ઓપેરેશન દિલ્હી

(1.1k)
  • 107.3k
  • 79
  • 49.5k

ગુજરાત રાજ્યના બધા શહેરોની વાત કરીએ તો બધા શહેર ખૂબ જ સમૃદ્ધ અને ખુશાલ છે. આ બધા શહેરોમાનું એક એટલે શાંતિનગર.શાંતિનગર મા આશરે ૫૦ લાખની વસ્તી હતી. આ શહેરમાં રહેતા લોકો પણ ખૂબ જ શાંતિથી અને હળીમળીને રહેતા હતા. આ શહેરમાં તમામ સગવડતા હતી જેમ કે આધુનિક હોસ્પિટલની સુવિધા જેમાં ખૂબ જ હોશિયાર ડોક્ટર હતા. આ સિવાય શહેરમાં ઘણી બધી શાળાઓ, કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો હતી. એમાંની એક એન્જિનિયરિંગ કોલેજ એટલે મહાત્મા એન્જિનિયરિંગ કોલેજ આ કોલેજ નું બાંધકામ વિશાળ જગ્યામાં થયેલું હતું. કોલેજ માં પ્રવેશવા માટે વિશાળ પ્રવેશદ્વાર હતું.ત્યાંથી સીધો રસ્તો કોલેજ બિલ્ડીંગ સુધી જતો હતો. જેની બંને તરફ ગાર્ડન

Full Novel

1

ઓપરેશન દિલ્હી - ૧

ગુજરાત રાજ્યના બધા શહેરોની વાત કરીએ તો બધા શહેર ખૂબ જ સમૃદ્ધ અને ખુશાલ છે. આ બધા શહેરોમાનું એક શાંતિનગર.શાંતિનગર મા આશરે ૫૦ લાખની વસ્તી હતી. આ શહેરમાં રહેતા લોકો પણ ખૂબ જ શાંતિથી અને હળીમળીને રહેતા હતા. આ શહેરમાં તમામ સગવડતા હતી જેમ કે આધુનિક હોસ્પિટલની સુવિધા જેમાં ખૂબ જ હોશિયાર ડોક્ટર હતા. આ સિવાય શહેરમાં ઘણી બધી શાળાઓ, કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો હતી. એમાંની એક એન્જિનિયરિંગ કોલેજ એટલે મહાત્મા એન્જિનિયરિંગ કોલેજ આ કોલેજ નું બાંધકામ વિશાળ જગ્યામાં થયેલું હતું. કોલેજ માં પ્રવેશવા માટે વિશાળ પ્રવેશદ્વાર હતું.ત્યાંથી સીધો રસ્તો કોલેજ બિલ્ડીંગ સુધી જતો હતો. જેની બંને તરફ ગાર્ડન ...Read More

2

ઓપરેશન દિલ્હી - ૨

છ દિવસ તૈયારી માં કેમ પસાર થઇ ગયા એ કોઈને પણ ખબર ન રહી. બધા લોકો ગુરુવારે રેલવે સ્ટેશન ભેગા થયા બધા પોતપોતાનો સામાન ગોઠવી પોતાની સીટ પર ગોઠવાયા. બધાને પોતપોતાની સીટ મળી ગઈ. બધા થોડી વાર પછી શાંતિ નગર થી ટ્રેન રવાના થઈ, એ લોકો મનાલી ત્રણ દિવસ પછી પહોંચવાના હતાં. આ મુસાફરી દરમિયાન ટ્રેન ઘણી બધી એવી જગ્યાઓ થી પસાર થાય છે કે ત્યાં કુદરતી રીતે રચાતા દ્રશ્યો નયનરમ્ય હોય છે. ત્યાં તમને એવી અનુભૂતિ થાય કે જાણે તમે સ્વર્ગમાં આવી ગયા હોય આ બધા મિત્રો થોડીવાર વાતચીત કરતાં, ગેમ રમતા. આવી રીતે સમય પસાર કરતા બધા ...Read More

