અધુુુરો પ્રેમ..

(3k)
  • 310.6k
  • 226
  • 142k

અધુુુરો પ્રેમપલક ખૂબ જ સુંદર અને સુશીલ,આધુનીક જમાનાની એક બહુજ પ્રેમાળ છોકરી છે.કોલેજ કાળ પુરો થતાંજ એને એક કલાસ થ્રી ની પણ ઉમદા સરકારી જોબ મળી ગ્ઈ,હંમેશા હસતી કીલકીલાતી,પક્ષીઓ ની જેમ નિરંતર કલબલાટ કરતી ગમેતેના હ્લદયને ગમી જાય એવી અને પોતાની પ્રેમાળ વાતોમાં વશીકરણ કરી લે એવી નયનરમ્ય છોકરી છે.એ હંમેશા પોતાની કાળજી રાખતી એટલુંજ નહી એના સંપર્કમાં આવતાં દરેક વ્યક્તિને પલક હંમેશા સચોટ માર્ગદર્શન આપતી હતી.ઘણીવાર તો કોઈને મુશ્કેલી માં જોઈને વિના પુછે પણ નિવારણ લાવી આપતી.આવી આંખોને ગમી જાય એટલી વહાલી લાગ

Full Novel

1

અધુુુરો પ્રેમ - 1

અધુુુરો પ્રેમપલક ખૂબ જ સુંદર અને સુશીલ,આધુનીક જમાનાની એક બહુજ પ્રેમાળ છોકરી છે.કોલેજ કાળ પુરો થતાંજ એને એક કલાસ ની પણ ઉમદા સરકારી જોબ મળી ગ્ઈ,હંમેશા હસતી કીલકીલાતી,પક્ષીઓ ની જેમ નિરંતર કલબલાટ કરતી ગમેતેના હ્લદયને ગમી જાય એવી અને પોતાની પ્રેમાળ વાતોમાં વશીકરણ કરી લે એવી નયનરમ્ય છોકરી છે.એ હંમેશા પોતાની કાળજી રાખતી એટલુંજ નહી એના સંપર્કમાં આવતાં દરેક વ્યક્તિને પલક હંમેશા સચોટ માર્ગદર્શન આપતી હતી.ઘણીવાર તો કોઈને મુશ્કેલી માં જોઈને વિના પુછે પણ નિવારણ લાવી આપતી.આવી આંખોને ગમી જાય એટલી વહાલી લાગતી હતી..... જોતાં ...Read More

2

અધુુુરો પ્રેમ - 2 એકરાર

અધુુુરો પ્રેમ... એકરારઆકાશ દુઃખ સાથે ઘસઘસાટ નિંદ્રામાં સરી પડ્યો,આ દ્રશ્ય આકાશ ની ભાભીએ પોતાની સગી આંખે જોયું. આકાશ જ્યારે જાગ્યો ને તરતજ આકાશ ની ભાભીએ આકાશનો હાથ પકડીને ગાલ ઉપર પ્રેમથી ચુટકી ભરીને કહ્યું કે મારો લાડકો દેવર કાલે કેમ રડતો હતો.ત્યારે આકાશે એની ભાભીને કહ્યું કે અરે ના ના ભાભી એવું તો કશું નથી હું કાઈ રડતો નથી.ત્યારે ભાભીએ કહ્યું કે આકાશ જે પણ વાત હોય તે મને કહીદે જો ન કહે તો તને મારા સોગંદ છે.હું તારી ભાભી છું તું મારાથી કોઈ વાત છુપાવતો નથી તો આજે કેમ છુપાવી ગયો છે. હવે ચાલ મને જલદી થી કહીદે ...Read More

3

અધુુુરો પ્રેમ - 3 - ધર્મસંકટ

ધર્મસંકટ આકાશના પલક પ્રત્યે ના પ્રેમ ના એકરાર પછી પલક કશું બોલી પણ શકી નહીં ને સમજી પણ શકી નહી આમ અચાનક પલકના સામે ધર્મસંકટ આવીને ઉભું રહ્યું. હજી તો હાલજ પલકનું વેવિશાળ નક્કી કર્યું છે. ને આજે આકાશે પલકને પ્રપોઝ કરીને હચમચાવી નાખી.પલકની આંખો સામે અંધકાર છવાઈ ગયો. થોડીવાર પછી પલકને ભાન થયું. એણે એકદમ આકાશનો હાથ પોતાના હાથમાંથી તરછોડાવી લીધો.અને એકપણ શબ્દ બોલ્યા વગર જ પાણીના રેલાની જેમ સડસડાટ આકાશના ઘરમાંથી નીકળી ગઈ. અને પોતાના ઘરમાં જ્ઈ ને પોતાના રૂમનું બારણું બંધ કરી ને પથારીમાં પોતાનું મોં છુપાવીને પડી ગઈ. એને અવનવા વિચારો આવવા લાગ્યા. એણે થયું ...Read More

4

અધુુુરો પ્રેમ - 4 - ગડમથલ

ગડમથલ આ તરફ આકાશની ભાભી પોતાના ઘરે આવી ને ઘરમાં સુતેલા આકાશના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવી ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.પોતાના દીયરનું હવે શું થશે એની ચિંતા માં ખોવાઈ ગઈ.પરંતુ આજે આકાશ થોડા નશામાં હતો એટલે ભાભીના આંસુ એને દેખાયા નહી અને આકાશ ઘસઘસાટ નિંદર માં સુતૈ જ રહ્યો. થોડીવાર આકાશ પાસે બેસીને આકાશની ભાભી રાત્રીનું જમવાનું બનાવવામાં લાગી ગઈ. કારણ કે થોડીવારમાં એનો પતિ ઓફીસથી આવશે તેથી એને આવતા પહેલા ભોજન તૈયાર કરવાનું હતુ જેથી આકાશ ની ભાભી જેનું નામ વિભા હતું એ ભોજન બનાવવા લાગી ગઈ. રાત્રીના લગભગ નવેક વાગ્યે આકાશ નો ભાઈ ઓફીસથી આવ્યો.પોતાની પત્નીને ...Read More

5

અધુુુરો પ્રેમ - 5 - મનોમંથન

મનોમંથનઆકાશની ભાભીની વાત પલકના કાળજાને કાંટાની જેમ ચુભી ગ્ઈ,પલક કપડાને પડ્યા મુકીને ગુસ્સે થઈને પગ પછાડતી પછાડતી ચાલી ગ્ઈ. મમ્મીને કહ્યું હું આજે કશુ કામ નહી કરુ મારુ તબિયત ખરાબ છે, તારે જે કરવું હોય તે કરજે મને આજે ટોકીશ નહી એટલું કહી ને પલક પોતાનો ઓરડો બંધ કરી ને પથારીવશ થઈ ગઈ. પરંતુ આજે પલક બે બાકળી હોય એવું એને લાગે છે એને કશુંય ગમતું નથી એને એ પણ ખબર નથી પડતી કે આવું કેમ થાય છે.પલકના હૈયામાં કશીક મનોમંથન શરુ થઈ ગયું છે.થોડીવારમાં પથારીમાં પડ્યા પડ્યા જાગતી આંખોમાં સપનું આવી ગયું. એણે સપનામાં જોયું કે પલક આકાશનો ...Read More

6

અધુુુરો પ્રેમ - 6 - આશાં નું કીરણ

આશાં નું કીરણ પલક ધીરે ધીરે આકાશ સાથે વિતાવેલી પળોને યાદ કરી કરી ને વાગોળી રહી બપોર ચડી ગયું. ને સુરજ મધ્યાહન પર તપી રહ્યો છે. ને પલકના આંખથી એક બિંદુ એના ગાલ પરથી લીસોટો પાડી ગયું. ને મમ્મીએ બુમ પાડી પલક ચાલ થોડું જમીલે, ભોજન તૈયાર થઈ ગયું છે. એ હા મમ્મી પલકે કહ્યું. પલક ઉભી થઈ ને હાથ મોંં ધોવા બાથરૂમની ગેંડીમાં ગ્ઈને અરીસામાં પોતાનું મોં જોયું તો એની આંખોમાંથી નીકળીલા આંસુના લીસોટા એના ગાલ ઉપર એક લકીર ખેચી ગયાં હતાં. પલક આચર્યચકીત થઈ ગઈ,અરે! વોટ ઈઝ ધીસ હું રડતી હતી અને એની મને પણ ખબર ...Read More

7

અધુુુરો પ્રેમ - 7 - વચન

વચન આકાશ અને પલક એકબીજાને ભેટીને અથાગ પ્રેમ ને માણવા એકબીજાની આત્મા સુધી ઉતરી ગયા.પલકે પણ સહેજથીજ આકાશને આપી દીધું. પલકને પણ આકાશના ભેટવાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. એને થયું કે હું પણ ઇચ્છતી હતી કે આકાશ મને ભેટી પડે.એકબીજા પ્રેમથી ભેટ્યા, પણ પલક અચાનક યાદ આવ્યું કે અરે !હું આ શું કરી રહી છું. મારે આકાશને રોકવો જોઈતો હતો.પલક એક ઝાટકેથી આકાશના હાથમાંથી છુટીને દોડતી પોતાના ઘેર જતી રહી. ને કશું બોલ્યા વગર જ પોતાના બેડ ઉપર પડીને રડવા પણ લાગી અને વળી આંખોમાં ખુશી પણ અપાર દેખાણી,પલક હજીસુધી એ વાતને સમજી શકી નથીકે એ પણ આકાશ ને ...Read More

