'પરમ દિવસે આપણા ચિરાયુના લગ્ન છે. કામ્યા, તું આવીશને ? ' સમ્યકે પૂછ્યું. સ્થિર નજરે કામ્યા ક્ષણભર સમ્યક તરફ જોઈ રહી. સમ્યક એનો પતિ અને ચિરાયુ એ બંનેનો વહાલસોયો પુત્ર. કેવું વિચિત્ર હતું કે - એનો પતિ એણે પૂછી રહ્યો હતો કે, એ એનાં પુત્રનાં લગ્નમાં આવશે કે નહીં ? એટલા માટે કે કદાચ એ પૂરેપુરી રીતે જ્ઞાત હતો કે કામ્યા ચિરાયુના લગ્નમાં હાજરી નહીં આપે. ગયા વર્ષે પણ ક્યાં કામ્યાએ વિશ્વાની ડિલિવરી કરાવી હતી ? વિશ્વા એની જ દીકરી હોવા છતાં વિશ્વાની ડિલિવરી અને ત્યારબાદની જવાબદારી સૌમ્યાએ જ તો સુપેરે પાર પાડી હતી. પણ, હા.... ગયા વર્ષે આ સીઝનમાં કાર્તિક કેટલો બિમાર થઇ ગયેલો ?
Full Novel
જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 1
'પરમ દિવસે આપણા ચિરાયુના લગ્ન છે. કામ્યા, તું આવીશને ? ' સમ્યકે પૂછ્યું. સ્થિર નજરે કામ્યા ક્ષણભર સમ્યક તરફ રહી. સમ્યક એનો પતિ અને ચિરાયુ એ બંનેનો વહાલસોયો પુત્ર. કેવું વિચિત્ર હતું કે - એનો પતિ એણે પૂછી રહ્યો હતો કે, એ એનાં પુત્રનાં લગ્નમાં આવશે કે નહીં ? એટલા માટે કે કદાચ એ પૂરેપુરી રીતે જ્ઞાત હતો કે કામ્યા ચિરાયુના લગ્નમાં હાજરી નહીં આપે. ગયા વર્ષે પણ ક્યાં કામ્યાએ વિશ્વાની ડિલિવરી કરાવી હતી ? વિશ્વા એની જ દીકરી હોવા છતાં વિશ્વાની ડિલિવરી અને ત્યારબાદની જવાબદારી સૌમ્યાએ જ તો સુપેરે પાર પાડી હતી. પણ, હા.... ગયા વર્ષે આ સીઝનમાં કાર્તિક કેટલો બિમાર થઇ ગયેલો ? ...Read More
જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 2
પરસ્પર - એક્મેકનું આકર્ષણ ખાળવા ઇચ્છતા કાર્તિક અને કામ્યા દિન -પ્રતિદિન વધુને વધુ નજીક આવતા જઈ રહેલાં. બેય પક્ષે આગ લાગી હતી. ક્યારેક ખાસ સમયે, ખાસ રીતે એકબીજાને આંખો વડે સાંકેતિક રીતે ઘણું બધું કહેવાઈ જતું અને સમજાવાઇ જતું. સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી કે પુરુષ એમનાં જીવનસાથી પાસેથી ઈચ્છે એ બધું જ તેમનાં પાત્રમાં સુલભ હતું. પણ એ બંનેયને કંઈક અસામાન્ય ખપતું હતું. જે બીજાનાં પાત્રમાં હતું, પણ પોતાનાં પાત્રમાં નહોતું. એક ખતરનાક વળાંક પર બંનેય ઊભેલાં. ...Read More
જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 3
કામ્યા અને કાર્તિક બંનેય કલંગુટ બીચ પર આવ્યાં. વહેલી સવારનો સમય હોઈ ટુરિસ્ટોની સંખ્યા બહુ સીમિત હતી. છૂટા-છવાયાં પાંચ- કપલ હતા, એ પણ પાછાં ફોરેનર્સ. ઉડાઉડ કરતા સાડીનાં પાલવને કામ્યાએ એનાં બદન સાથે કસીને પકડી રાખેલો. ક્ષિતિજે દૂર દરિયામાંથી સુરજ બહાર આવવાની તૈયારી કરી રહેલો. ...Read More
જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 4
કામ્યાની આંખો બંધ હતી. એનાં હોઠ સૂકા પર્ણની માફક ફફડી રહેલાં. એ હોઠો પર માર્દવતાથી આંગળી ફેરવી રહેલો કાર્તિક રહ્યો હતો, ' કામ્યા, મારી બર્થ-ડે ગિફ્ટ ?' કામ્યાએ એની દંતાવલીથી હોઠ અંદર લીધા અને સહેજ ભીના કરી ફરી અધખુલ્લા મૂક્યા. આ એક સ્પષ્ટ ઇજન હતું, જેને કાર્તિકે ત્વરાથી તેની બર્થ-ડે ગિફ્ટ માની પોતાનાં હોઠો વડે સ્વીકારી લીધેલું. ...Read More
જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 5
'સમ્યક, લગ્નનું સામાજિક - બાહ્ય બંધન મારાં મન-હૃદયને નહીં બાંધી શકે. તું મને રાજીખુશીથી અલગ કર. હું બાકીની જિંદગી સાથે ગુજારવા ઇચ્છું છું. ' આખરે કામ્યાએ બંડ પોકારીને કહી દીધું. કામ્યાના એટલું કહેવાની સાથે જ એનાં ગોરા-ગોરા ગાલ પર સહસા સમ્યકની ચારેચાર આંગળીઓની સ્પષ્ટ છાપ ઉઠી આવી. હા, છેવટે સમ્યકે સહનશીલતા ગુમાવી એક જોરદાર થપ્પડ કામ્યાના ગાલ પર રસીદ કરી દીધેલી. બીજી પળે, પોતાની જાતને અપમાનિત થયેલી મહેસૂસ કરતો ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયેલો. કામ્યા ડઘાયેલી હાલતમાં ફસડાઈ પડેલી. ...Read More
જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 6
પૂરાં ત્રણ મહિનાનાં પિયરનાં વસવાટ બાદ પોતાની સ્થૂળતામાં થોડો વધારો કરી સૂર સાથે પાછી ફરેલી સૌમ્યાનું સ્વાગત ઉઘડતા દરવાજે કરેલું. સૌમ્યા પોતાનાં ઘરમાં કામ્યાને જોઈ મૂઢ બની ગયેલી. અંદરખાનેથી એના હૈયે ઊંડો ધ્રાસ્કો પડેલો. આખો દિવસ ઘરમાં ધુંધવાતી - અકળાતી ફરી રહેલી સૌમ્યા, કામ્યા સાથે એક શબ્દ ન બોલી હતી. ઘરમાં દરેક જગ્યાએ એને કામ્યાનો સ્પર્શ દેખાઈ રહેલો. એ ગૂંગળામણ અનુભવી રહી. ...Read More
જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 7 - છેલ્લો ભાગ
જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો પ્રકરણ - ૭ ' આવો ' સૌમ્યાએ સમ્યકને આવકાર્યો હતો. એ સમ્યક તરફ જોઈ રહી. વર્ષની સમ્યક તદ્દન નંખાઈ ગયો હતો. વાળમાં પ્રવેશી ગયેલી સફેદી, ઊંડી ઉતરી ગયેલી આંખો અને બેસી ગયેલાં ગાલને લીધે એની ઉંમર જાણે દસકો વધી ગઈ હોય એમ લાગી રહેલું. સમ્યકની હાલત જોતાં સૌમ્યાને આપોઆપ એનાં માટે સહાનુભતિ થઇ આવી હતી. સાથે- સાથે પોતાની હાલત સાંભરી આવતા આંખોમાં ધસી આવેલાં અશ્રુઓને ગોપવતા એ ઝટપટ કિચનની અંદર ચાલી ગઈ. એ પાણીનો ગ્લાસ લઈને પાછી ફરી હતી. સમ્યકે પાણી પીધા બાદ સૂર અંગે પૂછ્યું હતું તો, સૌમ્યાએ વિશ્વા-ચિરાયુના ખબર-અંતર પૂછ્યા હતા. બે -ત્રણ વાક્યની ...Read More