3

ઓપરેશન દિલ્હી - ૩

બીજા દિવસે સવારે બધા તૈયાર થઈ મનાલી ફરવા નીકળ્યા આજે એ બધા હિડિંબા ટેમ્પલ,મનુ ટેમ્પલ અને જોગીની વોટરફોલ જોવા હતા.સૌથી પહેલા એ લોકો હિડિંબા દેવી ટેમ્પલ જોવા ગયા.હિડિંબા ટેમ્પલ એ મનાલીના દેવદાર ના જંગલો મા આવેલું છે. એ મંદિરનું નિર્માણ કુલ્લુ ના રાજા બહાદુર સિંહ બનાવ્યું હતું. મંદિરની બનાવટ એ લોકોને પોતાની તરફ આકર્ષે એટલી સુંદર અને આકર્ષક છે મંદિરના ગર્ભગૃહમાં માતા હિડિંબાના ચરણ પાદુકા છે. ત્યાં ગણેશ અને દુર્ગા માતાની મૂર્તિ પણ છે. આ મંદિરની આજુબાજુ માં એક અલગ જ ખુશનુમાં વાતાવરણ જોવા મળે છે. બધા લોકો આ મંદિરના દર્શન કરી તેના દ્રશ્યો અને પોતાને કેમેરા તથા મોબાઇલમાં ...Read More

4

ઓપરેશન દિલ્હી - ૪

બીજા દિવસે સવારે બધા ઉઠી તૈયાર થયા ને ફરવા જવા નીકળ્યા. એ પહેલા એ લોકો એ હોટલ ના રેસ્ટોરન્ટમાં કર્યો. ત્યારબાદ એ લોકો પીનવેલી નેશનલ પાર્ક, રોહતાંગ પાસ અને સોલાંગ વેલી ફરવા ગયા. ત્યા એ લોકોએ પ્રકૃતિનું મન ભરીને રસપાન કર્યું અને પ્રકૃતિના નજારા તેમજ તેનું સૌંદર્ય કેમેરામાં કેદ કર્યું. આખો દિવસ ફર્યા બાદ રાત્રે એ લોકો હોટેલમાં આવ્યા.આજે થાક વધારે હોવાથી એ લોકો જમીને વહેલા સૂઈ ગયા.રાજ આજે પણ ગાર્ડનમાં બેસવા ગયો. એને એમ હતું કે કદાચ આજે પણ પેલી છોકરી ના દર્શન થાય. તે એક કલાક જેટલો સમય ત્યાં બેઠો પણ આજે કોઈ હજુ આવ્યું નહીં. આખરે ...Read More

5

ઓપરેશન દિલ્હી - ૫

બીજા દિવસે સવારે ઉઠી તૈયાર થઈ સૌ પોતપોતાનો સામાન પેક કરવા લાગ્યા. ત્યારબાદ ચેક આઉટ ની પ્રોસેસ પૂરી બધા કારમાં ગોઠવાયા. અને શરૂઆત થઈ એક સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિ ના સ્વર્ગીય અનુભવ કરાવતા સફરની. મનાલીથી નીકળી એ લોકો જમ્મુ ગયા. ત્યાંથી શ્રીનગર જવા માટે નીકળ્યા આ સફર દરમિયાન વાતાવરણ બિલકુલ બદલાઈ જાય છે. આ વાતાવરણમાં ઠંડી હવા અને કુદરતી સૌંદર્ય નું મિશ્રણ જોવા મળે છે. એ જોઇને તમને એક અલગ જ અનુભવ થશે. આ રસ્તા પર એક બાજુ ડુંગરાઓ અને બીજી તરફ લીલાછમ વૃક્ષો તેમજ ઝાડીઓનું વાતાવરણ જાણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય એવું લાગે. બીજી તરફ ...Read More

6

ઓપરેશન દિલ્હી - ૬

હુસેનઅલી તેમના સાથીદારો એજાજ તેમજ નાસીર સાથે ભારતમાં સરહદ પરથી ઘૂસણખોરી કરી પંજાબ માં દાખલ થયા. ત્યાર ત્યાંથી તે લોકો દિલ્હી જવા માટે રવાના થયા. ત્યાં હોટેલ સનરાઈઝ માં મહમદે એક રૂમ બુક કરી આપેલ હતો. એ ત્રણેય હોટેલ રૂમ પર પહોંચ્યા. થોડી વાર આરામ કર્યો ત્યાં મહમદ એ લોકોને મળવા માટે આવ્યો. તેણે ત્રણેય ના નકલી આઈ.ડી. પ્રુફો તેમજ પાસપોર્ટ તૈયાર કરાવી રાખ્યા હતા. જે એ લોકોને આપ્યા. બીજે દિવસે મહમદ પાસેથી દિલ્હીની જરૂરી માહિતી એકઠી કરી પોતાની યોજનાનો અમલ કઈ રીતે કરવો એનો વિચાર કરવા લાગ્યા. હુસેન અલીએ મહમદ તેમ જ એજાજ ને દસ જેટલા તાલીમ પામેલા ...Read More

