પ્રેમનો કિનારો

(420)
  • 51.1k
  • 52
  • 29.7k

પૂર્વની ક્ષિતિજે ધીમે ધીમે સૂરજ ઉગતા સોનેરી કિરણો ધરા પર ફેલાઈ રહ્યા હતા. આકાશ સ્વચ્છ ભૂરા જળ જેવું પ્રતિત થતું હતું. પ્રભાતિયાં અને દુહાના મીઠા સૂરોથી વાતાવરણ જીવંત બની ગયું હતું. સવારે ખેડૂતો પોતાના બળદોને લઈને ખેતર તરફ જતા હતા. બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાનો મીઠો રણકાર અત્યંત કર્ણપ્રિય લાગી રહ્યો હતો. ગોવાળો ગાયોનાં ધણને ચરાવવા માટે નીકળી પડે છે. મંદિરોનો દિવ્ય ઘંટનાદ શ્રદ્ધાળુ લોકોનાં હૃદયમાં ભક્તિમય સંવેદનો જગાવી રહ્યા હતા. સવારની આવી તાજગીને માણવાને બદલે મુક્તિ રજાઈ ઓઢીને નિરાંતે સૂઈ રહી હતી. બારીમાંથી આવતા સૂર્યના સોનેરી કિરણો મુક્તિના ચહેરા પર ફેલાયા. મુક્તિ આંખ ચોળતી

Full Novel

1

પ્રેમનો કિનારો - ભાગ ૧

પૂર્વની ક્ષિતિજે ધીમે ધીમે સૂરજ ઉગતા સોનેરી કિરણો ધરા પર ફેલાઈ રહ્યા હતા. આકાશ સ્વચ્છ ભૂરા જળ જેવું થતું હતું. પ્રભાતિયાં અને દુહાના મીઠા સૂરોથી વાતાવરણ જીવંત બની ગયું હતું. સવારે ખેડૂતો પોતાના બળદોને લઈને ખેતર તરફ જતા હતા. બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાનો મીઠો રણકાર અત્યંત કર્ણપ્રિય લાગી રહ્યો હતો. ગોવાળો ગાયોનાં ધણને ચરાવવા માટે નીકળી પડે છે. મંદિરોનો દિવ્ય ઘંટનાદ શ્રદ્ધાળુ લોકોનાં હૃદયમાં ભક્તિમય સંવેદનો જગાવી રહ્યા હતા. સવારની આવી તાજગીને માણવાને બદલે મુક્તિ રજાઈ ઓઢીને નિરાંતે સૂઈ રહી હતી. બારીમાંથી આવતા સૂર્યના સોનેરી કિરણો મુક્તિના ચહેરા પર ફેલાયા. મુક્તિ આંખ ચોળતી ...Read More

2

પ્રેમનો કિનારો - ભાગ ૨

રાતે જમીને મુક્તિ લેપટોપ લઈને બાલ્કનીમાં બેઠી હતી. મુક્તિની આદત હતી દિવસ દરમ્યાન પોતે શું અનુભવ્યું તે લખવાની. પછી એ અનુભવ સુખદ હોય કે દુઃખદ. પોતાના અનુભવને શબ્દોની વાચા આપીને મુક્તિનું મન થોડું હળવું થઈ જતું. આજે નદીને જોઈને તેને કેટલાંય વિચારો આવી ગયા. એણે લખવાનું શરૂ કર્યું. "જીવન પણ નદીની માફક છે. સફર કેટલી પણ લાંબી હોય પણ નદી ક્યારેય થાકતી નથી. આગળ વધવું એ જ જીવન છે એ સબક નદી શીખવાડતી. અંતમાં એ પોતાની મંઝિલ સાગરને મળતી. જેમ નદી વહીને સાગરને મળે છે એમ જીવનમાં પણ વહેતા રહો કોઈ રાહી અવશ્ય મળશે. નદી સાગરમાં સમાવી ...Read More

3

પ્રેમનો કિનારો - ભાગ ૩

મુક્તિ અને કૃતિકા ક્લાસમાં જઈને બેઠા. મુક્તિ અને અનુરાગની બેંચો બાજુમાં જ હતી. ક્લાસમાં અનુરાગ અને એના ગ્રુપની એન્ટ્રી છે. થોડીવાર પછી અનુરાગે મુક્તિ પર એક નજર નાંખી. અનુરાગને એમ કે મુક્તિ બધી યુવતીઓની જેમ એના તરફ જ જોઈ રહી હશે. પણ અનુરાગની ધારણા ખોટી પડી. મુક્તિ તો પોતાનામાં જ ખોવાયેલી હતી. અનુરાગે બે થી ત્રણ વાર નજર કરી પણ મુક્તિએ એક વાર પણ નજર ન કરી. ક્લાસના યુવક અને યુવતીઓ તો મુક્તિને જોવામાં જ મશગૂલ હતા. બે ત્રણ યુવકો મુક્તિ પાસે આવ્યા. એમાંના એક યુવક રોનિતે મુક્તિને જોઈ કહ્યું "Hello beautiful..." મુક્તિ:- "Oh hi handsome..." રોનિત:- "Hi i ...Read More