8

અધુુુરો પ્રેમ - 8 - અહેસાસ

અહેસાસપલકની ખાસ બહેનપણી નેહલ એના મુંજાયેલા મનને શાંત પાડી ગ્ઈ. પલકના મનની મુંજવણ થોડીઘણી ઓછી થઈ પરંતુ પલકનું દીલ દીમાગ નોખી દીશામાં ચાલે છે.એનું કાળજું કહે છે કે તું હવે માત્રને માત્ર આકાશની જ છે.ને એનું દીમાગ કહે છે કે ના એવું ના હોય, તારે તારા વડીલો અને સમાજ ના મોભાદાર માણસોએ જે વાત નક્કી કરી છે એ જ સાચી છે.પલકને વારંવાર એ વાત નો "અહેસાસ"થયાજ કરે છે એને જયારથી આકાશની ભાભીએ આકાશના હૈયાની વાત કરી ત્યારથી જ પલક ઘણી બેચેની અનુભવી રહી છે. અને એના વિચારો ખતમ થવાનું નામ પણ લેતા નથી.એક પછી એક વિચારો એના આખાયે શરીરને ...Read More

9

અધુુુરો પ્રેમ -9 - પ્રેમની પરીભાશા

પ્રેમની પરીભાશા થોડીવારમાં પલકની બધીજ બહેનપણીઓ આવી ગ્ઈ.વારાફરતી બધીજ બહેનપણીઓએ પલકને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું આખુંય વાતાવરણમાં આનંદ છવાઇ ગયો. પરંતુ ના ચહેરા ઉપર ખુશીની એકપણ લકીર દેખાતી નથી.નેહલ પલકથી ખૂબ જ નારાજ છે.ઘણીબધી સહેલીઓએ નેહલને કહ્યું પણ ખરું. કે નેહલ તું કેમ પલકની સગાઈ થી ખુશ નથીકે શું ?આજે તો આનંદનો દિવસ છે ને તું આમ મોઢું લટકાવી ને કાં ફરે છે.એટલે નેહલે કહ્યું કે ના એવું કશુજ નથી હું રાત્રે મોડે સુધી સ્ટડી કરતી હતી એટલે મને જરા ઉજાગરો લાગે છે બસ બીજું કશું જ નહીં. પરંતુ પલક ભલી ભાતી જાણે છે નેહલની નારાજગી..થોડીવારમાં નેહલને પલકે આંખથી કશુંક ઈશારો કર્યો. ...Read More

10

અધુુુરો પ્રેમ - 10 - નિશબ્દ

નિશબ્દપલકનું વેવિશાળ સમાજ ના મોભાદાર વ્યક્તિઓ સામે પરંપરાગત રીતે પુરુ થયું.પલક અને આકાશનો સમય જાણેથંભી ગયો. એક તરફ પલકના ની ખુશી છેતો બીજી બાજુ આકાશનો નીર્મળ પ્રેમ. આ બંને વચ્ચે પલકનું હ્લદય પીખાઈ રહ્યું છે. એ આજે પહેલી વખત પોતાના જ હૈયાને સમજાવી નથી શકતી. એના વેવીશાળ ની ખુશી જેટલી થવી જોઈએ એટલી પલકના ચહેરા ઉપર નજર નથી આવતી. પલક આકાશને જોવા માટે પોતાના ઘરની ઓશરીમાં આવી.કચવાતા કાળજે પલકે બુમ પાડી.એ આકાશ પલકની બુમ સાંભળીને વીભાભાભી બહાર આવી ને કહ્યું હા પલક બોલ શું કામ છે આકાશનું. કોઈ ઘરનું કામ કરાવવું છે.અથવા ફરી એના ભાંગેલા ...Read More

11

અધુુુરો પ્રેમ - 11 - વળાંક

વળાંકપલકે આકાશને ખૂબ સમજાવી જોયું પણ આકાશ એકપણ શબ્દ બોલ્યા વગર જ પોતાના બેડમાંથી ઉભો થઇ ને દરવાજો ખોલીને ઘુસી ગયો.પલકે આ બધું જ નજરોનજર જોયું. એણે આકાશને ઘણોજ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એનો બધો જ પ્રયત્ન નિષ્ફળ ગયો.તેથી પલક ચુપચાપ ત્યાથી નીકળી ગઈ. પોતાના ઘરે આવીને એણે ફરીથી નેહલને ફોન કર્યો. પરંતુ નેહલે પણ સામેથી ઉધ્ધતાઈ ભરેલું વર્તન કર્યું. અને પલકને સાફસાફ શબ્દોમાં જણાવ્યું કે ભય જો પલક એ તારી જીંદગી છે.એને તું જ સરસ રીતે હેન્ડલ કરી શકીશ. કારણકે કોઈના ગમેતેટલા સમજાવવા છતાંય જો તું મનમાની જ કરે છે તો પછી બીજાની સલાહ લેવી એ અયોગ્ય જ ...Read More

12

અધુુુરો પ્રેમ - 12 - અગ્નિપથ

અગ્નિપથ નેહલ આકાશને સમજાવી ને પલકના ઘેર આવી ને પલકને કહ્યું કે હવે તું આકાશની ચિંતા ન કરીશ.એને વાત ગ્ઈ છે.ને હવે તું વારંવાર એની સામે આવીને એને ડીસ્ટર્બ ના કરીશ.ને તું પણ તારું ધ્યાન રાખજે.એટલું કહી ને બન્ને બહેનપણીઓ જુદી પડે છે.પલક નેહલને જાપા સુધી વળાવી ને પાછી ફરી તરતજ પલકના ફોનની ઘંટડી રણકી...પલકે ફોનમાં જોયું તો એના ફીયાન્સેનો ફોન હતો.થોડીવાર ફોન સામે જોઈ રહીને પછી પલકે આખીર રીંગમા ફોન ઉપાડ્યો. પલકે કહ્યું હાય કેમછો ?પહેલી વખત પલક ફોનમાં વીશાલ જોડે વાત કરી રહી હતી. તેથી થોડી ખચવાટ અનુભવી રહી હતી. વીશાલે કહ્યું કેમ ફોન ઉપાડવામાં આટલી બધી વાર લાગી. ...Read More

13

અધુુુરો પ્રેમ - 13 - મુલાકાત

મુલાકાતવીશાલની વાતથી પલકને મનમાં શંકાઓના વાદળોએ ઘેરી લીધી. એ પહેલાં તો ઘરમાં જ્ઈને ખુબ જ રડી લીધું. એકતો હજી આકાશનું ચેપ્ટર ખતમ નથી કરી શકી ત્યાં તો એને વીશાલની વાતોએ દુઃખી દુઃખી કરી નાખી.એની ઉપર જાણે મોટો પહાડ ટુટી પડ્યો હોય એવું લાગ્યું.હંમેશા હસતી ખેલતી પલક અચાનક જાણે પીઢ બની ગ્ઈ હોય એવું લાગ્યું. ગમેતેના અને ગમેતેવા પ્રશ્ર્નો ને પલભરમાં સ્વોલ કરવા વાળી છોકરી આજે પોતાના જ સવાલોમાં ઉલજી પડી છે.એમનેમ વખત વીતતો ગયો. થોડા દિવસો પછી પલકને થયું કે મારે જેના સાથે જીવન પસાર કરવાનું છે. એ વ્યક્તિ ને જાણવું જોઈએ.એટલે પલકે એની મમ્મીને પુછ્યું મમ્મી જો તું ...Read More

14

અધુુુરો પ્રેમ - 14 - પ્રણયરાગ

પ્રણયરાગપલક વીશાલ સાથે પોતાની પહેલી"મુલાકાત"સંતોષ જનક ન રહી.પોતાના મનમાં કેટલાય સવાલો હતાં પણ વાત અવળા પાટે ચડી ગ્ઈ. અને વાત મનમાં જ રહી ગઈ.પલકને થયું કે પોતે કોઈ વણવિચાર્યુ પગલું તો નથી ભરી લીધું ને.સતત એના મનમાં ચિંતા ઘેરાઈ રહી.પરંતુ હવે કશું થઈ શકે તેમ પણ નહોતું. આ કોઈ એવું તો કામ નથીકે ન ફાવે તો બદલી નખાશે.જે કાઈ થયું છે એમાં પોતાની પણ સંમતિ એટલી જ હતી.સતત મુંજાયા કરે છે.આકાશ સાથે પોતાના ઘર તરફ આવે છે.ને પલકે અચાનક આકાશનને કહ્યું કે આકાશ ગાડી રોકીદે.જેથી આકાશે ગાડીને ઉભી રાખી.પલકે કહ્યું કે આકાશ સામે આઈસ્ક્રીમની દુકાને લ્હાવો લે મારે આઈસ્ક્રીમ ...Read More

15

અધુુુરો પ્રેમ - 15 - વેદના

વેદનાપલકને સમજાતું નથી કે શું થવાનું છે,એ પોતાના ભવિષ્યમાં શું કરવું કે શું ન કરવું એનું મનોમંથન કરી રહી પોતાના ફીયાન્સેની વાતથી પલકની "વેદના"એને જ ખરોચી રહી છે.જયારે જયારે પલક પોતાની આંખો બંધ કરીને જુવે ત્યારે ત્યારે એને વીશાલની ઉધ્ધતાઈ ભરેલી વાતો એનાં કાનમાં ગુંજી ઉઠે છે. છેલ્લા કેટલાક દિવસથી પલક ઠીકઠીક નીંદર લ્ઈ શકી નથી. જયા્રથી એનું વેવીશાળ થયું છે ત્યારથી પલક શાંતિથી સુઈ શકી નથી. કેટલાય દિવસનો થાક એના દીલ અને દીમાગને થકવી નાખ્યું છે. આજે વીશાલની "મુલાકાત" થી પલકના જીવનમાં અત્યંત દયનિય સ્થિતિ સર્જાઈ છે.પોતાને ખૂબ જ માનસિક તણાવ અનુભવી રહી છે. પથારીમાં પડતાની સાથે જ ...Read More

