મારી ચૂંટેલી લઘુકથાઓ

(725)
  • 208.2k
  • 111
  • 82.8k

લઘુકથાનો કથા-પરિવારનો જ મહત્વપૂર્ણ હિસ્સો છે જેવી રીતે નવલકથા, વાર્તા કે પછી નાટક હોય. પરિવારમાં જે રીતે દરેક વ્યક્તિના ગુણધર્મો અલગ અલગ હોય છે તેવી જ રીતે લઘુકથાના ગુણધર્મ પણ બાકીના લેખન કરતા અલગ હોય છે. લઘુમાં વિરાટ પ્રસ્તુત કરવું તેજ લઘુકથાકારનું કૌશલ્ય છે. આપણી સમક્ષ સંપૂર્ણ સૃષ્ટિ છે, આ સૃષ્ટિમાં પૃથ્વી છે, પૃથ્વી પર મનુષ્ય, મનુષ્યનું પૂર્ણ જીવન અને એ જીવનની એક પળ. આ વિસ્તૃતથી અણુ સુધીની યાત્રા છે અને આ અણુનું સાચું અને સ્પષ્ટ વર્ણન કરવું તે જ લઘુકથાનો મૂળમંત્ર છે. એ લઘુકથાકાર જ સફળ માનવામાં આવે છે જે આ પળને સાચી રીતે પકડીને તેની પુરેપુરી સંવેદનાની સાથે તેને વાચક સુધી પ્રસ્તુત કરી શકે. સૃષ્ટિનું પોતાનું મોટું મહત્ત્વ છે પરંતુ આપણે અણુના મહત્ત્વને ઓછું આંકી શકીએ નહીં. માનવીના જીવનમાં કેટલી બધી મહત્ત્વની પળો હોય છે જે નવલકથા કે પછી વાર્તા લખતી વેળાએ લેખકની દ્રષ્ટિએથી દૂર થઇ જતી હોય છે કારણકે એ સમય લેખકની દષ્ટિ સમગ્ર જીવન પર હોય છે પરંતુ એક લઘુકથાકારની દ્રષ્ટિમાં એ પળ જ મહત્વપૂર્ણ હોય ચ્જ્જે જે એક વાર્તાકાર કે નવલકથાકારની નજરેથી દૂર રહી જતી હોય છે. એ પળોની વાર્તા જ લઘુકથા હોય છે અને અને આ ગુણધર્મ જ આ શાખાને વિશિષ્ટ પણ બનાવે છે અને અન્ય શાખાઓ કરતા અલગ પણ બનાવે છે. - મધુદીપ

Full Novel

1

મારી ચૂંટેલી લઘુકથાઓ - 1

લઘુકથાનો કથા-પરિવારનો જ મહત્વપૂર્ણ હિસ્સો છે જેવી રીતે નવલકથા, વાર્તા કે પછી નાટક હોય. પરિવારમાં જે રીતે દરેક વ્યક્તિના અલગ અલગ હોય છે તેવી જ રીતે લઘુકથાના ગુણધર્મ પણ બાકીના લેખન કરતા અલગ હોય છે. લઘુમાં વિરાટ પ્રસ્તુત કરવું તેજ લઘુકથાકારનું કૌશલ્ય છે. આપણી સમક્ષ સંપૂર્ણ સૃષ્ટિ છે, આ સૃષ્ટિમાં પૃથ્વી છે, પૃથ્વી પર મનુષ્ય, મનુષ્યનું પૂર્ણ જીવન અને એ જીવનની એક પળ. આ વિસ્તૃતથી અણુ સુધીની યાત્રા છે અને આ અણુનું સાચું અને સ્પષ્ટ વર્ણન કરવું તે જ લઘુકથાનો મૂળમંત્ર છે. એ લઘુકથાકાર જ સફળ માનવામાં આવે છે જે આ પળને સાચી રીતે પકડીને તેની પુરેપુરી સંવેદનાની સાથે તેને વાચક સુધી પ્રસ્તુત કરી શકે. સૃષ્ટિનું પોતાનું મોટું મહત્ત્વ છે પરંતુ આપણે અણુના મહત્ત્વને ઓછું આંકી શકીએ નહીં. માનવીના જીવનમાં કેટલી બધી મહત્ત્વની પળો હોય છે જે નવલકથા કે પછી વાર્તા લખતી વેળાએ લેખકની દ્રષ્ટિએથી દૂર થઇ જતી હોય છે કારણકે એ સમય લેખકની દષ્ટિ સમગ્ર જીવન પર હોય છે પરંતુ એક લઘુકથાકારની દ્રષ્ટિમાં એ પળ જ મહત્વપૂર્ણ હોય ચ્જ્જે જે એક વાર્તાકાર કે નવલકથાકારની નજરેથી દૂર રહી જતી હોય છે. એ પળોની વાર્તા જ લઘુકથા હોય છે અને અને આ ગુણધર્મ જ આ શાખાને વિશિષ્ટ પણ બનાવે છે અને અન્ય શાખાઓ કરતા અલગ પણ બનાવે છે. - મધુદીપ ...Read More

2

મારી ચૂંટેલી લઘુકથાઓ - 2

શહેરનું પ્રખ્યાત ટાગોર થિયેટર ખીચોખીચ ભરાઈ ચૂક્યું છે. જે દર્શકોને સીટ નથી મળી તેઓ દીવાલને ચોંટીને ઉભા છે. રંગમંચના કહેવાતા નીલાંબર દત્ત આજે પોતાની અંતિમ પ્રસ્તુતિ આપવા જઈ રહ્યા છે. હોલની રોશની ધીમેધીમે ઝાંખી પડી રહી છે, રંગમંચનો પડદો ઉઠી રહ્યો છે. ...Read More

3

મારી ચૂંટેલી લઘુકથાઓ - 3

હા અનવર! હું આ ધાર્મિક પુસ્તક પર હાથ રાખીને પૂરા ભાન સાથે એ સ્વીકાર કરું છું કે એ સમયે પ્રેમની જાળમાં ફસાઈને અને મારી માતા સમક્ષ વિદ્રોહ પોકારીને તારી સાથે નિકાહ કરવા એ મારા જીવનની સહુથી મોટી ભૂલ હતી. ...Read More

4

મારી ચૂંટેલી લઘુકથાઓ - 4

આ તમે તમે જે ત્રણ માળનું સફેદ ભવન જોઈ રહ્યા છો તેને બંસલ કુટીર કહે છે. ભાઈ, જરાય આશ્ચર્ય પામતા, તેના માલિક જગદીશલાલ બંસલ તેને કુટીર જ માને છે. તેમનું બાળપણ અને યુવાની ઝુંપડીમાં જ વીત્યું છે અને તેઓ ભગવાનનો ખૂબ આભાર માને છે કે તેણે તેમને બધુંજ આપી દીધું છે. અને આથીજ તેઓ પોતાના ઘરને પ્રભુની કુટીર માને છે. ...Read More

5

મારી ચૂંટેલી લઘુકથાઓ - 5

દશેરા પછીના વીસ દિવસો તો જાણેકે કોઈ ઘોડા પર સવાર થઈને ઉડી રહ્યા હતા. બંગલાઓમાં થતી સાફ સફાઈ અને એ સ્પષ્ટ કરી દીધું હતું કે પ્રકાશપર્વ નજીક આવી ગયો છે. જે કે વ્હાઈટ સિમેન્ટ વાળી વોલ પુટ્ટી અને એશિયન પેઈન્ટથી રંગેલી દીવાલો બોલી ઉઠી હતી પરંતુ સંપ્રભાત કોલોનીની આ દીવાલોની વચ્ચે પાંચ મકાનો એવા પણ હતા જેમની દીવાલો વર્ષોથી બોલવાનું જાણેકે ભૂલી ગઈ હતી. તેમના સંતાનો પોતાના વડીલોને પોતાના દેશમાં એકલા છોડી જઈને વિદેશમાં વસી ગયા હતા. ...Read More

6

મારી ચૂંટેલી લઘુકથાઓ - 6

હું તિહાર જેલનું લોહદ્વાર છું. હમણાંજ તમે જેને પોતાના દુબળા પાતળા શરીરને જેમતેમ કરીને આગળ ધકેલતા ધકેલતા મારી બહાર જોયો તેને હું કેદી નંબર ૫૦૬ના નામે ઓળખું છું. આમતો એનું નામ દિનેશ વર્મા છે જેનું નામ મારી સાથે અન્યો પણ ભૂલી ચૂક્યા છે. આ નંબર જ હવે તેની ઓળખ બની ચૂક્યો છે. ...Read More

7

મારી ચૂંટેલી લઘુકથાઓ - 7

“આવો, જિંદગી સાથે કેટલીક વાતો કરીએ.” હા, અનુપમ ખેરે એક ટીવીમાં આવતી જાહેરાતમાં આમ જ તો કહ્યું હતું. એ પણ સાઈઠ વર્ષથી પોતાની જિંદગી સાથે વાતો કરે છે પણ જિંદગીએ તો જાણે કે તેની વાત કોઈ દિવસ સાંભળી જ ન હતી. ...Read More