7

ઓપરેશન દિલ્હી - ૭

બીજા દિવસે સવારે બધા મિત્રો ઊઠીને નિત્યકર્મ પતાવી અને પોતાના રૂમ માં થી બહાર નીકળ્યા, પણ રાજ અને અંકિત સુધી રૂમમાંથી બહાર આવ્યા ન હતા. એટલે પાર્થને એવું લાગ્યું કે મોડે સુધી જાગ્યા હોવાથી બંને હજુ સુધી સૂતા હશે. પાર્થે તેઓના દરવાજા પર ઘણા બધા ટકોરા માર્યા. તેમજ બેલ પણ વગાડ્યો પરંતુ તેનો કોઈ પણ પ્રત્યુત્તર ન આવ્યો. “ આ બંને હજુ પણ ઉઠ્યા નથી.” દિયા.“ પાર્થે રાજ ના મોબાઈલ પર ફોન કરી જો.” રીતુ પાર્થે રાજ ના ફોન પર ફોન લગાવ્યો. પણ એ સ્વીચ ઓફ આવતો હતો. પછી તેને અંકિતના ફોન પર પણ પ્રયત્ન કર્યો. એ પણ સ્વીચ ઓફ આવતો ...Read More

8

ઓપરેશન દિલ્હી - ૮

ત્યારબાદ પાર્થ અને કેયુર પરત ફર્યા. કોફી આવી ગઈ હતી એટલે બધાએ કોફી પીધી હતી. “ક્યાં ચાલ્યા હતા તમે બંને?” કૃતિ. “અહીંયા જ હતા.” કેયુર તે લોકોને રાજની ઘડીયાળ વાળી વાત કહેવા જતો હતો, એ કંઈ પણ જણાવે એ પહેલાં જ પાર્થે જણાવી દીધું અને કેયુર ને ચુપ રહેવા નો ઈશારો કર્યો. ત્યારબાદ બધાએ કોફીને ન્યાય આપ્યો. બિલ ચૂકવી અને બધા પરત હોટેલ પર આવ્યા. “હોટેલ પર રાજ અને અંકિત હજુ સુધી આવ્યા ન હતા એટલે ખુશી એ કહ્યું “હવે શું કરશું રાજ અને અંકિત હજુ સુધી આવ્યા નથી?” બધા પાર્થ અને કેયુરના રૂમમાં બેઠા હતા. પાર્થ એ રૂમ માં આવી ઘડિયાળ વાળી ...Read More

9

ઓપરેશન દિલ્હી - ૯

“હવે મારી પાસે એક યોજના છે. આપણે એ પ્રમાણે કામ કરીશું તો આપણા સફળ થવાના તકો વધારે છે અને પણ ઓછું છે.” પાર્થ એ કહ્યું અને પોતાની યોજના જણાવવાનું શરૂ કર્યું “હું અને કેયુર પહેલાં કેફે વાળા માણસનો પીછો કરી શું તમે ચારેય અહીયા હોટેલ પર રહી હોટેલમાં આવતા જતા વ્યક્તિ પર નજર રાખજો. જો કોઈ શંકાસ્પદ નજર પડે તેની વિશે માહિતી મેળવવાની મેળવવાના પ્રયત્ન કરજો. પણ યાદ રહે ખોટી ઉતાવળ કરવી નહીં જેથી કરી આપણી ઉપર મુશ્કેલી આવે.” પાર્થ. ત્યારબાદ પાર્થ અને કેયુર પેલા માણસની પાછળ જવા માટે નીકળતા હતા એ પેલા પાર્થ એ કહ્યું કે “અમે બંને તેની ...Read More

10

ઓપરેશન દિલ્હી - ૧૦

કેફે માંથી નીકળી મહંમદ તથા એજાજ કાસીમને મળવા તેના ગોદામ પર જવા નીકળ્યા.ગોદામ પર જવાનો રસ્તો કાચો તેમ જ પસાર થતો હોવાથી તેઓને પહોંચતા થોડો સમય લાગ્યો. ત્યાં પહોંચ્યા પછી મહમદે કાસીમનો એજાજ સાથે પરિચય કરાવ્યો. કાસીમ દેખાવમાં થોડો નીચો,તેના મોઢા ઉપર ડાબી આંખની ઉપર જૂના ઘાવ નું નિશાન હતું,ગોળ ચહેરો, ભૂરી આંખો અને વર્ણ થોડો કાળો હતો. તેનો ગોદામ જંગલની વચ્ચે વિશાળ જગ્યામાં બનાવ્યુ હતું. તેમાં પ્રવેશતાની સાથે જ પહેલા ઘણા બધા વૃક્ષો હતા જેના કારણે કોઈને પણ અંદાજ ન આવે કે આની પાછળ પણ કોઈ બાંધકામ કરેલું હશે.તે એક વેરહાઉસ જેવું હતું જેમાં વસ્તુઓનો સંગ્રહ માટે એક ...Read More