16

અધુુુરો પ્રેમ - 16 - સમયચક્ર

સમયચક્રપોતાના સપનાનો રાજકુમાર આકાશના રુપમાં જોઈને પલકને હ્લદયમાં "વેદના" ભભુકી ઉઠી.એને થયું કે શું સાચેજ મારા કાળજાને પણ આકાશની ઝંખના હશે.પલકને ક્યાય ચેન પડતું નથી. જયા્રથી એનું વેવીશાળ થયું છે ત્યારથી જ પલક એક પણ પલ સુખની અનુભુતિ કરી શકી નથી.જીવન જાણે અસહાય બની ગયું છે. વીશાલની "મુલાકાત"થી પલકને એટલું તો સમજાઈ ગયું છે કે વીશાલ ખુબ જ શક્કી સ્વભાવનો છે.આકાશને લ્ઈને વીશાલના મનમાં ખુબ જ હીન ભાવ છે.પરંતુ પલકને એક વાત સમજાતી નથી કે હું મારા મનને કેમ સમજાવી શક્તિ નથી.એ વારેવારે આકાશને કેમ મારી નજર સામે લાવીને ઉભો રાખી દે છે.શું આકાશને હું પણ એટલોજ પ્રેમ કરતી ...Read More

17

અધુુુરો પ્રેમ - 17 - બહાદુરી

બહાદુરીપલકને આજે નેહલ તરફથી ખૂબ હીંમત મળી,ભુતકાળમાં પલકે સીંહોનું બચ્ચાને પોતાના જીવ જોખમમાં મુકી ને પણ પોતાની પાસે લઈ રમાડવા લાગી હતી. નેહલે એને યાદ કરાવી એની "બહાદુરી"વધુમાં નેહલે કહ્યું કે તું એ મજબૂત મનોબળની છોકરી છે.જેનાથી આખીય કોલેજ થરથર ધ્રૃજતી હતી.તારી હીંમત વર્ગના વિધ્યાર્થી જનહી વર્ગશીક્ષકો પણ માને છે.તને યાદ છેને એક સમયે પેલી પારુલ નામની છોકરીને તે તારી જાનના જોખમે પણ બચાવી હતી.એ પારુલ એક છોકરાને પ્રેમ કરતી હતી.પરંતુ તે છોકરો અવીનાશ હતો એને પારુલના પ્રેમમાં જરાપણ ઈન્ટ્રસ નહોતો. પરંતુ પારુલ અવીનાશના પ્રેમમાં ગળાડૂબ હતી.એણે જયારે દરેક વિધ્યાર્થી સામે અવીનાશ ને પ્રપોઝ કર્યો ત્યારે અવીનાશે કહ્યું પારુલ ...Read More

18

અધુુુરો પ્રેમ - 18 - મનન

મનનપલકની વાત વીશાલના કાનના કીડા ખેરી નાખે એવી હતી. વીશાલને થયું કે આ છોકરી મારી કોઈ પણ વાતને માન નથી. એને પોતાનો હક અને ધાક જમાવવાની કોશિશ વારંવાર પલક ઉપર કરી પરંતુ હવે નોબત એ આવી કે પલકે બાધાભારે સંબંધ તોડવા સુધી પહોંચી ગઈ.જેનાથીવીશાલ થોડો ડરી ગયો. એને મનમાં ડર પેસી ગયો, એને થયું કે જો પલક સબંધ તોડી નાખશે તો સમાજમાં બદનામી થશે.અને ફરી કોઈ સબંધ જોડશે નહી.અને હજીયે તો નાની બહેન નીધી માટે પણ છોકરો શોધવાનો બાકી છે.સમાજમાં ઘણી બદનામી થઈ જશે.અને અમારું કુટુંબ સમાજમાં વગોવાઈ જશે.વીશાલ પોતાના ટોસડાઈ ભરેલા વર્તન થી પોતેજ ડઘાઈ ગયો.અને મનોમન થરથર ...Read More

19

અધુુુરો પ્રેમ - 19 - પ્રવાસ

પ્રવાસઆજે વહેલી સવારે પલક મહાબળેશ્વર જવાની તૈયારી કરવા લાગી.વીશાલને ગમે એવું એક સરસ મજાનું ગીફ્ટ પણ લીધું હતું. પલકે એની મમ્મીને પુછ્યું કે મમ્મી હું ક્ઈ સાડી પહેરું અથવા તો કયો ડ્રેસ પહેરું એની મમ્મી પણ જવાબ આપી આપીને થાકી ગઈ હતી. અંતે એની મમ્મીએ કહ્યું કે તને જે ગમે તે પહેરી લે.મને પુછીને તો તું પહેરવાની નથી માટે તને જે સારું લાગે તે પહેરી લે.છતાંય હજી પલક સેટીસ્ફાઈ ન થઈ. એણે વારંવાર કપડાં બદલ્યા કર્યા. ઘડીભર સાડી પહેરે વળી ઘડીકમાં ડ્રેસ પહેરી લગભગ આમને આમ એકાદ કલાક પસાર થઈ ગયો.ને એટલામાં વીશાલનો ફોન આવ્યો ને કહ્યું પલક તું ...Read More

20

અધુરો પ્રેમ - 20 - મસ્તી મજાક

મસ્તી મજાકપલક એના ફીયાન્સેની સાથે પોતાના જીવનની શરુઆત કરવા અને થનાર પતી અને પોતાના ભાવ અને વીશાલના સવાલોના જવાબો અને એકબીજાને સમજવા પોતાના ફીયાન્સેની સાથે પ્રથમ પગથિયું ચડવા નીકળી ગઈ.આજે પલક પોતાના વેવિશાળ પછી પ્રથમ વખત એના સાસરીમાં આવી.પલકને જોવા માટે આડોશી પડોશી પણ પહોંચી ગયા હતા. બધાએ વીશાલની વહુના ખૂબ જ વખાણ કરેલા હતાં. લોકોમાં ચર્ચાઓ ચાલતી હતી કે વીશાલની વહું ખૂબ જ સુંદર અને હોશિયાર છે એટલે પડોશમાં રહેતી તમામ મહીલાઓ પલકને જોવા ઉમટી પડી.નીધી પણ ખૂબ જ ખુશ હતી. કારણકે એની ભાભી પલક આજે એના ઘેર આવી રહી છે.એટલે નીધીએ પોતાની ભાભી માટે એણે પહેલાથી જ ...Read More

21

અધુરો પ્રેમ - 21 - પ્રણય

પ્રણયભાભીની વાતને ધ્યાનમાં રાખીને પલક સામે ચાલીને વીશાલ પાસે આવી અને વીશાલનો હાથ પકડીને કહ્યું કે બસ હવે ખુશને પણ વીશાલને એ ન ગમ્યું કે કોઈ બીજાનાં કહેવાથી પલકે એના હાથમાં હાથ આપ્યો. થોડું તો પલકને પણ એ વાત સમજાઈ ગઈ. એણે પણ એક પલની વાર લગાડ્યા વગર તાબડતોબ જ કહી દીધું વીશાલ આઈ એમ સોરી બસ હવેથી આવું ક્યારેય નહીં થાય. વીશાલ ને પણ પલકની એ સોરી વાળી વાત ખુબ જ ગમી અને તરતજ વળતો જવાબ આપ્યો અરે ! ઈટસ ઓકે પલક હોતા હૈ ઐસા.પલકે પણ હસતા હસતા કહ્યું અરે ! વાહ મારા હીન્દી યુવાન બહોત ખૂબ (ને ...Read More

22

અધુરો પ્રેમ - 22 - શંસય

શંસય સવારે હોટલમાં બધાજ વારાફરતી નાહી ધોઈને ફ્રેસ થઈ ગયા. અને સવારનો નાસ્તો કરવા બેઠા ચા પાણી નો આપ્યો અને સાથે સાથે નાસ્તો પણ.એકજ વ્યક્તિ પાસે પૈસા ચુકવવા એવો નીર્ધાર કરેલો.અને પછી દરેક વ્યક્તિને ભાગમાં આવતાં વહેચી લેવાનું નક્કી કરવામાં આવેલું.સવારના નાસ્તામાં ચા સાથે સુંદર મજાનાં ભરેલા મરચનાં ભજીયા અને ફાફડા ગાંઠિયા અને કાંચા પપૈયાની ચટપટી ચટણી હતી. સફર ખેડીને આવેલા દરેક વ્યક્તિએ ખુબ પેટ ભરીને નાસ્તો કર્યો.વહેલી સવારે ખૂબ જ રમણીય વાતાવરણમાં બધાં જ કપલ મનમુકીને આનંદ કર્યો.લગભગ બે ત્રણ કલાક મોજમજા કરીને બધાં આગળ વધવા તૈયાર થઈ ગયા.ડ્રાઈવર પણ થોડો વખત આરામ કરી ને જાગી ગયો. હાથ મોં ...Read More

23

અધુરો પ્રેમ - 23 - મદહોશી

મદહોશીવીશાલને આમ દારુનાં નશામાં ચીક્કાર પીધેલી હાલતમાં જોઈને પલક ભાંગી પડી.ભાભીનાં માર્મિક વેણ એનાં કાળજામાં તીરની જેમ ખુંપી ગયાં પણ એ કોઈને કશું કહી શકે એમ નહોતી. તેથી એણે ચુપચાપ રહેવાનું જ પસંદ કર્યું.તમામ લોકો ખુબ જ મસ્તી મજાક કરી રહ્યા છે. પરંતુ પલકના ચહેરા ઉપર જરાય પણ આનંદ જણાતો નથી,એતો બસ આકુળવ્યાકુળ બની ગ્ઈ છે.એના ફીયાન્સેનો" મદહોશી"ભરેલો ચહેરાની સામે જોતાં જોતાં એનાં રોમે રોમમાં એક અણધારી કંપારી છુટી જાય છે. જાણે જમીન માગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. પરંતુ એનાં હાથમાં હજી કશું જ નથી, અને અત્યારે એ કશું કરી શકે એમ પણ નથી. કારણકે એ ...Read More