8

મારી ચૂંટેલી લઘુકથાઓ - 8

ઊંઘરેટી આંખોને ચોળતી ચોળતી એ પોતાના પતિની નજીક આવીને બેસી ગઈ. એ દિવાલના ટેકે બેઠો બેઠો બીડીના કશ લઇ હતો. “મુન્નો સુઈ ગયો...?” “હા, લ્યો દૂધ પી લ્યો.” ચાંદીનો જુનો ગ્લાસ તેણે પેલાની સામે ધર્યો “ના, મુન્ના માટે રહેવા દે. જ્યારે જાગે ત્યારે...” તે ગ્લાસને સતત જોઈ રહ્યો હતો. “હું તેને મારા ભાગનું દૂધ પીવડાવી દઈશ.” તેને વિશ્વાસ હતો. ...Read More

9

મારી ચૂંટેલી લઘુકથાઓ - 9

ધૂંધળી સાંજ હવે અંધારાના શાંત વાતાવરણમાં ફેરવાઈ ગઈ હતી. ગામની દરેક શેરી, દરેક ચાર રસ્તે અંધારું જ અંધારું ફેલાઈ હતું. હા વાચકો, આ દિલ્હી કે કોઈ બીજા રાજ્યની રાજધાની નથી, પરંતુ ભારતના એક દૂર વસેલા ગામડાની લઘુકથા છે. ...Read More

10

મારી ચૂંટેલી લઘુકથાઓ - 10

સમયના ચક્રને ઉલટું ફેરવી શકાતું નથી. હા, બનવારી લાલ આજે આ વસ્તુ બરોબર સમજી રહ્યો હતો. સમય ચાળીસ વર્ષ જતો રહ્યો હતો પરંતુ એ ત્યાંજ ઉભો ઉભો કદમતાલ કરી રહ્યો હતો. તેણે પણ ઘણી વખત સમય સાથે આગળ ચાલવાની કોશિશ કરી પરંતુ પરંપરાઓ અને જવાબદારીઓથી બંધાયેલા તેના પગે હમેશા તેને એમ કરવાથી મનાઈ કરી દીધી હતી એટલે એ લાચાર બનીને સદાય ત્યાંજ ઉભો રહી ગયો હતો. ...Read More

11

મારી ચૂંટેલી લઘુકથાઓ - 11

આ એ સમયની વાત છે જ્યારે વિશ્વમાં મોટા મોટા રાષ્ટ્રો નહોતા. માનવ સમાજ નાના નાના કબીલાઓમાં વહેંચાયેલો હતો. આ જ કબીલાઓનો એક સરદાર હતો જે નાના નાના રાજાઓની જેમ લોકોને ભેગા રાખીને તેમના પર શાસન કરતો હતો. ...Read More

12

મારી ચૂંટેલી લઘુકથાઓ - 12

આ એક એવો બદનસીબ દિવસ હતો જેનો પડછાયો આ સરકારી હોસ્પિટલ પર પડી ચૂક્યો હતો. આખી હોસ્પિટલ મડદાંઘરમાં પરિવર્તિત ગઈ હતી જ્યાંથી ફક્ત એ અભાગીયાઓના ચિત્કારો આવી રહ્યા હતા જેમને કોઈ અહીં છોડીને જતા રહ્યા છે. આ ચિત્કારો આ મડદાંઘરથી આવીને આખીયે હોસ્પિટલમાં ફેલાઈ ગયેલા સન્નાટાને ચીરવાની અસફળ કોશિશો કરી રહ્યા છે. ...Read More

13

મારી ચૂંટેલી લઘુકથાઓ - 13

કેટલાક સપનાઓ ભયભીત કરી દેતા હોય છે. આ સપનાઓ જ્યારે ડર ઉભો કરી દેતા હોય છે ત્યારે જગજીત ઈચ્છે પણ પોતાની આંખો ખોલી શકતો નથી. એ સમય તેના પર જાણેકે કોઈએ સંમોહન કરી દીધું હોય એવું લાગતું હોય છે અને તે એ સપનામાં ઊંડો ને ઊંડો ઉતરતો જતો હોય છે. ...Read More

14

મારી ચૂંટેલી લઘુકથાઓ - 14

દિવસ પૂર્વ દિશામાંથી ધીમેધીમે ઉગી રહ્યો હતો. સવારને જાણેકે આળસ ચડ્યું હોય એમ ધીમે ધીમે પાર્કની તરફ જઈ રહી દીનદયાળ ખુલ્લા પગે ઘાસ ઉપર ચાલી રહ્યા હતા. જયપ્રકાશ પ્રાણાયામ પછી સૂર્યનમસ્કાર કરી રહ્યા હતા. કેટલાક લોકો સાચા ખોટા અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. ...Read More

15

મારી ચૂંટેલી લઘુકથાઓ - 15

શહેરની સીમાઓની બહાર એક નવું શહેર ઉભરી રહ્યું છે. સતત ઉપર આવી રહેલા ‘મલ્ટીઝ’ ની સમાંતર ત્યાં મજૂરોની એક વસ્તી આકાર લઇ ચૂકી છે. સવાર-સાંજ અહીં ખૂબ ચહલ પહલ વર્તાતી હોય છે. ...Read More

16

મારી ચૂંટેલી લઘુકથાઓ - 16

આ વખતે ચૂંટણી પંચનો દંડો જરા વધારે તેજ ગતિએ ફરી રહ્યો છે. કોઈ સરઘસ નહીં, કોઈ ધૂમ ધડાકા નહીં, ઉપર પોસ્ટર પણ નહીં લગાવવાના. ફક્ત ચોરે નાની નાની સભાઓ ભરવાની, જાણેકે આ વિધાનસભાની નહીં પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી ન હોય? ...Read More

17

મારી ચૂંટેલી લઘુકથાઓ - 17

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા એમની પોતાની જિંદગી બંગલાની લીલીછમ લોન પર નેતરની બે ખુરશીઓ મુકેલી બંનેની વચ્ચે નેતરનું જ એક નાનકડું ટેબલ મુકેલું છે. વિનય પ્રસાદજી પત્નીની સાથે સવારે ચાલીને ઘરે પરત આવ્યા છે. પત્ની અંદર જતી રહી છે અને તેઓ સવારના કોમળ તડકામાં બહાર જ ખુરશી પર બેઠા છે. ત્રણ વર્ષ પહેલા જ્યારે તેઓ ઉપસચિવના પદેથી નિવૃત્ત થયા ત્યારે પત્નીએ પણ પોતાની નોકરીના ચાર વર્ષ બાકી હતા તો પણ વહેલી નિવૃત્તિ લઇ લીધી હતી. તેમનો દ્રઢ મત હતો કે ‘જીવનભર બીજા માટે ખૂબ કામ કર્યું, હવે આપણે બંને એકબીજા માટે જીવીશું.’ વિનય પ્રસાદજી સામે ...Read More

18

મારી ચૂંટેલી લઘુકથાઓ - 18

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હથોડો ગલીના બંને છેડે ખૂબ મોટી ભીડ જમા થઇ ગઈ હતી. ભારે બંદોબસ્ત હતો. ન કોઈને આ તરફથી પેલી તરફ જવા દેવામાં આવતા હતા કે ન કોઈને પેલી તરફથી આ તરફ આવવા દેવામાં આવતા હતા. ખેડૂત દીનાનાથના ઘરની સામે સરકારી અધિકારીઓની મોટી સંખ્યા જમા થઇ ગઈ હતી. બેંકની લોન ન ચૂકવી શકતા આજે તેના ટ્રેક્ટર અને તેની સાથે સંકળાયેલા અન્ય ઉપકરણોની હરાજી કરવા માટે બેંક અધિકારીઓ અને સરકારી કારકુનો ભેગા થઇ ગયા હતા. બહુ લાંબા સમય પહેલાની વાત નથી જ્યારે આ વિસ્તારમાં દીનાનાથનો નાનો તો નાનો પણ મોભો હતો. પાકા મકાનની ...Read More

19

મારી ચૂંટેલી લઘુકથાઓ - 19

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અંતરાત્મા આમતો આ કિસ્સો બહુ મોટો નથી પરંતુ તેની વાત બહુ હતી અને છેલ્લા એક અઠવાડિયાથી મધુપ પાંડે માટે ચિંતાનું કારણ બની ગઈ હતી. એક વર્ષના અથાગ પરિશ્રમ પછી તેણે એક સોફ્ટવેર ડેવલોપ કર્યું હતું જેને તેણે ‘અંતરાત્મા’ નામ આપ્યું હતું. તેના કહેવા અનુસાર આ સોફ્ટવેર કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાની સાથેજ તે માનવીય સંવેદનાઓ સાથે કનેક્ટ થઇ જતું હતું. તે આ સોફ્ટવેરના પરિણામોની તપાસ કરવા માટે યોગ્ય અવસરની રાહ જોઈ રહ્યો હતો અને બહુ જલ્દીથી તેને આ અવસર મળી પણ ગયો હતો. વર્તમાન શાસનની નીતિઓથી ક્ષુબ્ધ થઈને પોતપોતાના અંતરાત્માના અવાજ પર કેટલાક ...Read More

