી ઉઠે છે. ઓલ્ડ વેમ્પાયર વેન ઈવાન મૃત્યુ પામ્યાં પહેલાં ક્રિસ ને પોતાનાં ભાઈ-બહેનો ને નવજીવન મળે એ માટે પાયમોન ની પૂજા કરવાનું કહે છે. પાયમોન ની સાધના કરવામાં આવતાં ક્રિસ નાં ભાઈ-બહેનો તો જીવિત થઈ જાય છે પણ એ હવે ક્રિસની માફક વેમ્પાયર બની ચુક્યાં હોય છે. ક્રિસ, ઈવ અને ડેવિડ પોતાનાં ચારેય ભાઈ-બહેનો ને પુનઃજીવીત જોઈ રાજીનાં રેડ થઈ જાય છે. ક્રિસની ખુશી અચાનક ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 5
ડેવિલ રિટર્ન 2.0 ભાગ-5 ફાધર વિલિયમ દ્વારા અર્જુનને રાધાનગરમાં એક પછી એક હત્યાઓ માટે જવાબદાર વેમ્પાયર ફેમિલીની સંપૂર્ણ વિતક મળે છે. જે મુજબ નાથનની વેમ્પાયર બનેલી સાતેય સંતાનોને ફાધર એડવીન મૃતયદંડ ની જગ્યાએ બીજી કોઈ સજા આપવાની વાત કરે છે. ફાધર, તો શું એ વેમ્પાયર ફેમિલીને ફાધર એડવીને કોઈ સજા આપી કે પછી ત્યાં મોજુદ જનમેદનીને સમજાવવા એ આવું બોલ્યાં હતાં. ? ધીરજ ખૂટતાં અર્જુને ફાધર વિલિયમને ઉદ્દેશીને કહ્યું. અર્જુન, ફાધર એડવીન પોતાની વાત પર કાયમ રહ્યાં અને એ સાતેય વેમ્પાયર ભાઈ-બહેનોને મૃત્યુદંડની જગ્યાએ મૃત્યુદંડ સમાન જ એક અન્ય સજા આપી જે મુજબ એ સાતેય ભાઈ-બહેનો ને યુરોપનાં છેવાડે આવેલાં ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 6
ડેવિલ રિટર્ન 2.0 ભાગ-6 ફાધર વિલિયમ જોડેથી વેમ્પાયર ફેમિલી સાથે જોડાયેલો ભૂતકાળ જાણ્યાં બાદ હવે અર્જુન જોડે એક નવી હતી જેનાં થકી એ વેમ્પાયર ફેમિલીનો ખાત્મો કરી શકશે. અર્જુન સાંજે ઉઠ્યો એ સાથે જ સીધો અભિમન્યુ જ્યાં સૂતો હતો ત્યાં જઈ પહોંચ્યો. કેમ છે અભિને.. ? પીનલ તરફ જોઈને અર્જુને પૂછ્યું. પપ્પા, તમે આવી ગયાં.. અર્જુનનો અવાજ સાંભળી અભિમન્યુ આંખો ખોલતાં બોલી પડ્યો. હા, દીકરા હું આવી ગયો.. અને શું થઈ ગયું મારાં ચેમ્પિયન ને.. ? અર્જુને અભિમન્યુ ની જોડે બેસતાં કહ્યું. અર્જુને પુછેલાં સવાલનાં જવાબમાં અભિમન્યુ થોડો સમય મૌન સેવી બેસી રહ્યો. અભિમન્યુ નાં આમ ચૂપ-ચાપ બેસી રહેતાં અર્જુનને થોડું ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 7