24

અધુરો પ્રેમ - 24 - કસોટી

કસોટીપલક થરથર ધ્રૃજતી ધ્રૃજતી આંખોમાં આંસુ સાથે સુવાનો ડોળ કરી રહી છે. પણ એને ઉંઘ આવતી નથી કારણકે એનો નશામાં ચકચૂર પડેલો છે.અને એની તરફ અજુગતી નજર પણ મહેસુસ કરી છે.તેથી પલક વધારે ને વધારે ડરથી કાંપી રહી છે,જાણે એને 105 ડીગ્રી તાવ ચડી ગયો હોય એવું લાગે છે.પલકનું શરીર શીથીલ થઈ ગયું છે. મનોમન ખૂબ જ મુંજાયેલું રહે છે. આખુંય શરીર સુકાઈ ગયેલા પત્તાં ની જેમ કપકપાઈ રહ્યું છે. જાણે કોઈ મેઘલી રાત હોય. અને રાત્રીના લગભગ બે ત્રણ વાગ્યે કોઈ કારણસર સુમસામ રસ્તા ઉપર પગપાળા જવાની ફરજ પડી હોય, આખાય રસ્તે કોઈ ચકલુંય ફરકતું ન હોય. મેઘલી ...Read More

25

અધુરો પ્રેમ - 25 - પસ્તાવો

પસ્તાવોવીશાલને પોતાએ કરેલી ભુલ સમજાણી એ મનોમન સાચાં હ્લદયથી"પસ્તાવો"કરવાં લાગ્યો.પ્રકાશે વીશાલને કહ્યું કે તું તરતજ પલકની પાસે જા અને દીલથી માફી માંગી લે. મને વીશ્ર્વાસ છે કે પલક તને જરૂર માફ કરી દેશે.વીશાલને પણ મનમાં થયું કે હાં પ્રકાશની વાત સાચી છે. એણે એક પણ પલની વાર લગાડ્યા વગરજ ઉભો થયો અને પલકનાં પાસે આવવા લાગ્યો. દરવાજા પાસે આવી અને એકાદ મીનીટ મુંજવણ સાથે ઉભો રહ્યો.પછી તરતજ દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો. સામે જોયું તો પલક પથારીમાં બેઠી બેઠી ધ્રૃસકે ધ્રૃસકે રડતી હતી. વીશાલને જોતાં જ અવળું ફરી અને જોર જોરથી રડવાં લાગી. વીશાલે એકપણ પલની વાર લગાડ્યા વગરજ ...Read More

26

અધુુુરો પ્રેમ - 26 - ધેર્ય

ધેર્યપલકને વારાફરતી બધાએ સમજાવી જોયું પણ પલક પોતાના નિર્ણય ઉપર કાયમ હતી.એ એકદમ સરળ અને શાંત ચિત્ત રાખી અને ચુકી હતી. હવે ગમેતેમ સમજાવે પણ એ નિર્ણય લઈ ચુકી હતી.આવા વ્યક્તિ સાથે જીવન જીવવું અયોગ્ય છે.એકતો વારંવાર પોતાની જાતને ઉતારી પાડવી,અને અવારનવાર મોઢું ચડાવીને ફરવું, કારણ વગરના વહેમ કરવા અને હજીયે બાકી રહેતું હોય એમ નશેડી બનીને પોતાની થનાર પત્ની ઉપર શારીરિક સંબંધ બનાવવાની કોશિષ કરવી,આતે કેવો માણસ છે.આના કરતાં ભલે હું આખી જિંદગી કુંવારી રહેવાનું પસંદ કરીશ પરંતુ આવા અણગમતું કરવા માટે ટેવાયેલા વ્યક્તિ સાથે બોલવા વહેવાર રાખવો પણ મને નહી ફાવે.તો પછી આની સાથે તો મારે આખું ...Read More

27

અધુરો પ્રેમ - 27 - વ્યાકુળતા

વ્યાકુળતાવીશાલ અને પલકને એકાંત આપીને નેહલભાભી ત્યાથી એક સભ્ય નારી બની અને હળવેથી નીકળી ગયાં.વીશાલ પલક સામે જોયું પરંતુ વીશાલની સામે ફરીથી જોવાની દરકાર પણ ન કરી અને તે ખુબસુરત વાદીઓમાં પોતાની નજર ફેરવી રહી છે. એકાદ ક્ષણ પછી વીશાલે પલકને કહ્યું યાર પલક હજીયે નારાજ છે,અરે ! યાર થઈ ગઈ ને ભુલ હવે જીંદગીભર કોઈ દિવસ આવી ભુલ નહી કરું બસ તું મારી પાસે લખાવી લે.હું તને હાથ જોડું છું, બહુ થયું પલક મારાથી તારી આ બેરુખી મને "વ્યાકુળતા"ઉપજાવી રહી છે.જો તું મારી સાથે વાત નહી કરે અને મને એકવાર માફ નહિ કરે તો હું સાચું કહું છું ...Read More

28

અધુરો પ્રેમ - 28 - નિજાનંદ

નિજાનંદએકાદ કલાક બસને ચલાવતા બાદ બધાં જ ઉચાં પહાડી વીસ્તારમાં પહોંચી ગયાં.હીલ ઉપર લગભગ 28 કલોમીટરનો રન કાપીને બસ ચાલી રહી અને ઉંચા દુર્ગમ રસ્તાઓ વચ્ચે થઈને આંખોને આંજી નાખે એવાં રમણીય વાતાવરણમાં પહોંચી ગયાં. પહાડોને ચીરતાં રસ્તાઓની વચ્ચે કાળજાને બેસાડી નાખે એવાં દુર્ગમ ખીણોમાં પસાર થતાં બધાયનાં જીવ તાળવે ચોટી ગયાં હતાં. જ્યારે ગાડી ઉપર પહોંચી ગઈ, ત્યારે બધાને જાણે હાશકારો થયો. પોતપોતાનો જોઈએ એટલો માલસામાન લઈ અને બસમાંથી ઉતરી ગયાં. જયારે પલક નીચે ઉતરી અને આકર્ષક પ્રકૃતિની ખુબસુરત આભા જોઈ અને વશીભુત થઇ ગઇ હતી. બસ એ ખુબસુરત વાદીઓમાં વહેતી નદી, ઉંચા પહોડો ઉપરથી પડતાં ઝરણાંઓ,જાતજાતના પશુંપક્ષીઓ,ઉંચા ...Read More

29

અધુુુરો પ્રેમ - 29 - જાનની બાજી

જાનની બાજીઉંચા ઉંચા પહાડોને ચીરીને બસને ડ્રાઈવર બહુજ મહેનત અને સુજબુજ દાખવી અને નીચે ઉતારી રહ્યોં છે.પરંતુ રસ્તો એટલો વીકટ છે કે કોઈપણ વ્યક્તિનાં હાજા ગગડી જાય અને એમાંય પણ આપણાં અહીંના ડ્રાઈવરે હીંમત દાખવી અને પોતેજ ગાડી હીલ ઉપર ચડાવવાની પહેલ કરી હતી. કારણકે કોઈપણ પહાડી વીસ્તારમાં હીલ પર ગાડી ચડાવવા માટે એનો સ્પેશિયલ ડ્રાઈવર હોય છે. એટલે ધીરે ધીરે બસને બેહદ વળાંક સાથે જીવ તાળવે ચોટી જાય એમ બસને ઉતારી રહ્યો છે. એમાંય સામેથી કોઈ ગાડી આવી ચડે તો તો મહામુસીબતથી પસાર કરવી પડે. એકબાજુ હજારો ફુટ ઉંડી ખીણ અને આવો ચક્કર આવે એવો વળાંક ભરેલો રસ્તો.એવામાં ...Read More

30

અધુુુરો પ્રેમ. - 30 - લીડર

લીડરહેતલનો જીવ પોતાની જાનની પરવા કર્યા વગર બચાવી પલક "લીડર"બની ગ્ઈ હતી.આખુંય ગૃપ પલકનાં વખાણ કરતાં થાકતાં નથી.પલકની ખબર નહોતાં લેતાં એ પણ પલકની આસપાસ ફરવાં લાગ્યાં. જાણે આખાય ગૃપનું સંચાલન જાણે પલકનાં કંધા ઉપર આવી પડ્યું.અને પલક પણ જાણે કોઈ ખૂબ જ મોટી પોલીટીશ્યન હોય એવાં ભાવથી પીડાવાં લાગી.હવે આખીય ટીમ જાણે પલકને ફોલો કરવાં લાગી. બધાજ કહેવાં લાગ્યાં કે હવે પલકનાં માર્ગદર્શન હેઠળ આપણે બધાં જ જ્ઈશું. અને ત્યારબાદ આગળ ની સફળ સફર પર નીકળી ગયાં. હવે પલક અને વીશાલને બધાં લોકોની સહમતિથી આગળની સીટ ઉપર જગ્યા મળી ગ્ઈ. વીશાલે પણ પલકને કહ્યું તારો તો વટ પડી ...Read More

