દિલ કહે છે

(479)
  • 78.6k
  • 36
  • 33.5k

અનાથ હોવા છતાં પણ હંમેશા હસ્તી રહેતી ઈશાની જિંદગી હરદમ કોઈ ને ગોતતી રહે છે. ને અચાનક જ તેની નજર એક છોકરા પર પડે છે. તે અમીર બાપની ઓલાદ જિંદગીમાં બધું હોવા છતાં પણ ખામોશ દેખાય છે. બન્નેની મુલાકાત થાય ને દોસ્તીની શરૂઆત થતા જ પ્રેમનુ નવું પ્રકરણ શરૂ થઈ જાય છે. બધી જ વાતે સુખી દામ્પત્ય જીવન કોઈ ગલત ફેમીના કારણે વિખરાઈ જાય છે. આ કહાનીમાં દિલ કહે છે ને ઈશા સાંભળે છે. ઈશાની આ કાહાની દિલની લાગણીની કેવી કિતાબ ઘડી શકે છે તે જાણવા વાંચો મારી આ બીજી નવલકથા 'દિલ કહે છે

Full Novel

1

દિલ કહે છે - 1

અનાથ હોવા છતાં પણ હંમેશા હસ્તી રહેતી ઈશાની જિંદગી હરદમ કોઈ ને ગોતતી રહે છે. ને અચાનક જ તેની એક છોકરા પર પડે છે. તે અમીર બાપની ઓલાદ જિંદગીમાં બધું હોવા છતાં પણ ખામોશ દેખાય છે. બન્નેની મુલાકાત થાય ને દોસ્તીની શરૂઆત થતા જ પ્રેમનુ નવું પ્રકરણ શરૂ થઈ જાય છે. બધી જ વાતે સુખી દામ્પત્ય જીવન કોઈ ગલત ફેમીના કારણે વિખરાઈ જાય છે. આ કહાનીમાં દિલ કહે છે ને ઈશા સાંભળે છે. ઈશાની આ કાહાની દિલની લાગણીની કેવી કિતાબ ઘડી શકે છે તે જાણવા વાંચો મારી આ બીજી નવલકથા 'દિલ કહે છે ...Read More

2

દિલ કહે છે - 2

દિલ કહે છે :- 2હુ હા, ના કરતી રહી. પણ, તે માસી મારી વાત માને તો ને..!!!! તેને મને ગાડીમાં બેસાડી. આમ તો મને જે જોતું હતું તે મળી ગયું. પણ, કોઈની સાથે આવી રીતે ગાડીમાં બેસવું મને અજીબ લાગતું હતું. મારી અને તે માસીની વાતો આખો રસ્તો ચાલ્યાં કરી. તે માસીએ મારા વિશે બધું જ જાણી લીધું હું કયાંથી છું?? શું કરુ ?? મે પણ તેને હકિકત બતાવી દીધી કે હું એક અનાથ આશ્રમમાં રહું છું. ને હાલ એક રીસાઈડ ડોક્ટર તરીકે હોસ્પિટલમાં જોબ કરુ છું. મારી પાસે કોઈ પોતાનું નથી પણ આ આશ્રમના લોકો મારા પોતાના કરતા ...Read More

3

દિલ કહે છે - 3

હોસ્પિટલ પહોંચ્યા પછી તરત જ ઈમરજન્સી વોર્ડમાં એક પેશનને લઇ જવામાં આવ્યું ને તરત જ તેનું ઓપરેશન કરવામાં આવ્યું. વિચાર્યુ તેના કરતાં જ પહેલા હું ફી થઈ ગઈ. એકવાર વિચાર આવ્યો કે વિશાલને કોલ કરીને બોલાવી લવ લેવા માટે, પણ તેના કરતાં સીધું જ મે તેના ધરે જવાનું વિચારી લીધું. મને જોઈ તેના મમ્મી બહું જ ખુશ થયા. તેને મારી મુલાકાત તેના પપ્પા સાથે કરાવી ને મે તેને નમસ્તે કર્યુ. ત્યાં સુધીમાં તો વિશાલ પણ આવી ગયો. તેના ચહેરા પરથી એવું લાગતું હતું કે તે મારા પર ગુચ્ચે છે. પણ મે તેનામાં ધ્યાન ન દેતા હું માસી સાથે વાતોમાં ...Read More