ડેવિલ રિટર્ન 2.0 ભાગ-7 રાધાનગરમાં થઈ રહેલી હત્યાઓ પાછળ વેમ્પાયર ફેમિલી જવાબદાર છે એ જાણ્યાં બાદ અર્જુને ગમે તે વેમ્પાયર ફેમિલીનો ખાત્મો કરવાનું મન બનાવી લીધું હતું. આ માટે એની એક યોજના બનાવી અને એ મુજબ પોલીસકર્મીઓને વર્તવા જણાવી દીધું. અર્જુન વેમ્પાયર ફેમિલીનો નાશ કરવાની પોતાની યોજનાને અમલમાં મૂકી ચુક્યો એ વાતથી અજાણ વેમ્પાયર ફેમિલીનો સૌથી નાનો ભાઈ બ્રાન્ડન પોતાનાં ભાઈ ડેવિડ ની વાત અવગણી રાધાનગર તરફ પ્રસ્થાન કરી ચુક્યો હતો. અર્જુનની યોજના મુજબ એને જે રીતે ટ્રીસાને એ લોકો ખત્મ કરવામાં સફળ રહ્યાં એમ જ આગળ વધવું એ મુખ્ય પગથિયું હતું. આ ઉપરાંત અર્જુને ગતરોજ ની યોજનામાં જે ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 8
ડેવિલ રિટર્ન 2.0 ભાગ-8 વેમ્પાયર પરિવારનાં સૌથી નાના ભાઈ એવાં બ્રાન્ડનની હત્યા કરવામાં અર્જુન સફળ થાય છે.. પણ હવે સમક્ષ બીજો એક મોટો પ્રશ્ન હોય છે કે કઈ રીતે બ્રાન્ડનનો સંપૂર્ણ ખાત્મો કરવો જેથી ટ્રીસાની માફક એનાં ભાઈ-બહેન એને બચાવી ના શકે. "અશોક, તું અહીં જ બગીચાની પાછળ એક મોટો ખાડો કરવાની વ્યવસ્થા કરાવી દે.. "અશોકને આદેશ આપતાં અર્જુને કહ્યું. "જી સર.. "અર્જુનનો આદેશ માથે ચડાવી અશોક ફટાફટ ત્રણ-ચાર કોન્સ્ટેબલ અને ખાડો ખોદવા જરૂરી હથિયારો લઈને બગીચાની પાછળ નાં કાચા રસ્તે જઈ પહોંચ્યો. અશોકનાં જતાં જ અર્જુને નાયકને કોલ કરી પોતે એક વેમ્પાયર ને મારવામાં સફળ રહ્યો હોવાની માહિતી ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 9
ડેવિલ રિટર્ન-2.0 ભાગ-9 અર્જુન પોતાની ચાલાકીથી બ્રાન્ડન ને મારવામાં સફળ થાય છે. બ્રાન્ડનની મોત થઈ ચૂકી છે એ પોતાની શક્તિથી જાણી ચુકેલો ક્રિસ પોતાનાં બાકીનાં ભાઈ-બહેનો આગળ ગળગળો થઈને જણાવે છે કે હવે એમનો પરિવાર સાત ની જગ્યાએ છ નો થઈ ગયો છે. "મતલબ.. ?"બ્રાન્ડન સાથે અજુગતું કંઈક બની ગયું હોવાનો અંદેશો આવી જતાં ડેવિડ ક્રિસને ઉદ્દેશીને બોલ્યો. "ડેવિડ, એનો મતલબ એમ કે બ્રાન્ડન હવે જીવિત નથી.. આપણાં બ્રાન્ડનની કોઈએ હત્યા કરી દીધી.. અને એ રીતે એનાં મૃતદેહનો નાશ કર્યો કે આપણે ટ્રીસાની માફક પુનઃજીવીત પણ નહીં કરી શકીએ. "આવું કરનાર બીજું કોઈ નહીં પણ અર્જુન જ હશે.. મારી ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 10