20

મારી ચૂંટેલી લઘુકથાઓ - 20

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અવિશ્વાસ વૃદ્ધ રમાકાંત છેવટે કરી પણ શું શકતા હતા! પગ કપાઈ હતો એટલે ઘોડીનો સહારો લેવો જ પડતો હતો. પછી તે ઘોડી ભલે ગમેતેવી પણ કેમ ન હોય. જ્યારે સાથ લેવા-આપવાની સહુથી વધુ જરૂરિયાત હતી તે સમયે જ પત્નીની વિદાયે રમાકાંતને બિલકુલ એકલા પાડી દીધા. હજી તો બે મહિના જ થયા હતા કે બંને એકબીજાના ધ્રુજતા હાથને સહારો આપતા આપતા સફરમાં આગળ વધી રહ્યા હતા પરંતુ નસીબ સામે કોનું ચાલ્યું છે! રમાકાંત થોડાક દિવસો તો પોતાના પૈતૃક મકાનમાં પ્રેતની જેમ એકલા ભટકતા રહ્યા પરંતુ એ પહેલા કે તેઓ સાવ વિખેરાઈ જાય ...Read More

21

મારી ચૂંટેલી લઘુકથાઓ - 21

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા નજીક... ખૂબ નજીક ગામથી બે કિલોમીટર દુર આવેલા બસ સ્ટેન્ડ પર બસે વિજયાને ઉતારી ત્યારે શિયાળાની સાંજનું ધુમ્મસ ઉતરી રહ્યું હતું. ગામથી એનો ભાઈ એને ચોક્કસ લેવા આવ્યો હશે, એ આશાએ તેણે આજુબાજુ જોયું પરંતુ દૂર દૂર સુધી કોઈનો પડછાયો પણ દેખાતો ન હતો. તેણે પર્સમાંથી મોબાઈલ કાઢ્યો તો તેનો સ્ક્રિન પણ કાળો પડી ગયો હતો. અહીં આવવા માટે નીકળતા પહેલા કદાચ તે ચાર્જ કરવાનું ભૂલી ગઈ હતી. પાંચ-સાત મિનીટ રાહ જોયા પછી તેણે બેગને પોતાના ખભે લટકાવી અને ગામ તરફ લઇ જતી કેડી પર પોતાના પગ ચલાવવાના શરુ કરી જ ...Read More

22

મારી ચૂંટેલી લઘુકથાઓ - 22

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા નિદાન બે બિલાડીઓની લડાઈમાં આ વખતે વાંદરો ફાવી ગયો એટલે એણે રોટલી કબજે કરીને પોતે જ સિંહાસન પર આરૂઢ થઇ ગયો. તેણે તરતજ નગરમાં જાહેરાત કરાવી દીધી કે તેને રાજા નહીં પરંતુ નગર સેવક કહીને બોલાવવામાં આવે કારણકે તે સામાન્ય જનતાની વચ્ચેથી આવ્યો છે અને આથી જ તે તેમનો સેવક બનીને તેમના સુખ દુઃખ વહેંચવા માંગે છે. જનતા તો એકદમ ખુશ ખુશાલ થઇ ગઈ. તો ભાઈઓ વાત હવે એ રીતે આગળ વધે છે કે શિયાળાની એક રાત્રીએ નગર સેવકને કેટલાક ભૂતપૂર્વ પ્રજા વત્સલ રાજાઓની વાર્તાઓ યાદ આવી એટલે એ પણ પોતાના ...Read More

23

મારી ચૂંટેલી લઘુકથાઓ - 23

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ટોપી “આવો આવો હઝૂર કેમ ગભરાયેલા લાગો છો?” “પણ આગળ તો અંધારું છે. આ આપણે ક્યાં આવી ગયા છીએ?” “અરે! તમે તમારા પોતાના શહેરને નથી ઓળખી શકતા?” “તું શું મારી મશ્કરી કરી રહ્યો છે? આ ક્યાં મારું શહેર છે?” “અરે હઝૂર અમે તમને તમારા જ શહેરમાં લઈને આવ્યા છીએ.” “પણ મારું શહેર તો કાયમ રોશનીમાં નહાયેલું હોય છે જ્યારે અહીંયા તો એટલું બધું અંધારું છે કે કશું દેખાતું પણ નથી.” ત્યાંજ અંધારામાં કેટલીક મશાલો સળગે છે. તે અહીં તહીં જોઈ રહ્યા છે. તેમની ચારે તરફ ભીડના પડછાયા એક ગોળાકાર બનાવીને ઉભા ...Read More

24

મારી ચૂંટેલી લઘુકથાઓ - 24

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ઓલ આઉટ આઠ વાગવા આવી રહ્યા છે. બંધ ફ્લેટોના દરવાજા હવે ખુલીને અંદરથી ફરીથી બંધ થઇ ગયા છે. રાકેશ અને અનિતા બંને પોતપોતાની ઓફિસોથી પરત આવી ગયા છે. રાકેશ ટીવી ચાલુ કરીને સોફા પર અડધો સુતો છે. અનિતા પોતાના બંને હાથ વચ્ચે પોતાનું કપાળ પકડીને પલંગ પર બેસી ગઈ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ મેચ એકદમ રોમાચંક બની ગઈ છે. “ડાર્લિંગ, એક કપ ગરમ ચા થઇ જાય?” ધોનીએ હેલિકોપ્ટર શોટ મારીને બોલને છક્કા માટે મોકલી દીધો છે. “ચા તો મને પણ જોઈતી હતી ડીયર.” બોલ હવે માત્ર એક રન માટે ...Read More

25

મારી ચૂંટેલી લઘુકથાઓ - 25

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અવાક પોતાની ઝુંપડીની બહાર ઢીલા પડી ગયેલા પલંગ પર બેસેલો સુખિયા વમળમાં ફસાઈ ગયો હતો. દિવાળી પર શાહુકાર પાસેથી સો રૂપિયે પાંચ રૂપિયા વ્યાજ આપવાની શરત પર લીધેલા બે હજાર રૂપિયા દશેરા આવતા આવતા ચાર હજાર કેવી રીતે થઇ ગયા. એ તો અભણ હતો, તો સાચો હિસાબ કેવી રીતે લગાવે? હાથમાં રહેલી બીડી બુઝાઈ જવાની તૈયારીમાં હતી, તેને તેણે જોરથી સુટ્ટો લગાવીને ફરીથી સળગાવી દીધી. નજર સામે તેનો દીકરો પીઠ પર ભારે ભરખમ સ્કુલ બેગ લટકાવીને આવી રહ્યો હતો. “સાંભળ તો દીકરા, તને વ્યાજના દાખલા આવડે છે?” પ્રશ્ન સાંભળીને એનો દીકરો ...Read More

26

મારી ચૂંટેલી લઘુકથાઓ - 26

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા દૌડ “સાહેબ, હું મારી જીન્દગી વિષે તમને શું કહું! ચાલીસ વર્ષ જ્યારે હું ગામડાથી શહેરમાં આવ્યો હતો ત્યારે મારા હાથ સાવ ખાલી હતા. કોઈને ઓળખતો પણ ન હતો અને માથું ઢાંકવા કોઈ છત્ર પણ ન હતું. બહુ મુશ્કેલી બાદ મને ફતેહપુરીની ધર્મશાળામાં બે દિવસ માટે રહેવાની મંજૂરી મળી હતી. મેં પણ પાક્કો નિશ્ચય કરી જ લીધો હતો કે આ શહેરથી ખાલી હાથે પાછું ગામડે તો જવું જ નથી આથી બીજે દિવસ જ નવા બજારમાં પહોંચી ગયો અને મજૂરી કરવા માંડ્યો. મેં મારી કમર પર મોટી મોટી ગુણો ઉપાડી છે અને આજે ...Read More

27

મારી ચૂંટેલી લઘુકથાઓ - 27

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ભ્રમ-ભંગ જુનની ભયંકર ગરમીવાળી બપોરમાં એરકન્ડીશન્ડ રૂમમાંથી બહાર નીકળ્યો તો વિશાલને લાગ્યું કે તે સ્વર્ગમાંથી નરકમાં આવી ગયો છે. ફરીથી આકાશમાં વચ્ચે સૂરજ તપી રહ્યો છે, ફરીથી એ જ ડામરની સળગતી સડક છે અને ફરીથી મનમાં એ જ ફિટકાર વરસી રહ્યો છે, “છેલ્લા ત્રણ મહિનાઓની જેમ આ ત્રણ મહિનાઓમાં પણ તું પોતાનો ટાર્ગેટ પૂરો કરવામાં નિષ્ફળ રહ્યો છે. જો આવું જ રહ્યું તો કંપની વધુ સમય તારો ભાર ઉપાડી નહીં શકે.” ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... એનામાં એટલી હિંમત પણ બચી ન હતી કે તે મોબાઈલને કાન પર મૂકીને હેલ્લો ...Read More