31

અધુુુરો પ્રેમ. - 31 - ટકરાવ

ટકરાવહજીતો થોડીક વાર પહેલાં જ આકાશનાંં નામથી તીલમીલા ઉઠેલો વીશાલ માંડ માંડ કરીને શાંત પડેલો હતો.એટલી વારમાં જ આકાશનો પલકનાં ફોનમાં આવી ગયો. અને સંજોગોવશાત પલકનો ફોન પણ વીશાલ પાસે હતો. કારણકે ફરીને આવ્યાં બાદ પલક નહાવાં માટે બાથરૂમમાં જતાં પહેલાં પોતાનો ફોન વીશાલને આપી ગ્ઈ હતી.અને પાછો લેવાનું ભુલી ગ્ઈ હતી,તેથી વીશાલ પાસે જ હતો.અને વાતોમાં ને વાતોમાં પલક પણ લેવાનું ભુલી ગ્ઈ હતી.જેવો ફોન રણક્યો તરતજ વીશાલે પોતાના જીન્સ પેન્ટનાં પોકેટમાં થી પલકનો ફોન બહાર કાઢી જોયું તો વીશાલની આંખોનાં મોતીયાં આવી ગયાં. જાણે ધરતી માગ આપે તો સમાઈ જવું એવી સ્થિતિ સર્જાઈ. અને આખે આખો કાપી ...Read More

32

અધુુુરો પ્રેમ.. - 32 - લગ્ન નો પ્રસ્તાવ

લગ્ન મંડપવાતમાં ને વાતમાં દસ દિવસ પસાર થઈ ગયાં. આજે પ્રવાસનો છેલ્લો દિવસ હતો.બધાએ ખૂબ જ મજા કરી.યાદોને વાગોળતાં સવારે વહેલાં સમયસર ઉઠીને નીકળી પડ્યાં. ડ્રાઈવર અને કંડકટર બસમાં સવાર થઈ ગયાં હતાં.અને ભગવાનનું નામ લઈ અને બસને હંકારી મુકી.રસ્તામાં ખુબ જ મોજ મસ્તી માણીને લાંબી પણ મજેદાર મુસાફરી કરી અને કલાકોની સફર ખેડી અને પોતાના ઘેર પહોંચી ગયાં. દરેકને પોતાના ઘરે પહોંચી અને આપણાં ઘેર આવી ગયાં એનો હાશકારો થયો. પોતપોતાના સામાન સાથે બસમાંથી નીચે ઉતર્યા. ડ્રાઈવર અને કંડકટર નો ખૂબ ખૂબ આભાર માન્યો, અને કહ્યું આપે બહુ જ સરસ ડ્રાઈવિંગ કરી અને અમને બધાને પરત ઘરે પહોચાડ્યાં ...Read More

33

અધુુુરો પ્રેમ.. - 33 - સંજોગો

સંજોગોપલક હજીતો પ્રવાસમાં થઈ આવીજ હતી,અનને તાત્કાલિક ધોરણે લગ્નની તૈયારી કરવાં લાગી ગઈ.પલકની બધી બહેનપણીઓ પણ પલકની સાથે ખરીદી લાગી ગઈ. પલકને સરીતા એની સહેલીએ પુછ્યું કે પલક આટલી જલ્દી કેમ લગ્નની ઉતાવળ કરી નાખી.હજીતો એકાદ વર્ષ નીકળી શકેત. પલકે કહ્યું મને એ વાતની કશી ખબર નથી સરીતા,પણ મને એવું લાગે છે કે વીશાલને હવે બહુજ જલ્દીથી લગ્ન કરી લેવા હોય એવું લાગે છે. જેથી હું એની ભાવનાને કદર કરું છું. પછી એણે પ્રવાસ દરમિયાન બનેલી અણઘટીત ઘટનાં વીશે સલીતાને અવગત કરી.એ મને જલ્દીથી પામવા માટે તાત્કાલિક લગ્ન કરવાં એનાં મમ્મી પપ્પા અને સગાઓને મોક્લ્યાં અને લગ્નની ઉતાવળ કરી ...Read More

34

અધુુુરો પ્રેમ.. - 34 - લગ્નની કંકોત્રી

લગ્નની કંકોત્રીપલકનો હાથ તરછોડી અને આકાશ પલકનાં ઘેરથી નીકળી ગયો. આ તરફ લગ્નની પુરજોશમાં તૈયારી થવા લાગી. પલક પોતાની જ્ઈ અને લાંબા ગાળાની રજા મુકી આવી અને રજાઓ મંજૂર પણ થઈ ગઈ હતી. કારણકે એનાં પોતાના લગ્ન હોવાથી પલકને લાંબી રજા મળી ગ્ઈ.પોતાનો ભાઈ હજી એનાથી ઘણો નાનો હતો.પરંતુ એને કોઈને કોઈ ની જરૂર હતી. એથી એકાદ વીક પછી પલકે એની મમ્મીને કહ્યું કે મમ્મી તું આકાશને બોલાવી લાવે તો હું આ થોડું પેકીંગ કરી શકું. આકાશ પહેલાં પણ મને પેકીંગ કરવામાં મદદરૂપ થયો છે. એને એ બધું બરાબર ફાવે છે તો તું જા અને આકાશને બોલાવી લાવ.મમ્મીએ કહ્યું ...Read More

35

અધુુુરો પ્રેમ.. - 35 - માં ની વેદનાં

માં ની વેદનાંઆજકાલ કરતાં કરતાં પલકનાં લગ્નને એકજ દીવસ બાકી રહ્યો છે.ત્યારે "માં ની વેદનાં" આંખોનાં મોતીનાં રુપમાં વહી છે. આજનો દિવસ એક માં નાં હૈયાને હચમચાવી નાખે એવો છે.છેલ્લા પંદરેક વર્ષ પહેલાં એનાં પતીનું અવસાન થયું હતું. (પલકની મમ્મીનું નામ સવીતાબેન)સવીતાબેન હજીતો નવોઢાં બનીને ઘરમાં આવ્યાં જ હતાં. એને થોડો જ સમય સુધી પોતાના સાસું સસરાનો સાથ મળ્યો હતો. એક દીકરીની ગરજ સારી હતી.જાણે પોતાના જ માં બાપ હોય એવી રીતે સવીતાબેનને પોતાના સાસું સસરાની સેવા કરી હતી.થોડાજ વખતમાં પોતાના માં બાપ સમાન સાસું અને સસરાની વારાફરતી લાંબી વીદાઈ થઈ. ને સવીતાબેન ભાંગી પડ્યાં હતાં. હવે આખાય કુટુંબની ...Read More

36

અધુુુરો પ્રેમ.. - 36 - પાનેતર

પાનેતરઆજે પલક પોતાની જાતને વિચારોનાં વમળને રોકી નથી શક્તી.આજનો દિવસ પલકની જીંદગીનો સૌથી મુશ્કેલીઓ ભરેલો પણ છે.અને સૌથી ખુશીનો છે,મુશ્કેલીનો એટલાં માટે કે જે ઘરમાં પોતાનું બચપન વીતાવ્યું જે ઘરમાં પોતાની યુવાની અને હસીખુશી વીતાવી આજે અચાનક એ ઘરને છોડવાનો સમય આવી પહોચ્યો હતો. ને ખુશીનો એટલામાંંટે કે દરેક છોકરીનાં જીવનમાં આવતી પોતાની નવી જીવનની શરૂઆત થવાની છે.આજની રાત પલકને માથે જાણે ગ્રહણ લઈ અને આવી છે.કોઈપણ પ્રકારે એનો સમય રોકાતો જ નથી.એ વારંવાર ઘડીયાળ તરફ જોયાં કરે છે. બધીયે બહેનપણીઓ પણ પલક સાથે જાગી રહી છે.હસીખુશી અને મજાક મસ્તી કરતાં કરતાં અવનવી વાતોને વાગોળી રહી છે. તો કોઈ ...Read More

37

અધુુુરો પ્રેમ.. - 37 - વીદાઈ

વીદાઈપલકનાં લગ્ન પણ સંપન્ન થયાં, જમવાનાં ટેબલ ઉપર વરઘોડીયાં બેઠાં બેઠાં લગ્નભોજની લજજત ઉઠાવી રહ્યાં છે. વરરાજાના મીત્રો પરાણે ભાભીને મોઢામાં જબરજસ્તી ગુલાબજાંબુ ખવડાવી રહ્યાં છે. પરંતુ પલકનું ધ્યાન કહી બીજા વીચારોમાં ખોવાયેલું છે.આ બધું વીશાલ જોઈ રહ્યો છે. વીચારોનાં વમળમાં ખોવાયેલી પલકને જોઈ વીશાલ માર્મિકભર્યા શબ્દોમાં બોલ્યો પલક આકાશ કેમ કયાંય દેખાતો નથી.મને તો હતું કે તારા લગ્નની બધીજ જવાબદારી એનાં કંધા ઉપર હશે.પલક વીશાલનાં ઝેરીલા શબ્દોને ઓળખી ન શકી એને થયું કે વીશાલ કદાચ પોતાની અને આકાશની સાચી દોસ્તીને પરખી ગયો હશે.વીશાલનાં શબ્દોથી પલકનાં ચહેરો ખીલી ઉઠ્યો. એણે કહ્યું કે મે એને થોડાં કડવાં વેણ કહ્યું હતું ...Read More

38

અધુુુરો પ્રેમ.. - 38 - સુહાગરાત

સુહાગરાત પલક પરણીને સાસરે આવી પણ હજીયે પલક હીબકાં ભરતી હતી.થોડી થોડી વારે એક ઉંડે ઉંડેથી હીબકાંનો અહંગરો આવી હતો. પલકને આમ હીબકાં ભરતી જોઈ વીશાલે કહ્યું અરે ભાઈ હવે તો રોવાનું બંધ કર અને થોડી સ્વસ્થ થઈ જા.હમણાં થોડીવાર પછી આપણું ઘર આવશે અને કોઈ કેહછેકે આ વહું તો બહું પીયરઘેલી લાગે છે. તારે મેહણું સાંભળવું પડશે,માટે થોડી ઘણી ધીરજ રાખવી જોઈએ. પલકને આજે કોઈનાં સમજાવ્યાંમાં જરાય પણ ઉત્સુકતા નથી.એ અર્ધીબેહોશ જેવી દેખાય છે. એને કોઈની પણ વાતમાં રસ નથી. જ્યારે વીશાલ એનાં ગાલને થપથપાવીને ઉઠાવવા કોશિશ કરે છે, ત્યારે હમમમમમ કહીને વળી પાછી આંખો બંધ કરી જાય છે. ...Read More