ડેવિલ રિટર્ન-2.0 ભાગ-10 બ્રાન્ડનની મોત બાદની રાત કોહરામ મચાવશે એવી અર્જુનની ગણતરી ત્યારે સાચી પડતી જણાઈ જ્યારે ક્રિસ પોતાનાં વેમ્પાયર ભાઈ-બહેનો સાથે રાધાનગરનાં દરિયાકિનારે આવી પહોંચ્યો. આવેશમાં આવેલાં ક્રિસનાં ભાઈ-બહેનો આવેશમાં આવી અલગ-અલગ દિશામાં આગળ વધી નીકળ્યાં. વીતતો દરેક પહોર અર્જુનની સાથે દરેક પોલીસકર્મીઓનાં હૃદયની ઘડકનો વધારી રહ્યો હતો. ક્યારે શું થઈ જશે.? એવી ચિંતા દરેક પોલીસકર્મીને સતાવી રહી હતી. એમાં પણ અચાનક કાને પડેલાં ચિબરીનાં કકર્ષ અવાજે પોલીસકર્મીઓને ધ્રુજાવી મૂક્યાં હતાં. પણ આવી મોસમમાં ચિબરીનો આ અવાજ સામાન્ય હોવાનું માની કોઈએ એ તરફ વધુ ધ્યાન ના આપ્યું. ધીરે-ધીરે ઘડિયાળની સોય મક્કમ ગતિએ આગળ વધતી વધતી સમયને પાંચ વાગ્યાં ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 11
ડેવિલ રિટર્ન-2.0 ભાગ-11 ક્રિસની આગેવાનીમાં એનાં પાંચેય ભાઈ-બહેનો અને ડઝનભર વેમ્પાયર બની ચુકેલાં લોકો રાધાનગર શહેરમાં આવી પહોંચ્યાં હતાં. ડઝનભર લોકો ગતરાતે ક્રિસ અને એનાં ભાઈ-બહેનોનાં હુમલાનો શિકાર બન્યાં હતાં. ક્રિસનાં આયોજન મુજબ ક્રિસે પોતાનાં દરેક ભાઈ-બહેન ને ઓછામાં ઓછા બે લોકોને વેમ્પાયર બનાવવાનો આદેશ આપ્યો હતો. આ માટે એ લોકોએ ફક્ત કોઈ વ્યક્તિની ગરદન પર એક બચકું ભરી પોતાની લાળ એનાં લોહીમાં ભેળવી દેવાની હતી.. આમ થતાં જ એ વ્યક્તિ પણ વેમ્પાયર બનીને એ લોકોનો ગુલામ બની જવાનો હતો. મુસ્તફાને આ જ રીતે ડેવિડે પોતાનો ગુલામ વેમ્પાયર બનાવ્યો હતો. ક્રિસનાં આદેશ મુજબ એનાં બધાં જ ભાઈ-બહેનોએ એ લોકોને ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 12
ડેવિલ રિટર્ન-2.0 12 "સાહેબ ડીઝલ પૂરું થઈ ગયું છે.. "અબ્દુલનાં આમ બોલતાં જ ત્યાં મોજુદ બધાં પોલીસકર્મીઓનાં જાણે મોતિયા ગયાં. પહેલાં તો કોઈને એ સમજાયું નહીં કે આખરે આવી નોબત આવી કઈ રીતે. ?હમણાં દિપક જ્યારે ચેક કરીને ગયો હતો એ સમયે તો બધું વ્યવસ્થિત હતું તો પછી અત્યારે આમ અચાનક ડીઝલ પૂરું થઈ જવાનું કારણ શું. ? અબ્દુલનાં આમ બોલતાં જ અર્જુન આગળ શું કરવું એ વિશે વિચારવા લાગ્યો.. આ તરફ પોતાની ઉપર આવતાં યુ. વી લાઈટનાં પ્રકાશનાં લીધે થોડી ક્ષણો પહેલાં પીડા ભોગવી રહેલાં વેમ્પાયર પરિવારનાં બધાં સભ્યો ઉત્સાહમાં આવી ગયાં હતાં. આમ અચાનક લાઈટ બંધ થઈ ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 13