28

મારી ચૂંટેલી લઘુકથાઓ - 28

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા યોદ્ધાઓ પરાજીત નથી થતા એ જાણે છે કે છેવટે તો તેણે થવાનું જ છે, પરંતુ તેમ છતાં તે પૂરી લગન સાથે જીવનભર આ લડાઈ લડતો આવ્યો છે. એ મોટો છે પરંતુ તેને કાયમ નાનો બનાવવામાં આવે છે. તે બાળપણથી જ સાંભળતો આવ્યો છે કે તેનું મગજ લાકડાનું છે અને આથી ભણવું ગણવું તેના વશની વાત નથી. એટલે તેને ખેતીવાડીના પેઢીઓ જુના કાર્યમાં લગાવી દેવામાં આવ્યો અને એણે પણ ચુપચાપ હળ પકડી લીધું. નાનો ભણવામાં હોંશિયાર હતો, બાપુએ કેટલાક ખેતરો વેંચીને તેને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને તે એક એમએનસી કંપનીમાં અધિકારી બનીને ...Read More

29

મારી ચૂંટેલી લઘુકથાઓ - 29

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અસમંજસ અનિલ અને હું બાળપણના મિત્રો છીએ. તે ખૂબ ભાવુક છે આ દુનિયાના હિસાબે તો અત્યંત મુર્ખ પણ છે. એક શહેરમાં રહેવા છતાં પણ અમે ત્રણ ચાર મહીને એક જ વાર મળી શકીએ છીએ પરંતુ એ જ્યારે પણ મને મળે છે ત્યારે તે મને પોતાના વણઉકલ્યા પ્રશ્નોથી મુશ્કેલીમાં નાખી દેતો હોય છે. હજી ગઈકાલે રાત્રે જ એ મને મળ્યો હતો. આ વખતે પણ મારી પાસે તેના પ્રશ્નોના કોઈજ ઉત્તર ન હતા. મેં શાંતિથી મારો હાથ તેના ખભે મૂકી દીધો હતો. એ વખતે તો એ ચુપચાપ જતો રહ્યો હતો પરંતુ તેના પ્રશ્નો ...Read More

30

મારી ચૂંટેલી લઘુકથાઓ - 30

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા નિશ્ચય નીલાંચલ, હા ત્રીસ માળની બિલ્ડીંગનું આ જ નામ છે જેના માળે અઢારસો સ્ક્વેર ફૂટના આલીશાન ફ્લેટમાં જગદીશલાલ પોતાની અઢળક સંપત્તિ સાથે સાવ એકલા રહે છે. એકનો એક દીકરો તો વિદેશમાં પોતાના મૂળિયાં મજબૂત કરવા એક વર્ષ પહેલા જ ઉડી ગયો હતો અને બે વર્ષ અગાઉ મૃત્યુએ પત્નીને પણ તેમનાથી છીનવી લીધી હતી. જગદીશલાલનું મન છેલ્લા વીસ દિવસથી બેચેન હતું. એકલાપણું હવે તેમની ઉંમર પર ભારે પડવા લાગ્યું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી મોબાઈલના સ્ક્રિનને આંગળીથી સ્પર્શ કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ કોઈ નિર્ણય પર પહોંચી શક્યા ન હતા. છેવટે તેમની ...Read More

31

મારી ચૂંટેલી લઘુકથાઓ - 31

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા યુદ્ધ તોપ અને ટેંક સાથે બંને દેશોની સેના આંતરરાષ્ટ્રીય બોર્ડર પર કરી દેવામાં આવી હતી. બંને દેશો વચ્ચે ગોરીલ્લા યુદ્ધ તો લાંબા સમયથી ચાલી રહ્યું હતું પરંતુ હવે કોઇપણ ક્ષણે યુદ્ધનું સ્પષ્ટ એલાન થવા જઈ રહ્યું હતું. બંને દેશોના નાગરિકોમાં પણ દેશપ્રેમની લાગણી પૂરા જોશમાં હતી. દરેક પળે ઉત્તેજના વધી રહી છે. “શાંતિની ઈચ્છાને અમારી નબળાઈ ન સમજવામાં આવે!” અહીંથી કહેવામાં આવેલું નિવેદન ત્યાં જઈ રહ્યું હતું. “અમને કાયર ન સમજતા. અમે અમારા પાછલા તમામ પરાજયનો બદલો લેવા માટે પૂરી રીતે તૈયાર છીએ.” ત્યાંથી ઉછાળવામાં આવેલું નિવેદન અહીં આવી ગયું હતું. ...Read More

32

મારી ચૂંટેલી લઘુકથાઓ - 32

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા સાઈઠ કે સિત્તેર વર્ષે... “લીલાવતી, હવે આપણે વૃદ્ધ થઇ ગયા છીએ.” ‘ઇઝી ચેર’ પર બેસીને સવારની ચાના ઘૂંટડા પીતા પીતા રામનારાયણે કહ્યું તો તેમની પત્ની ચોંકી ઉઠી. “તમે આમ કેમ વિચારો છો? હજી તો તમે સાઈઠના જ થયા છો.” “લીલાવતી, માણસ સાઈઠ કે સિત્તેર વર્ષે વૃદ્ધ નથી થતો.” “તો...” લીલાવતી આશ્ચર્યચકિત હતી એ વિચારીને કે આજે આમને શું થઇ ગયું છે. “તું ચા બનાવી રહી હતી ત્યારે સોમેશનો ફોન આવ્યો હતો.” “એ ઠીક તો છે ને?” એને ચિંતા થઇ. “એ ઠીક છે લીલાવતી, એ બિલકુલ ઠીક છે.” “અહીં આવવા માટે એણે ...Read More

33

મારી ચૂંટેલી લઘુકથાઓ - 33

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા બેચેની ગામડાની શેરીઓમાં અંધારું ઉતરવાનું શરુ થઇ ગયું છે. સુકા થઇ નળમાં પાણીની ધાર ટપકવાની શરુ થઇ ચૂકી છે. અંધારું ઉતરવાની સાથે જ શેરીઓમાં લાગેલા થાંભલાઓ પર આગીયા જેવા લાગતા લાઈટના બલ્બ ચાલુ થઇ ચૂક્યા છે. દેશની એક મોટી પાર્ટી આ વખતે ચૂંટણીઓમાં એ ઉમેદવારોને જ ટીકીટ આપવાની છે જેમની જીત પર તેમનો પૂરો વિશ્વાસ હોય. તેના માટે હાઈકમાન્ડ એક ખાસ સર્વેક્ષણ પણ કરાવી રહ્યું છે. સર્વેક્ષણ દળ દરેક મતદાન ક્ષેત્રમાં જઈને મતદાતાઓના મન પારખવાની કોશિશ કરી રહ્યું છે. હું એક સર્વેક્ષણ દળના મારા બીજા બે સાથીઓ સાથે આ ગામડાની મુલાકાતે ...Read More

34

મારી ચૂંટેલી લઘુકથાઓ - 34

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા જનપથના ચાર રસ્તા શાહી સવારી રાજપથ પર આગળ વધી રહી છે. વિક્ટોરિયા બગીમાં અરબી ઘોડાને બદલે ગુલામોને જોડવામાં આવ્યા છે. ભીસ્તીઓ પોતાની મશકમાંથી આગળ આગળ છંટકાવ કરતા જઈ રહ્યા છે. સુંદર યુવતિઓ પુષ્પવર્ષા કરી રહી છે. બંને તરફ પ્રજા હાથ જોડીને અભિવાદન કરી રહી છે. તેમની આંખો નીચે ઝુકેલી છે. કોઈને પણ આંખ ઉંચી કરવાની અનુમતી નથી. રાજ સેવક હન્ટર લઈને ઉભા છે. પ્રચંડ સૂરજ હવે માથા પર આવીને ચમકી રહ્યો છે. શાહી સવારી એક તોરણદ્વાર પાસે આવીને પહોંચી રહી છે. ગુલામોના પગ થાકી રહ્યા છે. તેમની ચાલ સુસ્ત પડી રહી ...Read More