4

દિલ કહે છે - 4

વિશાલે મુકેલા પ્રસ્તાવ પર હું શું કહું તે સમજમાં નહોતું આવતું. દિલ તેની વાત સાંભળી ગુજી તો ઉઠયું પણ આટલી જલદી......!!! વિચારોની સાથે જ હું દરીયાઈના લહેરાતા મોજાને જોવામાં તલ્લીન બની ગઈ. મે સપને પણ કયારે વિચાર્યુ ન હતું કે હું વિશાલ સાથે જિંદગી જીવી. ને અચાનક તેને મુકેલી પ્રપોઝ પર તેને મને વિચારવા મજબુર કરી દીધી. અમારી વચ્ચે ખાલી દોસ્તીનો સંબધ છે તે હું જાણતી હતી. પણ તેના મનમાં મારા પ્રત્યે શું છે તે હુ નહોતી સમજી શકતી. " સાયદ, એવુ બની શકે. પણ હજુ હું તે વાતમાં પ્રિપેર નથી. જે સંબધ ખાલી દોસ્તીનો જ છે તેને દોસ્તીનો રહેવા ...Read More

5

દિલ કહે છે - 5

આખરે તો તેનું ધાર્યું થવાનું હતું, તેને મને ગમે તેમ કરીને મનાવી લીધી છતાં પણ મે લગ્ન માટે અઠવાડિયાનો સમય માગ્યો હતો તૈયારી કરવામાં. જે યાદોને મારે જીવવી હતી તે યાદો એક સપનું બનીને રહી ગઈ. હું તેના પ્રેમમાં હારી ગઈ ને તે જીતી ગયો. મારા જીવનનો ફેસલો લેવા વાળુ બીજુ કોઈ ન હતું કે હું તેના સામે કોઈ બીજુ બાનું બનાવું. પણ તેની સાથે તેના મમ્મી પપ્પા હતા એટલે મારે હા ભરવી પડી. પણ હું ખુશ છું કે તે મારી જિંદગીનો સાથી બનવાનો છે. "જો વિશાલ તે મારી વાત માની લગ્ન થોડા વધારે લેટ રાખયા હોત તો આપણે ...Read More

6

દિલ કહે છે - 6

જાન માંડવે પહોચી ગઈ હતીને ગોર દાદા ત્રીજીવાર બોલવાની તૈયારીમાં હતા કન્યા પધરાવો સાવધાન. હું થોડી વધારે એકસાઈટેડ પરણવા માટે. ફાઈનલી અમે બન્ને એક થવાના હતા આજે. બસ ગોરદાદા જલદી બોલાવે તે ઇતજારમાં હું નીચે દાદર પણ ઉતરી ગ્ઈ હતી. ગોરદાદાનું ત્રીજીવાર પુરુ ના થયું તે પહેલાં તો મંડપમાં હું હાજર હતી. મને જોઈને બધા હસતા હતા પણ એમા મારો શું વાક દિલ જલદીમાં હતું. લગ્ન વિધી સંપન્ન થઇ ને મારી વિદાઈ શરૂ થઈ. દુઃખ તો હતું જ કે જે ધરને મે બાળપણનથી પોતાનું માનયું તે ધર એકપળમાં જ અલગ થવાનું હતું. અહીંના લોકોએ મને એવો પ્રેમ આપેલો કે ...Read More

7

દિલ કહે છે - 7

રુચિકેશ પહોચ્યા પછી મન એટલું ભારી હતું કે દિલ અને દિમાગ બંનેએ મને જકડી રાખી હતી. અહીં આવતા એક અહેસાસ ધેરી વળતો હતો ને લાગતું કે એવું ધણું છે જે મને અહીં બુલાવે છે. કંઇક તો લગાવ છે આ ભુમિ સાથે મારો જે મને કંઈ જ સમજાતું ન હતું. આમ તો આ જગ્યા જ એટલી રમણીય છે કે કોઈનું પણ મન મોહી લે. "વિશાલ, આ જગ્યા જોઇને મને એવું લાગે છે કે હું અહીં પહેલાં કયારે આવી છું. જયારે હું કયારે પણ નથી આવી. શું આ ખાલી મારો આભાસ હોય શકે???? " જે વાત મને નથી સમજાતી તે વિશાલને કેવી ...Read More

8

દિલ કહે છે - 8

"હા, દાદા તો આપણે કયાં હતાં..........???????" દાદા એ એક લાબો શ્વાસ લીધો ને પછી મારી સામે જોતા વાત શરૂઆત કરતા કહ્યું,"બેટા, સુનિતાની સાથે મારો કોઈ સંબધ નથી. પણ, અમે હંમેશાથી સાથે રહેતા હતા એટલે લાગણી સભર સંબધની કડી અમારા વચ્ચે જોડાઈ ગઈ. તે એકદમ પ્રેમાળ હતી. તેના પરીવાર સાથે તે એટલી ખુશ હતી કે તેની જાણે કોઈને તેની નજર લાગી ગઈ હોય...!!! સમયની સાથે બધું જ બદલાતું ગયું ને તેનો પરિવાર કોઈ મુશકેલીનો સામનો કરતો થઈ ગયો. પણ તેને હિમ્મત રાખી તે પરિવારને ડુબવા ન દીધો. મને નથી ખબર કે તેની પરેશાની શું હતી પણ હું એટલું જરૂર જાણતો ...Read More