11

ઓપરેશન દિલ્હી - ૧૧

પાર્થને કેયુર વેઇટિંગ એરિયા માં બેઠા હતા. ત્યાં મહંમદ અને એજાજ હોટલમાં અંદર દાખલ થઈ બંને લીફ્ટ બાજુજવા લાગ્યા. અને કેયુર પણ તેની પાછળ લિફ્ટ પાસે ગયા. બીજા પણ ત્રણ ચાર માણસો પહેલે થી જ લીફ્ટ માં દાખલ હતા.લીફ્ટ ધીમે ધીમે ઉપર જવા લાગી. પાંચમા માળે પહોંચી ત્યાં ઉભી રહી તેમાંથી એજાજ,મહમદ,પાર્થ અને કેયુર ઉતર્યા. મહમદ અને એજાજ આગળ ચાલી રહ્યા હતા જયારે પાર્થ તેમજ કેયુર તેની પાછળ વાતો કરતા હોવાનો ડોળ કરી ચાલ્યા આવતા હતા. એજાજ અને મહમદ પોતાના રૂમમાં ગયા એ રૂમ જોઈ પાર્થ અને કેયુર ને આશ્ચર્ય થયું કેમ કે એ રૂમ તેઓની રૂમની બરોબર સામે ...Read More

12

ઓપેરેશન દિલ્હી - ૧૨

આ તરફ હોટેલ પર પરત ફરી એજાજ કાસીમ સાથે થયેલી વાતચીત હુસેન અલીને જણાવ્યું એ ઉપરાંત એ પણ જણાવ્યું આ બંને ને રાત્રે મોડેથી આપણે તેના ગોદામ પહોંચાડીશું. એ માટે આપણે પહેલા બે મોટી બેગ ની વ્યવસ્થા કરવી પડશે. જેથી અહીંથી બહાર નીકળવામાં આપણને સરળતા રહે. એજાજે મહમદ ને એ બેગ લઇ આવવા જણાવ્યું સાથે જમવાનું પણ લઈ આવવાનું કહ્યું જેથી હોટેલ પર જમી શકાય. મહમદ બેગ તેમજ જમવાનું લેવા માટે બહાર નીકળ્યો. બરોબર તેના થોડા સમય પહેલા જ પાર્થ અને બધા મિત્રો જમવા માટે નીકળ્યા હતા. મહંમદ ઝડપથી બજારમાં ગયો ત્યાંથી તેને બૅગ ની ખરીદી કરી તેમ જ ...Read More

13

ઓપેરેશન દિલ્હી - ૧૩

“આપણે અંદર જઈને તપાસ કરવી પડશે આ શેનું ગોડાઉન છે તેમજ પેલા ત્રણેય અહીંયા શું કામ આવ્યા હતા? અને બેગ માં શું હતું?”પાર્થ.“અંદર જવામાં થોડું જોખમ નહીં રહે? આ ગોડાઉન ખૂબ જ મોટું છે તેમાં કેટલા માણસો છે એ પણ આપણને ખબર નથી.” કેયુર. “આપણે અંદર તો જવું જ પડશે. કદાચ તેઓએ રાજ તેમજ અંકિત ને અહીંયા જ કેદ કરી રાખ્યા હોય. જોખમ નો સવાલ છે તો રાજ તેમજ અંકિત માટે હું કોઈપણ જોખમ લેવા તૈયાર છું.”પાર્થ. રાજ તથા અંકિત ની વાત સાંભળી કેયુર પણ અંદર જવા માટે તથા જોખમ ઉપાડવા માટે તૈયાર થયો. તે બંને ધીમે ધીમે ગોડાઉન તરફ આગળ ...Read More