35

મારી ચૂંટેલી લઘુકથાઓ - 35

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા છાપામાં આ હેડલાઈન નહીં છપાય કે કે સિંગ એટલેકે કૃષ્ણ કનૈયા તન અને મન બંનેથી ખાલી થઇ ગયા છે. ધન તો ગરીબના ડબ્બામાં રહેલા લોટ જેટલું જ હતું જે હવે છેલ્લી રોટલી પુરતું બાકી રહી ગયું હતું. છેલ્લા એક મહિનાથી જળોની જેમ તેમને તાવ ચોંટી ગયો છે. ખાટલા પર સુતા સુતા કે કે સિંગનું મન પાછળ ને પાછળ જઈ રહ્યું છે. પાંચ વર્ષ પહેલા જ્યારે તે એક ગામડામાંથી આ શહેરમાં આવ્યો ત્યારે તે ભૂરા ઘોડા પર સવાર હતો. ભારત સરકારમાં મોટો અધિકારી બનવું છે... માતાપિતાને તો બસ એટલીજ ખબર હતી કે ...Read More

36

મારી ચૂંટેલી લઘુકથાઓ - 36

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા પત્નીનું સ્મિત જાન્યુઆરીની સવારનો સૂરજ આળસુ થઇ ગયો હોય એવું લાગી છે. ચાદર છોડીને બહાર નીકળવાનું મારું બિલકુલ મન નથી થઇ રહ્યું. ઉમરની સાથે સાથે શરીરમાં પણ આળસ વધી ગયું છે. સિત્તેર વર્ષની ઉમરમાં પાર્કમાં જઈને સવારની લટાર મારવાનો વિચાર આવવાની સાથેજ શરીરમાંથી એક લખલખું પસાર થઇ જાય છે. “ચાલો, ચા પી લ્યો. સવારના નવ વાગ્યા છે અને તમે હજીપણ રજાઈ સાથે ચોંટેલા છો?” પત્નીના હાથમાં ચા નો પ્યાલો છે અને તે તેના મીઠા અવાજથી મને જગાડી રહી છે. “તને ખબર તો છે જ કે હું સવારની ચા ક્યારેય એકલો નથી ...Read More

37

મારી ચૂંટેલી લઘુકથાઓ - 37

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મોહ માયા આ શહેરની એક ફાઈવસ્ટાર હોસ્પિટલ છે. પંચ્યાશી વર્ષના શેઠ છેલ્લા નેવું દિવસથી આ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં પોતાના જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યા છે. ડોક્ટરોએ ઘણી વખત તેમને મૃત જાહેર કરવાનો નિર્ણય લઇ લીધો હતો પરંતુ ત્યારેજ એમના શરીરમાં કોઈ હલચલ થાય છે અને તેઓ પોતાના હોઠ હલાવવા માંડે છે. ગઈકાલે સાંજે જ્યારે શેઠજીને છઠ્ઠી વખત આઈસીયુમાંથી વેન્ટીલેટર પર લઇ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોની આખી પેનલે એક મતે કહ્યું કે તેઓ આવતીકાલની સવાર નહીં જોઈ શકે. આથી આજે સવારથીજ હોસ્પિટલની લોબી શેઠજીના સગાં સંબંધીઓ તેમજ નજીકના મિત્રોની ભીડથી ભરાઈ ચૂકી ...Read More

38

મારી ચૂંટેલી લઘુકથાઓ - 38

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા આ પણ એટલુંજ સત્ય છે કે... આ વહેલી સવારની વાત છે. જૈનનું પોતાના સમાજમાં અત્યંત પ્રતિષ્ઠાભર્યું સ્થાન છે. ચાતુર્માસના નવકાર મંત્રનું સહુથી વધુ પઠન આમના નિવાસસ્થાનેથી જ થતું હોય છે. આજે સવારે જ્યારે તેઓ સ્થાનક પર પહોંચ્યા ત્યારે સમગ્ર હોલ ખીચોખીચ ભરેલો હતો. દિવાળીના પર્વ નિમિત્તે મુનિશ્રી સુરત્નસાગરજીનું પ્રવચન સાંભળીને તમામ પોતાની જાતને ધન્ય કરી દેવા માંગતા હતા. રામપ્રસાદને હોલની છેલ્લી લાઈનમાં બહુ મુશ્કેલી બાદ સ્થાન મળ્યું પણ તો પણ તેઓ મન મારીને અહીં બેસી ગયા. “આ પવિત્ર સવારે હું સમાજ પાસેથી એક વચન લેવા માંગુ છું.” મુનિશ્રીનો ગંભીર સ્વર હોલની ...Read More

39

મારી ચૂંટેલી લઘુકથાઓ - 39

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા એક તંત્ર રાજપથના ચોક પર ખૂબ મોટી ભીડ ઉભી છે, દરેકના પોતપોતાના ડંડા છે અને તેના પર પોતપોતાના ઝંડા પણ છે. લાલ રંગ, લીલો રંગ, ભૂરો રંગ, ભગવો રંગ અને કેટલાક તો બે-બે, ત્રણ-ત્રણ અને ચાર-ચાર રંગના ઝંડાઓ પણ પકડ્યા છે. ભીડમાં ઉભેલા તમામ પોતપોતાના ઝંડાઓ સહુથી ઉપર લહેરાવવા માંગે છે. છેલ્લા એક મહિનાથી આ બધા જ ઝંડા, શહેરના પ્રમુખ રસ્તાઓ પર માર્ચ પાસ્ટ કરતા જોવા મળ્યા હતા. એક અજબ કલબલાટ અને ઉત્સુકતા શહેરની હવાઓમાં ફેલાઈ રહી હતી. કોઈ બીજો ઝંડો પોતાના ઝંડાથી ઉપર ન જતો રહે તે માટે દરેક પક્ષ ...Read More

40

મારી ચૂંટેલી લઘુકથાઓ - 40

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા સંન્યાસ આખા ઘરને માથે ઉપાડવાની કોઈજ જરૂર ન હતી એવી આ હતી પરંતુ દીનદયાળજીએ આખા ઘરને માથે લીધું હતું. ન પત્ની, ન દીકરા વહુ કે પછી ન દીકરી જમાઈની, તેઓ કોઈની પણ વાત સાંભળી રહ્યા ન હતા. તેઓ બસ એક જ વાતને પકડીને બેસી ગયા હતા કે મને સંસારથી મુક્તિ જોઈએ છીએ, આ બધી મોહમાયા ત્યાગીને સંન્યાસી બનવું છે. આ કાર્ય સંપન્ન કરવા માટે તેમણે સ્વામી રામાધારજીને હરદ્વારથી અહીં આવવા માટે સંદેશ પણ મોકલવી દીધો હતો. તેમણે પોતાના વકીલ પાસે પોતાની બધીજ બચત અને આવક પોતાના વિવેક અનુસાર પોતના લોકો વચ્ચે ...Read More

41

મારી ચૂંટેલી લઘુકથાઓ - 41

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ઉદ્દંડ દરોગામલના બધાજ સાથીઓ કહે છે કે તે પોતાના સમગ્ર જીવનમાં ઉદ્દંડ રહ્યો છે. ઓફિસ અને ઘર બંને જગ્યાએ તેની ઉદ્દંડતાના કિસ્સાઓ આજે પણ જીવંત છે. મને આ કિસ્સાઓ અને તેના પર થતી ચર્ચાઓ પર ક્યારેય વિશ્વાસ ન હોતો થતો અને થાય પણ કેવી રીતે કારણકે મારો અનુભવ તો સદંતર અલગ હતો. મારા બંગલાની દીવાલ દરોગામલના બંગલાની દીવાલની સાથે જ જોડાયેલી છે. તેની સાથે મારી પહેલી મુલાકાત એ સમયે થઇ હતી જ્યારે મેં તેને મારા ગૃહપ્રવેશનું આમંત્રણ આપવા તેના બંગલાની ડોરબેલ વગાડી હતી. એ પરસાળમાં જ ખાટલા પર સુતો હતો. મેં ...Read More

42

મારી ચૂંટેલી લઘુકથાઓ - 42

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા કદાચ... બદનામ ગલીઓની આ નાનકડી રૂમમાં અરીસાની સામે ઉભી સુરેખા પોતાના અને વર્તમાનને સ્પષ્ટ જોઈ રહી હતી. બંનેમાંથી કોઈએ પણ આ ઈચ્છ્યું ન હતું પરંતુ જવાનીના જોશમાં આવીને બંને તેને રોકી પણ શક્યા ન હતા. પરિણામ તો પછી એ જ આવ્યું જે કાયમ આવતું હોય છે. મદન રફુચક્કર થઇ ગયો અને સુરેખા એણે આપેલી ભેટને પોતાના ગર્ભમાં લઈને એ કોઠા પર આવી ગઈ. વીસ વર્ષ પસાર થઇ ગયા છે. એનું શરીર નીચોવાઈ ગયું છે અને તેના વાળમાં હવે સફેદી ઉતરી આવી છે. અત્યારે તો તેના કસાયેલા શરીર અને કાળા ભમ્મર વાળ ...Read More