9

દિલ કહે છે - 9

"ઈશા, હું તને કયારથી જોવ છું,જયારથી તું તે દાદાને મળી ને આવી છે ત્યારથી ખોઈ ખોઈ લાગે છે. તે દાદાએ તને કોઈ ભુત પ્રેતની કાહાની તો નથી સંભળાવી ને..?????" "પ્લીઝ વિશાલ, હું અત્યારે મજાકના મૂડમાં નથી." " સોરી........ગલતી હો ગઈ ,હવે તો થોડા હસ લો બેબી. પ્લીઝ......... તારુ આવું ખરાબ મુડ મને બિલકુલ પસંદ નથી." મારે તેની સામે કમજોર નહોતું બનવું પણ હું મારી રડતી આખો ને રોકી ના શકી. "વિશાલ, મારે મારી મમ્મીને મળવું છે મારે જોવા છે તેને તે કંઈ હાલતમાં છે...." મારે શું કહેવું, ને શું બોલવું કંઈ જ સમજાતું ન હતું. હું બસ રડે જતી ...Read More

10

દિલ કહે છે - 10

તો સાંભળ, જે દિવસે તું જન્મવાની હતી તે દિવસે જ સવારે તારી મમ્મી અહીં આશ્રમમાં આવી. તેની હાલત એટલી હતી કે તે કંઈ પણ કહેવા માટે અસમર્થ હતી. સાયદ તે મને તને સોપવા જ આવેલી હોય... !!!! તેનું માતૂહદય તે શબ્દો બોલતા ડરતું હતું. તેમને મને એક તસ્વીર આપી જેમાં તેના પુરા પરીવારની ફોટો હતી, ને પાછળ એક ચીઠી પણ હતી. હજું તે કંઈ બોલે તે પહેલાં જ તેને અસહ્ય પેટનો દુખાવો થવા લાગયો ને અમે તેને હોસ્પિટલ લઈ ગયાં. ત્યાં જતાં જ તારો જન્મ થયો. તેણે છેલ્લી વાર તને ગળે લગાવી ને હંમેશા માટે જ આ દુનિયાથી વિદાઈ ...Read More

11

દિલ કહે છે - 11

"ઈશા, હું તને કેટલા દિવસથી જોવ છું તું જયારથી પણ રુચિકેશથી આવી છે ત્યારથી જ એકદમ બદલી ગ્ઈ હોય જે પણ વાત હોય તે મને ખુલીને કહી દે ...... મારે પહેલાંની ઈશા જોઈએ જે હંમેશા જ હસ્તી હોય છે." " વિશાલ, સમયની સાથે બધું જ બદલી જાય છે. હવે હું તે ઈશા નથી રહી જે ખાલી એકલા વિશે વિચારતી હતી. હવે મારે તમારા વિશે પણ વિચારવું પડે. ને રહી વાત મારી હસીની તો તે સાયદ કહી ખોવાઈ ગઈ હતી જે ફરી આવતા થોડોક સમય લાગી શકે." "ઈશા, આ્ઈ રિયલી લવ યુ. હું તને આવી રીતે નથી જોઈ શકતો. જો ...Read More

12

દિલ કહે છે - 12

"વિશાલ આ કાહાની મારા જ કોઈ યતીત સાથે જોડાયેલી હોય તો તમે શું કરો???? ""જયારે તને મારી વાતથી ફરક નથી પડતો તો મને શું કામ પડે.....!!!! ઈશા તું મારા પર એટલો તો ભરોસો કરી શકે છે કે હું તે વિશ્વાસને લાઈક બની શકું." " વિશાલ, વાત વિશ્વાસની નથી. જો મને તમારા પર વિશ્વાસ ન હોત તો હું તમારી સાથે લગ્ન કયારે પણ ન કરત. મે જે પણ તમને કાહાની બતાવી તે મારી મમ્મીની હતી. તે હાલ આ દુનિયામાં નથી. બસ આ વાતનું મને દુઃખ લાગે છે કે જે માં મને બચાવવા આટલું સાહસ કરી શકી હોય તે માં માટે હું ...Read More