14

ઓપેરેશન દિલ્હી - ૧૪

ત્યાંથી પરત ડેની પાસે આવ્યા અને પૂછપરછ શરૂ કરી.“આ ગોડાઉન કોનું છે?” પાર્થ.“આ ગોડાઉન કસીમ શેઠ નું છે. વિદેશમાં ચીજ વસ્તુઓ એક્સપોર્ટ થાય છે.” ડેની. “કેવી ચીજવસ્તુઓ ?” પાર્થ. “ફળો, કપડા, ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવી તમામ પ્રકારની ચીજવસ્તુઓ. તમે કોણ છો અને તમે આ બધું શા માટે પૂછો છો.?” ડેની એ સામો પ્રશ્ન કર્યો. “હવે એ જ વાત પર આવું છું થોડી વાર પહેલા અહીંયા ત્રણ માણસો આવેલ હતા તે અહીંયા શું કામ આવ્યા હતા” પાર્થે કહ્યું “ક્યાં માણસો અહીંયા કોઈ નથી............” ડેની હજી આ વાક્ય પૂરું કરે તે પહેલાં જ કેયુરે તેના જડબામાં જોરદાર મુક્કો માર્યો તેને ઘડીક તો કશું સમજમાં ન આવ્યું તેની ...Read More

15

ઓપેરેશન દિલ્હી - ૧૫

શહેરમાં પ્રવેશતા પાર્થે કહ્યું “હવે તમે ત્રણે રિક્ષામાં હોટેલ પર પહોંચો કેમ કે અહીંયા ટ્રાફિકના નિયમોનું પાલન નહીં તો બીજી મુશ્કેલી આવશે એટલે તમે રીક્ષા માં આવો અને હું તમારી પાછળ બાઈક માં પહોચું છું.”પાર્થ ની વાત યોગ્ય લાગતા એ ત્રણેય ત્યાં બાઇક પરથી ઉતરી ગયા. પાર્થ રીક્ષા લઇ આવ્યો રાજ,અંકિત અને કેયુર તેમાં ગોઠવાયા. પાર્થ બાઈક પર હોટેલ પર પહોંચો ત્યાં તેણે રિસેપ્શન કાઉન્ટર ઉપર બાઈકની ચાવી પાછી આપી પોતાના રૂમ માં ગયો. તેણે કૃતિ,ખુશી,દિયા અને રીતુને પણ પોતાના રૂમમાં બોલાવ્યા. ત્યાં સુધીમાં અંકિત,રાજ અને કેયુર પણ આવી ગયા એ બંનેની હાલત જોઈ ખુશી એ પૂછ્યું “ક્યાં હતા ...Read More

16

ઓપેરેશન દિલ્હી - ૧૬

બીજા દિવસે સવારે જ્યારે કાસીમ નો બીજો માણસ જ્યારે ગોડાઉન પર પહોંચ્યા ત્યારે ત્યાં કોઈને હાજર ન જોઈ આશ્ચર્ય થયું. પછી તેણે આજુબાજુ તપાસ કરી ત્યાં પણ કોઈ દેખાયું નહિ. અંદર ગોડાઉનમાં પણ કંઈ હતું નહીં તે ફરીથી બહાર નીકળતો હતો, ત્યાં તેની નજર ભોયરાના દરવાજા પર પડી જે જે દરવાજો ખુલ્લો હતો. તે ત્યાંથી ભોયરામાં અંદર દાખલ થયો તેને ત્યાં સાંભળ્યું કે કોઈ દરવાજા ને ખોલવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું. તેણે જઈ દરવાજો ખોલ્યો ત્યાં તેણે ડેની ને જોયો જેને જોઈ તેને આશ્ચર્ય થયું તેથી તેને પૂછ્યું “તું અહિયાં શું કરે છે?”“કહું છું સારું થયું તું આવ્યો. ...Read More

17

ઓપેરેશન દિલ્હી - ૧૭

રાજ અને અંકિત આરામ કરીને ઉઠ્યા ત્યારે જમવાનો સમય થઈ ગયો હતો. રાજે પાર્થને અને ફોન લગાવ્યો “પાર્થ જમી લીધું કે બાકી છે?” “તમને મૂકીને અમે જમી લઈએ તેમ લાગે છે તને?” પાર્થ. “ના મને હતું જ એટલે મેં ફોન કર્યો.તો અમારા કરને હજુ સુધી તમે પણ ભૂખ્યા છો.” રાજ.“હવે બહુ વધારે થાય છે.” પાર્થ .“ તું જમવાનું અહીં રુમ પર જ લઇ આવ ત્યાં સુધીમાં અમે ફ્રેશ થઈ જઈએ પછી સાથે જમીશું બધા.” રાજ.“તમે ફ્રેશ થાઓ અમે જમવાનું લઇ ત્યાં પહોંચીએ છીએ.” પાર્થ .પાર્થ અને કેયુર અને જમવાનું લેવા માટે હોટલની બહાર ગયા. થોડીવાર પછી બંને જમવાનું લઈને સીધા રૂમમાં ...Read More