43

મારી ચૂંટેલી લઘુકથાઓ - 43

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા છળ નીરા એ હજી સુધી ચાળીસમું વર્ષ પણ પૂરું નહોતું કર્યું તેના કાળા ભમ્મર વાળમાં અત્યારથી જ ચાંદીની રેખાઓ ઉભરી આવી હતી. ખબર નહીં એ કેવી પળ હતી જ્યારે સુંદરતાના મદમાં છકી જઈને તેણે અમિતનો તિરસ્કાર કર્યો હતો. હા એ માન્યું કે તે રતિની પ્રતિકૃતિ હતી અને અમિત કામદેવનો અવતાર ન હતો, પણ તે તેના પ્રેમની સચ્ચાઈને ઓળખી શકી નહીં. નીરા પોતાના ફ્લેટની બાલ્કનીમાં ઉભી ઉભી સમયના એ પળને પકડવાની કોશિશ કરી રહી હતી જે સમયે તેણે અમિતનો હાથ ઝાટકી નાખીને મોહિતનો હાથ પકડ્યો હતો અને તેની ગરદન અહંકારથી ઉંચી થઇ ...Read More

44

મારી ચૂંટેલી લઘુકથાઓ - 44

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હજી કાંઇક બાકી છે નીરા જ્યારથી ઉઠી છે ત્યારથી તેના મનમાં ગુસ્સો ભરાયેલો છે. રાત્રે જ્યારે તે સરખી રીતે ઊંઘી ન શકે તો તેની સાથે આમ જ બને છે. એ ઘણી વખત એવું વિચારે છે કે રાત્રે ઊંઘતા અગાઉ તે ટીવી પર સમાચારોની ચેનલો ન જોવે પરંતુ બીજી ચેનલો પર પણ એ જ રડારોળ અને સાસુ-વહુ જ તો ચાલી રહ્યું હોય છે! પતિના કસમય અને અચાનક થયેલા મૃત્યુ બાદ તેને જ સમગ્ર વ્યાપાર સંભાળવો પડ્યો કારણકે દીકરો તો અમેરિકાથી પરત થવાનું નામ જ લેતો ન હતો. ટીવી પર પ્રસારિત ચાર સમાચાર ...Read More

45

મારી ચૂંટેલી લઘુકથાઓ - 45

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા વેપારી બંને પોતપોતાના ક્ષેત્રોમાં એક આગવું સ્થાન મેળવી ચૂક્યા હતા. બંને મિત્રો હતા પરંતુ તેમ છતાં બંને અલગ અલગ ધ્રુવ પર ઉભા હતા. વિજય આલોક સરસ્વતીનો ઉપાસક હતો તો અજય પ્રકાશ લક્ષ્મી પૂજક. આ જ વિષય પર આ તેમની ત્રીજી મુલાકાત હતી. પહેલી બંને મુલાકાતોનું કોઇપણ પરિણામ ન નીકળવા છતાં વિજય પૂરી રીતે આશ્વસ્ત હતો કે તે સાહિત્યની એક સ્પર્ધા માટે એક લાખનો પુરસ્કાર પ્રાયોજિત કરવા માટે અજયને અવશ્ય સહમત કરી લેશે. અજયના ભવ્ય ડ્રોઈંગરૂમમાં કીમતી અને સ્વાદિષ્ટ નાસ્તા પર બંને વચ્ચેની શાંતિને વિજયે જ તોડી, “હા, તો અજય ભાઈ, તમે ...Read More

46

મારી ચૂંટેલી લઘુકથાઓ - 46

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ઠક-ઠક... ઠક-ઠક જેઠ મહિનાનો સૂરજ સવારથી જ તપી રહ્યો છે. હજી દસ જ વાગ્યા છે કે લૂ વહી રહી છે. ભુવનેશ્વર દત્ત ગુસ્સામાં છે, “એટલો સમય પણ નથી મળતો કે કારનું એરકન્ડીશન પણ સરખું કરાવી શકાય. ભાગદોડ-દોડભાગ... ભાગદોડ... પ્રકાશનના વ્યવસાયનો આ પણ એક હિસ્સો છે કે આટલી બધી ભાગદોડ પછી પણ આટલો અમથો ખર્ચો કરી શકતો નથી.” લાલ બત્તી પર કાર ઉભી રહી ગઈ છે. ભુવનેશ્વર દત્તનો ગુસ્સો હજી વધી રહ્યો છે. આ લાલ બત્તી...હે ભગવાન... આટલી લાંબી... ત્રણ મિનીટની... એમની બેચેની વધી ગઈ. “સાહેબ! બોલ પેન... દસ રૂપિયામાં ચાર... લઇ ...Read More

47

મારી ચૂંટેલી લઘુકથાઓ - 47

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા તું આટલો બધો ચૂપ કેમ છે દોસ્ત? ભારત જેવો જ એક દિલ્હી જેવી જ તેની એક રાજધાની, બાબા ખડ્ગ સિંગ માર્ગ પર સ્થિત કોફી હાઉસ ની જેમ બેઠકોનો એક અડ્ડો. એક ટેબલ પર છ બુદ્ધિજીવી માથેથી માથું અડાડીને ગરમાગરમ ચર્ચામાં વ્યસ્ત છે. હું બાજુના ટેબલ પર કોફીનો પ્યાલો લઈને બેઠો છું. “દેશની અર્થવ્યવસ્થા ઊંડી ખીણમાં પડી રહી છે...” “નેતાઓએ આખા દેશને લુંટી લીધો છે...” “દુશ્મન આપણા સૈનિકોના માથાં વાઢી રહ્યા છે...” “સહુથી મોટો પ્રશ્ન તો ભ્રષ્ટાચારનો છે...” “તું કેમ આટલો બધો ચૂપ છે દોસ્ત...?” “હું કશું કહેવા નહીં પરંતુ કરવા માંગુ ...Read More

48

મારી ચૂંટેલી લઘુકથાઓ - 48

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ધર્મ આ ૯ સપ્ટેમ્બર ૨૦૧૪ની ત્રાસદાયક સવાર હતી. લોકો ત્રણ ત્રણ પોતાના ઘરની અગાસીઓ પર લટકીને બેસી રહ્યા હતા. લોકોની આંખ ખાલી ખાલી આકાશ પર ટકેલી હતી. લોકોની નજર ઘર અને રસ્તાઓ પર વહી રહેલા પાણી પર સ્થિર થઇ ગઈ હતી. ધરતીનું સ્વર્ગ આ સદીના સહુથી મોટા પૂરના કબજા હેઠળ આવી ચૂક્યું હતું. આકાશમાંથી કેટલાક દેવતાઓ થોડા સમય પહેલા જ હેલીકોપ્ટરથી ખાવાના પેકેટ અને પાણીની બોટલો નાખીને ગયા હતા. જમીનના દેવતાઓ થોડા સમય પહેલા જ છત પર લટકીને બેસી રહેલા લોકોને હોડીઓ દ્વારા સુરક્ષિત કિનારાઓ પર લઇ ગયા હતા. સોઝુદ્દીન એ ...Read More

49

મારી ચૂંટેલી લઘુકથાઓ - 49

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ખુશનુમા મૌસમ આ હાડકાં ગાળી નાખે એવી સવાર હતી. આ પહાડી આખી રાત બરફ વરસ્યો હતો. જો કે બરફવર્ષા તો બંધ થઇ ગઈ હતી પરંતુ હવે તેજ હવાથી આમતેમ ડોલી રહેલા ઝાડ જમીનને ચૂમવા માટે આતુર હતા. સમમ.. સમમ.. એક તોફાન બહાર ચાલી રહ્યું હતું અને એક મૌન તોફાન હોટલના રૂમમાં સ્થિર થઇ ગયું હતું. નયના પૂરી રાત્રી જડવત આ ખુરશીમાં બેઠી રહી હતી. પરોક્ષ પૂરી રાત્રી સોફા પર બેઠો બેઠો સિગરેટ ફૂંકી રહ્યો હતો. “જ્યારે તમને ખબર જ હતી કે તમે ‘ગે’ છો તો તમે લગ્ન જ કેમ કર્યા?” નયના ...Read More

50

મારી ચૂંટેલી લઘુકથાઓ - 50

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હુકમનો એક્કો આ ઓફિસની પત્તાની જોડમાં શિવરામ વર્મા કાયમ હુકમનો એક્કો રહ્યો છે. મિસ્ટર વર્મામાં કોઈ તો ખાસ વાત છે જે કડકમાં કડક ઓફિસરને પણ પોતાની બાટલીમાં ઉતારી દે છે. હવે ગયા વખતની જ વાત કરીએ તો ઘરડા સેન ગુપ્તાએ અધિકારીની ફરજ સંભાળતાની સાથેજ સ્ટાફના દરેક વ્યક્તિની બેઠક વ્યવસ્થા બદલી નાખી હતી પણ એમની હિંમત ન થઇ કે મિસ્ટર વર્માને તેમની ‘કમાઉ બેઠક’ થી હલાવી પણ શકે. બે જ દિવસમાં મિસ્ટર વર્મા સેન ગુપ્તાના ઘર સુધી પહોંચી ગયા હતા અને તે મીસીસ સેન ગુપ્તા પાસે રાખડી બંધાવીને મિસ્ટર સેન ગુપ્તાના સાળા ...Read More

