ગુલાબ

(235)
  • 17.6k
  • 15
  • 5.9k

દ્રૌપદી ધ્રુજતી ઉભી હતી. દુશાસનનો હાથ આગળ વધ્યો અને એની સાડીના છેડા તરફ લંબાયો. આખી સભામાં કોઈ એક એવો મરદ માણસ ન હતો જે કહે, દુશાસન રોકાઈ જા. ભાભી મા સમાન હોય એનું આવું અપમાન ના કરાય! દ્રૌપદીએ એના મહારથી એવા પાંચ પાંચ પતિઓ તરફ આગ ઝરતી નજરે જોયું હતું. એ બધાં એમનું માથું નીચે ઝુકાવી ગુલામ બની બેઠા હતા. એકવાર એને થયું કે એ પાંચેયને કંઈક કહી દે, એમની હારની સજા પોતાને શા માટે ભોગવવાની? પણ, એ કાંઈ ના બોલી. કોને કહેવું? જો એ લોકોને એટલી ચિંતા હોત તો પોતાની પત્નીને દાવ પર લગાડતા પહેલા જ ના વિચારત! દુશાસનનો

Full Novel

1

ગુલાબ

દ્રૌપદી ધ્રુજતી ઉભી હતી. દુશાસનનો હાથ આગળ વધ્યો અને એની સાડીના છેડા તરફ લંબાયો. આખી સભામાં કોઈ એક એવો માણસ ન હતો જે કહે, દુશાસન રોકાઈ જા. ભાભી મા સમાન હોય એનું આવું અપમાન ના કરાય! દ્રૌપદીએ એના મહારથી એવા પાંચ પાંચ પતિઓ તરફ આગ ઝરતી નજરે જોયું હતું. એ બધાં એમનું માથું નીચે ઝુકાવી ગુલામ બની બેઠા હતા. એકવાર એને થયું કે એ પાંચેયને કંઈક કહી દે, એમની હારની સજા પોતાને શા માટે ભોગવવાની? પણ, એ કાંઈ ના બોલી. કોને કહેવું? જો એ લોકોને એટલી ચિંતા હોત તો પોતાની પત્નીને દાવ પર લગાડતા પહેલા જ ના વિચારત! દુશાસનનો ...Read More

2

ગુલાબ - ૨

પ્રકરણ ૨ એ ગુલાબનાં કોલેજનાં છેલ્લાં મહિના હતા. વાર્ષિકોત્સવ પત્યા પછી પરીક્ષા હતી અને પછી વેકેશન. એ બાદ ફક્ત લેવાં જવાનું હતું. ગુલાબ અને માધવના ઘર પાસે પાસે હતા. વચ્ચે એક દીવાલ જ હતી. બંને સરખી ઉંમરના અને સાથે ભણતા હોવાથી એકસાથે જ બસમાં કોલેજ જતા અને ઘરે આવતાં. ગુલાબ એના માબાપનું એકનું એક સંતાન હતી તો સામે છેડે માધવ પણ એકલો જ હતો એટલે બાર વરસના માધવને લઈને જ્યારે એની મમ્મી, વનિતાબેન અહી રહેવા આવ્યા ત્યારે ગુલાબ ખુશ ખુશ થઇ ગયેલી. એને એક મિત્ર મળી ગયેલો. માધવના પપ્પાનું થોડા સમય પહેલાં જ અવસાન થયેલું અને વનિતાબેન એકલા હાથે ખાખરા ...Read More

3

ગુલાબ - ૩

પપ્પા પણ આટલી બધી ઉતાવળ શી છે?કાલે પોતાને જોવાં છોકરાવાળા આવવાના છે એ જાણીને ગુલાબે પૂછેલું.એના પપ્પાએ એમનું હંમેશનું સ્મિત ચહેરા પર રેલાવીને કહેલું, “તૂ તો જાણે છેને બેટા તારી મમ્મીની તબિયત હમણાથી સારી નથી રહેતી. તને દુલ્હનના રૂપમાં જોઇને જાય, તું તારે ઘરે ઠરીઠામ થઇ ગઈ છે એમ એના દિલને ટાઢક વળે તો એનો જીવ મુંજાય નહિ. ગમે ત્યારે યમરાજાનું તેડું આવે તો એ હસતા મોઢે એની આગળની ગતિ કરી શકે. એ મારી પત્ની છે આખી જીંદગી આ ઘર માટે ઘસાયા કરી. ક્યારેય કંઈ માંગ્યું નથી હવે આ એની છેલ્લી ઈચ્છા છે એમ કહીને દીકરીના હાથ પીળા કરવાની વાત ...Read More