18

ઓપેરેશન દિલ્હી - ૧૮

સવારે રાજ અને પાર્થ વહેલા ઊઠીને નિત્યકર્મ પતાવી નવરા થયા. ત્યાં સુધીમાં દિયા પણ તૈયાર થઈ આવી ગઈ તેણે વારાફરતી બંને નો મેકઅપ કરવાનું શરૂ કર્યું. લગભગ બે કલાકની મહેનત પછી બંને નો વ્યવસ્થિત મેકઅપ પૂરો થયો. બંને પહેલાં કરતાં સાવ અલગ લાગી રહ્યા હતા. ત્યાં બાકી બધા પણ ઉઠી તૈયાર થઇ પાર્થ ના રૂમ પર ભેગા થયા. ત્યારબાદ બધા એ ફરીથી એક વખત ગઈકાલની યોજના નું એક વખત ફરી વિશ્લેષણ કર્યું. બધાએ પોતપોતાના કામ વિશે જણાવ્યું. ત્યારબાદ બધાએ ચા સાથે નાસ્તો કર્યો. હવે બધા વાતો કરતા બેઠા પણ ધ્યાન સામેના રૂમ તરફ હતું. કારણ કે તેઓને ખબર હતી ...Read More

19

ઓપેરેશન દિલ્હી - ૧૯

રાજ અને પાર્થ ના નીકળી ગયા બાદ કેયુર અને અંકિત તેમજ ચારે છોકરીઓ એ વિચાર થી બેઠી હતી કે ની રૂમ માં કેવી રીતે દાખલ થવું અને અંદરની માહિતી મેળવવી.“કઈ વિચાર્યું કે અંદર કેવી રીતે જવું?.”આખરે મૌન તોડતા ખુશી એ પૂછ્યું.“ના હજુ સુધી તો કઈ વિચાર્યું નથી.કઈ સૂઝતું જ નથી.”કેયુર“મારે પણ એવુજ છે.કઈ સૂઝતું નથી.” અંકિત“એ બધું તો ઠીક પણ આપણે એ પણ જોવું જોઈએ કે અંદર રહેલ માણસ કેટલો ભયંકર છે અને તેની પાસે હથિયાર પણ હશે.” રીતુ.“”યસ.....................”કેયુરે ખુશ થતા બૂમ પાડી.“શું થયું ભાઈ આમ બૂમો કેમ પાડે છે.”અંકિત“યાર એક સરસ આઈડીયા છે.”કેયુર“શું?” બધા એક સાથે બોલી ઉઠ્યા.“પણ ...Read More

20

ઓપેરેશન દિલ્હી - ૨૦

થોડી વાર પછી અંકિત એક થેલી સાથે રૂમ માં દાખલ થયો. “શું થયું કામ પૂરું થયું કે નહિ?” પૂછ્યુંઅંકિતે તેની તરફ થેલી ઉછાળી અને કહ્યું “હું ગયો હોઉં ત્યાં કામ તો પૂરું થાય જ ને.”કેયુરે થેલી માંથી કપડા બહાર કાઢ્યા એ સાચેજ હોટેલ ના સ્ટાફ ના બે જોડ કપડા લઇ આવ્યો હતો.“તે આ કેવી રીતે મેળવ્યા?” કેયુર“એ બહુ લાંબી વાત છે પછી નિરાંતે વાત કરીશું અત્યારે આપણે જે કામ પૂરું કરવાનું છે એ કરીએ તું ઝડપથી આ કપડા પહેરી આવ ત્યાં સુધીમાં હું પણ ચેન્જ કરી લઉં.” અંકિતત્યાર બાદ બંને કપડા બદલીને આવ્યા. બંને અસલ વેઈટર જેવા જ લાગતા હતા. ...Read More

21

ઓપેરેશન દિલ્હી - ૨૧

બીજા દિવસે હોટેલના રૂમ માં રાજદીપ,રાજ,પાર્થ,કેયુર તથા અંકિત બેઠા હતા.રાજદીપ આર્મી ની એક રેજીમેન્ટ માં લેફટીનન્ટ કર્નલ ની પોસ્ટ હતો. રાજદીપ ની હાઈટ છ ફૂટ કરતા વધારે હતી.આર્મી માં હોવા ના કારણે તેમજ નિયમિત ટ્રેઈનીંગ અને કસરત ના કારણે તેનું શરીર કસાયેલું અને મજબૂત હતું.તે આજ થી દસ વર્ષ પહેલા આર્મી માં જોઇન થયો હતો. તેની ઉમર ૩૧ વર્ષ હતી. પરંતુ તે પચીસ થી છવ્વીસ વર્ષનો લાગતો હતો. જયારે વિપુલે તેને જણાવ્યું કે મારા થોડા મિત્રો ત્યાં દિલ્હી માં છે. અને તેને તારી મદદ ની જરૂર છે તે લોકો એ કોઈક માણસોને જોયા છે. જે દેશ વિરુદ્ધ કોઈ કાવતરું ...Read More