39

અધુુુરો પ્રેમ.. - 39 - લપડાક

લપડાક પોતાની સહેલીઓએ અને સગાંસંબધીઓએ ગીફ્ટમાં આપેલી મોટી રકમ પોતાનાં પતીને દેણું ભરવાં આપી દીધી. એવાતનો એને જરાપણ રંજ પોતાને એ વાતની જરાપણ ખબર નાં પડવા દીધી. હજીતો પલક એજ વીચારોમાં હતીને લગભગ અડધી કલાક પછી વીશાલ પોતાનાં ઘેર આવી ગયો. ઘેર આવીને એ પોતાનાં માં બાપ પાસે ઓશરીમાં બેસી ગયો. પલકને એ વાતની ખબર પડી કે વીશાલ ઘેર આવ્યાં છે. એ દોડતી ઓશરીમાં ગ્ઈ અને વીશાલને હાથ પકડીને પોતાનાં ઓરડામાં ખેચી ગ્ઈ.આવીને એણે વીશાલને કહ્યું વીશાલ તમે મારાથી પણ આવી વાતને છુપાવી રાખી. તમારે આટલું બધું દેણું હતુંતો મને એટલીસ્ટ કહેવું તો જોઈએને ? એનો રસ્તો હું પહેલાં જ ...Read More

40

અધુુુરો પ્રેમ.. - 40 - શીખામણ

શીખામણપલક હજીતો આ બધાં સાથે વડસડ કરેછે ત્યાંજ પલકની માં સવીતાબેનનો ફોન વીશાલનાં ફોનમાં આવ્યો.સમય પારખીને વીશાલે કહ્યુંકે તારી ફોન આવેછે.એમ કહીને વીશાલે એની સાસુનો ફોન ઉપાડ્યો. કહ્યું હેલ્લો મમ્મી કેમછો ? એની સાસુએ કહ્યું સારું છે બેટાં તમે બધાં કેમ છો.અને મારી પલક શું કરેછે ? વીશાલે કહ્યું મમ્મી તમારી પલક પણ ઠીકછે,તમે જરાય ચિંતા નો કરતાં. પલક અત્યારે નીધીની સાથે બહાર ગ્ઈ છે.હમણાં આવે એટલે પાછો ફોન કરાવું. ઠીકછે સવીતાબેને કહ્યું પલકે કહ્યું તમે મારી મમ્મીની સાથે જુઠું કેમ બોલો છો.આટલું બધું કહેર વરતાવી રહ્યાં છો, અને છતાંય કહોછોકે ઠીકછે.વીશાલે કહ્યું કે આ બધું તારા ભલા માટેજ ...Read More

41

અધુુુરો પ્રેમ.. - 41 - સંસકાર

સંસ્કારપોતાના પતીને વાતમાં થોડો ઘણો વીશ્ર્વાસ બેઠો હતો. પરંતુ એનું મન હજીએ કશુંક ખીચડી પાકતી હોય એમ ઉફાન મારી હતું.જાણે કોઈ અઘટીત ઘટના બનવાની હોય એવું લાગે છે. પરંતુ પોતાની મમ્મીએ નાનપણથી જ પલકને સારાં"સંસ્કાર"આપ્યાં હતાં અને એટલેજ એ વારંવાર વીશાલને અને એનાં પરીવારની ભુલ હોવા છતાં પણ એને માફ કરવાં માટે તૈયાર થઈ ગઈ. એણે એ વાત મમ્મીને ના કહીને પોતાની ભુલ સમાજાઈ રહી છે. પરંતુ એ આવડી મોટી વાત છુપાવી પણ કેવીરીતે રાખી શકે.એણે એની એક નજીકની ફ્રેન્ડ સુરેખાને ફોન કરીને આવાતની જાણ કરી.સુરેખાને પહેલાંતો એકદમ શોક લાગ્યો હતો. પરંતુ થોડીવાર પછી એને શું બોલવું અને શું ...Read More

42

અધુુુરો પ્રેમ.. - 42 - આલીંગન

આલીંગનવીશાલ પોતાની મીઠી મીઠી વાતોમાં પલકને હળવેકથી ફોસલાવીને લલચાવી અને પોતાનું ધાર્યું કામ પુરુ કરવામાં પાવરધો બનીને પલકનાં ઈમોશનને ટચ કરવા લાગ્યો.પલકને હળવેકથી ધીમે ધીમે રહીને પલકની આંખોમાં આવેલાં આંસુને પોતાનાં હાથથી લુછવાં લાગ્યો. પલક થોડી વધુ ઈમોશનલ બનીને વધારે રડવાં લાગી. એણે હવે હૈયું ખાલી કરવામાટે વીશાલનો ખભાને સહારો બનાવ્યો. એને વીશાલ ઉપર હવે ભરોસો આવી રહ્યો છે. એણે રડતાં રડતાં વીશાલને કહ્યું શું તમે મને અહીંથી લ્ઈને શહેરમાં રહેવાનું પસંદ કરશો ? હું તમને તમારા મમ્મી પપ્પાથી અલગ કરવા નથી માગતી,પરંતુ જો તમારા કેહવાં મુજબ તમારા માબાપની આ ચાલ હોય તો આપણે એમને એકાદ વખત સમજાવાં જોઈએ.આટલું ...Read More

43

અધુુુરો પ્રેમ.. - 43 - તમાશો

તમાશોપલક અને વીશાલ લગ્ન પછી ત્રીજા દિવસે બે મટી એક થયાં એ પણ ધોળાદિવસે,પોતાનાં સ્વભાવથી વીરુધ્ધ જ્ઈને પલકે આજે પણ રતીકામ કર્યું છે,એનો પલકને ખૂબ જ અફસોસ થઈ રહ્યોછે.વીશાલ પોતાનું કામ પતાવીને ફટાફટ ઘરની બહાર નીકળી ગયો. અને માં બાપ પાસે જ્ઈ અને બેસી ગયો. પલક પોતાનાં આવેગને નહી રોકી શકવાનો અફસોસ કરતી કરતી બેઠીછે.એની જટપટાહટ પલકનાં ચહેરાની સુંદરતાને ઝાંખી કરી રહી હતી. પોતાનાં હ્લદયમાં લાગેલી આગને પોતે ગંભીરતાથી રોકી ન શકી,અને પોતે કરેલી ભુલને પોતાનોજ દોષ માનીને હવે લમણે હાથ ધરી અને બેઠીછે.આ બાજું વીશાલ ફ્રેશ થઈ અને પોતાના મીત્રો જોડે જતો રહ્યો. પોતે આમતો એક ઉમદા શીક્ષક ...Read More

44

અધુુુરો પ્રેમ.. - 46 - સહનશીલતા

સહનશીલતાકરસનભાઈએ પલકનું વેવિશાળ કરાવ્યું હતું. તેથી મમ્મીએ એમને બોલાવી અને પોતાની દીકરી ઉપર થયેલા અમાનવીય અત્યાચાર વીશે કહીને છુટાછેડા નીર્ધાર કરી લીધો છે. અને એમાં પલકે પણ પોતાની સહેમતી આપી દીધીછે.પલકની સહેલીઓને પણ ખૂબ દુઃખ થયુંછે,પરંતુ કરે પણ શું કોઈનાં હાથની વાત નથી.જેથી બધાએ હવે કીસ્મત ઉપર છોડી દીધું.દિવસ પછી દિવસ પસાર થવાં લાગ્યાં,વારંવારફોન કરવાં છતાં પણ કરસનભાઈ આવ્યાંજ નહીં. આ બાજું માં અને દીકરી ખૂબ દુઃખી થઈ ગયાં છે.હવે આજે પલક પોતાની મમ્મીને ઘેર આવી એને એક મહીનો પસાર થઈ ગયો.એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ મહીનાં ઉપર ચાર દિવસ નીકળી ગયાં. હવે પલકને કાળજામાં મોટીફાળ પડી,એ ...Read More

45

અધુુુરો પ્રેમ.. - 44 - છુટાછેડા

છુટાછેડાપલકનાં લગ્ન થયાં બાદ આજે એનો સાસરીમાં નવમાં દિવસની રાત હતી. એકપણ દિવસ એણે અહીંયા પોતાની ઈઝ્ઝત દેખાઈ નહીં. પોતાની પાસે જેટલાં પૈસા આવ્યાં હતાં એપણ એને ઈમોશનલ કરીને લુટી લીધાં હતાં.એક માનવતાની હદ વટાવી ચુક્યાં હતાં એ માનસીક નબળાઈ ધરાવતા લોકો. પરંતુ હવે કરવું પણ શું ? ગમેતે એક્સન લેવાય છતાંય પણ પોતાની જીંદગીમાં કોઈ પણ જાતનો ફેરફાર આવશે નહીં. જે ઘટવાનું હતું પોતાની સાથે એ બરાબર શેનીય કમી વગર બધું બરાબર બની ગયું. આનાથી વધારે કોઈપણ અભાગી સ્ત્રી સાથે આવું બને નહીં. પરંતુ એને એ વાતનું દુઃખ વધારે હતુંકે એણે જાણીજોઈને વીશાલ સાથે શરીરસુખ માણ્યું. પોતાની જાતને ...Read More