51

મારી ચૂંટેલી લઘુકથાઓ - 51

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા શાશ્વત એક પુરુષ હતો. એક સ્ત્રી હતી. બંને આધેડ હતા. બંનેનો દીકરો હતો. બંનેના દીકરાને મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ હતી. બંનેનો દીકરો આજે અમેરિકા જઈ રહ્યો હતો. બંનેના દીકરા માટે આજે બહુ મોટો દિવસ હતો. બંને માટે આજે બહુ નાનો દિવસ હતો. બંને આજે ખૂબ ખુશ હતા. બંને આજે ખૂબ ઉદાસ હતા. વાચકો! આ લઘુકથા ખૂબ જૂની છે. વાચકો! આ લઘુકથા બિલકુલ નવી છે. *** ...Read More

52

મારી ચૂંટેલી લઘુકથાઓ - 52

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા વિકલ્પ કાલે રાત્રે ગામડાથી મારા મિત્રના આવેલા ફોને મને ગૂંચવાડામાં નાખી છે. આખી વાત તમને કહેતા અગાઉ મારે મારી પારિવારિક પૃષ્ઠભૂમિ વિષે થોડું-ઘણું જણાવી દેવું પડશે નહીં તો હું મારી વાત તમને પૂરી રીતે સમજાવી શકીશ નહીં. મારા પરિવારમાં અત્યારે ચાર પેઢીઓ છે. મારા દાદી (દાદાજી જીવિત નથી), પિતાજી-માતાજી, હું-મારી પત્ની અને મારો ચોવીસ વર્ષનો લગ્ન કરી ચૂકેલો પુત્ર. હું મારા માતાપિતા તેમજ પુત્ર અને પુત્રવધૂ સાથે શહેરના ત્રણ માળના મકાનમાં રહું છું. મારા હજાર પ્રયાસો કરવા છતાં પણ મારી નેવું વર્ષના દાદી ક્યારેય શહેર આવીને અમારા આ મકાનમાં રહેવા માટે ...Read More

53

મારી ચૂંટેલી લઘુકથાઓ - 53

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હોસ્પિટલના ભૂત આ એક થાકી ગયેલી સવાર હતી. જાન્યુઆરીના આળસુ સુરજનો શહેરની ખ્યાતનામ પ્રાઈવેટ હોસ્પિટલની ઉપર ફેલાવા લાગ્યો હતો. રાત્રે દર્દીઓના અડધા જાગેલા સગાંઓ હવે ચા ના ઘૂંટડા પીતા પીતા ડોક્ટરોના આવવાની રાહ જોઈ રહ્યા હતા. શાંતિલાલ છેલ્લા દસ દિવસોથી આ હોસ્પિટલના એક ખાનગી વોર્ડમાં દાખલ થયા છે. હાર્ટ એટેક પછી તરત જ બાયપાસ સર્જરી કરવામાં આવી હતી તેમ છતાં તેમની હાલત નિરંતર બગડતી જાય છે. કાલ સાંજથી તેમને ફરીથી આઈસીયુમાં લઇ જવામાં આવ્યા છે. શાંતિલાલની પત્ની અને તેમનો દીકરો રાકેશ લાઉન્જમાં ચિંતિત બેઠા બેઠા ડોક્ટરના બહાર આવવાના અને તેમના દ્વારા ...Read More

54

મારી ચૂંટેલી લઘુકથાઓ - 54

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા પરિસ્થિતિ કાબુ હેઠળ છે ‘હાલપૂરતી પરિસ્થિતિ ગંભીર પરંતુ કાબુ હેઠળ છે...’ વખતે આમ જ થાય છે, દરેક વખતે આમ જ કહેવાય છે. આ વખતે પણ એમ જ થયું છે અને આ વખતે પણ આમ જ કહેવાઈ રહ્યું છે. ત્રણ દિવસથી આખું ગામ કર્ફ્યુંની પકડમાં છે. પૂરેપૂરી અને સાચી વાત તો હજી સુધી કોઈને ખબર પણ નથી પણ ઘટનાએ ખબર નહીં કેમ પણ ગતિ પકડી લીધી હતી. એ સાંજે એક ખાસ જ્ઞાતિનો મનસાલાલ શહેરથી પોતાનું ડોક્ટરનું ભણતર પૂરું કરીને બેન્ડવાજાં સાથે પૂરી શાનથી ગામ પરત આવ્યો હતો અને એ જ રાત્રે તેમની ...Read More

55

મારી ચૂંટેલી લઘુકથાઓ - 55

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા વળતર પ્રેમપાલ દસ વર્ષ પછી પોતાના મિત્ર મહા સિંહને મળવા ગામડે છે. આ દસ વર્ષમાં આ ગામડું એક નાનકડા નગરમાં પરિવર્તિત થઇ ચૂક્યું છે. હાઈવે અને ગામડાની વચ્ચે પહેલા જ્યાં લીલાલીલા ખેતરો ફેલાયેલા રહેત ...Read More

56

મારી ચૂંટેલી લઘુકથાઓ - 56

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મુક્તિ રામબાબુના ઘરની સામે શેતરંજીઓ પથરાયેલી છે. તેઓ પોતે એક ખૂણામાં થઈને બેઠા છે. કેટલાક સગાં-સંબંધીઓ પણ તેમની સામે નિરાશવદને બેઠા છે. ઘરના આંગણામાં વૃદ્ધ થઇ ગયેલા લીમડાના એક ઝાડ પરથી અસંખ્ય પાંદડાઓ નીચે પડીને આ શેતરંજીઓ પર પડી રહી છે. આજે ચાલીસ દિવસ બાદ આ ઘરના દરવાજાઓ ખુલ્યા છે. રામબાબુની પત્ની છેલ્લા ચાલીસ દિવસથી હોસ્પિટલની પથારીએ કેન્સરથી લડતા લડતા જીવન અને મૃત્યુ વચ્ચે લથડીયાં ખાઈ રહી હતી. ક્યારેક વોર્ડ તો ક્યારેક આઈસીયુ. રામબાબુએ આ ચાળીસ દિવસોમાં ક્યારેય પોતાની પત્નીને એકલી છોડી ન હતી. વોર્ડમાંતો પત્નીના બેડની બાજુમાં મુકેલી સેટી જ ...Read More

57

મારી ચૂંટેલી લઘુકથાઓ - 57

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મેઈડ ઇન ચાઈના ભારતીય લોક મંડળની રંગશાળામાંથી કઠપૂતળીઓનો નાચ જોઇને જ્યારે રોમાંચિત થઈને બહાર નીકળ્યા તો ઉદયપુરની શેરીઓમાં સાંજ પગપેસારો કરવા માંડી હતી. તેમના પગ રસ્તાની સામે પાર ઉભેલી ટેક્સીની તરફ ઝડપથી આગળ વધ્યા જ હતા કે પાછળથી આવેલા પત્નીના અવાજે તેમને રોકી લીધા હતા. “સાંભળો તો...” એ પાછળ ફર્યા... “આજે તમે તમારા લાડકા દીકરાને તો ભૂલી જ ગયા.” પત્ની બોલી રહી હતી. “શું?” એ ચોંકી ઉઠ્યા. “વહુ માટે બંધેજની સાડી અને દીકરા માટે રાજસ્થાની મોજડી તો આપણે આજે સવારે જ ખરીદી લીધી હતી પણ પૌત્ર માટે...” “ઓહ! ખરેખર તે મને ...Read More

58

મારી ચૂંટેલી લઘુકથાઓ - 58

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મારું નિવેદન એ કહે છે કે હું મરી ગઈ છું પણ પુરેપુરો વિશ્વાસ છે કે હું જીવતી છું અને મારા પુરેપુરા ભાનમાં હું આ નિવેદન આપી રહી છું. આ બાબતને કારણે અમારા બંને વચ્ચે રાત્રે જ અબોલા થઇ ગયા હતા. જો હું ખરેખર મરી ગઈ હોત તો અત્યારે તમારી સામે રૂબરૂ કેવી રીતે થઇ શકું? શું મરેલો વ્યક્તિ કોઈ સાથે સંવાદ કરી શકે? જો હું એમ કહું કે હું નહીં પરંતુ એ મરી ચૂક્યો છે તો શું એ એનો સ્વીકાર કરશે ખરો? એ સાચું છે કે ઘેરાયેલી રાત્રીમાં એ ચાર જાનવરોએ ...Read More