22

ઓપેરેશન દિલ્હી - ૨૨

આ તરફ હુસેનઅલી ભાનમાં આવ્યો ત્યારે તેને તેનું માથું ભારે ભારે લાગતું હતું. થોડી વાર તો કઈ સમજમાં ન પરંતુ થોડી વાર પછી તેને બધું યાદ આવી ગયું. ત્યારે તેના ગુસ્સાનો પાર ન રહ્યો કેમ કે બે છોકરાઓ તેને ઉઠા ભણાવી ગયા. તેણે તરતજ આ સમગ્ર ઘટનાની જાણ એજાજને કરી. વધુમાં જણાવ્યું કે “હવે આ જગ્યા સુરક્ષિત નથી”“તમે એક કામ કરો ઝડપથી બધો સમાન પેક કરી હોટેલમાંથી ચેક આઉટ કરવાની પ્રોસેસ પૂર્રી કરો ત્યાં સુધીમાં હું કઈ વ્યસ્થા કરવું છું.” એજાજએજાજે હુસેન અલી સાથે તેની વાત બધાને જણાવી અને કાસીમ ના બે માણસો ને હોટેલ પર મોકલ્યા. હુસેન અલી ...Read More

23

ઓપેરેશન દિલ્હી - ૨૩

સુનીલે તેના હેડક્વાટર પર જે ફોટાઓ મોકલ્યા હતા. તેમાં રહેલ જગ્યા તેમજ એ નકશા નું તે ની ટીમ દ્વારા એનાલીસીસ કરાયું. એ એનાલીસીસ ઉપરથી જે તારણ નીકળ્યું એ ખુબજ ભયંકર હતું. એ બધા નકશાઓ અને ફોટાઓ R.B.I. વોલ્ટના ફોટા અને નકશાઓ હતા જેમાં ભારત સરકાર ના હસ્તકનું હજારો ટન સોનું પડેલ હતું.આ સોના ને કઈ પણ નુકશાન થાય કે ચોરી થાય તો ભારત દેશ નું અર્થતંત્ર સાવ પડી ભાંગે અને દેશમાં આંતરિક ઘણી બધી અફરાતફરી થાય. તેનો લાભ ભારતના દુશ્મન દેશો ઉઠાવી ભારતમાં પગ પેસારો કરી ફરી થી ભારત ને ગુલામ બનાવી શકે.@@@@@@@@“ કેટલી મહેનત અને ઘણા સમય સુધી ...Read More

24

ઓપેરેશન દિલ્હી - ૨૪

ત્યારબાદ સુનીલ,રાજ અને કેયુર તેમજ બીજા માં રાજદીપ,પાર્થ અને અંકિત ત્યાંથી ગોડાઉન ના દરવાજાની અલગ-અલગ સાઈડ ની દીવાલ બાજુ છુપાતા આગળ વધ્યા. રાત નો સમય હતો. એથી ત્યાં અંધારું પણ હતું. ગોડાઉન ની બહાર ની બાજુ લાઈટ નું અંજવાળું બહુ નહોતું. જેનો લાભ આ બધાને મળતો હતો. દરવાજાની બંને બાજુ ગોઠવાયા બાદ એક બીજાને ઓલ ઓકે નો ઈશારો કર્યો. રાજ્દીપે ધીમે રહી સાવચેતી પૂર્વક દરવાજામાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો તેમાં તેને દેખાય કે દરવાજા ની નજીક એક ઓરડી જેવું છે. જ્યાં બે માણસો ઉભા છે ત્યાંથી થોડે દુર એક બીજી ઓરડી જેવું છે. જે ગેરેજ જેવું દેખાતું હતું ત્યાં ...Read More