46

અધુુુરો પ્રેમ.. - 45 - દુહાઈ

દુહાઈપોતાની દીકરીને આવી હાલત જોઈ સવીતાબેનનાં દીમાગનાંતાર હલબલી ગયાં હતાં. એણે તરતજ પેલાં વેવિશાળ કરાવવાંવાળા કરસનભાઈ વચેટીયાને ફોન કર્યો.મોઢામાંથી નીકળે એવું કહ્યું. કરસનભાઈએ કહ્યું બેન થયું શું એતો કહો,આમ આટલાં બધાં હાંફળા ફાફળાં કાં થઈ ગયાં છો ? પેલાં ક્ઈક વાતતો કરો.ત્યારે સવીતાબેને કહ્યું મારે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું સમજ્યાં,તમે તાત્કાલિક અબઘડી મારે ઘેર આવો,મારે મારી પલકને ઈ રાક્ષસોને ઘરે નથી મોકલવી.આવાં નબળાં માણસો હતાં તોપણ તમે એવાં નરાધમોને ઘરે મારી દીકરીને સગું બતાવ્યું ? હવે મારે એ સબંધ નથી રાખવો એકથી લાખેય તમે કેનારા ક્ઈ રહ્યાં. એ લોકોએ મારી દીકરીને ભોળાવીને પોણાંબેલાખ રુપીયાં લ્ઈ લીધાં છે,ઈ રુપીયાં ...Read More

47

અધુુુરો પ્રેમ.. - 47 - મજબૂર

મજબૂરપલક હજીતો મનોમન આકાશનાં વીચારોમાં ખોવાઈ રહીછે, ત્યાંજ વીશાલ ઓશરીમાં આવ્યો. પલકને મનમાં હસતી જોઈ કહ્યુંકે કોઈનાં વિચારમાં ખોવાઈ શું ? પલક એના શબ્દો સાંભળીને હાડોહાડ થઈ ગઈ, પણ હવે એને આ બધું હંમેશા આવીરીતે વીનાં વીવાદે સંભાળવું પડશે.એથી ચુપ રહીને કહ્યું હાં હું મારા આવનાર બાળકનાં વીચારોમાં ખોવાયેલી છું.એ પોતે એટલી"મજબૂર"હતીકે પોતાની વાતને પણ વીશાલ સામે સ્પષ્ટતા પુર્વક રાખી શકે એમ નથી.એટલે મનોમન ગમ ખાઈને ઝેરનાં ઘુંટડો પીય ગ્ઈ.સવીતાબેને વીશાલને આવકાર આપ્યો, કહ્યું આવો તમે શું મારી દીકરીને ગણીગણીને બદલો લીધોછે તમે,આ તમે કયા જનમનો બદલો લીધોછે ? જમાઈ કશુંય પણ બોલ્યાં વગરજ બેસી રહ્યો. સવીતાબેને જે કાંઈ ...Read More

48

અધુુુરો પ્રેમ.. - 48 - નવી આશા

નવી આશા સરીતાએ આટલું બધું સમજાવી છતાં પણ પલક કે એની મમ્મી માંંથી કોઈ ઉભું થતું નથી. જેથી સરીતા થઈ અને પલકનો હાથ પકડીને ઉભી કરી, કહ્યું ચલ તુંજ મને બધાં ડોક્યુમેન્ટ આપીદે.પલક સરીતાને ગળે વળગીને રડતી રડતી સરીતાને કાનમાં કહ્યું સરીતા હું "માં" બનવાની છું.... પલકની વાત સાંભળીને સરીતા અવાચક થઈ ગઈ.એણે પોતાનામાં બેઉ હાથ પોતાનાં મોઢાં ઉપર દ્ઈને એકદમ સોફા ઉપર બેસી ગઈ. એનાં આખાં શરીરમાં પરસેવો છૂટી ગયો. એનું બીપી આમતેમ થવાં લાગ્યું. પોતાનાં દુપટ્ટાને હાથમાં લ્ઈને પરસેવો લુછવાં લાગી. અને એકદમ નીશબ્દ થઈ અને ચુપચાપ પગ ઉપર પગ ચડાવીને બેસી ગઈ. શીખાએ કહ્યું પલક ...Read More

49

અધુુુરો પ્રેમ.. - 49 - પુત્રમોહ

પુત્રમોહએમજ વાતોમાં ને વાતોમાં વખત વીતવાં લાગ્યો. લગભગ બે મહીનાં પસાર થઈ ગયાં. પલક પોતાની મમ્મીને ઘેર સુકાઈને પાટો ગ્ઈછે.એનાં મોઢાં સામે જોવે ત્યાંજ સવીતાબેન દડદડ આંસુડે રડવાનું શરૂ કરી દેછે.વીચારી વીચારીને ખૂબ આક્રંદ કરેછે.અરેરે ! મારી આ રૂનાં પુંભડાં જેવી છોકરીને આ અભાગીયાઓએ સાવ બીચારી બનાવી દીધી. પલકે પોતાની જોબ શરૂ કરી દીધી હતી, હરરોજ ઓફિસઆવે અને જાય, કયારેક એકલી એકલી હસે તો ક્યારેક એકલી એકલી રડવાં લાગે. બસ કોઈદિવસ ચુપ નહીં રહેવાં વાળી છોકરીની જીભ ઉપર જાણે લોઢાંનુ તાળું જડી દીધું હોય એમ મોઢામાં જાણે જીભજ નથી રહી.આ તરફ એનાં પતીનાં પણ કોઈ સમાચાર નહોતાં.એ પણ સમજી ...Read More

50

અધુુુરો પ્રેમ.. - 50 - અપમાન

અપમાનપલક પોતાની દીકરીને જોઈને ખૂબજ ખુશી ખુશી થઈ ગઈ. એને થયુંકે જેનાં કારણે મે મારું જીવન દાવ પર લગાડ્યું દીકરી કેટલી રુપાળી છે.ખુબસુરત આંખો, સુંદર નાક,રૂપાળાં ગાલ એકંદરે પરી જેવી દેખાતી હતી. સવીતાબેને વીશાલને ફરીથી ફોન કર્યો અને કહ્યું જમાઈ તમારા ઘરે લક્ષ્મી પધાર્યા છે.એટલું સાંભળતાં જ વીશાલે ફોન કાપી નાખ્યો. હવે સવીતાબેને થયુંકે એમણે જે સાંભળ્યું હતું એ ભરમ નહોતો એ સાચી વાત હતી.કેમ વીશાલે દીકરી નું નામ સાંભળતાંજ ફોન કાપી નાખ્યો હતો. પલક અને એની ખુબજ સુંદર પરી જેવી દીકરીને જોઈને પલક વારંવાર આનંદનો અનુભવ કરતી હતી. પરંતુ જ્યારે એ પોતાનાં પતીને યાદ કરતી હતી, ...Read More

51

અધુુુરો પ્રેમ.. - 51 - દમન

દમનપલકને કાલે એક સુંદર મજાની એક નાનકડી પરી જેવી દીકરી નો જન્મ થયો. પલક બહુ ખુશખુશાલ હતી,એનાં સાસરીયાં દીકરીને ના ખુશ હોવા છતાં પલક બહું જ આનંદ ઉલ્લાસથી ભરેલી છે.બધું જ બરાબર છે.ડોક્ટરે તપાસ કરી અને કહ્યું માં અને દીકરી બીલકુલ ઠીક છે. આજે સાજે રજા આપી દ્ઈશું,આપ પોતાનાં ઘેર જ્ઈ શકોછો. પોતાની દીકરીને વહાલ કરતી પલકનાં હ્લદયમાં અવનવા ભાવ ઉત્પન્ન થયાં કરેછે.ઘડીક પોતાની દીકરીને જોઈને ચુમ્યાં કરેછે, તો ઘડીભર ટગર ટગર જોઈને એની આંખો સજળ બનીને રડવાં લાગે છે. સાંજ પડી એક નર્સે આવીને કહ્યું કોણછે,પલકબેનની સાથે ચલો હોસ્પિટલનું બીલ ભરીને તમે રજા લ્ઈ શકોછો. સરીતા બારી ...Read More

52

અધુુુરો પ્રેમ.. - 52 - વમળ

વમળપલક પોતાની જીંદગી ટુંકી કરવાંનું પાક્કો નીર્ધાર કરી ચુકી છે.પોતાની નાનકડી પરીને છેલ્લી વખત પોતાની છાતીનું ધાવણ ધવરાવી અને ફાસી લગાવી અને મૃત્યુનાં આહોશમાં સમાઈને આ અવળી દુનિયાને (પલકની નજરથી)છોડીને હંમેશા હંમેશા વીદાઈ લ્ઈને પરલોકમાં જતું રહેવું એમ નક્કી કર્યું.પરંતુ હજયે વીચારોનું"વમળ"એનાં દીમાગનાં તાર હલાવી રહ્યાં છે. એની દીકરીને છોડીને જવાનું એને હીંમત ચાલતી નથી.વારેવારે ઉભી થાય અને દોરડાને હાથમાં પકડે અને બેસી જાય છે. લગભગ અગધો કલાક આવું કર્યું. અંતે એણે પાક્કો નિર્ણય લઈ લીધો.બસ હવે આત્મહત્યા એજ એક આ મુશ્કેલીઓ માથી છુટવાનો મારગ નજરે પડ્યો. પલકે છેલ્લી વારની પોતાની દીકરીને વહાલ કર્યું,પોતાની દીકરીને માથું ચુમી લીધું. ...Read More

53

અધુુુરો પ્રેમ.. - 53 - નોટિસ

નોટિસપલકને અડધીરાત્રે આવેલી જોઈને અત્યારે કશું પુછ્યું નહીં એને શાંતિ મળે એટલે નીરાંતે સુઈ જવાં દીધી.પથારીમાં પડતાની સાથેજ ઉંડી ફસડાઈ પડી.અચાનક જાગીને જોયુંતો સવાર પડી હતી.સવીતાબેને પલકને પહેલાં ફ્રેસ થવાનું કહ્યું, બધુંજ બરાબર પતાવી અને ચા નાસ્તો તૈયાર હતો તેથી પલકને આપ્યો. ચા નાસ્તો પતાવી અને પલકને પુછ્યું બેટાં એવુંતો શું થયું કે તું અડધી રાતે ભાગીને અહીંયા આવી ગઈ. પલકે એકદમ કડક અવાજે કહ્યું, મમ્મી એ નરાધમ હવે મારા માટે મરી ચુક્યો છે. બહું થયું મમ્મી એણે જેટલી મને હેરાન પરેશાન કરવાની હતી એટલી કરી ચુક્યો છે. હવે હું એનાથી છુટકારો મેળવીને જ રહીશ.તરતજ એણે સરીતાને ફોન કર્યો, ...Read More