ડેવિલ રિટર્ન-2.0 13 જ્યારે અર્જુનનો સંપૂર્ણ વેમ્પાયર પરિવાર સાથે મુકાબલો થયો ત્યારે જનરેટરનું ડીઝલ અચાનક પૂરું થઈ જતાં અર્જુનની યોજના અધૂરી જ રહી ગઈ. પોતાની ચમત્કારિક શક્તિઓથી વેમ્પાયર પરિવારે અર્જુન સમેત બધાં પોલીસકર્મીઓને ઘાયલ કરી મૂક્યાં. અર્જુનને મારી નાંખવાં ક્રિસ આગળ વધી રહ્યો હતો ત્યાં એક ચમત્કાર થયો હોય એમ બધાં જ વેમ્પાયર ભાઈ-બહેનોની પીડાદાયક ચીસો વાતાવરણમાં ગુંજી ઉઠી. અર્જુનની જ્યારે આંખ ખુલી ત્યારે એને પોતાની જાતને એક પલંગ પર સુતેલી મહેસુસ કરી.. આંખો ખોલતાં જ અર્જુને પોતાની સામે પીનલને જોઈ.. પીનલનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈને અર્જુનને ગઈકાલ રાતનો પ્રસંગ યાદ આવ્યો જ્યાં એ મોતનાં મુખમાં પહોંચી ચુક્યો હતો ત્યાં ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 14
ડેવિલ રિટર્ન-2.0 14 અર્જુન અને એની ટીમ ઉપર જે હુમલો થયો હતો એ વાતને બે દિવસ વીતી ગયાં હતાં.. ઘવાયેલાં છ કોન્સ્ટેબલ સિવાય બાકીનાં બધાં પોલીસકર્મીઓએ શહેરમાં અત્યારે જે પરિસ્થિતિ હતી એને ધ્યાને રાખી હોસ્પિટલમાંથી રજા લઈ લીધી હતી. ફાધર વિલિયમનાં કહ્યાં મુજબ છેલ્લાં બે દિવસથી કોઈ જાતનાં હુમલાની ઘટના તો બની નહોતી છતાં અર્જુનનાં મનમાં એક ગજબની અકળામણ તો હતી જ. હુમલાનાં બે દિવસ પછી સાંજનાં સમયે અર્જુન પોતાની કેબિનમાં નાયક અને જાની સાથે બેઠો-બેઠો ચર્ચા કરી રહ્યો હતો. હવે અર્જુને જીપમાં બેસીને જ ડ્યુટી કરવાનું નક્કી કર્યું હતું. આ માટે દરેક જીપમાં ભારે માત્રામાં લસણ અને હોલી ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 15
ડેવિલ રિટર્ન-2.0 15 નાયક દ્વારા દિપકનાં ઘર જોડે જીપને થોભાવતાં ની સાથે જ અર્જુન જીપમાંથી હેઠે ઉતર્યો અને દિપકનાં પ્રવેશદ્વાર તરફ ચાલી નીકળ્યો. ઘરનાં દરવાજે અર્જુને હાથ અથડાવી નોક કર્યું એ સાથે જ દિપકે ઘરનો દરવાજો ખોલ્યો. અર્જુન, નાયક અને જાનીને અચાનક ત્યાં આવી ચડેલાં જોઈ દિપકને આંચકો જરૂર લાગ્યો પણ પછી એ પોતાની મનોસ્થિતિ પર કાબુ મેળવતાં સસ્મિત અર્જુનને આવકારતાં બોલ્યો. "એસીપી સાહેબ તમે, આવો આવો.. " અર્જુને દિપકનાં ચહેરાનાં બદલાયેલાં ભાવ નોંધી લીધાં હતાં પણ દિપકને ઘરમાં જઈ શાંતિથી સવાલ કરશે એ ગણતરીએ અર્જુન દિપકનાં ઘરમાં પ્રવેશ્યો.. જાની અને નાયક પણ દિપકની પાછળ-પાછળ ઘરમાં આવ્યાં. "સાહેબ અહીં ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 16