25

ઓપેરેશન દિલ્હી - ૨૫

બીજી તરફ સુનીલ તેમજ રાજ જે ગાર્ડ તરફ આગળ વધી રહ્યા હતા એ ગાર્ડ પણ આ અવાજની દિશા બાજુ વધ્યો અને સુનીલ તેમજ રજની બાજુ એ આવ્યો તેને દુરથી જ સુનીલ અને રાજ ને જોઈ લીધા હતા આથી તેને ઝડપથી બંદુક ઉંચી કરી ગોળીઓ છોડી. સુનીલ નું ધ્યાન એ તરફ હોવાથી તેને રાજ ને ધક્કો માર્યો અને પોતે પણ બાજુએ ખસી ગયો જેથી પેલી ગોળી દીવાલ માં ઘુસી ગઈ હજી બંને ફરીથી થોડા સંતુલિત થાય એ પહેલા પેલા ગાર્ડે રાજ તરફ ગોળી છોડી. રાજ ખસ્યો પણ ત્યાં સુધીમાં થોડું મોડું થઇ ગયું હતું. એ ગોળી રાજના ખભા ને ચીરતી ...Read More

26

ઓપેરેશન દિલ્હી - ૨૬

બન્યું હતું એવું કે કાસીમે ઉપરની બાજુએ આવી તેના એક ગાર્ડ ને સલીમ ની લાશને અંદર લઇ આવવા માટે હજી પેલો ગાર્ડ બાહર નીકળ્યો ત્યાજ એ ઢળી પડ્યો. કારણ કે રાજદીપ હજુ પણ ઓરડી માંજ હતો. તેણે જેવો ગાર્ડ ને રૂમ ની બહાર નીકળતો જોયો એટલે તેની તરફ ગોળી છોડી જે પેલા ગાર્ડ ના પેટમાં વાગી. હજી એ પડ્યો ત્યાં તરત બીજો ગાર્ડ ઓરડી બાજુએ ફાયર કરતો આગળ વધ્યો રાજદીપે પોતાની તરફ ગોળીઓ છોડાતી જોઈ એ ત્યાં છુપાઈ ગયો.એ ગાર્ડ સલીમ ની લાશ ને હાથ પકડી એ તેને લઇ જવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં તેને આજુબાજુ હલન ચલન થવાનો ...Read More

27

ઓપેરેશન દિલ્હી - ૨૭

બીજી તરફ સુનીલ અને રાજ્દીપે અંદર પ્રવેશ કર્યો એ સાથેજ સુનીલે અંધાધુંધ ગોળીઓ છોડવાનું શરુ કર્યું.એ લોકો એ નક્કી કર્યું હતું, કે અંદર પ્રવેશતા જ એક વ્યક્તિ સંપૂર્ણ ધ્યાન થી અંદર નું નિરીક્ષણ કરશે તેમજ બીજો અંધાધુંધ ગોળીબાર કરશે.સુનીલે ગોળીબાર કર્યો એટલામાં રાજ્દીપે ઝડપથી અંદરનું નિરીક્ષણ કર્યું. એમાં તેને દેખાયું કે અંદર મોટા હોલમાં પાંચ ટ્રક ઉભા હતા.તેમજ તેની ઉપર ડાબી બાજુ એ રૂમ માં ત્રણ વ્યક્તિઓ દેખાયા. જમણી બાજુએ એક બીજો રૂમ હતો. તેમજ બંનેની વચ્ચે થી એક દરવાજા જેવું હતું.ત્યાં સુનીલની ગોળીઓનો અવાજ બંધ થયો એ સાથે રાજ્દીપે ગોળીઓ છોડવાનું ચાલુ કર્યું.તેને સૌથી પહેલા જમણી બાજુ ...Read More

28

ઓપેરેશન દિલ્હી - ૨૮ - છેલ્લો ભાગ

નાસીર ધીમેથી સાવચેતી પૂર્વક ટ્રક ની બહાર નીકળ્યો. ત્યાં અચાનક તેની સામે કેયુર આવ્યો. બંને માંથી કોઈ પણ કશું શકે તેમ ન હતા.અનુભવમાં નાસીર આગળ હતો એટલે તેણે કેયુર ને ધક્કો માર્યો જેના કારણે કેયુર નીચે પડ્યો. નાસીર તેની તરફ ગોળી છોડવા માટે બંદૂક ઉઠાવી પરંતુ એ પહેલા જ એક ગોળી તેના ખભામાં ખુંચી ગઈ. અંકિતે આ ઘટના જોઇ હતી એટલે તેણે ઝડપથી તેની બંદૂકમાંથી ગોળી છોડી જે નાસીર ના ખભામાં વાગી જેથી તેના હાથમાં થી બંદૂક નીચે પડી ગઈ.અંકિતે બીજી ગોળી છોડવા માટે ટ્રીગર દબાવી પણ તેની બંદૂકમાં ગોળી ખલાસ થઈ ગઈ હતી. નાસીર એ જોવા પાછો ફર્યો ...Read More