54

અધુુુરો પ્રેમ.. - 54 - મુલાકાત

મુલાકાતપલક અને એની દીકરી વંદના પોતાની એકલવાયું જીવનને ગમેતેવી રીતે પસાર કરી રહીછે. એકદિવસ વંદના અને પલક બન્ને જણ મોલમાં કપડાંની ખરીદી કરવાં માટે જાય છે. થોડીવારમાં એક ઉમદા મોલમાં પહોંચી ગયાં. અને કપડાની દુકાનમાં પોતે બંન્ને માટે કપડાંની પસંદગી કરવાં લાગ્યાં. એટલામાં પલકની પાછળથી એક જાણીતો અવાજ આવ્યો.પાછળથી એ યુવાને કહ્યું ભાઈ સાહબ કાલે હું જે જીન્સ લ્ઈ ગયો હતો એ થોડું ખરાબ છે, આપ જોઈ લ્યો, અને કૃપાકરી એને બદલાવી આપો તો સારું ? દુકાન માલીકે કહ્યું હાં ભાઈ તમે ક્યાં અજાણ્યાં છો ? તમે તો અમારાં કાયમનાં ઘરાક છો,તમતમારે તમને જે ગમેતે તમારી જાતેજ બદલી લ્યો. હું ...Read More

55

અધુુુરો પ્રેમ.. - 55 - આદરભાવ

આદરભાવઆજે આકાશ મળ્યો એની ખુશીનો કોઈ પાર ન રહ્યો, એક નવી ઉમીદ પલકનાં હ્લદયમાં જન્મી હતી.પરંતુ જ્યારે એણે સાંભળ્યું આકાશને પણ બે બાળકો છે,ત્યારે એનાં પગ નીચેથી જમીન સરી ગ્ઈ.એટલે નહીં કે એનાં લગ્ન થઈ ગયાં હતાં. ને બે બાળકો પણ હતાં. પણ એટલાં માટે કે એનું પણ કોઈ કુટુંબ છે,અને મારે એનાં ઘરને તોડવાની કોશિષ જરાય પણ ન કરવી જોઈએ. હું જેવીરીતે જીવન ભોગવી રહી છું, એમ મારાં લીધે કોઈનું ઘર પરીવાર છીનવાઈ જાય એ હું બીલકુલ સાખી નહી લ્ઉ. પલકે મનમાં નીર્ધાર કરી લીધો. કાલે રવિવારે આકાશ મળવાં આવે ત્યારે એને ચોખવટથી સમજાવી લેવો જોઈએ.પરંતુ આકાશને મળવાની ...Read More

56

અધુુુરો પ્રેમ.. - 56 - અચરજ

અચરજપોલીસનો ફોન.આવતાંજ પલક "અચરજ"માં પડી ગઈ. એણે પોલીસને કહ્યું હાજી સર બોલો હું પલક શું હતું ? પીએઓ એ બહેન હું વીક્રમસીંહ બોલું છું, તમારા પતીએ તમારી ઉપર ફરીયાદ દાખલ કરીછે.માનસિક ઉત્પીડનકરવાની એ અનુસંધાને તમારે હાજરી આપવાં આવવું પડશે. નહીંતર મજબુરન અમારે નોટીસ કાઢવી પડશે.મેડમ અમે મજબૂર છીએ. પોલીસને પલકે કહ્યું સર કાંઈ વાંધો નહી હું પરમદીવસે બપોર સુધીમાં આવીને સહી કરી લ્ઈશ.ઠીકછે,વીક્રમસીંહ બોલ્યાં, તમતમારે શાંતિથી આવજો પણ આવજો જરૂર..... હા જી સર ભલે...પલકે કહ્યું.પલકે ફોન કટ કરી અને મમ્મીને કોલ કર્યો, ને પોલીસનાં ફોન વીશે આખી વાત મમ્મીને કહી.માં દીકરી ખુબ ચિંતા કરવાં લાગ્યાં. શું થયું હશે ? પલકે ...Read More

57

અધુુુરો પ્રેમ.. - 57 - આઘાત

આઘાતઆકાશ પલકને મળીને ગયો આજે બે વર્ષ વીતિ ગયાં, એ દરમિયાન પલકે કેટલી વખત કોર્ટમાં દોડાદોડી કરી.કેટલી મુશીબત ભોગવી.સામે વકીલે માનવતાં નેવે મુકીનેએવાં એવાં પ્રશ્નો કર્યા હતાં કે કોઈપણ ઈઝ્ઝતદાર છોકરી બરદાસ્ત ન કરી શકે. અને આત્મહત્યા કરીલે, એટલી હદે કોર્ટમાં પોતાની જાતને નગ્ન કરી ચુકીછે.એકવાર પલકે સામેનાં વકીલને ત્યાં સુધી કહ્યું કે સર તમે જો કહેતાં હોય તો હું અહીંયા ભરી કોર્ટમાં મારાં બધાં કપડાં ઉતારી અને તમારી સામે ઉભી રહી જ્ઉ છું. તમે મન ભરીને જોઈ લ્યો. જ્યારે તમારું મન ભરાઈ જાય ત્યારે મને કહેજો હું કપડાં પહેરીને પછી જતી રહીશ.એ સમયે જજે પણ કહ્યું કે ભાઈ ...Read More

58

અધુુુરો પ્રેમ.. - 58 - સંઘર્ષ

સંઘર્ષપોતાનાં પતીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરીને ફરી નવી જીંદગી શરૂ કરીને પલકને હૈયામાં કપરો આઘાત લાગ્યો. પરંતુ કરે શું ? વકલે એનાં પતી વીરુધ્ધ અંધારામાં રાખીને છુટાછેડા લીધાં વગર જ બીજાં લગ્ન કરી લેવાં માટે કેસ દાખલ કર્યો. નોટિસ ફટકારી"આજની તારીખે પલક પણ કોર્ટમાં હાજર રહી હતી. વકીલે દલીલ રજું કરી કોઈ વ્યક્તિ પોતાની પ્રથમ પત્નીને છુટાછેડા આપ્યાં વગર હીન્દુ ધર્મનાં કાનુન મુજબ બીજાં લગ્ન કરી ના શકે.આ ફ્રોડ માણસને સજા થવી જોઈએ. ખુબ જ જબરજસ્ત દલીલો રજુ કરી. એકબીજા વકીલોએ સામ સામે ગંભીર આરોપ લગાવ્યયાં. વીશાલે કોર્ટમાં જ કહ્યું કે સર આ નાલાયક સ્ત્રી છે.એનાં કેટલાય પુરુષો સાથે ...Read More

59

અધુુુરો પ્રેમ.. - 59 - મીલન

મીલનઆકાશ પલકને સમજાવી રહ્યો છે, વારંવાર એને મનાવવાં છતાં પણ પલક એની સાથે લગ્ન કરવાં માટે તૈયાર નથી થતી.એનું પણ છે,આકાશનાં લગ્ન થયેલા છે,અને ખુબ પ્રેમાળ પત્ની છે.બે બાળકો પણ છે,જાણી જોઈ અને એનાં જીવનમાં કેવીરીતે ઝહેર ઘોળી શકે.અત્યારે એણે આકાશને કહ્યું કે હું એની સાથે પ્રેમીકા બની અને રહીશ.પરંતુ એ તો માત્ર એને રાજી રાખવાં માટે જ કહ્યું છે. આકાશ અને વંદના વાતો કરેછે, ને વંદના આકાશનાં ખોળામાં માથું મૂકીને સુ્ઈ ગ્ઈ. એને બાજુનાં રુમમાં ઉચકીને સુવાડી લીધી. લગભગ રાત્રીનાં નવેક વાગ્યાં છે.આકાશને થોડું મોડું થશે એવો એણે પોતાની પત્નીને ફોન કરીને કહ્યું. હું થોડો કામમાં વ્યસ્ત છું, ...Read More

60

અધુુુરો પ્રેમ.. - 60 - જીવનસાર----છેલ્લો ભાગ

જીવનસારપલકનાં જીવનનું આખરી પાનું પણ બંધ થઈ ગયું, એણે પોતાની જાતને કહ્યું કે આજે ભલે અમારો આ "અધુરોપ્રેમ" પુરવાર નહીં. પરંતુ આવતાં ભવે અમારો "અધુરો પ્રેમ" જરૂર પુરો કરીશું.પલકે ભગવાનની સામે દીવાધુપ કરતાં કરતાં પ્રણ લીધું. આ તરફ આકાશની પત્નીએ પણ પોતાનાં પતીને કોઈની બુરી નજર નાં લાગે એ માટે અનુષ્ઠાન કરાવ્યું. અને સાતે જનમમાં પતી રુપે આકાશનેજ પામવાનો ભગવાન સામે વચને બંધાઈ ગયાં. હવે ભગવાન કોની વાત માનેછે એ તો આવતાં જનમેજ ખબર પડે. પલક બેઠી બેઠી આખીય જીંદગીનો સરવાળો કરેછે. એનો "જીવનસાર"મેળવેછે.એકેએક પલ જેણે ખુબસુરત લમ્હે જીવનની કોઈ મુશ્કેલી એવી નહોતી જે પલકને કઠણ પડી હોય. હસતાં હસતાં ...Read More