4

પ્રેમનો કિનારો - ભાગ-૪

અનુરાગ ઘરે જઈ ગિટાર લઈ પ્રેક્ટીસ કરી રહ્યો હતો. પણ એના સૂર બરાબર બેસતા નહોતા. આજનો કડવો અનુભવ થવાને એનું ધ્યાન નહોતું. મુક્તિના શબ્દોએ એને ભીતરથી ઝંઝોડી કાઢ્યો હતો. એના કાને વારંવાર "bloody loser" શબ્દો સંભળાતા હતા.થોડીવાર પછી અનુરાગ લેપટોપ પર વ્યસ્ત થયો. એટલામાં જ અનુરાગનો કઝીન વિરેન આવે છે. વિરેન:- "Hey bro...શું કરે છે?" વિરેન અનુરાગની બાજુમાં આવી બેસી ગયો. વિરેન:- "લવ" નામના ફેક Id પર તું શું કામ પોસ્ટ કરે છે તે તો મારા સમજની બહાર છે બોસ...શું લખે છે તારા "લવ" નામના ફેક Id પર..." અનુરાગ:- "તને તો ખબર છે ને કે કૉલેજમાં ...Read More

5

પ્રેમનો કિનારો - ભાગ-૫

એક દિવસે મુક્તિ કાર લઈને આવે છે. મુક્તિએ અનુરાગ અને વિરેનને કારમાંથી ઉતરતા જોયા મુક્તિને અનુરાગ સાથેનો ઝઘડો યાદ ગયો. મુક્તિએ થોડી ગુસ્સામાં કાર આગળ લીધી. અનુરાગની કાર સાથે સહેજ જોરથી ભટકાવી. અનુરાગ:- "hey you....આટલી મોટી અને શાનદાર કાર ને ટક્કર મારવાની હિમંત જ કેમ કરી?" મુક્તિ અને કૃતિકા કારમાંથી ઉતરે છે. અનુરાગ:- "ઑહ તો તું છે. મતલબ કે આ જાણી જોઈને કર્યું છે. Sorry બોલી દે." મુક્તિ:- "મુક્તિએ આજ સુધી કોઈને સૉરી નથી કહ્યું. ને હું તને બોલવાની...? In your dreams Mr.Anuraag.... અનુરાગ:- "How dare you? તારી હિમંત જ કેમ થઈ મારી કાર સાથે આવું કરવાની?" મુક્તિ:- "ઑકે ...Read More

6

પ્રેમનો કિનારો - ભાગ-૬

એક સાંજે બધા પાર્ટીમાં ડાન્સ કરી રહ્યા હતા. મુક્તિ બિન્દાસથી ડાન્સ કરી રહી હતી. મુક્તિ જાણી જોઈને અનુરાગ સાથે કરવા ગઈ. અનુરાગ પણ મુક્તિ સાથે ડાન્સ કરવા આવ્યો. બધા પોતપોતાની મસ્તીમાં ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સ કરતા કરતા અનુરાગના ગાલ પર થપ્પડ પડી ગઈ. અનુરાગને એક ક્ષણ માટે તો ખ્યાલ જ ન આવ્યો કે મુક્તિએ શું કામ થપ્પડ મારી. બધાની નજર અનુરાગ અને મુક્તિ પર હતી. મુક્તિ:- "તારી હિમંત જ કેમ થઈ મને touch કરવાની?" અનુરાગ:- "મુક્તિ શું કરવા ખોટું બોલે છે. હું તને શું કરવા touch કરવાનો?" મુક્તિ:- "તો શું તને થપ્પડ મારવાનો મને શોખ થયો?" અનુરાગ:- "ઑહ ...Read More

7

પ્રેમનો કિનારો - ભાગ-૭

સવારે મુક્તિ ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ. ચા નાસ્તો કરી મોબાઈલ લીધો. મોબાઈલમાં જોયું તો લવ નો Good morning મેસેજ હતો. ત્યાં જ બીજો મેસેજ આવ્યો "સમય અને સ્થળ તો કહ્યા પણ ક્યા દિવસે આવવાનું તે તો કહ્યું જ નહિ." ચાહત:- "તમે જ્યારે પણ ફ્રી હોવ ત્યારે આવી શકો છો. કારણ કે દરરોજ સાંજે હું દરિયાકિનારે જ જાઉં છું..." લવ:- "ઑકે આજે સાંજે હું આવીશ..." ચાહત:- "ઑકે..." મુક્તિ અને કૃતિકા કૉલેજ પહોંચે છે. અનુરાગ અને એનું ગ્રુપ રિહર્સલ રૂમમાં બેઠા હતા. મુક્તિ અને કૃતિકા રિહર્સલ હૉલમાં આવે છે. કૃતિકા:- "Hi guys good morning..." બધા Hi કહે છે. મુક્તિ:- "What's ...Read More

8

પ્રેમનો કિનારો - ભાગ ૮ - છેલ્લો ભાગ

બીજા દિવસે અનુરાગ કૉલેજમાં મુક્તિને શોધે છે. મુક્તિ ક્લાસમાં હોય છે. અનુરાગ મુક્તિ પાસે જાય છે. અનુરાગ:- "મુક્તિ મારે સાથે એકલામાં વાત કરવી છે." મુક્તિ:- "સારું..." મુક્તિ અને અનુરાગ બંને એકાંતમાં જાય છે. અનુરાગ:- "તું બધી યુવતીઓ કરતા અલગ છે. ખબર નહિ કેવી રીતના પણ હું તને ચાહવા લાગ્યો છું મુક્તિ..." મુક્તિને તો વિશ્વાસ જ ન આવ્યો. થોડીવાર સ્વસ્થ થઈ પછી મુક્તિએ કહ્યું "મને થોડો ટાઈમ જોઈએ છીએ." અનુરાગ:- ઑકે તારે જેટલો ટાઈમ લેવો હોય તેટલો લે. હું રાહ જોઈશ. કૉલેજમાં અનુરાગ જેમ બને તેમ મુક્તિ સાથે રહેવાની કોશિશ કરતો. કલાકો સુધી મુક્તિ સાથે ફોન પર વાતો કરતા. ધીરે ...Read More