13

દિલ કહે છે - 13

જિંદગીના આટલા વર્ષો પછી પણ તે દિવસને હું ભુલી શકતી નથી. સવારથી જ વ્યસ્ત હોવા છતાં પણ તે પલ સામે તરવરે છે. ઘડીમાં સાંજના પાંચ વાગ્યા હતા. મારી નજર બહાર દરવાજા પર હતી. હમણા જ વિશાલ આવશે ને આજના દિવસની કંઈક નવી સ્પરાઈઝ લાવશે. હંમેશા એનિવર્સરી પર તે આવી જ રીતે મને સાંજ સુધી તડપાવે છે. ને પછી કંઈક એવી સ્પરાઈઝ લઇ ને આવે છે કે હું વિચારી પણ નથી શકતી. પળ પળ તે યાદો ન યાદ કરવા છતાં પણ તે જ નજર સામે આવે છે. હું કેમ તેને ભુલી નથી શકતી. તે હવે મારી જિંદગીમાંથી નિકળી ગયો છે. ...Read More

14

દિલ કહે છે - 14

" ઇશા, શું છે આ બધું, હું કયારનો જોવ છું તને. ના તું મારી સાથે બરાબર વાત કરે ના મને બોલવાનો કોઈ મોકો આપે છે. જાણું છું મારી ભુલ થઈ ગઈ. પણ હું તારી પાસે માફી પણ માગવા આવેલો. કોઈ પણ જગડાની એક લિમિટ હોય છે. તું તેને સુલજાવવાની જગયાએ મોટો કરતી જાય છે. શું ખરેખર તારે હવે મારી સાથે નથી રહેવું..??? તેના સવાલ પર જ મારો અવાજ બંધ થઈ ગયો. " વિશાલ, મારે તો હંમેશાં તમારી સાથે જ રહેવું હતું. પણ, તમે તેને લાઈક જ કયા રહયા." "તો તે ફેસલો કરી લીધો ને ઠીક ,કાલે તલાકના પેપર મળી ...Read More

15

દિલ કહે છે - 15

બધું જ શાંતિથી પતિ ગયું હતું ને મહેમાન પણ લગભગ જતા રહયા હતા ને અચાનક જ કંઈક એવું બન્યું મારી જિંદગી બદલી ગઈ. હું વિચારી પણ નથી શકતી કે વિશાલ મારી સાથે આવું કરશે. જે વાત હું વિચારતા પણ ડરુ તે વાત તે વાત તેને મને એક જ ઝટકામાં કહી દીધી. "ઈશા, તું આજે બહું સુદર દેખાય છે." મિતે કહયું, જે મારી સાથે હોસ્પિટલમાં કામ કરે છે. એની સાથે ખાલી મારે કામ પુરતી જ વાતો થતી પણ આજે અચાનક જ તેને આમ કહી દીધું. મને ખરાબ નહોતું લાગયું. ને પછી અમે ફરી કામની વાતોમાં લાગી ગયા. "ઈશા, આજે એક ઓપરેશન હતું ...Read More

16

દિલ કહે છે - 16

"ઈશા, એકવાર તો મને માફ કરી શકે ને.....!! એકવાર તો ભગવાન પણ વિચારે છે તો પછી તું કેમ તે મારી સામે કેટલી આજીજી કરતો રહયો ને હું પથ્થર દિલ બની તેને બસ જોતી રહી. દિલ તેના વિશે વિચારતું જરુર હતું. પણ, હવે બીજીવાર વિશ્વાસ કરતા ડરતું હતું. "પ્લીઝ......ઈશા..... એકવાર...... " " વિશાલ, હવે હદ થઈ પ્લીઝ......!!!! તું જો ખરેખર આજના દિવસે મને ખુશ જોવા માગતો હોય તો અહીંથી ચાલ્યો જા. ના હું તને માફ કરી શકું, ના તને આવી હાલતમાં જોઈ શકું " હું તેને ખાલી એટલું જ કહી શકી. હું મારા મનને મનાવી રહી હતી. સમજાવી રહી હતી પણ દિલ ...Read More

17

દિલ કહે છે - 17 (સંપૃણ)

"લાગણીના આ મેળામાં દિલની કયાં કિમત છે પ્રેમના સંબધમાં વિશ્વાસ જ એક જિંદગી છે રમત હજુ અધુરી છે જિંદગી ચાલે છે ક્ઈ બાજી કયારે પલટે તે કયાં કોને ખબર છે સમયના વહેણમાં વિચારો અવિચલ વહે છે ને તારા વગર આ જિંદગી એમ જ રહે છે. " તે ગુથ્થાઈ ગયેલા શબ્દોની કડી આજે સમજ આવે છે મને, કે જિંદગી ખાલી રમત છે. તેમાં કોઈ હારે છે ને કોઈ જીતી બતાવે છે. જે પણ મળ્યું તે કંઈક નવી જ બાજી લઈ ને આવ્યું. પહેલાં માં-બાપે એકલી મુકી દીધીને હવે વિશાલ પણ મને એકલી મુકી ચાલ્યો ગયો. શું મારા જ કિસ્મતમાં આવું ...Read More