59

મારી ચૂંટેલી લઘુકથાઓ - 59

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા બટેટાના ભાવ આ એ સમયની વાત છે જ્યારે ભારતના નવનિર્વાચિત વડાપ્રધાન મેડીસન સ્ક્વેર ગાર્ડનમાં પોતાની લોકપ્રિયતાનો ઝંડો ખોડીને પરત આવ્યા હતા. એ સમયે પાકિસ્તાને પોતાનો ગુસ્સો શાંત કરવા માટે સરહદ પર તૈનાત ભારતીય જવાનો અને સરહદની નજીક આવેલા ગામડાના નિર્દોષ નાગરિકો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આજ સમયે ક્રૂડનો ભાવ નીચે જઈ રહ્યો હતો અને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે રશિયાના રૂબલનો કસ નીકળી ગયો હતો. એ એક સંયોગ માત્ર હતો કે દેશના એક નામચીન સમાચાર ચેનલનો જાણીતા સંવાદદાતાને સત્તાપક્ષની સાથે વિપક્ષના બે નેતા પણ સામે જ મળી ગયા હતા. ...Read More

60

મારી ચૂંટેલી લઘુકથાઓ - 60

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મંદી દીવાલ પર લટકેલી ઘડિયાળે અવાજ કરીને બાર વાગી ગયા હોવાની આપી દીધી છે. કહેવાય છે કે અડધી રાત્રે માત્ર ઘુવડ જ જાગતું હોય છે. હા એકલા રામકિશન પ્રસાદ આજે અડધી રાત્રે અંધારામાં દીવાલ ઉપર આંખો ખોડીને પોતાની જાતને ઘુવડ જ હોવાનો અનુભવ કરી રહ્યા હતા. બે કલાક પહેલા જ્યારે તેઓ સુવા માટે પથારી તરફ જઈ રહ્યા હતા ત્યારે ફોનની ઘંટડી વાગી ગઈ હતી. બીજી તરફ અમેરિકાથી એમનો પુત્ર આશુતોષ હતો. ફોન પર એનો રડમસ અવાજ એમને ચિંતિત કરી ગયો હતો. “ડેડી, હું પરમદિવસે ભારત પરત ફરી રહ્યો છું.” “પરત ફરી ...Read More

61

મારી ચૂંટેલી લઘુકથાઓ - 61

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા આબરૂની કિંમત મલ્ટીનેશનલ કંપનીમાં છ દિવસ તનતોડ મહેનત કર્યા બાદ રવિવાર માટે પગ લાંબા કરીને આરામ કરવાનો દિવસ હોય છે. પરંતુ આ દિવસની સાંજ પર એનો કોઈજ અધિકાર નથી હોતો. આ સાંજ પત્ની અને બંને બાળકોની હોય છે. ક્યારેક મલ્ટીપ્લેક્સ તો ક્યારેક મોલ તો ક્યારેક ઇન્ડિયા ગેટ કે પછી બોટિંગ ક્લબ. આજે આ બધા ‘સ્ટ્રીટ ફૂડ કાર્નિવલ’ માં ચાટ અને પકોડીની મજા લેવા માટે આવ્યા છે. પેલું કહેવાય છેને કે ‘હૈયેહૈયું દળાય’ તેનો અનુભવ કરતા કરતા બાળકો અને પત્ની અહીંની રોશનીથી અભિભૂત થયેલા જોવા મળે છે. જુદાજુદા પ્રકારના વ્યંજન, ચાટ-પકોડી, રબડી-ફાલુદા, ...Read More

62

મારી ચૂંટેલી લઘુકથાઓ - 62

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા શોક ઉત્સવ પન્નાલાલ શેઠ છ દિવસ પહેલા ચાલતા ફરતા અચાનક જ થઇ ગયા. પોતાની પાછળ તેઓ લીલીવાડી છોડીને ગયા છે. પ્રપૌત્રએ તેમને સોનાની ઠાઠડી પર મુક્યા છે. આજે રવિવાર છે. પરિવાર શોક મનાવવા માટે એકત્રિત થયો છે. પન્નાલાલની વિધવા જાનકીદેવીના પિયરથી એમના ભાઈઓ અને ભાભીઓ, બહેનો અને બનેવીઓ તથા કુટુંબના અન્ય લોકો વિશેષરૂપે આવ્યા છે. પન્નાલાલના ત્રણેય દીકરાઓ અને વહુઓ, દીકરીઓ અને જમાઈઓની સાથે આખો પરિવાર ‘પંચાયતી મોટી ધર્મશાળા’માં હાજર છે. વાતાવરણ અત્યંત ગમગીન અને ભારે છે. બહારથી જ્યારે પણ કોઈ સ્ત્રી અંદર આવે છે ત્યારે તે રડતી રડતી જાનકીદેવીની તરફ ...Read More

63

મારી ચૂંટેલી લઘુકથાઓ - 63

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા રાજકારણ કોઇપણ ફ્રેમ પર તમે ક્લિક કરો પણ ચહેરો તો એ ખુલશે જે ચૌધરી પ્રેમ સિંહની ઈચ્છા પ્રમાણેનો હશે. પોતાની રમતના એ ખૂબ પાક્કા ખેલાડી છે. એમણે પોતાના વાળ તડકામાં સફેદ નથી કર્યા, તેમને પૂરેપૂરો અનુભવ છે કે કઈ ગોટી ક્યાં ફીટ કરવાની છે. ઘર અને પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર ગામમાં એમનો પડ્યો બોલ ઝીલાય છે. ઘરમાં પત્ની સહીત ત્રણ દીકરા જેમાંથી બે ની વહુઓ અને પૌત્રો અને પૌત્રીઓ છે. ઘર અને પરિવાર પર એમનું એકચક્રી શાસન ચાલે છે. કોઈની હિંમત છે કે તેમની સામે ઊંચા અવાજે વાત કરે? પરંતુ ...Read More

64

મારી ચૂંટેલી લઘુકથાઓ - 64

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ચેટકથા રીમાએ હજી બે કલાક પહેલા જ હજી ફેસબુક પર પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. અત્યારસુધીમાં તેને બસ્સો લાઈક્સ, ત્રીસ કમેન્ટ્સ અને ત્રણ શેર મળી ચૂક્યા છે. આ બધું જોઇને તે અત્યંત રોમાંચિત થઇ ઉઠી છે. “હાઈ, સેક્સી!” ફેસબુક પર ચેટ બોક્સ ઓપન થાય છે. “હાઈ રેમ, કેમ છે?” “બહુ મસ્ત ફોટો પોસ્ટ કર્યો છે.” “યુ લાઈક ધેટ?” “ઓહ યસ, સુપર્બ!” “થેન્ક્સ અ લોટ.” “તું ખૂબ ક્યુટ છે.” “સાચ્ચે? હું કેવી રીતે માની લઉં?” “હું ત્રણ મહિનાથી તારી સાથે ચેટ કરી રહ્યો છું.” “ચેટ કરી રહ્યો છે કે ચીટ કરી રહ્યો ...Read More

65

મારી ચૂંટેલી લઘુકથાઓ - 65

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ચકલીની આંખ ક્યાંક બીજે જ હતી વિનોદ મિશ્ર શહેરના એક લોકપ્રિય સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તો સભાગૃહ ખીચોખીચ ભરાઈ ગયો હતો. નગરશેઠ દ્વારા હિન્દી દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યના સાહિત્યકારો, શિક્ષાવિદો, કલાકારો તેમજ સમાજસેવીઓનું સન્માન થઇ રહ્યું હતું. મંચની આદરણીય ખુરશીઓ પર શહેરની નામી અને જાણીતી હસ્તીઓ બિરાજમાન હતી. એક રાજનૈતિક પાર્ટીના પ્રમુખ વચ્ચેની ખુરશીમાં અધ્યક્ષના રૂપમાં શોભાયમાન હતા. મંચની બંને તરફ અને સભાગૃહની દીવાલો પર આયોજકના મોટા મોટા કટઆઉટ્સ સજાવવામાં આવ્યા હતા. વિનોદ મિશ્રએ ફટાફટ ચારપાંચ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરી લીધા અને પછી આજુબાજુ જોઇને ખાલી ખુરશીની શોધ કરવા ...Read More

66

મારી ચૂંટેલી લઘુકથાઓ - 66 - છેલ્લો ભાગ

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ડાયરીનું એક પાનું ૩૧મી મે, ૨૦૧૫, બપોરે ૨ વાગ્યે ફરીથી એ બદનસીબ સવાર હતી. ફરીથી એજ નિરાશાથી ભરપૂર મન હતું. ફરીથી એજ નિરર્થકતાનો બોધ હતો. ફરીથી એજ અજાણ્યો ભય હતો કે આજનો દિવસ પણ હાથમાંથી સરકી જશે અને હું કશું જ નહીં કરી શકું. હા, છેલ્લા ત્રણ મહિનાથી મારી સાથે દરરોજ આમ જ થાય છે. જ્યાંસુધી મને યાદ છે કે છેલ્લે હું ૨૮ ફેબ્રુઆરીની સાંજે એ સમયે હસ્યો હતો જ્યારે હું નિવૃત્ત થઈને કાર્યાલયથી મારા પરિવાર સહીત ઘરે પરત ફર્યો હતો અને ત્યાં મારા મિત્રો પોતાના હાથમાં ગુલદસ્તા લઈને મારા સ્વાગતમાં ...Read More