ડેવિલ રિટર્ન-2.0 16 વેમ્પાયર પરિવાર એક ખૂબ મોટી ફૌજ સાથે રાધાનગર પર હુમલો કરવાનાં આશયથી શહેર તરફ આગળ વધી છે એ વાત દિપક જોડેથી જાણ્યાં બાદ અર્જુન એક મોટી સમસ્યામાં મુકાયો હતો. એક તરફ જ્યાં શહેરીજનોને વેમ્પાયરનાં હુમલાથી બચાવવાની જવાબદારી હતી તો બીજી તરફ ફાધર વિલિયમની રક્ષા કરવાની. છેવટે અર્જુને ફાધર વિલિયમને બચાવવાનું નક્કી કર્યું અને જાની તથા નાયકને અન્ય પોલીસકર્મીઓની વ્હારે મોકલી દીધાં. અર્જુન જાણી ચુક્યો હતો કે આ વેમ્પાયરોને રોકવાનો એક જ ઉપાય છે એ છે દૈવી શક્તિ. જે રીતે ફાધર વિલિયમે લસણ અને હોલી વોટરની મદદથી બધાં પોલીસકર્મીઓને એકલાં હાથે બચાવી લીધાં હતાં એમજ બધાં પોલીસકર્મીઓ ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 17
ડેવિલ રિટર્ન-2.0 17 રાધાનગર પર પ્રચંડ હુમલો કરવાનાં આશયથી સરદાર પટેલ ગાર્ડન જોડે પહોંચેલા ક્રિસ અને એનાં ભાઈ-બહેનો ની બધાં ગુલામ વેમ્પાયર એક નવી મુસીબતમાં ફસાઈ ચુક્યાં હતાં. પોલીસની જીપો વચ્ચે ઘેરાયેલાં ક્રિસને એ સમજાઈ ચૂક્યું હતું કે દિપક એમની જોડે દગો કરી ગયો છે. નાયકની આગેવાનીમાં પોલીસની છ ટુકડીઓ જીપ લઈને વેમ્પાયરનાં એ ટોળાં ફરતે વર્તુળાકાર ચક્કર બનાવીને ઉભી રહી ગઈ. જાણે મોતની વમળમાં ફસાઈ ગયાં હોય એવી હાલત વેમ્પાયર પરિવારનાં સદસ્યો મહેસુસ કરી રહ્યાં હતાં. દરેક જીપમાંથી આશરે 10-12 કિલો લસણને વેમ્પાયર જ્યાં ઉભાં હતાં ત્યાં પોલીસકર્મીઓ દ્વારા ફેંકવામાં આવ્યું. લસણની તીવ્ર ગંધ વેમ્પયરોને કેટલી હદે નિર્બળ ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 18
ડેવિલ રિટર્ન-2.0 18 અર્જુનની ગેરહાજરીમાં અર્જુનનાં ખાસ સાથીદાર એવાં નાયકની આગેવાનીમાં પોલીસકર્મીઓએ ગજબની હિંમત અને સાહસનો પરિચય આપતાં રાધાનગરનાં માટે કાળ બનીને આવેલાં વેમ્પયરોને બરોબરનો પાઠ ભણાવી દીધો હતો. પોલીસની આ વ્યૂહાત્મક ચાલ સામે પોતાનાં બધાં હથિયાર હેઠાં મૂકી ચુકેલાં ક્રિસ અને એનાં ભાઈ-બહેનોનાં ચહેરાની રોનક એ સાંભળી પાછી આવી ગઈ કે પોલીસ ટીમ જોડે રહેલું પવિત્ર પાણી પૂરું થઈ ચૂક્યું છે. પવિત્ર પાણીથી બચી ગયેલાં વેમ્પાયર ગુલામો મૃત ગુલામ વેમ્પયરોની ઉપર થઈને પોલીસની જીપો તરફ આગળ વધી રહ્યાં હતાં. એ લોકો હવે પોતાનાં માટે ઢાલનું કામ કરશે એ વિશ્વાસથી ક્રિસે પોતાનાં ભાઈ-બહેનો તરફ જોઈ એમને પોલીસની ટીમ પર ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 19
ડેવિલ રિટર્ન-2.0 19 ફાધર વિલિયમની જીંદગી પર મોટી આફત આવી ચુકી છે એ જાણ્યાં પછી અર્જુન ફાધર વિલિયમને ડેવિડથી માટે ગયો હોવાથી નાયકની આગેવાનીમાં બધાં પોલીસકર્મીઓ કુનેહપૂર્વક વેમ્પાયર પરિવારની સામે ખરાખરીનો ખેલ ખેલે છે.. લસણ, પવિત્ર જળ અને ત્યારબાદ યુ. ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 20
ડેવિલ રિટર્ન 2.0 20 પોતાની બુદ્ધિ અને અપ્રિતમ શોર્ય વડે ડેવિડનો અંત આણી ફાધર વિલિયમને બચાવવામાં અર્જુન સફળ થાય જ્હોન અને ડેઈઝી સમેત બધાં ગુલામ વેમ્પયરોનો ખાત્મો પોતાની ટીમ થકી થઈ ચૂક્યો હતો એ જાણી ચુકેલો અર્જુન પોતાનાં સાથીદારોને અભિનંદન આપવાં બાઈક પર સવાર થઈને સરદાર પટેલ ગાર્ડન તરફ આગળ વધ્યો. નાયકનાં જણાવ્યાં મુજબ વેમ્પાયર પરિવારનાં બે સભ્યોને મારવામાં એ સફળ થયો છે ત્યારે અર્જુનને ખુશી તો થઈ પણ સાથે-સાથે એ વાતની ચિંતા પણ થઈ કે વેમ્પાયર પરિવારનાં ત્રણ સદસ્યો હજુ જીવિત છે, એમાં ખાસ કરીને ક્રિસ જીવિત હોવાનું જાણ્યાં બાદ અર્જુનને વધુ ચિંતા થઈ રહી હતી. અર્જુન જ્યારે ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 21
ડેવિલ રિટર્ન 2.0 21 અર્જુન અને એની ટીમ મળીને ગુલામ વેમ્પયરોની સાથે વેમ્પાયર પરિવારનાં ત્રણ સભ્યોને એક જ રાતમાં સફળ થાય છે. આ વાતથી હરખાતો અર્જુન જ્યારે પોતાનાં ઘરે પહોંચે છે ત્યારે ઘરની હાલત જોઈને અચરજ પામી જાય છે. અસ્ત-વ્યસ્ત ઘરમાં પીનલ કે અભિમન્યુ ધ્યાને ના ચડતાં બઘવાયેલો અર્જુન એમની ઘરમાં શોધખોળ કરી રહ્યો હોય છે ત્યારે રસોડામાં પીનલ ને જમીન પર પડેલી જોઈ અર્જુન ચિંતિત વદને પીનલની તરફ ભાગે છે. પીનલ.. પીનલ.. તને શું થયું છે.. ? પીનલ ની નજીક પહોંચી એનો ચહેરો પોતાનાં હાથમાં લઈને અર્જુન બોલ્યો. અર્જુનનાં અવાજ આપવાં છતાં પીનલ તરફથી કોઈ જાતનો પ્રતિસાદ ના મળ્યો ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 22
ડેવિલ રિટર્ન-2.0 22 પોતાનાં દીકરા અભિમન્યુ જોડે વેમ્પાયર પરિવારની સંદેશાવાહક સમી ઘંટડી હોવાથી એનું અપહરણ કરીને ક્રિસ એને પોતાની લઈ ગયો હોવાની વાત જ્યારે અર્જુન પીનલ જોડેથી જાણે છે ત્યારે એ અંદર સુધી હચમચી જાય છે. હવે અભિમન્યુને બચાવવા કંઈપણ કરવું પડે તો પોતે જરૂર કરશે એવાં નીર્ધાર સાથે અર્જુન ફાધર વિલિયમને મળવાં સેન્ટ લુઈસ ચર્ચ તરફ પ્રયાણ કરે છે. રાતભરનાં ઉજાગરા અને ડેવિડ સાથે થયેલી જોરદાર લડાઈ બાદ શારીરિક અને માનસિક એમ બંને રીતે થાકી ચુકેલો અર્જુન પોતાનો બધો થાક ભુલાવી પોતાનાં પુત્રને બચાવવા નીકળી પડે છે. રાધાનગર શહેરનાં રક્ષક બની ચુકેલાં અર્જુનનાં પોતાનાં પરિવાર પર જ્યારે મુસીબત ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 23
ડેવિલ રિટર્ન-2.0 23 વેમ્પાયર પરિવાર જોડેથી પોતાનાં પુત્ર અભિમન્યુની મુક્તિનો માર્ગ શોધવા ફાધર વિલિયમ જોડે પહોંચેલા અર્જુનને ફાધર વિલિયમ મને વેમ્પાયર લોકો સુધી પહોંચવાનો રસ્તો જણાવે છે. "અર્જુન, આ શહેરમાં જ્યારે તું નહોતો અને આ રક્તપિશાચ લોકોએ પ્રથમ હત્યાને અંજામ આપ્યો હતો ત્યારે વનવિભાગની ટીમ દ્વારા એક વરુને પકડવામાં આવ્યું હતું. "ફાધર વિલિયમ બોલ્યાં. "હા, એ વરુએ જ ગાર્ડનનાં ચોકીદારની હત્યા કરી હોવાનાં ખોટાં સંદેહ સાથે મેં જ એ વરુને આ શહેરમાંથી દૂર લઈ જવાનું સૂચન વનવિભાગની ટીમને આપ્યું હતું. "નાયક બોલ્યો. "પણ ફાધર વરુનો અને વેમ્પાયર પરિવારનો સંબંધ શું છે.. ?"આ બધી ચર્ચાઓ નાહકની લાગતાં અર્જુન અકળાઈને બોલ્યો. ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 24
ડેવિલ રિટર્ન-2.0 24 એક વુલ્ફ બનીને જ અભિમન્યુને વેમ્પાયર પરિવાર જોડેથી સલામત પાછો લાવી શકાય છે એ વાત ફાધર દ્વારા જણાવતાં અર્જુન પોતે પોતાનાં પુત્ર માટે આ જોખમ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. અર્જુનને વુલ્ફ બનાવ્યાં પહેલાં ફાધર વિલિયમ કઈ રીતે વુલ્ફમાંથી પુનઃ મનુષ્ય બની શકાય એની માહિતી જાણી લાવે છે. અર્જુન અને એનાં સાથીદારોને બેન્ચ પર મુકેલી એક જૂની-પુરાણી દળદાર પુસ્તકનું એક પેજ ખોલીને એમાં લખેલું લખાણ અને લખાણની જોડે બનેલ ચિત્રો બતાવતાં કહ્યું. "આ પુસ્તકનું નામ છે how to treat devil.. આમાં દરેક પ્રકારનાં શૈતાની જીવો ને કઈ રીતે કાબુમાં લઈ શકાય એની માહિતી આપેલી છે. "પુસ્તક ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 25
ડેવિલ રિટર્ન-2.0 25 પોતાનાં પુત્ર અભિમન્યુને વેમ્પયરોની ચુંગાલમાંથી છોડાવવાની તરકીબ શોધવા અર્જુન ફાધર વિલિયમને મળે છે. ફાધર અર્જુનને વુલ્ફ વાત કરે છે જે બહુ ખતરનાક હોવાનું પણ ફાધર જણાવે છે. આખરે અર્જુનને વરૂમાનવ બનાવવાની વિધિ પૂર્ણ થાય છે.. મનુષ્યમાંથી વરુ બનેલો અર્જુન ફાધર વિલિયમની રજા લઈ દરિયા તરફ ચાલી નીકળે છે. મોટી-મોટી ફલાંગો ભરતો અર્જુન ગુસ્સામાં દરિયા તરફ આગળ વધ્યો એ સાથે જ અર્જુનનાં ખાસ મિત્ર સમાન નાયકે પોતાનાં અન્ય સાથી પોલીસ કર્મચારીઓને ઉદ્દેશીને કહ્યું. "એસીપી સાહેબે અત્યાર સુધી આપણાં બધાં માટે અને આ શહેરનાં લોકો માટે જે કંઈપણ કર્યું છે એનું ઋણ ચૂકવવું અશક્ય છે.. છતાં આજે આપણે ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 26
ડેવિલ રિટર્ન-2.0 26 પોતાનાં પુત્ર અભિમન્યુને બચાવવા વરૂમાનવ બનેલો અર્જુન વેમ્પયરોનાં જહાજ પર આવી પહોંચે છે. અર્જુનને ઓળખવમાં અસફળ ક્રિસ, ઈવ અને ટ્રીસા ઉપર અર્જુન ભારે પડતો જણાય છે ત્યારે એની ઓળખ અચાનક છતી થઈ જાય છે. ટ્રીસા અભિમન્યુ ને લઈને અર્જુન સમક્ષ આવે છે જ્યાં અર્જુન અભિમન્યુનો અવાજ સાંભળી સ્તબ્ધ બની જાય છે. અભિમન્યુને જોતાં જ અર્જુનનું બધું ધ્યાન હવે ફક્ત એનાં પુત્ર તરફ કેન્દ્રિત થાય છે. "પપ્પા, આ તમે જ છો ને.. ?"અર્જુનનો વિચિત્ર દેખાવ જોઈ અભિમન્યુ અર્જુનની તરફ જોઈને બોલ્યો. ટ્રીસા એ અભિમન્યુને જણાવ્યું હતું કે ક્રિસ જોડે લડતો વરૂમાનવ બીજું કોઈ નહીં અર્જુન છે એટલે ...Read More
ડેવિલ રિટર્ન-2.0 - 27 - છેલ્લો ભાગ
ડેવિલ રિટર્ન-2.0 27 પોતાનાં પુત્ર અભિમન્યુને વેમ્પયરોથી બચાવવા વરૂમાનવ બનેલો અર્જુન ઘણી લાંબી ચાલેલી લડાઈ પછી પોતાનાં સાથી કર્મચારીઓની અને પોતાની તાકાતનાં જોરે વેમ્પાયર પરિવારનો સમુગળો નાશ કરી અભિમન્યુને બચાવવામાં સફળ રહે છે. ફાધર વિલિયમનાં જણાવ્યાં મુજબ જો અર્જુને પુનઃ મનુષ્ય રૂપમાં આવવું હોય તો એને સવાર પહેલાં કોઈપણ ભોગે ચર્ચમાં આવવું પડે એમ હતું.. આથી અર્જુન ચર્ચ તરફ આગળ વધતો હોય છે ત્યાં જ સૂર્ય ક્ષિતિજ પર ઉગતો જણાય છે. જ્યારથી વેમ્પાયર પરિવાર રાધાનગર આવ્યો હતો ત્યારે અંધકારનું સામ્રાજ્ય વધી ગયું હતું.. સાંજે પાંચ-છ વાગે પડતી રાત્રી છેક સવારનાં આઠ વાગ્યાં સુધી કાયમ રહેતી. આમ થવાં પાછળનું કારણ ...Read More